Yasho Tirth has been created with the intention of supporting Sadhana and spiritual practices. It provides a conducive environment for monks, nuns, and spiritual seekers to engage in silence, solitude, and deep introspection. This space aims to enhance their inner connection and aligns with the vision of Bhaktiyogacharya Yashovijay Suriji.


શ્રી વિજયભદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત
શ્રી ઊર્જાતીર્થ – સાધના સંકુલ
શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ચતુર્મુખ જિનપ્રાસાદ
શ્રી ભીલડિયાજી તીર્થોધ્ધારક, યુગમહર્ષિ દાદાગુરુદેવ પૂજ્યપાદ આ.ભ.શ્રીમદ્ વિજય ભદ્રસૂરિ મહારાજાને શ્રી ભીલડિયાજી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અત્યંત પ્રીતિભક્તિ હતા. અને તેથી જ વિ.સં.૨૦૩૨ (ઈ.સ.૧૯૭૬)માં દાદાગુરુદેવના ૧૦૩મા વર્ષના મંગળ પ્રારંભે દાદાગુરુદેવની હયાતીમાં જ પૂજ્યપાદ ગુરુદેવ આ.ભ.ૐકારસૂરિ મહારાજા અને પૂજય મુનિરાજશ્રી જયાનંદવિજયજી મહારાજાની પ્રેરણાથી શ્રી ભીલડિયાજી તીર્થસંકુલ સમીપે જ ગુરુભક્તો દ્વારા અહીં શ્રી વિજયભદ્ર સાધનાસંકુલની સ્થાપના કરવામાં આવેલ…
શ્રી ભીલડિયાજી પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ અર્થે પધારતા ભક્તોની ભક્તિ અર્થે વિશાળ ધર્મશાળા, ભાતીખાતું, ઉપાશ્રય, જ્ઞાનમંદિર આદિ નિર્માણ પામેલ.. વિ.સં.૨૦૩૬ (ઈ.સ.૧૯૭૯), ફાગણ સુદ-૧૧ના શુભ દિને પૂજયપાદ ગુરુદેવ આ.ભ.ૐકારસૂરિ મહારાજાની પાવન નિશ્રામાં સંકુલનું ઉદ્ઘાટન થયેલ…
ત્યારબાદ તો અનેક ગુરુભગવંતોની વારંવાર અહીં સ્થિરતા થતી રહી અને સાથે સાથે અનેક દીક્ષા ઉત્સવો, ઉપધાન, નવપદ ઓળી આદિ મહોત્સવો થવાથી શ્રી વિજયભદ્ર સાધનાસંકુલ ધર્મઉધાન થઈ ગયું. સમયાંતરે અહીં જિનમંદિર નિર્માણના સંકેતો થયા.
પૂજ્યપાદ દાદાગુરુદેવ આ.ભ.ભદ્રસૂરિ મહારાજાને સંસારીપણામાં દીક્ષાના ભાવોની વૃધ્ધિ કરાવનાર રાધનપુરમંડન શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે પણ ઘણી પ્રીતિ-ભક્તિ હતા. તેથી તેની સ્મૃતિ અર્થે વિ.સં.૨૦૫૬ (ઈ.સ.૨૦૦૦)માં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ચતુર્મુખ જિનાલયનો નિર્ણય લેવાયો, અને દેવવિમાનતુલ્ય જિનાલયના કાર્યનો શુભારંભ થયો.
શ્રી વિજયભદ્ર સાધનાસંકુલ જીર્ણ થતાં વિ.સં. ૨૦૭૨ (ઈ.સ.૨૦૧૬)માં તેના નૂતનીકરણનો પ્રારંભ થયો.. અનેક ગુરુભક્તોએ સ્વયં ગુરુભક્તિથી પ્રેરાઈને લાભ લીધા અને વિશાળ શ્રાવક ઉપાશ્રય, શ્રમણીવિહાર, ચતુર્વિધસંઘ ભક્તિભવન, અનુષ્ઠાન ભવન, તીર્થ પેઢી, યાત્રિકભવન, જ્ઞાનમંદિર અને સંગ્રહાલય (મ્યુઝીયમ) નિર્માણ પામ્યા છે.
વિ.સં.૨૦૭૫, ચૈત્ર વદિ ૯ (તા.૨૮-૪-૨૦૧૯)ના શુભ દિને ભક્તિયોગાચાર્ય આ.ભ. યશોવિજયસૂરિ મહારાજા, આ.ભ.મુનિચંદ્રસૂરિ મહારાજા, આ. ભ. રાજપુણ્યસૂરિ મહારાજા, આ.ભ.ભાગ્યેશવિજયસૂરિ મહારાજા આદિ વિશાળ સમુદાયની પાવનનિશ્રામાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુ આદિ પરમાત્માની અંજનશલાકા, પ્રતિષ્ઠા ખૂબ ઉમંગે થઈ… સાથે સાથે નૂતન શ્રી વિજયભદ્ર સાધનાસંકુલનું ઉદ્ઘાટન થયું.
પૂજયપાદ સંઘસ્થવિર આ.ભ.સિદ્ધિસૂરિ મહારાજા (બાપજી મહારાજ)ની પાટપરંપરામાં બિરાજમાન પૂજયપાદ આ.ભ. ભદ્રસૂરિ મહારાજા, પૂજયપાદ આ.ભ.ૐકારસૂરિ મહારાજા અને પૂજયપાદ આ.ભ.અરવિંદસૂરિ મહારાજાની પાવન ઊર્જાથી આ ભૂમિ પવિત્ર થયેલ હોવાથી પૂજયપાદ ગુરુદેવ આ.ભ.યશોવિજયસૂરિજી ભગવંતે શ્રી વિજયભદ્ર સાધનાસંકુલને ઊર્જાતીર્થ ની ઉપમા આપી ત્યારથી આ સંકુલ ઊર્જાતીર્થના નામથી પ્રસિધ્ધિને પામ્યું છે. ઊર્જાવંત મહાપુરુષ ચારેય ગુરુભગવંતોની પાવનસ્મૃતિમાં ચાર ગુરુમંદિરના પણ નિર્માણ થયા છે.
સમયાંતરે વિ.સં. ૨૦૭૭ (ઈ.સ.૨૦૨૧)માં ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિ આદિ ૨૦૦ થી અધિક શ્રમણ શ્રમણી ભગવંતોનું ચાતુર્માસ આ ભૂમિ પર થયું. ચાતુર્માસ બાદ સં.૨૦૭૮ના કા.વદ ૩ (૨૨-૧૧-૨૦૨૧)ના શુભ દિને ધ્યાન મંદિરમાં પંચધાતુમય, કાયોત્સર્ગસ્થિત શ્રી વર્ધમાનસ્વામીની અંજનશલાકા-પ્રતિષ્ઠા ભાવોલ્લાસ પૂર્વક સંપન્ન થઈ.
શુભં ભવતુ શ્રી સંઘસ્ય
Sign in to your account