Subject : હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં
( રચયિતા: ઉપા. યશોવિજયજી )
પ્રભુ! તારા ધ્યાનમાં થોડું ડૂબવાનું થયું. મન શાંત, સ્વસ્થ બન્યું. તારા ચહેરા પર રહેલા સમતારસનું પાન થયું અને મારી ભીતર રહેલા જ્ઞાન અને આનંદની અનુભૂતિ થઇ.
પરંતુ પ્રભુ! હું આટલાથી સંતોષ માનવાનો નથી. મારે તો તારી અદ્ભૂત, દિવ્ય અનુભૂતિ જોઈએ છે. અને મને ખબર છે કે એ અનુભૂતિ શબ્દો કે વિચારો દ્વારા પામી શકાતી નથી.
એટલે હું તારા ચરણોમાં બેસીને ધ્યાનના એવા ઊંડાણમાં જવાનો પ્રયત્ન કરીશ કે જ્યાં મારા શબ્દો અને વિચારો છૂટી જાય, મારું કૉન્શિયસ માઈન્ડ બાજુએ જતું રહે અને તું તારી એ દિવ્ય અનુભૂતિનો એક અંશ મને પણ આપી શકે!
મૌન ધ્યાન સાધના શિબિર ૧૪ – તલેગાંવ સંવેદના – ૪
બહુ જ મજાની સ્તવના પ્રભુના ચરણોમાં આપણે પેશ કરી. હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં – પ્રભુ તારા ધ્યાનમાં હું ડૂબી ગયો છું. એ ડૂબવાની ક્ષણોમાં શું થાય છે એનું વર્ણન આગળ આપ્યું. બિસર ગઈ દુવિધા તન મન કી, મનમાં અને શરીરમાં એટલી બધી પીડાઓ હતી જેનો કોઈ પાર નહોતો. પણ પ્રભુ જે ક્ષણે મન તમને આપ્યું મનની પીડાઓ તો ગઈ, શરીરની પીડાઓ પણ ગઈ. મન શાંત બન્યું, સ્વસ્થ બન્યું. શરીર સ્વસ્થ બની ગયું.
મન શાંત બન્યું પછી શું થયું? “ચિદાનંદ કી મોજ મચી હૈ સમતારસ કે પાન મેં” મન શાંત થયું… હવે મન પ્રભુ માત્ર ને માત્ર તારા મુખ ઉપર સ્થિર થયું છે. તારા મુખ ઉપર જે પ્રશમરસ ઝલકી રહ્યો છે… એ જોવાય પણ છે, એ પીવાય પણ છે. કેવો પ્રશમ રસ તારા મુખ ઉપર છે. માનતુંગાચાર્ય ભક્તામર સ્તોત્રમાં કહ્યું પ્રભુ! જે પ્રશમરસના અણુઓથી તારો આ દેહ ભર્યો છે.. મને લાગે છે કે દુનિયામાં પ્રશમરસના અણુઓ માત્ર આપના જ છે. કારણ આવું બીજું એક પણ રૂપ ક્યારે પણ જોવામાં આવ્યું નથી. પ્રભુ તારો પ્રશમરસથી ભરપૂર દેહ મારી સામે જ હતો. પણ મારું મન શાંત નહોતું. આજે મારું મન શાંત થયું. અત્યારે તારા મુખ ઉપર રહેલ પ્રશમરસને હું જોવું છું. અને એને હું પીવું છું. ચિદાનંદ કી મોજ મચી હૈ સમતારસ કે પાન મેં… એ પ્રશમરસનું સહેજ પાન થયું અને અંદર તો જ્ઞાન અને આનંદ ની અનુભૂતિ થવા લાગી. પ્રભુ તારું સમ્યક્ત્વ તે મને આપ્યું. અને એની સાથે બધી જ દીનતાઓ સમાપ્ત થઇ. અને એ અદ્ભુત કૈફ મને પ્રાપ્ત થયો. પણ પ્રભુ મારે તો હજી આગળ જવું છે. તારી પાસે અદ્ભુતમાં અદ્ભુત જે દિવ્ય અનુભૂતિ છે એ અનુભૂતિ મારે જોઈએ છે. આજે પ્રભુ માત્ર સમ્યગ્દર્શનથી હું રાજી થઇ જાઉં એમ નથી. પણ એ જ તારી અનુભૂતિને તું મને આપતો કેમ નથી? એક સૂત્ર એવું છે… જિન હી પાયા તિન હી છિપાયા… ન કહે કોઉં કે કાન મેં.. આ દિવ્ય અનુભૂતિ જેણે પ્રાપ્ત કરી એણે છૂપાવી દીધી. કોઈના પણ કાનમાં શબ્દો દ્વારા એ અનુભૂતિ આપી શકાતી નથી. તો પ્રભુ તારી અનુભૂતિની વાત તું મને ન કહે કેમ ચાલી શકે? જરૂર બીજાના માટે તારો આ નિયમ હોઈ પણ શકે… પણ હું તો તારું બાળક છું. મારા માટે તારો આ નિયમ હોઈ ન શકે. તું કહે છે કે બેટા! આ અનુભૂતિ એવી ચીજ છે જેને શબ્દમાં ક્યારે પણ હસ્તાંગ કરી શકાતી નથી. ‘તારી લાગી જબ અનુભવ કી, તબ સમજે સહુ શાન મેં’ પ્રભુ તું મને કહી રહ્યો છે કે બેટા! આ અનુભવ જ તને આપી દઉં. અને એ અનુભવ આંશિક રૂપે પણ તને નહિ મળે ત્યાં સુધી મારી પાસે કંઈક અનુભૂતિ છે એનો તને ખ્યાલ નહિ આવે.
પ્રભુ કોઈ વાંધો નહિ, અનુભૂતિ ની વાત તમે ના કરો અને તમારી અનુભૂતિ જ મને આપી દો એ તો બહુ મજાની વાત. કારણ અનુભૂતિની વાત તમે કરો… આખરે એ અનુભૂતિને પામવા માટે તમે પગથિયાં તો મારે ચડવા પડે? પણ એટલી બધી કૃપા કરતા હોવ કે તમારી અનુભૂતિનું આંશિક પણ આસ્વાદ અમને કરાવી દેતાં હોવ તો વાહ પ્રભુ…એનાથી વધારે રૂડું શું હોય? તો પ્રભુ હવે વાર શી… તમારી પાસે જે અનુભૂતિ છે એનો અંશ અમને આપી દો. એ વખતે પ્રભુ તું કહે છે કે બેટા! અનુભૂતિ આપવા હું તૈયાર છું. તું અનુભૂતિ લેવા માટે અતૈયાર છે. પરંતુ આ અનુભૂતિ ન તો શબ્દોનો વિષય છે, ન વિચારોનો વિષય છે. માત્ર ધ્યાનની ક્ષણોમાં તું એનો અનુભવ કરી શકે છે. મારા ચરણોમાં અત્યારે તું આવ્યો છે થોડી વાર મારા ચરણોમાં બેસીને ધ્યાનના ઊંડાણમાં તું જતો રહે. એવી ક્ષણો ધ્યાનના ઊંડાણમાં તને મળશે. જ્યારે શબ્દો છૂટી ગયા જશે, વિચારો છૂટી ગયા હશે. તારું conscious mind બાજુમાં ખસી ગયેલું હશે. ત્યારે હું તને આ અનુભૂતિ આપી શકીશ. પ્રભુ કહે છે કે બેટા! તારા conscious mind માં આ અનુભૂતિને ઝીલવાની ક્ષમતા નથી. એટલે ધ્યાનના ચોથા ચરણમાં conscious mind બાજુમાં જતું રહેશે. માત્ર તું હોઈશ. અને તારા આનંદનો, તારી અંદર રહેલી શાંતિનો અનુભવ તું કરતો હોઈશ. ત્યારે તને ખ્યાલ આવશે કે મારી પાસે કેવી દિવ્ય અનુભૂતિ છે. તો બેટા! શબ્દોની અંદર હું તને મારો આનંદ નહિ આપી શકું.. તારા conscious mind માં એ આનંદને ગ્રહણ કરવાની ક્ષમતા નથી. માત્ર તારામાં એ આનંદને પકડવાની ક્ષમતા છે. તો ચોથા ચરણમાં ધ્યાનમાં તારું conscious mind બાજુમાં જતું રહે. માત્ર તું હોઈશ ત્યારે દિવ્ય અનુભૂતિ મારી તને આપીશ. તો ચાલો આપણે પ્રભુ જે દિવ્ય અનુભૂતિ આપવા માંગે છે એને લેવા માટે તૈયાર થઇ જઈએ.
શરીર ટટ્ટાર… આંખો બંધ… ધીમે ધીમે શ્વાસ લો… ઊંડો શ્વાસ… પૂરો શ્વાસ… ધીરે ધીરે શ્વાસ છોડો…. આ દ્રવ્ય પ્રાણાયામ. શ્વાસ બરાબર ચાલશે તો જ મન પણ સ્થિર બનશે. શ્વાસ ધીરેથી પણ ઊંડો લેવાઈ રહ્યો છે. શ્વાસ ધીરેથી પણ પુરેપુરો છોડાઈ રહ્યો છે. હવે practice પડી ગઈ છે. આ શ્વાસની ગતિ ધ્યાનાભ્યાસ શરૂ ન થાય ત્યાં સુધી એક જ લયમાં ચાલુ રહેવી જોઈએ. મારી ગણતરી તો એવી છે કે પૂરો દિવસ જ્યારે તમે હોંશમાં આવી જાવ… ત્યારે તમારો શ્વાસ પૂરો, ઊંડો થઇ જાય… ભાવ પ્રાણાયામ.
અહિયાં રહેલા પ્રશમ રસના આંદોલનોને શ્વાસ લેતી વખતે અંદર લેવા છે, શ્વાસ બહાર છોડીએ ત્યારે અંદર રહેલા ક્રોધને વિસર્જિત કરવો છે. આપણી બાજુ ૨ પ્રવાહો છે positive energy નો અને negative energy નો… તમે જે ક્રોધને બહાર છોડશો… એ negative energy ના પ્રવાહમાં જતું રહેશે. એટલે તમે જ્યારે બેસો suggestion થી ત્યારે માત્ર positive energy આવશે. negative energy બહાર ફેંકી દો, આમ negative પ્રવાહમાં ભળી જશે. Positive પ્રવાહ તો એવો ને એવો જ અખંડ રહેશે. તો ૨ મિનિટ ભાવ પ્રાણાયામ. એટલી positivity આવે કે ૨ મિનિટમાં તમારુ મન નવી feelings થી ભરાઈ જાય. શરીર ટટ્ટાર… એક પણ વિચાર નહિ…. એક મિનિટ ભાવ પ્રાણાયામ.
બીજું ચરણ ભાષ્ય જાપ – “તિત્થયરા મે પસીયંતુ”
ત્રીજું ચરણ માનસ જાપ – આ જ પદનો મનમાં જાપ કરો. એકાગ્રતાપૂર્વક. મન માત્ર એક પદમાં.. શરીર સ્થિર બન્યું છે. મનને સ્થિર બનાવવું છે. તે મન ક્યારેક … મન તેમાં… અમન ક્યારેક કમન… ય મન ક્યારેક યદા… મન સહેજ પણ બહાર જાય વિચારોમાં એને પકડીને પદ ઉપર લાવી દો. બે મિનિટ સઘન માનસ જાપ. એક મિનિટ સઘન માનસ જાપ.
ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. પદને છોડી દો. મનનો ઉપયોગ માત્ર પદમાં હતું, હવે પદ પણ ગયું. conscious mind બાજુમાં ખસી ગયું છે. અને પ્રભુ જે આપે છે એ દિવ્ય અનુભૂતિ આનંદની અમારે જાણવી છે. શરીર ટટ્ટાર… એક પણ વિચાર નહિ… ન નિદ્રા.. ન વિચાર… કોઈ વિચારો નથી. મનનો ઘોંઘાટ બિલકુલ દૂર થયો છે. હવે તમારી પોતાની જે શાંતિ છે એનો અનુભવ તમે કરી શકશો. તમે શાંત છો, પ્રશાંત છો, આનંદઘન છો, તમારા ભીતરના આનંદને શાંતિનો અનુભવ કરો. એકદમ જાગૃતિ… શરીર બિલકુલ ટટ્ટાર… ૩ મિનિટ સઘન ધ્યાન અભ્યાસ… ન વિચાર… ન નિદ્રા… કેવલ જાગૃતિ… ૨ મિનિટ… તમે શાંત છો…પ્રશાંત છો… તમારી શાંતિનો અનુભવ કરો… છેલ્લી એક મિનિટ…. આંખો ખોલી શકો છો… “તિત્થયરા મે પસીયંતુ”.