Nemi Jineshwar Nij Karaj Karyo

19 Views 1 Min Read

કેવા તું કામણ કરે

સંધ એક્તાના શિલ્પી પૂજ્ય દાદાગુરુદેવશ્રી ઓમકારસૂરીમહારાજ ના જન્મ શતાબ્દી વર્ષે દેવચંદ્રજી, આનંદઘનજી, મહોપાધ્યાય યશોવિજયજી વગેરે પૂર્વ મહર્ષિઓ દ્વારા રચિત આધ્યાત્મિક સ્તવનોનું નૂતન ભાવવાહી રાગો માં પુનર્જીવન

પ્રાચીન નેમિપ્રભુ નું સ્તવ

સ્તવન : નેમિ જિનેશ્વર નિજ કારજ કર્યો
રચના : પુજ્ય દેવચંદ્રજી મહારાજ
સંગીતકાર : ક્રિશ મહેતા
Music : Umang Bhavsar
Mixed & Mastered : Manan Shah
Recording At : 7Hertz Studio (Jimmy Desai)

Lyrics :

નેમિ જિનેશ્વર નિજ કારજ કર્યો, છાંડ્યો સર્વ વિભાવોજી, આતમ શક્તિ સકલ પ્રગટ કરી,આસ્વાદ્યો નિજ ભાવોજી.ll ૧ ll
રાજુલ નારી રે સારી મિત ધરી, અવલંબ્યા અરિહંતોજી; ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સથે આનંદ અનંતોજી.ll ૨ll
ધર્મ અધર્મ આકાશ અચેતના, તે વિજાતી અગ્રાહ્યોજી; પુદ્ગલ ગ્રહવે રે કર્મ કલંકતા, વાઘે બાધક બાહ્યોજી.ll ૩ ll
રાગી સંગે રે રાગ દશા વધે, થાએ તિણે સંસારોજી; નિરાગીથી રે રાગનું જોડવું, લહીએ ભવનો પારોજી.ll ૪ ll
અપ્રશસ્તતા રે ટાળી પ્રશસ્તતા, કરતાં આશ્રવ નાસેજી; સંવર વાધે રે સાધે નિર્જરા, આતમ ભાવ પ્રકાશેજી.ll ૫ ll
નેમિ પ્રભુ ધ્યાને એકત્વતા, નિજ તત્તવે ઇકતાનોજી; શુકલ ધ્યાને રૈ સાધી સુસિદ્ધતા, લહિએ મુક્તિ નિદાનોજી.ll ૬ ll
અગમ અરૂપીરે અલખ અગોચરુ, પરમાતમ પરમીશોજી; ‘દેવચંદ્ર’ જિનવરની સેવના, કરતાં વાઘે જગીશોજી.ll ૭ ll

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *