પૂજ્યપાદ પંન્યાસ પ્રવર ગુરુદેવ ચન્દ્રશેખર મ.સા.
પૂજ્યપાદ પંન્યાસ પ્રવર ગુરુદેવ ચન્દ્રશેખરવિજય મ.સા. ની નસો માં શાસન ભક્તિ દોડતી હતી. એમના હૃદયમાં પુરી સૃષ્ટિ પ્રત્યેનો પ્રેમ હતો. અને એમની આંખોમાં મૂંગ પશુઓ માટેની કરૂણા હતી. કે સદ્ગુરુ આપણી વચ્ચે આવે છે અવતાર ધારણ કરે છે. પણ જતાં નથી, જઈ શકતા નથી. તેરમી પુણ્યતિથી તમે કોને કહો છો. શરીરની….
સાહેબ તો અમર છે. સદ્ગુરુનો પાર્થિવ દેહ અગ્નિને સમર્પિત થયો. પણ એમના પાવન દેહમાંથી જે ઉર્જા નીકળતી હતી. એ ઉર્જા અત્યારે પણ ચાલુ છે.
અમે લોકો તો એ ઉર્જાને ગમે ત્યાં બેઠા હોઈએ અને પકડી શકીએ. પણ તમે અમદાવાદ તપોવનમાં જાવ અને સાહેબના સમાધિ તીર્થમાં બેસો તમને અચૂક અનુભવ થાય કે સાહેબ તો આ રહ્યા.
પં. શ્રી ચંદ્રશેખ૨વિજયાજિ મહારાજાની 13મી પુણ્યતિથિએ ₹13 કરોડનું જીવદયા ક્ષેત્રે અર્પણોત્સવ …
પાવન નિશ્રા : ભક્તિયોગાચાર્ય શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજા
વર્ધમાન સંસ્કાર ધામ દ્વારા 2024 જીવદયા અભિયાન હેઠળ 27,027 જીવોને કતલખાને જતા બચાવ્યા
આયોજન : વર્ધમાન સંસ્કાર ધામ (Munisuwrat Swami Jain Derasar, Navroji Lane, Ghatkopar west)