Anandghanji Ne Sathvare – Vachana 12

1.3k Views 28 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : અભેદાનુભૂતિ

કેવળજ્ઞાની બની જઈશું, સિદ્ધશિલા ઉપર પહોંચી જઈશું – ત્યારે શાશ્વતીના લયમાં પરમાત્મા સાથેની અભેદાનુભૂતિ મળશે. પણ એ તો દૂરની વાત થઇ. હમણાં ને હમણાં પ્રભુનો અનુભવ કેવી રીતે કરી શકાય?

જ્યોત સું જ્યોત મિલત જબ ધ્યાવત, હોવત નહિ તબ ન્યારા પરમાત્મા જ્યોતિર્મય છે; તમે જો જ્યોતિર્મય બનીને એનું ધ્યાન કરો, તો પરમાત્માનો અનુભવ થાય. તમારી ભીતર રહેલું સમભાવનું ઝરણું પરમાત્માના સમભાવના સમુદ્રમાં ભળી જાય, તે અત્યારની તમારી અભેદાનુભૂતિ.

અજ્યોતિર્મય એવા શબ્દો અને વિચારો આત્મતત્ત્વ કેવું છે એની માત્ર એક ઝાંખી આપી શકે; બાકી એ અરૂપી તત્ત્વ માત્ર અનુભૂતિગમ્ય જ છે. તમે ધ્યાન અને કાર્યોત્સર્ગમાં જાઓ, ત્યારે જ તેનો અનુભવ થઈ શકે.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૧૨

પૂજ્યપાદ આનંદધનજી ભગવંતની પરાવાણી.

“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો”

પૂજ્ય શ્રી કહે છે કે પ્રભુ મને એ હદે ગમે છે. કે દુનિયાની કોઈ ચીજ, દુનિયાની કોઈ વ્યક્તિ મને ગમતી નથી. મને ગમે છે માત્ર ને માત્ર પરમાત્મા. પ્રિયતરની જે ભૂમિકા હતી. એમાં શું હતું. કે પ્રભુ પણ ગમતા. પરપદાર્થો, પરવ્યક્તિઓ પણ ગમતા. હા, પર કરતાં પરમની પ્રીતિ વધારે હતી. પણ આનંદઘનજી ભગવંત તો superlative degree ની વાત કરે છે. પ્રભુ પ્રિયતમ છે. પ્રભુ જો મને ગમે, પ્રભુ સિવાયનું મને કાંઈ જ ગમે નહિ. આપણને થાય આનંદઘનજી કે ભગવંતની તો જન્માન્તારીય પ્રભુ પ્રેમની ધારા હતી. એથી એમના માટે આ સરળ હતું. આપણી આ journey કરવી હોય તો શી રીતે કરી શકીએ.?

એના માટે ૩ ચરણો બતાવ્યા.

પરમ ચેતનાનો અલપ – ઝલપ અનુભવ.

વિરહ વ્યથાની શાર્પનેસ.

અને પ્રભુનો પ્રિયતમ તરીકે અનુભવ.

There are ૩ STEAGES. પહેલું stage પ્રભુનો અલપ – ઝલપ અનુભવ.

મજાની વાત એ છે કે પ્રભુનો અનુભવ એટલે શું? જ્યારે તમે કેરીની વાત કરો છો ત્યારે કેરી તમારાથી દૂર પણ હોઈ શકે. પણ તમે કેરીનો અનુભવ કરતાં હોવ ત્યારે શું હોય? તમારી પાસે કેરી છે. અને તમે એની મીઠાશનો અનુભવ કરી રહ્યા છો. એજ લયમાં પરમચેતનાનો અનુભવ કરવાનો છે. એ અનુભવના બે પ્રકાર આપ્યા. એક અનુભવ એક અભેદાનુભૂતિ કાયમ માટેની હોય. આપણે કેવલજ્ઞાની બની ગયા. સિદ્ધશિલા ઉપર પહોંચી ગયા. પછી શાશ્વતીના લયમાં એ અનુભવની ધારામાં એ અભેદાનુભૂતિની ધારામાં આપણે છીએ. પરમાત્મા સાથે આપણી ચેતનાનો અભેદ થયો. એ તો દૂરની વાત થઇ. અત્યારની વાત શું? અત્યારની વાત એ કે તમે હમણાં ને હમણાં પ્રભુનો અનુભવ કરી શકો. કઈ રીતે થાય…

મહોપાધ્યાય યશોવિજય મહારાજે શીતલનાથ પ્રભુના સ્તવનમાં એ અનુભવને બહુ જ મજાની માહિતી આપી. બહુ પ્યારા શબ્દો છે. “જ્યોત શું જ્યોત મિલત જબ ધ્યાવત, હોવત નહિ તબ ન્યારા” હોવત નહિ તબ ન્યારા” એક ક્ષણ એવી આવે કે પરમ ચેતના સાથે તમે અભેદ અનુભૂતિમાં આવી ગયા. હોવત નહિ તબ ન્યારા” પરમ ચેતનાથી તમારે ભિન્ન થવાનું નથી. પણ એના માટેની સાધના કઈ? જ્યોત શું જ્યોત મિલત જબ ધ્યાવત, જ્યોતિર્મય પરમાત્મા છે, તમે જ્યોતિર્મય બનીને એનું ધ્યાન કરો, તો પરમાત્માનો અનુભવ થાય. શબ્દ પૌદ્ગલિક છે ખ્યાલ છે. આત્મ તત્વ, નિર્મળ આત્મતત્વ એ જ જ્યોતિર્મય તત્વ. બાકીના બધા જ જે છે જડ પુદ્ગલો એ અજ્યોતિર્મય. પૌદ્ગલિક. તો શબ્દ પૌદ્ગલિક. વિચાર તમે કરો છો એ પણ પૌદ્ગલિક. મનોવર્ગણા ના પુદ્ગલો હોય છે. તમે એને પકડો છો. અને છોડો છો.

દેવચંદ્રજી મહારાજે અષ્ટપ્રવચન માતાની સજ્ઝાયમાં બહુ મજાની લપડાક – તમાચ સાધકને લગાવી છે. એમણે કહ્યું “ભાષા વર્ગણ પુદ્ગલા, ગ્રહણ નિસર્ગ ઉપાદ, કરવા આતમ વીર્યને, શાને પ્રેરે સાથ.” પ્રભુની આજ્ઞા મુજબ કોઈ મુનિરાજ બોલે તો એ બરોબર છે. પણ કોઈ માણસ ગપ્પા જ મારી રહ્યું છે. તો એ શું કરે છે, તો ભાષા વર્ગણાના પુદ્ગલોને પકડે છે. પકડીને એને આત્મસાત્ કરે છે. અને પછી એને છોડે છે. તો લપડાક એ લગાવી કે “પુદ્ગલોને પકડવામાં અને પુદ્ગલોને છોડવામાં, તારી આત્મશક્તિનો તું ઉપયોગ કરે છે. તને બીજું કંઈ સુઝ્યું નહી. તો શબ્દ પૌદ્ગલિક ઘટના, વિચાર પૌદ્ગલિક ઘટના. શબ્દ અને વિચાર એ કામના. જે તમને જ્યોતિર્મય તત્વ તરફ લઇ જાય. તો જે શબ્દ અને જે વિચાર તમને આત્મતત્વ સુધી ન લઇ જાય. એ શબ્દ કે એ વિચારનું કોઈ મહત્વ નથી.

કબીરજી એ કહ્યું – શબ્દ શબ્દ બીચ અંતરા, સાર શબ્દ ગ્રહી લે. બે જાતના શબ્દો છે. સાર શબ્દો, બીજા નકામા શબ્દો. શબ્દ શબ્દ બીચ અંતરા, સાર શબ્દ ગ્રહી લે. સાર શબ્દને પકડી લો. કોકે પૂછ્યું સાર શબ્દની વ્યાખ્યા શું? શું મજાની વ્યાખ્યા આપી, જો શબ્દે સાહિબ મિલે, એક પુસ્તક book self માંથી નીચે ઉતાર્યું. બે પાનાં ફેરવ્યા, તમારી જાતને પૂછો, કે આમાં પરમાત્માના કોઈ શબ્દો છે. મને પરમાત્મા તરફ લઇ જાય એવા કોઈ શબ્દો આમાં છે. નથી. ખાલી મનોરંજન ની ઘટના છે. મૂકી દો book self ઉપર ચોપડી પાછી. જો શબ્દે સાહિબ મિલે, જે શબ્દે પ્રભુ મળતા હોય, એ શબ્દને પકડી લો. તો શબ્દ પૌદ્ગલિક ઘટના. વિચારો પૌદ્ગલિક ઘટના. તમે અત્યાર સુધી શબ્દ અને વિચારમાં અટકી ગયા છો.

એકવાર મારે અમદાવાદ કોબા તપોવન જવાનું થયું. સાંજના સમયે હું ગયેલો. અને સવારે મારો વિહાર હતો. પ્રતિક્રમણ પછી બધા મુનિવરો ભેગા થયા. ઘણા બધા મુનિઓ ત્યાં હતા. પ્રશ્નોત્તરી ચાલી. એમાં એક પ્રશ્ન એ આવ્યો. કે અમારી સાધના ક્યાં અટકે છે. તમે ક્યારે પૂછ્યું : તમારી સાધના ક્યાં અટકે છે એ તમે પૂછ્યું છે ક્યારે? તો મેં કહ્યું કે સ્વાધ્યાયમાં તમારી સાધના અટકી ગઈ છે. તમે ધ્યાન અને કાર્યોત્સર્ગમાં ગયા નથી. તમે બધા વિદ્વાન વક્તાઓ છો, લેખકો છો. એક શબ્દ ઉપર ૧૦૦ પાનાનું  પુસ્તક તમે લખો છો. એક શબ્દ ઉપર પાંચ કલાક તમે બોલો છો. પણ મેં કહ્યું કે શબ્દ એ તો સ્વાધ્યાય માં આવશે. સ્વાધ્યાય, ધ્યાન, કાર્યોત્સર્ગ. ધ્યાન ક્યાં છે તમારી પાસે? શબ્દ તો માત્ર out line છે. આત્મતત્વ કેવું છે એની એક ઝાંખી આપે. પણ હકીકતમાં જે અરૂપી તત્વ છે, અને જે માત્ર અનુભૂતિ ગમ્ય જ છે. એને શબ્દોમાં આપી શકાતું નથી. પણ એક out line દોરવાનો પ્રયાસ કરી શકીએ. આત્મતત્વનો અનુભવ ક્યારે થાય? તમે ધ્યાન અને કાર્યોત્સર્ગ માં જાઓ ત્યારે જ થાય.

તો તમારી બધાની સાધના પણ શબ્દે અને વિચારે અટકી ગઈ છે. પ્રવચનો સાંભળ્યા, કાન સુધી પહોંચ્યું. એના પર બહુ બહુ તો વિચાર કર્યો.પણ  Conscience mind સુધી ગયા. તમારા અસ્તિત્વના સ્તર સુધી શબ્દો પણ ઉતર્યા નથી. Conscience mind ના level સુધી જ છે. બહુ મજા આવી. એથી વધારે તમે આગળ વધ્યા નથી. રાગ અને દ્વેષ ક્યાં છે, અહંકાર ક્યાં છે, અસ્તિત્વના સ્તર પર. તમે સાધનાને ક્યાં લઇ ગયા… conscience mind સુધી. દુશ્મન બંકરમાં હોય, ભોંયરામાં અને કોઈ સૈનિક બહાર બંદુકના ભડાકા કરે તો શું થાય?  ગોળીઓ જ બગડે કે બીજું કંઈ થાય, એમ રાગ – દ્વેષ ને અહંકાર અસ્તિત્વના સ્તર પર છે. અત્યાર સુધી તમારી સાધના ક્યાં સુધી ગઈ બોલો? શબ્દ અને વિચાર સુધી….

તો રાગ – દ્વેષ, અહંકાર એવા ને એવા રહેવાના. એને સહેજ ઘસરકો પણ પડવાનો નથી. છે અનુભવ? પ્રભુની ચાદર પહેરાઈ ગઈ. પણ જો સાધના અસ્તિત્વના સ્તર સુધી ન પહોંચી, તો રાગ – દ્વેષ, અહંકાર એવા ને એવા રહેવાના. અને મેં સાધના કરી એનો ભ્રમ તમે ઓઢી લેવાના. આટલા ઉપવાસ કર્યા, આટલા આયંબિલ કર્યા. ઉપવાસ અને આયંબિલ બાહ્ય તપ. બાહ્ય તપની વ્યાખ્યા એ છે કે જે અભ્યંતર તપને પુષ્ટ કરે એ બાહ્ય તપ. તો પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, એની એક ત્રિપદી. અને સ્વાધ્યાય, ધ્યાન, કાર્યોત્સર્ગ એની એક ત્રિપદી. આ બે ત્રિપદી અભ્યંતર તપ છે. તો એમાં તમે ગયા. ધ્યાનનો તમને ખ્યાલ જ નથી. ઘણા તો મને પૂછવા આવે, સાહેબ ધ્યાનમાં શું વિચારો આવે? અરે ભાઈ ધ્યાનમાં અનુભવ હોય. અનુભવ હોય ત્યાં શબ્દ હોય? વિચાર હોય?

રામકૃષ્ણ પરમહંસ કહેતાં કે ‘બ્રાહ્મણો જમવા માટે બેઠેલા હોય, અને લાડુ – દાળ પીરસાતા હોય, આખો હોલ અવાજ – અવાજથી ગુંજી ઉઠતો હોય. લાડુ – દાળ, ભજીયા પૂરી…. પણ જ્યાં હર હર મહાદેવ થાય, અને ભોજન શરૂ થાય ગહન ચુપ્પી. અનુભવ ન હતો, ત્યાં સુધી શબ્દો હતા. જે ક્ષણે અનુભવ ચાલુ થયો ભોજનનો, શબ્દો ગયા. તમારે શું કરવું છે એ નક્કી કરો. પ્રવચન સાંભળવાના, જ્ઞાની ભગવંતોને સાંભળવાના, પણ શા માટે? બે – ત્રણ વાત છે, એક તો એ જિનવાણીનું શ્રવણ કરવું જોઈએ. શ્રાવકનું એ કર્તવ્ય છે માટે કરવું જોઈએ. બીજું મ.સા બહુ સરસ બોલે જરા મજા આવે છે માટે સાંભળું છું. આ રીતે સેંકડો નહિ હજારો પ્રવચનો તમે સાંભળ્યા, પણ મારું આત્મતત્વ સત્તા રૂપે નિર્મળ છે. પણ અત્યારે રાગ, દ્વેષ, અહંકારથી ખરડાયેલું છે. તો એ જે અશુદ્ધિ છે એને મારે કાઢવી છે. અને મારે મારા આત્મતત્વને નિર્મળ બનાવવું છે. એના માટે મારે સાધના કરવી છે. ભક્ત અને સાધક બંનેનું લક્ષ્ય એક જ છે.

ભક્ત પરમાત્માની તરફ જુએ, એટલે કે પરમાત્માના નિર્મળ સ્વરૂપને જોવે, અને નક્કી કરે કે મારૂ પણ નિર્મળ સ્વરૂપ આવું છે. એટલે મારે એ તરફ યાત્રા કરવાની છે. સાધક જે છે એ સીધું પોતાનું નિર્મળ આત્મ સ્વરૂપ જોશે. અને નક્કી કરશે કે મારે આ નિર્મળ આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે. એટલે ભક્ત તરીકે તમે આગળ જાવ. યા સાધક તરીકે તમે આગળ જાવ કોઈ વાંધો નથી. Composition માં ફરક કેટલો પડે તમને સમજાવું…. સાધકનું Composition સાધનાનું શું છે? ૯૯% grace ૧% effort. જ્યારે ભક્તની ભક્તિનું Composition એ છે ૧૦૦% grace at I am effortless person.

તમે ભક્ત બન્યા સમર્પિત બની ગયા, પછી તમારે કંઈ કરવાનું રહેતું નથી. પછી જે પણ કરવાનું છે એ પરમચેતના એ સદ્ગુરુ ચેતનાએ કરવાનું છે. આવી offer દુનિયામાં કોઈએ નહિ કરી હોય. તો ખાલી ગાડીમાં બેસી જા. Back seat journey કરી લે. તું કહે ત્યાં પહોંચાડી દઉં તને… સાધના પ્રભુની એટલે back seat journey. પ્રભુએ આપેલો મજાનો માર્ગ સદ્ગુરુ chauffer તરીકે, પ્રભુએ આપેલી કાર તમારે માત્ર back seat journey કરવાની છે. પાછળની sit માં બેસી ગયા આરામથી. સદ્ગુરુ તમારે માટે chauffer બનવા પણ તૈયાર છે.

હમણાં એક ઘટના ઘટેલી, યુરોપમાં એક professor એમને ભારતીય યોગ પરંપરા ઉપર બહુ રસ. આપણી ભારતીય યોગ પરંપરા માં એક ક્રિયા યોગ છે. તો એ professor ને ક્રિયા યોગના ઊંડાણમાં જવાનો રસ હતો. સામાન્ય ક્રિયા એ પોતે કરી શકતા. પણ એના ઊંડાણમાં જવું છે. તો એકવાર internet પર surfing કરતા હોય છે. ત્યાં એક નામ મળ્યું. ક્રિયા યોગના master નું, તરત એમને નોંધી લીધું. બાંગ્લાદેશની પાટ-નગરી ઢાકા, એ ઢાકાથી ૧૫૦ કિલોમીટર દૂર એક ગામ. ત્યાંથી ૩ કિલોમીટર દૂર જંગલમાં એક આશ્રમ. અને એમાં જે યોગી રહે છે એ ક્રિયાયોગના ઊંડાણના માસ્ટર છે. Professor એ ગામનું નામ લખી દીધું, યોગીનું નામ લખી દીધું.

University માં એક મહિનાની રજા મૂકી. અને ઢાકા airport પર ઉતર્યા. અને ઢાકા airport પર ઉતરી taxi stand પાસે ગયા. અને પેલું જે ગામ હતું એ ગામનું નામ કહે. I want તો go here. પણ એ ગામ તો એટલું interior હતું કે આ taxi વાળા ને કોઈને ખ્યાલ નહિ. આ બધા highway ઉપર journey કરનારા… બધાએ ખભા ઉચકાયા, we don’t no. હવે શું કરવું? Professor મૂંઝાયા. રસ્તો એક જ હતો, પોતાના ક્લીગને ત્યાં કહે યુરોપમાં કે ફરી surfing કરે, અને surfing કરી અને વિગતવાર જે છે એની નોંધ મોકલે. પણ ત્યાં જ એક taxi આવી. Taxi ના chauffer એ પૂછ્યું: તમારે અહીંયા જવું છે? તો કે હા, બેસી જાઓ. Professor બેસી ગયા. Taxi ચાલી. ૧૦ કિલોમીટર highway ઉપર, પછી ઉબડ – ખાબડ રસ્તો, અને એ પછી તો રસ્તો જ ન મળે. પેલું ગામ તો માંડ માંડ આવ્યું. એ ગામ પછી ૩ કિલોમીટર ચાલતા તો ૩ કલાક થયા એટલો રસ્તો ખરાબ. આખરે આશ્રમમાં પહોંચી જવાયું. પેલા chauffer એ કહ્યું હું અહીંયા જ છું તમે રૂમ લઇ લો. નાહી – ધોઈને નાસ્તો કરીને તૈયાર થાઓ. Professor એ રૂમ લીધી. નાહ્યા, નાસ્તો કર્યો, પછી પૂછ્યું સદ્ગુરુ ક્યારે મળશે. ત્યારે પટ્ટશિષ્ય એ appointment diary ખોલીને જોઇને કહ્યું: કે બપોરે ૪ વાગે તમને મળશે. એ ૪ વાગ્યાની કેટલી ઈંતેજારી હોય. ક્યારે ૪ વાગે, ક્યારે સદ્ગુરુ મળે…. આવતી કાલે આમ શેની ઈંતેજારી હશે? ક્યારે ૭ વાગે….

ત્રૈલોક્યમંડન વિજય અત્યારે ગોવાળિયા ટેંકમાં છે. એમણે એક બહુ સરસ પ્રયોગ કર્યો છે. ગઈ સાલ પણ એમણે કરેલો success ગયેલા. આ સાલ પણ. મંગલાચરણ થાય એટલે ઉપાશ્રયના દરવાજા બંધ. પછી તમે આવો તો પાછા જાઓ. એ જ તમે બધા છો. એકદમ alertness આવી જાય કે ૭.૦૫ થશે દરવાજા બંધ થઇ જશે. જલ્દી પહોંચી જાઓ. પણ એ દરવાજા ખુલ્લા છે ૧૦ વાગ્યા સુધી આવો તો વાંધો નહિ. સવા આઠે આવો તો વાંધો નહિ.

૪ વાગે professor ગુરુના ચેમ્બરમાં ગયા, ત્યારે જોયું ગુરુની ગાદી ઉપર એ જ વ્યક્તિ હતી કે જે chauffer તરીકે પોતાને લઈને આવેલી. Professor હસ્યા આપ… તો કે yes. ગુરુ કહે છે: તમે યુરોપથી આટલે દૂર મને મળવા માટે આવ્યા તો મારે થોડેક તો આવવું પડે ને. અમે તો આ વખતે તમારા માટે કેટલું આવ્યા, ખબર છે…? ક્યાં હતા… ઉત્તર ગુજરાતને છેડે, રાજસ્થાનમાં જીરાવલા .. જીરાવલા થી મુંબઈ….

એ યોગી પાસે એવી યોગની સિદ્ધિ હતી કે ઢાકા airport ઉપર કોઈ આવવાનું છે મને મળવા માટે એનો ખ્યાલ એમને આવી ગયો. અને ખ્યાલ આવ્યા પછી એ પણ ખબર પડે એની પાસે પૂરી માહિતી નથી એ અટવાશે. તો ચાલો હું જ કાર લઈને પહોંચી જાઉં.

તો તમારે માત્ર back seat journey કરવાની છે. તૈયાર?

તો આપણું પદ હતું;

 “જ્યોત શું જ્યોત મિલત જબ ધ્યાવત, હોવત નહિ તબ ન્યારા”

જ્યોતિર્મયનું ધ્યાન શબ્દોથી નહિ, વિચારોથી નહિ. પણ જ્યોતિર્મય બનીને કરવાનું. જ્યોતિર્મય પ્રભુનું ધ્યાન કઈ રીતે કરવાનું? ન શબ્દોથી, ન વિચારોથી. પણ જ્યોતિર્મય બનીને કરવાનું. એટલે શું? એનો અર્થ એ થયો, પ્રભુ સમભાવનો સમુદ્ર છે. દરિયો હોય કે નદી હોય તમે પત્થર નાંખો તો શું થાય? ઓગળે ખરો? અને નદીમાં ઝરણાનું પાણી જાય તો…? એ જ સમયે એમાં એકમેક થઇ જાય. તો શબ્દો અને વિચાર એ પત્થર છે. એ ક્યારે પણ જ્યોતિર્મય પ્રભુમાં એકાકાર બનવાના નથી. તમારે જ્યોતિર્મય બનવું પડે.

એટલે તમે સામયિકમાં છો, સામાયિક તમે લઇ લીધી. પછી આંખો બંધ કરીને, શરીરને ટટ્ટાર કરીને બેસો. અને એક સંકલ્પ સાથે કે મારે માત્ર સમભાવમાં રહેવું છે. તમારા સંકલ્પનું મૂલ્ય બહુ મોટું છે. ઘણી સાધનાઓ એટલા માટે નથી થતી, કે તમારો એના માટે સંકલ્પ નથી. તમારી શક્તિ અપાર છે. આત્માની શક્તિ અપાર છે. પણ સંકલ્પ જોઈએ. કોઈ પણ કાર્યને સિદ્ધિમાં રૂપાંતરિત કરવું હોય તો ૩ તત્વો જોઈએ: પ્રભુની કૃપા, સદ્ગુરુના આશીર્વાદ, અને તમારો સંકલ્પ. પ્રભુની કૃપા તો સતત વરસી રહી છે. અનુભવ નથી થતો, કેમ? થાય છે? અમને થાય અને તમને ન થાય એવું કેમ? એક ક્ષણ એવી નથી, કે એનો પ્રેમ, એની કૃપા ન વરસતી હોય. સદગુરુનો આશીર્વાદ છે. તમે વાસક્ષેપ લેવા આવો ને ત્યારે અમે શું આશીર્વાદ આપીએ… “નિત્થાર પારગા હોહ” તું સંસાર સાગરને પેલે પાર ઉતરી જા. તું મોક્ષસુખને પામી જા. પણ એ ક્યારે થાય, તમે સાધના કરો ત્યારે.

એટલે કોઈ પણ સાધનાના ઊંડાણમાં તમારે જવું હોય તો ત્રણ તત્વો જોઈએ. બે તો હાજર જ છે. પ્રભુની કૃપા અને સદ્ગુરુના આશીર્વાદ. એ બે હાજર છે. તમારે માત્ર સંકલ્પ કરવાનો છે… દુનિયામાં આવું છે? કે સંકલ્પ કરો ને કોઈનો બંગલો મળી જાય. અહીંયા સંકલ્પ કરો અને પુણ્યા શ્રાવકના સામયિકનું નાનકડું edition live edition તમને મળી જાય. મારે છે ને live editions જોઈએ છે. જીવંત આવૃત્તિ. હું ઘણીવાર કહું : દીક્ષાની શુદ્ધિનો જેનો આગ્રહ હોય, એણે શું કર્યું, દશવૈકાલીક સૂત્રના પાંચમાં અધ્યયનનું એક live edition પ્રસ્તુત કર્યું. જેની ભાષા એકદમ સંયમી જ છે. મુહપત્તિ સાથે બોલવાનું. બોલવું પડે તો જ બોલવાનું નહિતર મૌનમાં જ રહેવાનું. આવું જે વ્યક્તિત્વ હોય, એણે દશવૈકાલીક સૂત્રના ભાષા અધ્યયનનું live edition જે છે તે પ્રસ્તુત કર્યું.

સુલસા મહાસતીનું live edition માતાઓ આપી શકે. હું ઘણીવાર કહેતો હોઉં છું, માતાઓને કે તમારા માટે બે વિકલ્પ છે યા તો ચંદનાજી બનો યા તો સુલસાજી બનો. બરોબર? આ (ઓઘો), મળી જાય તો ચંદનાજી. ન મળે તો સુલસાજી. તમે પણ મેઘકુમાર કે કુમારપાળ બની જાઓ. આ ,મળી ગયું તો મેઘકુમાર, ન મળ્યું તો કુમારપાળ. પણ કુમારપાળ ને આ રજોહરણ મળ્યું નથી. પણ રજોહરણ લેવાની ભાવના કેટલી તો ઉત્કટ હતી.

રજનીભાઈ દેવડી એ અભિષેક કરાવ્યા પાલીતાણામાં, એમને જ્યાં અભિષેક કરવાનો હતો, ત્યાં પ્રધુમ્નસૂરિ મ.સા. પોતે હતા. અને નક્કી હતું કે જ્યારે ડંકો વાગે ત્યારે બધાએ એક સાથે અભિષેક કરવાના. આખા ગિરિરાજ ના દાદાના બધાના. તો હજુ અડધો પોણો કલાકની વાર હતી. તો પ્રદ્યુમ્ન સૂરિ મહારાજે રજનીભાઈને પૂછ્યું: કે રજનીભાઈ હવે શું બાકી રહ્યું તમારે  સંઘો કાઢ્યા, ઉપધાન તમે કરાવ્યા, મહોત્સવો કરાવ્યા. સાધુ ભગવંતોની વૈયાવચ્ચ એટલી તમે કરી. અને છેલ્લે કળશ ઉપર શિખરની જેમ, શિખર ઉપર કળશ જેમ આ શત્રુંજય ગિરિરાજ નો અભિષેક તમે કરાવી રહ્યા છો. હવે બાકી શું રહ્યું? એ વખતે રજનીભાઈએ પ્રદ્યુમ્નસૂરિ મ.સા. નો ઓઘો લઇ લીધો, નાચવા માંડ્યા, સાહેબ આ બાકી છે. બધું જ થયું, પણ આ ન મળે ત્યાં સુધી શૂન્ય છે. મારે આ જોઈએ છે.

એ રાત્રે એમનો સન્માન સમારોહ, સમારોહમાં આવવા એ તૈયાર નહોતા. હજારો લોકોથી પન્ના રૂપાનો આખો પંડાર આખો ભરાઈ ગયેલો. અને રજનીભાઈ આવે એટલે પ્રોગ્રામની શરૂઆત થાય. રજનીભાઈ આવવા તૈયાર નહિ. એ કહે મારું સન્માન શેનું હોય, આ તો પ્રભુની કૃપાથી થયું છે. મેં ક્યાં કંઈ કર્યું છે? રજની picture માં આવતો જ નથી. તો એનું સન્માન કયાંથી? છેવટે કુમારપાળ ભાઈએ સંઘની આજ્ઞા સંભળાવી. કે ત્યાં જે સંઘ બેઠો છે. એ સંઘની આજ્ઞા છે તમારે આવવું પડશે. સંઘની આજ્ઞાનું ઉલંઘન ન કરી શકાય. ત્યાં આવ્યા, બેઠા અને નવકાર મંત્રની ધૂન ચાલુ થઇ ત્યાં જ દેહ છોડી દીધો…. શું અદ્ભુત એ ધારા હશે…. ગુરુદેવ આ બાકી છે. આ ન મળે ત્યાં સુધી આ જન્મ સાર્થક શી રીતે કહેવાય… આ મળી જાય ને પછી તમારા ઉપર છે ને અમે બરોબર કામ શરૂ કરી દઈએ. અત્યારે તો outdoor patient છો. આજે ગયા ને કાલે મળવાના પણ indoor patient થઇ જાઓ ત્યારે… અમારી જોડે ને જોડે. તમારા ઉપર ૨૪ કલાક અમારું કામ ચાલતું હોય.

“જ્યોત શું જ્યોત મિલત જબ ધ્યાવત, પ્રભુ સમભાવનો સમુદ્ર છે. તમે સામાયિકમાં બેઠા, આંખો બંધ કરી, શરીર ટટ્ટાર છે, અને એક સંકલ્પ કરો મારે સમભાવમાં રહેવું છે. વિચાર કોઈ આવી જાય અપ્રિય, પણ અપ્રિય વિચાર આવે એમાં પણ ભળવું નથી. અપ્રિય વિચારમાં ભળો એટલે દ્વેષ આવે. પ્રિય વિચાર આવે એમાં ભળો એટલે રાગ આવે. વિચારોને માત્ર જોવા છે. બોલો વિચારો પૌદ્ગલિક એટલે તમારું સ્વરૂપ નહિ ને? વિચારો દ્રશ્ય છે, તમે દ્રષ્ટા છો. બરોબર …. આ ઘડિયાળને હું જોવું છું, ઘડિયાળ દ્રશ્ય છે, હું દ્રષ્ટા છું. તો દ્રશ્ય અને દ્રષ્ટા બે, એક થઇ શકે ખરા? બે અલગ જ રહેવાના છે. તમારી ભીતર આસક્તિ ઉઠે ને તો આસક્તિના વિચારને પણ જુઓ.

અત્યારે કદાચ નવકારશીનું પચ્ચક્ખાણ પારવાનું બાકી હોય, અને તમે ટેસ્ટી ચા નો કપ હાથમાં લો, સુગંધ જ બહુ મજાની છે. નાક તરબતર થઇ ગયું. પહેલો ઘૂંટડો ભર્યો, બહુ ટેસ્ટી લાગી ચા. એ વખતે બે કામ થઇ શકે… એક મન તો આસક્તિમાં છે. ચા બહુ ટેસ્ટી, ચા બહુ સરસ, એટલે એક મન ક્યાં છે?  ચા સારી છે એ રાગના વિચારોમાં. બીજા મનને છુટું પાડો. કે એ રાગના વિચારો જે મન કરી રહ્યું છે, એ મનને અને રાગના વિચારોને જુઓ. તમે જુઓ આ બે કામ થશે. ચા સારી છે એવું એક મન કહેશે. બીજું મન એને જોતું હશે, જે જોનાર છે, તે તમે છો. દ્રષ્ટા છે, તે તમે છો.

એટલે આખી સાધનાના મૂળ મંત્ર તરીકે આ વાત આવશે કે તમે કર્તા નથી વિભાવમાં, દ્રષ્ટા છો. બોલો ખાધું… કોણે ખાધું? તમે એટલે જો આત્મા છો તો આત્મા તો અણાહારી છે. ખાધું કોણે ! શરીરે. તો શરીરે ખાધું એમાં તમે મનને શું કરવા મુકો છો? હું એક તમને ગેરંટી આપું દાળ – ભાતનો કોળિયો ભરાયેલો હોય હાથમાં, તમે ગમે તે વિચારોમાં હશો, એ કોળિયો મોઢામાં જ ઠલવાવાનો, નાકમાં કે કાનમાં નહિ જાય. મારી ગેરંટી બોલો.

તો શરીર પોતાની રીતે કામ કરી લે છે. habituated છે. તો એમાં તમારે તમારા મનને મુકવાની જરૂર શું? આયંબિલ એટલા માટે છે. કે tasty પદાર્થો નથી. અને એમાં પણ ઠંડું વિગેરે લઇ અને આયંબિલ કરવું છે  એટલા માટે કે શરીર જે છે એને મોંઘામાં મોંઘુ આપવું અને એની પાસે જો ઓછામાં ઓછું કામ લેવું એને બદલે હલકામાં હલકું આપો અને ભારેમાં ભારે કામ લો. આગ પેટાવી હોય ને પહેલા ચૂલામાં લાકડા નાંખતા, તો ખુરશી હોય કલાત્મક તો એના પાયા તોડીને કોઈ નાંખે? બાળી જ નાંખવાનું છે… હલકા લાકડા નાંખે ને? એમાં જઠરાગ્ની છે ને એ અગ્નિ જ છે. એમાં લાકડા નાંખો એ બળી જ જવાના છે. જે પણ નાખો એ બળી જવાનું છે. તો હલકું નાંખવાનું કે સારું, ભારે નાંખવાનું?

આયંબિલ પણ છે ને કેવું કરો ખબર છે, એક ભાઈ હતા આયંબિલ શાળાના ટ્રસ્ટી, ગામના પણ મોભાદાર વ્યક્તિ. પોતાને આયંબિલ છે એવું ક્યારેય કહે નહિ. તિથિએ કદાચ ન પણ કરે અને વગર તિથીએ કરી લે. એક – દોઢ વાગે આયંબિલ શાળામાં આવે. તિથિએ વધારે આયંબિલ હોય, બાકી તો બે -ચાર આયંબિલ હોય. નાનું town હતું. તો આવે અને કહે આયંબિલશાળા વાળા રસોઈયા ને કે શું પડ્યું છે ભાઈ! પેલો ગભરાઈ જાય, કે ટ્રસ્ટી સાહેબને આયંબિલ છે? સાહેબ મને પહેલાથી કહેવું હતું ને હું બધું ગરમાગરમ કરી નાંખત. હજુ બેસો થોડું કરી નાંખું. ગરમ રોટલી, બેસન. ફટાફટ કરી નાંખું. ત્યારે એ ટ્રસ્ટી કહેતો કે મારે સ્વાદનો ત્યાગ છે. આજે આસ્વાદ વ્રત છે. શું પડ્યું છે એ મને કહી દે પહેલાં… સાહેબ પાંચ ઠંડી રોટલી છે અને કરીયાતાનું પાણી છે. તો કે ok. એક પાંચ ઠંડી રોટલી અને કરીયાતા નું પાણી એનાથી આયંબિલ કરે. એટલો બધો આનંદ આવે.

તો તમે દ્રષ્ટા છો. વૈભાવીક કોઈ પણ પ્રવૃત્તિ હોય એના તમે દ્રષ્ટા છો. શરીર ખાઈ રહ્યું છે. તમે જુઓ છો. તો તકલીફ ક્યાં થઇ. કે શરીરમાં હું પણાનો બોધ એકદમ ગાઢ થઇ ગયો છે.

એકવાર એક પ્રબુદ્ધ લોકોની સંગોષ્ઠી હતી એમાં હું બોલતો હતો મેં એમને એક પ્રશ્ન પૂછ્યો, મેં એમને પૂછ્યું, કે તમે બધા પ્રબુદ્ધ છો. તમને ખ્યાલ છે કે શરીરો બદલાઈ રહ્યા છે. ક્યારેક આપણે હાથીના શરીરમાં હતા, ક્યારેક કીડીના શરીરમાં હતા, આજે માણસના શરીરમાં છીએ. તો શરીરો આ રીતે બદલાઈ રહ્યા છે છતાં આ શરીર ઉપર આટલું attachment કેમ છે? એક ને એક રહેતું હોય તો બરાબર પણ આ બદલાવાનું જ છે. યુવાન વયમાંથી વૃદ્ધાવસ્થામાં આવો, ત્યારે પાછું બદલાઈ જવાનું છે. જન્મ બદલાય ત્યારે તો બદલાઈ જ જવાનું છે. તો આટલી બધી બદલાહટ આમાં થઇ રહી છે છતાં તમારું attachment કેમ છે એના તરફ?

ધર્મશાળામાં જાઓ ત્યાં ધર્મશાળાના રૂમ ઉપર પ્રેમ થતો નથી કારણ કે મારું નથી. ફ્લેટ મારો છે. ધર્મશાળામાં ૩ કલાક રહેવાનું છે. એમાં શરીરમાં પણ થોડો ટાઇમ રહેવાનું છે. તો શરીરમાં attachment કેમ છે? એ લોકો એ કહ્યું સાહેબ! સવાલ બરોબર છે પણ ઉત્તર અમારા ખ્યાલમાં નથી આવતો. ત્યારે મેં કહ્યું next to soul body છે. આત્મા પછી તરત શરીર છે. આત્મા પકડાતો નથી. એટલે તમે શરીરમાં હું પણાની બુદ્ધિ કરીને બેસી ગયા છો. ક્યાંક તો તમારે identity card લગાડવાનું હતું. એ I card આત્મા ઉપર ના લાગ્યું તો શરીર પર લગાડી દીધું. હવે ખ્યાલ આવ્યો કે આ તમે નથી.

તો તમે સમભાવની ધારામાં ગયા, તો સમભાવનું ઝરણું તમારી ભીતર ઉત્પન્ન થયું. હવે એ ઝરણું દરિયામાં પડે તો શું થાય… પત્થર દરિયામાં પડે તો એ ભળવાનો નથી. ઝરણું જે ક્ષણે દરિયામાં ગયું એ જ ક્ષણે દરિયાની અંદર એકમેક થઇ જવાનું. એક મિનિટ પછી કોઈ કહે ઝરણાનું મીઠું પાણી એને દરિયામાંથી લાવો તો કઈ રીતે લાવી શકાય? દરિયા સાથે એકાકાર થઇ ગયું. એમ અભેદ અનુભૂતિ પ્રભુ સાથે થોડો સમય કરવી હોય તો એના માટેનું સૂત્ર આ “જ્યોત શું જ્યોત મિલત જબ ધ્યાવત, હોવત નહિ તબ ન્યારા” જ્યોતિર્મય પરમાત્માનું જ્યોતિર્મય બનીને ધ્યાન કરવું. વિતરાગ પરમાત્મા.

તો તમારી ભીતર વિતરાગ દશાની આંશિક ઝલક લાવો. તમે વિતરાગ જ છો. સત્તા રૂપે તમે વિતરાગ જ છો. જરૂર અત્યારે રાગ લાગેલો છે ઉપર પણ અંદર શું છે, વિતરાગદશા જ છે. જે ક્ષણે રાગ જશે. વિતરાગદશા બહારથી લાવવાની નથી. તમારી અંદર જ છે. તો વિતરાગદશાની આછી સી અનુભૂતિ મળે. અને વિતરાગ પ્રભુ એમનું ધ્યાન કરો. તો શું થાય. તો અભેદ અનુભૂતિ થઇ જાય. તો પરમાત્માની સાથે અભેદ અનુભૂતિ થાય એના માટે આ જીવન છે. તો આપણે ૩ ચરણો જોતા હતા, અલપ ઝલપ અનુભવ, વિરહ વ્યથા, અને પરમ પ્રિય તરીકે પરમાત્માની પ્રાપ્તિ.

Share This Article
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *