Anandghanji Ne Sathvare – Vachana 29

746 Views 30 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : જન્મોના ખંડો પર તરતી સાધના

ભલે કદાચ આ જન્મમાં અનુભૂતિ ન થાય; તો પણ એ માટે કરેલો અભ્યાસ એળે જવાનો નથી. પૂર્વ જન્મનો ભક્તિ કે સાધનાનો અભ્યાસ જાતિસ્મરણ જ્ઞાન દ્વારા નવા જન્મમાં સ્મરણમાં આવે અને એ સ્મરણ અનુભૂતિમાં ફેરવાય.

conscious mind માં રહેલી ભક્તિને / સાધનાને આપણે unconscious mind સુધી લઇ જવી છે. કારણ કે conscious mind માં જે રહેલું છે, એ આગલા જન્મમાં સાથે આવી નહિ શકે. unconscious mind ના સ્તરે જે પહોચ્યું છે, તે જ આગલા જન્મમાં આવશે. સાધના શરૂ કરતા પહેલા ઉત્સાહ.

સાધના કરતી વખતે તન્મયતા. સાધના કર્યા પછી એનો કેફ. જો આવું હોય, તો સાધના unconscious mind ના સ્તરે પહોંચેલી કહેવાય.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૨૯

“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે”

આનંદધનજી ભગવંત પાસે જે અનુભૂતિ હતી. નિર્મલ ચૈતન્યની. એવી જ અનુભૂતિ આપણને પણ જોઈએ છે. તો એના માટે શું કરવું જોઈએ; ‘અનુભવ અભ્યાસી કરે.’ જેમ જેમ પોતાની દિશામાં જવાનું, અભ્યાસ તમારો વધારે હશે. તેમ તેમ અનુભવને તમે નજીક લાવી શકશો.

અનુભવની એક સરસ વ્યાખ્યા હૃદયપ્રદીપ ષડત્રીંશીકા માં આપવામાં આવી. “यस्माद् भवान्तरगतान्यपि चेष्टितानि, प्रादुर्भवन्त्यनुभवं तमिमं भजेथाः”। પૂર્વ જન્મના કાર્યો, પૂર્વ જન્મનો ભક્તિ કે સાધનાનો અભ્યાસ, જાતિસ્મરણ જ્ઞાન દ્વારા આ જન્મમાં સ્મરણમાં આવે. અને એ સ્મરણ, અનુભૂતિમાં ફેરવાય. એટલે કે ગયા જન્મનો અભ્યાસ પણ આ જન્મમાં આપણને કામ આવી શકે છે.

મૃગા પુત્રો કરોડોપતિ, અબજોપતિ પિતાના એકના એક પુત્ર છે. એમના નગરમાં કોઈ પણ મ.સા. નો વિહાર થતો નથી. બહુ દૂરનું એ નગર છે. અને એથી મહાત્મા પુરુષોનો સંગ ત્યાં મળતો નથી. ૧૮ એક વર્ષની વય મૃગાપુત્રની થઇ, ત્યાં સુધી એમણે જૈન સાધુને જોયા નથી. એકવાર એ ઝરૂખામાં બેઠા છે અને એક મહાત્મા ત્યાંથી પસાર થઇ રહ્યા છે. આપણી પરંપરા એ છે કે એક ગીતાર્થ પોતે પોતાની સાધના નક્કી કરી શકે. અને જે ગીતાર્થ નથી, એ બધા એ ગીતાર્થની નિશ્રામાં રહેવું જોઈએ. એક સાધુ અગીતાર્થ છે. તો એ ગીતાર્થ ગુરુની નિશ્રામાં જ બધી સાધના કરે છે. તો ૨ જાતની સાધના યાત્રા આપી. એક ગીતાર્થની સાધના યાત્રા, બીજી ગીતાર્થની નિશ્રાની સાધના યાત્રા. આપણી કઈ? આપણી સાધના યાત્રા કઈ? ગીતાર્થની તો નથી તમારી… ગીતાર્થની નિશ્રાની પણ છે..? બોલો, પોતાના મનની નિશ્રામાં તમે… કે ગુરુની નિશ્રામાં તમે?

તો એ મુનિરાજ ગીતાર્થ હતા. એકાકી વિહાર કરવાની એમને છૂટ હતી. તો એ મહાત્મા નીકળ્યા. મૃગાપુત્રે એની આ જીંદગીમાં very first time કોઈ મહાત્માને જોયા. મુનિરાજને જોતાની સાથે strike થયું, આવું તો ક્યાંક અનુભવેલું છે; અને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. પૂર્વ જન્મની અંદર સંયમી જીવન લીધેલું. અને એ સંયમી જીવનમાં સાધનાનો અભ્યાસ કરેલો. કેવો એ અભ્યાસ હશે. કે જન્મ બદલાઈ ગયો, છતાં એની સ્મૃતિ એવી ને એવી જ તાજી છે. તમે સાંજે પ્રતિક્રમણ કર્યું હોય, રાત્રે એને વાગોળી શકતા નથી. કે વાહ! શું પ્રતિક્રમણ માં આનંદ આવ્યો. શું મારા પ્રભુએ અમૃતક્રિયા બતાવી છે. કોઈ પણ પાપ કરેલા હોય, હું હૃદયથી બોલું, ‘તં નિંદે તં ચ ગરિહામી’ અને એ વખતે ઘણા બધા પાપકર્મો વિલીન થઇ જાય. મારા પ્રભુએ કેવી સરસ system બતાવી છે!

કોઈ પણ સાધના તમે કરો ને એ સાધના કરતા પહેલા મનમાં ઉત્સાહ હોય, કે વાહ! પ્રતિક્રમણનો સમય થઇ ગયો, પ્રવચનનો સમય થઇ ગયો. ઘરે ૬ – ૬.૩૦ એ બેઠા હોવ, શરીર ઘરમાં હોય, મન ઉપાશ્રયમાં હોય બરોબર…. તો કોઈ પણ ક્રિયા કરતા પહેલા ઉત્સાહ. એ સાધના કરો ત્યારે તન્મય બની જાઓ. મનને પૂરેપૂરું એમાં રોકી દો. હું તો કહું કે તમારે ઓછો સમય મળતો હોય, તો પૂજા ભલે ૨૦ મિનિટમાં પતાવી દો. પણ એ ૨૦ મિનિટ તમારું મન સંપૂર્ણ તયા પ્રભુમય બની જવું જોઈએ. તો સાધના પહેલા ઉત્સાહ. સાધના કરતી વખતે તન્મયતા અને સાધના કર્યા પછી એનો કેફ કે વાહ…. કેટલી મજા આવી ગઈ. બીજી સાધના શરૂ ન થાય. ત્યાં સુધી આનો કેફ ન જાય.

હું ઘણીવાર કહેતો હોઉં, કે ચા નો શોખીન માણસ એના test ની ચા મળી ગઈ. પીધી. પીવામાં કેટલો સમય લાગે. ધીરે – ધીરે sip કરે તો ૫ મિનિટ થાય. પણ કલાક સુધી વાગોળે. કે વાહ! આજે તો બહુ મજા આવી ગઈ! ચા બહુ સરસ હતી! આવો સાધનાનો કેફ ક્યારેય આવ્યો છે? મૃગાપુત્રને ગયા જન્મમાં કરેલી આરાધનાનો કેફ આ જન્મમાં મળે છે. ૧૮ વર્ષ તો આ જન્મમાં વીતી ગયા. વચ્ચે કેટલો સમય ગયો હશે. પણ એને લાગે છે કે વાહ! શું આનંદ હતો ત્યાં… ગુરુના ચરણોમાં રહેવાનું, એ સ્વાધ્યાય.. એ ભક્તિ.. એ જાપ.. એ વૈયાવચ્ચ…

મુનિ જીવનનો આનંદ આ જન્મમાં એવી રીતે સ્પર્શે છે કે એ ત્યાં ને ત્યાં નક્કી કરે છે કે હવે સંયમ વિના બીજો કોઈ માર્ગ મારા માટે નથી. અબજોપતિ માતા પિતા, અને એનો એકનો એક દીકરો, માત – પિતાને સમજાવ્યા; કે હું સંસારમાં રહી નહિ શકું…. મારા માટે અશક્ય છે હવે. એ જે આનંદ ગયા જન્મનો મેં માણ્યો છે એ આનંદની અપેક્ષાએ તમારા સંસારમાં એક પણ ઘટના એવી નથી, જે મને સામાન્ય સુખ પણ આપી શકે; મારો માર્ગ એ જ છે. માત – પિતાને જ્યારે લાગ્યું કે દીકરો સંસારમાં રહી શકે એમ જ નથી. એની આંખોમાં પૂરા જગત પ્રત્યેનો વૈરાગ્ય દેખાય છે. એની આંખો જોતા લાગે કે એ આંખોને એક પણ પદાર્થનું, એક પણ વ્યક્તિનું આકર્ષણ ક્યારે લાગી ના શકે. માત – પિતાએ રજા આપી.

અને મૃગાપુત્ર દીક્ષા લેવા માટે જ્યારે નીકળે છે. એ ક્ષણોનું વર્ણન ઉત્તરાધ્યયન સૂત્રમાં આવ્યું. “रेणुयं व पडे लग्गं, णिधुणित्ताण णिग्गओ” કપડાં પર પડેલી ધૂળને ખંખેરીને કોઈ ચાલી નીકળે, એમ રાગ – દ્વેષ – અહંકારની ધૂળને ખંખેરીને, મૃગાપુત્ર પ્રભુના માર્ગ ઉપર ચાલવા માટે નીકળી પડ્યા. તો આ જન્મની અંદર તમે અભ્યાસ કરશો. ભલે અનુભવ આ જન્મમાં ન થાય. પણ એ અભ્યાસ એળે જવાનો નથી. આવતાં જન્મની અંદર એ અભ્યાસ અનુભવના રૂપમાં ફેરવાશે. અને પ્રભુના માર્ગની કોઈ પણ સાધનાનો અનુભવ એટલે આનંદ જ આનંદ.

હકીકતમાં તમે અને અમે બધા જ આપણે લોકોએ પ્રભુના માર્ગનો આસ્વાદ તીવ્રતયા માણ્યો નથી. જે ક્ષણે એ આનંદ તીવ્રતયા મણાય જાય, તમારો પણ સંસાર છૂટી જાય. ભલે દીક્ષા ન લઇ શકો… મનમાંથી સંસાર નીકળી જાય. એટલે તમે બધા પછી ભાવ દીક્ષિત બની જાવ. અમે દ્રવ્ય દીક્ષિત અને ભાવ દીક્ષિત બેવ, તમને આ પ્રભુની ચાદર ન મળે દીક્ષા ન લો ત્યાં સુધી… પણ તમારું મન પ્રભુના રંગે રંગાઈ ગયું; તો તમે ભાવ દીક્ષિત થઇ ગયા. એટલે જ હું તમને short cut આપવા માંગું છું. કે શરીર તમે પ્રભુને સોંપી શકો એમ નથી. મન પ્રભુને સોંપી શકો એમ છો…?

ચલો, તમે આયંબિલ નથી કરી શકતા, નવકારશી નું પચ્ચક્ખાણ ક્યારે આવે એની રાહ જુઓ છો… અને નવકારશી નું પચ્ચક્ખાણ આવ્યું… બ્રશ વિગેરે કર્યું. અને સીધી જ ગરમાગરમ ચા તમારે જોઈએ છે. શરીર ચા નું અનુરાગી છે. મન આયંબિલ નો અનુરાગી હોય એવું બની શકે. પછી તમે આયંબિલશાળામાં ભક્તિ કરવા માટે જાઓ. મોટી – મોટી આયંબિલ ની ઓળી કરતા હોય, એ બધાને તમે પ્રભાવના વિગેરે દ્વારા ભક્તિ કરો અને એ રીતે મનની અંદર જે આયંબિલ પ્રત્યેનો અનુરાગ છે, એને તમે આ રીતે અભિવ્યક્ત કરો.

આજે ઘણા લોકો એવા છે જેની આંખમાં આંસુ છે. કે ગુરુદેવ દીક્ષા લઇ શકતા નથી. કેટલાક ઉંમરને કારણે, કેટલાક શરીરની તકલીફને કારણે એ લોકોની offer હોય છે. કે સાહેબ કોઈ પણ ને દીક્ષા લેવી હોય, અને આર્થિક સ્થિતિ સામાન્ય હોય, તો એનો સંપૂર્ણ ખર્ચ અમારો. બસ અમને લાભ મળે. અમારે ત્યાંથી એ દીક્ષાર્થી નીકળે. અને એનો દીક્ષા મહોત્સવ અમે કરીએ. આ થઇ ભાવ દીક્ષા.

આપણે ગઈ કાલે વાત કરતા હતા, કે પ્રભુશાસન પ્રત્યેનો અનુરાગ તમારા મનમાં છે જ. ચોક્કસ હું કહું, no doubt છે. પણ એ અનુરાગ conscious mind ના level સુધી છે? કે અસ્તિત્વના સ્તર સુધી ઉતર્યો છે…? સંસારનો રાગ જે રીતે અસ્તિત્વના સ્તર સુધી ઉતર્યો છે. એવો અનુરાગ પ્રભુશાસનનો ઉતર્યો છે?

એક સાધુ મ.સા. વિહાર કરતા હતા અને કોઈ અનાડી એ એમને હેરાન કર્યા. આ સાંભળીને સેંકડો લોકો ત્યાં એક્કઠા થઇ જાય છે. જરૂર conscious mind માં ભક્તિ છે જ. પણ એ conscious mind માં રહેલી ભક્તિને આપણે unconscious સુધી લઇ જવી છે. નહીતર શું થશે… conscious mind માં જે રહેલું છે, એ આગલા જનમમાં આવી ન શકે. Unconscious માં જે છે, એ જ આગલા જન્મમાં આવશે.

એક પ્રોફેસર હોય, ધુંઆધાર લેકચર હોય, expired થયો. મરીને મનુષ્યનો અવતાર મળ્યો પાછો એને, એ ત્રણ વર્ષનો થાય એટલે કે.જી. માં મુકવાનો હોય. અરે ગયા જન્મનું ભણેલું શું થયું… ગયા જનમનો પ્રોફેસર હતો. ધુંઆધાર લેકચર હતો, થયું શું? તો એ જે જ્ઞાન હતું એ conscious mind ના level ઉપર હતું. અને એથી conscious mind ના level નું જ્ઞાન બધું જતું રહ્યું, પણ ખાવું; આહાર સંજ્ઞા એ એના અસ્તિત્વના સ્તરની છે, એટલે બે વર્ષનો બાબો પણ કંઈ પણ હશે તો મોઢામાં નાંખશે. પ્લાસ્ટીકનું રમકડું એને મોઢામાં નાંખશે. આહાર સંજ્ઞા એની પાસે છે. તો આહાર સંજ્ઞા અસ્તિત્વના સ્તરની થઇ. આ શાસન પ્રત્યેનો અનુરાગ તમારો આવતાં જનમમાં આવશે કે કેમ એ તમારે નક્કી કરવું પડે. જો conscious mind ના level નો હોય તો આવતાં જન્મમાં નહિ આવે. પણ અસ્તિત્વના સ્તર સુધી, આ શાસનનો રાગ ઉતરેલો હશે- મારા પ્રભુનું શાસન! આમ બોલો અને આંખ આંસુથી ભરાઈ જાય…

વસ્તુપાળ મંત્રીની વાત આવે, કે એકવાર ધોળકામાં એ હતા, વીરધવલ રાજાએ કહ્યું કે તમે મારા મંત્રી બનો, ગુજરાત રાજ્યના મંત્રી બનો. વસ્તુપાળે કહ્યું – કે મહારાજ તમારી નોકરી હું સ્વીકારું અને તમારી નોકરી કરતા પ્રાણ જાય તો એને જવા પણ દઉં. પણ એક વાત છે, જન્મથી મારા પ્રભુની અને મારા ગુરુની નોકરી મેં સ્વીકારેલી છે. એટલે તમારી આજ્ઞા મારા પ્રભુ કે ગુરુની આજ્ઞાની વિરુદ્ધની હશે, તો તમારી આજ્ઞાને માનીશ નહિ. આ શરતે હું મંત્રી થવા તૈયાર છું. રાજાને લાગ્યું, યોગ્યમાં યોગ્ય વ્યક્તિ આ જ છે. રાજાએ એની શરત કબૂલ કરી.

એકવાર એવું બન્યું, આચાર્ય ભગવંત ધોળકામાં પધારેલા. જોડે એક બાલમુનિ હતા. બાલમુનિ ઉપાશ્રયનો કાજો લીધો. સૂપડીમાં ભર્યો. વિધિ એવી છે કે નીચે જઈ યોગ્ય રીતે પરઠવવો પડે. બાલમુનિ હતા, એમને ખ્યાલ ન રહ્યો. ઉપરથી એમણે એ કચરો ફેંક્યો. રાજાના મામા નીચેથી પસાર થતાં હતા. એમના માથા ઉપર કચરો પડ્યો. રાજાનો મામો, એટલે power તો હતો જ. હું કોણ.. રાજાનો મામો. જૈન ધર્મથી અનજાણ, જોયું બાલમુનિ. ઉપર ચડ્યો. ધડાક કરતો એક લાફો બાલ મુનિરાજને લગાવી દીધો. અને નીચે ઉતરી ગયો. ઉપાશ્રયમાં એક શ્રાવક હતો એણે જોયું – એની તાકાત નહોતી કે રાજાના મામા સાથે પડી શકે. પણ એ તરત વસ્તુપાળ ને ત્યાં જાય છે.

વસ્તુપાળ જમવા બેસવાની તૈયારી કરતા હતા, અને આને સમાચાર આપ્યા. કે બાલમુનિરાજને રાજાના મામાએ લાફો માર્યો. એ જ ક્ષણે વસ્તુપાળ કહે છે મારા ગુરુ પર હાથ વીંઝનાર એ માણસનો હાથ તોડી ન નાંખું ત્યાં સુધી હું જમું નહિ. આ શાસનનો રાગ કેવો હશે! આપણે તો બહુ, બહુ તો વિરોધનો ઠરાવ કરી નાંખીએ. અને વસ્તુપાળે રાજાના મામાને શોધવાની તજવીજ આદરી.

મામા તો રાજાની પાસે ગયા, રાજાને વાત કરી, રાજા કહે જુઓ મામા વસ્તુપાળ ધર્મના મામલામાં મારું કહ્યું માનશે નહિ. અને એ વસ્તુપાળે નક્કી કર્યું છે, તમારો હાથ કાપી નાંખવો તો કોઈની તાકાત નથી કે તમને બચાવી શકે. હું પણ તમને બચાવી શકું એમ નથી. મામા ગભરાઈ ગયા. મારો હાથ કપાઈ જાય, ઠુંઠો થઇ જાઉં, પછી આખી જિંદગી કોઈને મોઢું કેમ બતાવું. તો રાજા ને પૂછ્યું, ભાણા કોઈ રસ્તો? તો રસ્તો એક છે “આપણા રાજમહેલના પાછળના દરવાજેથી સીધા ઉપાશ્રયમાં જતાં રહો, અને મોટા ગુરુ જે છે, એમના ચરણોમાં પડો. માફી માંગી લો. અને એ ગુરુ માફી આપી દેશે પછી વસ્તુપાલની તાકાત નથી કે વસ્તુપાળ કંઈ કરી શકે. વસ્તુપાળની ઉપર અત્યારે કોઈ હોય તો એના ગુરુ એક જ છે.

મામા તો ગયા ગુરુ પાસે, ગુરુના ચરણોમાં પડ્યા, ગુરુએ માફી આપી. વસ્તુપાળને સમાચાર મળ્યા, મામા ક્યા? તો કહે કે ગુરુદેવ પાસે ગયા છે, વસ્તુપાળ ત્યાં આવે છે. પણ ઉપાશ્રયની બહાર આવ્યા. તલવાર વિગેરે બધું મૂકી દેવું પડે. ગુરુદેવ પાસે ગયા. વિનયથી વંદન કર્યું. એ વખતે ગુરુદેવે કહ્યું, વસ્તુપાળ! આને હવે તારે હાથ પણ અડાડવાનો નથી. એ તારો સાધર્મિક બની ગયો છે. એને મારા ચરણોની અંદર શરણાગતિ માંગી છે. મેં એને શરણ આપ્યું છે. એટલે હવે તારે એને આંગળી પણ અડાડવાની નહિ. વસ્તુપાળે કહ્યું, તહત્તિ ગુરુદેવ. આ શાસન અસ્તિત્વના સ્તર પર વસેલું હતું. કંઈ પણ થઇ જાય, મારા પ્રભુનું શાસન એના એક પણ અંગને સહેજ પણ આંચ ન આવવી જોઈએ.

તો શાસનનો અનુરાગ, સાધનાનો અનુરાગ conscious mind ના level ઉપર છે.પર્વ આવ્યું, ચલો એકાસણું કરી લો. પર્વના દિવસો છે, વ્યાખ્યાનમાં જઈ આવીએ. તમારું બધું જ routine માં તો ફેરવાઈ ગયું નથી ને…? જે ક્રિયા routine માં ફેરવાઈ ગઈ; એમાંથી અહોભાવની બાદબાકી થઇ જશે. પ્રવચન સાંભળતા આંખો ભીની કેટલી વાર બને? મારા સદ્ગુરુઓ આ રીતે મને પ્રેમથી કહે છે – વર્ષોથી મને કહેતાં આવ્યા છે. અને છતાં મારામાં  પરિવર્તન ન હોય, એ કેમ ચાલી શકે? તમે સમર્પિત થાવ, પછી અમને challenge મારી શકો કે ગુરુદેવ ૫ વર્ષથી તમારી જોડે આવું છું. મારામાં ફેરફાર નથી, તો મારે શરમાવાનું કે તમારે શરમાવાનું….?

આનંદમયી માઁ પાસે એક ભક્ત આવેલો.. એણે કહ્યું, માઁ ૨૦ – ૨૦ વર્ષથી તારી પાસે હું આવું છું. છતાં મારામાં રજ માત્ર ફેરફાર નથી. એ જ રાગ અને દ્વેષ મને સતાવે છે. તો માઁ મારે શરમાવાનું કે તારે શરમાવાનું… અને એ વખતે માઁ એ કહ્યું કે બેટા! તું પહેલીવાર આવ્યો. ત્યારે મેં તને કહેલું કે તારા અહંકારને સૂવાડી દે… તારા હું ને ખતમ કર. પછી જ સાધના શરૂ થશે. તું તારા હું ને સહેજ પણ ઢીલું મુકવા તૈયાર નથી. તારે સાધનાનું result જોઈએ છે, કંઈ રીતે result મળે? ડોક્ટર દવા આપે, પણ દવા લેવાની તો તમારે છે ને…. તો આનંદમયી માઁ કહે છે, પહેલી વખતે મેં તને કહેલું કે તું મરી જા. તારા હું ને ખતમ કરી નાંખ. તું તારા હું ને ખતમ કરતો નથી.

ઘણીવાર તો છે ને લોકો અમને પત્ર લખે… ગુરુને પત્ર તો લખે જ … નીચે શું લખે… આપનો ચરણરજ. હવે અમે એને ઓળખતા હોઈએ.. અહંકાર એનામાં ખુબ હોય. ત્યારે થાય કે આ ચરણરજ! આ ચરણરજ પગ નીચે આવે તો અમે ઉથલી પડીએ.. આ ચરણરજ, ૨ – ૪ સેન્ટીમીટરની નહિ; પણ ૬ – ૧.૩૦ ની… ચરણરજ પણ કેટલી મોટી… ૬ – ૧.૩૦. એ ચરણરજ નીચે આવે તો શું થાય. અહીંયા તમે આવો કઈ રીતે આવો…

એક ભક્ત ગુરુના દ્વારે ગયેલો. આશ્રમના દરવાજા બંધ હતા. ભક્તે સહેજ ટકોરા માર્યા… એટલે ગુરુએ અંદરથી પૂછ્યું કોણ છે? એટલે એણે કહ્યું, સાહેબ એ તો હું છું. ઘણા ને એટલો બધો વહેમ હોય, કે મારા અવાજ પરથી ગુરુ મને ઓળખી જશે. સાહેબ એ તો હું છું. એટલે ગુરુએ કહ્યું, બારણું ખુલ્લું છે, પણ હું ને મુકીને આવજે. તમે દેરાસરમાં જાવ, ઉપાશ્રયમાં જાવ હું ને મુકીને જાવ ને… તમે દેરાસરમાં પૂજા કરવા ગયા, દ્રવ્ય પૂજા થઇ ગઈ, હવે ચૈત્યવંદન કરવાનું છે; ભાવપૂજાનું. તમારી પૂજાની પેટી ખુલ્લી છે. એમાં ચંદનનો નાનકડો ગુટ્ટો છે. કેસરની ડબ્બી છે ખુલ્લી, ધૂપ સ્ટીક્સ છે. એક ભાઈ બહારથી આવે છે અને તમારી પૂજાની પેટીને એમનું પાટું લાગે છે, પેટી આમ, ધૂપ સ્ટીક આમ, કેસરની ડબ્બી ખુલ્લી આમ. ચંદનનો ગુટ્ટો આમ. એ વખતે તમને શું થાય? શું થાય… ગુસ્સો તો ન જ આવે, પ્રેમ આવે, અહોભાવ આવે, તમે પાછળથી એ ભક્તને ભેટી પડો. કે વાહ! શું તમારી ભક્તિ! પ્રભુને જોવા માટેની કેવી તમારી તડપન! કે તમે માત્ર પ્રભુને જોતા જોતા ચાલ્યા, પેટી પણ દેખાઈ નહિ. ખરેખર! મારી પાસે હજુ આવી પ્રભુને જોવાની તડપન નથી આવી. આવું કરી શકો કે નહિ? અને પૂજા કરવા જાઓ ત્યાંય ગુસ્સો આવે? આવી જાય…

આપણે ક્યાં બેઠા છીએ, દેવાધિદેવ ના દરબારમાં. એની આમન્યા તો રાખવી જ પડે. તો એવી વખતે અહોભાવ થવો જોઈએ, કે વાહ! શું ભક્તિ છે આમની… તમારી પાસે જે દ્રષ્ટિકોણો છે, એ દ્રષ્ટિકોણો પૈકીના જે પણ બરોબર ન હોય, એને delete કરી નાંખો. અને નવા ત્યાં મૂકી દો. સંસારમાં સહેજ તમારી વસ્તુને કોઈ બગાડે અને તમને ગુસ્સો આવે, અને મંદિરમાં પણ ગુસ્સો આવે. એ તો કેમ ચાલે શકે? ચાલી જ ન શકે.

અહીં ઉપાશ્રયમાં તમે હોવ તમારું મન સંપૂર્ણતયા ગુરુને સમર્પિત હોય, બરોબર.. ૨૪ કલાકની વાત નથી કરતો હવે… ઉપાશ્રયમાં હોવ ત્યાં સુધી તમારું મન સદ્ગુરુ ને સમર્પિત હોય? આ શું છે – conscious mind ના level પરથી સાધનાને unconscious માં લઇ જવા માટેના માર્ગો છે. માત્ર conscious  mind પર રહેલી સાધના આગલા જન્મમાં નહિ મળે. અરે, આ જન્મમાં એનું result દેખાતું નથી તો આવતાં જન્મમાં શું દેખાય? ૨૦ વર્ષથી પ્રભુની પૂજા કરી. અને રાગ ઓછો ન થયો; આ જન્મમાં, તો આવતાં જન્મમાં ઓછો થશે?

એક માણસ સવારે bedroom માંથી સીધો નીકળે, આંખો ચોળતો – ચોળતો…  બીજો માણસ બાથરૂમમાં જઈ નાહી, fresh થઇને બહાર નીકળ્યો. બે ના ચહેરા ઉપર ફરક પડી જાય… પેલો બાથરૂમ માંથી નીકળેલો જેનો ચહેરો એકદમ fresh હોય. ફરક પડી જાય ને… એમ તમારામાં ફરક પડવો જોઈએ. અહીંયા તમે આવો, સદ્ગુરુની આ ગંગામાં તમે સ્નાન કરો; તમે fresh – fresh થઇ જાઓ. તમારું મન એકદમ પવિત્ર બની જાય. અમારે બીજું કંઈ જ કરવું નથી. શબ્દો તો અમે જાત – જાતના આપશું. વાતો પણ નવી – નવી કરશું. તમને ખેંચવા માટે….  અમારે છે ને સૌથી પહેલા તો તમને ખેચવા માટે વાતો કરવી પડે છે. તો એ બધું કરશું.

પણ અમારો ઉદેશ્ય એક જ છે. કે તમારા મનને પવિત્ર બનાવવું. નિર્મળ બનાવવું. આ જન્મની અંદર, આ પ્રભુની સાધના દ્વારા તમે તમારા મનને, હૃદયને નિર્મળ બનાવી દો; તો ખરેખર પ્રભુની આજ્ઞાનું તમે પાલન કર્યું છે.

યોગસાર નામનો ગ્રંથ છે એમાં શિષ્ય ગુરુને પૂછે છે કે ગુરુદેવ! ૪૫ આગમગ્રંથોની અંદર પ્રભુની જે વાણી ફેલાઈને પડેલી છે, એનો સાર… એનો નિચોડ શું? ત્યારે ગુરુએ કહ્યું “આજ્ઞા તું નિર્મલં ચિત્તં, કર્તવ્યં સ્ફટિકોપમં” તમે crystal clean hearted થયા. crystal clean mind તમે થયા. એટલે પ્રભુની આજ્ઞાનું પાલન તમે કરી લીધું. તમારું હૃદય crystal clean – સ્ફટિક જેવું પારદર્શી હોય, ગુરુ પાસે ગયા, જે પણ ભૂલો થઇ છે, એનું નિવેદન તમે કરી દો.

પ્રાયશ્ચિત લેવા તમે અમારી પાસે આવો. અમારે પ્રાયશ્ચિત તમારા મનના ભાવો ઉપર આપવાનું હોય છે. એક વ્યક્તિ કહે કે સાહેબ બારણું બંધ કરતો હતો અને ખ્યાલ નહિ આવ્યો ગરોળી હશે, એની પૂંછડી કપાઈ ગઈ. અને ગરોળી તરફડવા લાગી. બીજી વ્યક્તિના હાથે આવું જ પાપ થયું છે પણ એ ગુરુ પાસે આવે છે. વંદન કરે છે. અને ડૂસકા ડૂસકા ચાલે છે.. બોલી શકતો નથી. ૫ – ૧૦ મિનિટ થાય થોડા ડૂસકા સમે, ત્યારે કહે કે સાહેબજી, આ રીતે બારણું બંધ કરતો હતો. અને એક ગરોળી આવી ગઈ. એની પૂંછડી કોઈ ગઈ. ગરોળી તરફડતી હતી, ગુરુદેવ મારાથી દેખાતું નહોતું! એક જ સરખું પાપ છે, એકને સામાન્ય અફસોસ છે, બીજાને તીવ્ર પશ્ચાતાપ છે. તો એના ઉપર ગુરુ પ્રાયશ્ચિત્ત અલગ અલગ આપશે. કારણ પ્રાયશ્ચિત દ્વારા તમારા મનને શુદ્ધ કરવાનું છે.

એટલે અમે લોકો તો બેઠા જ છીએ કેમ? ડસ્ટર હાથમાં લઈને…. તમે અમારી પાસે આવો, તમારા મનના black board ઉપર ચિત્રામણ કરીને આવો. અમારે ડસ્ટર ફેરવી અને તમારા મનને સાફ કરવાનું. આ સ્કુલમાં શું હોય ભાઈ… chowk stick કોની પાસે હોય? છોકરા પાસે chowk stick હોય, તો શું થાય.. બલાડું ને ઉંદરડું black board ઉપર ચિતરાઈ જાય. એમ chowk stick તમારી પાસે જોઈએ કે અમારી પાસે જોઈએ. હૃદયની સ્લેટ તમારી, મનની સ્લેટ તમારી, chowk stick અમારી… બોલો તૈયાર છો? ચલો discount માં વાત કરૂ… કે તમે અમારી પાસે આવ્યા, મનની સ્લેટ ખરડાયેલી છે, ભૂસી પણ નાંખીએ એકવાર… ભૂંસી અને અક્ષર પાડીએ…. એ અક્ષરને કલાક, ૨ કલાક, ૪ કલાક રહેવા દેશો…? અત્યારે અમારી કોશિશ આ જ છે; તમારા મનને સાફ કરીને, થોડાક અક્ષરો તમારા મન પર લખવા.

મેં એકવાર કહેલું… કે કોઈ પ્રવચનકારને પોતાની પ્રવચન શક્તિ ઉપર અહંકાર હોય ને, તો ય તમે લોકો કાઢી નાંખો. તમે અમારા ય ગુરુ થઇ જાવ.

એક જગ્યાએ એવું થયું કે એક કાકા આંખે થોડું ઓછું દેખાય, અને એમને ખુરશી ઉપર બેસવાનું હતું, પગની તકલીફ હતી. તો હું બેઠેલો પાટ ઉપર, મારી સામે ખુરશી નાંખીને બેસી ગયા. હવે પાછળવાળાઓને પ્રવચનકારનું મુખ દેખાય નહિ. વ્યાખ્યાન પૂરું થયું. એ કાકા તો મારી સામે જ બેસેલા. એક કલાક બરોબર મારું વ્યાખ્યાન સાંભળ્યું. પછી બધા દાદર ઉતરે છે.

ત્યારે કાકાને બધા કહે છે, કાકા તમારે ખુરશી ઉપર બેસવું હતું તો ભીંત પાસે બેસાય. આમ મ.સા. ની સામે ખુરશી નાંખીને તમે બેસી ગયા, તમને એટલું ખબર ન પડે, કે પાછળવાળા ને મ.સા. નું મોઢું નહિ દેખાય. હવે બોલો એ કાકાને મારું એક કલાકનું વ્યાખ્યાન યાદ રહે, કે પેલા ભાઈનું અડધી મિનિટનું વ્યાખ્યાન યાદ રહે… કયું વ્યાખ્યાન યાદ રહે બોલો… તું વળી કોણ મને કહેનારો… આજ કાલનો ઉભો થયો છે. મને કહે છે… અસર ક્યાં થાય…? છતાં અમારે તમારા મનને નિર્મલ બનાવવું છે!

આખા ચોમાસામાં કામ એક જ કરવું છે. તમે જ્યાં હતા એના કરતા નવા પડાવે પહોંચો. પણ બે હાથે તાળી વાગે. I m ready. Are you ready? Are you ready? Ready… આ તો કેટલી મજાની વાત છે, તમારું મન નિર્મળ થઇ જાય, પછી નિમિત્ત મળે તો યે ગુસ્સો ન આવે. નિમિત્ત મળે ને અહંકાર ન આવે. બોલો ક્રોધ ન હોય મનમાં, કેટલી શાંતિ હોય. એટલે જ મેં પહેલા કહેલું કે તમને ક્ષમા નો અનુભવ તો નથી, ક્રોધનો અનુભવ પણ નથી.

તમારામાંથી કોને ક્રોધનો અનુભવ બોલો…? ક્રોધ પીડાદાયક છે જ, સીધી વાત છે. તમારે ઘરમાં દીકરાઓ પ્રત્યે કરવો પડે એ તમે પ્રેમથી ક્રોધ કરો છો. એની છૂટ છે. બહારના ક્રોધની આ વાત છે. તો તમે ક્રોધ કરો છો ત્યારે સામેવાળો તો સુધરે કે ન સુધરે… તમારે તો બગડવાનું જ છે. અને એમાં ય કર્મ્બંધ થાય; આવતાં જનમમાં પીડા ભોગવવી પડે, એ પણ જવા દો, એ પણ દૂરની ઘટના. તમે ક્રોધ કરો, instant એ જ વખતે પીડાનો અનુભવ થાય છે? ભલે રાગમાં નથી થતો, દ્વેષમાં થાય છે? અને ક્રોધમાં પીડાનો અનુભવ થતો હોય, અને છતાં તમે ક્રોધને છોડો નહિ, તો ક્રોધનો અનુભવ તમારી પાસે નથી.

એક માણસ પોતાના એપાર્ટમેન્ટ તરફ જતો હોય, વચ્ચે blocks લગાવેલા છે. એક blocks સહેજ ઉખડી ગયેલો છે. થોડું અંધારું હતું. ઉખડી ગયેલો block ઉપર આવેલો હતો. આનો પગ સીધો ત્યાં વાગ્યો. એટલે અંગુઠામાંથી લોહી નીકળ્યું. પાટા – પિંડી કરવી પડી. હવે એને ખ્યાલ આવી ગયો, કે આ જગ્યાએ block ઉંચો થયેલો છે. હવે બીજીવાર, ત્રીજીવાર, ચોથીવાર, એને વાગવાનું ખરું…? ખયાલ આવી ગયો કે અહીંથી ચાલીસ તો પીડા થશે. એમ તમને ક્રોધમાં ખ્યાલ આવ્યો. કે હું ક્રોધ કરું મને પીડા થાય છે. તો ક્રોધનો અનુભવ તમને થાય તો ક્રોધ છૂટી જાય. તો મારે તમારા બધાના હૃદયને નિર્મળ… નિર્મળ… બનાવવા છે.

કલાપૂર્ણસૂરિદાદા કહેતાં કે નિર્મળ હૃદય ન હોય, ત્યાં સુધી ધ્યાન નથી. ત્યાં સુધી પ્રાણાયામ છે. શારીરિક exercise છે. ધ્યાન નથી. મન નિર્મળ ન બને, ત્યાં સુધી ધ્યાન થઇ શકે નહિ. ધ્યાન એટલે તમારા આત્મતત્વની અનુભૂતિ. હવે તમે મનમાં જ અટવાઈ ગયેલા હોવ તો મનની પેલે પર શી રીતે જાવ…

આજે તો વિદેશોની અંદર આપણા ભારતીય યોગીઓ જાય છે. યોગનું એક શેસન, ૨૦૦૦ – ૪૦૦૦ ડોલર્સ ની ફી. અને ત્યાંના લોકો રજીસ્ટ્રેશન માટે દોડાદોડ કરતા હોય છે. એ લોકોને યોગા જોઈએ છે. આપણે બધા ધરાઈને બેઠા છીએ. ભારતમાં જન્મી ગયા એટલે બધું પૂરું થઇ ગયું. આજે જો તમારા હૃદયમાં નક્કી થાય કે જે પણ સાધના હું કરું, એ સાધના દ્વારા મારે મારા હૃદયને નિર્મળ બનાવવું છે.

બસ, આ એક સંકલ્પ. મેં પહેલા પણ કહેલું પ્રભુની કૃપા, સદ્ગુરુનો આશીર્વાદ. અને સાધકનો સંકલ્પ. આ ૩ ભેગા થાય પછી કોઈ કાર્ય અશક્ય નથી. પ્રભુની કૃપા વરસી રહી છે. સદગુરુનો આશીર્વાદ વરસી રહ્યો છે, તમારો સંકલ્પ જોઈએ…

વિનોબાજી ની દિલ્લીમાં પત્રકાર પરિષદ હતી. ભારતના જ નહિ, વિશ્વના મીડિયા જગતના માન દાતાઓ એ press conferenceમાં હતા. એક શબ્દ પણ આમથી આમ થઇ જાય, તો પત્રકારો headlineમાં એને ચગાવી નાંખે. પણ વિનોબાજી પ્રભુ ભક્ત છે. તમે જ્યારે પ્રભુને બધું સોંપી દો છો ને… ત્યારે તમે એકદમ આરામમાં હોવ છો. અમે લોકોએ બધું જ પ્રભુને સોંપી દીધું છે. અને એથી અમે લોકો એકદમ મજામાં છીએ. ૩ પ્રશ્નો પૂછાઈ ગયા… પ્રશ્ન માટે ક્રમ રાખેલો… એ ક્રમ પ્રમાણે પત્રકારો પ્રશ્ન પૂછતાં હતા, ૩ પ્રશ્નો પૂછાઈ ગયા. ચોથો પત્રકાર ઉભો થયો. એણે પૂછ્યું, આચાર્યજી! ૩ પ્રશ્નો તમને પૂછાઈ ગયા, ચોથો પ્રશ્ન મારે તમને પૂછવાનો છે, વચ્ચેની થોડી સેકંડો ગઈ એમાં તમે શું કર્યું? વિનોબાજી કહે છે – કે કોઈ પણ કામ કરતો હોઉં યા free હોઉં, ગુરુએ આપેલ રામ હરિ મંત્રનો જાપ સતત ચાલુ હોય છે. એટલે ૩ પ્રશ્નો પૂછાઈ ગયા, મારો મંત્ર ચાલુ છે. તમે નહિ પૂછો ત્યાં સુધી મંત્ર ચાલુ જ રહેવાનો છે. કેવી એક નિષ્ઠા…

તમે કોઈ પણ સાધનાને પકડો, એવું નથી કે આ જ સાધના પકડો. ‘યોગ અસંખ્ય જિનવર કહ્યા’. પ્રભુએ કહેલી સાધના પદ્ધતિ એક નહિ, બે નહિ, ત્રણ નહિ અસંખ્ય છે. કેમ અસંખ્ય છે… સાધકોની patterns અગણિત છે, તો સાધનની patterns પણ અગણિત છે. એટલે mass માં તો તમને સાધના માટે લલચાવી શકાય; આપી ન શકાય. કારણ personally તમે સાધના લેવા આવો ત્યારે તમારા માટેની સાધના અલગ છે, આના માટેની અલગ છે. આમના માટેની અલગ છે. દરેક વ્યક્તિ માટેની સાધના અલગ છે. અને એ અલગ – અલગ સાધના તે – તે સાધકને જોઇને અમે લોકો આપતાં હોઈએ છીએ.

તો તમારા મનમાં આજે એક વિચારનું બીજ રોપું છું; કે મારે નિર્મળ થવું છે.

પ્રભુ તૈયાર છે, સદ્ગુરુ તૈયાર છે.

જે ક્ષણે તમે તૈયાર થાવ, એ ક્ષણે નિર્મળ થવાની prosses ચાલુ થઇ જશે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *