વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
ધર્મ એટલે જીવન જીવવાની કળા
જે તમને સુખની, આનંદની ક્ષણોમાં ધારી રાખે, પકડી રાખે – તે ધર્મ. એવી system કે જેને follow કરવાથી તમે સતત આનંદમાં રહી શકો – એનું નામ ધર્મ.
તમારું મન અત્યારે જે system ને follow કરે છે, તેમાં તમને સુખ અને દુઃખની feeling થયા કરે છે. તમારી મનગમતી ઘટના ઘટી, તો સુખની feeling. અણગમતી ઘટના ઘટી, તો પીડાની feeling. એટલે કે તમારું સુખ તમારા પોતાના control માં ન રહ્યું; ઘટનાઓના control માં જતું રહ્યું!
જો તમારે સતત આનંદમાં રહેવું છે, તો આ system ને બદલવી પડે. તમારું જે મન સતત પરમાં વહે છે, એને સ્વ તરફ વહેવડાવવું પડે; ઘટનાઓથી અપ્રભાવિત બનવું પડે. અને એ માટે સૌથી પહેલા મનને એક positive touch આપવો પડે.