Shree Navpad Shashvati Oli – Vachana 3

8 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

ગુરુ તત્ત્વની ઉપાસના

ઓળીના હવેના ત્રણ દિવસ સદગુરુ તત્ત્વની ઉપાસનાના છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ – આ ત્રણેય પદ ગુરુતત્ત્વની ઉપાસનાના. ઉપાસના ક્યારે થાય? નિંદા ન હોય, તો. એક બાજુ ઉપાસના થાય અને બીજી બાજુ નિંદા હોય, તો ચાલી શકે ખરું?

આજે એક સંકલ્પ કરો કે જિનશાસનના કોઈ પણ અંગની – સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાની – નિંદા સાંભળવી નહિ અને કરવી નહિ. જિનશાસનના કોઈ પણ અંગની નિંદા કરી, તો ભવિષ્યમાં પ્રભુનું આ શાસન મળવું દુર્લભ બની જશે.

સદગુરુની વ્યાખ્યા શું? પંચ મહાવ્રતને ધરનારા હોય, તે મારા સદગુરુ.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *