Ankhiya Darshan Ki Hai Pyasi

6 Views 2 Min Read

કેવા તું કામણ કરે

સંધ એક્તાના શિલ્પી પૂજ્ય દાદાગુરુદેવશ્રી ઓમકારસૂરીમહારાજ ના જન્મ શતાબ્દી વર્ષે દેવચંદ્રજી, આનંદઘનજી, મહોપાધ્યાય યશોવિજયજી વગેરે પૂર્વ મહર્ષિઓ દ્વારા રચિત આધ્યાત્મિક સ્તવનોનું નૂતન ભાવવાહી રાગો માં પુનર્જીવન

હતો નીકટ છતાં લાગતોંતો તું પ્રભુ દૂરનો વાસી
આ આંખો જે વર્ષોના વિરહથી હતી પ્રભુ ! ખૂબ નિરાશી
અમ પ્રાર્થના પ્રભુ ! તે સુણી ને પ્રગટ્યો તું શિરપુર વાસી
અંતરીક્ષ પ્રભુ ! હું આવું છું આ અંખિયા દરિશન કી પ્યાસી

પ્રાચીન પાર્શ્વપ્રભુ નું સ્તવન

સ્તવન : અંખીયા દરિશન કી હૈ પ્યાસી
રચના : પૂજ્ય જ્ઞાનવિમલસૂરિ મહારાજ
સંગીતકાર : ઉમંગ ભાવસર
Music : Umang Bhavsar
Mixed & Mastered : Manan Shah
Recording At : 7Hertz Studio (Jimmy Desai)

Lyrics : અખિયાં દરિશન કી હૈ પ્યાસી ….

પુરિષાદાની પાર્શ્વ તુમારી, સુરનર જનતા દાસી, આશા પૂરણ તું અવનિતલ, સુરતરુને સંકાસી || ૧ ||
નિરાગી શું રાગ કરંતા, હોવત જગમાં હાંસી, એક પખો જે નેહ ચલાવે, દિયો તેહને શાબાશી || ૨ ||
અજર અમર અકલંક અનંત ગુણ, આપ ભયે અવિનાશી, કારજ સકલ કરી સુખ પાયો, અબ ક્યું હોત ઉદાસી || ૩ ||
તું પુરુષોત્તમ પરમ પુરુષ હૈ, તું જગ મેં જિતકાસી, જગથી દૂર રહ્યો પણ મુજ ચિત્ત, અંતર ક્યું કર જાસી ।। ૪ ।।
વામાનંદન વંદન તુમચા, કરત હૈ શુભ મતિ વાસી, ‘જ્ઞાનવિમલ’ પ્રભુ ચરણ પસાયે, સમકિત લીલ વિલાસી.॥ ૫ ॥

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *