Prabhu Veer Ni Sadhna – Vachana 05

39 Views
24 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : નિરાભાસ અને નિરાકાર

એક તો આદતને વશ તમે પરમાં જાઓ છો અને બીજું, પરમાં રસ દેખાય છે માટે તમે પરમાં જાઓ છો. સઘળા સાધનાગ્રંથોનો સાર એટલો જ છે કે ઉપયોગને પરમાંથી સ્વમાં લાવવો.

જો ઘટના ઘટી ત્યારે ઉપયોગ ઘટનામાં નથી, તો પાછળથી ઘટનાનો કોઈ આભાસ / સ્મરણ નથી. પરની ક્રિયામાં કર્તાને ગેરહાજર રાખવો છે અને શુભની ક્રિયામાં કર્તાને પૂર્ણતયા હાજર રાખવો છે.

નિરાકાર દશા એટલે નિર્વિકલ્પ દશા. મનમાં આકારો સર્જાય છે વિકલ્પોના કારણે. જો કોઈ વિકલ્પો નથી; તો મન (ઉપયોગ) નિરાકાર થઈ ગયું.

પ્રભુ વીર ની સાધનાવેસુ (સુરત) ચાતુર્માસ વાચના – ૦

દેવાધિદેવ, અખિલ બ્રહમાંડેશ્વર પરમતારક, પ્રભુ મહાવીરદેવની સાડાબાર વર્ષની સાધના કથા

પહેલું સૂત્ર, પ્રભુની અસંગ યાત્રાનું છે. “अहुना पव्वईए रीयत्था”. પ્રભુએ દીક્ષા લીધી. “કરેમિ – સામાઈયં” નું ઉચ્ચારણ કર્યું અને બધું જ છોડીને પ્રભુ ચાલી નીકળ્યા. આપડે લોકો પણ દીક્ષા થાય એટલે નવદિક્ષિતોનો પહેલો વિહાર સાંજે કરાવીએ અને બીજી સવારે નવદિક્ષિતોને પાછા ગામમાં લાવીએ.

પ્રભુની અસંગયાત્રાનો એક part આપડે સ્વીકારીએ બીજો part નહી સ્વીકાર્યો, ચાલો એમાતો જે કર્યું તે. સામાયિક જે છે એ આપડું કેવું હોવું જોઈએ. શ્લોકતો યાદ રહી ગયો હશે હવે.

નિસંગમ્ યનનિરાભાષમ્‚ નિરાકારમ્‚ નિરાશ્રયમ્‚

પુણ્ય પાપ વિનીર્મુક્તમ્‚ મન: સામાયિકમ્ પુરિતમ્

મન શબ્દ મૂક્યો પણ હકીક્તમાં ઉપયોગ છે. આપણો ઉપયોગ નિસંગ, નિરાભાષ, નિરાકાર, નિરાશ્રય થવો જોઈએ. આખી જ સાધના ઉપયોગને બદલવા ઉપર જ આધારિત છે. અનંત જન્મોથી ઉપયોગ પરમાં છે એને સ્વમાં લાવી દો સાધના શરૂ અને સાધના પૂરી. સેંકડો નહિ હજારો સાધનાગ્રંથોનો સાર આટલો જ છે. ઉપયોગને સ્વમાં મૂકી દો. આજે આપડે વિચારીએ કે ઉપયોગને સ્વમાં આપડે કેમ નથી લઈ જતાં, એકવાત તો આપડે ચર્ચિત જ છે કે પરમાં ઉપયોગ અનંત જન્મોથી જઈ રહ્યો છે એટલે એક આદત પડી ગઈ છે. એટલે આદતને વશ તમે પરમાં જાવ છો. બીજી વાત છે પરમાં હજુ તમને રસ દેખાય છે અને એથી ક્યારેક-ક્યારેક રસને વશ પણ ઉપયોગ પરમાં જાય છે પણ એકવાર ઉપયોગને સ્વમાં મૂકો અને જે આનંદ થાય છે એને અનુભવો પછી તમારો ઉપયોગ પરમાં જશે નહીં પછી શરીર પરનો ઉપયોગ કરશે પણ તમે પરમાં નહિ હોવ, તમારું મન પરમાં નહિ હોય. એટલે આપડે એક division છૂટું પાડવું છે. કે શરીર પરનો ઉપભોગ કરતું હોય ત્યારે પણ મન સ્વમાં હોય. ગોચરી ચાલી રહી છે, શરીર ભોજન કરી રહ્યું છે અને એ વખતે તમારું મન, તમારો ઉપયોગ સ્વમાં હોય. એના માટે આપડે બે option આપી શકીએ, સ્વ એટલે શુદ્ધ. શુદ્ધના કારણરૂપે શુભ. શુભમાં ઘર કરીને આપડે બેસવાનું નથી. જવું છે આપડે શુદ્ધમાં જ. શુદ્ધ એટલે સ્વગુણનો અનુભવ. સ્વરૂપદશાનો અનુભવ એ શુદ્ધ. અને એ શુદ્ધમાં જ આપડે છલાંગવાનું છે. 

એવું થયું કે આપડે લોકો શુભની અંદર ઘર કરીને બેસી ગયા. તમે પ્રવચનકાર છો તો તમારે પણ લોકોને શુદ્ધનો માર્ગ બતાવવો પડશે. આજના બૌદ્ધિક શ્રોતાઓ માત્ર આ ઘોંઘાનથી જે છે તે ટેવાયેલ નથી. એમણે થાય છે કે ધર્મ એટલે શું? ધર્મ એટલે આ બેંડવાજા વગાડવા એ જ છે ? તમે જો પ્રવચનકાર છો તો શુદ્ધની વાત તમે મૂકો.

એકવાર પ્રવચનકારો ભેગા થયેલા. મારી જોડે બેઠેલા. મેં એમને આ વાત કરી. એમની પણ એક સમસ્યા આવી કે સાહેબ ઊંડાણથી વાત કરવા જઈએ છે તો સભા આખી છૂટી જાય છે. પછી લોકો આવતા જ નથી. જોકે આજના યુગમાં આવા પ્રવચનકારો સારા થયા. મુક્તિદર્શનસૂરી મહારાજને આપણે જાણીએ છીએ. લોકો ક્યાંક-ક્યાંકથી મુંબઈમાં એમને સાંભળવા માટે આવતા અને માત્ર શુદ્ધ ઉપર જ બોલતા. મેં એ પ્રવચનકારોને કહ્યું કે એક કામ કરો જો કે તમે બઘા રત્નસુંદર ઘેલા છો એટલે પહેલેથી જ auditorium  ભરાયેલું હોય છે. (તમારું નામ ઘણીવાર લવ. હા. નામચીન લોકોનું નામ લેવાય, નામાંકિતનું ન લેવાય.) મેં કહ્યું તમે મંગલાચરણ કરશો. પ-૧૦-૧૫ જણ આવશે. તમે એક કામ કરો. ‘અધ્યાત્મસાર’ જેવો ઊંડો ગ્રંથ લો અને એના ઉપર ઊંડાણથી બોલવાની જે છે તે ટેવ પાડો તો બે કામ થશે. એ તત્વને અભિવ્યક્ત કેમ કરવું એની પણ એક કળા છે અને એ કળા તમને પ્રાપ્ત થશે. ઊંડી વાતો છે એટલે એને એકદમ ભારેખમ શબ્દોમાં કહેવી એવી વાત અત્યારે નથી. એકદમ ઊંડી વાતોનું પણ જે સંગ શરણીકરણ તમે કરી શકો.

જે કૃષ્ણમૂર્તિ મુંબઈમાં આવતા foreign જ રહેતા. મુંબઈ જ્યારે આવતા આવવાના હોય મીડિયામાં એમના નામની ચર્ચા હોય. કૃષ્ણમૂર્તિ આવી રહ્યા છે મુંબઈમાં. સાંજે એક કલાક એ પ્રવચન આપતા હોય. ઘણા લોકો કૃષ્ણમૂર્તિને સાંભળવા માટે અંગ્રેજી શીખતા એટલો craze હતો. પણ કૃષ્ણમૂર્તિ  માત્ર ઊંચેથી બોલ્યા છે એને સાંભળવા એ પણ એક કળા હતી. તમે એકદમ મન સ્થિર કરીને બેસો તો એમની વાતો સરળતાથી સમજી શકો. આપણે ત્યાં આ પ્રવાહ ચાલુ થવો જોઈએ કે શુદ્ધની ભાષામાં બોલનારા આપણા પ્રવચનકારો હોય નહીંતર તમને ખ્યાલ નહીં હોય આપણો ક્રીમ વર્ગ બહાર જઈ રહ્યો છે પર્યુષણમાં આવે ચઢાવા ચઢાવવા હોય એ લોકોને થાકી જાય અને બીજે જતા રહે તો આપણે માત્ર શુભમાં રહ્યા. કેટલાક લોકોએ શુભને ઉડાડી દીધું. સીધી શુદ્ધની વાત કરી. અરે! ભાઈ પગથિયા તોડી નાખશો તો સીધું high jump શી રીતે લગાવશો? first floor પર જશો શી રીતે?

તો ઉપયોગને પરમાંથી સ્વમાં લઈ જવો એટલી જ આપણી સાધના છે. તો તમારે પોતે પણ એક આંતર નિરીક્ષણ કરવું જોઈએ કે પરમાંથી સ્વમાં હું કેમ નથી જઈ શકતો? તો બે option અમે આ આપીશું. એક શુભ અને એક શુદ્ધ. પર એટલે અશુભ. તમે વિભાવમાં ગયેલા હોવ એમાંથી પહેલા શુભમાં આવો પછી શુભના વેગમાં અને પછી શુદ્ધમાં. ઉપયોગને પરમાં નથી રાખવો. આટલું તમે નક્કી કરો અને પ્રભુએ તમારો ઉપયોગ શુભમાં રહી શકે એના માટે કેટલા બધા માધ્યમો આપ્યા. સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં variety કેટલી. આચારાંગસૂત્ર, સૂત્રકૃતાંગસૂત્ર, આ બાજુ હરીભદ્રસૂરિ મહારાજ સાહેબ, આ બાજુ મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ, આ બાજુ સિદ્ધસેન દીવાકર સૂરિ. તમે વાંચ્યા જ કરો. વાંચ્યા જ કરો. આખી જિંદગી સુધી. સ્વાધ્યાયનું પણ માધ્યમ આટલું સરસ, ભક્તિનું માધ્યમ આટલું સરસ, જાપનું માધ્યમ આટલું સરસ, વૈયાવચ્ચનું માધ્યમ આટલું સરસ. તો તમે આટલા સરસ શુભના માધ્યમોને છોડીને અશુભમાં, પરમાં, વિભાવમાં કઈ રીતે જઈ શકો? તો હવે નક્કી કરો કે ઉપયોગને પરમાં રાખવો નથી.

તમે એક નોંધપોથી બનાવી શકો. આલોચના તો તમે એવી લો છો ને કે ગુરુ સર્વજ્ઞ હોય. વનસ્પતિ ઉપર ચાલ્યો કેટલીક વાર? તો કેટલીવાર તમે સરળ છો એટલી સમજી ગયા અને એ પણ આલોચના ક્યારે લખી. ૧૫ દિવસે, મહિને લખવા માટે બેસે. કેટલું યાદ રહ્યું અને કેટલું યાદ ન રહ્યું હોય. તમે પરમાં કેટલી ક્ષણો ગયા? એની નોંધ કરવી છે. પેલું બધું તો સામાન્ય છે. વૃતિ અને પ્રવૃત્તિ. પરની પ્રવૃત્તિ સાધક માટે એટલી નુકસાનકારક નથી એ ખાશે-પીશે, શરીરને જે જોઈતું હશે તે આપી પણ દેશે. ઠંડીમાં કદાચ blanket પણ ઓઢી લેશે. કોઈ વાંધો નથી. વૃત્તિનો વાંધો છે. વૃત્તિ જે છે એનું ઉર્ધ્વિકરણ ન થાય તો સાધના શું છે? 

દીક્ષા લીધી ત્યારે જે મન હતું અને અત્યારે તમારું જે મન છે કેટલો ફરક પડ્યો? કેટલો ફરક પડ્યો. તમારી આલોચના વાંચતા લાગે કે કોઈ ફરક પડયો નથી. એ જ મન તમારી પાસે છે જે સંસારમાં તમારી પાસે હતું. એ જ પર પ્રત્યેની આસક્તિ, એ જ જીવદ્વેષ, એ જ અહંકાર. ફરક ક્યાં પડ્યો? પ્રવૃત્તિ શુભ આવી એથી રાજી થઈ ગયા તમે. વૃત્તિમાં શુભત્વ કેટલું આવ્યું? અને એટલા માટે હું એક સાધનાક્રમ આપું છું. કે ૨૪ કલાક શુભમાં તમારું મન રહેવું જોઈએ. કાયા રહે એમ નહીં. મન. ૨૪ કલાક તમારું મન શુભમાં રહેવું જોઈએ. ૨૪ કલાક means રાત્રે સ્વપ્ન પણ એવું ન આવી શકે કે જે પર સંબંધી ખુલતું હોય. 

ધારો કે ઉનાળાની રાત છે. તરસ લાગેલી છે એ વખતે સ્વપ્ન આવે તો પાણીનું જ આવે. શાસ્ત્રોએ કહ્યું કે એ વખતે એવું સ્વપ્ન આવે કે હું તળાવ પાસેથી પસાર થતો હતો, વિહાર કરતો હતો, સાધુના વસ્ત્રોમાં જ અને બહુ તરસ લાગેલી. તળાવનું પાણી કાચું મેં પી લીધું. શાસ્ત્રો કહે છે કે કાચું પાણી સ્વપ્નની અંદર પીધું આવું સ્વપ્ન પણ સંયમીને ન આવે. આ તમારી વૃતિને તમે કેટલી ઊંચકેલી હોય ત્યારે બની શકે. સ્વપ્નમાં પણ આ ન આવે. 

સ્વપ્ન એટલે શું છે? દિવસે જે વિચારેલું છે, દિવસે જે કરેલું છે એની tape આડી અને આવળી, રાત્રે ઊથલી પડે એનું નામ સ્વપ્ન. દિવસે માત્ર શુભ વિચારો કરેલા છે. માત્ર શુદ્ધમાં તમે રહેલા છો તો અશુભ તરફ ખુલતું સ્વપ્ન પણ તમે ક્યાંથી આવવાનું.

સો એક વર્ષ પહેલાંની કથા છે આપણે ત્યાં દેશી રાજ્યો હતા. વિલીનીકરણ થયું ન હતું. એક કાઠીયાવાડના સ્ટેટ રાજા અને એનો એક એકદમ વિશ્વાસુ નજીકનો માણસ. એક સવારે ઉઠ્યો અને એને કહ્યું ચિતા મંડાવો મારે મરી જવું છે. જીવતા સળગી જવું છે. બધા વિચારમાં પડી ગયા. કંઈ મગજમાં કાંઈ તકલીફ થઈ કે શું થયું? સવારના ઉઠ્યા અને સીધા  ચિતા મંડાઓ. સતી હોય તો ચિતા પર ચઢે. બહુ સમજાવ્યા. નહીં મારે ચિતા ઉપર ચઢી જ જવાનું છે. રાજાને ખબર પડી. રાજા દોડતા આવ્યા. રાજા કહે શું થયું ભાઈ? ત્યારે રાજાને એણે વાત કરી કે હું ક્ષત્રિય.  કયારે પણ પાછળના પગલાં ભરૂ નહીં. મરી જવું તો મરી જવું. મને રાતના સ્વપ્ન એવું આવ્યું કે હું એક શેરીમાં જતો હતો સામેથી એકદમ હાથી ગાંડો થયેલો આવી રહ્યો હતો. હું ક્ષત્રિય બચ્ચો. હાથીથી હું ગભરાઈ ગયો અને હું એક ઘરમાં પેસી ગયો. આ સ્વપ્ન મેં જોયું. હવે મને જીવવાનો અધિકાર રહેતો નથી. મારી ક્ષાત્રવટ ક્યાં ગઈ. મરી જવું પડે તો મરી જવું પડે એમાં શું? પણ હું અને પાછળના પગલાં ભરૂ?  બારોટના પગલાં ભરું? આ સ્વપ્ન આવ્યું. પણ એ સ્વપ્ન પણ બતાવે છે કે હું ક્યાંક નબળો છું. હું નબળો ન હોત તો આ સ્વપ્ન આવત નહીં. મારા અજ્ઞાત મનમાં પણ આવો ભય મારા શરીરની ચિંતાનો હોવા જ જોઈએ. એટલે મને જીવવાનો અધિકાર નથી. રાજાય વિચારમાં પડી ગયા. મંત્રી આવ્યા. મંત્રી હંમેશા બુદ્ધિશાળી હોય. મંત્રીએ કહ્યું ચાલો તમારી વાત સાચી માની લીધી. હવે આપણે એક વાત કરીએ. મરી જ જવું છે ને તમારે? તો આપણો પણ હાથી છે. હાથીને દારૂ પીવડાવીએ એટલે ગાંડો થઈ જાય. આપણી આ શેરી છે. શેરીમાં બધાને કહી દઈશું ઘરના બારણા બંધ કરી દે અંદરથી. એટલે બીજો કોઈ ભય રહે નહીં. તમારે આ નાકેથી પસાર થવાનું સામે નાકેથી અમે ગાંડા હાથીને છોડશું. તમે હાથીને વશ કરી લો તો જીવજો નહીંતર મરી જજો હાથીના પગ નીચે, અમને વાંધો નથી. ત્યારે પેલાને થયું કે આ વાત ઠીક છે અને એ રીતે હાથીને દારૂ પીવડાવામાં આવ્યો. મહાવત પણ ઉપર નહીં. શેરીમાં છોડ્યો. આ તો ગાંડો હાથી એટલા જોશથી ચાલતો હોય. કોઈ આવ્યો તો પણ પગ નીચે છુંદાઈ ગયો રોટલો થઈ જાય.  આ ક્ષત્રિય એની સામે જાય અને એવા દાવ-પેચ કરે.  આમ કરે, આમ કરે,  આમ કરે શેરીમાં મોટો ચબૂતરો આવ્યો ત્યારે ચક્કર ચક્કર હાથીને લેવડાવ્યા. હાથીને ગભરાવીને, એ એના પર ચઢી ગયો અંકુશ હાથમાં લીધું અને હાથીને બરોબર અંકુશથી એ ચલાવવા લાગ્યો અને ચલાવી હાથીશાળામાં મૂકી આવ્યો. પછી એને સંતોષ થયો કે હવે હું જીવી શકું. (સાહેબ આપણે શું કરવાનું? આપણે શું કરવાનું?) ‘સૈયમ તે મરણમ ભવે’ કેટલું સરસ એ વાક્ય છે ‘સૈયમ તે મરણં ભવે’ હું છે ને એક એની એક ત્રિપદી કહું છું. 

આજ્ઞા ભંગની સામે જીવનભંગ એ પહેલું પદ,

આજ્ઞાભંગની સામે અનુકૂળતા નો ભંગ એ બીજું પદ અને

અનુકૂળતાનો ભંગ ન હોય તો પણ આજ્ઞાનો ભંગ આ ત્રિપદી છે.

પહેલું પદ એક બાજુ આજ્ઞા ભંગ થાય છે બીજી બાજુ જીવનભંગ થાય છે. પ્રભુનો મુનિ પ્રભુની સાધ્વી જીવન ભંગને હોંશે હોંશે સ્વીકારી લેશે. જીવન ગયું ફરી તરત મળવાનું? પણ પ્રભુની આજ્ઞા ગઈ, પ્રભુની આજ્ઞા પ્રત્યેનો આદર ગયો તો એ પ્રભુની આજ્ઞા, એ પ્રભુની આજ્ઞા પ્રત્યેનો આદર ક્યારે મળશે? જીવન જાય તો ભલે જાય આજ્ઞાભંગ થવો ન જોઈએ.

બીજું પદ છે આજ્ઞાભંગ અને અનુકૂળતા ભંગ. બારી પાસે બેસીએ, વાઉકાયના જીવોની સહેજ વિરાધના થાય. હવા આવે છે શરીરને સારું લાગે છે પણ મારી અનુકૂળતા માટે હું આજ્ઞાનો ભંગ કેમ કરી શકું? અનુકૂળતા મારી સચવાય કે ન સચવાય બે નંબરે છે અનુકૂળતા લેવા માટે હું શ્રામણ્યમાં આવ્યો પણ નથી મારે તો પ્રભુની આજ્ઞાનો ભંગ ન થાય એ જ જોવાનું છે. એટલે ક્યાંય આજ્ઞા ભંગ થવો ન જોઈએ. અનુકૂળતાનો ભંગ થાય તો ભલે થાય કોઈ વાંધો નથી.

પહેલા પાણી પાત્રમાં લાવતા પછી લોટમાં લાવવાનો થયું પછી માટીનો ઘડો આવ્યો પછી તાંબાના ઘડા આવ્યા અનુકૂળતાને કારણે આપણે કયાંકથી ક્યાં પહોંચી ગયા અને

ત્રીજું પદ છે અનુકૂળતાનો ભંગ નથી અને આજ્ઞાનો ભંગ છે તો આવું બની શકે? જે આજ્ઞા પાલન માટે તમે નીકળ્યા છો, જે આજ્ઞા પાલન એ તમારા જીવનનો મંત્ર છે. સહેજ અનુકૂળતા પણ જતી નથી અને પ્રભુની આજ્ઞાનું પાલન થાય છે અને તમે ન કરો એવું બને ખરું?  બોલો મુહપત્તી બરોબર પલવો તકલીફ પડે કાંઈ? હાથને તકલીફ પડે? ઈરિયાપૂર્વક ચાલુ મને તકલીફ પડે? અનુકૂળતાનો ભંગ થતો નથી અને આજ્ઞાનું પાલન થાય છે છતાં આપણે નથી કરતા. ‘સેયમ તે મરણં ભવે’ ને આપણે કેટલું નીચે ઉતારી રહ્યા છે.

તો ‘નીસંગમ યનનિરાભાસમ’ ઉપયોગને નિરાભાસ કરવો છે આપણે તો ઉપયોગને જ બદલવો છે અને આખો આ યોગપ્રદીપનો સ્લોક ઉપયોગના પરિવર્તન માટેનો છે. નિરાભાસમ નો મતલબ એ છે ઘટના ઘટી ગઈ પાછળથી કોઈ આભાસ, કોઈ એનું સ્મરણ તમારી પાસે નથી. સ્મરણ કેમ નથી કે ઘટના ઘટી ત્યારે તમે તમારો ઉપયોગ ઘટનામાં ન હતો. એવા મહાત્માઓ છે વાપરીને ઉઠ્યા હોય તમે પૂછો. શું વાપર્યું? તો એ કહેશે કે બરોબર યાદ નથી આવતું. પાત્રામાં મુકાયું તે વપરાઈ ગયું. ઉપયોગ સ્વમાં હતો અને ક્રિયા જે છે એ પરની થઈ ગઈ. અને એક સૂત્ર આજે આપુ. પરની ક્રિયામાં કર્તાને ને ગેરહાજર રાખો. પરની કોઈપણ ક્રિયા ચાલતી હોય ત્યાં કર્તાને ગેરહાજર રાખો અને શુભની ક્રિયામાં કર્તાને બિલકુલ હાજર રાખો જેથી એ શુદ્ધમાં તમને લઈ જશે. ખાવા-પીવાની ક્રિયા વખતે ક્રિયા થઈ જ જવાની છે automatically. તો તમારો ઉપયોગ એ વખતે શુભમાં અથવા શુદ્ધમાં રાખો.

એક હિંદુ સંત રાતના ૮.૦૦ વાગે ચાલી રહ્યા છે ગામની શેરીમાં. એ વખતે પાછળથી એક ગુંડો આવ્યો. એ ગુંડાને ગેરસમજ થઈ. કોકે એને સોપારી આપેલી. કોકને લાકડી મારવા માટેની. પણ અંધારામાં એને ખ્યાલ ના રહ્યો. સંતના માથામાં એને લાકડી ઠોકી દીધી. સંતનું નાજુક શરીર અને એ જોશથી લાકડી વાગી સંત નીચે જમીન ઉપર બેભાન થઈને ઢળી પડે છે. પેલો ગુંડો ભાગી છૂટે એને ખબર પડી ગઈ કે ખોટી જગ્યાએ લાકડી વાગી ગઈ છે. બાજુમાં એક દુકાન હતી વેપારીઓ ભેગા થઈ ગયા સંતને ઊંચક્યા એક દુકાનમાં મૂક્યા. પાટા-પિંડી કરી, દૂધ વિગરે પીવડાવ્યું. સંત સ્વસ્થ બની ગયા. પછી પેલો વેપારી પૂછે છે કે સાહેબ તમને લાકડી મારનાર કોણ હશે? એ તમે અનુમાન કરી શકો છો? એ વખતે સંત કહે છે કે જે ઘટના ઘટી ગઈ એ ઘટનાનો હું પાછળથી ક્યારેય વિચાર કરતો નથી. ઘટના ઘટી ગઈ એ ઘટી ગઈ એનો વિચાર ક્યારે પણ હું કરતો નથી.

નિરાભાસમ પછી આવે છે નિરાકારમ. મનમાં આકારો સર્જાય છે. વિકલ્પોને કારણે. પેલાને આમ કરું, પહેલાને આમ કરું, પહેલાને આમ કરું. આજનો માણસ હિલ સ્ટેશને જાયને. હિલ સ્ટેશને જાય. સારી એવી રૂમ બુક કરાવેલી હોય હોટલની. એમાં એકલો બેઠેલો હોય પણ અંદર રમકડા ઘણા લઈને ગયેલો હોય. માથા માટે. એ બધા રમકડા ત્યાં હાજર હોય. તમે એકલા ક્યારેય પણ હોતા નથી. હોવ છો? એકલા પડો અને વિચારો ચાલુ થાય. પેલાએ આમ કીધું અને પેલાએ આમ કર્યું. પેલો આવે ને પેલો આવે એટલે નિર્વિકલ્પદશામાં ઉપયોગ જાય એના માટે શબ્દ વાપર્યો નિરાકારમ. ઉપયોગમાં કોઈ જાતનો આકાર ન હોય. આ તમારા માટે નિર્વિકલ્પતા બહુ સરળ છે. તથાકાર સામાચારી તમારી પાસે હતી. સદગુરુએ કહ્યું કે સ્વીકારી લીધું. કોઈ વિચાર તમારી પાસે છે જ નહીં.

હું ઘણીવાર આ વાતને ચર્ચું છું કે એક મુનિ એક સાધ્વી ગુરુની આજ્ઞાને વફાદાર હોય જ. પણ અત્યારે થોડી system ખોરવાઈ ગઈ છે. ખોરવાઈ કેમ ગઈ છે એનું કારણ શું? એનું કારણ એ જે સમાજમાં રહીને આવ્યો છે ને એ સમાજની system હતી. પહેલા, ૫૦ વર્ષ પહેલા સમાજ એવો હતો કે જ્યાં પિતા કહે એટલે દીકરો ન નું ન જ કર્યા વિના સ્વીકારી લે. પતિએ કહ્યું એટલે પત્ની સ્વીકારી જ લે, માં એ કહ્યું દીકરો સ્વીકારી જ લે. કોઈ વિચાર જ ન આવે પછી. આજે system સમાજમાં હતી કે નાનપણથી આજ્ઞા પાલનની એક ટેવ પડેલી હતી. એવી વ્યક્તિ અહીંયા આવે એટલે આજ્ઞા પાલન સરસ રીતે પાળી શકે પણ ત્યાં system તૂટી. ત્યાં તૂટી પણ અહીંયા કેમ તૂટી? તમે થોડા અનુપ્રેક્ષા કરો, થોડીક સજ્જતા કરો તો અહીંયા તમે બિલકુલ ગુરુની આજ્ઞાને obey થઈ શકો. ૧૦૦% થઈ શકો. કારણ સદ્દગુરુની કોઈપણ આજ્ઞા એના માટે જ હોવાની કે તમારી સાધના ઉચકાય. તમારું લક્ષ્ય પણ એ જ છે. મારે મારી સાધનાને ઊંચકવી છે. તો સદ્દગુરુની આજ્ઞાના પાલનમાં તમને ક્યાંય વિચાર પણ ન આવે. માત્ર દીક્ષા લેતા પહેલા સદ્દગુરુના ચરણોમાં જીવન સમર્પિત કરતાં પહેલાં જોઈ લેવાનું કે પ્રભુની આજ્ઞાને સમર્પિત ગુરુ છે કે કેમ. આટલું જોઈ લીધું પછી માથું મૂકી દેવાનું. એકવાર દીક્ષા લીધી પછી બસ માથું મૂકી દેવાનું. દીક્ષા લેતા પહેલા દસ જગ્યાએ જાવ કાંઈ વાંધો નથી પણ એકવાત તમને યોગ્ય લાગ્યું માથું મૂકી દીધું પછી બસ. તો સમાજમાં એક મજાની sytem હતી કે આજ્ઞા પાલન નાનપણથી જ ચાલતું હતું. 

અમને ખ્યાલ છે કે ૬૦ વર્ષ પહેલા અમેય એ સંસારમાં હતા. ૬૫ વર્ષ પહેલાં આમ uncle આવે કે pappa આવે થથરી જવાય. uncle આવે છે એમ કહે ને એટલે બધા છોકરાઓ ડાહ્યા-ડમરા થઈને બેસી જાય. અમારે એક uncle હતા. શાંતિ uncle. એ બહુ જ આમ કડક. (શાંતી જેવા). અંદર શાંતિ જ હતી એમની. ગુરુની જેમ, ગુરુ અંદરથી શાંત હોય તમારા માટે જરૂરી હોય તો ગુસ્સો આપી પણ દે. તો એ uncle આવે છે જે સમાચાર મળે ને તોફાન કરતા બધા છોકરા ડાહ્યા-ડમરા થઈ જાય.

“શ્યામ એકવાર આવોને આંગણે” પુસ્તકમાં ‘દિનકર જોષી’એ એક બહુ જ સરસ ઘટનાનો ઉલ્લેખ કર્યો. કૃષ્ણ દેવકી માતા પાસે આવ્યા. તમને ખ્યાલ છે જન્મદાત્રી ‘મા’ દેવકી છે પાલક માતા યશોદા ‘મા’ છે તો દેવકી ‘મા’ પાસે કૃષ્ણ આવ્યા છે એ યુગ હતો ત્યારે ઘરે-ઘરે સેંકડો ગાયો રહેતી. ગોકુળો રહેતા. દહીં, ઘી અને માખણની નદીઓ વહેતી. શ્રીકૃષ્ણ ઘરે આવ્યા છે. ‘મા’ના ચરણોમાં પડ્યા. ‘માં’ એને ભેટી પડી. ‘મા’એ કહ્યું બેટા બેસ. માખણ પીરસે છે નાસ્તા માટે. એ વખતે શ્રીકૃષ્ણ કહે છે ‘મા’ મને એક જવાબ આપ. તું કહીશ એમ જ મારે કરવાનું. ગોકુળમાંથી યશોદા ‘મા’ ની રજા લીધી ત્યારે યશોદામાને મેં વચન આપેલું કે હવે હું માખણ ત્યારે જ કહીશ જ્યારે ગોકુળમાં આવીશ અને તું મને માખણ આપીશ એ સિવાય માખણ હું ખાઈશ નહીં. તું મારી જન્મદાત્રી ‘મા’ છે તું માખણ આપી રહી છે મેં નિયમ આ રીતે લીધેલો છે. પણ તું કહે એમ હું કરવા તૈયાર છું અને એ વખતે દેવકી ‘મા’ એ કહ્યું બેટા મારો પ્રેમ સ્વાર્થથી ભરેલો છે મારા પ્રેમમાં સ્વાર્થ છે તું મારો દીકરો છે તે જે નિયમ લીધો છે એ પ્રેમમાં ત્યાગ આવેલો છે એટલે તારે માખણ નહીં ખાવાનું. યશોદા માને હાથે જ ગોકુળમાં જાય ત્યારે જ માખણ ખાવાનું દેવકી ‘મા’ ને હાથે તારે માખણ ખાવાનું નહીં તને હું બીજો નાસ્તો આપું. તો શ્રીકૃષ્ણ બિલકુલ નિર્વિકલ્પ હતા. મેં આવો નિયમ લીધો છે પણ તું કહે એમ મારે કરવાનું તું કહે ખાઈ લે માખણ તો ખાઈ લેવાનું, તું કહે નહીં ખાવાનું તો નહીં ખાવાનું. 

આ system હતી સમાજની. ‘મા’ એ કહ્યું વાત પૂરી થઈ ગઈ, પિતાએ કહ્યું વાત પૂરી થઈ ગઈ, સદ્દગુરુએ કહ્યું વાત પૂરી થઈ ગઈ. તો આપણા મનને, આપણા ઉપયોગને આપણે નિર્વિકલ્પ બનાવવો છે. હમણાં અશુભ વિકલ્પો ન આવે એના માટે કોશિષ કરવાની, પછી શુદ્ધમાં જશો એટલે એકપણ વિકલ્પ નહીં રહે, એક પણ વિકાર નહીં રહે. પણ શુભ વિકલ્પોની, શુભ વિચારોની અત્યારે હા છે.  આપડે ત્યાં બે શબ્દો છે વિકલ્પો અને વિચારો. આપડી પરંપરામાં વિકલ્પ શબ્દ વપરાય છે નિર્વિકલ્પો ઉપયોગમાં નહીં કર્મનો ચારો. પતંજલીઋષિ નિર્વિચાર શબ્દ વાપરે છે. તો વિકલ્પો અને વિચારમાં ફરક છે. છૂટો છવાયો વિચાર હોય, જેમાં રાગ-દ્વેષ ભળેલા નથી તેને વિચાર કહેવામાં આવે છે. કોઈ આવ્યું કેમ આવ્યું? પણ રાગ-દ્વેષ નથી એમાં. ખાલી જિજ્ઞાસા છે. વૃક્ષ છે તો પાંદડું હલ્યું તો પાંદડું હલ્યું એનો વિચાર અંદર આવી જાય. પણ એક વ્યક્તિ આવી એના પ્રત્યે સહેજ અણગમો છે અને અંદરથી દ્વેષ ઉભરાય આ માણસ કેમ આવ્યો? આ દ્વેષ યુક્ત વિચાર એ વિકલ્પદશા છે એટલે સાધના માર્ગમાં પહેલા આપડે વિકલ્પોને દૂર કરવાના છે વિચારો તો automatically દૂર થઈ જશે. એટલે નિરાકારમ, નિર્વિકલ્પમ એ મનને, ઉપયોગને નિર્વિકલ્પ કઈ રીતે બનાવવું એની વધારે વાતો પછી કરશું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *