વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : પરમ ચેતના પરમ સક્રિય
પ્રાર્થના અને પ્રસાદ. ભક્તની પ્રાર્થના થાય અને પ્રભુનો પ્રસાદ ઝીલાયા કરે… પ્રભુનો પ્રસાદ, પ્રભુની કૃપા નિરંતર વરસી રહી છે. એવી એક ક્ષણ નથી કે પ્રભુની કૃપા ન વરસતી હોય. તમે પ્રાર્થના કરો અને એ કૃપાને તમે ઝીલી શકો.
દરિશન દુર્લભ, સુલભ કૃપા થકી. પ્રભુ! હું કરવા જાઉં તારું દર્શન, તો એ તો દુર્લભ છે, અશક્ય છે. પણ જો તારી કૃપા વરસી જાય, તો બધું જ સુલભ છે. તારી કૃપા વરસે, તો તારું દર્શન પણ હું કરી શકીશ.
એવી કોઈ ઘટના નથી, એવું કોઈ કાર્ય નથી – જે પ્રાર્થના દ્વારા અશક્ય હોય. ભક્તની પ્રાર્થના પરમચૈતન્યને સક્રિય બનાવે છે. અને પરમ ચેતના સક્રિય થાય, પછી We have not to do anything absolutely!
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૧
પ્રવચન અંજન જો સદગુરુ કરે….
ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો
નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં
નમો આયરિઆણં
નમો ઉવજઝાયાણં
નમો લોએ સવ્વ સાહૂણં
એસો પંચ નમુક્કારો
સવ્વ પાવપ્પણાસણો
મંગલાણં ચ સવ્વેસિં
પઢમં હવઈ મંગલં
મંગલં શ્રીમદ્દ અર્હન્તો, મંગલં જિનશાસનમ્
મંગલમ્ સકલ સંઘો, મંગલમ્ પૂજકા અમી,
કૃતાપરાધેSપિ જને, કૃપામંથરતારયો:
ઇષદ્દબાષ્પાર્દ્રયોર્ભદ્રં, શ્રી વીર જિન નેત્રયો:
કમઠે ધરણેન્દ્રે ચ, સ્વોચિતં કર્મ કુર્વતિ,
પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ:, પાર્શ્વનાથ શ્રિયેSસ્તુ વઃ
જ્ઞાનધ્યાનક્રિયાધિકાર્ય કુશલ:, પ્રધુમ્ન જેતા ગુરુ,
આંતરલોચનમેકમસ્તિ સુતરાં, મૃદભાષિતં યસ્ય વૈ,
ૐકારેણ સુસેવિતોSપિ સતતં, ૐકાર સેવા પરઃ
સોયં સૌમ્યમના: સદા વિ જયતે, શ્રી સિદ્ધિસૂરીશ્વર:
સોયં સૌમ્યમના: સદા વિ જયતે, શ્રી ભદ્રસૂરીશ્વર:
સોયં સૌમ્યમના: સદા વિ જયતે, શ્રી ૐકારસૂરીશ્વર:
સોયં સૌમ્યમના: સદા વિ જયતે, અરવિંદસૂરીશ્વર:
કલ્પદ્રુમસદ્ધર્માંણો, મિષ્ટપ્રાપ્તો શરીરીણામ્;
ચતુર્ધા ધર્મ દેષ્ટારં, ધર્મનાથમુપાસ્મહે
યસ્યાભીધાનં મુનયોSપિ સર્વે:, ગ્રુહ્નોતી ભિક્ષા ભ્રમણસ્ય કાલે,
મિષ્ટાન્નાપાનાંમ્બર પૂર્ણકામા:, સ ગૌતમો યચ્છતુ વાન્છીતમે:
નંદીષેણ મહામુનિ પરમ પાવન શત્રુંજય મહાતીર્થની યાત્રાએ ગયેલા, નવટૂંકમાં સાહેબ ગયા, એમણે જોયું, એક બાજુ અજીતનાથ પ્રભુનું જિનાલય, એની સામે શાંતિનાથ પ્રભુનું જિનાલય, આમને – સામને આવેલા મંદિરો. એક જગ્યાએ ભક્તિ કરવા જાવ, તો બીજી જગ્યાએ આશાતના. શું કર્યું નંદીષેણ મુનિએ? બંને જિનાલયના વચ્ચેના ચોકમાં એ બેસી ગયા, અને એમણે પ્રભુને કહ્યું: કે પ્રભુ! મારી તો કોઈ તાકાત નથી, મારી કોઈ હેસિયત નથી, સાધનામાર્ગમાં એક ડગ પણ તું મને ચલાવી આપ. તારી કૃપા વિના સાધના માર્ગમાં એક ઇંચ, એક સેન્ટીમીટર હું ચાલી શકું એમ નથી. પ્રભુ! મારી શક્તિ બિલકુલ નથી, પણ તારી શક્તિનો કોઈ ઓરચોર નથી, પ્રભુ! હું ઈચ્છું છું કે તારી શક્તિથી આમને – સામને રહેલા મંદિરો આજુબાજુમાં આવી જાય. ભક્તની પ્રાર્થના પરમચૈતન્યને સક્રિય બનાવે છે. મારા લયમાં કહું તો એકમાત્ર પરમ ચૈતન્ય, એ જ પર સક્રિય છે. સદ્ગુરુ પરમ નિષ્ક્રિય છે. We have not to do anything absolutely. અમારે અમારી ઇચ્છાથી કશું જ કરવાનું હોતું નથી, એની જે આજ્ઞા… પરમ ચેતના, પરમ સક્રિય. સદ્ગુરુ ચેતના પરમ નિષ્ક્રિય… પણ એ પરમ નિષ્ક્રિય ચેતના, પરમ સક્રિય ચેતનાને activate કરે છે.
એક પ્રાર્થના તમારી પરમ ચૈતન્યને સક્રિય બનાવે છે, એવી કોઈ ઘટના નથી, એવું કોઈ કાર્ય નથી જે પ્રાર્થના દ્વારા અશક્ય હોય, પ્રાર્થના થઇ, આમને – સામને રહેલા મંદિરો આજુબાજુમાં આવી ગયા, આ જ લયમાં આનંદધનજી ભગવંત ચાલ્યા છે, એ લય છે – પ્રાર્થના અને પ્રસાદનો. ભક્તની પ્રાર્થના અને પ્રભુનો પ્રસાદ ઝીલાયા કરે, પ્રભુનો પ્રસાદ, પ્રભુની કૃપા, નિરંતર વરસી રહી છે. એવી એક ક્ષણ નથી કે પ્રભુની કૃપા ન વરસતી હોય. તમે પ્રાર્થના કરો, કે એ કૃપાને તમે ઝીલી શકો.
આનંદઘનજી ભગવંત ચોથા સ્તવનના પ્રારંભમાં કહે છે: “અભિનંદન જિન દરિશન તરસીએ, દરિશન દુર્લભ દેવ” પ્રભુ તારું દર્શન કરવું છે, તો શી રીતે કરું? છેલ્લે એમણે કહ્યું; દરિશન દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન ભગવાન” પ્રભુ હું કરવા જાઉં તારું દર્શન તો એ દુર્લભ છે, અશક્ય છે પણ તારી કૃપા વરસી જાય, તો બધું જ સુલભ છે. તારું દર્શન પણ હું કરી શકીશ. મજાનું પ્રાર્થનાનું સંગીત આનંદધનજી ભગવંતની સ્તવનામાં મળે છે,
વહેલી સવારની વાચનાઓમાં આનંદધનજી ભગવંતની એ પ્રાર્થનાઓ ઉપર સ્વાધ્યાય કરવો છે, પણ આનો સ્વાધ્યાય અલગ રીતે કરવો છે. એવો સ્વાધ્યાય જ્યાં કોઈ વક્તા નહિ હોય, જ્યાં કોઈ શ્રોતા નહિ હોય, એ ખંડ અંદર હશે, માત્ર એક અખંડ અસ્તિત્વ. જે આનંદધનજીના શબ્દો ઉપર થિરકતું હશે, નાચતું હશે… મેં તો વર્ષોથી નક્કી કર્યું છે, મારે બોલવાનું નહિ… I am not to speak a single word. અને એક વાત તમને કહું: આ વાચનાઓની અંદર તમારે સાંભળવા માટે પણ આવવાનું નથી. એક મસ્તી, એક ગાન, આનંદધનજીને પીવાના… પીઓ એટલે શું થાય?
એક શરાબી માયખાનામાંથી ચકાચક શરાબ પી ને નીકળ્યો હોય, એની લડથડાતી ચાલ તમે જુઓ, તમારે એને પૂછવું ન પડે, ભઈલા કેટલો પીધો… અત્યાર સુધી પ્રવચનો સાંભળ્યા, હવે આપણે સાંભળવું નથી, પીવું, પીવું.. પ્રભુને પીવો, આનંદધનજીને પીવો. આનંદધનજીના શબ્દો પરાવાણી છે. There is no human touch. There is the divide touch. એ પરાવાણી સીધી જ ઉપરથી ટપકી. એમના કંઠનો ઉપયોગ થયો છે, આનંદધનજી એ ન તો એ સ્તવનો લખ્યા છે, ન લખાવરાવ્યા છે. પરાવાણી છે.
એ દેરાસરમાં બેઠેલા અને એ પરાવાણી ચાલુ થઇ, “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો” એમને એ સ્તવનો લખ્યા નથી. સદ્ભાગ્ય આપણું કે જ્ઞાનવિમલસૂરિ મહારાજ એ વખતે ત્યાં આવી ગયેલા, સ્તબ્ધ થઇ ગયા સાંભળીને… આ તો પરાવાણી… એમણે એ સ્તવનો note down કરી લીધા. અને એના કારણે આપણને આનંદધનજી મળ્યા. પરાવાણી.
હું ઘણીવાર કહું છું કે પરાવાણીને પીવાની પણ એક ટેકનીક છે. ધીરે ધીરે બધું સમજાવીશ. શ્રી અરવિંદ પછી માતાજી આવ્યા પોંડીચેરીમાં, એકવાર માતાજીને સાવિત્રી ઉપર બોલવાનું હતું, અરવિંદનું સાવિત્રી toughest ગણાય. એ પણ divine touchવાળુ છે… પરાવાણી જ છે. માતાજીએ એક મજાનો પ્રયોગ કર્યો, એમણે કહ્યું ૯ વાગે બધાએ આવી જવાનું, ૯ વાગે હોલના બારણાં બંધ થઇ જશે. Auditorium બંધ. ૩૦ મિનિટ આખું જ Auditorium અને માતાજી ધ્યાનમાં જતાં રહે, ૯.૩૧ મિનિટે માતાજી આંખ ખોલે, એ ધ્યાનના માસ્ટર હતા, એટલે ખ્યાલ આવી જ જાય કે અડધો કલાક થયો. ૯.૩૧ આંખ ખોલે, ટેબલ ઉપર સામે સાવિત્રીનું પુસ્તક પડ્યું છે. એમને એમજ એક પાનું ઉથલાવે, અને પહેલો જે પેરેગ્રાફ હોય એને વાંચે અને એના ઉપર અડધો કલાક બોલે. આશય એ હતો, કે શું બોલવાનું છે એનો પણ ખ્યાલ નહોતો. અને એટલે પોતાની બુદ્ધિ વચ્ચે આવી નહિ. પુસ્તકો છપાયા છે, મેં વાંચ્યા છે, about the Savitri. પણ એ વાંચતા એમ લાગે કે ખરેખર માતાજી નહિ બોલ્યા હોય, એ પરાવાણી જ છે. આવી પરાવાણી આનંદઘનજી ભગવંતે આપણને આપી. આપણે એમાં ડૂબવું છે, હું પણ ડૂબી જઈશ, તમારે પણ ડૂબી જવું છે.
મને ખ્યાલ છે, ડૂબવાનો આનંદ મેં માણ્યો છે, એટલે ઘણીવાર હવે હું કહું છું કે મારે હવે શબ્દોને વહેંચવા નથી. હું બોલતો નથી એ નિશ્ચયની ભાષા માં, હું બોલું છું એમ માની લઉં તો પણ મારે શબ્દોને વહેંચવા નથી. મારે મારા આનંદને તમારી જોડે Share કરવો છે. હું અંદર ગયો, અને અપાર આનંદ જે મને મળ્યો છે એ આનંદ મારે તમને બધાને આપવો છે. અને ન આપું તો હું એકલપેટો ગણાવું ને… સદ્ગુરુ એકલપેટા હોય ક્યારેય? બહુ માણ્યું છે પ્રભુની કૃપાથી… એક – એક ડગલું પ્રભુની કૃપાથી જ ભરાય છે. આંતરયાત્રામાં… પ્રભુ મને ખૂબ ઊંડે સુધી લઇ ગયા છે અને એ જે આનંદ મળ્યો છે સાક્ષીભાવનો, ભીતર જવાનો, એમ થાય કે તમારી પાસે તો કાંઈ નથી. મારે તમને બધાને એ આનંદ આપવો છે એ આનંદ લેવા માટે ….