વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Gyan Pad
વીર પ્રભુનું જન્મ કલ્યાણક
પ્રભુની કેવી કરુણા કે એમણે એમ ન કહ્યું કે જે સંસાર છોડશે, માત્ર એને જ હું મારા શાસનમાં સ્થાન આપીશ. પ્રભુએ કહ્યું કે સંસારમાં રહેવા છતાં જેની દ્રષ્ટિ, જેની નજર મારી આજ્ઞા તરફ છે એ બધાંયને હું મારા શાસનમાં, મારા ચતુર્વિધ સંઘમાં સ્થાન આપું છું.
એક ક્ષણ વિચાર કરો કે જો પ્રભુનું આ શાસન આપણને ન મળ્યું હોત, તો આપણી શું હાલત હોત? આપણે સંસારના પદાર્થો માટે રખડતા માણસો હોત!
અંજનશલાકા થકી મૂર્તિમાં વૈશ્વિક પરમ ચેતના દાખલ થાય છે, પછી તે મૂર્તિ સાક્ષાત ભગવાન બની જાય છે. જો પૂજા સમયે તમારા મનમાં એક પણ વિચાર ન હોય, પ્રભુમય તમારી ચેતના બની જાય અને તમે પ્રભુનો સ્પર્શ કરો, તો ચોક્કસ તમને પ્રભુની આ ઊર્જાનો અનુભવ થાય.