Pravachan Anjan Jo Sadguru Kare – Vachana 2

243 Views
28 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : અસ્તિત્વનું સ્તર

ત્રણ વર્ષના બાળકને પણ રમકડું આપો, તો મોઢામાં નાંખે; કારણ કે આહાર સંજ્ઞા એની પાસે અસ્તિત્વના સ્તરની છે. સાધનાને પણ આપણે અસ્તિત્વના સ્તર ઉપર લઇ જવી છે. conscious mind ના level ઉપર જ જો સાધના રહી, તો એ તો જન્મ બદલાશે એટલે ખતમ થઇ જશે

તમારી સાધના કયા સ્તર પર ચાલે છે? પ્રવચન સાંભળ્યું કાનના સ્તર પર, બહુ-બહુ તો અનુપ્રેક્ષા કરી થોડી conscious mind ના level ઉપર. પણ તમારું જે અસ્તિત્વ છે, જ્યાં રાગ-દ્વેષ-અહંકાર અનંતા જન્મોથી તમને ઘેરીને વળેલા છે, ત્યાં તો આ પ્રકાશ જતો નથી.

મારે સૌથી પહેલું કામ આ કરવાનું છે; તમારા conscious mind ને છીનવી લેવાનું. જ્યાં સુધી conscious mind ના level ઉપર જ આ શબ્દો સ્પર્શે, ત્યાં સુધી કામ શરૂ થવાનું નથી. કામ શરૂ ત્યારે જ થશે જ્યારે અસ્તિત્વના સ્તર ઉપર આ શબ્દો જશે પ્રભુના…

ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૨

પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતની પરાવાણી – ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે

પ્રભુ મારા પરમ પ્રિય, પ્રભુ પરનો મારો પ્રેમ પરમપ્રેમ. આનંદઘનજી ભગવંતે જેને પરમપ્રેમ કહ્યો છે એને મહોપાધ્યાય યશોવિજય મહારાજે પૂર્ણ પ્રેમ કહ્યો. પરમ પ્રેમ એટલે પૂર્ણ પ્રેમ. મહોપાધ્યાયજીની મજાની કેફિયત છે, “મેરે પ્રભુ શું પ્રગટ્યો પૂરણ રાગ” પૂર્ણ પ્રેમ તમારી ચેતના, તમારું મન, તમારું હૃદય, પૂર્ણતયા પ્રભુમય બની ગયેલા હોય, અસ્તિત્વનો એક પ્રદેશ પ્રભુમયતા વિનાનો ન હોય.

મીરાં યાદ આવે, “લાલ ન રંગાવું, હરિ ન રંગાવું, તેરે હી રંગ મેં, રંગ દે ચુનરિયા” પ્રભુ મારા મનની, મારા અસ્તિત્વની ચુંદડીને ન તો મારે લાલ રંગાવવી છે, ન લીલી રંગાવી છે. મીરાં કહે છે, I am totally choiceless person. “લાલ ન રંગાવું, હરિ ન રંગાવું, તેરે હી રંગ મેં, રંગ દે ચુનરિયા” પ્રભુ તારા રંગમાં મારા મનની ચુંદડીને રંગી નાંખ. પછી કહે છે, “એસા હી રંગ દો કે રંગ નાહી છૂટે, ધોબિયા ધુએ ચાહે સારી ઉંમરિયા” પ્રભુ મારા અસ્તિત્વની ચુંદડી પર તારો રંગ એવો લાગી જાય, કે વિભાવનો ધોબી ગમે એટલી મહેનત કરે એ રંગ ઉતરે નહિ. “એસા હી રંગ દો કે રંગ નાહી છૂટે, ધોબિયા ધુએ ચાહે સારી ઉંમરિયા” અઘરું છે આ…?! મારા લયમાં તો હું કહીશ કે it is so easy…

મહોપાધ્યાયજીએ સ્તવનામાં કહ્યું કે ‘રીઝવવો એક સાંઇ’ મારું life mission માત્ર આટલું છે, ‘રીઝવવો એક સાંઈ’ – એક મારા પ્રભુને મારે રીઝવવા છે. હવે બોલો સહેલું શું અને અઘરું શું…? અમારે માત્ર એક પ્રભુને રીઝવવાના, તમારે દુનિયાને રીઝવવાની છે… સહેલું કામ કોનું…? અમારું કે તમારું? તમે જો એક society માં રહેતા હોવ, અને ત્યાં તમારે president તરીકે, એક હોદ્દેદાર તરીકે ચૂંટાવું હોય, કેટલા કેટલાની ખુશામત તમે કરો… અને એમાં થોડાક જણા ટાટીયો પકડીને પછાડે, એટલે પડ્યા. તમારે કેટલાને રીઝવવાના! અને અમારે માત્ર એક પ્રભુને રીઝવવાના. પ્રભુને મન આપી દો.

ભગવદ્દગીતા ભારયીય સંસ્કૃતિનો બહુ જ મજાનો ગ્રંથ છે. એના બે અમર પાત્રો, શ્રી કૃષ્ણ અને અર્જુન. શ્રી કૃષ્ણ એટલે ગુરુ ચેતના, અર્જુન એટલે શિષ્ય ચેતના. આપણે અત્યારે ભગવદ્દગીતા જ ચાલે. શ્રી કૃષ્ણ ચેતના એટલે ગુરુ ચેતના. કૃષ્ણ શું કરે? કૃશ ધાતુ ખેંચવાના અર્થમાં છે, જે તમારા conscious mind ને છીનવી લે, ખૂંચવી લે; એ ગુરુ. અને અર્જુન: જે ઋજુ ઋજુ એકદમ સરળ crystal clean hearted છે એ શિષ્ય. મારે સૌથી પહેલું કામ આ કરવાનું છે તમારા conscious mind ને છીનવી લેવાનું. આપશો ને? જ્યાં સુધી conscious mind ના level ઉપર આ શબ્દો સરસે ત્યાં સુધી કામ શરૂ થવાનું નથી. કામ શરૂ ત્યારે જ થશે જ્યારે અસ્તિત્વના સ્તર ઉપર આ શબ્દો જશે પ્રભુના…

અમદાવાદમાં એક ભક્તિ સંગીતનો કાર્યક્રમ હતો. વહેલી સવારનો, તમારે ૫ થી ૮, ત્રણ કલાક મજાનું ભક્તિ સંગીત, મજાની સંવેદના, ત્રણ કલાક ક્યાં ગયા… કોઈને ખ્યાલ નહિ આવ્યો. સમારોહ પૂરો થયો, જાહેરાત થઇ કે બધાએ બાજુના હોલમાં નવકારશીનો લાભ આપીને જ જવાનું છે. લોકો ત્યાં ગયા, એક શ્રાવક મારા પરિચિત, એ પણ ત્યાં ગયા, ખુરશી પર બેઠા, વેઈટરે કપ – રકાબી સામે મુક્યા, ચા પીરસી. પેલાએ ચા નો કપ ઉઠાવ્યો. પહેલો ઘૂંટડો sip કર્યો, ચા ઠંડી, બેસ્વાદ. એનો મૂડ ખતમ થઇ ગયો, આવી વ્યવસ્થા આ લોકોની..! ચા માં ય ઠેકાણું નહિ..! પણ એ જાગૃત સાધક હતો, જાગૃત સાધક ન પડે એમ નહિ, પણ પડ્યા પછી તરત ઉભો થઇ જાય. એને તરત વિચાર આવ્યો કે ૩ કલાકની મારી ભક્તિધારા, એને ચા ની એક ચૂસકી તોડી શકે…? how it can be? કઈ રીતે આ શક્ય છે? ત્રણ કલાક પ્રભુની ભક્તિની ધારામાં ખરેખર મારું મન વહેલું હતું. હું એ શબ્દોમાં, એ ભાવોમાં બિલકુલ લીન થઇ ગયેલો હતો. ત્રણ કલાક સુધી જે મારી ભક્તિની ધારા ચાલેલી એ ભક્તિની ધારાને એક ચા ની ચૂસકી એક સેકંડમાં લેવાયેલી તોડી શકે…? ત્રણ કલાકની ધારા એક સેકંડની એક ઘટના એને તોડી શકે…?

એ વખતે હું અમદાવાદમાં જ હતો… એ ભાઈ મારી પાસે આવ્યા, વંદન કરીને મને પૂછ્યું; કે સાહેબજી આમાં શું થયેલું? મારી ભક્તિધારા ખોટી હતી? શું હતું? મેં કહ્યું; તમારી ભક્તિધારા બિલકુલ વાસ્તવિક હતી. તમે પ્રભુના રંગે રંગાયેલા એ વાસ્તવિક ઘટના હતી. તો એનો સવાલ આવ્યો કે ત્રણ કલાકની મારી ભક્તિધારા એને એક સેકંડની ચા ની ચૂસકી તોડી કેમ શકે ગુરુદેવ…?  ત્યારે મેં સમજાવ્યું કે ત્રણ કલાકની ભક્તિધારા conscious mind ના લેવલની હતી અને આહાર સંજ્ઞા અસ્તિત્વના સ્તરની હતી. અને એટલે ત્રણ કલાકની conscious mind ના લેવલની ભક્તિધારા ઉપર એક સેકંડની અસ્તિત્વની ધારા હાવી થઇ ગઈ.

એટલે જ તમારી જે સાધના છે એ સાધના કયા સ્તર પર ચાલે છે? પ્રવચન સાંભળ્યું- કાનના સ્તર પર, બહુ – બહુ તો અનુપ્રેક્ષા કરી થોડી.. conscious mind ના લેવલ ઉપર… તમારું જે અસ્તિત્વ છે, જ્યાં રાગ – દ્વેષ અને અહંકાર અનંતા જન્મોથી તમને ઘેરીને વળેલા છે, ત્યાં તો આ પ્રકાશ જતો નથી.

હું ઘણીવાર કહેતો હોઉં છું, દુશ્મન બંકરમાં હોય, અને સૈનિક બહાર હોય, એ બહાર ઉભા ઉભા ભડાકા કરે, તો શું થાય? દુશ્મન બંકરમાં છે, એ સૈનિકે બંકરમાં ઉતરી અને દુશ્મનની છાતી ઉપર બંદુક ભેડવવી જોઈએ. આ જ વાત મહોપાધ્યાય યશોવિજય મહારાજે શીતલનાથ પ્રભુના સ્તવનમાં કહી, “વિષય લગનકી અગન બુઝાવત, તુમ ગુણ અનુભવ ધારા” રાગની આગ લાગી છે, ખ્યાલ તો આવે ને આમ…? આગ લાગે એ ખ્યાલ આવે તો બંબાવાળાને બોલાવો ને…? કમસેકમ અમારી પાસે દોડતાં ત્યારે આવો… ખબર પડે કે રાગની આગ લાગી છે તો ને…! ખબર પડે છે…?

“વિષય લગનકી અગન બુઝાવત, તુમ ગુણ અનુભવ ધારા”

રાગની આગ લાગી છે એને બુઝાવવી છે. શી રીતે બુઝાવવી? મજાનો માર્ગ આપ્યો, “તુમ ગુણ અનુભવ ધારા” પ્રભુનો ગુણ છે: વિતરાગદશા. એ વિતરાગદશાની આંશિક અનુભૂતિ તમને થાય તો જ રાગ જાય. પણ બહુ જ પ્યારા શબ્દો આવ્યા, “તુમ ગુણ અનુભવ ધારા” તુમ ગુણ શ્રવણ ધારા નથી આવ્યું, તુમ ગુણ ચિંતન ધારા નથી આવ્યું. “તુમ ગુણ અનુભવ ધારા” હવે મારો તમને સવાલ છે: કઈ સાધના તમારી, અનુભૂતિના સ્તરની તમારી પાસે છે?

એક પ્રોફેસર ધુંઆધાર લેકચરર છે, મરી ગયો. બીજા જન્મમાં મનુષ્ય તરીકે એક બાળક તરીકે જન્મ્યો. એ ત્રણ વર્ષનો થાય એટલે એને ABCD શીખવાડવી પડે. ભાઈ ગયા જન્મમાં ભણેલું એનું શું થયું…! ગયા જન્મનો પ્રોફેસર છે, ધુંઆધાર લેકચરર હતો, ABCD શીખવાડવી પડે…! તો એ જે ભણાયેલું હતું. એ conscious mind ના લેવલનું હતું. conscious mind ના લેવલ ઉપર જે પણ તમે મુક્યું છે એ જન્મ બદલાશે એટલે ખતમ થઇ જશે. પણ એ ત્રણ વર્ષનો બાળક એને રમકડું આપો તો મોઢામાં નાંખે છે. કારણ? આહાર સંજ્ઞા એની પાસે અસ્તિત્વના સ્તરની છે. સાધનાને અસ્તિત્વના સ્તર ઉપર લઇ જવી છે.

મેં પેલા ભાઈને કહ્યું કે તારી ભક્તિની ધારા conscious mind ના લેવલની હતી. અને આહાર સંજ્ઞા અસ્તિત્વના સ્તરની હતી. ત્યારે એણે મજાનો સવાલ  કર્યો, કે સાહેબજી, મારે મારી આ ભક્તિધારાને અસ્તિત્વના સ્તર ઉપર લઇ જવી છે, તો મારે શું કરવું છે? મેં એને એકદમ practical approach બતાવ્યો, મેં કહ્યું અષાઢ મહિનો હોય, પહેલો વરસાદ વરસ્યો, કદાચ દોઢ ઇંચ વરસ્યો, પણ અડધો કલાક પછી ધરતી કોરી કટ. કારણ? એ પાણી ઉપરની સપાટીએ ચૂસી લીધું. એને અંદર ઉતરવા જ ન દીધું. પણ એ વરસાદ કલાક પછી ફરી repeat થાય, ફરી બે કલાકે repeat થાય, ફરી ચાર કલાકે જોરદાર વરસાદ આવે. એમ બે દિવસ સુધી લગાતાર વરસાદ વરસ્યા કરે, તો શું થાય? પાણી ધરતીમાં જાય. અંદર ઉતરે.

તો આપણે કામ એ કરવું છે કે ભક્તિની એ ધારાને સતત સતત સતત ભીતર ઉતારવી છે. ખ્યાલ આઈ ગયો? પહેલો વરસાદ પાણી સુકાઈ જ જવાનું છે… તમારે વરસાદ કેટલો વરસે…? ૨૪ કલાકમાં તમારા મન ઉપર વરસાદ કેટલો વરસે…? કેટલો બોલો…? દેરાસરમાં જાવ, પ્રભુ છે, મજાનું aura field છે. પણ તમારું મન બહાર છે, તો એ મન ભીંજાતું નથી. વ્યાખ્યાન સભામાં આવી ગયા, અત્યારે શું થાય છે બોલો…?

મેં એક સૂત્ર આપેલું, there should be the totality. There should be the totality. તમે થોડીક મિનિટ સાંભળો વાંધો નથી… but there should be the totality. સમગ્રતાથી તમે સાંભળો. માત્ર મનથી નહિ, અસ્તિત્વના સ્તરથી સાંભળવું છે. કબીરજીએ અસ્તિત્વના સ્તરના શ્રવણ માટે કહેતાં હોય છે “સબ તન ભયે શ્રવણ” શું પ્યારા શબ્દો આપ્યા..! “સબ તન ભયે શ્રવણ” પૂરું શરીર કાન બની ગયું! અને એક વાત તમને કહું, કોઈ પણ ઇન્દ્રિયની ચેનલમાં તમારે ડીપલી જવું હોય તો એક વખતે તમે એક જ ચેનલને ચાલુ રાખી શકો.

આપણે બધા સમવસરણમાં ગયેલા, યાદ આવે છે? હું અને તમે આપણે બધા પ્રભુના સમવસરણમાં જઈ આવેલા છે, અતિતની યાત્રામાં… ક્યારેક આપણે એકદમ ભક્તિને વશ પ્રભુના સમવસરણમાં ગયેલા, અને એ વખતે એક મીઠી મૂંઝવણ મન ઉપર સવાર થયેલી, મૂંઝવણ એ હતી કે પ્રભુને જોવા કે પ્રભુને સાંભળવા? આંખની સામે રૂપનું extreme point હતું. કેવું પરમાત્માનું રૂપ! “કોટિ દેવ મિલકર ન કર શકે, એક અંગુષ્ઠ રૂપ પ્રતિછંદ, એસો અદ્ભુત રૂપ તિહારો” કરોડો દેવો ભેગા થાય અને પોતાના રૂપના જથ્થાને એકઠો કરે, તો પણ પ્રભુના ચરણના અગુંઠા જેટલું રૂપ એ થતું નથી. એવું રૂપનું ચરમ બિંદુ આપણી સામે હતું. અને પ્રભુના પ્યારા પ્યારા અમૃત જેવા શબ્દો આપણા કાન માટે ઓચ્છવ થઈને આવતાં હતા. મૂંઝવણ એ થઇ કે પ્રભુને સાંભળવા કે પ્રભુને જોવા? કારણ? એક સમયે તમે એક જ ચેનલ ચાલુ રાખી શકો.

મેં મારી વાચના સભામાં એવા શ્રોતાઓ જોયા છે: હું કલાક – દોઢ કલાક સુધી બોલતો હોઉં, મંગલાચરણ થાય ત્યારથી એ શ્રોતાઓ આંખ બંધ કરીને સ્થિરાસને બેસી ગયેલા હોય. હાથની કે પગની એક આંગળી હલે નહિ, આંખો બંધ હોય અને એ પ્રભુની વાણી ને પીતા હોય, ‘સબ તન ભયે શ્રવણ’ પૂરું અસ્તિત્વ એ વખતે તમારા કાનમાં આવી જાય.

બુદ્ધના જીવનની એક ઘટના આવે છે, એક મુમુક્ષુ બુદ્ધની પાસે આવ્યો, બુદ્ધ જેવા વ્યક્તિત્વ માટે કોઈ ફરક પડતો નથી, સામે હજાર હોય કે એક હોય. બુદ્ધ એક મુમુક્ષુ માટે અડધો કલાક પ્રવચન આપે છે, પણ અચાનક અડધા વાક્યે બોલતાં એ બંધ થઇ ગયા. પેલા શ્રોતાને નવાઈ લાગી. વાક્ય પૂરું થયેલું હોય ને તો નવાઈ ન લાગે તો ઉલટું એમ થાય કે ગુરુદેવ મારા માટે આટલું બધું બોલ્યા.. personally for me. પણ અડધા વાક્યે બુદ્ધ બોલતાં બંધ થયા, તો એણે આંખ બુદ્ધની સામે ઉઠાવી. કહ્યું ગુરુદેવ! મારો કોઈ અપરાધ…? એ વખતે બુદ્ધ કહે છે હા, તું સ્થિર રહીને મને પીતો હતો, સાંભળાતો હતો, હમણાં તારા જમણા પગનો અંગુઠો સહેજ હલ્યો એટલે મેં પ્રવચન આપવાનું બંધ કર્યું. તારા જમણા પગનો અંગુઠો હલ્યો કેમ…? તારો ઉપયોગ ત્યાં ગયો તો હલ્યો ને… હું ઘણીવાર કહેતો હોઉં છું હું જો આવો નિયમ લઉં ને તો મારે મંગલાચરણ અને સર્વમંગલ બેય ભેગું થઇ જાય.

તો સમવસરણમાં આ મૂંઝવણ આપણને થઇ, solution શું આવ્યું.? Obviously audio vision ને video vision બેય ચાલુ હોય, તો video vision ઉપર તમારું ધ્યાન વધુ આકૃષ્ટ બને. તો એ વખતે પ્રભુનું પ્યારું પ્યારું રૂપ જોવાઈ ગયું. પ્રભુના પ્યારા પ્યારા શબ્દો છૂટી ગયા. અને એટલે અત્યારે તમે વાચના સાંભળો છો ત્યારે પ્રભુના શબ્દોને સાંભળી રહ્યા છો. એ સમવસરણમાં જે શબ્દો છૂટી ગયેલા, એ શબ્દોનું અનુસંધાન અત્યારે તમે કરી રહ્યા છો. યશોવિજય નામની સંઘટના તો છે જ નહી, યશોવિજયને બોલવાની વાત તો આવતી જ નથી. હું પણ પ્રભુને સાંભળું, તમે પણ પ્રભુને પીવો.

તો શ્રીકૃષ્ણ ચેતના એટલે ગુરુ ચેતના, અર્જુન ચેતના એટલે શિષ્ય ચેતના. શિષ્ય કેવો હોય? અર્જુન જેવો. એકદમ સરળ. Cristal clean hearted.ગુરુથી કશું જ છૂપું એના મનમાં ન હોય. એ સદ્ગુરુને પૂર્ણતયા સમર્પિત હોય.

ગઈ કાલે પણ મેં કહેલું એક સમર્પણ તમારી પાસે આવી ગયું then you have not to do anything absolutely. પછી તમારે કાંઈ જ કરવું નથી. જે પણ કરવાનું છે એ પ્રભુ અને ગુરુ કરી દેશે. તમારા માટેની appropriate સાધના સદ્ગુરુ તમને આપશે, એ સાધના કેમ ઘૂંટવી એ સદ્ગુરુ તમને સમજાવશે. એ સાધનાને ઘૂંટવા માટે જે appropriate atmosphere જોઈશે એ પણ સદ્ગુરુ તમને આપશે. અને તમારી સાધનામાં અવરોધો આવશે એને પણ સદ્ગુરુ હટાવશે. તમે માત્ર સમર્પિત થયા. પ્રભુની આ સાધનાને હું back seat journey કહું છું. તમારી back seat journey છે.

ઓફિસર હોય એને ક્યાંક જવું છે, એ મિટિંગમાં બેઠેલો છે, સોફરને ફોન કરે છે, કે આપણે જવાનું છે અહીંયા. એટલે સોફર ગાડીને એ.સી. કરી નાંખે છે, ઓફિસર આવે, સોફર પાછળનું બારણું ખોલી આપે. ઓફિસર અંદર જાય, ખાલી કહી દે અહીંયા જવાનું છે. પછી ગાડી દોડવા માંડે, મંઝિલે પહોંચી જાય. ઓફિસર બેઠો બેઠો ઊંઘતો હોય કે કામ કરતો હોય. આવી back seat journey તમને મળી છે. આવી… પ્રભુએ આપેલો માર્ગ, પ્રભુએ આપેલી મજાની સાધનાની કાર, સદ્ગુરુ સોફર તરીકે. તમારી back seat journey.

હમણાંની એક મજાની ઘટના કહું, બાંગ્લાદેશની પાટનગરી ઢાકા, ઢાકાથી ૧૫૦ કિલોમીટર દૂર એક ગામ નાનકડું, અને એનાથી પણ ૫ એક કિલોમીટર અંદર જંગલમાં એક ગુરુનો આશ્રમ હતો, યોગની ઘણી બધી પદ્ધતિ છે, એમાં એક યોગ ક્રિયા યોગ છે. ક્રિયાયોગમાં પણ ઘણું વૈવિધ્ય છે. યુરોપમાં રહેલો એક પ્રોફેસર, એને ક્રિયા યોગમાં રસ છે, ઇન્ટરનેટ પર એ surfing કરતો હોય છે, અને ત્યાં એને નામ મળે છે, કે ક્રિયા યોગની આ શાખા પર જેની માસ્ટરી હોય, એવા ગુરુ બાંગ્લાદેશમાં છે. નીચે address આપેલું, ઢાકાથી ૧૫૦ કિલોમીટર દૂર એક ગામ, ત્યાંથી ૫ કિલોમીટર દૂર જંગલમાં આશ્રમ. પ્રોફેસરને ક્રિયા યોગમાં, અને ક્રિયા યોગની આ ખાસ શાખામાં બહુ જ રસ હતો. એ ઘણા દિવસોથી એ શોધમાં હતો. એમાં આજે આ surfing કરતાં કરતાં નામ મળી ગયું.

એણે પોતાની યુનીવર્સીટીમાં મહિનાની રજા મૂકી દીધી. અને વિમાનમાં બેસી ઢાકા એરપોર્ટ ઉપર આવ્યો. પેલા ગામનું નામ લખીને આવ્યો હતો. એરપોર્ટ પર આવ્યા પછી ટેક્ષી સ્ટેન્ડ પાસે ગયો. અને આ ગામનું નામ બતાવ્યું બધાને, બધા જ ટેક્ષી ડ્રાઈવરો ખભો ઊંચકે છે. We don’t know. કારણ કે એકદમ અંદર આવેલું એ ગામ હતું. એટલે બધા ડ્રાઈવરો હાઇવે ના શહેરો ઉપર જવા માટે ટેવાયેલા હતા, કારણ કે એરપોર્ટ પર ઉતરેલો માણસ એને કોઈ શહેરમાં જ જવાનું હોય. મૂંઝાયો પ્રોફેસર, હવે શું કરવું…? ફરીથી surfing કરું, પણ એમાં તો address આટલું જ હતું, વધારે address ક્યાંથી જાણવું…? શું કરવું…? ત્યાં જ એક ટેક્ષી આવી, ડ્રાઈવરે પૂછ્યું તમારે આશ્રમમાં જવું છે? તો કહે કે હા, બેસી જાવ. પ્રોફેસર બેસી ગયા પાછળની સીટમાં, ગાડી ચાલી, પછી પ્રોફેસરને ખ્યાલ આવ્યો, કે ૧૦ કિલોમીટર ગાડી હાઇવે ઉપર ચાલી. પછી તો એવો ખરબચડો રસ્તો કે એ જાણકાર ડ્રાઈવર જ ટેક્ષી ચલાવી શકે. અને પછી છેલ્લા ૫૦ કિલોમીટર તો રસ્તો જ નહિ. ધૂળિયા રસ્તામાં ચાલવાનું. અને પેલા ગામ પછી તો કેડી પણ નહિ, જંગલી રસ્તો અને એમાં ગાડી ચાલી. આશ્રમ પર બરોબર ગાડી આવી ગઈ. ડ્રાઈવરે કીધું હું અહીંયા જ છું, તમે આરામ કરો, ગુરુને મળો. હું અહીં જ છું.

પેલાએ રૂમ લીધી, નાહ્યો, બ્રેકફાસ્ટ કર્યો, પૂછ્યું ગુરુ ક્યારે મળશે, તો એપોઇમેન્ટ ડાયરી ખોલી અને સેક્રેટરીએ કહ્યું કે બપોરે ૩ વાગે મળશે. ૩ વાગે પ્રોફેસર ગુરુની ચેમ્બરમાં ગયા. નવાઈ તો એ લાગી, કે જે માણસ ઢાકા એરપોર્ટ પરથી એને ડ્રાઈવ કરીને આવેલો એ જ ગુરુ તરીકે બેઠેલો હતો. પ્રોફેસર નવાઈમાં પડી ગયા, સર, તમે…? yes.. બહુ મજાની વાત ગુરુએ કહી જે મારે તમને કહેવી છે. ગુરુએ કહ્યું, તારી જિજ્ઞાસા, તારી સાધના માટેની ભૂખ એટલી કે યુનીવર્સીટીમાં રજા મૂકી અને તું યુરોપથી ઠેક બાંગ્લાદેશ સુધી આવી ગયો તો મારે થોડાક તો લાંબા થવું પડે ને.

હવે બોમ્બે આવી ગયા અમે. સદ્ગુરુ તૈયાર… back seat journey.

આજે ચાર વાત કરી, જે આગલા આપણે ખોલીશું. તમને appropriate સાધના સદ્ગુરુ આપે, એ સાધનાને કેમ ઘૂંટવી એ સદ્ગુરુ સમજાવે, એ સાધના ઘૂંટવા માટે જે appropriate atmosphere જોઈએ, એ પણ તમને સદ્ગુરુ આપે, અને તમારી સાધનામાં અવરોધ આવે તો અવરોધને ગુરુ હટાવી પણ દે. બોલો બરોબર back seat journey થઇ ગઈ કે નહિ…? તો અર્જુન ચેતના એટલે શિષ્ય ચેતના. જે સમર્પિત છે. પણ આપણે ત્યાં એક શબ્દ છે total surrender. Total surrender.

હમણાં યુરોપમાં એક સરસ પુસ્તક બહાર આવ્યું. લગભગ ૨૪૦ કે એટલા પાનાનું છે, કાગળ એકદમ સરસ વપરાયો છે, આર્ટ પેપર. બાઈન્ડીંગ સુપર પણ બધા જ કાગળ કોરા… ૨૪૦ કાગળ કોરા… superb પેપર્સ, superb બાઈન્ડીંગ. પુસ્તક ઉપર ખાલી બે શબ્દ લખેલા છે, total surrender. ભક્તિયોગ પરનું પુસ્તક છે, ઉપર લખ્યું છે total surrender. ખોલો એટલે દરેક પાના કોરા. તમને ખ્યાલ આવી જાય કે મારે કોરા થઇ જવાનું છે, મારે ખાલી થઈને જવાનું છે. તમે ખાલી થઇ જાવ, પ્રભુ અને ગુરુ તમને ભરી દે, અને ખાલી ન થઇ શકો તો ખાલી પણ કરી આપીએ બોલો…! અમે તૈયાર.. તમને ખાલી પણ કરવા અમે તૈયાર…!

તિબેટમાં એક સાધક થયો, મીલારેપા એનું નામ. એટલો તો વિદ્વાન હતો કે એ વખતની યુનીવર્સીટીઓમાં – વિદ્યાપીઠમાં એના પુસ્તકો ભણાવાતા. રાત્રે ૧૨ વાગે એને ઊંઘમાંથી ઉઠાડો, અને કહો કે ૫૦૦૦ માણસ સામે ભાષણ કરવાનું છે, વગર તૈયારીએ બે કલાક ભાષણ કરી દે. આવો વિદ્વાન અને એને સાધનાની તલપ લાગી. એક સાધનાની તલપ લાગે ને, બસ તમારે બીજું કાંઈ કરવું નથી. સદ્ગુરુ પાસે આવી જાવ, સદ્ગુરુ તમને સાધના આપશે, તમારી સાધનાને બિલકુલ develop કરવાનું કામ પણ સદ્ગુરુ કરશે, અને top to bottom, bottom to top તમને સદ્ગુરુ પહોંચાડી દેશે. તો મીલારેપા ને સાધનાની તડપન લાગી. એ વખતે પૂરા તિબેટની અંદર નારોપા નામના ગુરુ નંબર વન કહેવાતા. જ્ઞાનમાં, ત્યાગમાં, બધામાં…

તો મીલારેપા ગુરુ નારોપા પાસે જાય છે. અને નારોપાના ચરણોમાં સમર્પિત થાય છે અને કહે છે ગુરુદેવ! મને શિષ્ય તરીકે સ્વીકારો. મને સાધના દીક્ષા આપો. હવે ગુરુએ dual action કરવાનું રહ્યું. ગુરુ જોવે છે કે આ અહંકારી ચેતના છે આ. અને અહંકારથી એ ખાલી ન થાય ત્યાં સુધી મારે એને સાધના કેમ આપવી…! ગુરુનું કામ બહુ મોટું છે હો…! બહુ કપરું છે. તમને બધાને ખાલી કરવા અને પરમ ચેતનાની કૃપા દ્વારા તમને ભરી દેવા, એ કામ સદ્ગુરુ કરવા ચાહે છે. માસમાં તો તમને લલચાવી શકાય, personally આ કામ કરી શકાય. એક એક વ્યક્તિ ઉપર સદ્ગુરુ આ કામ કરવા માટે તૈયાર હોય છે, માત્ર તમારી તૈયારી જોઈએ. આ જીવન મળ્યું છે, અનંતા જન્મો totally meaning less થયા, આ જન્મને આપણે સાર્થક બનાવવો હોય તો પ્રભુની સાધનાથી આ જન્મને ભરી દેવો છે.

ગુરુ નારોપાએ જોયું અહંકારી ચેતના છે, એના અહંકારને પહેલા ઉડાડવો પડશે, એટલે ગુરુ કહે છે સાધના દીક્ષા પછી, પહેલા એક કામ કરવાનું… બોલો સાહેબ… તો કહે કે એક કુટીર બનાવાની છે, પેલી જગ્યાએ… બાજુમાં પહાડ છે, પહાડમાંથી પત્થર તોડી તોડીને લાવવાના છે. બળદગાડું, ત્રિકમ, કોદાળી તારે જે જોઈએ એ આશ્રમના સ્ટોરમાંથી લઇ લેજે. સવારે જવાનું, સાંજે આવવાનું. સાંજે આવીને મને મળજે…. પેલો કહે સારું. આવ્યો છે સાધના દીક્ષા લેવા, ગુરુએ એને પત્થર તોડવા માટે મોકલે છે.

તો પહેલી સજ્જતા થઇ કે ગુરુ પર વિશ્વાસ. અને ઘણીવાર હું કહું કે તમે જ્યારે સાધના લેવા સદ્ગુરુ પાસે આવો ત્યારે ગુરુએ કઈ સાધના આપવી, એવું જજ ક્યારેય કરતાં નહિ મનમાં. ગુરુએ આને તો આવો ગ્રંથ ભણાવ્યો. મને તો કહ્યું કે તું સેવા કર. કઈ સાધના દ્વારા તમને ઉચકવા એ સદ્ગુરુ નક્કી કરે. કારણ કે તમારી જન્માન્તરીય સાધનાને સદ્ગુરુ જોઈ શકે છે.

સવારે મીલારેપા જાય. હવે એને ટેવ કઈ હતી? ભાષણ કરવાની, લખવાની, આ ટેવ તો હતી નહિ. સવારથી સાંજ સુધી પત્થર તોડ તોડ કર્યા, બાવડા રહી ગયા. સાંજે અડધું ગાડું ભરાય એટલા પત્થર થયા, એ પત્થર લઈને આવ્યો આશ્રમમાં, પત્થર મૂકી દીધા. ગુરુ પાસે આવ્યો. ગુરુ એના ચહેરા સામે જોવે છે, હજુ બરોબર ઠેકાણે આવ્યો નથી. કાલે મને મળજે કહે છે. ગુરુ એમ નથી કહેતાં કે તું થાક્યો હોઈશ.. રસોડે જઈને ખાઈ લેજે, હોશિયાર માણસ છે એનું ફોડશે. મારે એની એ ખબર રાખવાની ન હોય, ગુરુ તો લાકડી લઈને બેઠા છે, “ગુરુ મોહે મારે શબ્દકી લાઠી, ચેલે કી મતિ અપરાધીની નાઠી” લાકડી તૈયાર છે, વાગે છે…? લાકડી અમારી વાગવી જ જોઈએ, અસ્તિત્વના સ્તર પર… તમે પણ હોશિયાર હોય છો. બનિયાન, શર્ટ, શિયાળો હોય તો સ્વેટર, ઓવરકોટ, લાકડી લાગે તો ઓવરકોટને મને વાગે જ નહિ. આપણે ઊંડાણમાં જવું છે…

આપણી મૂળ વાત એ હતી કે conscious mind ના લેવલ પરની સાધના નહિ ચાલે, આપણે એને અસ્તિત્વના સ્તર પર ઉતારવી છે. તો એ કઈ રીતે ઉતરે એ આપણે જોઈ રહ્યા છીએ. બીજા દિવસે મીલારેપા પાસે બીજું તો કંઈ કામ હતું નહિ, એ ગુરુ પાસે ગયો, ગુરુએ કહ્યું હા, પત્થર લઇ આવ. ફરી સવારથી સાંજ પત્થર તોડવાના. સાત દિવસ… તમે કોઈ હોય તો શું થાય સાચું કહેજો…? ગુરુને શોધવા જવું પડે કે પેલો ક્યાં ગયો? અરે સાહેબ! એ તો ભાગી ગયો. એ સાધના દીક્ષા લેવા આવ્યો અને તમે પત્થર તોડવા મોકલ્યો! સાતમી સાંજે મીલારેપા પત્થર તોડીને આવે છે ત્યારે એના મનમાં સવાલ થાય છે, કે સદ્ગુરુ શું કરી રહ્યા છે મારા ઉપર? ત્યારે એને ખ્યાલ આવ્યો કે સદ્ગુરુ પત્થર તોડાવતા નથી, મને તોડી રહ્યા છે. હું સાધનાદીક્ષા લેવા આવ્યો છું અને અહંકારનો મારો એજ પાસો મારી પાસે છે. કે ગુરુના આટલા બધા શિષ્યો છે પણ એકદમ વિદ્વાન શિષ્ય હોય તો હું જ! અહંકારને તો લઈને આવ્યો છું. એ સાતમી સાંજે પહાડેથી આશ્રમે આવે છે, અહંકાર નીતરી ગયો. ગુરુની ચેમ્બરમાં ગયો, ગુરુએ જોયું, વાહ! ખાલી થઇ ગયો આ તો…! ગુરુએ કહ્યું બેસી જા.

આપણી ભારતીય પરંપરામાં ગોધૂલી વેલા બહુ સરસ કહેવાય છે. તમે તો જો કે આનો અર્થ એ ખ્યાલ નહિ આવે હવે. આપણે ત્યાં બે સમય બહુ મજાના… એક વિજય મુહુર્ત, જે બપોરે મધ્યાહ્નનું છે. અને બીજું ગોધૂલી વેલા… સાંજના સમયે, સૂર્યાસ્ત વખતે ગાયો સીમમાંથી ગામમાં આવે, એ ગાયોની ખડીની ધૂળથી આખું આકાશ વ્યાપ્ત હોય, એ સમયને ગોધૂલી સમય કહેવામાં આવે છે. તો એ સમય હતો ગુરુએ કહ્યું બેસી જા. સરસ સમય છે તને સાધનાદીક્ષા આપી દઉં. ગુરુએ ખાલી પણ કર્યો. ગુરુએ ભરી પણ દીધો.

તો શિષ્ય ચેતના એટલે અર્જુન ચેતના. અર્જુન સમર્પિત છે, તમારે સમર્પિત થઇ જવું છે. જરૂર, તમે પ્રભુને, પ્રભુની આજ્ઞાને શરીરથી સમર્પિત નહિ થઇ શકો, નહિ થઇ શકો.. મનથી તમારે સમર્પિત થવું છે. અહીંથી બહાર નીકળશો, બાઈક કે કારમાં બેસશો તમે, શરીર વિરાધનામાં હશે પણ એ વખતે મન જો વાચનાના પદાર્થોમાં હોય, મન પ્રભુમાં હોય, તો શું થયું… તમારું સમર્પણ મનના સ્તરે પ્રભુ તરફનું હોય.

એટલે જ આપણે કાલે એક પંક્તિ ઘૂંટતા હતા, “નહિ અચાહ નહિ ચાહના, ચરનન લય લીના રે” ભક્તિનો માર્ગ કેવો છે… “નહિ અચાહ નહિ ચાહના, ચરનન લય લીના રે” ચરણોમાં ઝુકી જવું છે, સમર્પિત થઇ જવું છે. પ્રભુ હું તારો છું. જ્ઞાનવિમલસૂરિ મ.સા. એ બહુ મજાનું statement આપ્યું “હું પ્રભુ તારો, તું પ્રભુ મારો” પ્રભુ આપણા છે જ.. છે જ… પણ conditionally.. હું પ્રભુ તારો તો તું પ્રભુ મારો…

એક ભક્તે એકવાર મને પૂછેલું કે ગુરુદેવ! જ્ઞાનવિમલસૂરિ ભગવંત તો પ્રભુમય ચેતનાવાળા હતા, એમણે કહ્યું હું પ્રભુ તારો… એ વાત તો બરોબર હતી, પણ અમે લોકો બોલીએ હું પ્રભુ તારો… અમે ખરેખર પ્રભુના નથી. પ્રભુને સમર્પિત થયા નથી. તો આ સ્તવન અમારા માટે મૃષાવાદ ન કહેવાય? તો મેં કહ્યું આનંદઘનજી ભગવંત માટે એ statement વિધાન હતું કે હું તારો બની જ ગયો છું, આપણા માટે એ પ્રાર્થનાના લયમાં છે. કે પ્રભુ હું તારો બન્યો નથી, પણ તું મને તારો બનાવ. anyhow.. ગુરુને મોકલ. તારે જે કરવું હોય એ કર. પણ તું મને તારો બનાવ.

ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, પ્રભુ તું જ મારા માટે પરમ પ્રિય હોય, તારા સિવાય મને બીજું કંઈ ગમે નહિ. એવી ભૂમિકા ઉપર આનંદઘનજી ભગવંત હતા, હું નથી તો મારે જવું છે એ નક્કી છે. અને એના માટે સતત સતત સતત રટો… ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *