Maun Dhyan Sadhana Shibir 01 – Vachana – 2

32 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

ઇતની ભૂમિ પ્રભુ તુમ હિ આણ્યો

અહંકારના લયનું હું જ્યાં સુધી છે, ત્યાં સુધી સાધનાનો પ્રારંભ થઇ શકતો નથી. હું એટલે શરીર, હું એટલે નામ – આ જ જો તમારી identity હોય, અહંકારના લયના હું ને તમે વાસ્તવિક હું માનતા હોવ – તો સાધનાનો પ્રારંભ જ નથી.

હું એટલે આત્મતત્ત્વ. સત્તારૂપે મારું આત્મતત્ત્વ એકદમ નિર્મળ છે; પણ અત્યારે એ કર્મોથી, રાગ–દ્વેષથી લિપ્ત છે. અત્યારના મારા સ્વરૂપમાંથી નીકળીને મારા નિર્મળ સ્વરૂપ તરફ મારે જવું છે. જાતનું નિર્મલીકરણ એ જ આપણી સાધનાનો એકમાત્ર ઉદ્દેશ.

જે ક્ષણે સમર્પણના લયનું હું આવ્યું; સાધના જેવું સરળ બીજું કોઈ તત્વ નથી! સમર્પણ માટેની સાધનાનું પ્રારંભ બિંદુ છે : શરણસ્વીકાર. ની કૃપા વિના, સદ્ગુરુના આશીર્વાદ વિના હું એક ડગલું પણ સાધનામાર્ગમાં ચાલી શકતો નથી – આવી અસહાય દશા એ જ સાધનાનું પ્રારંભ બિંદુ.

મૌન ધ્યાન સાધના શિબિર – ૦૧ (સાંજે) – વાચના – ૨

પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતે ૧૪માં સ્તવનના પ્રારંભમાં બહુ જ મજાની વાત કહી “ધાર તલવારની સોહીલી દોહીલી, ચૌદમાં જિનતણી ચરણસેવા” પ્રભુને એમણે કહ્યું કે પ્રભુ તલવારની ધાર ઉપર ચાલવું સહેલું છે પણ તારા સાધના પથ ઉપર ચાલવું અઘરું છે. તલવારની ધાર પર તમે ચાલો, શું થાય…? પગમાંથી લોહીનો ફુવારો છૂટે.. કદાચ એકાદ આંગળી કે અંગુઠો તૂટી જાય. પણ પ્રભુના સાધના પથ ઉપર તમારે ચાલવું હોય તો તમારે તમારા પુરા હું ની તોડફોડ કરવી પડે. અહંકારના લયનો હું જ્યાં સુધી છે; ત્યાં સુધી સાધનાનો પ્રારંભ થઇ શકતો નથી. અને જે ક્ષણે સમર્પણના લયનો હું આવ્યું; સાધના જેવું સરળ કોઈ તત્વ નથી. હું એટલે શરીર. હું એટલે નામ, આ જ  જો તમારી identity હોય, અહંકાર લયના હું ને તમે વાસ્તવિક હું માનતા હોવ, તો સાધનાનો પ્રારંભ જ નથી.

કોઈ પણ સાધના શા માટે છે..? સાધનાનો ઉદ્દેશ એક જ છે. મારું વાસ્તવિક સ્વરૂપ નિર્મળ છે. સત્તા રૂપે હું અને તમે પણ કર્મોથી અલિપ્ત છીએ. રાગ – દ્વેષથી અલિપ્ત છીએ. પણ અત્યારે આપણું વ્યક્તિત્વ કર્મોથી ઘેરાયેલું છે, રાગ – દ્વેષથી ખરડાયેલું છે. તો સાધના એના માટે કે અત્યારના મારા સ્વરૂપમાંથી નીકળીને મારા નિર્મળ સ્વરૂપ તરફ મારે જવું છે. એટલે જાતનું નીર્મલીકરણ એ જ એકમાત્ર આપણી પ્રભુએ કહેલી સાધના નો ઉદ્દેશ છે. હવે હું એટલે શરીર જ છે. તો સાધના શરૂ કઈ રીતે થાય…! શરીરને પુષ્ટ બનાવવું હોય તો gymમાં જાવ. શરીરને સ્વચ્છ બનાવવું છે, તો બાથરૂમમાં જાવ.

હું એટલે આત્મતત્વ. સત્તા રૂપે મારું આત્મતત્વ એકદમ નિર્મલ છે. પણ અત્યારે કર્મોથી એ લિપ્ત છે. રાગ – દ્વેષથી એ લિપ્ત છે. મારે એમાંથી એને બહાર કાઢી અને નિર્મળ સ્વરૂપમાં લઇ જવાનું છે.

એકવાર મારો એક શિષ્ય મારી પાસે આવ્યો. મને કહે, સાહેબ! પેલા મહાત્માએ મને રફલી કહ્યું. મેં એને કહ્યું કે બેટા! હું પેલા મુનિને કહી દઈશ. કોઈ પણ મુનિ રફલી બોલી શકે જ નહિ. પણ પછી મેં એને હસતાં હસતાં એને કહ્યું કે બેટા! તું મિથ્યાત્વી થઇ ગયો, એનું શું કરશું…! એ ગભરાઈ ગયો, નવાઈમાં ડૂબ્યો. ગુરુદેવ! હું મિથ્યા દ્રષ્ટિ…! મેં કહ્યું હા… તું કહે છે, મને પેલા મહાત્માએ આમ કીધું. શરીરને તું હું માનતો હોય, તારા નામને તું હું માનતો હોય, તો તું મિથ્યાદ્રષ્ટિ. પરમાં સ્વની બુદ્ધિ એ મિથ્યાત્વ. શરીરમાં હું પણાની બુદ્ધિ એ મિથ્યાત્વ છે.

તો આપણી સાધનાનો ઉદેશ એકમાત્ર છે: જાતનું નીર્મલીકરણ. એના માટે સમર્પણના લયનો હું જરૂરી છે. એ હું આવી ગયો પછી આનંદઘન હું ને મેળવતાં તમને વાર નહિ લાગે. એક સમર્પણ તમારી પાસે આવ્યું. મજા જ મજા. તમે પ્રભુને સમર્પિત બન્યા. સદ્ગુરુને સમર્પિત બન્યા. તમારી સાધના કેટલી સરળ ખબર છે… એ વખતની તમારી સાધનાને હું back seat journey કહું છું. પ્રભુએ આપેલો મજાનો માર્ગ સાધનાનો… સદ્ગુરુ chauffer તરીકે.. તમારે માત્ર back seat journey કરવાની.

હમણાં એક મજાની ઘટના ઘટી. યુરોપમાં યુનીવર્સીટીમાં ભણાવતા એક પ્રોફેસર. એમને ભારતીય યોગ પરંપરા ઉપર બહુ જ રસ. એમાં પણ ભારતીય યોગ પરંપરામાં એક ક્રિયા યોગ છે. એ ક્રિયા યોગ પર એમને ઊંડાણથી જવું હતું. એકવાર internet પર surfing કરે છે. ત્યાં એક address મળ્યું. બાંગલાદેશની પાટનગરી ઢાકાથી ૧૫૦ કિલોમીટર દૂર, એક ગામની પાસે આવેલ આશ્રમમાં એક ગુરુ છે, જે ક્રિયા યોગની અંદર એકદમ માસ્ટરી ધરાવે છે. પ્રોફેસર ખુશ થઇ ગયા. યુનીવર્સીટીમાં એક મહિનાની રજા મૂકી દીધી. અને એ પોતે પહોંચી ગયા ઢાકા…

ઢાકા એરપોર્ટ પર ઉતર્યા. પેલા ગામનું નામ લખેલું હતું. ટેક્ષી સ્ટેન્ડ પાસે ગયા. એ ગામના નામની ચિઠ્ઠી બતાવે. બધા જ ડ્રાઈવરો ખભા ઊંચકે. We don’t no. કારણ; એકદમ ઇન્ટરીયર વિસ્તારમાં આવેલું એ ગામ હતું. બધા જ ટેક્ષીવાળા ના પડે. હવે શું કરવું… ફરી કંઈ રીતે તપાસ કરવી. પોતાના કરીબ પ્રોફેસરને કહે… એ વળી ફરીથી internet પર જોવે, ફરીથી ઊંડાણથી જોવે, શું કરવું એ વિચારમાં પ્રોફેસર હતા. ત્યાં જ એક ટેક્ષી આવીને ઉભી રહી. અને ડ્રાઈવરે પૂછ્યું. તમારે આ ગામ, આશ્રમમાં જવું છે… તો કહે કે હા, બેસી જાવ… પ્રોફેસર બેસી ગયા. ટેક્ષી ચાલી, ૨૦ કિલોમીટર તો highway ઉપર ચાલી, પછી એકદમ કાચો રસ્તો અને પેલું ગામ આવ્યું એ પછી તો રસ્તો જ નહિ. એકદમ ઉબડ – ખાબડ જંગલનો રસ્તો. પણ ગાડી બરોબર આશ્રમમાં પહોંચી. ડ્રાઈવરે પ્રોફેસરને કહ્યું, હું અહીંયા જ છું તમે આરામથી રૂમ – બુમ લઈને fresh થાવ… પ્રોફેસર રૂમ લઈ લીધી. નાહ્યા, નાસ્તો કર્યો. અને એ પછી પૂછ્યું એમણે કે ગુરુ ક્યારે મળશે. તો secretary એ appointment ડાયરી ખોલીને જોઇને કહ્યું બપોરે ૪ વાગે મળશે. ૪ વાગે પ્રોફેસર ગુરુની ચેમ્બરમાં ગયા. એની નવાઈ વચ્ચે જે સોફર એમની કારને ડ્રાઈવ કરીને ઢાકા એરપોર્ટથી અહીં સુધી લાવેલો એ જ ગુરુ પદે ત્યાં બિરાજમાન. પ્રોફેસર હસ્યા. સર તમે… ગુરુ પણ સામે હસ્યા… કે તમારી જિજ્ઞાસા તમને યુરોપથી છેક બાંગ્લાદેશ સુધી લઈને આવી. તો મારી પણ ફરજ હતી કે તમને અહીં સુધી લઇ આવવા. Back seat journey તમારી છે.

તો સમર્પણના લયમાં હું ને ઝબોળવો છે. અને એના માટે પંચસૂત્રની અંદર પહેલા સૂત્રમાં સમર્પણ માટેની સાધના ત્રિપદી આપી. શરણ સ્વીકાર, દુષ્કૃત ગર્હા, સુકૃત અનુમોદના.

પહેલી જ સાધના શરણ સ્વીકારની. બહુ જ મજાની વાત છે. સાધનાનું આ પ્રારંભ બિંદુ છે. તમે શરણે ક્યારે જાવ…? તમે તમારી જાતને જ્યારે અસહાય સમજો છો; ત્યારે જ તમે પ્રભુના, સદ્ગુરુના શરણે જાવ છો. સાધનામાર્ગમાં આપણી જાતને બિલકુલ અસહાય સમજવી એ સાધનાનું પ્રારંભ બિંદુ છે. એની કૃપા વિના, સદ્ગુરુના આશીર્વાદ વિના એક ઇંચ, એક સેન્ટીમીટર, આપણે સાધનામાર્ગમાં ચાલી શકતા નથી. આપણે પુરેપુરા અસહાય છીએ.

બહુ મજાની આ અસહાયદશાની વાત કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એ વિતરાગસ્તોત્રમાં કહી. વિતરાગસ્તોત્રમાં ૨ statement છે. પહેલી નજરે એમ લાગે કે બંને statement એકબીજાના વિરોધી છે. પણ ખરેખર એવું નથી. પહેલું statement આવ્યું. “भवत्प्रसादेनैवाह, -मियतिं प्रापितो भुवम्” કલિકાલ સર્વજ્ઞ શ્રી કહે છે, પ્રભુ! તારી કૃપાથી જ તારા સાધના માર્ગ ઉપર હું આવ્યો. આ જ વચનનો આપણી ભાષામાં અનુવાદ મહોપાધ્યાય યશોવિજય મહારાજે કર્યો. “ઇતની ભૂમિ પ્રભુ તુમ હી આણ્યો” પ્રભુ તમે મને અહીં સુધી લઈને આવ્યા છો. તમે મને લઈને આવ્યા છો એમ નથી કહેતાં ઉપાધ્યાયજી ભગવંત…. તમે જ મને લઈને આવ્યા છો. એકવાર એક સંગોષ્ઠી ચાલતી હતી… આ જ પંક્તિ ઉપર હું બોલતો હતો… “ઇતની ભૂમિ પ્રભુ તુમ હી આણ્યો” પ્રભુ તમે જ મને ઉચકીને અહીં સુધી લઈને આવ્યા. મનુષ્યત્વની પગથાર સુધી, સાધનાની ભૂમિકા સુધી, ભક્તિની ધારા સુધી, એક ભાવકે એ વખતે પ્રશ્ન કર્યો કે ગુરુદેવ! પ્રભુની કૃપા જરૂર… પણ “ઇતની ભૂમિ પ્રભુ તુમ હી આણ્યો” આ જકાર કેમ આવ્યો? પ્રભુએ સાધના બતાવી. સાધના કરી તો અમે ને… તમે ૧૬ ઉપવાસનું પચ્ચક્ખાણ ગુરુદેવે આપ્યું… પણ ઉપવાસ તો તમારે કરવાના ને… મને કહે છે, ‘જ’ કેમ આવ્યો…? કે પ્રભુ તમે જ મને લઈને આવ્યા છો. હું જરા હળવા mood માં હતો. મેં કહ્યું કે જ એટલા માટે ત્યાં મુક્યો છે કે પાછળના દરવાજેથી પણ આપણો હું અંદર ન આવી શકે. આપણો હું બહુ જ ચમત્કારિક છે… એ ક્યાં નહિ પ્રવેશે એનો ખ્યાલ ન આવે.

એ વખતે મેં એક રૂપક કથા કહેલી. એક હાથી હતો. રોડ ઉપર ચાલતો હતો. એમાં એક પુલ આવ્યો. પુલ થોડો જરજરિત હાથીભાઈના પગલાં ધમધમ પડે, પુલ હલવા માંડ્યો… સદ્ભાગ્ય પુલ તૂટી ન પડ્યો. પુલ પૂરો થયો. રોડ ઉપર હાથીભાઈની સવારી ચાલવા લાગી. એ વખતે હાથીને તો ખબર પણ નહોતી… એક માખી હાથીના કાન પાસે બેઠેલી. એ માખીએ હાથીના કાનમાં કહ્યું કે હાથીભાઈ હાથીભાઈ આપણે બેઉએ ભેગા થઈને પુલને કેવો ધ્રુજાવી નાંખ્યો! આપણે બેઉએ ભેગા થઈને પુલને કેવો ધ્રુજાવી નાંખ્યો! હું ઘણીવાર કહું… એ માખી આપણા કરતાં વધુ ઈમાનદાર ને… એ credit પુરી પોતાના ઉપર લેતી નથી. આપણે બેઉએ ભેગા થઈને પુલને ધ્રુજાવ્યો. તમે શું કહો; મેં માસક્ષમણ કર્યું! હવે ભાષા બદલાઈ જશે, પ્રભુની કૃપા; તપશ્ચર્યા થઇ. મેં કરી એમ નહિ… પ્રભુની કૃપાએ કરાવડાવી.

તો કલિકાલ સર્વજ્ઞ શ્રીએ એક statement તો આ આપ્યું… કે  “भवत्प्रसादेनैवाह, -मियतिं प्रापितो भुवम्” પ્રભુ તારી કૃપાથી જ હું અહીં સુધી સુધી આવ્યો છુ. અને બીજું statement આપ્યું “रत्नत्रयं मे ह्रियते” પ્રભુ તારું શાસન મળ્યું. તારી કૃપા થઇ. તારું શ્રામણ્ય પણ મળી ગયું. અને છતાં એ શ્રામણ્યની પગથારે આવ્યા પછી પણ મોહ ક્યારેક ક્યારેક મને મૂંઝવી નાંખે. રાગ – દ્વેષ મને ક્યારેક સતાવે છે. મારી રત્નત્રયીનું હરણ – અપહરણ મોહ, રાગ અને દ્વેષ કરી રહ્યા છે. પ્રભુ તું જોતો કેમ નથી!? કલિકાલ સર્વજ્ઞ શ્રી ની આંખમાં આંસુ છે. પ્રભુ જે તારો રક્ષામય હાથ નરક અને નિગોદમાં મેં જોયેલો, અનુભવેલો, એ તારો હાથ ક્યાં અદ્રશ્ય થઇ ગયો…!

પહેલી નજરે લાગે કે બેઉ statement એકબીજાથી આમને સામને થઇ ગયા છે. પણ ખરેખર એવું નથી. કલિકાલ સર્વજ્ઞ શ્રી અસહાય દશા ઉપર ભાર મુકવા માંગે છે. શ્રાવકત્વની સીમા ઉપર આવ્યા પછી કે શ્રામણ્ય ની પગથાર પર આવ્યા પછી અમે કે તમે જો એવું માનીએ કે અમે સાધના કરીએ… તો પ્રભુનું રક્ષાચક્ર અદ્રશ્ય થઇ જવાનું! પ્રભુનું રક્ષાચક્ર એ જ સમયે આપણને મળે… જ્યારે આપણે અસહાય દશામાં આવીએ… અને એને સંપૂર્ણ તયા આપણે સમર્પિત થયેલા હોઈએ..

એટલે જ સવારે કહેલું કે surrender ની સામે care.

તમે સમર્પિત થયા; તમારી એક – એક ક્ષણની કાળજી પ્રભુ રાખશે. એવું એક સુરક્ષા ચક્ર તમને મળશે. એક સેકંડ માટે તમે વિભાવમાં નહિ જઈ શકો. તો અસહાયદશા જ્યારે આપણી ભીતર છે; ત્યારે આપણે શરણ સ્વીકાર તરફ જઈએ. આપણી પરંપરાના બહુ જ પ્યારા સૂત્રો, “અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામી, કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ” પ્રભુ તારા શરણે હું આવ્યો છું. સદ્ગુરુદેવ હું તમને પૂર્ણ તયા સમર્પિત થયો છું. સમર્પણની વ્યાખ્યા તમને બતાવું…સમર્પણની એક મજાની વ્યાખ્યા ૧ + ૧ = ૧ તમે સદ્ગુરુને સમર્પિત થયા, ક્યારે કહેવાય… તમે ન હોવ, તમારી ઈચ્છા ન હોય, માત્ર સદ્ગુરુ હોય… માત્ર સદ્ગુરુની આજ્ઞા હોય… તો શું થયું; ૧ + ૧ = ૧. આપણું આખું ગણિત અલગ છે. ૧ + ૧ = ૨ આપણે કરવાનું નથી.

તો સમર્પણની જે આ સાધના ત્રિપદી છે, એની પહેલી સાધના: શરણ સ્વીકાર.

પ્રભુને સંપૂર્ણતયા સમર્પિત થઇ જવું છે. સદ્ગુરુને સંપૂર્ણતયા સમર્પિત થઇ જવું છે.હવે એક વાત કરું… એક મુનિરાજ કે એક સાધ્વીજી પ્રભુને, સદ્ગુરુને સંપૂર્ણતયા સમર્પિત થશે. પ્રભુની આજ્ઞા જે સદ્ગુરુ દ્વારા આવે છે. એણે એક – એક મુનિ, એક – એક સાધ્વીજી સ્વીકારે છે. શરીરના સ્તર પર, મનના સ્તર પર, ચિત્તના સ્તર પર, અસ્તિત્વના સ્તર પર… સદ્ગુરુની એક નાનકડી આજ્ઞા અને અમારા શિષ્યના સાડા ત્રણ કરોડ રૂવાળા ઉભા થઇ જાય. મારા ગુરુદેવે મને આજ્ઞા આપી. તો સદ્ગુરુ શિષ્યને આજ્ઞા આપે છે. શિષ્ય એનો પૂર્ણતયા સ્વીકાર કરે છે. તમારા માટે શું… તમારા માટે આપણે discount માં વાત લઈએ… પ્રભુની જેટલી પણ આજ્ઞાઓ છે, એ આજ્ઞાઓને તમે શરીરના સ્તર ઉપર ન પણ સ્વીકારી શકો. આપણે એવું કરીએ કે મનના સ્તર ઉપર તમે પ્રભુની બધી જ આજ્ઞાને સ્વીકારો. ગરમી છે… વાચના પત્યા પછી કદાચ તમે પંખાની હવામાં બેસો પણ ખરા… શરીર વાયુકાયની વિરાધનામાં કદાચ હોય, એ વખતે મનની અંદર એ વિરાધનાનો ડંખ હોય, તો તમે મન પ્રભુને સમર્પિત કર્યું એમ કહેવાય. ઓફિસે ગયા, કામ કાજ કરી રહ્યા છો. એ વખતે શું કરવું… એ વખતે મનના પણ ૨ part પાડો. ઉપરનો ભાગ જે છે એ બીઝનેસ ની બાબતોને જોતું હોય… નીચેનો ભાગ જે છે એ પ્રભુની આજ્ઞામાં લીન હોય.

આ પ્રયોગ મેં મારા ઉપર કરેલો. દીક્ષા પછી ગુરુદેવની કૃપા એવી મારા ઉપર વરસી. ગુરુદેવને ખ્યાલ આવી ગયો. કે યશોવિજય સાધનાના ઊંડાણમાં જઈ શકે એમ છે. એટલે ગુરુદેવે હું સાધનાના ઊંડાણમાં જઈ શકું એના માટે પુરી સુવિધા મને આપી. થોડુક કામકાજ માંડલીનું મને સોંપેલું. બાકી મને કહેલું… તારો study room આ છે. તારે સવારથી સાંજ સુધી એ study room માં બેસી શાસ્ત્રોનો અભ્યાસ કરવાનો. અને એ શાસ્ત્રકાર ભગવંતો જે કહે છે; એ વચનોને અનુભૂતિમાં તારે ઢાળવાની. શું મારા ગુરુદેવની કૃપા! આજે યાદ કરું, આંખો ભીની બને. ૩૦ વર્ષ સુધી હું એકાંતમાં રહ્યો છું. કોઈ વ્યક્તિ બહારથી મને મળવા માટે આવે એ આખો ઉપાશ્રય જોઈ લે તો પણ યશોવિજય એને મળે નહિ. પછી એ પાછો જાય કે ભાઈ યશોવિજય તો છે નહિ ત્યાં, ત્યારે ફરીથી એને કહેવામાં આવે કે ઉપાશ્રયમાં કોઈ બંધક રૂમ હોય, તો એમાં યશોવિજય હશે. યશોવિજય જાહેરમાં ક્યાંય નહિ હોય. આ ૩૦ વર્ષ એકાંતમાં રહેવાનું થયું. સાધના ઘૂંટાઈ. ભીતર રહેવાનું એટલું તો ગમતું… કે કોઈ પણ હિસાબે બહાર આવવાનું મન ન થાય. તમે ૩૦ વર્ષ નહિ, ૩૦ મહિના આપો ને તો હું તમારા ઉપર કામ કરી બતાવું બોલો… આ જન્મ સફળ ક્યારે થાય…? સ્વાનુભૂતિ મળે તો જ. તમે તમને ન અનુભવો તો કેમ ચાલે…! એ ૩૦ વર્ષ સુધી જે અંદર આનંદ મેળવ્યો… ન પ્રવચન આપવાની ઈચ્છા થતી. એ દિવસોમાં મને ખ્યાલ નથી કે એકાદ પ્રવચન પણ મેં આપ્યું હોય. ન પ્રવચન આપવાની ઈચ્છા, ન કોઈની જોડે બેસવાની ઈચ્છા. માત્ર હું અને માત્ર હરિભદ્રાચાર્ય! માત્ર હું માત્ર દેવચંદ્રજી મહારાજ!

૩૦ વર્ષ પછી ગુરુદેવને અચાનક જવાનું થયું. ગુરૂદેવનો કાળધર્મ થયો. મારે સીધું જ પાટ પર આવીને બેસી જવું પડ્યું. પહેલું ચોમાસું મારું સુરતમાં હતું, અઠવાલાઈન્સમાં… મેં એ લોકોને કહ્યું કે હું તમને એક કલાક પ્રવચન માટે આપીશ. અને સાધકો માટે એક કલાક વાચના રાખી. પણ એ ૨ કલાક સિવાયના ૨૨ કલાક મારા પોતાના છે. પછી ધીરે ધીરે સાધના એટલી spread out થઇ ગઈ કે હવે એકાંત અને ભીડ બે વચ્ચે કોઈ ફરક રહ્યો નથી. હવે ભીડ ની વચ્ચે રહું છું. છતાં અંદર છું. એટલે મેં આ કામ કર્યું. ઉપરનો જે મનનો ભાગ છે conscious mind નો, એનો ઉપયોગ હું પ્રવચન માટે, શ્રી સંઘો જોડેના વાર્તાલાપો માટે, કે શ્રી સંઘોના કાર્યોમાં અનિવાર્ય રીતે જવું પડે ત્યારે ઉપયોગી… નીચેલો ભાગ જે છે અંદરનો એ માત્ર મારો પોતાનો છે. અને એ અંતર્લીન દશામાં એવો તો સ્થિર થયેલો છે કે અંદરનો આનંદ ૨૪ કલાક મણાયા કરે. તો તમે પણ ૨ track ન કરી શકો?

સરદારજી મહેસાણાના સ્ટેશને ઉભેલા… અમદાવાદ જવાનું હતું. ટિકિટ લઇ લીધેલી. Platform પર આટા મારતા હતા. ત્યાં એક ટ્રેન આવી ટ્રેન અમદાવાદથી આવી ને દિલ્લી જઈ રહી હતી. કોકને પૂછ્યું, આ ટ્રેન ક્યાં જાય છે ? પેલો ઉતાવળમાં હશે… એને કહ્યું અમદાવાદ જાય છે. દિલ્લી જનારી ગાડી સરદારજી એમાં બેસી ગયા. નીચેની berth ઉપર જગ્યા પણ મળી ગઈ. ઠરી ઠામ થયા… આજુબાજુ જોયું ઉપર જોયું. ઉપરની berth ઉપર પણ એક સરદારજી બેઠેલા. નીચે વાળાએ પૂછ્યું, અજી કહાં જા રહે હો? ઉપરવાળો તો દિલ્લી જ જતો હતો. ગાડી પણ દિલ્લી ની જ હતી. તો ઉપરવાળાએ કહ્યું, હમ તો દિલ્લી જા રહે હૈ. નીચેવાળા સરદારજી વિચારમાં પડયા… પછી કહે દેખો તો વિજ્ઞાન કિતની તરક્કી કર ગયા હૈ. ઉપરવાલી berth દિલ્લી જતી હોય અને નીચેવાલી berth અમદાવાદ જા રહી હૈ. વિજ્ઞાને એટલો વિકાસ નથી કર્યો. પણ આપણે કરી શકીએ એમ છે. ઉપરનો મન કદાચ સંસારને સોંપી દીધું. મનનો એક ભાગ કદાચ એવો રાખો કે જે નિતાંત તમારો હોય.

તો સમર્પણની સાધના ત્રિપદીનું પહેલું ચરણ શરણ સ્વીકાર. પ્રભુને સમર્પિત થાઓ, સદ્ગુરુને સમર્પિત થઇ જાવ. ગુરુ, સદ્ગુરુ dual એક્શનમાં કામ કરશે. તમે સમર્પિત ન હોવ તો પણ ગભરાવાની જરૂર નથી આવી જજો. અમે તમને સમર્પિત કરી દઈશું.

જાપાનનો સમ્રાટ એક સદગુરુનો ભક્ત હતો. એકવાર સદ્ગુરુ રાજધાનીમાં પધાર્યા. જાપાનના સમ્રાટે ગુરુનું સ્વાગત કર્યું, ગુરુનું પ્રવચન સાંભળ્યું. છેલ્લે પણ ગુરુને વંદન કરે છે. સમ્રાટે વંદન કર્યું. ગુરુ પૂછે છે, તું ઝૂક્યો તો ખરો… પણ બહારથી ઝૂક્યો કે ભીતરથી…? તમે કેટલા સદ્ગુરુઓને ઝુક્યા… કેટલા… બહુ મજાનો સવાલ ગુરુએ પૂછ્યો… તું બહારથી ઝૂક્યો એટલે કે માત્ર શરીરથી ઝૂક્યો… કે ભીતરથી તારા અસ્તિત્વથી તું ઝૂક્યો…? સમ્રાટ કેટલા તો વિવેકી છે… એ કહે છે, ગુરુદેવ! હું તો નિપટ અજ્ઞાની માણસ, મને શું ખ્યાલ આવે! મારું શરીર ઝૂક્યું, એ મારા ખ્યાલમાં છે ગુરુદેવ.. પણ આપ કહો છો તેમ, હું ભીતરથી ઝૂક્યો કે નહિ… એ તો આપને જ ખ્યાલ આવે મને ક્યાંથી ખ્યાલ આવે! એ વખતે ગુરુ કહે છે, હું તારી પરીક્ષા કરીશ. ગુરુએ એ સમ્રાટને કહ્યું કે તારા જૂત્તા પગમાંથી કાઢી હાથમાં લેવાના, એ જૂત્તાથી કપાળને કૂટવાનું, અને અહીંથી તું જા, તારા રાજમહેલે, અને રાજમહેલે આટો મારી પાછો તું અહીં આવ. લગભગ ૫ કિલોમીટરનું સર્કલ થાય એવું હતું. ગુરુની આજ્ઞા જે સમ્રાટ હીરાની મોજડી પહેરતો મખમલની, જે મહેલમાં જાય તો પણ red કારપેટ વિના એક પગ નહિ મુકતો… એને કહે છે ગુરુ કહે છે જૂત્તા હાથમાં ઉચક, જૂત્તાથી કપાળને ફૂટતો જા. અને તારા રાજમહેલ જઈ, રાજમહેલે આટો મારી અહીં આવ. ગુરુની આજ્ઞા સ્વીકારી.

બહુ મજાની વાત કરું. સદ્ગુરુની આજ્ઞા તમને અનુકૂળ હોય તો તમે તરત સ્વીકારી લો… પણ તમારી ઈચ્છા આમ હોય, સદ્ગુરુની આજ્ઞા સામેની આવે તો શું કરો…?! આ મુનિ ભગવંતોને, આ સાધ્વીજી ભગવતીઓને કોઈ તકલીફ પડતી નથી કેમ… ઈચ્છાઓને ઘરે મુકીને આવ્યા. You are totally choice less persons બરોબર… એક પણ ઈચ્છા હોય ખરી…! એક બૌદ્ધ ભિક્ષુ એકવાર રડતા હતા. કોઈ ભાવકે પૂછ્યું, આપ કેમ રડો છો..? તો ભિક્ષુ કહે છે કે મને તીર્થયાત્રાની ઈચ્છા થઇ. તો પેલા ભાવકને થયું કે મહારાજને યાત્રા કરવા જવું છે, બૌદ્ધ ભિક્ષુ હતા, પૈસા રાખી શકે છે. તો એણે કહ્યું સાહેબ કેટલા પૈસા જોઈએ બોલો… તમે કહો એટલા પૈસા આપી દઉં. તો કહે કે ના, એ વાત નથી. પૈસાની કોઈ વાત નથી. પણ મારા મને તીર્થયાત્રાની ઈચ્છા પણ કેમ કરી, એના માટે હું રડું છું. મારું મન એક ભિક્ષુનું મન છે. એક સંયમીનું મન છે. સંયમીનું મન નિયંત્રિત હોય, એના મનમાં ઈચ્છાનો પરપોટો ક્યાંથી ઉછળે! મને તીર્થયાત્રાની ઈચ્છા પણ કેમ થઇ? આજે મારું મન તીર્થયાત્રાની ઈચ્છા કરે, કાલે બીજી ઈચ્છા કરશે તો… totally choice less જે છે; એને મજા જ મજા છે.

એ સમ્રાટ કેટલો ગુરુની આજ્ઞાનો પાલક. એને બુદ્ધિને લાવી નથી વચ્ચે. અહંકારને વચ્ચે લાવ્યો નથી. હું જાપાન દેશનો સમ્રાટ આ રીતે ચાલુ લોકો શું માને, કોઈ જ વિચાર નહિ, અને એ રીતે એ ચાલે છે, મંત્રીઓને ખબર પડી, રાજાનો સોનાનો રથ લઈને એ લોકો આવ્યા. રાજાને વિનંતી કરે… સાહેબ ક્યાં જવું છે. આપ કેમ આ રીતે જૂત્તાને હાથમાં લઈને દોડો છો.. આ સોનાનો રથ આપનો, બેસી જાવ અંદર, ક્યાં જવું છે. રાજા બોલે કે ચાલે ગુરુની આજ્ઞા છે, નાના છોકરાઓ તો ત્યાં સુધી બુમો મારતાં, કે રાજા ગાંડો થઇ ગયો. પાગલ થઇ ગયો. રાજમહેલને આટો મારી સમ્રાટ ગુરુ પાસે આવ્યો, ગુરુના ચરણોમાં પડ્યો. આંખમાં આંસુની ધાર છે. કપાળ સુજી ગયું છે. ગળે ડૂસકાં ભરાયેલા છે. અને એ કહે છે, ગુરુદેવ! ગુરુદેવ! શું આપે કૃપા કરી… અત્યાર સુધી હું માનતો હતો… કે ગુરુદેવના ચરણોમાં હું ઝુકું છું, ત્યારે પુરેપુરો ઝુકું છું. મારો હું એ વખતે પુરેપુરો હોતો જ નથી. પણ ગુરુદેવ આજે મને ખ્યાલ આવ્યો કે મારો હું હજુ સાબુત છે, એ મંત્રીઓ જ્યારે આવ્યા અને એમણે વિનંતી કરી જરૂર મેં તમારી આજ્ઞાનું પાલન શરીરના સ્તર ઉપર કર્યું, પણ મારા મનમાં તો એક વાત આવી જ… કે ગુરુદેવે આવી આજ્ઞા કેમ કરી…! મારો હું એટલી સ્પષ્ટ રોતે બહાર આવ્યું મને થયું કે આ આજ્ઞાપાલનની મારી ઈજ્જત એકદમ ખતમ થઇ ગઈ, મારી પ્રતિષ્ઠા ખતમ થઇ ગઈ. એટલે ગુરુદેવ હું આપને અત્યાર સુધી ઝૂક્યો જ નથી. માત્ર મારું શરીર ઝૂક્યું છે. હું નથી ઝૂક્યો. પણ ગુરુદેવ હવે કૃપા કરો, મારા અહંકારને લઇ લો. એક બુદ્ધિ, એક અહંકાર આ બે ની જુગલબંધીએ સમર્પણની ધારાથી આપણને વંચિત રાખ્યા.

સવારે પણ કહેલું સમર્પણમાં અઘરું શું છે….? અઘરું આ છે અહંકાર, હું…

ઝેન આશ્રમોમાં તકતી લગાવેલી હોય છે; no mind please. તમારી બુદ્ધિને લઈને અહીંયા આવતાં નહિ. અત્યારે તમે સાધક તરીકે આવ્યા છો. હવેથી એક કામ કરવાનું… જૂત્તા નીચે ઉતારીને આવો ને તો બુદ્ધિને પણ નીચે ઉતારીને આવવાનું. આપણે ત્યાં બે શબ્દો છે… બુદ્ધિ અને મેધા… અહંકાર સાથેની વિચારસરણી એ બુદ્ધિ. અને શ્રદ્ધા સાથેની, સમર્પણ સાથેની વિચારસરણી એ છે મેધા. મેધાનો, પ્રજ્ઞાનો આપણને કોઈ વાંધો નથી. બુદ્ધિ ન જોઈએ. કારણ કે બુદ્ધિ સાથે અહંકાર ચાલ્યું આવશે. સમર્પણ… અનંત જન્મો આપણા વીત્યા. નરકમાં અને નિગોદમાં આપણે જઈને આવ્યા કારણ શું…

એક પેટા પ્રશ્ન પૂછું; પ્રભુનું શાસન અને પ્રભુની સાધના very first time આપણને મળ્યા નથી. કેટલાય જન્મોમાં પ્રભુનું શાસન આપણને મળેલું. પ્રભુની સાધના આપણને મળેલી. ક્યારેક તો પ્રભુની આ ચાદર પણ તમે તમારા અતિતની યાત્રામાં ઓઢેલી. સવાલ એ થાય કે પ્રભુની સાધના આટલા જન્મો સુધી તમે કરી, મેં પણ કરેલી. તો મારો અને તમારો સંસાર ચાલુ કેમ રહ્યો… મારો મોક્ષ કેમ ન થયો. તમારો મોક્ષ કેમ ન થયો. અને આપણો સંસાર ચાલુ કેમ રહ્યો. આ પ્રભુની સાધના મોક્ષ આપે આપે ને આપે. તો આ સાધના કેટલાય જન્મોમાં કરી છતાં ન મારો મોક્ષ થયો, ન તમારો મોક્ષ થયો. કારણ શું… આપણે કારણ એટલા માટે શોધવું જરૂરી છે કે અગણિત જન્મોમાં સાધના કરી result ન મળ્યું, આ જનમની સાધના પણ એવી તો નથી ને પાછી…

તો where was the fault? જોવું પડશે ને… અગણિત જન્મોમાં સાધના કરી. ક્યાં ભૂલ રહી ગઈ. ભૂલ એ રહી ગઈ કે આપણી ઈચ્છાથી આપણે સાધના કરી. ગુરુની આજ્ઞાથી, સદ્ગુરુના સમર્પણ પૂર્વક જે સાધના આપણે કરવાની હતી, એ સાધના આપણે કરી ન શક્યા. ચાલો એ વાત ગઈ, આ જનમમાં તમે જે સાધના કરો છો… એ કેવી છે..? તમારી ઈચ્છાથી થયેલી કે સદ્ગુરુ દ્વારા મળેલી. આપણે ત્યાં એક મજાની વાત છે કે કોઈ પણ સાધના જે તમારી પાસે હોય, એ સદ્ગુરુ દ્વારા તમને મળેલી હોવી જોઈએ. વિનયની સાધના, વૈયાવચ્ચની સાધના, સ્વાધ્યાયની સાધના અથવા કઈ સાધના તમારે ઘૂંટવી… તમે નક્કી ન કરી શકો… સદ્ગુરુ જ નક્કી કરે. ધારો કે તમને રોજના ૪ કલાક મળે છે. તો એ ૪ કલાકમાં તમારે કઈ – કઈ સાધના ઘૂંટવી… એ તમારે નક્કી નથી કરવાનું. એ સદ્ગુરુ એ નક્કી કરવાનું. જે પણ સદ્ગુરુના ચરણોમાં આપણે ઢળેલા છે, ઝૂકેલા છીએ, સમર્પિત થયેલા છીએ. એ સદ્ગુરુને આપણે પૂછવાનું કે ગુરુદેવ! મારી સાધના શું હતી. કારણ સદ્ગુરુ તમારી જન્માન્તરીય સાધનાની ધારાને જોઈ શકે છે.

તમે તમારી સાધનાની કેફિયત કહો ને એ તમારા તરફ ખુલતી વાત છે. સદ્ગુરુ face reading ના master છે. તમારા ચહેરાને જોઇને અત્યારની તમારા સાધનાના stand point ને સદ્ગુરુ નક્કી કરી શકે છે. અને એ પછી આ જન્મના છેડા સુધીમાં તમારી સાધના કેટલી develop થયેલી હશે, એ પણ સદ્ગુરુ નક્કી કરી શકે. એટલે તમારે તો બીજું કશું જ કરવાનું નથી. એટલું જ કહેવાનું છે, ગુરુદેવ! મને ૪ કલાક કે ૪.૩૦ કલાક મળે છે. તો એમાં મારે કંઈ સાધના કરવાની… એક સાધક ગયા જન્મમાં ભક્તિની ધારામાં આવેલો છે. તો એ ભક્તિની ધારામાં આવેલો સાધક જે છે, એને સદ્ગુરુ ભક્તિની ધારા જ પકડાવશે.

એક શિષ્ય મારી પાસે આવે, મારે એને સાધના આપવાની હોય, ૪ જન્મથી એ ભક્તિની ધારામાં વહેતો આવેલો હોય, ૫માં જન્મે હું એની સાધનાને બરોબર જોઈ ન શકું. અને એને સ્વાધ્યાયની ધારા આપું.. તો ગુરુ તરીકે હું totally fail ગયેલો હું માણસ. મારે any how, એની જન્માન્તરીય સાધનાને જોવી પડે. અને એ જન્માન્તરીય સાધનાની ધારામાં તમને વહાવવા પડે. એટલે અત્યાર સુધી ભૂલ એ થઇ કે સાધના કરી, ઈચ્છાથી કરી!

તમે એકલા હોવ, પૌષધમાં આઠમના દિવસે.. રાઈ મુહપત્તિ પલેવો… તમે નક્કી કરીને આવ્યા કે ન આવ્યા. મારે આયંબિલ કરવાનું છે. પણ છેલ્લે જ્યારે આદેશ આવે ત્યારે તમે શું કહો. “ઇચ્છકારી ભગવન્ પસાય કરી પચ્ચક્ખાણ નો આદેશ આપશોજી.” કેમ તમારા મનમાં તમે નક્કી કરીને આવ્યા છો… આયંબિલ કરવું છે. અને તમે એકલા જ છો. તો તમે કહી ન શકો કે ઇચ્છકારી ભગવન્ પસાય કરી આયંબિલ ના પચ્ચક્ખાણનો આદેશ આપશોજી. નહિ.. કેમ આજે કયું પચ્ચક્ખાણ કરવું એ આજની સાધના છે. અને એ સાધના ગુરુ જ નક્કી કરી શકે.

તો અગણિત જન્મોમાં પ્રભુએ આપેલી સાધના કરી છતાં મારો અને તમારો સંસાર ચાલુ રહ્યો. આ જન્મમાં એવી રીતે સાધના કરવી છે કે આપણો મોક્ષ જલ્દી જલ્દી આપણને મળી જાય. અને એના માટે સમર્પણની સાધના ત્રિપદીનું પહેલું ચરણ પ્રભુની આજ્ઞાનો સ્વીકાર, સદ્ગુરુની આજ્ઞાનો સ્વીકાર. જરૂર તમને સદ્ગુરુ જોઇને જ આજ્ઞા આપશે. તમારી કેપેસીટી પ્રમાણે જ આપશે. બે ફરક પડે ને… આ લોકો  indoor પેશન્ટ, એ લોકો કોરો cheque લઈને આવેલા છે. તમારા બધાનો કોરો cheque ને..? કોરો cheque, સદ્ગુરુ જે કહે તે. કોઈ ઈચ્છા અમારી નથી. અને એટલે એ લોકો માટે સીધી જ આજ્ઞા અમે કરી દઈએ… તમારા માટે આજ્ઞા કરીએ… એ તમારી, શરીરની, મનની, એ બધી જ સજ્જતા જોઇને કરીએ… પણ તમારા મનમાં એક સમર્પણની વાત આજે ઘૂંટાઈ જવી જોઈએ.

આપણે બે ત્રિપદીની ચર્ચા ત્રણ દિવસમાં કરવાની છે. એક સમર્પણની ત્રિપદી. અને બીજી સાક્ષીભાવની ત્રિપદી.

સમર્પણ આપણા હું ને ભીનો ભીનો બનાવી દે. અને તમારો હું ભીનો ભીનો બન્યો પછી, એ ભીના બનેલા હું ને સાક્ષીભાવના લયમાં લઇ જઈને બિલકુલ અલિપ્ત પરથી બનાવીને; આનંદઘનના સ્વરૂપ ઉપર મૂકી દો. એટલે આપણે માત્ર ૩ દિવસમાં એક કામ કરવું છે. એટલે કમસેકમ તમારા મનની અંદર, તમારા unconscious mind માં, તમારા અસ્તિત્વના સ્તર ઉપર અમુક વાતો એકદમ પ્રવેશી જાય, એવી રીતે કોશિશ કરજો.

કોઈ પણ સદ્ગુરુ તમારી જોડે વાત કરે છે ને ત્યારે એમનું throwing એવું હોય, કે તમારા unconscious માં તમારા અસ્તિત્વના સ્તર સુધી પહોંચી જાય, પણ અમારી તકલીફ ક્યાં હોય છે ખબર છે, તમે હોતા જ નથી સામે… મેં વચ્ચે કહેલું કે અર્જુન રાધાવેદ કરવા માટે ગયેલો. રાધાવેદમાં શું હોય, રાધા નામની પુતળી એ ફરતી હોય. નીચે ૨ – ૪ ચક્રો હોય, એક આમ ફરે, એક આમ ફરે.. એક ઝડપથી ફરે… એક ધીમેથી ફરે… પાણીમાં નીચે નજર રાખવાની. અને બધા જ ચક્રોને સમાંતર જ્યારે એ પુતળીની આંખ આવે એ જ સેકંડે બાણ છૂટે અને પુતળીની આંખ વિંધાઈ જાય તો રાધાવેદ થયેલો કહેવાય. પણ અમારું કામ છે ને રાધાવેદથી અઘરું છે.

અમારું throwing એવું કે તમારા unconscious માં પહોંચી જાય. પણ વચ્ચે ચક્રો ઘણા છે. conscious mind, subconscious mind, unconscious mind, ખાલી એક વિચાર કરો કે અત્યારે માત્ર સદ્ગુરુને સાંભળતા હોવ, માત્ર સદ્ગુરુને પીતા હોવ એવા કેટલા… મારે જવાબ જોઈતો નથી. ખાલી તમે તમારી જાતને પૂછો. કે માત્ર સદ્ગુરુના વચનોમાં હું ડૂબી ગયેલો હોઉં, એવું અસ્તિત્વ મારું ખરું?! એના માટે આપણે practical સાધના ઘૂંટીશું, અને એ સાધના તમારી બધી જ ક્રિયાઓને સમ્યક્ બનાવશે. એક પણ ક્રિયા સમ્યક્ નથી થતી એનું કારણ શું.. મન ત્યાં સ્થિર રહેતું નથી. શરીર દેરાસરમાં જાય, મન ક્યાંય હોય, શરીર ઉપાશ્રયમાં હોય, મન ક્યાંય હોય!

આપણે જે સાધના ૪ ચરણોવાળી ઘુંટીએ છીએ, એનો એક આશય સ્વાનુભૂતિનો છે. અને સ્વાનુભૂતિ પહેલાં એની પૂર્વ ભૂમિકામાં આપણે નિર્વિકલ્પદશાનો એક ગાઢ અભ્યાસ કરતાં હોઈએ.

તો ચાલો practical સાધના શરૂ કરીએ.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *