Maun Dhyan Sadhana Shibir 14 – Vanchan 7

3 Views
31 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject : ચાર ચરણ ધ્યાન સાધના

  • ધ્યાનની પૃષ્ઠભૂમિકા પર પ્રભુનાં શબ્દો જયારે મળે, ત્યારે એ અસ્તિત્વને સ્પર્શી જાય છે.
  • ભાષ્ય જાપ – મંત્રનો ધ્વનિ નકામા વિચારોને ખેરવીને ધ્યાનમાં ઊતરવા માટેનું ફાઉન્ડેશન બનાવી આપે.
  • માનસ જાપ – જો આપણે મનને એક પદ પર સ્થિર કરી શકીએ, તો પછી એ જ મનને સ્વરૂપમાં પણ સ્થિર કરી શકીએ.

મૌન ધ્યાન સાધના શિબિર ૧૪ – તલેગાંવ વાચના (સાંજે)

પ્રાર્થનાનું એક બહુ મજાનું પુસ્તક હમણાં બહાર આવેલું છે. Opening doors within. Eileen caddy એ પુસતક લખ્યું છે. પુસ્તક બહુ સરસ છે. પણ એની પ્રસ્તાવના એથી પણ વધુ સરસ છે. પ્રસ્તાવનામાં લેખિકા Eileen caddy લખે છે કે આ પુસ્તક મેં લખ્યું નથી. પ્રભુએ લખાવરાવ્યું છે. એ બહુ સારા લેખિકા હતા. ઇઝરાયલના પ્રવાસે ગયેલા, ઈચ્છા તો એ હતી… કે ત્યાં જઈ અને એ દેશ પર પ્રવાસ કથા આખી લખી લેવી…. ઇઝરાયલમાં એક વસાહત છે જેને kibbutz કહેવામાં આવે છે. એ વસાહત એવી છે કે જેમાં electricity નો વપરાશ બિલકુલ હોતો નથી. ખેતી પણ પ્રાચીન ઢબે, રહેવાનું પણ પ્રાચીન ઢબે. એ kibbutz માં Eileen caddy ગયા છે. રાતનો સમય દશેક વાગેલા હશે… અંધારું ઘણું… electricity બિલકુલ નહિ. રાત્રે બીજું કંઈ કામ એ લોકો કરે પણ નહિ. એટલે ફાનસનો પણ ઉપયોગ નહિ કરે. એ અંધારામાં લેખિકાને લાગ્યું કે ઉપરથી ઈશ્વરીય સંદેશ પોતાના તરફ વહી રહ્યો છે. એટલો સરસ સંદેશ હતો… કે એમને થયું સવાર થાય ને હું ભુલી જઈશ. અંધારામાં લખવાની ટેવ નહોતી. એક કિલોમીટર દૂર કોઈ ગામ હતું બીજું… એ ગામ પાસે જઈ street light ના પ્રકાશમાં બેસીને એમણે આ ઈશ્વરીય સંદેશ લખ્યો. અને કહે છે આ એક અદ્ભુત ઘટના હતી. જ્યારે પુસ્તક પ્રભુએ મારી પાસે લખાવરાવ્યું.

અંગ્રેજીમાં આ પુસ્તક ‘opening doors within’ best seller પુસ્તક છે. ગુજરાતીમાં કુંદનિકા કાપડિયા એને અનુવાદ કરીને લાવ્યા. ઉઘડતાં દ્વાર અંતરના એ લામ્ભ્યું… ગુજરાતીમાં પણ એ best seller તરીકે પ્રસિદ્ધ થયું તો પ્રભુની કૃપાની આ વાત માત્ર ભારત પૂરતી સીમિત નથી. આફ્રિકા અને બીજા અંધાર ઘેરા ખંડોની અંદર પણ પ્રાર્થનાનું એક પૂર, એક વાવાઝોડું આજે વહેલું છે. સવારે કે બપોરે અથવા વહેલી સવારે દેરાસરમાં, પ્રવચન શરૂ થાય એ પહેલા તમે ધ્યાન કરેલું હોય છે. ધ્યાનની પૃષ્ઠ ભૂમિ ઉપર પ્રભુના શબ્દો સરે, એ બહુ જ મજાની ઘટના છે.

શ્રી અરવિંદ નું નામ તો તમે બધાએ સાંભળેલું છે. શ્રી અરવિંદ પછી પોંડીચેરી આશ્રમ માતાજીના હાથમાં આપ્યું. માતાજી પણ પ્રખર સાધિકા હતા. એકવાર માતાજીએ શ્રી અરવિદના સાવિત્રી ઉપર બોલવાનું નક્કી કર્યું. સાવિત્રી બહુ tuff ગણાય છે. તમે અંગ્રેજીમાં કે ગુજરાતીમાં એને વાંચો ને તો પણ એ પલ્લે પડે નહિ. એના ઉપર માતાજીને બોલવું હતું. તો એમણે એક સરસ વિચાર કર્યો. એમણે આગળની સંધ્યાએ બધા શ્રોતાઓને કહ્યું કે આવતી કાલે સવારે હું સાવિત્રી ઉપર બોલીશ. ૯ વાગે પ્રવચન શરૂ થશે. પણ ૮.૩૦ એ auditorium ના દરવાજા બંધ થઇ જશે. હું પણ ૮.૩૦ પહેલા મારી ખુરશી પર આવીને બેસી જઈશ. બધાએ ધ્યાનમાં જતા રહેવાનું. એમાં પણ એક એવો સરસ વિચાર એમણે કર્યો કે મારે બોલવાનું છે પણ મારો ‘હું’ વચ્ચે ક્યાંય આવી જવો જોઈએ નહિ. આ પ્રકરણ ઉપર મારે બોલવું છે એવો વિચાર પણ મારે કરવો નથી. બસ પ્રભુ બોલાવે એમ મારે બોલવું છે.

તો એ શું કરતા; ૮.૩૦ એ ખુરશી પર આવીને બેસી ગયા. Auditorium માં બધા શ્રોતાઓ આવીને બેસી ગયા. અડધો કલાક બધા જ ધ્યાનમાં જતાં રહ્યા. બરોબર ૯ વાગે માતાજી આંખ ખોલે છે. સાવિત્રીનું પુસ્તક એમના ટેબલ ઉપર છે. એમ જ એ પુસ્તકને ઉથલાવે છે. અને ડાબા હાથ ઉપર જે પહેલો ફકરો આવે છે. એનું વાંચન કરે છે. અને એના ઉપર ૩૦ મિનિટ બોલે છે. ૯.૩૦  એ પ્રવચન પૂરું અને પછી પાછું આખું auditorium અડધો કલાક ધ્યાન માટે જતું રહે. ૧૦ વાગ્યા સુધી ધ્યાન ચાલે. આશય એ હતો… કે મન એકદમ સ્થિર થયેલું હોય. અને પ્રભુના શબ્દો ત્યાં કને ઉતરે.

મારી એક વાચના રાણકપુર તીર્થમાં હતી. રાણકપુર ગયો. ત્યાં સુધી મેં નક્કી નહિ કરેલું કે કયા વિષય ઉપર મારે બોલવું છે… પહેલા જ દિવસે દાદાના દર્શન માટે ગયો… ત્યાં જ એક સ્ફૂરણા થઇ… કે પંન્યાસ ગુરુદેવ ભદ્રંકરવિજય મ.સા. રાણકપુર તીર્થમાં ઘણો સમય રહેલા છે. તો પ્રભુની ઉર્જા તો પૂરા પરિસરમાં ફેલાયેલી છે. એ સદ્ગુરુની ઉર્જા પણ પૂરા પરિસરમાં ફેલાયેલી છે. તો સ્ફૂરણા એ થઇ… કે પંન્યાસ ગુરુદેવના કોઈ પણ પુસ્તક ઉપર બોલવું. એક પુસ્તક મંગાવી લીધું. વાચના શરૂ થવાની હતી. એના આગળના દિવસે બધા જ શ્રોતાઓ આવી ગયેલા. મેં પહેલા પ્રવચનમાં કહ્યું કે આપણે આવતી કાલથી નવો જ પ્રયોગ કરવાના છીએ. હું બોલું તમે સાંભળો એ તો ઘણીવાર થયું. હવે બોલનાર તરીકે મારે નથી રહેવું. પંન્યાસજી ગુરુદેવની ઉર્જા આ પૂરા પરિસરમાં ફેલાયેલી છે. અને એમનું જ પુસ્તક આત્મોત્થાનનો પાયો એના ઉપર મારે બોલવું છે. પણ મારો ‘હું’ ક્યાંય વચ્ચે ન આવે એવી રીતે સ્વાધ્યાય કરવો છે. બધું સમજાવી દીધું. એ જ રીતે અડધો કલાક પહેલા હું આવી જાઉં. શ્રોતાઓ આવી જાય. મંગલાચરણ, અડધો કલાક ધ્યાન. આત્મોત્થાનનો પાયો પુસ્તક ટેબલ ઉપર પડેલું છે. એમ જ પાનું ખોલો. જે પરિચ્છેદ આવે એ પરિચ્છેદ વાંચી એના ઉપર એક કલાક બોલવું… ફરી પાછો ધ્યાનમાં….

તો ધ્યાનની પૃષ્ઠ ભૂમિકા ઉપર પ્રભુના શબ્દો જ્યારે મળે છે ત્યારે એ અસ્તિત્વને સ્પર્શી જાય છે. અમારા લોકોનું throwing એટલું પ્રબળ હોય છે. અમારી કોશિશ એ છે કે તમારા unconscious mind માં પ્રભુના આ શબ્દોને મૂકી દેવા. આમ તમે પ્રવચનમાં આવશો. ૯ વાગે પ્રવચન શરૂ થશે. મુંબઈમાં કે પુને માં ૯.૧૫ કે ૯.૩૦ વાગે આવશો. મનને સ્થિર થતાં ૯.૪૦ કે ૯.૪૫ થશે. ૧૦ વાગે પ્રવચન પૂરું થશે. મન સ્થિર થાય એ પહેલા પ્રવચન પૂરું થઇ જશે. જ્યારે અહીંયા તમારું મન સ્થિર થયેલું છે. અમારું પ્રબળ throwing હશે. તો આ શબ્દો અસ્તિત્વના સ્તર સુધી પહોંચી જશે.

સવારે આપણે વાત કરેલી કે ચાર ચરણની આપણી સાધના. પહેલું ચરણ ભાવ પ્રાણાયામ. બીજું ચરણ છે ભાષ્ય જાપ. ભાષ્ય જાપ જ્યારે કરીએ છીએ… એક સાથે એક સૂત્રનો ઉચ્ચાર આપણે કરીએ છીએ ત્યારે ધ્વનીની અસરનો આપણને ખ્યાલ આવે છે. મંત્રોનો ધ્વની સાધનામાર્ગમાં બહુ જ ઉપકારક છે. ધ્વની બે કામ કરે… તમારા વિચારોને ખેરવવાનું કામ ધ્વની કરે. અને તમારી સાધના ને બેઝ આપવાનું કામ પણ ધ્વની કરે. સવારના પહોરમાં સૂત્રો તમે ગોખો, એવી રીતે ગોખો કે તમારા કાન પર એ મંત્રોનો અવાજ અથડાયા કરે. અડધો કલાક તમે એ રીતે સૂત્રો ગોખો તો તમે નિર્વિચાર બની શકો. આ ધ્વનિમાં વિચારોને તોડવાની તાકાત છે. અમારી સામાચારીમાં પહેલી સૂત્ર પોરસી, પછી અર્થ પોરસી… પહેલા ૩ કલાક સૂત્રો અમે ગોખીએ… અને પછી ધ્યાનમાં જતા રહીએ. તો સવારના પહોરમાં ધ્યાનમાં જવાને બદલે સૂત્રો કેમ ગોખવાના? તો એ જ કારણ આપ્યું કે સૂત્રો તમે ગોખો છો ત્યારે વિચારો તૂટી જાય છે. એટલે ધ્યાનમાં ઉતરવા માટે જે foundation તમારે જોઈએ છે નિર્વિચારદશાનું એ તમને મળી જાય. બીજું કામ ધ્વની શું કરે? સાધનાને ઉચકવાનું… હું નાનો હતો ને પક્ખીસૂત્ર અમારું જે છે એ ઘણીવાર પ્રતિક્રમણમાં બોલતો. એ વખતે એક પ્રશ્ન થતો મને… કે ગણધર ભગવંતે બનાવેલા આ સૂત્રો એકેક સૂત્રોના અનંતા અર્થો થાય છે. પણ પક્ખી સૂત્રમાં એક – એક મહાવ્રતનો જે આલાવો છે એમાં શબ્દ ગુચ્છો એ repeat થતાં હોય છે. તો સવાલ થયો કે આ શબ્દો repeat કેમ થાય છે. પણ એ વખતે હું પણ અહંકારી હતો હો… બીજાને પૂછું શેનો… બીજાને પૂછવા જાઉં તો મારા અહંકારનું શું થાય પાછું… હવે મને ખ્યાલ આવ્યો કે એ ધ્વની એકસરખો શા માટે છે.

પહેલું મહાવ્રત અમારા મનમાં, અમારા અસ્તિત્વમાં સ્થિર કરવા માટે જે ધ્વની ની આવશ્યકતા છે. એ જ ધ્વની બીજા મહાવ્રતને સ્થિર કરવા માટે જરૂરી છે. એટલે શબ્દ ગુચ્છો repeat થયા. ધ્વની repeat થયો. એટલે વેદો માટે તો ત્યાં સુધી કહેવાયું છે કે વેદોના અર્થ કરનારો મૂર્ખ માણસ છે. વેદોમાં માત્ર Phonetism છે. માત્ર phonetism… ત્યાં ધ્વ્ન્યાત્મ્કતા જ છે. આપણા આગમ ગ્રંથોમાં પણ આ ધ્વનિનો બેઝ છે. તમને ખ્યાલ હશે… બ્રાહ્મી લિપિ ઋષભદેવ ભગવાને શીખવાડેલી. તો મહાવીર પ્રભુના શાસન વખતે બ્રાહ્મી લિપિ તો હતી જ. પણ ગણધર ભગવંતોએ લખેલ આગમગ્રંથોને લખવા ઉપર પ્રતિબંધ હતો. ક્યારે લખાયા… જ્યારે ૧૨ વર્ષનો દુષ્કાળ પડ્યો. બધા મુનીવૃંદો ભેગા થયા… ત્યારે થયું કે ઘણા બધા સૂત્રો વિચ્છિન્ન થઇ ગયા છે. ત્યારે ગીતાર્થ આચાર્ય ભગવંતોએ નક્કી કર્યું કે હવે લખી લઈએ. તો ત્યાં સુધી લખવામાં પ્રતિબંધ કેમ હતો? કારણ આ જ હતું… એક ડર હતો અને એ ડર સાચો હતો. કે જ્યારે પણ લખાશે ત્યારે ધ્વની ખોવાઈ જશે. આજે આપણે બોલીએ ‘ઋષિ’ …કોઈ બોલે ‘ઋષિ’ પછી મેં ઝઘડો કર્યો પાછો હો… પેલો કહે ‘ઋષિ’ જ થાય ઉચ્ચારણ… પેલો કહે ‘ઋષિ’ થાય. બેઉ ખોટા છે. સ્વરની જે ‘રિ’ છે… એનો ઉચ્ચાર જ આજે નથી. ખોવાઈ ગયો છે. જો ‘રિ’ ઉચ્ચાર તમારે કરવાનો હતો. તો ‘ર’ ની બારખડીમાં ‘ર’ ને હ્રસ્વ ‘રુ’ હતું, ‘ર’ ને દીર્ઘ ‘રૂ’ હતું. આ સ્વરની ‘રિ’ શા માટે બનાવવી? ‘રિ’ અને ‘રૂ’ વચ્ચે કંઈક થડકાર સાથેનો એનો ધ્વની છે. પણ એ ધ્વની આજે ખોવાઈ ગયો. છતાં દેવનાગરી લિપિ છે એના કારણે ઘણા ઓછા ધ્વનીઓ ખોવાયા છે. અંગ્રેજીમાં આપણને ખબર છે… રોબન લીપીમાં આપણે લખીએ. લખીએ છીએ કંઈક અને બોલીએ છીએ કંઈક… ઉચ્ચાર સાવ અલગ હોય છે. લખવાનું અલગ, બોલવાનું અલગ.

તો ધ્વની જે છે એ વિચારોને પણ તોડે અને સાધનાને બેઝ આપે. એટલે ધ્વની બહુ જ મહત્વનો છે. સૂત્રો તમે બે પ્રતિક્રમણ કે પાંચ પ્રતિક્રમણના શીખેલા છો. પણ ક્યારેક તમારા સંઘોમાં ગુરુમહારાજ પધારે ત્યારે એમની પાસે બરોબર certify કરી લેજો. તમે લોકો સાધ્વીજી મહારાજ પાસે તમારા સૂત્રો certify કરાવી લેજો. ઉચ્ચારણ બિલકુલ perfect અને proper હોવો જોઈએ. દા.ત. ક્યાં ભૂલ થાય એ તમને કહું… શાંતિ. લઘુ શાંતિ કોઈ બોલતું હોય… તો એ બોલે ‘ઇતિ પૂર્વ સૂરિદર્શિત:’ તમે આમ જ બોલો ને… ઇતિ પૂર્વ સૂરિદર્શિત: આમાં chloramphenicol કેટલું ખોટું થયું તમને ખ્યાલ આવ્યો… ઇતિ પૂર્વ સૂરિદર્શિત: આમાં chloramphenicol કેટલું ખોટું થયું… પૂર્વ માં ઊ દીર્ઘ છે. સૂરિ શબ્દની અંદર ઊ દીર્ઘ છે… રિ હ્રસ્વ છે. તો ઉચ્ચારણ શું થાય… ઇતિ પૂર્વ સૂરિદર્શિત: ખ્યાલ આવ્યો. તમે સપાટ flat બોલી જાવ… ઇતિ પૂર્વ સૂરિદર્શિત:… તો ધ્વની બહુ જ મહત્વની વસ્તુ છે.

આજે સવારે એક પ્રશ્ન આવેલો હતો, કે શક્રસ્ત્વનો જ્યારે પાઠ થતો હોય ત્યારે અમારે શું કરવાનું? એનો અર્થ ભલે તમારા ખ્યાલમાં નથી. પણ એ શક્રસ્તવ એટલો મજાનો, મંત્રગર્ભિત સ્તોત્ર છે. કે માત્ર તમે એને સાંભળો તો એનો ધ્વની તમને ભક્તિધારામાં લઇ જાય. એટલે એ શક્રસ્તવનો પાઠ ચાલે ત્યારે તમારે માત્ર શાંત ચિત્તે એના ધ્વની ને સાંભળવો છે. આજે તો ધ્વની ઉપર બહુ જ કામ થયું છે. એવું સંગીત વગાડાય કે ગાયો દૂધ વધારે આપે. સંગીત દ્વારા રોગોને મટાડવાની therapy પણ આજે શોધાઈ ચૂકી છે.

સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજની એક વાત તમારા ખ્યાલમાં છે એમને વિચાર આવ્યો… કે અત્યારે વિદ્વાનોની ભાષા સંસ્કૃત છે. ગણધર ભગવંતોએ ભલે પ્રાકૃતમાં રચના કરી. એ યુગમાં એ જરૂરી હતું. આ યુગમાં સંસ્કૃતમાં આ સૂત્રો ફેરવાય એ જરૂરી છે. ગુરુ મહારાજ પાસે હજુ વિચાર જ ખાલી મુક્યો. ગુરુ મહારાજે કેટલું મોટું પ્રાયશ્ચિત્ત આપ્યું. પારાંચિત પ્રાયશ્ચિત્ત એટલે અંતિમ તબક્કાનું પ્રાયશ્ચિત્ત. ૧૪ વર્ષ ગુપ્ત વેશે રહેવાનું, એક રાજાને પ્રતિબુદ્ધ કરવાનો… એ તીર્થ જે બીજાના કબજે ગયું છે, એને આપણા કબજે લાવવાનું… કેમ? આટલું મોટું પ્રાયશ્ચિત્ત કેમ આપ્યું? વિચાર કંઈ ખોટો નહોતો. વિચાર સારો જ હતો. પણ ધ્વનીને તોડવાની વાત હતી. પંચિદિય સંવરણો એમાં જે ધ્વની છે સંસ્કૃત કરો પંચેન્દ્રિય સંવારક: તો એ ધ્વની ન આવે. એટલે ધ્વનીને તોડવા જતા હતા. ગુરુએ કહ્યું આ ન ચાલે… પૂર્વાચાર્યોએ આપેલો ધ્વની, એ ધ્વની જે કામ કરે છે. તારો ધ્વની એ કઈ રીતે કામ કરશે. તમે સંસ્કૃત બુક ભણો ને ત્યારથી જ ખોટા ઉચ્ચારો શરૂ કરી દીધા. બાલેન, બાલાભ્યામ્, બાલૈ:, બાલ:, બાલૌ, બાલા: આ ઉચ્ચાર કરો. વિસર્ગ એક જ છે બે ટપકાં. બાલ: માં બાલ હ બોલો, બાલા: હા ત્યાં હા કરી નાંખો… બાલૈ: ત્યાં હી કરી નાંખો.. એ બે જે ટપકાં છે એનું ઉચ્ચારણ શું છે? અસ્પષ્ટ હોવું. બાલ: હ પણ નહિ. બાલ: બાલૈ: બાલા: હવે પહેલાં જ ભણો પહેલા જ ખોટો.  હવે ભણાવનારને જ ખબર ન હોય, પેલા ભણનાર ને ખબર ન હોય.

તો ભાષ્ય જાપ આપણે જે કરીએ છીએ… એમાં આપણે ધ્વનીનો બેઝ લીધો. ગણધર ભગવંતોએ આપેલું લોગસ્સ સૂત્ર અને એનું એક પદ ‘તિત્થયરા મેં પસીયંતુ’ એ એના ધ્વનીથી એકદમ શ્રેષ્ઠ છે. તો એ ધ્વની આખા હોલમાં ગુંજ્યા કરે… ૧૦ – ૧૫ – ૨૦ વાર આપણે બોલીએ એકસાથે એટલે એનો ધ્વની પૂરા હોલમાં ગૂંજી ઉઠે.

મંત્રવિદો એક બહુ સરસ વાત કરે છે. મંત્રના ઉચ્ચારણ માટે આજે તો બહુ જ સંશોધનો થયા છે. એક સંશોધન એ છે કે તમારે ભાષ્યજાપ કરવો હોય, તો પિરામીડ ટાઈપની હટ એના માટે બહુ જરૂરી છે. નાનકડી જ રૂમ જોઈએ… ૬ * ૬ ની કે ૪ * ૪ ની તમે આરામથી બેસી શકો એટલી… પણ ઉપર સપાટ ધાબુ નહિ… પિરામીડ ટાઈપનું. પછી તમે એ રૂમમાં બેસીને મંત્રોનો ઉચ્ચાર કરો… હવે દિવાલો નજીકમાં છે. છત પણ નજીકમાં છે. તમે ઉચ્ચારેલ મંત્રોનો ધ્વની સામે મળશે તમને… તમે ઉચ્ચારણ કરશો સામેથી એ પ્રતિધ્વની મળશે. એટલે ધ્વની અને પ્રતિધ્વનિનું એક વર્તુળ બનશે. આપણા મંદિરોમાં ભગવાનની ઉપર શિખર હોય, તમે બેસો એ રંગમંડપ ઉપર ઘુમ્મટ હોય. ઘુમ્મટ. એ ઘુમ્મટ શેના માટે છે? આના માટે જ છે કે ભક્ત જે પ્રાર્થના કરે, જે સ્તોત્રો બોલે એ સીધા જ ત્યાં જઈ અથડાઈને પાછા તમને મળે. એક વર્તુળ થાય. ધ્વની અને પ્રતિધ્વની. આપણું પૂરું મંદિર તંત્ર આજે તમારા હાથમાં આવ્યું બધું disturb થઇ ગયું. તમે એને સોંપો અને મંદિર બનાઈ નાંખો. મ.સા. તો પ્રતિષ્ઠા વખતે યાદ આવે. નથી તમને ખ્યાલ કે મંદિરમાં ખરેખર શું હોવું જોઈએ…. ???? તો કોમર્શીયલ mind વાળો માણસ છે એને  તો જેટલા ઘન ફૂટ આરસ વધારે વપરાય એમાં રસ છે. ૧૦૦ વર્ષ પહેલાંનું એક મંદિર બતાવો જેમાં બારીઓ હોય… ગમે એટલું મોટું મંદિર હોય, એક પણ બારી ન હોય. પાલીતાણા જાઓ દાદાનું દેરાસર મંડપમાં કેટલું અંધારું છે. ગભારામાં તો હોય જ… મંડપમાં કેટલું અંધારું છે…

તો આખી જ એ system હતી.. મંદિરમાં અંધારું જ જોઈએ. મંદિરોને ઘર જેવા બનાવવાના નથી. તમે રંગમંડપમાં છો… અંધારામાં…. ભગવાનની પાસે ઘી નો દીવો ટમટમી રહ્યો છે. અંધકારમાંથી પ્રકાશ ભળીને એ તમારી જે journey છે એનું symbol ત્યાં રચાય છે. ગભારો એનું નામ જ ગર્ભગૃહ. there should be only one door. તમે કહો કે પ્લાસ્ટીકની ઇંટો દ્વારા અજવાળું લાવીએ. અંદર નહિ ચાલે…. અંધારું જ એક જ દ્વાર. કેમ… કે પ્રભુના દેહમાંથી જે ઉર્જા નીકળે છે એ ઉર્જા બારીમાંથી કે ventilation માંથી divert થવી ન જોઈએ. એ સીધી જ ભક્તને મળવી જોઈએ. દરવાજા પાસે જે ભક્ત ઉભો છે, એને સીધી ઉર્જા મળવી જોઈએ. અમે લોકોએ પ્રાણ પ્રતિષ્ઠા કરી…. એટલે એ ભગવાન થઇ ગયા. મૂર્તિ તો ક્યાં સુધી? તમે જયપૂર થી લાવ્યા ત્યાં સુધી… જે ક્ષણે અમે અંજનશલાકા કરીએ એ ભગવાન થઇ ગયા. અંજનશલાકામાં અમે શું કરીએ છીએ? વૈશ્વિક પરમચેતના છે જે પૂરા બ્રહ્માંડમાં ફેલાયેલી છે. એને અમારે મંત્ર શક્તિથી અમારા ચારિત્ર બળથી પકડી અને અમે મૂર્તિમાં દાખલ કરીએ છીએ.

ઉપાધ્યાય યશોવિજય મહારાજે પંચવિંશતિકામાં કહ્યું ‘વ્યક્ત્યા શિવપદસ્થો સો શક્ત્યા જયતિ સર્વગ:’ વ્યક્તિ રૂપે પરમાત્મા સિદ્ધશિલા ઉપર અથવા સીમંધર આદિ ભગવાન મહાવિદેહમાં, પણ શક્તિ રૂપે પરમાત્મા પૂરા બ્રહ્માંડમાં મોજુદ છે. એ જ આર્હન્ત્ય. ‘ભૂર્ભુવ: સ્વસ્ત્ર્યીશાનં આર્હન્ત્યં પ્રણિદધ્મહે’ એ આર્હન્ત્ય એટલે પરમચેતના. એ આર્હન્ત્ય એટલે પરમ શક્તિ. એ પરમ શક્તિ જે પૂરા વિશ્વમાં છે એને અમે લોકો મૂર્તિમાં દાખલ કરીએ… પછી એક ઝરણું ચાલુ થાય… અહીંથી શક્તિ દાખલ થાય અને નવચૈતન્ય કેન્દ્રોમાંથી એ શક્તિ બહાર આવે. પણ તમે લોકોએ એક અફલાતુન કામ કર્યું જ્યાંથી ચૈતન્ય શક્તિ બહાર નીકળે છે ત્યાં પેલા ચાંદીના ટીકા લગાડી દીધા. એટલે અમે અંજનશલાકા ચાંદીના ટીકા ઉપર કરીએ છીએ….. ૫૦૦ વર્ષ પહેલાંની મૂર્તિ ભૂગર્ભમાંથી નીકળે કોઈ ટીકા હોતા નથી. કોઈ ટીકાનો ડાઘ પણ હોતો નથી. કેસર વાપરવાનું શરૂ કર્યું. કેસરની ગરમીથી પ્રભુના દેહમાં યા સંગે મરમર છે એને અસર થાય એટલે ચાંદીના ટીકા લગાડ્યા. ચંદનની જ પૂજા છે કેસરની પૂજા છે ક્યાં? ઠંડું ઠંડું ચંદન… ચંદન જ છે. એટલે મંદિરમાં કે પૂજા પદ્ધતિમાં તમે તમારી રીતે કર્યા કરો છો. વચ્ચે સદ્ગુરુ ક્યાંય આવતા જ નથી. એટલે મંદિરનું તંત્ર આખું disturb થઇ ગયું. હમણાં એક ટ્રસ્ટવાળા આવેલા. દસ કરોડના ખર્ચે મંદિર બનાવવાના હતા. પ્લાન બતાવ્યો. મેં જોયું… મંડપમાં એટલી બારીઓ ખડકી નાંખેલી પ્રકાશ જ પ્રકાશ અંદર… અંધારાનો સવાલ જ નહિ. મેં કહ્યું મારું કહ્યું માનો તો બધી બારીઓ બંધ કરી દેવાની. મંદિરમાં બારી હોય જ નહિ મેં કીધું… પણ તમને એ વાત ગળે ન ઉતરે તો કમસેકમ એટલું કરો કે અમારા જેવા માટે એક નાનકડું ભોંયરૂ બનાવો… ૫૦ લાખ રૂપિયા ખર્ચ થશે વધારે નહિ થાય. નાનકડું ભોંયરૂ… બહુ મોટું બનાવવાની જરૂર પણ નથી. અને એમાં એક જ ભગવાન રાખવાના. વધારે ભગવાન નહિ. વિશાળ કાયે પરમાત્મા અંધારું હોય અને ઘી નો દીવો ટમટમતો હોય, હવે ભક્તિ કરીશું. કેવી આપણે ત્યાં વિધિઓ હતી… વિધિના ગ્રંથોમાં લખ્યું છે… કે વિધિની અંદર પ્રતિષ્ઠા આદિ વિધિમાં ગાયના ઘી નો દીવો જ ચાલશે બીજો નહિ ચાલે.

આજે જે લોકો ત્રાટક કરે છે, એ ત્રાટક કરનારા કહે છે… કે ગાયના ઘી ના દીવા ઉપર ત્રાટક કરીએ અડધી મિનિટ – મિનિટ બરોબર અપલક નેત્રે તમે જોઈ રહો. તો તમારી આંખો પાવરફૂલ બને છે. તો ઘણી બધી પરંપરાઓ એટલી મજાની હતી… પણ આપણે એને સમજ્યા નહિ… સમજ્યા નહિ એટલે તોડી નાંખી. એટલે એક વાત બરોબર ખ્યાલ રાખજો… કે કોઈ પણ પરંપરા તમને ન સમજાય તો સમજવાની કોશિશ કરજો પણ એને તોડવાની કોશિશ નહિ કરતા.

હું પહેલા છે ને Rationalist હતો બુદ્ધિવાદી. પ્રભુની કૃપા થઇ ને આજે હું ચુસ્ત traditionalist  છું. ચુસ્ત Devotionalist છું. ચુસ્ત પરંપરાવાદી. ચુસ્ત સંવેદનશીલ. બહુ મજાની પરંપરાઓ આપણી પાસે હતી… મંત્ર શાસ્ત્ર અને તંત્રશાસ્ત્ર એટલું બધું વિશાળ છે કે મેં તો ખાલી બહુ આછી વાતો તમને સમજાવી. તો ભાષ્ય જાપ માટે શું કહ્યું પિરામીડ ટાઇપ ની હોય.

હવે માનસ જાપ કરીએ ને ત્યારે શું થાય છે એ જ ઘટના આવર્તિત થાય છે… આ જે છે ને એ છત બની જાય છે… આ ભીંત બની જાય છે. અને તમે જે મંત્ર બોલો છો… એ મંત્ર અહીં અને અહીં અથડાઈને પાછો તમને મળે. એટલે અંદર bodyની અંદર પણ આખું એક circle ચાલે છે. અને હંમેશા જ્યાં circle થાય ત્યાં જ વિદ્યુત હોય. Circle તૂટ્યું એટલે વિદ્યુત ગઈ. તો ધ્વની માં એક તાકાત છે.

આજે તો વૈજ્ઞાનિકો ધ્વની અને પ્રકાશ – sound અને electricity બંનેને એકદમ મારવા માંડ્યા છે. તો ધ્વની જે છે તે વિદ્યુતમાં ફેરવાય. શક્તિમાં ફેરવાય. તો માનસ જાપ જ્યારે કરીએ છીએ ત્યારે પણ body ની અંદર આખા એક વર્તુળો પેદા થાય છે. અને એના કારણે અંદર એક શક્તિ પેદા થાય છે. અને એ શક્તિ દ્વારા આપણે એકદમ આપણા મનને સ્થિર બનાવી શકીએ છીએ. એટલે જેમ જેમ તમે સમજશો ઊંડાણથી તેમ તેમ તમારો ધ્યાનાભ્યાસ સરસ થશે. પહેલું જે ચરણ આવ્યું એમાં આપણે શું કર્યું… કે મનને purify બનાવ્યું. રાગ અને દ્વેષનો કચરો બહુ હતો. તો positive energy લીધી negative energy બહાર કાઢી. કેટલું સરળ થઇ ગયું. તમે ખાલી suggestion કર્યું કે positive energy લેવી છે. Negative energy કાઢવી છે. એટલે આપોઆપ કામ થયા કરે. શ્વાસ લો positive energy અંદર. શ્વાસ બહાર કાઢો negative energy બહાર. તો એનાથી mind purify થઇ ગયું. પછી આપણે બીજા ચરણમાં ભાષ્ય જાપ કર્યો. એટલે ધ્વનીનું એક વર્તુળ પેદા કર્યું. એના કારણે આખા ખંડનું વાતાવરણ પણ પલટાયું… અને ધ્વનીના કારણે એક electricity, એક શક્તિ પણ આપણને મળે. કે જે આપણને અંદર જવામાં મદદ કરે. પછી જે આપણે માનસ જાપ કરીએ છીએ… એમાં એક નાનકડું જ પદ આપણે લીધું એ પણ સમજીને, કારણ આખો નમસ્કાર મહામંત્ર હોય, કે આખુ લોગસ્સ સૂત્ર હોય તો તમારા મનને ફરવાની પાછી મજા આવી જાય. અહીંયા આશય એ છે એક તો electricity ઉત્પન્ન કરવી વર્તુળ દ્વારા… અને બીજો આશય એ છે … કે તમારા મનને સ્થિર બનાવવું. હવે મોટો મંત્ર હોય એટલે તમારું મન ફર્યા કરશે એમાં પણ મારી તો ઈચ્છા એવી છે કે તમે એટલા સૂક્ષ્મ માં જાઓ કે ‘તિત્થયરા મેં પસીયંતુ.’ એમાં પણ તમારે મન રાખવું નથી. ‘તિ’ બોલો એટલે ‘તિ’ માં જ… ‘ય’ બોલો ત્યારે ‘ય’ માં, ‘રા’ બોલો ત્યારે ‘રા’ માં એટલે પદાશ્રિત મન નહિ, વર્ણાશ્રિત… અક્ષરાશ્રિત મન થઇ જાય. જે અક્ષર બોલો છો મન એમાં જ. આખા પદમાં પણ નહિ. મનને એકદમ આપણે સ્થિર કરવું છે. અને એ જો સ્થિરતા મળે તમને માનસ જાપમાં, તો એ બહુ મોટી સિદ્ધિ થઇ તમારી… સિદ્ધિ એટલા માટે થઇ કે મન તમારું વિના કારણે સચરાચર માં ફર્યા કરતું હતું આખી દુનિયામાં ફર્યા કરતું હતું… એ મનને એક પદની ખીટી ઉપર આપણે બાંધી દીધું. એટલે એ પદ સિવાય મન ક્યાંય બહાર જાય નહિ. આને આપણે સાધન એકાગ્રતા કહીએ છીએ. એકાગ્રતા ખરી… પણ આપણને જે જોઈએ છે એ એકાગ્રતા ચોથા ચરણમાં મળશે. આ એના માટેનું સાધન છે. આખરે આપણે ડૂબવું છે ક્યાં… સ્વરૂપમાં ડૂબવું છે, શબ્દો પણ આખરે પર છે. શબ્દ પણ પર છે. વિચાર પણ પર છે. તમે તમારામાં ‘હું’ અને તમારી અનુભૂતિ કરતા હોવ, તે સ્વરૂપ દશા કહેવાય… તમારી વિતરાગદશાનો અનુભવ, તમારા સમભાવનો અનુભવ. તમારા પ્રશમરસનો અનુભવ. એ જ અનુભૂતિ. અને એ જ તમારું સ્વરૂપ તો ચોથા ચરણમાં જ આપણી એકાગ્રતા વાસ્તવિક બનશે. તો ત્રીજા ચરણમાં એકાગ્રતા છે એ કેવી છે કે ચોથા ચરણમાં જવા માટે એ એક foundation રચી આપે. એટલે સાધન એકાગ્રતા. એક પદમાં આપણે મનને મૂકી શક્યા તો હવે આપણે આપણા સ્વરૂપમાં મનને કેમ નહિ મૂકી શકીએ? તમે એટલી હદે મનને તમારા નિયંત્રણમાં ત્રીજા ચરણમાં લાવી દીધું કે તમારું મન એક પદ સિવાય ક્યાંય જાય નહિ. જાય તો તમને ખ્યાલ આવી જાય. ખ્યાલ આવી જાય અને તમે રિકોલ કરી લો. પાછું બોલાવી લો.

એક ગુરુએ શિષ્યને સાધના આપી. ધ્યાનની. પેલો ધ્યાન કરવા બેઠો. પણ આ જ્યાં બેઠો આમ ઉટપટાંગ વિચારો… નહિ ઘડ નહિ માથું અને જે વિચારો ચાલ્યા કરે… પેલો તો હેરાન પરેશાન થઇ ગયો. ગુરુ પાસે આવ્યો, કે સાહેબ! તમે તો કહો છો કે વિચાર નહિ કરવાનો, આ તો વિચારો જ વિચારો ચાલ્યા કરે છે. ત્યારે ગુરુ હસ્યા ગુરુએ કહ્યું… તને વિચારો ક્યારે નહોતા આવતાં એ કહે… રાત્રે ઊંઘમાંએ ક્યાં જપતો હતો તું… ત્યાંય સપનું આવે ને વિચારો આવે…. પણ તું ધ્યાનમાં બેઠો તો કમસેકમ તને ખ્યાલ આવ્યો કે આટલા વિચારો આવે છે. ગુરુએ એને સમજાવ્યું કે હોળી અને ધુળેટી ના દિવસો હોય અને પેલો ઘેરઈયો હોય… એના કપડા એકદમ ટેક્ની કલર થયેલા હોય… અને એ નીકળે. બાજુમાં વરસાદ પડેલો હોય અને પાણીનું ખાબોચિયું હોય, ગંદા પાણીનું… એક કાર ત્યાંથી નીકળી. પેલો ત્યાંથી ચાલે છે… ગંદા પાણીના છાંટા ઉડ્યા… પેલાના પાયજામાં ઉપર પડ્યા. પણ એટલું બધું એ રંગરંગીન કાપડ છે કે એમાં ૨ – ૪ છાંટાની કંઈ ખબર નહિ પડે. પણ white and white કપડા પહેરીને નીકળ્યો હશે તો તો તરત ખબર પડી જશે. એમ તું ધ્યાનમાં બેઠો એક સંકલ્પ કરીને બેઠો.. કે મારે વિચારો કરવા નથી. અને વિચારો આવે છે તને ખ્યાલ પણ આવે. પણ હવે વિચારોનો પીછો પકડ. અને વિચારોને ગુમ કરી દે. એટલે મેં ગઈ કાલે તમને સમજાવ્યા કે તમે વિચારોને આવતાં બંધ કરી શકતા નથી અત્યારે… બારી – બારણાવાળું ઘર હોય ને ત્યારે આપણે શું કરીએ? બારણું બંધ કરી દઈએ… કૂતરું વિગેરે આવે નહિ… પણ opening theatre હોય તો ત્યાં શું થાય? કોઈ આવી પણ જાય. પેલો વોચમેન હોય… ‘છું’ ‘છું’ કરીને ભગાવી દે. એમ તમારે સતર્ક રહેવાનું… વિચાર આવી ગયો. બિનજરૂરી છે. તમારે એને હટાવી દેવાનો. એ વખતે ‘નમો અરિહંતાણં’ પદ લઇ લો અથવા ‘તિત્થયરા મેં પસીયંતુ’ પણ સહેજ loudly ભાષ્ય જાપ કરવાનો… વિચારને તોડવા માટે ભાષ્ય જાપ. અને બીજી વાત વિચારોને જોઈ લો. કાલે સમજાવ્યું હતું એમ વિચારમાં ભળવાનું નથી. વિચારને માત્ર જોઈ રહો. વિચાર, વિચાર છે. તમે, તમે છો. અત્યારે શું થાય છે. વિચાર અને તમે સાંઠ – ગાંઠ કરીને બેસી ગયા છો. એ સાંઠ – ગાંઠ ન ચાલે. હું ઘણી વાર કહું છું. તમે ચિદાકાશમાં છો. તમે ચિદાકાશ ચિદ્ એટલે જ્ઞાન… ચિદ્ એટલે પોતાનું સ્વરૂપ. તમે ચિદાકાશમાં છો. વિચારો ચિત્તાકાશમાં છે. તો વિચારો હોય તો… અને ન હોય તો શું ફરક પડે? આપણે આ છતની નીચે છીએ… આકાશમાં વાદળ હોય, વરસાદ આવતો હોય.. આપણને શું ફરક પડે છે? તમે ચિત્તાકાશમાં છો તો વિચારોની અસર થાય. તમે ચિદાકાશમાં જતાં રહો. તો ત્રીજું ચરણ આપણે સમજી રહ્યા છીએ. આવતી કાલે સવારે આપણે ચોથું ચરણ પણ સમજી લઈશું. એ જરા deeply ખોલવું છે. તો ત્રીજું થોડું બાકી છે એ અને ચોથું આવતી કાલે સવારે આપણે જોઈ લઈશું અત્યારે આપણે practical કરીશું. સાંભળવાનું ગમે. ધ્યાન ઓછું ગમે બરોબર ને… પણ એ જ મહત્વનું છે… ખાલી સાંભળી લેશો તો અંદર શું જશે? Practice makes a man perfect. જેટલી practice વધુ હશે… અખાડામાં જઈને કોઈ લેક્ચર સાંભળે… પેલા અખાડીયનના … આ રીતે આમ કરવાનું… આ રીતે આમ મુક્કો લગાવાનો.. આ રીતે આમ કરવાનું… પછી રસ્તા ઉપર જાય ને ગુંડો આવે શું કરશે? અખાડામાં જઈને લેક્ચર સાંભળવાના. જીમમાં જઈને શું કરો? લેક્ચર સાંભળો? તો અહીંયા પણ practical કરવાનું છે. હકીકતમાં તમે વિપશ્યના જેવી સાધનામાં જાઓ ત્યારે લેકચર હોતા જ નથી. રાત્રે વિડીયો પર ગોયન્કાજીના લેકચર સંભળાવે પણ એક જ સરખા recorded પ્રવચનો હોય. કારણ શબ્દોમાં તમે જાવ ને એ પણ ખરેખર અમને પરવડતું નથી. તમે આ શબ્દો સાંભળ્યા… હજુ તમે ખાલી નથી થયા. એ શબ્દોની અસરમાં હશો. તો ધ્યાનમાં બરોબર નહિ જઈ શકો. એટલે તો તમને ધ્યાનમાં લઇ જવા હોય ને તો મારે બોલવાનું હોય જ નહિ. પણ તમે Initial stage માં છો ત્યારે મારે બોલવાનું પણ છે અને બોલીને, તમને લાવીને પણ હું ધ્યાન શીખવાડું છું. પણ ખરેખર થોડા sittings તમારા થઇ જાય ને પછી બોલવાનું બહુ ઓછું કરી નાંખશું… માત્ર practice વધારવી છે. શાંત ચિત્તે માત્ર બેસવું છે હું બેસી રહું એટલા માટે કે એક ગુરુની ઉર્જા તમને મળ્યા કરે. બાકી તમારે માત્ર ભીતર ઉતરવું છે. આપણે પ્રવચનો કેટલા સાંભળ્યા… સામાયિક જેવું અમૃત અનુષ્ઠાન તમે કેટલી વાર કર્યું… ઘણા સાધકો મારી પાસે આવે છે… આંખમાં આંસુ સાથે કે ગુરુદેવ! આટલા સામાયિક કરું છું પણ સહેજ નિમિત્ત મળે છે ને ગુસ્સો આવી જાય છે. એનું કારણ શું? ક્યાં ચૂક થઇ? એ સમભાવ ભીતર ન ઉતર્યો. તો આપણે સમભાવનો અનુભવ કરવો છે. માત્ર કટાસણાઉપર બેસી જવું એ સામયિક નથી. સમભાવમાં સ્થિર થવું એ સામાયિક છે. તો આપણે practical શરૂ કરીએ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *