Pravachan Anjan Jo Sadguru Kare – Vachana 40

110 Views
32 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject: શુભના સાતત્યથી નિર્વિકલ્પ દશા

સમ્યગ્દર્શન ન મળે, સ્વની અનુભૂતિ આપણને ન સ્પર્શે, તો જીવન વ્યર્થ છે. આ જીવન માત્ર અને માત્ર સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે છે. અને એના માટે સૌથી વધારે જરૂરી છે: નિર્વિકલ્પ દશાનો અભ્યાસ.

નિર્વિકલ્પ દશા માટે ચોવીસ કલાક શુભમાં રહેવાની ટેવ પાડો. કદાચ પ્રવૃત્તિના સ્તરે અશુભ હશે, પ્રવૃત્તિ વિભાવની હશે, પણ જો મન એ સમયે પ્રભુની આજ્ઞાના પાલનમાં છે, તો વૃત્તિમાં શુભત્વ આવ્યું.

અહોભાવમય ક્ષણ એ શુભની ક્ષણ. અને એ શુભની ક્ષણ આપણને શુદ્ધમાં લઇ જાય. શુદ્ધ એટલે સ્વપ્રતિષ્ઠિતતા. શુભ એ સાધન છે; શુદ્ધ એ આપણું સાધ્ય છે. તમારું તમારામાં રહેવું – એનું નામ શુદ્ધ ક્ષણ.

ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૪૦

દેવાધિદેવ ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર, પરમાત્મા મહાવીરદેવની સાધનાની આંતરકથા. પરમપાવન આચારાંગ સૂત્રનો સ્વાધ્યાય મેં લગભગ ૩૦ એક વર્ષ સુધી લગાતાર કર્યો. દર વર્ષે એકવાર તો આચારાંગ સૂત્રમાંથી પસાર થવાનું જ રહ્યું. એ જ આચારાંગ સૂત્રમાં નવમાં અધ્યયનના અંદર આ પ્રભુની સાધનાની આંતરકથા આવે છે.

ભાઈના આગ્રહથી પ્રભુ બે વર્ષ ગ્રહસ્થપણામાં રહ્યા. એ વખતે પ્રભુએ કઈ સાધના કરી? સૂત્ર આવ્યું “एगत्तिगते पिहितच्चे से अभिण्णाय दंसणे संते” બે વર્ષ સુધી પ્રભુએ એક સાધનાની ત્રિપદી ઘૂંટી છે. આત્માનુભૂતિ, કાયગુપ્તિ અને જ્ઞાતા – દ્રષ્ટાભાવનું ઊંડાણ. આપણે જોઈ રહ્યા છીએ કે આત્માનુભૂતિ માટે સૌથી વધારે જરૂરી શું છે.. સ્વાનુભૂતિ કરવી જ છે ને ભાઈ…? સમ્યગ્દર્શન ન મળે, સ્વની અનુભૂતિ આપણને ન સ્પર્શે, તો જીવન વ્યર્થ છે. આ જીવન માત્ર અને માત્ર સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે છે તો સ્વાનુભૂતિ માટે સૌથી વધારે જરૂરી છે: નિર્વિકલ્પદશાનો અભ્યાસ. એવા સાધકો જોયા છે જેમને વિચારો આવતાં જ નથી. સતત વિચાર વિહીન અવસ્થામાં એ લોકો વિચરતા હોય છે. વિચાર શું કરે, બોલો…? વિચારની સજ્જતા કેટલી? વિચાર યા તો તમને ભૂતકાળ સાથે જોડી શકે, યા તો ભવિષ્યકાળ સાથે જોડી શકે. જેને વર્તમાનકાળમાં જ રહેવું છે, એના માટે વિચારોનું કોઈ પ્રયોજન નથી. પ્રભુએ અમને અને તમને એક પ્યારી સાધના આપી, વર્તમાનયોગની. બહુ જ મજાનું વિશ્લેષણ આ સાધનાનું આપવામાં આવ્યું. “અતિતાનુંસંધાનં ભવિષ્યત્ અવિચારણં ઔદાસીન્યં અપિ પ્રાપ્તે જીવન મુક્તસ્ય લક્ષણ” ભૂતકાળનો છેડો ફાડી નાંખો. ઘટના વીતી ગઈ તો વીતી ગઈ. એ પર્યાય ગયો તો ગયો.

મેં વચ્ચે તમને કહેલું ૪ વાગે એક ઘટના ઘટી. બપોરે ૪ વાગે એક ઘટના ઘટી. કોઈએ તમને રફલી કંઈક કહ્યું, ૧૦ second, ૨૦ second, ૪.૦૧ મિનિટે ઘટના પુરી થઇ ગઈ, હવે એ ઘટનાની dead body ને ઉચકીને તમે કેટલું ચાલવાના. કેટલા કલાક, કેટલા મહિના, કેટલા વર્ષ…?! ભૂતકાળ ગયો, ગયો તો ગયો… ભવિષ્યકાળ આવશે ત્યારે. અત્યારે મારી પાસે વર્તમાનની એક ક્ષણ છે.

આચારાંગ સૂત્રમાં પ્રભુએ આપણી પાસે એક મજાની વસ્તુ માંગી છે, પ્રભુએ કહ્યું કે બેટા! તું મને તારી એક ક્ષણ આપીશ? આપણે તો ઓવારી જઈએ, જે પ્રભુએ આખું જીવન આપ્યું, એ પ્રભુ એક ક્ષણ માંગે છે. ના પડાય કંઈ…? ના પડાય? આપણે કહ્યું, પ્રભુ આપી ક્ષણ… પણ અહીંયા પ્રભુ કુશળ ગુરુના રૂપમાં આવે છે અને એટલે તરત જ આપણને કહે છે તું બહુ ડાહ્યો દીકરા, મેં એક ક્ષણ માંગી, તે આપી દીધી, પણ મને જે ક્ષણ તું આપે એ ગંદી ગોબરી ચાલશે ખરી? તો એક મિનિટ શુદ્ધ તું મને આપ. એટલે ૬૦ second ની એક મિનિટ એને આપણે શુદ્ધ કરવાની… અને એવી એક શુદ્ધ મિનિટ આપણી પાસે આવે તો આપણે પ્રભુના ચરણોમાં એ સમર્પિત કરવાની. શુદ્ધ ક્ષણની વ્યાખ્યા શું? રાગનો, દ્વેષનો, અહંકારનો, ઈર્ષ્યાનો કોઈ પણ વિભાવનો જેમાં સહેજ પણ પડછાયો નથી પડ્યો, એવી ક્ષણ એ શુદ્ધ ક્ષણ. ૫૮ second સરસ ગઈ, ૫૯મી સેકંડે તમારા રૂમમાં કોઈ વ્યક્તિ આવી, એ તમારી અણગમતી વ્યક્તિ છે, અને એને જોઇને સહેજ તિરસ્કાર તમારી ભીતર ઉત્પન્ન થયો, એ મિનિટ નકામી થઇ. ૫૯મી સેકંડ બગડી ગઈ. પુરી મિનિટ શુદ્ધ ન બની શકી. બહુ જ મજાની આ proper સાધના. પ્રભુ વધુ કંઈ માંગતા નથી. એક દિવસમાં એક શુદ્ધ ક્ષણ માંગે છે.

હું પછી તમને discount આપીશ. આપણે એવું કરીએ, પ્રભુને એક શુદ્ધ ક્ષણ આપીએ, સદ્ગુરુને શુદ્ધ ક્ષણ ન અપાય, તો શુભની ક્ષણ આપીએ, માત્ર અહોભાવવાળી ક્ષણ હશે તો પણ ચાલી જશે. શુભ અને શુદ્ધ ફરક તમારા ખ્યાલમાં છે હવે, અહોભાવમય ક્ષણ એ શુભની ક્ષણ. અને એ શુભની ક્ષણ આપણને શુદ્ધમાં લઇ જાય, શુભ એ સાધન છે, શુદ્ધ એ આપણું સાધ્ય છે. શુદ્ધ એટલે શું? સ્વપ્રતિષ્ઠિતતા. તમારું તમારામાં રહેવું એનું નામ શુદ્ધ ક્ષણ. આપણું ultimate goal તો એ છે કે ૨૪ કલાક શુદ્ધમાં રહેવું છે. અને તમારો ultimate goal કદાચ એ આપું તમને કે ૨૪ કલાક શુભમાં રહેવું છે. નક્કી તમે કરો, choice તમારી… યા તો ૨૪ કલાક શુદ્ધની, યા તો ૨૪ કલાક શુભની. તમે કહેશો સાહેબજી શુભની ક્ષણો કઈ રીતે હોય? ત્યાં અમે લોકો એક division પાડીએ છીએ. વૃત્તિ અને પ્રવૃત્તિ. પ્રવૃત્તિ સંસારની હોય, વૃત્તિ, ધર્મમય – અહોભાવમય હોય, તો અમે એને શુભની ક્ષણ ગણીશું. શરીર ઓફિસમાં છે, શરીર ઘરે છે, મન ક્યાં હોય? મન પ્રભુમાં હોય. બોલો ને… મન પ્રભુની આજ્ઞામાં હોય.

બહેનો અહીંથી જશે, માતાઓ અહીંથી જશે, ચા ઉકાળવા માટે મુકશે, તેઉકાયની, વાઉકાયની વિરાધના ચાલુ થશે. પણ એ વખતે મનની અંદર વિરાધનાની વેદના હશે તો શું થયું મન પ્રભુને સમર્પિત થઇ ગયું. એટલે શરીર ઓફિસે હોઈ શકે, શરીર ઘરે હોઈ શકે, મન ક્યાં? બોલો… આટલું મજાનું discount! મારે તમને આપવું જ છે એટલે એકદમ easyation. એકદમ સરલીકરણ. મન પ્રભુને આપવાનું.

તો હવે વાત એ થઇ કે શુભની ક્ષણો જો સતત ચાલતી હોય, તો એમાંથી શુદ્ધની ક્ષણ મળવાની. શુદ્ધની ક્ષણ એટલે શું? તમે તમારા આનંદનો અનુભવ કરતાં હોવ, તમે તમારા જ્ઞાતાભાવ કે દ્રષ્ટાભાવની અંદર હોવ. તમે તમારા સમભાવની ધારામાં હોવ તો એ શુદ્ધની ક્ષણ. સંક્ષિપ માં કહું તો તમારા ગુણોની અનુભૂતિ અથવા તમારા નિર્મલ સ્વરૂપની અનુભૂતિ એ શુદ્ધની ક્ષણ. અને એના માટેનું કારણ જે પ્રભુ પ્રત્યેનો, પ્રભુની આજ્ઞા પ્રત્યેનો અહોભાવ એ શુભની ક્ષણ. આજે આપણે નક્કી કરીએ, કે શુભની અંદર તો ૨૪ કલાક રહીશું. શુભમાં તમારા મનને ૨૪ કલાક માટે રાખવું, એને હું તળેટી કહું છું. તળેટીએ પહોંચ્યા પછી આપણે શિખરની યાત્રા શરૂ કરીશું. તો ૨૪ કલાક શુભમાં રહેવું છે. કોશિશ કરો. ગઈ કાલે મેં બે track તમને બતાવેલા, ઉપરનું મન ઓફિસની બાબતોને સમજ્યા પણ કરે, નીચેનું મન જે છે એ માત્ર સ્વગુણની ધારામાં રમતું હોય.

એકવાર હું ગામમાં ગયેલો, એ ગામમાં  બે પક્ષ પડી ગયેલા સંઘની અંદર… હું આમ એ ગામ માટે નવો જ હતો. પણ એ લોકોને શ્રદ્ધા કે આ સાહેબ આવશે આપણું કામ થઇ જશે. દિવસે તો પ્રવચન અને એ બધું ચાલ્યું. રાત્રે પ્રતિક્રમણ પછી એક પછી એક પાર્ટીને બોલાવવાનો વિચાર કર્યો. પહેલા એક પાર્ટી આવી જાય, પોતાની વાત કરી જાય, એ લોકો જાય પછી બીજી પાર્ટીવાળા આવે. એ લોકો પોતાની વાત કરે, અને એમાંથી પછી મારે નિર્ણય આપવાનો રહે. તો પ્રતિક્રમણ પૂરું થયું. પહેલા પક્ષવાળા બધા આવી ગયા. હવે વાત તો નાનકડી જ હતી. તમારા સંઘર્ષોના મૂળમાં જોવા જઈએ ને તો બહુ જ નાનકડી નાનકડી વાતો હોય છે. પણ અહંકારના કારણે તમે એ નાનકડી વાતોને મોટી કરી નાંખો છો. મેં આમ કીધું ને એણે કેમ નહિ માન્યું. બસ આ વાત છે. વાત નાનકડી છે. અહંકાર મોટો છે. એ લોકોની પણ વાત નાનકડી હતી, પણ અહંકાર… અમે લોકોએ નવકારશીનું આમંત્રણ ફેરવ્યું, એ લોકોએ પહેલા ના નહિ પાડી, પછી એ લોકો જમવા નહિ આવ્યા, અમારી રસોઈ બધી બગડાવી… આમ કર્યું, તેમ કર્યું…

બન્યું એવું કે ઉપાશ્રયમાં હતું અંધારું, અને જુનો ગામડાનો ઉપાશ્રય, થાંભલાવાળો… તો આ પાર્ટીવાળા બધા આવી ગયેલા, પાછળથી પેલી પાર્ટીવાળો એક માણસ પાછળ થાંભલા પાછળ છુપાઈને બેસી ગયો. એણે બધી વાત સાંભળી લીધી. મેં બધી વાત આ લોકોની સાંભળી. સાંભળવા જેવી હતી એટલી. એક કલાકે એ લોકો ઉભા થયા, એ જ્યાં ઉભા થવાની તૈયારી કરે ત્યાં પેલો માણસ જતો રહ્યો બહાર. બહાર જઈ અને એની પાર્ટીવાળા ભેગા થયા હતા ત્યાં કહ્યું આ લોકોએ આપણા માટે આવું કહ્યું. આ લોકોએ આવું કહ્યું, આ લોકોએ આવું કહ્યું. એટલે પેલા લોકો પણ એકદમ ટાઈટ થઈને આવી ગયા. આવ્યા ત્રિકાળ વંદના કરીને બેઠા. સાહેબ અમારે પહેલા પૂછવું છે, અમારી વાત પછી… એ લોકોએ અમારા માટે શું – શું કહ્યું?

મેં એમને કહ્યું જુઓ ભાઈ! મારે છે ને રોજ આવા સંઘોના કામ પડે છે, એટલે મેં એક ટેકનીક વિકસાવેલી છે. મારી ટેકનીક એ હોય છે કે એક કલાક કોઈ બોલે એમાંથી પાંચ મિનિટનો સાર હોય એ હું લઇ લઉં, ૫૫ મિનિટ તો હું સાંભળતો નથી. એટલે એમણે શું કહ્યું… શું ન કહ્યું… એ, એ લોકો જાણે… એ એમને પૂછી લેજો. મારી પાસે તો એમની મૂળભૂત વાત શું છે એટલી જ છે… એટલે તમારે પણ લાંબુ લેકચર કરવું હોય તો હું ના નથી પાડતો. પણ મારા કાન પણ હું બંધ રાખી શકું છું. તમે આંખો બંધ રાખી શકો ને… હું કાન પણ બંધ રાખી શકું છું. જરૂરી હોય એ સાંભળવાનું, બિનજરૂરી હોય એ નહિ સાંભળવાનું. એટલે મેં કહ્યું તમે પણ જરૂરી વાત કહેશો એટલું હું દિલથી સાંભળીશ. બાકી બધું ઉપરથી જતું રહેશે. એટલે પછી મને પૂછતાં નહિ કે સાહેબ અમે આમ કીધેલું ને આમ કીધેલું… હું કાંઈ સાંભળવાનો નથી. એ લોકો સમજી ગયા, સીધી વાત પોતાની મૂકી દીધી. ખરેખર બેયની વાતમાં કંઈ હતું જ નહિ. બીજી સવારે પ્રવચનમાં ચુકાદો આપ્યો, બેય જણાએ ચુકાદો સ્વીકારી લીધો. જૈનમ જયતિ શાસનમ્ કહી દીધું.

મારે તમને પૂછવું છે કે આંખને બંધ તમે રાખી શકો છો, કાનને બંધ રાખી શકો કે નહિ…? કાનને બંધ રાખી શકાય… અમે લોકો ગામડામાં વિહાર કરીએ ને, તો ઘણી જગ્યાએ ઉપાશ્રય ન હોય, ઉપાશ્રય ન હોય તો સ્કુલમાં ઉતારો મળે, યા તો પંચાયત ઘરમાં, કયાંક ઉતારો અમને મળે. એકવાર પંચાયત ઘરમાં ઉતરેલા, હવે આમ તો બધું બંધ હતું. પણ રેડિયો ચાલુ હતો, એટલે ચાલુ કરીને પેલો માણસ ગયેલો, એટલે લાઉડ સ્પીકર ઉપર વાગ્યા જ કરે. એમાં election ચાલતું હતું. એટલે election માં થોડો રસ. એટલે હિન્દી, English, ગુજરાતીમાં સમાચારો આવે ત્યારે તો મન ત્યાં જાય. તો પછી તેલુગુ અને તમિલમાં શરૂ થયું, કાન બંધ. કારણ કે કંઈ પલ્લે જ પડે એવું નથી. જ્યાં રસ છે ત્યાં કાન ખુલ્લો થાય, જ્યાં રસ નથી ત્યાં કાન off થઇ જાય.

હું ઘણીવાર કહું સવારથી પેપર મારી પાસે આવીને પડેલું હોય, newspaper. આંખની એક કુટેવ પડેલી હોય કે headline ઉપર એક નજર ફેરવ્યા કરે.. ઘણીવાર એક કલાક થી પેપર સામે પડેલું છે, headline કેટલી વાર જોવાઈ ગયેલી છે, હું આંખ બંધ કરીને વિચારું કે આજના news પેપરની headline શું? તો મને ખબર નથી પડતી. પણ હા અંદરના પાને કોઈ બોક્ષમાં નાનકડા સમાચાર છે જૈન શાસનના તો એ મને ખ્યાલ છે. એટલે હું કોકને કહું કે ચોથા પાને બોક્સમાં સમાચાર વાંચજે. પણ પહેલા પાનાંની headline ૫૦ વાર મેં વાંચી છે છતાં મને યાદ નથી. એટલે જ્યાં રસ છે ત્યાં જ પાછળથી સ્મરણ છે. જ્યાં રસ નથી ત્યાં સ્મરણ પણ નથી.

અષ્ટાવક્રઋષિનું અષ્ટાવક્ર સંહિતા સાધનાની ટોચનો ગ્રંથ. એમાં એમણે એક જગ્યાએ લખ્યું, ‘વૈતૃષ્ણાત્ ન સ્મરતિ કૃતમત્કૃતમ્’ ઉદાસીનભાવમાં રહેલો સાધક, વર્તમાનયોગમાં રહેલો સાધક, એવો તો પરથી છૂટો પડેલો હોય છે, કે કોઈ કામ પોતે કર્યું કે ન કર્યું, એનું પણ એને યાદ નથી હોતું. ખાધું કે ન ખાધું યાદ નથી. કેમ સ્મરણ નથી? સ્મરણ કેમ નથી આવતું…? બહુ મજાની વાત કરી, કે જે ક્ષણે ઘટના ઘટી, એ સમયે એ ઘટના જોડે, એનો સંબંધ રચાયો નહોતો, તો પાછળથી સ્મરણ કોણ કરશે?! તમારો દરેક ઘટના જોડે સંયોગ સ્થપાય છે. આ ઘટના આમ ઘટી ને આ ઘટના આમ ઘટી. પાછળથી તમે પાછી યાદ રાખો છો. પણ એવા યોગીઓ આજે છે, એવા સાધકો વર્તમાન યોગવાળા છે, ઘટના ઘટ્યા કરે છે, એ ઘટના જોડે એમનો સંબંધ રચાતો નથી, પાછળથી સ્મરણ કોણ કરે…?!

તો આપણે એક વાત વિચારતાં હતા, કે નિર્વિકલ્પ દશા જેટલી પ્રગાઢ બને, એટલી જ આત્માનુભુતિમાં તમે સરળતાથી વહી શકો. તો એના માટે આ બે practical approaches તમને આપ્યા, શુભની ક્ષણોવાળું અને શુદ્ધની ક્ષણોવાળું. ૨૪ કલાક શુભમાં રહેવાની ટેવ પાડો. પ્રવૃત્તિના સ્તરે અશુભ હશે. કેમ હું પણ વાપરતો હોઉં તો પ્રવૃત્તિ વિભાવની છે, પણ એ વખતે મારું મન વાપરવામાં નથી. મારું મન પ્રભુની આજ્ઞાના પાલનમાં છે, તો વૃત્તિમાં શુભત્વ આવ્યું. અમે લોકો કઈ રીતે વાપરીએ ખબર છે તમને…? કઈ રીતે વાપરીએ…? બહારથી તો તમારી જેમ જ, હાથમાં કોળિયો લઈને મોઢામાં ઠાલવીએ. પણ ખરેખર અમે લોકો કઈ રીતે વાપરીએ?

અમે વાપરીએ છીએ ત્યારે એક ગાથા સૂત્ર અમારા મનની અંદર રમતું હોય છે. ‘અહો જિણેહિ અસાવજ્જા, વિત્તી સાહુણ દેસિઆ, મુગ્ગ સાહુણ હેઉસ્સ, સાહુ દેહસ્સ ધારણા’ એક અહોભાવની યાત્રા ભીતર ચાલે છે. શરીરના સ્તર પર ભોજન યાત્રા ચાલે છે. અંદર ભજન યાત્રા ચાલે છે. અહોભાવ! અરે વાહ! મારા પ્રભુએ કેવી નિર્દોષ સાધના અમને આપી કે મોક્ષના સાધક રૂપ આ દેહ એનું પોષણ થાય અને નિર્દોષ ભિક્ષાની ગવેષણાને કારણે અમને કોઈ જાતનો કર્મબંધ ન થાય. નિર્દોષ ભિક્ષા તો લાવીએ, લાવીએ… પણ એ લાવ્યા પછી પણ વાપરવાની કઈ રીતે? માંડલીના દોષ બતાવ્યા… અમારે સંયોજના કરીને પણ ખાવું નથી. રોટલી અને શાક ભેગું કરીને નથી ખાવા. એકલી રોટલી ખાઈ લેવી છે. અને આજે એવા એક નહિ, અનેક સાધુ ભગવંતો, અનેક સાધ્વીજી ભગવતીઓ છે, જે સંયોજના વગર વાપરી રહ્યા છે. રોજ એકાસણું, રોજ આયંબિલ, અને સંયોજના વગર વાપરવાનું. એટલે પ્રવૃત્તિ અશુભની, વૃત્તિ શુભની થઇ. તમે આવું કરી શકો ને…? can you do this? કરી શકો? પછી આપણે આજથી શરૂ કરીએ પછી…

વિદેશમાં તો છે ને એક – એક લેક્ચરની તગડી ફી હોય છે. ૧૦૦૦ ડોલર – ૫૦૦૦ ડોલર જેવો orator, જેવો વક્તા… આપણે ત્યાં તો બધું free છે. પણ મારી ઈચ્છા ખરી કે પાછળથી તમે home work કરો. તો આજે આ વાત જો બરોબર અંદર જચી ગઈ હોય તો try તો કરો. પછી મને કાલે તમે કહી શકો પ્રવચન પહેલાં પ્રવચન પછી… ગમે ત્યારે કે સાહેબ ગઈ કાલે ૨૩ કલાક સુધીમાં એક try કરી, એ try માં આટલો હું success ગયો. આટલા કલાક હું શુભમાં હું રહી શક્યો. અનાદિની સંજ્ઞાને વશ રાગ – દ્વેષમાં જતો હતો, તો જ્યાં પ્રભુના શબ્દો યાદ આવતાં break લાગતી. પ્રભુના શબ્દો શું કરે, break લગાવે. ૧૩૦ ઝડપે ગાડી જતી હોય, ને break ન હોય તો તમે બેસો ખરા અંદર એમાં…? તમારી ગાડી એકદમ ઝડપથી જાય છે, એને break – break છે ખરી? તમારા દાદા અને પરદાદાની life style કઈ હતી? અને તમારી life style કઈ છે? તમારી life styleમાં પુણ્ય કેટલું ઝડપથી ખર્ચાય છે. એ લોકોની જીવનશૈલી કેટલી શાંત હતી, મેં તો ગામડા જોયેલા છે.

૫૦ વર્ષ પહેલાનાં, આગળ દુકાન, અંદર ઘર હોય, આરામથી નાસ્તો કરે સવારે, દર્શન કરી આવ્યો, નાસ્તો કર્યો, પૂજા કરવા જાય, વ્યાખ્યાન સાંભળે ૧૧ વાગે આવે. ઘરાક આવેલો હોય તો બેસે. એક – બે કલાક ઘરાકને પતાયા, જમવા માટે જાય, આરામ કરે, ઘરાક આવશે તો બહાર બેસવાનો છે. એટલી આરામની જિંદગી હતી. અને પુણ્ય પણ ઓછું વપરાતું હતું. તમારે તો ડગલે ને ડગલે પુણ્ય વપરાય છે. તમે સહેજ અહીંથી ત્યાં પહોંચો કોઈ અકસ્માત તમને ન થાય, કેટલું પુણ્ય તમારું વપરાય છે. તો આટલું પુણ્ય તમે વાપરી રહ્યા છો, તમારી ઝડપી life style માં. પુણ્યના ઉપાર્જન માટે શું કર્યું? એમાં ઝડપ કેટલી?

કલોલના સ્ટેશને એક ભાઈ ઉભેલા, ગામડિયા ભાઈ, અમદાવાદ જવાનું હતું. ટિકિટ લઇ લીધી ગાડીની, ઉભા રહ્યા, ત્યાં ગાડી આવી, ક્યાં જાય છે? અમદાવાદ. બેસી ગયા. ટિકિટ ચેકર આવ્યો, ગામડિયો હતો, પણ પ્રામાણિક, એકદમ morality વાળો. રોબથી ટિકિટ બતાવી કે જુઓ ટિકિટ છે મારી પાસે… તો બન્યું એવું ટિકિટ હતી લોકલની, બેઠેલ ફાસ્ટમાં. હવે ગામડિયાને ખબર જ નહોતી, લોકલ શું અને ફાસ્ટ શું? ટિકિટ ચેકરે કહ્યું તમારે દંડ આપવો પડશે આટલો… દંડ શેનો? ટિકિટ લીધી ને દંડ… તો કહે કે હા, તમારી લોકલની ટિકિટ છે ને તમે ફાસ્ટમાં બેઠા છો. પેલો કહે એ શું? લોકલ એટલે શું અને ફાસ્ટ એટલે શું? તો કહે કે ધીમી ચાલે એને લોકલ કહેવાય, ઝડપી ચાલે એને ફાસ્ટ કહેવાય. તમે ટિકિટ ધીમી ચાલે એ ગાડીની લીધી છે. બેઠા છો ઝડપી ચાલે એ ગાડીમાં એટલે પૈસા વધારે આપવા પડશે. તો પેલો ભાઈ કહે મારે ક્યાં ઉતાવળ છે ગાડી ધીમી હલાવજો. મારે કંઈ ઉતાવળ નથી. ટિકિટ ચેકર કહે ગાડી થોડી ધીમી હાલે…?! તો ધીમી ન હાલે તો હું શું કરું…! તમને ખ્યાલ છે તમારી ગાડી ફાસ્ટ ચાલી રહી છે, પુણ્ય વધારે વપરાય છે, તો તમારે વધારે પુણ્ય, વધારે સંવર, વધારે નિર્જરા, ભેગી કરવી જ છે.

તો શુભની ક્ષણો ૨૪ કલાક માટે, અને એમાંથી શુદ્ધની ક્ષણ કેટલી મળે છે, એ આપણે જોવાનું રહ્યું. પણ આમાં છે ને માત્ર તમે સાંભળી લેશો ને તો કામ ચાલુ નહિ થાય. એક નાનકડી નોટપોથી રાખો. કે રાગ – દ્વેષમાં કેટલી વાર હું ગયો… કેટલી મિનિટ ગયો. મારે પરભાવમાં જવું નથી. મન તો રાગ – દ્વેષમાં ન જ જવું જોઈએ. ખાવાનું ભલે ખરું, પણ એ tasty હોય તો પણ એમાં મારે રાગ નથી કરવો. એક તો ખાઈએ ત્રણ – ચાર – પાંચ વાર એ પણ ગુનો છે. એક જ વાર જરૂર છે શરીરને. છતાં ત્રણવાર – ચારવાર – પાંચવાર ખાવ છો એ ગુનો છે. એ બીજો ગુનો એ કરશો tasty ખાશો અને કલાકો સુધી બહુ tasty હતું. બહુ tasty હતું… બહુ tasty હતું.

એક જણાએ ૪ વાગે ઓફિસેથી ફોન કર્યો ઘરે કોઈ કામ માટે, કામની વાતો થઇ ગઈ, પછી શ્રાવિકાએ કહ્યું આજે તો દહીવડા બનાવ્યા છે તમારા માટે સાંજના વાળુંમાં, એટલે ૪ વાગે ચક્કર ચાલુ થઇ ગયું પહેલેથી… છ – સાડા છ જમવા માટે ગયો, એક કે બે plat ખાઈ લીધા દહીવડા. ૧૦ – ૧૫ મિનિટ થઇ. દહીવડા tasty પણ બનેલા એની દ્રષ્ટિએ… રાતના ૧૦ વાગ્યા સુધી સુતો નહિ ત્યાં સુધી એક જ વાત આજ બહુ tasty દહીવડા હતા. બહુ મજા આવી ગઈ. તો હવે ખરેખર એને ખાધું ૧૦ કે ૧૨ મિનિટ. કર્મબંધ કેટલા કલાક કર્યો? ૪ થી ૧૦ – છ કલાક. તમે આ જ તો કામ કરો છો. શરીર માટે ઓછો કર્મબંધ છે, આસક્તિ દ્વારા તિરસ્કાર કે દ્વેષ દ્વારા તમે વધારે કર્મબંધ કરો છો.

તો આ જો શુભ ક્ષણ અને શુદ્ધ ક્ષણવાળી વાત તમારી ભીતર જચી જાય તો નિર્વિકલ્પદશા તમને આસાનીથી મળી જાય. કારણ એ વિકલ્પો થાય છે કેમ? મૂળ તો વિભાવો છે, રાગ કે દ્વેષ થયો એટલે વિકલ્પો થશે.

એક ભાઈ મને મળેલ. હું દહાણું રોડ ગયેલો, વર્ષો પહેલાં વિહારમાં, ત્યાં એક ભાઈ મને મળેલા. એ observation ની સાધના કરતાં હતા. Observation માત્ર નિરીક્ષણ કરવાનું. જેને આપણે દ્રષ્ટાભાવ કહીએ. માત્ર જોવાનું. તો કોક યોગીએ એને observation ની સાધના આપેલી. એ જોયા કરતો, મારી પાસે એ આવ્યો, મને કહે કે સાહેબ પાંચ વર્ષ થયા observation કરતાં.. પણ અંદર કંઈ ફરક પડ્યો નહિ. મેં એને જોઇને કહ્યું કે ભાઈ! ઝાડના ડાળાં અને પાંદડા તોડીએ તો શું થાય? ડાળાં અને પાંદડા નવા આવી જાય પાછા. મૂળ સલામત હોય તો ડાળાં અને પાંદડા નવા થવાના જ. ઝાડનું મૂળ ન તૂટે ત્યાં સુધી કંઈ જ થવાનું નથી. તે observation કર્યું. વિકલ્પોને જોયા, એ તો ડાળાં અને પાંદડા તોડવાની વાત થઇ. મૂળ તો રાગ, દ્વેષ અને અહંકાર એ મૂળમાં છે. એ મૂળ તો તારું અકબંધ. આપણે ઘા મૂળ ઉપર કરવો છે.

એટલે વિભાવ અને વિચાર એ બે ની સાંઠ ગાંઠ છે. વિભાવ ઉત્પન્ન કેમ થાય? નિમિત્તને કારણે, કોઈ પણ નિમિત્ત મળ્યું, એ નિમિત્તને કારણે કાં તો ગુસ્સો આવે, કાં તો રાગ આવે. બરોબર ને…? ગુસ્સો કેમ આવે..? નિમિત્ત મળ્યું તો… હવે એક સવાલ કરું બે નિમિત્ત હોય, એક સાદું નિમિત્ત અને એક એકદમ વિશિષ્ટ નિમિત્ત તો વધારે અસર કોની થાય…? એક સાદું નિમિત્ત – કોકે કહ્યું કે ભાઈ આને કામ ન સોંપાય, આનું કામ બરોબર નહિ, અને કોકે તો સીધો આઈટમ બોમ્બ જ ફૂંક્યો. આ માણસ….. નાલાયક, હરામખોર આને વળી કામની સૂઝ પડતી હશે. આવા હરામખોરને સોંપાતું હશે. તો બે નિમિત્ત મળ્યા, એક સાદું અને એક વિશિષ્ટ. તમને અસર કોની થશે…? વિશિષ્ટની થશે.

હવે એક વાત બહુ મજાની તમને કહું, સામાન્ય લોકો કહે એને આપણે સામાન્ય નિમિત્ત કહીએ. પ્રભુ કહે એને વિશિષ્ટ નિમિત્ત કહીએ. બરોબર…? diversion બરોબર છે આ…? બરોબર. હવે સામાન્ય માણસે કંઈ કહ્યું એ વખતે પ્રભુના શબ્દો યાદ આવે ‘ઉવસમેણ હણે કોહં’ ભાઈ ક્રોધની સામે તારે ક્રોધ નથી કરવાનો. ક્રોધની સામે શાંતિમાં જવાનું છે. Action સામે reaction નહિ. Action ની સામે તારે non – action માં જવાનું છે. હવે એક બાજુ સામાન્ય માણસના વચનો એ નિમિત્ત છે બીજી બાજુ પ્રભુના વચનો વિશિષ્ટ નિમિત્ત રૂપ છે. તમને કોની અસર થવાની…? કોની બોલો…?

એક બહુ મજાની વાત કરું… અમે લોકો ગમે શ્રેષ્ઠ orator હોઈએ, અમારો અહંકાર તૂટી જાય. કેમ તૂટી જાય ખબર છે…? એક કલાક અમે બરોબર દેશના આપી હોય, સમભાવ ઉપર અને એમ લાગે કે આ માણસ એણે આ દેશના સાંભળી છે કલાક, બે કલાક, ત્રણ કલાક તો નિમિત્ત મળે તો પણ એ ક્રોધમાં જઈ શકે નહિ. આવું અમને લાગતું હોય કદાચ. પણ ક્યારેક એવું બનેલું આવું સમભાવ પરનું પ્રવચન અને અને આવી જ વિશાળ મેદની, પ્રવચન પૂરું થયું. તકલીફ ત્યાં થઇ, એક કાકા એમને સંભળાય ઓછું અને દેખાય ઓછું. એટલે ખુરશી લઈને આગળ બેસી ગયેલા, આમ ખુરશીવાળા બધા પાછળ બેસતાં હોય. પણ કાકાને ઓછું સંભળાય… એટલે ખુરશી લઈને આગળ બેસી ગયેલા, મારી સામે જ… એટલે પાછળવાળાને મ.સા. નો ચહેરો દેખાય નહિ. હવે આખું વ્યાખ્યાન પૂરું થઇ ગયું, હવે દાદર જ્યાં ઉતરતાં હતાં, પાંચ – સાત જણાએ કાકાને કહી દીધું, કાકા! આ રીતે બેસાતું હશે. તમે એ રીતે બેઠેલા હતા, સાહેબનું મોઢું પણ અમને દેખાતું નહોતું. ખુરશીમાં બેસવું હોય તો વાંધો નહિ, side માં ભીંતે બેસવું હતું. અને પેલા કાકાને ગુસ્સો આવ્યો. હવે આવી ઘટના ઘટે ને અમને તો મજા આવે… ક્યારેક કદાચ અહંકાર થતો હોય તો પણ ન થાય. કે અમારા એક કલાકના પ્રવચન કરતા પેલાનું બે સેકંડનું પ્રવચન પ્રભાવશાળી… કેમ બરોબર…? મારા એક કલાકના પ્રવચનની અસર થાય એના કરતાં શ્રાવિકાજીનું અડધી મિનિટનું પ્રવચન હોય કેટલી અસર થાય. બોલો…? કેમ..? મારે પૂછવું છે…? અંદર ઉતરે… ત્યાં આટલી બધી અસર થાય છે, અહીંયા કેમ અસર થતી નથી? કારણ શું…?

પહેલું કારણ તો એ કે અસ્તિત્વના સ્તરે આ શબ્દોને આપણે ઝીલીએ છીએ કે કેમ…? મેં પહેલા કહેલું કે પર્યુષણ પહેલાંના પ્રવચનો મારા અલગ હોય છે. પર્યુષણ પછીના અલગ હોય છે. પર્યુષણ સુધી મારે તમને મારી ધારામાં લાવવા હોય છે અને તમારી જોડે મારે આવવું પડે… એટલે ધીરે ધીરે લઇ આવું… એટલે જો તમે જ્યાં મારી ધારામાં આવી ગયા, પછી પર્યુષણ પછીના પ્રવચનોમાં મારે મારી જે ધારા છે, એ ધારામાં તમને વહાવવા છે. અને એ ધારામાં તમારે વહેવું હોય, તો અસ્તિત્વનો સ્તર જ પકડવો પડશે. ભલે તમને એક વાક્ય યાદ રહે, કોઈ વાંધો નથી મને… તમારી memory powerful હોવી જોઈએ, એવો મારો કોઈ આગ્રહ નથી. પણ એકાદ વાક્ય તો યાદ રહી જાય ને… એ એક વાક્યને ઘૂંટો. એ એક વાક્યને અંદર લઇ જાવ.

તો પ્રભુએ સાધનાની ત્રિપદી ઘૂંટી. એમાં પહેલી સાધના હતી, એગત્તીગતે એટલે કે એક્ત્વાનુભૂતિ. આત્માનુભૂતિ. આપણે નિર્વિકલ્પ બનીએ, આપણો ઉપયોગ, આપણું મન પરમાં જતું અટકી જાય, અને પરમાં તમારું મન ન જાય, તો સ્વમાં જ રહેશે. Actually પરમાં જતાં તમારા મનને રોકવું છે. હવે સવાલ એ થાય કે પરમાં મન જાય છે કેમ? પરમાં રસ છે માટે. હવે એ રસ સાધનામાં ભગવાને કહેલા અનુષ્ઠાનોમાં આવી જાય, અહોભાવની ક્રિયામાં આવી જાય, તો પણ પરનો રસ ઓછો થઇ જાય.

એટલે એક સાધનાની પંચપદી હું આપું છું. પંચપદીનું પહેલું ચરણ એ છે કે પ્રભુએ કહેલી અહોભાવમય સાધનામાં પુરેપુરા જાવ, પૂજા કરો પણ પુરેપુરી. Totally. પ્રવચન સાંભળો, પણ there should be the totality. તો એ રીતે આરાધના કરી, એનો આનંદ એટલો આવશે કે પરનો રસ ઓછો થશે. Actually પરમાં રસ જેવું કંઈ છે જ નહિ. આ ટેબલ મને શું સુખ આપી શકે? સ્થાપનાજી ભગવાન મારે રાખવા છે, તો એના માટે ટેબલ કામનું છે. પણ ટેબલ મને સુખ શું આપે?! તમારી એક ભ્રમણા શું છે, પરમાંથી સુખ મળે છે. માટે તમારો રસ પરમાં છે. પણ જ્યાં તમને પ્રભુએ કહેલા, અહોભાવમય અનુષ્ઠાનોમાંથી આનંદ આવવા લાગ્યો, એક option તમને મળ્યો, તો પરનો રસ ઓછો થશે. તો પહેલું ચરણ એ થયું કે પ્રભુની અહોભાવ મયી સાધનામાં આપણને આનંદ આવ્યો. બીજું ચરણ એ આવ્યું, કે પરનો રસ ઓછો થયો. ત્રીજું ચરણ એ આવ્યું કે પરનો રસ ઓછો થવાથી પરમાં મન ઓછું જશે. નહિ જાય એમ નહિ, ઓછું જશે. ચોથું ચરણ એ આવ્યું કે પરમાં જેટલો સમય નથી એટલો એ સ્વમાં સમય છે. અને સ્વનો આનંદ જ્યાં મળી જાય અને એ આનંદ હૃદયને સ્પર્શી જાય, પછી તમે પરમાં જાવ જ નહિ, એટલે પાંચમાં ચરણે તમે સ્વની અંદર, સ્વના આનંદમાં સ્થિર બની જાવ.

એક બહુ પ્યારી ઘટના હમણાં વાંચેલી. હમણાંના એક બૌદ્ધ ગુરુ એમના recorded પ્રવચનોનું editing એક ભિક્ષુ કરતાં હતા. Recorded પ્રવચનો છે સાંભળતા જાય, લખતાં જાય, સુધારો વધારો કરતાં જાય. અંગ્રેજીમાં ગુરુ બોલી રહ્યા છે. એમાં એક વાક્ય આવ્યું, things as it is. Things as it is. પદાર્થો જેવો તે છે. પણ હકીકતમાં ખોટું જ છે વાક્ય. Things as they are. થાય. things બહુવચન છે. પદાર્થો… તો જેવા તે છે , જેવો તો થાય નહિ. તો things as they are થવું જોઈએ. Things as it is તો થાય જ નહિ… પણ ગુરુ બોલેલા things as it is… પેલા ભિક્ષુને વિચાર થયો કે વ્યાકરણની દ્રષ્ટિએ આ ખોટું છે. Things as it is થાય જ નહિ, things as they are થાય. પણ ભિક્ષુ છે એટલે ગુરુને પૂછ્યા વિના સુધારો ન કરી શકે. આ તો major સુધારો હતો. એટલે ગુરુ પાસે ગયો, અને ગુરુને એણે પૂછ્યું કે record માં આ રીતે સંભળાય છે. Things as it is. પણ things as they are એ રીતે જ મુકું ને હું પુસ્તકમાં…? ગુરુએ ના પાડી. ગુરુએ કહ્યું ના things as it is. આમ જ રાખવાનું. તો એક બહુ મોટી વાત એ ગુરુએ કરી, કે બધા જ પદાર્થોને એક ખાનામાં નાખી દીધા. Things as it is. બધા જ પદાર્થો અસાર છે. પછી આ સાર ને, આ અસાર આ વિભાજન તમે ક્યાંથી કરો છો…? પ્લાસ્ટિકની દાંડીવાળા ચશ્મા એટલે નકામાં, અને સોનેરી ફ્રેમવાળા ચશ્મા એટલે સારા. આ વિભાજન પરમાં તમે કરો છો?! તમામ ‘પર’ માટે એક લેબલ લગાડી દો, meaningless. અસાર છે. તમારે વાપરવું પડે એ જુદી વસ્તુ છે.

એક માણસ ચાલી ન શકે તો લાકડી વાપરે. પણ લાકડી વાપરવી એ સારી એવું કહેતો નથી. મારી આંખો નબળી છે એટલે હું ચશ્મા વાપરું છે પણ ચશ્માં વાપરવા જોઈએ એવું હું નહિ કહું… સ્વસ્થ આંખો એ જ સારી. એમ પરપદાર્થો તમારે કેમ વાપરવા પડે? હવે બોલો એક સવાલ છેલ્લે કરી દઉં… પગની તકલીફ છે, એક લાકડી લઈને ચાલવું પડે એ માણસ સારો કે વોકર લઈને ચાલવું પડે એ સારું? કયો સારો…? પેલાને બે પગે તકલીફ છે. પેલાને તો એક પગ સાજો છે. એક પગે લાકડી રાખી અને ચાલે, પેલાના બે પગ નબળા છે એટલે વોકર વિના ચાલી શકતો નથી. સારો કોને કહેવાય? એક લાકડી વાળો કે વોકરવાળો…? પેલો કહે જોયું મારી પાસે વોકર છે. તમે શું કહો? જોયું આની પાસે 1BHKનો, 2BHKનો મારી પાસે 5BHKનો છે. 5 BHK નો હોય તો શું થયું…? પાંચ લાકડી થઇ…! અને એની સામે તમને એક આદર્શ મળ્યો. ગુરુ ભગવંતોને જોવાનો, એમની પાસે કંઈ નથી ને પરમ મજામાં છે. આમ તમને સ્પષ્ટ દેખાય કે અહીંયા કંઈ નથી ને પરમ મજા. ત્યાં ઘણું બધું છે, અને છતાં સજા છે. બરોબર…?

તો મારે વ્યાખ્યાન શાનું આપવું પડે…?! આમાં આજ વ્યાખ્યાન થઇ જાય. કે સાહેબ મજામાં છે કારણ એમની પાસે કંઈ નથી માટે તો મારી પાસે જેમ ઓછું થતું જાય એમ હું મજામાં આવી જાઉં. સીધું conclusion આવી જાય ને.

તો પ્રભુએ આત્માનુભૂતિ મેળવી. કેમ..? પરનો રસ છૂટ્યો. પરનો ઉપયોગ ગયો. પરમાં જવાનું બંધ થયું. પ્રભુ સ્વમાં ગયા.

આપણે પણ સ્વની અનુભૂતિમાં એ જ પ્રભુની કૃપાથી જઈએ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *