તમે બહુ ગમતા તને તમે મનગમતા | Bapji Maharaj |

19 Views 1 Min Read

Song : Tame Bahu Gamta
Lyrics : Muniraj Shree Nyayratna Vijayji Ma Sa
Music Director – Composer : Umang Bhavsar
Singer : Manan Sanghavi
Music Arranged – Produced : Umang Bhavsar (UMBMusic)
Flute : Kiran Vinkar
Rythm : Shreedhara Chari
Mixing – Mastering : Kardamsharma Joshi
Recorded : Melodious Junction Audio Recording Studio
Video : Chhabikruti Photo & Film

પૂજ્ય બાપજી દાદાની સ્તવના:
મારાં મનમાં તમે, ભીતરમાં તમે, તમે બહુ ગમતા, તમે મનગમતા… મારા હૃદયે તમે, અંતરમાં તમે, તમે બહુ ગમતા, તમે મનગમતા…
ગુરૂ સાર કરે, ગુરૂ પ્યાર કરે, ગુરૂ તારે ભવથી પાર કરે… ગુરૂ માત બનીને વ્હાલ કરે, ગુરૂ તાત બની સંભાળ કરે… (ર)
ગુરૂ ભેદ-ભરમને દૂર કરે, ગુરૂ પાપ-તાપ-સંતાપ હરે… ગુરૂના શ્રી ચરણ સંસારે શરણ, ગુરૂ નામે પાપી ભવથી તરે… (3)
ગુરૂ સંત તમે ગુણવંત તમે, ગુરૂ કરતા ભવનો અંત તમે… ગુરૂ કંત તમે, ભગવંત તમે, ગુરૂ જય જય હો જયવંત તમે… (૪)
ગુરૂ વીરના વારસદાર તમે, ગુરૂ ગૌતમના અવતાર તમે… ગુરૂ જીવનનો ધબકાર તમે, ગુરૂ ભીતરનો શણગાર તમે… (૫)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *