વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
પ્રભુ વીર ની સાધના
Subject : સાધનાની પૃષ્ઠભૂમિ – નિર્વિકલ્પતા
કોઈ પણ ક્રિયા સમ્યક્ રીતે કરવા માટે નિર્વિકલ્પ દશાનો અભ્યાસ જરૂરી છે. ક્રિયા સમયે મન નિર્વિકલ્પ નહિ હોય, બહાર જ આંટાફેરા કરતું હશે, તો ક્રિયાનો આનંદ ક્યાંથી મળશે?
ઉપયોગ સ્વની અંદર પ્રતિષ્ઠિત હોય, તે ધ્યાન. જો વિકલ્પો ચાલુ હશે, તો ઉપયોગ બહાર રહેશે. માટે ધ્યાનમાં જવું હોય, તો પણ નિર્વિકલ્પ દશાના અભ્યાસ વગર ન જઈ શકાય.
જ્યાં સુધી તમારું હૃદય નિર્મળ નથી બન્યું ત્યાં સુધી તમારી પાસે ધ્યાન નથી; માત્ર શ્વાસની કસરત છે! હૃદય નિર્મળ બને પછી જ ધ્યાન આવે અને ધ્યાન દ્વારા હૃદય અત્યંત નિર્મળ બને. ધ્યાન સમ્યક્ છે કે નહિ એની નિશાની છે રાગ અને દ્વેષ ની શિથિલતા.
Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)