Prabhu Veer Ni Sadhna – Vachana 08

20 Views
17 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : નિરાશ્રય

મનને એવો કોઈ આશ્રય આપવો નથી જેનાથી તે વિભાવોમાં સરી શકે / સક્રિય બને. ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં જવાનું થાય, એટલે મન સક્રિય બને. તમારો અહંકાર પ્રદીપ્ત બને એટલે મન સક્રિય બને.

इहैव मोक्ष: सुविहितानाम्. સિદ્ધશિલા પર જવું – તે મોક્ષ નથી. મોક્ષ એટલે સ્વરૂપસ્થિતિ. રાગ, દ્વેષ, અહંકાર વગેરે વિભાવોનો આત્યંતિક ક્ષય એટલે મોક્ષ. આવો મોક્ષ ખરેખર ગમ્યો છે?!

ઉપયોગને સતત સ્વરૂપદશામાં રાખવા માટેના ત્રણ ચરણો. શરૂઆતમાં તમે કોઈ પણ ઘટનાનું સારું પાસું જોતા થાઓ છો. એથી આગળ જતાં ઘટનાઓથી અપ્રભાવિતતા આવે છે. અને પછી भावित परमानन्द: क्वचिदपि न मनो नियोजयति।

પ્રભુ વીર ની સાધનાવેસુ (સુરત) ચાતુર્માસ વાચના – ૦

ત્રિલોકેશ્વર અખિલ બ્રહ્માંડેશ્વર પરમાત્મા મહાવીરદેવની સાડાબાર વર્ષની સાધના કથા

પહેલું જ સૂત્ર પ્રભુની અસંગ યાત્રાનું છે “બહુળા પ્ભઈએ રિગીટ્ઠા”. પ્રભુએ દીક્ષા લીધી અને તરત જ એમની અસંગયાત્રા ચાલુ થઈ. હકીકતમાં મનથી અસંગયાત્રા ચાલુ જ હતી. બહારની અસંગયાત્રા આજે ચાલુ થઈ. જન્મથી જ પ્રભુ ઉદાસીનદશામાં છે. કોઈપણ ક્રિયા થઈ એ ક્રિયાની અંદર એ વૈભાવિક ક્રિયામાં પ્રભુનું મન ભળેલું ન હતું. લગ્ન પણ થયા, રાજ્યાભિષેક પણ થયો એ બધી જ ક્રિયાઓ બહારના સ્તર પર થઈ રહી હતી. પ્રભુ એ વખતે પણ અસંગ હતા. બહારની અસંગયાત્રા તો આપણા માટે એક પ્રતિકરૂપે છે કે જે ક્ષણે દીક્ષા થઈ બધું જ છૂટી ગયું. હકીકતમાં પ્રભુએ આ પૃથ્વીલોક પર જન્મ લીધો ત્યારથી જ બધું છૂટી ગયેલું હતું. આવી અસંગયાત્રા કેવી રીતે મળે? તિર્થંકરત્વનો ઉદય એ ઔદયીક ઘટના છે અને એટલે એની ઈચ્છા હોય પણ ખરી આપણને, ન પણ હોય. પરંતુ આ અસંગયાત્રા તો મેળવવી જ છે. કઈ રીતે મળે? તમે અસંગ બની શકો, તમારી એવી જન્માંતરીય સાધના હોય તો. નહીંતર સદ્દગુરુ તમને અસંગ બનાવે. સદ્દગુરુને કોરો ચેક સોંપી દો. બધું જ સદ્દગુરુ કરી આપે. નિરાશ્રયમ્, મન:સામયિકમ સ્મૃતિમ્ મન નિરાશ્રય જોઈએ. એવો એકપણ આશ્રય મનને નથી જોઈતો કે જેના કારણે મન વિભાવોમાં સરે. મનને નિરાશ્રય બનાવવું છે મન સક્રિય કઈ-કઈ રીતે થાય છે. ભૂતકાળ અને ભવિષ્યકાળમાં જવાનું થાય અને મન સક્રિય બને. તમારો અહંકાર પ્રદીપ્ત બને અને મન સક્રિય બને. ધારોકે, તમે મનને નિરાશ્રય નથી કરી શકતા, અસંગ નથી કરી શકતા, સદ્દગુરુને કહી દો.

એક સવાલ પૂછું! કેટલીવાર સદ્દગુરુના ચરણોમાં પડીને ધ્રુસકે-ધ્રુસકે રડતા કહ્યું કે ‘ગુરુદેવ આપના ચરણોમાં આવ્યો છું અને છતાં સાધના પ્રદિપ્ત થતી નથી મારે શરમાવાનું કે તમારે શરમાવાનું?’ તમે જો સમર્પિત છો તો સદ્દગુરુ પ્રતિબદ્ધ છે. તમે પ્રભુની આજ્ઞાને જે સદ્દગુરુ દ્વારા તમારી પાસે આવે છે એને સમર્પિત છો તો સદ્દગુરુ તમને સાધનાના શિખર ઉપર પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. અમે તૈયાર! તમે તૈયાર? એ પ્રભુની આજ્ઞાના સંમોહનથી સંસાર છૂટી ગયો. પ્રભુની ચાદર મળી એ પ્રભુની આજ્ઞા પરની સમર્પિતતાનું વાત કરું છું. એ તો હોય જ અને એ જો સમર્પિતતા તમારી પાસે છે કોરો ચેક આવી ગયો અમારી પાસે. સદ્દગુરુ તૈયાર.

જાપાનનો સમ્રાટ. સદ્દગુરુ પાસે આવ્યો. સદ્દગુરુના ચરણોમાં ઝૂક્યો. ગુરુએ એ વખતે પૂછ્યું કે ‘તું ભીતરથી ઝૂક્યો કે બહારથી ઝૂક્યો’? સમ્રાટ કહે છે કે ‘ગુરુદેવ હું તો નીપટ અજ્ઞાની માણસ છું ભીતરથી ઝૂક્યો કે બહારથી ઝૂક્યો આપ જ કહી શકો’. સદ્દગુરુ face reading ના master છે. તમારે તમારી સાધના ક્યાં પહોંચી એ કહેવાની જરૂર ક્યારે પણ હોતી નથી. સદ્દગુરુ તમારા ચહેરાને જોઈને તમારી સાધનાનું અત્યારનું stand point નક્કી કરે છે અને આ જ જન્મના છેવાડા સુધીમાં તમને ક્યાં સુધી પહોંચાડી શકાય એમ છે એ પણ નક્કી કરે છે.

એક સાધક મારી પાસે આવ્યો અને એણે જીવન સમર્પિત કર્યું. હું એના ચહેરાને જોઈને એની એ વખતની સાધનાનું અનુમાન કરું છું અને એણે આ જન્મના છેવાડા સુધીમાં ક્યાં સુધી પહોંચાડી શકાય એમ છે એ પણ નક્કી કરું છું અને એ પછી જ્યાં સુધી એ પહોંચી શકે એમ છે ત્યાં સુધી પહોંચાડવાની જવાબદારી સદ્દગુરુ ચેતનાની છે. એવી સદ્દગુરુ ચેતનાઓ અતીતની યાત્રામાં આપણને મળી એ આપણને મોક્ષ સુધી પહોંચાડવા માટે committed હતી પણ આપડે એમના ચરણોમાં સમર્પિત ન થઈ શક્યા.

પંચસૂત્રમાં પૂજ્યપાદ હરિભદ્રસૂરિ મહારાજે સ્પષ્ટ કહ્યું “આયવો ગુરુ બહુમાં” જે ક્ષણે તમે સદ્દગુરુના ચરણોમાં ઝૂકી ગયા સદ્દગુરુ કહી દેશે leg box તને આપું. જેવું ચૂક્યા આપડે અગણિત જન્મોની અતીતની યાત્રામાં કેટલીવાર પ્રભુ શાસન મળ્યું. કેટલીવાર! આ પ્રભુની પ્યારી-પ્યારી ચાદર મળી. મારો અને તમારો સંસાર ચાલુ કેમ રહ્યો? સદ્દગુરુ તૈયાર હતા મોક્ષમાં લઈ જવા માટે, આપડે તૈયાર ન હતા. શું કરવાનું હતું? કોઈ માસક્ષમણની વાત ન હતી, કોઈ સોળભથ્થાની વાત ન હતી. માત્ર શરણાગતિની વાત હતી. સમર્પણ.

ઘણા લોકો મને કહે સાહેબ તમે તો હસતા-હસતા વાતો કરો છો સમર્પિત થઈ જવું એ કંઈ સહેલી ઘટના છે? બધું જ ગુરુને સોંપી દેવાનું? ત્યારે હું પૂછું, છે શું તમારી પાસે? એ તો કહો. શું છે તમારી પાસે?

એક ગંદુ શરીર છે, એક ગંદુ મન છે. તમારી માલિકીયત તમે જેના ઉપર માલુમ છો એ શું છે? પરસેવો સતત વહાવતું શરીર અને રાગ દ્વેષથી ઉભરાતું મન. એ શરીર અને એ મન તમે સદ્દગુરુને સોંપો. સદ્દગુરુ સામે મોક્ષ આપે. અત્યાર સુધી એ શરીર અને એ મન પરની માલકીયત રાખી પરિણામે નરક અને નિગોદમાં સફરો કર્યા જ કરી. What’s your choice? શું જોઈએ છે તમારે?  ખરેખર! મોક્ષ ગમ્યો છે? મોક્ષ એટલે શું? સિદ્ધશીલા ઉપર જવું એનું નામ મોક્ષ નથી. એ તો આપણે જઈ આવ્યા એકેન્દ્રિયના રૂપમાં ઘણીવાર. મોક્ષ એટલે શું? મોક્ષ એટલે સ્વરૂપ સ્થિતિ. રાગ-દ્વેષ-અહંકાર આદિ વિભાવોનો અત્યાંદીક ક્ષય. તમારી સ્વરૂપદશા તમને ગમે છે? ક્રોધ ગમે કે ક્ષમા ગમે. બોલો? ઘણા તો મને પણ કહે હો, સાહેબ થોડો ગુસ્સો તો રાખવો જ પડે. મને સમજાવે. શું ગમે ? સ્વભાવદશા કે વિભાવદશા? ખરેખર મોક્ષ ગમે છે? તો આ જન્મની અંદર જેટલો મોક્ષ મળે છે એના માટે તૈયાર ખરા?

એક ભાઈ મને મળ્યા. સીમંધરદાદાની મૂર્તિ અને એ ભાઈ સ્તવના કરતા હતા “આઠ વર્ષની નાની વયમાં પ્રભુ આવતા જન્મમાં તારી પાસે આવું મહાવિદેહમાં આઠ વર્ષની વયમાં દીક્ષા લઉં તારા હાથે અને જલ્દીમાં જલ્દી કેવળજ્ઞાન પામી જાવ”. એ ભાઈ બહાર નીકળ્યા. હું પણ બહાર નીકળ્યો. મેં એમને પૂછ્યું કે આવતા જન્મનું planning તો તમારું બહુ સારું છે future planning બહુ સારું છે. આ જન્મનું શું? મને કહે કે આ જન્મમાં કાંઈ નહીં. દીક્ષાય નહીં કાંઈ નહીં. મેં કહ્યું કે કેમ એમ? મને કહે હું wholesaleનો વેપારી છું તમારી પાસે દીક્ષા લઉં તમે કેવલજ્ઞાન આપશો મને? મારે તો દીક્ષા, કેવળજ્ઞાન, મોક્ષ બધું સાથે જોઈએ છે. તમારે આવું નથી ને? સ્વરૂપદશા તમને ગમી છે જીવન મોક્ષ અહીંયા તમને મળે છે એના માટે તૈયાર છો?

પ્રશમરતી કેટલાયે કંઠસ્થ કરી? એ પ્રશમરતીમાં જ્યારે આવ્યું “એ ગૈવ મોક્ષ: સુવિહિતાનામ, એ ગૈવ મોક્ષ: સુવિહિતાનામ”. મહાવિદેહમાં નહીં, બીજા કાળમાં નહીં આ કાળમાં ભરતક્ષેત્રમાં મોક્ષ છે અને કહેનાર ઉમાસ્વાતી ભગવાન પૂર્વધર મહાત્મા છે. તમે એ વખતે નાચ્યા હતા? કૂદયા હતા ? ‘એ ગૈવ મોક્ષ:  સુવિહિતાનામ’. અહીંયા જ મોક્ષ અને એ મોક્ષ આપવા તૈયાર છે ઉમાસ્વાતી ભગવાન. મહોપાધ્યાય યશોવિજય મહારાજ પણ આ મોક્ષ આપવા તૈયાર છે. એમને તો સ્પષ્ટ કહ્યું ઉપાધ્યાયજી ભગવંતે કે ‘એક વર્ષનો નિશ્ચય દીક્ષા પર્યાય થયો જીવન મુક્તદશા તમને મળી જ જાય’. જકાર સાથે કહે છે. ‘રાવણને વશ પર્યાય’ અને એ મુક્તિ કેવી હોય એની પણ વાત કરી કે એ મોક્ષની અંદર સતત આત્મ તત્વને વિશે જાગૃતિ હોય છે: ‘જાગૃત ત્યાં આત્મની તે નિત્ય, બહિર્વ ભાવે શું શેરતી, ઉદાસતે પર દ્રવ્યે, પ્રિયંતે સ્વ ગુણમ’ આત્મદ્રવ્યમાં તમે સતત હોવ પરભાવમાં તમારી સુશુક્તિ હોય, પર પદાર્થોને સંયમની સાધના માટે જરૂરી છે એ વાપરવા પડે ત્યાં પણ ઉદાસીનદશા છે. આટલી સાધના તમારી થઈ મોક્ષ તમને મળી ગયો છે. અહીંયા આ જન્મમાં તમે તમારા ઉપયોગને સતત આત્મદશામાં રાખી શકો છો. આ મોક્ષ. એ મોક્ષ જોઈએ છે? કે પેલા ભાઈએ કહ્યું તેમ wholesaleમાં. તમે મોટા માણસો કહેવાવ ને? નાનું-નાનું તમારે કાંઈ ચાલે એમ. આ સ્વરૂપદશા. અહીંયા તમને મળે એમ છે કરવાનું શું છે? ઉપયોગને પરમાથી સ્વમાં લેવાનો, કરવાનું શું છે? ઉપયોગને પરમાંથી સ્વમા લેવાનો છે.

હમણાંની શિબિરોમાં મેં આજ વાત કીધેલી કે ઉપયોગને પરમાંથી સ્વમાં ફેરવવો. એના માટે મેં માત્ર મનને પકડ્યું કે મન સતત પરમાં જાય છે તો એને સ્વમા કેમ લઈ જવું. એના માટે મેં ત્રણ ચરણો આપ્યા:

પહેલું ચરણ મનને સહેજ બદલો. મનને પૂરેપૂરું બદલી નાખવું છે તો શરૂઆત ધીરેથી કરવી પડશે મનને બદલો. સૌથી પહેલા મનને positive કરો જે મન સતત negativityમાં ઘૂમી રહ્યું છે એને positivityમાં લાવવું છે positive?. દરેક ઘટનામાં કંઈક સારું હોય જ અને એ સારાને પકડી લેવું છે.

બીજા ચરણમાં ઘટનાથી અપ્રભાવિત બનવું છે એટલે કે મનનો પ્રભાવ લગભગ ઓછો થઈ જશે.

  ત્રીજા ચરણમાં તમે આનંદથી એટલા બધા ભરાઈ જાવ કે તમારે વિચાર કરવાનો રહેજ નહીં એ 

વાત યોગશાસ્ત્રના બારમાં પ્રકાશમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે કરી.

“ભાવિત પરમાનંદ: વચિતપી મનવું નંદનિયોગે,

અવઉદાસીન્ય નિમગ્ન: પ્રયત્ન પરીવર્જિત: સતત માતમાં”

“ભાવિત પરમાનંદ: વચિતપી મનવું નંદનિયોગે,

ઉદાસીનભાવમાં તમે ડૂબી ગયા. પરમઆનંદની ક્ષણોમાં તમે ડૂબેલા છો ત્યાં મનનો ઉપયોગ જ નથી. ભૂત અને ભવિષ્યમાં જવું છે તો મનનો ઉપયોગ, અહંકારને પ્રદીપ્ત કરવું છે મનનો ઉપયોગ, બીજા મને recognized કરે આ વાત મનમાં આવી તો પણ મનનો ઉપયોગ. પણ કુદરતી રીતે તમારા જ આનંદથી તમે ભરાઈ ગયા છો. તમારું અસ્તિત્વ આનંદથી પૂર્ણ બની ગયું છે. હવે વિચાર ત્યાંકને રહેતો જ નથી. અમારા લોકોની સ્થિતિ આ હોય છે પૂર્ણ આનંદમાં બેઠેલા હોઈએ, વિચારોની કોઈ આવશ્યકતા નથી. 

તમે રામકૃષ્ણ પરમહંસના ખાલી ફોટાને જુઓ તમને લાગશે કે પરમ ઉદાસીનદશા એમના ચહેરા ઉપર હતી. એ જ પરમહંસ મોટા hallમાં- આટલા મોટા hallમાં પલંગ પર બેઠેલા હોય. ૧૦૦-૧૫૦-૨૦૦ માણસ એમના દર્શન માટે આવેલું છે સામે બધા બેઠેલા છે. પરમહંસ પોતે પોતાની ભીતર ડૂબેલા છે. કોઈ નજીક આવે, કોઈ સવાલ પૂછે બહાર આવે એનો ઉત્તર આપે પાછા અંદર જતા રહે. એ પરમઆનંદની દશા પરમ ઉદાસીનદશા. તો આ દશા તમે મેળવો. બરોબર. નથી મેળવી શકતા પણ એની ઝંખના તમારી પાસે છે તો પણ ઘણું છે. એક માત્ર ઝંખના છે તો સદ્દગુરુ તમને ત્યાં લઈ જશે.

ગુરુ જાપાનના સમ્રાટને પૂછે છે તું ઝૂક્યો પણ ભીતરથી ઝૂક્યો કે બહારથી. તો સમ્રાટ કહે છે કે ગુરુદેવ હું તો નીપટ-અજ્ઞાની માણસ છું મને ખ્યાલ ક્યાંથી આવે આપ જ કહી શકો. એ સદ્દગુરુ સમ્રાટના મોઢા ઉપર જોઈને કહી શકે એમ છે પણ ઘણીવાર સદ્દગુરુની ઈચ્છા હોય છે કે એક દ્રષ્ટાંતમાંથી ઘણા બધાને બોધ મળે. ગુરુએ કહ્યું કે એક કામ કર. એક પરીક્ષા તારી કરું પછી તું તને કહું કે તું ભીતરથી ઝૂક્યો હતો કે બહારથી. તારે જૂતાને હાથમાં ઉપાડવાના, એ જૂતાથી કપાળને કૂટવાનું, અહીંથી તારા રાજમહેલ સુધી જવાનું, રાજમહેલને આટો મારી પાછુ અહીંયા આવવાનું. લગભગ પાંચેક કિલોમીટરનું અંતર થાય. પગમાંથી જૂતા કાઢવાના હાથમાં રાખવાના જૂતાથી કપાળ કૂટવાનું અને આ રીતે ચાલીને મારી પાસે આવ પછી હું નક્કી કરું. એ સમ્રાટ જે મહેલમાં જાય તો પણ રત્નમય મોજડી પહેરેલી હોય અને red carpet નીચે હોય. એ સમ્રાટ, જે સોનાના રથમાં જ ફરતો હોય, એ સમ્રાટ ગુરુની આજ્ઞાથી હાથમાં જૂતા લઈ કપાળમાં જુતાને કૂટતો નીકળે છે. મંત્રીઓને સમાચાર મળ્યા. રાજાનો સોનાનો રથ લઈ પાછળ એ લોકો આવ્યા. મહારાજ ક્યાં જવું છે? બેસી જાવ રથમાં. રાજા સાંભળતો નથી એમને એમ ચાલ્યા કરે છે. નાના છોકરાઓ બૂમ મારે છે. રાજા ગાંડો થઈ ગયો. પાંચ કિલોમીટર ફરીને ગુરુની પાસે સમ્રાટ આવ્યો. કપાળમાંથી લોહી ઝરે છે. ચહેરા ઉપર અહોભાવનો, બહુમાન ભાવનો ભાવ છે. ગુરુના ચરણોમાં ઝૂક્યો કે ગુરુદેવ આપે બહુ કૃપા કરી. અત્યાર સુધી હું માનતો હતો કે હું ભીતરથી ઝૂકું છું પણ આજે મને ખ્યાલ આવી ગયો કે હું આપને ભીતરથી ઝૂક્યો નથી. સમ્રાટને ખ્યાલ છે કે ભીતરથી ઝૂક્વું એટલે શું? ગુરુની આજ્ઞાનું સંપૂર્ણ તયા પાલન કરે છે. ગુરુદેવ આપણી આજ્ઞા જે બહુમાનપૂર્વક પળાવી જોઈએ એ બહુમાનપૂર્વક પળાઈ નથી. છોકરાઓ જ્યારે ચીસો પાડતા, રાજા ગાંડો થયો એમ કહેતા એ વખતે મારા મનમાં થતું કે ગુરુએ આવી પરીક્ષા કેમ કરી? એટલે આપના પ્રત્યે સહેજ મનમાં અસદ્દભાવ મારા મનમાં પેદા થયો. ગુરુદેવ આપણી આજ્ઞાને બહુમાનપૂર્વક પાળી નથી, આપણા પ્રત્યે સંપૂર્ણ બહુમાન ભાવ રહ્યો નથી માટે હું ભીતરથી ઝૂક્યો નથી.

આપણે કઈ રીતે ઝૂક્યા છે? દ્વાદશાવર્ત વંદન કરી લીધું પછી ગુરુની આજ્ઞા આવે તો. સાહેબ આતો મને નહીં ફાવે. એક ગુરુ હતા. એકવાર એમને પગે બહુ દુ:ખવા આવ્યું તો એમને શિષ્યને કહ્યું કે મારા પગ ઉપર તું ચડી જા અને જોરથી ખૂદ. હાથથી તું દબાવીશ તો દુ:ખાવો જાય એમ નથી. પગથી પગને ખૂદ અને એ વખતે શિષ્ય કહે છે ‘ગુરુદેવ આપના પગ ઉપર મારો પગ? આપના આસનને મારો પગ અડે તોય મને પ્રાયશ્ચિત આવે આપના પગને મારો પગ.’ ગુરુ હસ્યા. ગુરુ કહે ‘હરામખોર મારી જીભ ઉપર તો પગ મૂક્યો. હવે પગ ઉપર પગ મૂકવામાં તને શું વાંધો છે’? ગુરુની આજ્ઞા થાય અને આપડે ન નું નચ કરીએ એટલે શું થયું? ગુરુની જીભ ઉપર આપડે પગ મુક્યો. 

મનને નિસંગ, નિરાભાસ, નિરાકાર, નિરાશ્રય અને પુણ્ય પાપ વિનિર્મુક્ત બનાવીએ ત્યારે એ મન સામાયિક બને. આપડે મનને એકપણ તબક્કા ઉપર મૂકવા માટે મહેનત નથી કરતા પણ આજે મે કોરો ચેક તમને આપ્યો મેં લીધો એમ નહીં. કે તમારી ઈચ્છા થઈ તો અમે લોકો મહેનત કરશું તમારે મહેનત નહીં કરવાની. ઈચ્છા તમારી કામ અમારું. Result તમને મળશે. તૈયાર. યોગપ્રદીપકાર કહે છે કે આવું મન થાય તો જ એ નિશ્ચય સામાયિક. એક વર્ષના નિશ્ચય સામાયિકે જીવન મુક્તદશા મળે એ નિશ્ચય સામયિક આ. તો મનને નિસંગ બનાવ્યું છે? નિરાભાસ.

સ્મૃતિ પણ જેમાં પણ ન હોય એવું બનાવ્યું છે? નિરાકાર.

જેમાં એકપણ વિકલ્પ નથી એવું મન બનાવ્યું છે? નિરાશ્રય.  વિભાવમાં જવાનું એકપણ આશ્રય ખુલ્લો ન હોય એવું મન બનાવ્યું છે? નથી બનાવ્યું? બનાવવું છે? ઈચ્છા છે? અમારા લોકોનું કામ એક જ છે તમારા મનમાં ઈચ્છા જગાડવાનું. અમે લોકો સપનાને વહેણનારા માણસો છે. તમારા મનમાં સપનાના બીજ મૂકવા છે. કદાચ એ સ્વપ્ન અંકુરીત થાય, પુષ્પીત અને ફલિત થાય અને તમારા મનમાં પણ થઈ જાય કે આવા પૂર્વના મુનિ જેવા મુનિ મારે બનવું છે. બધા મુનિઓને પૂછો મનમાં ઈચ્છા શું હોય? Roll model કોણ? Roll model કોણ તમારું? રત્નસુંદરસૂરી મહારાજા જેવા બની જાવ. આમ લોકો આપડી પાસે દોડતા આવે. લોકો  દોડે એટલે મોક્ષ મળી જાય. (હું આપની પાછળ દોડું છું) પણ આ બધાની વાત કરોને. આજે ચકાસજો. આવી ઈચ્છા તમને થઈ છે? જો એ ઈચ્છા થઈ હોય તો ઈચ્છા પ્રમાણેનું સામાયિક આપવા અમે તૈયાર. તૈયાર ને આ બાજુ?

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *