વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
પ્રભુ વીર ની સાધના
Subject : નિર્વિકલ્પતા એ જ નિરાકારતા
વિભાવ અને વિકલ્પ અન્યોન્યાશ્રય છે. સત્તામાં રહેલો વિભાવ ઉદયમાં આવે એટલે વિકલ્પો શરૂ થાય. વિકલ્પો થી વિભાવ વધુ ઉત્તેજિત થાય. વિભાવના અંગારાને વિકલ્પોરૂપી હવા નાંખો, તો એને ભડકામાં ફેરવાતા વાર ન લાગે!
જો વિભાવના ઉદય સમયે જાગૃતિ મુખરિત બને, તો ઉદયને નિષ્ફળ બનાવી શકાય. તમે કદાચ વિભાવોને દૂર કરી શકતા નથી, તો વિભાવના ઉદયની ક્ષણે નિર્વિકલ્પ બની જાઓ. વિચારોને જુઓ; એમાં ભળો નહિ. માત્ર દૃષ્ટા બની જાઓ.
કાયોત્સર્ગની પ્રક્રિયામાં વિભાવને અને શ્વાસને આમનેસામને રાખ્યાં. કાયોત્સર્ગ એ શ્વાસને શાંત કરવાની પ્રક્રિયા છે. શ્વાસને શાંત કરીને પણ તમે વિભાવના ઉદયને ખાળી શકો.
Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)