Rangido Prabhu na Range

22 Views
2 Min Read

Rangido Prabhu na Range || Aa. Yashovijaysuriji M.S’ 80th Janmadin At Urjatirth Bhildi (Maha vad 13)

શ્રી ઊર્જાતીર્થે ભક્તિયોગાચાર્ય આ. ભ. યશોવિજયસૂરિજી ભગવંતના 80 મા વર્ષના મંગળ પ્રારંભે (જન્મતિથિ : મહા વદ 13) ગાનમ્ સમર્પણમ્

સૌજન્ય
ગણિવર્ય વિમલયશવિજયજી મ. સા.
ગણિવર્ય ધર્મરુચિવિજયજી મ.સા.
ગણિવર્ય જ્ઞાનરુચિવિજયજી મ. સા. ના ગણિપદ નિમિત્તે

શ્રી ઊર્જાતીર્થ
વિજયભદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ, ભીલડી.

Lyrics : Yashansh
Singer : Sani Shah
Music : Jainam Mehta

જય જય ગુરૂદેવ, વ્હાલાં ગુરૂદેવ
(રાગ:- ઝૂમેરે ઝૂમે આનંદે / તિરંગા)

“સદ્દગુરૂઃ શરણં મમ, પરમગુરુ શરણં મમ,
તવ વચનં શરણં મમ, તવ આજ્ઞા શરણં મમ…”

સર્વસ્વીકારની, સાધનાદાતા, કૃપા કરો ગુરુમૈયા,
ભવસાગરમાં, તું હી જ શાતા, પાર ઉતારો મુજ નૈયા;
વીરના વારસ, આપો પરમ રસ, સ્પર્શે છે તારો પ્રેમ મને,
જય જય ગુરૂદેવ, વ્હલા ગુરૂદેવ, અર્પુ હું સઘળું ઉમંગે,
જય જય ગુરૂદેવ, પ્યારા ગુરૂદેવ, રંગી દો પ્રભુના રંગે…

તારો વ્હાલ છે કેવો મજાનો, ગુણવૈભવનો તું ખજાનો,
ભીતર લગાવી ડૂબકી, જગથી રહે તું ન્યારો;
નિર્મળ હૃદયનો સ્વામી, સહુ જીવને તું પ્યારો;
તુજ વદન કમલનું સ્મીત સહુને મોહે,
સ્વાનુભૂતિનો શિરતાજ થઈને સોહે… (વીરના વારસ…)

તારી વાણી આતમને જગાવે, પ્રભુપ્રીતિનો રંગ લગાવે,
કૃપા તું એવી કરજે, દોષો તું મારા હરજે,
ચરણે સ્વીકારી મુજને, પલ પલ તું સાથ રહેજે,
તું સાધકોના ભીતરને અજવાળે,
તુજ સ્નેહથી ભક્તોના શ્વાસ ચાલે… (વીરના વારસ…)

ગુરુમૈયા(૨) જુગ જુગ જીવો ગુરુમૈયા(૨)
સૂરિયશોવિજય ગુરુમૈયા,
મારા યશોવિજય ગુરુમૈયા,
જુગ જુગ જીવો ગુરુમૈયા(૨)…

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *