Prabhu Ni Krupa Thi Guru Yog | Prashant Shah ( Dikubhai ) | Guru Geet
પ્રભુની કૃપાથી ગુરુ યોગ ….
જેમની કૃપાથી પ્રભુનો યોગ થાય છે
એવા સદગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી સિધ્ધિસુરિ દાદા ( બાપજી મ.સા. )
તથા ભક્તિયોગાચાર્ય શ્રી યશોવિજયસુરિ ભગવંત નાં ચરણો માં પ્રસ્તુત ભક્તિગાનનું સાદર સમર્પણમ્
સ્વર: પ્રશાંતભાઈ (ડીકુ)
રચના: પ્રશાંતભાઈ (ડીકુ)
Music: Hardik Pasad
Video: Bhavi creation
Special Thanks:
P. P. Prashamrativijayji M.Sa. Sachin Limay
Parampath Prashantbhai
Divya vision – Mit Shah
Siddhi Pariwar
પ્રભુની ક્રિપાથી ગુરુ યોગ થાય,
ગુરુની ક્રિપાથી પ્રભુ યોગ થાય,-2 ગુરુ છત્ર છાયા છે શ્રી સંઘની-2
ગુરુ મા ખરેખર જીવન ને ઘડે…પ્રભુની ક્રિપાથી ગુરુ યોગ થાય,
ગુરુની ક્રિપાથી પ્રભુ યોગ થાય…
ગુરુ મા તો ગુણોની સુવાસ છે ને,
ગુરુ મારા હૈયાના ધબકાર છે,
ગુરુ તારું શરણું જે કોઈ સ્વીકારે,
ભવથી તું એને પાર ઉતારે,
કરે સહુનું માવજત બનીને માતા-2, કરે ગુણનું સિંચન બનીને પિતા…. ગુરુ છત્ર છાયા છે શ્રી સંઘની-2
ગુરુ મા ખરેખર જીવન ને ઘડે…પ્રભુની ક્રિપાથી ગુરુ યોગ થાય,
ગુરુની ક્રિપાથી પ્રભુ યોગ થાય…
પ્રભુ વીરના વારસામાં જે જે મળ્યું,
તે જ્ઞાનની ગંગા વહાવે ગુરુવર,
શાસન રાગ જગાવે સૌ હૈયેને,
સંસાર રાગ મીટાવે એ પ્રેમે,
રહે મારું જીવન ગુરુને સમર્પણ,-2
ગુરુ તારા ચરણે જીવન અર્પણ,
ગુરુ છત્ર છાયા છે શ્રી સંઘની-2
ગુરુ મા ખરેખર જીવન ને ઘડે…પ્રભુની ક્રિપાથી ગુરુ યોગ થાય,
ગુરુની ક્રિપાથી પ્રભુ યોગ થાય…
દોષો દૂર કરવા કઠોર રહે,
પણ એના મનમાં તો કરુણા વહે,
આત્મગુણોની સંભાળ લે એ,
ને રત્નત્રયીની સાધના કરાવે,
તમે છો ગુરુવર,પ્રભુની સમાન-2,
તારી કૃપાથી બનશું પ્રભુની સમાન, ગુરુ છત્ર છાયા છે શ્રી સંઘની-2
ગુરુ મા ખરેખર જીવન ને ઘડે…
ગુરુના શરણમાં થાયે આત્મસિદ્ધિ,
ગુરુના ચરણમાં વસે સર્વસિદ્ધિ, પ્રભુની ક્રિપાથી ગુરુ યોગ થાય,
ગુરુની ક્રિપાથી પ્રભુ યોગ થાય…
ગુરુની ક્રિપાથી પ્રભુ યોગ થાય…ગુરુની ક્રિપાથી પ્રભુ યોગ થાય…