Maun Dhyan Sadhana Shibir – 13 – Vanchan 2

4 Views 29 Min Read

Subject : પરરસમુક્તિ – પ્રબુદ્ધતા

પરરસથી તમે મુક્ત થાઓ અને પરમરસ મળી જાય. અથવા તો પરમરસ મેળવી લો અને પરરસ છૂટી જાય. બંને માર્ગો છે. ભક્તનો માર્ગ છે કે એ પ્રભુ સાથે જોડાઈ જાય અને એનો આખો સંસાર છૂટી જાય. જ્યારે સાધક સંસારને છોડી દે છે, સંસારનો રાગ ઓછો કરે છે અને પ્રભુ સાથે જોડાતો જાય છે.

પરરસમુક્તિ માટેની ત્રીજી સજ્જતા છે – પ્રબુદ્ધતા. અહીં પ્રબુદ્ધતાનો સંબંધ બુદ્ધિના ફેલાવા સાથે નથી; અહંશૂન્યતા સાથે છે. એક માત્ર સદગુરુ સમર્પણ આવ્યું, એટલે તમારી આ સજ્જતા આવી ગઈ!

સાધનામાર્ગમાં જ્ઞાનાવરણીયના ક્ષયોપશમનું એટલું મહત્ત્વ નથી જેટલું મોહનીયના ક્ષયોપશમનું છે. મા રૂષ, મા તુષ – આ એક પદ જેને યાદ નથી રહેતું – એવા માષતુષ મુનિની સાધના પણ એમની સદગુરુ સમર્પિતતાના કારણે, એમની અહંશૂન્યતાના પરિણામે ઊંચકાઈ જાય છે.

મૌન સાધના શિબિર – ૧૩ (ભીલડીયાજી) – પ્રવચન – ૨

મહામહોપાધ્યાય યશોવિજય મહારાજે સવાસો ગાથાના સ્તવનની ત્રણ કડીઓમાં સ્વાનુભૂતિ માટેની એક સાધના ત્રિપદી આપી. પરરસમુક્તિ, ઉપયોગનું પરમાં ન જવું, અને સ્વાનુભૂતિ.

સ્વાનુભૂતિ પરમરસ જે પરમરસને પીવા માટે જ આ જન્મ આપણો છે, એ પરમ રાસની અનુભૂતિ પછીની અભિવ્યક્તિ કેવી હોય, મહોપાધ્યાય માનવિજય મહારાજે કહ્યું “પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો” પરમરસ મળ્યો અનુભવ્યો, આસ્વાદ્યો. પણ એમાં મુખ્ય બળ કયું હતું… પ્રભુની કૃપા. પ્રભુની મહેરે તે રસ ચાખ્યો સાધનામાર્ગમાં આપણું યોગદાન લગભગ છે જ નહિ. પૂરી સાધના ભગવત્ કર્તૃત્વ ઉપર જ આધારિત છે.

કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિતરાગ સ્તોત્રમાં લખે છે ‘ભવત્પ્રસાદે નૈવાહ, મિયતીમ્ પ્રાપિતો ભુવં’ પ્રભુ તારી કૃપાથી જ હું અહીં સુધી આવી શક્યો છું. એમની જ વાતનું અનુવાદ મહોપાધ્યાય યશોવિજયજીએ આપ્યો – ‘ઇતની ભૂમિ પ્રભુ તુમ હી આણ્યો’ પ્રભુ મનુષ્યત્વના દ્વાર સુધી સાધનાની આ ભૂમિકા સુધી મને લાવનાર કોઈ પણ તત્વ હોય, તો એકમાત્ર તું છે.

એકવાર આ પંક્તિ પર સંગોષ્ઠી ચાલતી હતી… ‘ઇતની ભૂમિ પ્રભુ તુમ હી આણ્યો’ તમે જ મને લઈને આવ્યા છો. એક ભાવુકે પૂછ્યું કે સાહેબ, પ્રભુની કૃપા બરોબર પણ સાધનાને કરનાર તો અમે છીએ ને… તો પછી માત્ર પ્રભુની કૃપા અમને અહીં સુધી લઈને આવી એવું વિધાન કેમ થયું… હું જરાક હળવા મૂળમાં હતો મેં કહ્યું… પાછળના બારણેથી તમારો હું અંદર પ્રવેશી ન જાય ને… એટલા માટે જ થી દ્વાર lock કરી નાંખ્યું. કે પ્રભુ તારી કૃપા જ મને અહીં સુધી લઈને આવી.

એક રૂપક કથા યાદ આવી… હાથી રોડ પર જતો હોય છે. નદી ઉપર પુલ આવ્યો. પુલ જરા જુનો થઇ ગયેલો. જર્જરિત હતો. હાથીના પગલાં ધમધમ પડે પુલ ધ્રુજવા લાગ્યો. સદ્ભાગ્યે પુલ તૂટી ન પડ્યો. પુલ પૂરો થયો. હાથીની journey ચાલુ છે. હવે હાથીને તો ખબર પણ નથી એક માખી હાથીના કાન પાસે બેઠેલી અને એણે હાથીને કહ્યું કે હાથીભાઈ! હાથીભાઈ! આપણે બેઉએ ભેગા થઈને પુલને કેવો ધ્રુજાવી નાંખ્યો….. આપણે બેઉએ ભેગા થઈને પુલને કેવો ધ્રુજાવી નાંખ્યો. જોકે માખી આપણા કરતાં થોડી ઈમાનદાર હતી. એણે આખી credit પોતાના ઉપર ન લઇ લીધી. આપણે શું કહીએ વર્ષીતપ મેં કર્યો. માસક્ષમણ મેં કર્યું… સાધના જગતમાં કૃપાનું જ મહત્વ છે.

આનંદઘનજી ભગવંતે ૨ શબ્દો આપ્યા. લીલા અને કૃપા. ઈશ્વર જગતનું સર્જન કરે છે, એ વાત જૈનદર્શનને માન્ય નથી. એટલે લીલા શબ્દ ઉપર એમણે ચોકડી મારી દીધી. પહેલા સ્તવનમાં કહ્યું કોઈ કહે લીલા રે, અલખ અલખતણી રે, લખ પૂરે મન આશ. દોષ રહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ. ઈશ્વર લીલા નથી કરતાં. પણ કૃપા જરૂર કરે છે. અને એ વાત એમણે ચોથા સ્તવનમાં કહી ‘દરિશન દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ’

આપણી પરંપરામાં વચ્ચે એવો ગાળો આવ્યો જ્યાં આપણે પ્રભુ કૃપાને બિલકુલ વિસરી ગયેલા. એક વાત થઇ કે પ્રભુ જગતના કર્તા નથી… પણ એની સાથે પ્રભુ સાધના જગતના કર્તા છે એ વાત ભુલાઈ ગઈ… અને એટલે પ્રભુ કશું જ કરતા નથી આ વાત આવી ગઈ. જે પરમ સક્રિય ચેતના છે. એને આપણે પરમ નિષ્ક્રિય ચેતનામાં ફેરવી નાંખી. આપણે બધા પંન્યાસજી ભગવંત સદ્ગુરુદેવ ભદ્રંકરવિજય મ.સા. ના ઋણી છીએ. કે કૃપા નામના તત્વને એમને સ્પષ્ટ રીતે ખોલીને બતાવ્યું. નવાઈની વાત તો એ છે કે ૩૦૦ વર્ષ પહેલા નું, ૧૫૦ વર્ષ પહેલાનું સ્તવના સાહિત્ય માત્ર ને માત્ર કૃપાથી ભરાયેલું છે. જ્યાં જુઓ ત્યાં પ્રભુની કૃપા, પ્રભુની કૃપા. અને વચ્ચે એવો ગાળો આવી ગયો જ્યારે કૃપાને આપણે ભૂલી ગયા. પંન્યાસજી ભગવંત આપણી સામે આવ્યા, આ કૃપા તત્વને લઈને… તો પ્રભુની મહેરે તે રસ ચાખ્યો. પ્રભુની કૃપા કે પરમરસ મને આસ્વાદવા મળ્યો. મને એકવાર એક ભાવુકે પૂછેલું કે સાહેબ ભગવદ્ કર્તૃત્વની વાત તમે કહો છો એટલે માની લઈએ પણ બૌદ્ધિક રીતે એનો approach થાય એવો નથી. મેં કહ્યું વાંધો નહિ… શ્રદ્ધાજીવી હોય તો હું શ્રદ્ધાના સ્તર ઉપર વાતો કરું છું. બુદ્ધિજીવી હોય તો બુદ્ધિના સ્તર ઉપર વાતો કરી લઉં છું. મેં એને એક example આપ્યું… મેં એને કહ્યું એક વ્યક્તિ હતી… અસાધ્ય દર્દ એને થયું કેટલાય વૈદ્યો પાસે જઈ આવ્યો. કેટલાય ડોકટરો પાસે જઈ આવ્યો. પણ રોગ ટસનો મસ ન થાય. એમાં એણે ખ્યાલ આવ્યો…

એક વૈદ્ય આમાં નિષ્ણાંત છે. એ ત્યાં પહોંચી ગયો. વૈધે કહ્યું ૬ મહિના મારી દવા કર. માત્ર છ મહિના… તારો રોગ જડમૂળથી કાઢી નાંખું. પેલાએ દવા લીધી… ખરેખર રોગ જડમૂળથી નષ્ટ થઇ ગયો. રોગ તો ગયો એ ગયો. શરીર રુષ્ટ પુષ્ટ થઇ ગયું. છ મહિના પછીની વહેલી સવારે એક વહેલી સવારે એ નાસ્તો કરવા માટે બેઠેલો. ત્યાં એનો એક મિત્ર આવ્યો. મિત્રએ પહેલાં આને જોયેલો… સાવ દુર્બળ અને અત્યારે એકદમ રુષ્ટ પુષ્ટ… મોઢા ઉપર લાલી, તાજગી, મિત્રએ પૂછ્યું શું થયું આ ચમત્કાર… એ વખતે એ શું કહેશે… મેં દવા લીધી, માટે હું સાજો થયો એમ કહેશે…. credit ક્યાં જશે વૈદ્ય તરફ… એમ સાધના તો અનંતા જન્મોમાં કરી… પણ પ્રભુએ કરી એમ ન કરી…માટે આપણો નિસ્તાર ન થયો. રાગ – દ્વેષ અને અહંકાર આપણા થોડા પણ શિથિલ બન્યા હોય, તો credit ક્યાં જાય પ્રભુ તરફ…

માનવિજય મહારાજે અનંતનાથ ભગવાનના સ્તવનમાં આ જ વાતને એકદમ explain કરી છે બહુ મજાથી.. એમણે કહ્યું કે પ્રભુ મારી અને તારી વચ્ચે અંતર કેટલું…. સવારે પ્રભુ પાસે ગયા હતા ને… પ્રભુની અને આપણી વચ્ચે અંતર કેટલું? સત્તા રૂપે કોઈ અંતર નથી. જે નિર્મલ ચેતના પ્રભુની પાસે છે એ જ નિર્મલ ચેતના આપણી છે. રજ માત્ર પણ ફરક નથી. તો ફરક ક્યાં પડ્યો…. સત્તા રૂપે મારી ચેતના નિર્મલ છે. તમારી પણ નિર્મલ છે. પણ કર્મનો અવરોધ એના ઉપર આવી ગયેલો છે. તો ચાલો કર્મના અવરોધની ભીંત તોડી નાંખીએ… મજાની કડી એમને આપી “તપ જપ કિરિયા મોગ રે, ભાંગી પણ ભાંગી ન જાય, એક તુજ આણ લહે થકે રે, હેલામાં પરહી જાય” બહુ સરળ શબ્દો છે – તપ જપ કિરિયા મોગ રે, ભાંગી પણ ભાંગી ન જાય – મારું લક્ષ્ય એક જ હતું… આ ભીંતને તોડી નાંખો. મારી નિર્મલ ચેતનાને દબાવી નાંખનાર જે ભીંત છે કર્મોની એને તોડી નાંખો. તપનો હથોડો લીધો… ઠોકમઠોક કરી. Result કાંઈ નહિ… જપ કર્યો લાખોનો કરોડોનો કાંઈ ન થયું. ક્રિયા કરી કાંઈ ન થયું. તપ જપ કિરિયા મોગ રે, ભાંગી પણ ભાંગી ન જાય હવે શું કરવું…. એક તુજ આણ લહે થકે રે, હેલામાં પરહી જાય –  તપના હથોડાથી, જપના હથોડાથી કે ક્રિયાના હથોડાથી જે ન થયું તારી આજ્ઞાની નાનકડી હથોડી touch કરી ભીંત તૂટી પડી. મતલબ એ થયો… એક તપ પ્રભુની આજ્ઞા વગરનો, એક તપ પ્રભુની આજ્ઞા સહિતનો, એક જપ પ્રભુની આજ્ઞા વગરનો, બીજો જપ પ્રભુની આજ્ઞા સાથે… એક ક્રિયા પ્રભુની આજ્ઞા વગરની, બીજી ક્રિયા પ્રભુની આજ્ઞા સાથેની… પ્રભુની આજ્ઞા શું છે… વિધયાત્મક રૂપે પ્રભુની નિશ્ચય આજ્ઞા લઈએ તો એક જ છે. તું તારામાં સ્થિર થા. અને નિષેધાત્મક રૂપે એ જ આજ્ઞાને આપણે લઈએ તો પ્રભુ કહે છે રાગ – દ્વેષ, અહંકાર એ બધાને તું શિથિલ કર.

તો હવે આપણી જે અત્યારની સાધના છે એ પ્રભુ આજ્ઞા પૂર્વકની છે કે પ્રભુ આજ્ઞા વગરની છે…. પ્રભુની આજ્ઞા સાથેની સાધના એક, બે, ચાર જનમમાં તમને મોક્ષ અપાવી શકે. અને પ્રભુ આજ્ઞા વગરની સાધના અગણિત જન્મો તમે કરો તો પણ સંસાર ચાલુ ને ચાલુ રહે. આ આજ્ઞા પ્રભુએ આપી. કેટલી મોટી કૃપા પ્રભુએ કરી. ‘પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો આ બહુ સરસ વાત લખી. અંતરંગ સુખ પામ્યો….. ભીતરનો આનંદ મને મળ્યો…. અગણિત જન્મો આપણા ભીતરી આનંદ વગરના આપણા ગયા છે. અનુકૂળ સંયોગો મળ્યા – રતિભાવ. પ્રતિકૂળ સંયોગો મળ્યા – અરતિભાવ. રતિ અને અરતિ નું ચક્કર અનંતા જન્મોમાં ચાલે. આ પહેલો જ જનમ છે આપણા માટે પણ કે જ્યાં આપણે પ્રભુએ કહેલ આનંદને અનુભવી શકીએ…. હું ઘણીવાર કહું છું કે અતિતની યાત્રા કરતા આ જન્મનું મૂલ્ય કઈ રીતે વધારે છે… અતીતની યાત્રામાં we have no options. આપણી પાસે કોઈ વિકલ્પ જ નહોતો. કારણ શુભ પરમાંથી મળે ભ્રમણા હતી. તો પરને બદલતાં રહેતા કારણ કે મન વિવરીંગ છે. મહેલમાંથી હિમાલયમાં, હિમાલયમાંથી મહેલમાં પણ તમારી ભીતર શુભ છે. મારી ભીતર દિવ્ય આનંદ છે. આ વાત પ્રભુએ આપણને કહી. અને એ સ્વાનુભૂતિની યાત્રાએ આપણે ચાલીએ… ભીતરી આનંદને આપણે પામી શકીએ… એટલે અગણિત જન્મોમાં જે નથી મળ્યું એ આ જન્મમાં મળી શકે એમ છે. મેળવવું કે નહિ એ તમારે નક્કી કરવાનું.

નિષ્ક્રિય માણસો હોય ને અમે સંસારથી નિષ્ક્રિય થઇ ગયા. તમે સાધનાથી નિષ્ક્રિય બની જાવ. આ જન્મમાં સ્વાનુભૂતિ મળી શકે છે. પરમરસની અનુભૂતિ થઇ શકે એમ છે. માત્ર તમે ઈચ્છો તો… અગણિત જન્મોમાં માત્ર એક ભ્રમણા હતી પર દ્વારા સુખ મળે. અને એ ભ્રમણાએ સ્વાનુભૂતિને રોકી નાંખી. ધીરા ભગતે આ જ વાત કરી. તરણાઓથી ડુંગર, ડુંગર કોઈ દેખે નહિ. પર્વત હોય ને…. એ વૃક્ષોના ઝૂલમુતની પાછળ છુપાઈ શકે. Sky steppers building હોય તો એની પાછળ એ છુપાઈ શકે પણ તણખલાંની પાછળ ડુંગર છુપાઈ શકે… પણ આપણા માટે એ બન્યું… એક ભ્રમણા નું તણખલું અને એ તણખલાં ને કારણે સત્યની અનુભૂતિથી આપણે વંચિત રહ્યા. પણ ચાલો જે થઇ ગયું એ થઇ ગયું. What next? હવે શું કરવું છે?

શિબિર અને વાચના કે પ્રવચન અલગ એટલા માટે છે કે અહીંયા આપણે work shop ના રૂપમાં કામ કરવું છે. બીજા પ્રવચનમાં વાચનામાં તમે સાંભળી લેજો home work તમારે કરવાનું હોતું નથી. એ સવારથી સાંજ સુધીમાં ભલે ત્રણ જ વાચના હોય, પણ બીજો સમય તમને practical સાધના માટે આપવામાં આવે છે. એ practical સાધના જેટલી કરશો… એટલો જ તમે આ આનંદથી નજીક જઈ શકશો. અહીંથી ગયા પછી પણ પ્રભુને રોજ તમે ૨૦ – ૨૫ મિનિટ ન આપી શકો. પ્રભુને જેણે જીવન આપ્યું. અહીંથી ગયા પછી તમે નક્કી કરો કે ૨૫ – ૩૦ મિનિટની સાધના એકવાર તો ઓછામાં ઓછી કરવી છે. તમે જુઓ બીજીવાર આવો…. તમારું શરીર, તમારું અસ્તિત્વ… તમારી ચેતના બધું જ બદલાઈ જશે.

પ્રવચન શ્રવણ મનોરંજન માટે થાય એ આપણને સહ્ય નથી. પ્રભુના શબ્દો છે. હું તો ઘણીવાર કહું છું I m not to speaker single would. He has to speak. મારે ક્યાં બોલવું છે… એ બોલે છે. તો પ્રભુના શબ્દો આપણી ચેતનાને આ મૂલચૂલ ફેરવી નાંખે. આ પ્રભુના શબ્દો ભીતર ભીતર ભીતર ઉતરે…. શું ન થાય એ મારે તમને પૂછવું છે… શું થાય એમ નહિ… શું ન થાય. મેઘકુમાર પ્રભુની દેશનામાં પહેલી વાર ગયા. Very first time…. એક જ દેશના પ્રભુની ઘરે clean bold થઈને આવ્યા પ્રભુના ચરણોમાં જ રહેવું છે. હવે સંસારમાં રહી શકાશે નહિ. અંતરંગ સુખ પામ્યો.

એકવાત પૂછું સંયોગ દ્વારા કે વિયોગ દ્વારા તમને જે સુખ મળે છે રતિ… એમાં રતિ – અરતિ નું મિશ્રણ છે. પણ મારે તમને પૂછવું છે એમાં રતિ કેટલા ટકા ને અરતિ કેટલા ટકા… એવું પુણ્ય તમારી પાસે નથી કે તમે ઈચ્છો ને બધું થઇ જાય. જ્યાં ઈચ્છા પ્રમાણે ન થાય ત્યાં અરતિભાવ. રતિ માત્ર ૧૦% હોય. એ ૯૦% અરતિથી ખરડાયેલું છે. તો આવું સુખ તમારે જોઈએ કે પૂર્ણ આનંદ જોઈએ. તમે સ્વયં સંપૂર્ણ છો. તમારે કોઈની જરૂરિયાત નથી. શરીર છે મારી પાસે પણ… શરીરને રોટલી દાળ જોઈએ… શરીરને કપડાં જોઈએ… પણ મને કશું જ નથી જોઈતું. તમારી વાતમાં ગરબડ ક્યાં છે…. શરીરને થોડું જોઈએ છે મનને વધુ જોઈએ છે. આટલા વર્ષોમાં તમે વિચાર કરો કામ શું કર્યું…. સંબંધો બનાવવા, પરિચયો વિસ્તારવા, વધારે લોકો મને ઓળખે એવું કરવું. કેટલી શક્તિ આમાં ખર્ચાઈ. એટલે ૭ અબજ માણસોથી છલકાતી દુનિયા એમાં ૭૦૦ એ તમને ઓળખ્યા તો ય શું ફરક પડે… ન ઓળખ્યા તો પણ શું ફરક પડે…. એના માટે આટલો બધો શ્રમ ઉઠાયો તમે…. પણ તમે પરમાં જાઓ છો કેમ… તમે સ્વયં અપૂર્ણ છો એવું તમને લાગે છે તમને અને બીજાઓ તમને સારા કહે ત્યારે તમને એક ભાંતિ થાય છે કે હા, હું કંઈક છું. પણ વાત એ છે કે તમે સ્વયં સંપૂર્ણ છો.

કોઈ પણ યોગીને પૂછો બૈઠે હૈ મજા સે બસ…. ક્યાં ચાહિયે દુસરા.. હિંમતભાઈ બેડાવાળા, ચંદ્રકાંતભાઈ પ્રાણલાલ દોશી, બદ્રીની યાત્રાએ જાય છે. એક જગ્યાએ ખ્યાલ આવ્યો… કે નજીકમાં એક ગુફામાં સંત છે. દર્શન માટે ગયા. નાનકડી ગુફા… સાવ નાનકડી…. એક માણસ પથારી કરીને સૂઈ ન શકે એવી… તૂટ્યું વાળીને સૂઈ જવું પડે. નવાઈ થઇ, કે હિમાલયમાં ગુફાઓનો કોઈ તોટો નથી. તો આટલી નાનકડી ગુફામાં કેમ..? પૂછ્યું આપ ઇતની સંકરી ગુહા મેં કયું હો? સંતે કહ્યું ક્યોં બડી ગુહા કા ક્યાં કામ હૈ? મેં ઓર મેરે ભગવાન દો તો યહાં રહ સકતે હૈ… ફિર તીસરે કા કામ ભી ક્યાં હૈ? મેં ઓર મેરે ભગવાન દો તો યહાં રહતે હૈ… ફિર તીસરે કા કામ ભી ક્યાં હૈ… તો તમે સ્વયં સંપૂર્ણ છો. પણ એ સ્વયં સંપૂર્ણતા નો અનુભવ તમે કર્યો નથી. અને એ જ્યારે અનુભવ થાય ને પરની આખી દુનિયા છૂટી જાય. શરીર માટે જોઈએ છે એટલું જ. બાકી એ સિવાયનું તમામ પર જે છે એ છૂટી જાય. અંતરંગ સુખ પામ્યો. પરમરસ જ્યારે મળ્યો ત્યારે ભીતરી આનંદ મને મળ્યો. એ આનંદ અલપ – ઝલપ પણ મળી જાય ને… તો પરને છોડવું પડે એમ નહિ… પર છૂટી જાય.

ભગવદ્ ગીતાએ કહ્યું રશોપ્યસ: પરમ દ્રષ્ટવા નીવર્તને…. કદાચ પરનો રસ થોડો થોડો રહી ગયો છે જે ક્ષણે પરમનો રસ અનુભવશો પરનો રસ છું થઇ જશે. પરના રસને કાઢવો નથી પડતો. નીકળી જાય છે. આ જ લયમાં ચોથા પંચસૂત્રમાં એક સરસ વાત કરી… હરિભદ્રસૂરિ મહારાજે… દીક્ષા જેણે હમણાં લીધી છે… એવા સાધક માટે એક વિશેષણ એ વાપરે છે… અભિપ્રવ્રજી બે શબ્દો છુટા પડ્યા અભિવ્રજ્યા, પ્રવ્રજ્યા… અભિવ્રજ્યા એટલે શું…? પરમાત્માનું પરમ સંમોહન. એવું સંમોહન કે તમે એક ક્ષણ એના વિના રહી ન શકો. તમારું જીવન, તમારો પ્રાણ, તમારો શ્વાસ, બધું પરમાત્મા હોય. આનંદઘનજી ભગવંતે તો કહી દીધું આનંદઘન બિન પ્રાણ ન રહે છીન…. કોટિ જતન કરે દીજીએ.. હું કરોડો ઉપાયો કરું પ્રભુ તો પણ તારા વિના એક ક્ષણ હું રહી શકું એમ નથી. પ્રભુના પ્રેમમાં પડવું છે. સંસાર છૂટી જશે.

તો પરમાત્માનું એક પ્રબળ સંમોહન. અને એ સંમોહન આવ્યું અભિવ્રજ્યા આવી, એટલે પ્રવ્રજ્યા. દીક્ષા. મારી પાસે રહેનાર મુમુક્ષુઓને પણ હું ઘણીવાર કહું કે સંસારને છોડવાની પળોજણમાં નહિ પડતાં. હું છોડી દઉં… હું છોડી દઉં… પાછો હું બાકી રહી જશે. મેં આટલું છોડ્યું. છોડવાની પ્રક્રિયા નથી. છૂટી જવાની પ્રક્રિયા છે. પરમરસ મળ્યો પરરસ છૂટી ગયો. એ પરમરસ જેણે પીધો છે એવા સાધકની કેફિયત આપણે સાંભળી હવે પરરસમુક્ત સાધક કેવો હોય…. એની વાત કરીએ… તમારે બનવું છે ને એવા…. પરરસથી છુટા પડ્યા… પરમરસ મળી ગયો. કાં તો પરમરસ સીધો મેળવી લો ને પરરસ છૂટી જાય. There are two ways. છે ને દેવચંદ્રજી મહારાજ જોડતોડ અને તોડજોડ નું કહે છે… પ્રભુ સાથે જોડાઈ જાવ બધું છૂટી જશે. અથવા છોડો બધું અને પ્રભુ મળે. પણ તમને કયો માર્ગ ગમે… સરળ માર્ગ ભક્તનો છે. પ્રભુ સાથે જોડાઈ જાવ, એક તાર બની જાવ. બધું છૂટી જશે. પ્રભુ સિવાયનું કશું જ રહી નહી શકે તમારી ભીતર… છોડવા જવામાં આ છોડ્યું… આ છોડ્યું…. આ છોડ્યું અને એક રહી ગયું તો પછી એની એ મુશ્કેલી. પણ છતાં બંને માર્ગો શાસ્ત્રોએ મંજુર રાખ્યા છે. એક સાધકનો માર્ગ છે, એક ભક્તનો માર્ગ છે. ભક્ત પ્રભુ સાથે જોડાઈ જાય છે. અને એનો સંસાર છૂટી જાય છે. સાધક સંસારને છોડીને સંસારના રાગને ઓછો કરી દે, પ્રભુ સાથે જોડાઈ જાય. તમને બેય માર્ગ માટે છૂટ… હો… બે માંથી એક માર્ગ ઉપર ચાલવાનું ખરું…. તમને જે પસંદ પડે એ … choice is yours. તો પરરસથી મુક્ત સાધક કેવો હોય. એની છ સજ્જતાને આપણે કાલે જોતા હતા. નિરપેક્ષ: શુચિ: દક્ષ:

ત્રીજી સજ્જતા છે – પ્રબુદ્ધતા. પણ એ પ્રબુદ્ધતાનો સંબંધ બુદ્ધિના ફેલાવો સાથે નથી. એ પ્રબુદ્ધતાનો સંબંધ અહં શૂન્યતા સાથે છે. બુદ્ધિના ફેલાવો સાથે નથી. એ પ્રબુદ્ધતાનો સંબંધ અહં શૂન્યતા સાથે છે.

સમતાશતકમાં એક સરસ શબ્દ છે. શ્રુત અંધકાર પહેલીવાર વાંચ્યું… ગરબડમાં પડી ગયો. Mistake તો નથી. અજ્ઞાનનો અંધકાર હોય, જ્ઞાનનો અંધકાર હોય… શબ્દ સ્પષ્ટ આપેલો… શ્રુતાન્ધકાર…. પછી આખું વાંચ્યું ત્યારે ખ્યાલ આવ્યો.. કે જે વ્યક્તિ માટે પોતે મેળવેલું જ્ઞાન પોતાના માટે કામ નથી આવતું એના એ શ્રુત અંધકાર બન્યો છે. અને અહીંયા જેમણે જ્ઞાનાવરણીયના ક્ષયોપશમ ઉપર મોહનીયના ક્ષયોપશમનું આધિપત્ય સ્વીકાર્યું. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી ત્યાં પ્રબુદ્ધ બની શકો, જ્ઞાની બની શકો. પણ મોહનીયનો ક્ષયોપશમ ન હોય, તો તમારા માટે એ કામનું નહિ.

તમે બીજાને આપી શકો જ્ઞાન હો….. પણ ખરેખર બીજાને આપી શકાતું પણ નથી. તમારી પાસે જ નથી તો બીજાને શી રીતે આપશો. આમ પણ આજના બૌદ્ધિક યુગમાં માત્ર શબ્દોની ફેંકાવલી ચાલવાની…. મારા શિષ્યોને પણ હું કહું અંદર ઉતરો… સિદ્ધિને પ્રાપ્ત કરો… પછી જ વિનિયોગની વાત… જ્યાં સુધી તમને નથી મળ્યું બીજાને શી રીતે આપશો… અને એ શબ્દો દ્વારા કશું જ થતું નથી. શ્રોતાને મનોરંજન મળી જાય. વક્તાને અહંકારની પુષ્ટિ થાય. આપણે અહીંયા બધાને પેલે પાર જવું છે. શ્રુતાન્ધકાર નહિ શ્રુતપ્રકાશ. તો પ્રબુદ્ધતા એટલે શું… બુદ્ધિનો ફેલાવો નહિ… અહં શૂન્ય…. છે.

ગુરુના ચરણોમાં બેસીને એક શબ્દ તમે શીખ્યા જ્ઞાની થઇ ગયા. માષતુષ જ્ઞાની કે અજ્ઞાની… એક નાનકડું પદ યાદ નથી રહેતું… મારુષ – માતુશ. માષતુષ થઇ જાય છે એ પણ ગુરુના ચરણોમાં જઈએ તો એ પણ જ્ઞાની થઈને બહુ જ આગળ વધી જાય છે. કારણ શું અહં શૂન્યતા આવી સમર્પણ આવ્યું એટલે ગુરુનું બધું જ જ્ઞાન એને મળી ગયું. કોઈ પણ હોસ્પિટલમાં તમે admit થાઓ result તમને ક્યારે મળે…. medical super vision ને તમે totally follow up થાઓ ત્યારે… તમારી ઈચ્છા પ્રમાણે બહારનું ખાઈ લો… તો તમે સ્વસ્થ બની શકો નહિ. એ જ રીતે સદ્ગુરુના ચરણોનો સ્વીકાર થયો બસ વાત પૂરી થઇ ગઈ. સાધના શરૂ અને સાધના પુરી. હું ત્યાં સુધી કહું તમને મોક્ષે લઇ જવાની જવાબદારી અમારી છે. માત્ર back sit journey. કારની પાછલી sit માં બેસી જાઓ પહોંચાડી દઈએ. પણ ક્યારે સદ્ગુરુ પણ હોશિયાર છે હો… conditionally ખુલે છે… તું સમર્પિત થાય તો હું કામ કરી આપું. એટલે હું ઘણીવાર કહું છું અમારા હાથ બંધાયેલા છે. અમારા હાથ બંધાયેલા છે. કરૂણા અમાપ હોય, પરંતુ તમારી પાસે સમર્પણ ન હોય, ત્યાં સુધી કોઈ પણ સદ્ગુરુ કોઈ પણ કાર્ય તમારા ઉપર કરી શકે નહિ. સદ્ગુરુ સમર્પણ. અને એટલે જ જયવીયરાય માં બોલીએ છીએ…. ‘સુહગુરુજોગો’ સદ્ગુરુ નહિ માંગ્યા, સદ્ગુરુના ચરણોનું સમર્પણ માંગ્યું. પ્રભુ તું માત્ર સદ્ગુરુ મને આપીને છૂટી જઈ શકતો નથી. એ સદ્ગુરુના ચરણોમાં સમર્પિત પણ તું મને કર. બોલો હવે પ્રભુ તૈયાર નથી કે તમે તૈયાર નથી…. ચાલો આટલા વર્ષથી બોલ્યા સુહગુરુજોગો બરોબર… સદ્ગુરુ સમર્પણ થયું નથી… ક્યારેય ભગવાન પાસે રડ્યા ખરા? કે પ્રભુ આટલા – આટલા દિવસથી વર્ષોથી રોજ જયવીયરાય સૂત્રમાં કહું છું મને સુહગુરુજોગો આપી દે. સદ્ગુરુ સમર્પણ આપી દે. તું કેમ મારી વાત સાંભળતો નથી. કહ્યું ભગવાનને કોઈ દિવસ… પ્રભુ તૈયાર છે… સદ્ગુરુ પણ પ્રભુ આપે… સદ્ગુરુ પ્રત્યેનું સમર્પણ પણ પ્રભુ આપે. પ્રભુ  તૈયાર છે અને તૈયાર ન હોત તો ગણધર ભગવંત જયવીયરાય સૂત્રમાં લખત ખરા..? લખનાર કોણ છે… ગણધર ભગવંત… પ્રભુ આપે છે માટે તો લખ્યું છે. સુહગુરુજોગો. સદ્ગુરુ સમર્પણ તું મને આપી દે. જોઈએ છે બોલો…. જોઈએ છે…. અને એના વિના એક ઇંચ, એક સેન્ટીમીટર, તમે સાધના માર્ગમાં ચાલી શકો એમ નથી. ગઈ કાલે મેં કહ્યું હતું એમ… તમારા માટેની appropriate સાધના સદ્ગુરુ નક્કી કરે. તમે સદ્ગુરુ પાસે આવ્યા… સાધના દીક્ષા લેવા માટે… તમને વિનયની, વૈયાવચ્ચની, સ્વધાયાયની, કઈ ધારા પકડાવવી એ ગુરુ નક્કી કરશે. વેષ ગુરુ નક્કી કરશે. કે તારી સાધનાનો વેગ સ્વાધ્યાય છે. પણ હા એ સ્વાધ્યાય સ્વાનુભૂતિ સુધી જવો જોઈએ. તારી સાધનાનું best ભક્તિ છે પણ એ ભક્તિ દ્વારા તારે પ્રભુની વિતરાગદશાને બરોબર જોઈ એમાં ડૂબવાનું છે. તો સદ્ગુરુ તમારા માટેની appropriate સાધના નક્કી કરે. કઈ રીતે નક્કી કરે… તમારી જન્માન્તરીય ધારાને જોઇને… સદ્ગુરુ જોઈ લે તમારી જન્માન્તરીય કઈ છે. અને જન્માન્તરીય ધારામાં તમને આગળ વહાવી લે… તો તમારા માટેની યોગ્ય સાધના ગુરુ નક્કી કરીને તમને આપે. પછી એ સાધનાને કેમ ઘૂંટવી. એ પણ સદ્ગુરુ બતાવે તમને… ધન્ના મુનિ અને શાલિભદ્ર મુનિ વૈભારગિરિ ની ગુફામાં શું કરતા હતા… સાધનાને ઘૂંટતા હતા. પ્રભુનું સમવસરણ રાજગૃહીમાં મંડાયેલું હોય, ત્યારે ધન્ના મુનિ અને શાલિભદ્ર મુનિ ત્યાં જાય. પ્રભુના એક – એક શબ્દને પીએ. અને પછી વૈભારગિરિ ની ગુફામાં આવ્યા પછી theorical form માં જે લીધું છે એને practical form માં કેમ ફેરવવું એની આખી સઘન સાધના શરુ કરી દે. એટલે આપણે અહીંયા માત્ર theorical લેવાનું નથી. Practical અહીં પણ કરવું છે ઘરે જઈને પણ કરવું છે. સ્વાનુભૂતિ અઘરી નથી. જો એક કલાક રોજ એના માટે આપો તો… તમે એક કલાક આ સાધના માટે રોજ આપો… ભલે ૩૦ – ૩૦ મિનિટના બે બેચ પાડી દઈએ આપણે… સવાર – સાંજ…. પણ એક કલાક રોજ આ સાધના માટે રોજ તમે આપો… એક વર્ષ પછી મને મળો… અંદર ડુબાડી દઉં… કારણ કે અત્યારે તો તમને કેમ ડૂબાડવા એ સમસ્યા છે.

નદીના કિનારે કોઈ હોય ને ધક્કો મારીને ડુબાડી દે, પણ નદીથી ૧૦૦ કિલોમીટર દૂર હોય, ધક્કો મારીએ તો ધૂળમાં પડશે. તો એક વર્ષની સાધના તમે કરો તો સાધનાની નદીના કિનારે આવી જાઓ. કિનારે આવ્યા પછી અમારું કામ. એક ધક્કો મારી દઈએ અંદર. અને એક ગેરંટી આપું… અંદર એટલું બધું સુખ છે જેની કોઈ કલ્પના ન કરી શકે. Beyond the words. Beyond the expectation. તો જેવી રીતે ધન્ના મુનિને, અને શાલિભદ્ર મુનિને વૈભારગિરિ મોકલવામાં આવ્યા સાધનાને ઘૂંટવા માટે એમ સદ્ગુરુ તમને પણ કહેશે કે તમારે સાધનાને કઈ રીતે અને ક્યાં ઘૂંટવી.

 ત્રીજું ચરણ સાધના માટેનું appropriate atmosphere પણ સદ્ગુરુ આપે. સદ્ગુરુની ઉર્જા બહુ જ મહત્વની ઘટના છે. થોડા સમયમાં જે વિસરાઈ ગયેલી… એ પછી પુન: જીવિત થઇ ગઈ છે. એ ધારણા અત્યંત મૂલ્યવાન છે. સદ્ગુરુના ચરણોમાં બેસો. સદ્ગુરુની ઉર્જા તમે લઇ લો. અને તમારી સાધનાને recharge કરી દો. આ જ શક્તિપાત છે. આ જ શક્તિપાત. સદ્ગુરુ બહુ મોટા છે. જયઘોષસૂરિ દાદા, કલાપૂર્ણસૂરિ દાદા, ૫૦ વર્ષ – ૬૦ વર્ષ સુધી એમને સંયમની સાધના કરી છે. એ સાધના દ્વારા જે શક્તિ એમની ભીતર નિર્મિત થયેલ છે. જે ઉર્જા ઉત્પન્ન થઇ છે તમે માત્ર એમની સામે અહોભાવની મુદ્રામાં બેસો એ શક્તિ તમને મળી જાય. સદ્ગુરુ બહુ ઉદાર છે. બધાને આપવા માટે તમે નિષ્ક્રિય છો. બરોબર ને… સદ્ગુરુ બહુ ઉદાર છે. આવો લઇ જાઓ…. તમે નિષ્ક્રિય છો ને…

તો સદ્ગુરુની ઉર્જામાં તમે આવી જાઓ. અને તમારી સાધનાને એક મજાનો આયામ તમે આપી શકો. આપણા ઘણા મહાપુરુષો હતા.. જે છેલ્લી વયમાં વાસક્ષેપ આપી શકતા નહોતા. શરીર એમનું શિથિલ હતું. ધર્મલાભ કે માંગલિક પણ બોલી શકતા નહોતા. છતાં આપણે એમના દર્શનનો આગ્રહ રાખતા. કારણ શું? કારણ આ જ હતું કે એમની નજીક જેટલું જવાય એટલુ જઈએ. અને એમની ઉર્જાને પ્રાપ્ત કરીએ.

યુરોપિયનો પહેલીવાર ભારતમાં આવ્યા ને ત્યારે એમને આ વાત સમજાઈ નહિ. કોઈ મોટા ગુરુ હોય, એમના દર્શન માટે લોકો લાઈન લગાવીને ઉભેલા હોય તડકામાં… ૨ – ૨ કલાક તડકામાં તપે, નંબર આવે અને જ્યાં ગુરુ પાસે ગયા ને ચરણ સ્પર્શ કર્યો ન કર્યો ભાગો… તો એ લોકોને સમજાયું જ નહિ… કે ગુરુ ઉપદેશ તો સાંભળવા જઈએ બરોબર છે…. પણ આ શું ગાંડપણ છે… પછી એમને ખ્યાલ આવ્યો… કે ઓહોહો ગુરુની નજીક જઈને ગુરુની ઉર્જાને ઝીલવાનો આ એક મજાનો ઉપક્રમ છે. એ લોકોને જોઇને તરત ખ્યાલ આવી જાય પાછો… અને ખ્યાલ આવે તો સ્વીકારી પણ લે પાછો… આપણને આ જ ધારા ગળથૂથીમાંથી મળી છે. છતાં આપણે એ ધારાથી દૂર છીએ.

હવે ચોથું ચરણ સાધના માર્ગમાં જે અવરોધો આવશે.. એને સદ્ગુરુ હટાવી આપશે. જો કે તમારે તો અવરોધ આવે જ નહિ… આવે… સાધનામાર્ગમાં અવરોધ કોને આવે… જે સાધના કરે એને…. અમને છે ને બહુ મજાના નિરુપદ્રવી શિષ્યો મળેલા હોય છે. સાંભળે ઘરે જઈને ઊંઘી જાય. એને કોઈ તકલીફ પડે જ નહિ કે અમારી પાસે આવે પછી… સાધના કરશો અવરોધ આવવાનો છે. અવરોધ આવ્યો સદ્ગુરુ પાસે આવો. સદ્ગુરુ તમારા અવરોધને હટાવી આપશે. તો એક માત્ર સદ્ગુરુ સમર્પણ તમારે કશું જ કરાવનું ન રહ્યું. સાધનાને એક્ડાને પણ એ ઘૂંટાવશે. અને સાધનાના શિખર ઉપર પણ એ પહોંચાડી દેશે. અને એ journey એવી હશે જેમાં તમને ખ્યાલ પણ નહિ આવે અને મંઝિલ આવી ગઈ.

નાનો છોકરો air – conditioner કારમાં મમ્મીની ગોદમાં ૨૦૦ કિલોમીટર ફરી આવે. નીચે ઉતરે હું ૨૦૦ કિલોમીટર ફરી આવ્યો. ક્યાંય ચહેરામાં કોઈ ફિકાશ નથી. ચહેરા ઉપર કોઈ ધૂળ નથી. શરીર એટલું જ fresh છે. કેમ… journey મજાની હતી. તો પ્રભુની કૃપાની ગોદમાં આપણે જ્યારે journey કરવાની છે ત્યારે થાક કેવો… સદ્ગુરુ જ આપણા રાહબર… સદ્ગુરુ જ આપણા માર્ગદર્શક. માત્ર સદ્ગુરુ સમર્પણ આવ્યું… એટલે ત્રીજી સજ્જતા તમારી આવી ગઈ. પરરસથી મુક્ત તમે બન્યા છો કે નથી બન્યા તમે નિરપેક્ષ જોઈએ અપેક્ષા વગરના… તમે નિર્મળ જોઈએ… અને તમે પ્રબુદ્ધ જોઈએ. હવે થોડું practical કરીશું…

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *