Virti Tarang Pragat Huo

21 Views 1 Min Read

તન્વી થી ત્યાગી થવાની એક સ્વપ્ન સાકાર થયા ને આજે 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે
એ પ્રસંગે પ્રસ્તુત છે એક નાની ઝલક તન્વી થી સા.સમિતીરત્નાશ્રીજી સુધીની સફર

Virti Tarang Pragat Huo – Anand Anand Re
Lyrics : Pujya Jinagamratna Vijayji M.S.
Singer/Composition : Jatin Bid
Music : Hardik Pasad
Video : Param Path
Raw Footage : Shade & Light
Special Thanks : Gyanyatan Pariwar

આંબા જેવો આંબો છોડી, બાવળને હું વળગ્યો,
ગંગા કાંઠે તરસ્યો તરસ્યો , વૈશાખે હું સળગ્યો,
ભક્તિયોગ છોડી દઈને ભટકી રહ્યો ઉદાસી,
જિનાગમ ભણીને મારે , ઓળખવા અવિનાશી, મુજને

આનંદ આનંદ, આનંદ આનંદ, આનંદ આનંદ રે,
હો જી રે
વિરતી તરંગ પ્રગટ હુઓ, મને આનંદ આનંદ રે \

ચતુર્ગતિના આ મલકમાં, ભાડાનું એક ઘર,
રહેવા છતાં માહરું નહીં, સુણો પ્રભુ મુજ સ્વર;
જન્મ જરા મૃત્યુ કેરા, દુઃખથી ભર્યો સંસાર,
રહેવું મારે સમિતિ ગુપ્તિ, દીક્ષા મારો આધાર… હો મુજને…

કર્મસત્તાના કુરુક્ષેત્રમાં, અર્જુનનો અહેસાસ,
ગુરુભગવંત છે મારા સારથી, બુલંદ મુજ વિશ્વાસ;
જનેતા જેમ ડગમગતા, શિશુની આંગળી ઝાલે,
તિમ યશો ગુરુ કૃપાએ, સંયમ નાવડી ચાલે… હો મુજને…

વિરતી તરંગ વીરના રંગે…
વિરતી તરંગ વીરના સંગે…

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *