Vimaljin Vimalata Tahriji

13 Views 1 Min Read

કેવા તું કામણ કરે

સંધ એક્તાના શિલ્પી પૂજ્ય દાદાગુરુદેવશ્રી ઓમકારસૂરી મહારાજ ના જન્મ શતાબ્દી વર્ષે દેવચંદ્રજી, આનંદઘનજી, મહોપાધ્યાય યશોવિજયજી વગેરે પૂર્વ મહર્ષિઓ દ્વારા રચિત સ્તવનોનું નૂતન ભાવવાહી રાગો માં પુનર્જીવન

પ્રાચીન “વિમલનાથ પ્રભનું” સ્તવન

સ્તવન : વિમલજિન વિમલતા તાહારીજી
રચના : પુજ્ય દેવચંદ્રજી મહારાજ
સંગીતકાર : ક્રિશ મહેતા
Music : Umang Bhavsar
Mixed & Mastered : Manan Shah
Recording At : 7Hertz Studio (Jimmy Desai)

Lyrics :

વિમલ જિન વિમલતા તાહરીજી, અવર બીજે ન કહાય; લઘુ નદી જિમ તિમ સંઘીએજી, પણ સ્વયંભૂરમણ ન તરાય. ||૧||
સયલ પુઢવી ગિરી જલ તરુજી, કોઈ તોલે એક હત્ય; તેહ પણ તુજ ગુણગણ ભણીજી, ભાખવા નહિ સમરથ. ||૨||
સર્વ પુદ્ગલ નભ ધરમના જી, તેમ અધરમ પ્રદેશ, તાસ ગુણ ધરમ પજ્જવ સહુજી, તુમ ગુણ ઈક તણો લેશ. ||૩||
એમ નિજ ભાવ અનંતનીજી, અસ્તિતા કેટલી થાય; નાસ્તિતા સ્વ પર પદ અસ્તિતાજી, તુજ સમ કાળ સમાય. ||૪||
તાહરા શુદ્ધ સ્વભાવનેજી, આદરે ધરી બહુમાન; તેહને તેહીજ નીપજેજી, એ કોઈ અદ્ભુત તાન. ||૫||
તુમ પ્રભુ તુમ તારક વિભુજી, તુમ સમો અવર ન કોઈ; તુમ દરસણ થકી હું તર્યોજી, શુદ્ધ આલંબન હોય. ||૬||
પ્રભુ તણી વિમલતા ઓળખીજી, જે કરે થિર મન સેવ; ‘દેવચંદ્ર’ પદ તે લહેજી, વિમલ આનંદ સ્વયમેવ.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *