Shree Navpad Dhyan Surat Vachana – 39

8 Views
18 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : તિહાં વસે છે મુજ સાહિબો

અરિહંત પ્રભુનું ધ્યાન એવી રીતે કરવાનું છે કે પ્રભુ સાથે આપણી ચેતના એકાકાર થઇ જાય. મારા હૃદયની અંદર જ જો હું મહાવિદેહ ખડો કરું અને મારી અંદર જ વિજય નામનો પ્રદેશ અને પુંડરીકગિરિ આદિ નગરીઓ આવી જાય, તો પ્રભુને ત્યાં આવવું જ પડે! અને જ્યાં પ્રભુ આવીને વસે, તિહાં સુખ છે સહજ સમાધિ.

વિદેહ એટલે દેહથી પર બનવું; દેહની પ્રીતિથી, body attachment થી દૂર થવું. અને Body attachment totally ખરી પડે – એ ભીતરનું મહાવિદેહ. શરીર, શરીર છે; હું નથી. શરીરમાં હું રહું છું પણ હું શરીર નથી; હું માત્ર આનંદઘન આત્મા છું.

Body attachment ખરી ગયું પછી તમારે ક્યાં રહેવાનું? તમારી શુદ્ધ ચેતનામાં. તમારી શુદ્ધ ચેતના એ જ વિજય નામનો પ્રદેશ. પ્રભુ વિના એક ક્ષણ પણ રહી ન શકાય. માત્ર અને માત્ર પ્રભુ જ જોઈએ; એની અવેજીમાં, એના બદલામાં બીજું કશું જ ચાલે નહીં – આવી નિરુપાધિક ભક્તિ એ પુંડરીકગિરિ આદિ નગરી.

પાલ ચાતુર્માસ નવપદ ધ્યાન વાચના ૩૯ (દિવસ ૫)

અરિહંત પ્રભુનું ધ્યાન એવી રીતે કરવાનું છે કે પ્રભુ સાથે આપણી ચેતના એકાકાર થઇ જાય. 

પરમતારક સીમંધરસ્વામી ભગવાનના સ્તવનમાં ભક્તિયોગાચાર્ય જ્ઞાનવિમલસૂરિ મહારાજે એક બહુ મજાની વાત કરી. એમણે કહ્યું; કે સીમંધર દાદા ક્યાં છે? મહાવિદેહમાં, વિજય નામના પ્રદેશમાં અને પુંડરીકગિરિ આદિ નગરીઓમાં. પ્રભુ અત્યારે વિચરી રહ્યા છે. તો જ્યાં મહાવિદેહ હોય, જ્યાં વિજય નામનો પ્રદેશ હોય, અને જ્યાં પુંડરીકગિરિ આદિ નગરીઓ હોય ત્યાં મારા ભગવાન હોય. તો મારા હૃદયની અંદર હું મહાવિદેહ ખડો કરું. મારી અંદર જ વિજય નામનો પ્રદેશ ખડો થઇ જાય. અને મારી અંદર પુંડરીકગિરિ આદિ નગરીઓ આવી જાય. તો પ્રભુને ત્યાં આવવું જ પડે. 

બહુ જ પ્યારા શબ્દો આવ્યા; “વિજય છે શુદ્ધ મુજ ચેતના, ભક્તિનગરી નિરૂપાધિ; તિહાં વસે છે મુજ સાહિબો, જિહાં સુખ છે સહજ સમાધિ.” તિહાં વસે છે મુજ સાહિબો – જ્યાં મહાવિદેહ, જ્યાં વિજય નામનો પ્રદેશ, જ્યાં પુંડરીકગિરિ આદિ નગરીઓ ત્યાં પ્રભુ વસે છે. તિહાં વસે છે મુજ સાહિબો. 

તો હવે આપણી ભીતર આપણે મહાવિદેહ ખડો કરીએ. વિદેહ એટલે દેહથી પર બનવું. દેહની પ્રીતિથી, body attachment થી દૂર થવું. અને મહાવિદેહ એટલે body attachment બિલકુલ ન હોય. શરીર, શરીર છે. હું નથી. શરીરમાં હું રહું છું. હું શરીર નથી. હું આનંદઘન આત્મા છું. તમે ક્યાંક ધર્મશાળામાં જાવ, તીર્થની અંદર. રૂમ તમે લીધી. રૂમમાં તમે ગયા. પ્લાસ્ટર બરોબર નથી. તો શું કરવાના? કડિયાને બોલાવવા જવાના? મારે તો આઠ કલાક રોકાવવું છે. પ્લાસ્ટર બરોબર હોય તો ય શું! ન હોય તો ય શું! ‘હું’ અલગ છે. જેમાં રહેવાનું છે એ અલગ છે. તો મહાવિદેહ એટલે દેહ હોવા છતાં દેહની પ્રીતિથી તમે બિલકુલ દૂર હોવ. 

પૂજ્યપાદ પંન્યાસજી ભગવંતના ગ્રહસ્થ સાધક હતાં – ઋષભદાસજી. ચેન્નાઈમાં એ રહેતા હતાં. એકવાર બપોરે પોતાના ઘરેથી પોતાની ફેક્ટરી તરફ જઈ રહ્યા છે. કારમાં બેઠા બેઠા જોયું; એક વૃક્ષ નીચે એક સંત બેઠેલા છે. ગાડી ઉભી રખાવી. સંતને શાતા પૂછી. અને ફેકટરીએ ગયા. બીજે દિવસે ટીફીન લઈને નીકળ્યા કે કદાચ સંતનો લાભ મળી જાય. એ જ સંત ત્યાં જ બેઠેલા. ટીફીનમાંથી વહોરાવ્યું. પછી તો રોજનો ક્રમ થઇ ગયો. રોજ ફેક્ટરીએ જતાં પહેલાં સંતની પાસે બેસવાનું દસ-પંદર મિનિટ. સત્સંગ કરવાનો. એમાં ઋષભદાસજીને ખ્યાલ આવ્યો; કે બાજુમાં કોઢિયાઓનો, કુષ્ઠ રોગીઓનો આશ્રમ છે, ત્યાં આ બાબા સેવા આપવા માટે જાય છે. ઋષભદાસજીએ કહ્યું; बाबा एसा मत करो। आपको भी ये रोग लग जाएगा तो फिर क्या होगा? आप वहाँ मत जाओ। સંત હસે છે ખાલી. બીજા દિવસે ઋષભદાસજીને ૧૫ – ૨૦ દિવસ માટે મુંબઈ આવવાનું થયું. વીસ દિવસ પછી ઘરે આવ્યાં. એ જ રોજના ક્રમ પ્રમાણે ટીફીન લઈને નીકળ્યા. વૃક્ષની નીચે સંતને જોયા. પણ, પૂરું શરીર કોઢથી વ્યાપ્ત થઇ ગયેલું. ઋષભદાસજી ત્યાં ગયા. શાતા પૂછી. તો સંત હસતાં હસતાં કહે છે; अब तो परम शाता में है। बहुत मजा में। અરે પણ આ રોગ તમને લાગુ પડી ગયો. હવે શાતા ક્યાંથી? અને એ વખતે સંત કહે છે; ऋषभदास! ये तो मेरे प्रभु कि कृपा है।  

આપણે ત્યાં બે શબ્દો છે – અનુગ્રહ કૃપા અને નિગ્રહ કૃપા. સંત કહે છે; ये तो मेरे प्रभु कि कृपा है। अभी तक में प्रवचन भी देता था। शरीर कितना गंदा हे, उस पर घंटों तक मैं बोलत था। लेकिन मेरा body attachment खत्म नहीं हुआ था। प्रभु ने कृपा कैसे बरसाई, मैं कहता था लोगों को, कि जो अंदर है, वो बाहर आ जाये तो अपने पास कोई आदमी ठहरेगा नहीं। लेकिन इतना बोलने पर भी मेरा body attachment खत्म नहीं हुआ था। मैं भी रोज स्नान करता था। ओर मेरे शरीर को देखकर में भी खुश होता था। आज प्रभुने एसी कृपा बरसाई; जो अंदर था वो बाहर आ गया। अब मेरा body attachment खत्म हो गया। ये तो कैसी प्रभु की कृपा। રોગ આવે અને પ્રભુની કૃપા સમજાય? 

યાદ રાખો. પ્રભુ કોઈ રોગમાંથી મુક્તિ આપવાનું વરદાન તમને આપતાં નથી. પણ પ્રભુ રોગની ક્ષણોમાં તમને સમાધિ આપવાનું વરદાન આપે છે. ગમે તેવો રોગ આવે; અશાતાવેદનીય કર્મ નિર્જરી રહ્યું છે. સાધક માટે તો રોગનું આગમન એ જલસો છે. મજા આવી જાય. તો આ મહાવિદેહ. Body attachment total ખરી પડે એ ભીતરનું મહાવિદેહ. 

હવે એ પછી વિજય નામનો પ્રદેશ. તો બહુ સરસ શબ્દો આવ્યા. “વિજય છે શુદ્ધ મુજ ચેતના” મારી શુદ્ધ ચેતના, એ વિજય. Body attachment તો ખરી ગયું. હવે તમારે ક્યાં રહેવાનું? તમારી શુદ્ધ ચેતનામાં. શરીરમાં રહેવાનું હવે નથી. મહાવિદેહ થઇ ગયું. હવે ક્યાં રહેવાનું? શુદ્ધ ચૈતન્યમાં. 

સમાધિશતક કહે છે; “વાસ નગર વન કે વિષે, માને દુવિધ અબુદ્ધ; આતમ દર્શિકું વસતિ, કેવલ આતમ શુદ્ધ” હું શહેરમાં રહું છું કે હું જંગલમાં રહું છું. એ તો અજ્ઞાની બોલે. આત્મ દ્રષ્ટા સાધક શું કહેશે? હું મારી ભીતર રહું છું. ‘આતમ 

દર્શિકું વસતી, કેવલ આતમ શુદ્ધ.’ આ જ આપણી સાધના છે. ઉપયોગ જે યોગોના કારણે દુષિત થયેલો છે; એ પરમાં સતત રહે છે. એ ઉપયોગને સ્વની અંદર પ્રતિષ્ઠિત કરવો આ જ આપણી સાધના. દીક્ષા લીધી. શેના માટે લીધી બોલો? કોઈ પૂછે; દીક્ષા પર્યાય કેટલા વર્ષનો? વીસ વર્ષનો. વીસ વર્ષમાં તમે ક્યાં પહોંચ્યાં? અત્યારે તમે તમારા શરીરમાં છો? મનમાં છો? કે શુદ્ધ ચૈતન્યમાં છો? એટલો તો આનંદ આવે, તમે તમારામાં રહો એનાથી મોટો આનંદ દુનિયામાં કોઈ નથી. હું ઘણીવાર કહું છું; કે હું સ્વયં સંપૂર્ણ છું. મારા શરીરને કંઈક જોઈતું હોય, શિષ્યો આપી દે છે. મને કશું જ જોઈતું નથી. મારે કાંઈ જ જોઈતું નથી. 

પહેલી વાર મુંબઈ જતો હતો. વિહારમાં હતો. એક ભક્તે પૂછ્યું; તમે પહેલીવાર મુંબઈ જાવ છો, શેના માટે? મેં કહ્યું; સાધુ શેના માટે વિચરે? અલગ અલગ ભૂમિમાં રહેલા પરમાત્માના દર્શન થાય. અને એ દર્શન દ્વારા પોતાનું સમ્યગ્દર્શન નિર્મળ બને. એના માટે સાધુ વિહાર કરે. બીજું કયું પ્રયોજન હોઈ શકે? સ્વયં સંપૂર્ણતા નો અનુભવ અમારી પાસે છે. અને એટલે જ સતત ચહેરા પર આનંદ દેખાય છે. ચહેરા પર જે આનંદ દેખાય છે ને એ તો મૂળ આનંદના હજારમાં કે લાખમાં ભાગનો છે. ચહેરા ઉપર અભિવ્યક્તિ કેટલી આવે? પણ અનુભૂતિ આનંદ જ આનંદ. મને લાગે કે હું દુનિયાનો શ્રેષ્ઠ આનંદમય વ્યક્તિત્વ ધરાવતો માણસ છું. માત્ર આનંદ. 

એક જ ક્ષણ મારી પાસે છે. વર્તમાન ક્ષણ. ભૂતકાળ ગયો. એનો કોઈ વિચાર નથી. ભવિષ્યકાળનો કોઈ વિચાર નથી. એક વર્તમાનની ક્ષણ અને એને આનંદથી ભરી દેવામાં આવે છે. તમે પણ આ કરી શકો છો. તમે પણ આ કરી શકો છો. કારણ શું? શરીરમાંથી ‘હું’ પણાને મેં ખેંચી લીધું. Conscious mind માંથી ‘હું’ પણાને મેં ખેંચી લીધું. હવે હું મારા શુદ્ધ ચૈતન્ય માટે જ છું. અને એ શુદ્ધ ચૈતન્ય આનંદઘન છે. આનંદમાં જ ડૂબેલું છે. તમે બધા પણ આનંદઘન જ છો ને? તમે કોણ છો? 

આનંદઘનજી ભગવંત ૩૦૦ વર્ષ પહેલા થઇ ગયા. પણ તમે કોણ છો? આનંદઘન કે પીડાઘન? બોલો? સાચું કહેજો.. ઘટનાઓનો સ્પર્શ થશે. ઘટનાઓની અસર થશે. તો તમે પીડામાં આવી જ જવાના છો. ઘટનાની અસરથી તમે બિલકુલ મુક્ત હોવ. તો આ ક્ષણે તમે આનંદઘન બની જાવ. આજે મારા તરફથી પ્રભાવના બધાને. તમે બધા આનંદઘન. ઘટનામાં મન ગયું. કેમ પત્ની આમ કેમ બોલી? દીકરાએ આમ કેમ કીધું? અને ઘટના એ ક્ષણે વિતવાની હતી, વીતી ગઈ. પૂરી થઇ ગઈ. પ્રભુનો ભક્ત પ્રભુથી પ્રભાવિત હોય. ઘટનાથી પ્રભાવિત નહિ. અમે લોકો મજામાં કેમ છીએ? પ્રભુથી પ્રભાવિત છીએ. અને એટલે કોઈ પણ સારી કે નરસી ઘટનાની અસર થતી નથી. સારી ઘટનાને કારણે કોઈ રતિભાવના મોજાં ઉછળતા નથી. ખરાબ ઘટના પસાર થઇ તો અરતિભાવની કોઈ અસર થતી નથી. તો હું તો આનંદઘન છું. તમારે બધાને આનંદઘન બનવું છે? આપણે એક કાર્યક્રમ રાખીએ, ભગવાન આગળ ફેરાં ફેરવી દઈએ. અને આનંદઘનત્વની દીક્ષા આપી દઈએ. 

કે આજથી તું આનંદઘન. શક્તિપાત ગુરુનો. તો ‘વિજય છે શુદ્ધ મુજ ચેતના’ મારી શુદ્ધ ચેતના એ વિજય નામનો પ્રદેશ. તો હવે રહેવાનું ક્યાં? શરૂઆત તો કરો. પા કલાક – અડધો કલાક. વિચાર પણ નહિ. ધ્યાનની અંદર જતાં પહેલા નિર્વિચારદશાને ઘૂંટવી પડે છે. કારણ વિચારો તમને એકાગ્ર થવા દેશે જ નહિ. તમને રાગ અને દ્વેષમાં કોણ લઇ જાય? વિચારો લઇ જાય છે. 

એક માણસ સામાયિક લઈને એના ઘરમાં બેઠો છે. થોડીવાર થઈ અને એના રૂમમાં એક વ્યક્તિ enter થઈ. એ એવી વ્યક્તિ છે કે જેના ઉપર આને ભયંકર દ્વેષ છે. એને જોતાંની સાથે દ્વેષ ઉછળે છે. આ માણસ નાલાયક માણસ, હરામખોર. એને મારું કેટલું ખરાબ કર્યું. પણ જો જાગૃતિ આવી જાય કે હું સામયિકમાં છું. સમભાવમાં રહેવાની મેં પ્રતિજ્ઞા કરી છે ગુરુદેવ પાસે. અને એટલે હું ક્રોધમાં જઈ જ ન શકું. આ જાગૃતિ આવે તો ક્રોધની ધારા બંધ થઈ જશે. પણ જાગૃતિ ન આવે અને વિકલ્પો આવે તો શું થાય? નાલાયક માણસ, હરામખોર માણસ. મારા માટે કેટલી જગ્યાએ ખરાબ વાતો એણે કરેલી છે. આ માણસ! મારી રૂમમાં કેમ આવ્યો છે? 

હવે તમને ખ્યાલ આવ્યો? સત્તામાં રહેલ દ્વેષ ઉદયમાં આવ્યો. એ ઉદયમાં આવ્યો ત્યારે અંગારા જેવો હતો. પણ વિકલ્પોની હવા એને લાગે એટલે અંગારો ભડકામાં ફેરવાય. કોઇ પણ ઘટ,ના ઘટી તરત જ મનમાંથી કાઢી નાંખો તો? અને એ ઘટના અંગે વિકલ્પો જ વિકલ્પો કર્યા કરો તો? એટલે વિભાવના અંગારાને ભડકામાં ફેરવવા માટે જવાબદાર વિકલ્પો છે. એ વિચારો પર નિયંત્રણ મેળવવું પડશે. 

૧૦-૧૦ મિનીટની સાધનાની વાત કરી હતી. પ્રેક્ટીકલ ચાલુ છે કોઈને? તમારે લોકોએ તો ધ્યાન શીખવાનું છે, અને ધ્યાન શીખવાડવાનું છે. આપણી સાધ્વી શક્તિ કેટલી તો વિપુલ છે. એ સાધ્વી શક્તિ ધ્યાનમાં આવી જાય. અને એ ધ્યાનને શીખવાડવા માંડે તો આખા સમાજની કાયા પલટ થઈ જાય. બેહેનોના મનને તમે ફેરવી શકો, કે ઘટના ઘટી તો ઘટી. ઘટનાની અસરમાં નહિ રહેવાનું. 

પણ આજે માત્ર પ્રવચનોથી કામ ચાલે એમ નથી. Practical કરાવવું જ પડશે. નહિ તો તમે સાંભળશો. અહીંયા ને અહીંયા રહી જશે. સાચું કહેજો ૪૫ મિનિટનો મારો પિરીયડ. હું તમને ભણાવું છું. હોમવર્ક તમે કેટલું કરો? બોલો? 

ટ્યુશનમાં હોમવર્ક કરીને ન જાય તો એને પ્રવેશ મળે ખરો? આપણે એવું કાંઈ રાખ્યું? રોજ પ્રશ્નપેપર… કાલે વ્યાખ્યાનમાં આ આવેલું એના ઉપર તમે કેટલી મિનીટ વિચાર કર્યો? વિચાર કરીને શું મેળવ્યું? માત્ર ૧૦ મિનીટ હોમવર્ક નહિ કરો તમે? માત્ર ૧૦ મિનીટ. આંખો બંધ, વિચારો બંધ, શરીર ટટ્ટાર. હવે વિચારો આવે તો એને જોવાનાં. વિચારોની અસરમાં નહિ જવાનું. આજે લોકો એટલાં negativity માં સરી ગયા છે. કે motivational જે speakers છે એની માંગ વધી ગઈ છે. Motivation. લોકોને negativity માંથી positivity માં લાવે. પણ આપણને તો એવું શાસન મળ્યું છે. કે જ્યાં positivity જ હોય. 

મને પ્રભુએ નાનપણમાં એવો તો positive attitude આપ્યો કે એ positive attitude મળ્યા પછી કોઈના માટે negative વિચાર મને આવ્યો નથી. સાધુ-સાધ્વી પ્રત્યે તો નહિ. શ્રાવક-શ્રાવિકા પ્રત્યે પણ નહિ. અને કોઇ પણ વ્યક્તિ માટે negative વિચાર નહિ. એનામાં જે પણ ગુણ છે એને લેવાની જ વાત. તો પ્રભુએ આપણને positive attitude આપેલો છે. એ positive attitude તમારી પાસે આવી જાય. તમે આનંદઘન બની ગયા. 

તો “વિજય છે શુદ્ધ મુજ ચેતના” હવે આ ટ્રાય કરો. પા-કલાક. વિચારો નથી. માત્ર તમે સ્વનો આનંદ લઇ રહ્યા છો. પહેલા ૧૦ મિનીટ, પછી ૧૫ મિનીટ, પછી ૨૦ મિનીટ. એ રીતે તમે આગળ વધતા જાવ. સમયના સ્તર પર સાધના spread પર સાધના spread out થવી જોઈએ. અને એને ઊંડાણ પણ મળવું જોઈએ. પહોળાઈ અને ઊંડાઈ બેઉ આપણી સાધનાને મળવી જોઈએ. હવે નગરી કઈ? ‘ભક્તિ નગરી નિરુપાધિક’ નિરુપાધિક ભક્તિ એ પુંડરીક ગિરિ આદિ નગરી છે. નિરુપાધિક ભક્તિ. ભક્તિ માટે ભક્તિ. Devotion for devotion. Love for love. પ્રભુને ચાહિયે છીએ. શા માટે? 

પ્રભુની પ્રીતિ બે રીતે થાય છે. સકારણપ્રીતિ, નિષ્કારણપ્રીતિ. પહેલી સકારણપ્રીતિ. પ્રભુ મને ગમે છે. કેમ? આ પ્રભુ એ જ નરક – નિગોદમાંથી મને અહીં સુધી લઈ આવ્યો. ‘ઇતની ભૂમિ પ્રભુ તુમ હિ આણ્યો’. એ પ્રભુનું મારા ઉપર એટલું બધું ઋણ છે કે એ ઋણમાંથી હું ક્યારેય પણ મુક્ત બની શકું નહિ. તો પહેલી સકારણપ્રીતિ. 

પછી તમે પ્રભુની પ્રીતિની પગથાર પર ચાલો છો. આજ્ઞા ધર્મનું તમે પાલન કરો છો. એ આજ્ઞા ધર્મ સાથે એવું attachment થઇ જાય છે કે પછી તમે એના વિના રહી શકતા નથી. આ નિષ્કારણ પ્રીતિ. કોઈ કારણ નથી. પ્રભુ ગમે છે. કેમ ગમે છે? No answer. કોઈ દૂધ પીવે ને, તો શા માટે પીએ? કેલરી વધે એટલા માટે, શક્તિ વધે એટલા માટે. પણ ચા નો શોખીન છે. બે- બે કલાકે ચા પીધા કરે છે. એને પૂછો ચા શા માટે પીવે છે? તો કહે; કે ચા વિના રહેવાતું નથી. એમ નિષ્કારણ પ્રીતિની અંદર પ્રભુ વિના, પ્રભુની આજ્ઞા વિના તમે રહી શકતા નથી. અને એટલે જ આનંદઘનજી ભગવંતે કહ્યું; “આનંદઘન બિન પ્રાણ ન રહે છીન, કોટિ જતન કરી લીજીએ” પ્રભુ તારા વિના હું એક ક્ષણ રહી શકું એમ નથી. તું જ જોઈએ. તારી અવેજીમાં, તારી બદલીમાં કશું જ ચાલશે નહિ. મારે માત્ર ને માત્ર તું જોઈશે. આ નિરૂપાધિક પ્રીતિ. નિષ્કારણ ભક્તિ. એ પુંડરીકગિરિ આદિ નગરીઓ છે. હવે મહાવિદેહ અંદર ખડું થઇ જાય. વિજય અંદર ખડું થઇ જાય. પુંડરીકગિરિ આદિ નગરીઓ અંદર ખડી થઇ જાય. તો પ્રભુ ક્યાં હોય? ત્યાં. “તિહાં વસે છે મુજ સાહિબો, જીહાં સુખ છે સહજ સમાધિ” પ્રભુ અંદર આવે એટલે શું થાય? સહજ સમાધિ. તમારું મન માત્ર અને માત્ર આનંદની ધારામાં વહ્યા કરે. કોઈ પીડા નથી. કોઈ દુઃખ નથી. 

શ્રેણિક મહારાજા નરકમાં છે. નરકની યાતના ભોગવે છે, પણ આનંદમાં છે. કે મેં જે કર્મ કર્યું છે એ કર્મ ખતમ થઇ રહ્યું છે. જ્ઞાનદશા આવ્યા પછી પીડા ક્યારેય પણ રહેતી નથી. માત્ર અને માત્ર આનંદ રહે છે. 

તો સીમંધર દાદા દૂર છે. આપણે ત્યાં જઈ શકતા નથી. તો પ્રભુને અહીં પધરાવી દઈએ. પ્રભુ તૈયાર. He is ever ready. તમે તૈયાર થાવ. ઘરે પ્રતિષ્ઠા કરવી હોય ભગવાનની તો ભગવાન તો તૈયાર જ છે. અંજનશલાકા થયેલી છે. દેરાસરમાં બિરાજમાન છે. ભગવાન તૈયાર છે. પણ તમારે સિંહાસન તો બનાવવું પડશે ને? શિલ્પીને બોલાવશો. સરસ મજાનું સિંહાસન બનાવશો પછી પ્રભુને પધરાવશો ને? એમ સીમંધર દાદા કહે છે; હું તારી અંદર આવવા તૈયાર છું. સિંહાસન તૈયાર કર. 

તો મહાવિદેહ અંદર ખડું થાય. શુદ્ધ ચેતનારૂપી વિજય આપણને પ્રાપ્ત થાય. અને નિરૂપાધિક પ્રીતિરૂપી પુંડરીકગિરિ આદિ નગરીઓ આપણને મળે ત્યારે પ્રભુ આપણી ભીતર પધારે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *