વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : પરમપ્રેમ
અગણિત જન્મોથી પ્રભુનો પ્રેમ અનરાધાર વરસી રહ્યો છે; પણ એટલી મોટી ઘટનાથી આપણે બેખબર રહ્યાં. કારણ કે આપણું મન માત્ર પરપદાર્થોમાં, પરવ્યક્તિત્વોમાં હતું. તમારી ચેતનાને, તમારા મનને એકવાર પરમાંથી ઉઠાવો, પરમાંથી બહાર કાઢો અને એ જ ક્ષણે તમને આ અદ્ભુત પ્રેમરસનો અનુભવ થશે.
પ્રભુનો પ્રેમ તમને કામનારહિત બનાવે. પ્રભુના એ પ્રેમથી હૃદય એટલું તો ભરાઈ જાય છે કે પછી અન્ય કોઈ પણ પદાર્થ માટેની, કોઈ પણ વ્યક્તિ માટેની કામના ત્યાં રહેતી નથી. પ્રભુ મળી ગયા, પ્રભુનો પ્રેમ મળી ગયો; હવે બીજું કશું જ જોઈતું નથી.
પ્રભુનો પ્રેમ તમને ગુણરહિત બનાવે. રજોગુણ એટલે રાગ. તમોગુણ એટલે દ્વેષ. અને કોઈ સારું કાર્ય તમારા દ્વારા પ્રભુ કરાવે અને તમે એના જશનો ટોપલો પોતાના માથે લઈને કહી દો કે મેં આમ કર્યું – આ સત્વ ગુણ; જ્યાં સ્થૂળ અહંકાર નથી પણ સૂક્ષ્મ અહંકાર રહેલો છે. પ્રભુનો પ્રેમ તમને આ ત્રણેય ગુણોથી રહિત બનાવે.
ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૪૪
“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે”
ભક્તિની એક મજાની ધારા. એ ધારમાં સદ્ગુરુ આપણને વહાવી રહ્યા છે. સિદ્ધિ મળ્યા પછી વિનિયોગ કરવો. અધિકારી વ્યક્તિત્વો ને એ તત્વ આપવું એ સદ્ગુરુ માટેની પ્રભુની આજ્ઞા છે. અને પ્રભુની આજ્ઞા પ્રમાણે આનંદઘનજી ભગવંત ભક્તિની ધારામાં આપણને વહાવી રહ્યા છે.
ભક્ત કેવો હોય… કબીરજી કહે છે – “ભક્તિ કી રસધારા મેં નિશદિન ભીના રે” ભક્ત રાત અને દિવસ ભીનો ભીનો જ છે. એ પ્રભુના ઉપકારોનું ચિંતન કરે છે અને એ વખતે એને થાય છે કે મારા પ્રભુએ મને આટલું બધું આપ્યું. એ પ્રભુનો પ્રેમ અનુભવવા માટે જ આ જન્મ છે.
નારદ ઋષિને એક જિજ્ઞાસુએ પૂછેલું કે ગુરુદેવ! આપે તો પ્રભુના પ્રેમને બરોબર માણ્યો છે. તો એ પ્રભુના પ્રેમના મહિમાની, એના સ્વરૂપની થોડી વાતો કરો ને… એ વખતે નારદ ઋષિએ કહ્યું “अनिल वचनीयं प्रेम स्वरूपं” પ્રભુના એ પ્રેમને હું અનુભવી શકું છું કહી શકતો નથી. પછી એમણે કહ્યું તમે પણ પ્રભુના પ્રેમને અનુભવી શકો છો. You can experience it બુટ you can’t say it. એ એવી ઘટના છે કે જે ઘટના ને વર્ણવવા માટે આપણી દુનિયામાં કોઈ શબ્દો નથી. એ પ્રેમ, એનો આસ્વાદ તમે પૂછો શેરડીના રસ જેવો એ આસ્વાદ હોય? ત્યારે કહે કે ભાઈ શેરડીનો રસ તો એની પાસે બિલકુલ ફિક્કો છે.
એ રસ એટલો તો અદ્ભુત છે કે આપણી દુનિયામાં એ રસનું ટીપું પણ કયાંય નથી. અને ટીપું પણ નથી તો એને વર્ણવવા માટેના શબ્દો ક્યાંથી હોય. “अनिल वचनीयं प्रेम स्वरूपं” – પછી appropriate ઉપમા આપી. મુહ કા સ્વાદ ન હોય. મૂંગો માણસ એને સાકર ખાધી. તમે એણે પૂછો, સાકર કેવી મીઠી લાગી? એ શું કહેશે… speechless man એ કઈ રીતે શબ્દોમાં આવી શકે.
કબીરજી એ એક પદમાં કહ્યું છે ‘ગૂંગે એની શર્કરા’ પછી કહે છે “प्रकाशते कवापि पात्रे” એ પ્રેમ પ્રભુનો અનરાધાર વરસી રહ્યો છે. હું પણ અગણિત જન્મોમાં કોરો કોરો રહ્યો. પ્રભુનો પ્રેમ વરસતો હતો પણ એટલી મોટી ઘટનાથી હું બેખબર હતો કારણ કે મારું મન માત્ર પરપદાર્થોમાં, પરવ્યક્તિત્વો માં હતું. તમારી ચેતનાને, તમારા મનને એકવાર પરમાંથી ઉઠાવો, પરમાંથી બહાર કાઢો. અને એ જ ક્ષણે તમને આ અદ્ભુત પ્રેમ રસનો અનુભવ થશે.
ઝરણાંને કાંઠે કોઈ માણસ બેઠેલો હોય, ઝરણાં નો મીઠો મીઠો અવાજ આવતો હોય, પણ, ત્યાં કોઈ વરઘોડો પસાર થાય, જોરથી ઢોલ – ઢબાકા વાગે, તો એમાં ઝરણાં નો મધુર અવાજ ડૂબી જાય. એમ આ પરમ રસ આપણા ઉપર વરસતો જ હતો. અનંત કાળથી વરસી રહ્યો છે. અને અનંત કાળ સુધી એ વરસવાનો છે. એ વરસી જ રહ્યો હતો. પણ આપણું ધ્યાન એ તરફ હતું નહી. એટલે આ જન્મ માત્ર અને માત્ર એના પ્રેમને ઝીલવા માટે છે.
જંબુવિજય મ.સા. બહુ મોટા વિદ્વાન અને બહુ જ મોટા ભક્ત થયા. એકવાર સાહેબ શંખેશ્વરમાં હતા. અમારા ભાગ્યેશવિજયસૂરિ પણ શંખેશ્વર માં હતા. તો સાહેબે ભાગ્યેશવિજયને કહ્યું કે અમદાવાદથી એક મહાત્મા આવવાના છે એમને સંપાદનમાં બહુ જ રસ છે. એ મહાત્મા આવે ને તો મારી સાથે એમનો ભેટો કરાવજે. ભાગ્યેશવિજયે કહ્યું સાહેબ બરોબર.. તહત્તિ. એમાં ૪ – ૫ દિવસ પછી સાહેબને અચાનક બાજુના ગામમાં જવાનું નક્કી થયું. શંખેશ્વર થી ૧૫ કી.મી. દૂર આદરીયાણા ત્યાં જવાનું હતું. આદરિયાણા સીધું લાંબુ પડે. એટલે સાંજે બોલેરા જઈને સૂઈ જવાના હતા. ૩ એક કી.મી. સાંજે વિહાર હતો. તો સાહેબ ૩.૩૦ – ૪ વાગે દેરાસરમાં ભક્તિ માટે ગયા. ૫,૩૦ વાગે વિહાર કરવાનો હતો અને ૬.૩૦ એ ત્યાં પહોચી જવાનું હતું. ૫, ૫.૧૫, ૫.૩૦, ૫.૪૫, તમે એમની જોડે બેઠેલા હોવ, તો તમને રીતસર feel થાય કે પ્રભુ એમને ખેંચી રહ્યા છે. એ પ્રભુના ગુરુત્વાકર્ષણમાંથી બહાર નીકળી શકતા નથી. આમ પણ સાહેબ દર્શન કરીને બહાર નીકળે, છેલ્લી ચોકીમાં પ્રભુ દેખાય ત્યાં પણ ખમાસમણ દે. પછી નીચે ઉતર્યા. અત્યારે નીચેનો ચોક ટાઈલ્સથી જડાયેલો છે એ વખતે ધૂળિયો ચોક હતો. એ ધૂળ ની અંદર ગયા. અને પ્રભુ દેખાયા, એ ધૂળમાં પણ ખમાસમણ દેવા મંડી ગયા. રીતસર તમને લાગે પ્રભુના આકર્ષણમાંથી એ છૂટી શકતા નથી. એ જ આકર્ષણ મારા અને તમારા ઉપર કામ કરી રહ્યું છે.
આપણે માત્ર એ આકર્ષણને અનુભવવાનો છે. એ આપણને બોલાવે છે. એ આપણને યાદ કરે છે. એકવાર હું શંખેશ્વર ગયેલો, એટલે સંગીતકાર મલય ઠાકુર એક ગીત ગાતા હતા. “યુગોથી સાદ પાડું છું, તારો પ્રતિસાદ જરૂરી છે પ્રભુ” પ્રભુ તને યુગોથી પુકારું છું. હવે તો તું પ્રતિસાદ મને આપ. હવે તો તું મને જવાબ આપ. હવે તો તું મારી નજીક આવ. “યુગોથી સાદ પાડું છું, તારો પ્રતિસાદ જરૂરી છે પ્રભુ” એ વખતે મેં કહ્યું – મલય! આ પંક્તિ તો ભગવાન ગાય તું ક્યાંથી ગાય? પ્રભુ આપણને યાદ કરે છે, આપણે ક્યાં પ્રભુને યાદ કરવાના છે.
આપણે આ શાસનમાં આવ્યા. પ્રભુની નજીક આવ્યા કેમ… એણે યાદ કર્યા માટે. એની કૃપા ઉતરી ત્યારે, એનો પ્રેમ વરસ્યો અને ઝીલાયો ત્યારે… તો ૫.૩૦, ૫.૪૫, ૬.૦૦, શિષ્યો અકળાય કે સાહેબ ૬ વાગ્યા પહોચીશું ક્યારે…? ૬.૧૦ માંડ માંડ નીકળ્યા દેરાસરમાંથી. પાછા છેલ્લી ચોકીમાં ગયા ખમાસમણ. પાછા નીચે ચોકમાં ગયા ખમાસમણ. ૬.૩૦ વાગી ગયા. અને પછી ફટાફટ સાહેબે વિહાર શરૂ કરી દીધો.
અઠવાડિયા પછી ભાગ્યેશવિજય આદરીયાણા ગયા. સાહેબને વંદન કરે છે ત્યારે સાહેબે પહેલો સવાલ કર્યો, ભાગ્યેશવિજય પેલા મહાત્મા શંખેશ્વર આવી ગયા હતા પછી? અને ભાગ્યેશવિજય નવાઈમાં ડૂબી ગયા. એ કહે સાહેબ આપે જે સાંજે વિહાર કર્યો એ સવારે જ એ મહાત્મા આવેલા. પણ એમનો વિહાર લાંબો હતો થાકી ગયેલા હતા. થોડી વાર પ્રભુની ભક્તિ કરી. અને એમણે વિચાર્યું કે શંખેશ્વર તો રોકાવું છે તો સાહેબને આરામથી મળીશું. તો એમાં એમને ૩.૩૦ વાગે સમચાર મળ્યા કે સાહેબનો તો વિહાર નક્કી થયો છે. અને સાહેબ ભક્તિ માટે દેરાસરમાં ગયા છે. તો ભાગ્યેશવિજય કહે છે સાહેબ આપે ભક્તિ શરૂ કરી… એ મહાત્મા આવ્યા, અમે લોકો પાછળ ખસી ગયા, એમને આગળ બેસાડ્યા. આપની બિલકુલ બાજુમાં એ બેઠેલા હતા. સમજો કે ૩.૪૫ થી ૫.૪૫. બે, સવા બે કલાક આપને બિલકુલ અડોઅડ એ બેઠેલા હતા. ત્યારે જંબુવિજય મ.સા. એ કહ્યું કે ભાગ્યેશવિજય હું તો સામે વાળા ને જોઉં કે બાજુવાળા ને જોઉં? સામે રહેલા પ્રભુને હું જોઉં… કે બાજુવાળા ને જોઉં. શું એ ભક્તિ હશે. ‘ભક્તિ કી રસધાર મેં નિશદિન ભીના રે’
એ પ્રેમ, પ્રભુનો કેવો હોય છે. પાંચ વિશેષણો એ પ્રેમને નારદ ઋષિએ આપ્યા. કુળરહિત, કામના રહિત, પ્રતિક્ષણ વર્ધમાન, અવિચ્છિન્ન, અને સૂક્ષ્મ. પહેલું વિશેષણ એ પરમ પ્રેમને અપાયું – કામના રહિતમ્. કુળ રહિતમ્… કામના રહિત – કોઈ પણ ઈચ્છા ભક્તિમાં નથી. એ પ્રભુનો પ્રેમ વરસે, હૃદય એ પ્રેમથી એટલો ભરાઈ જાય છે. કે કોઈ પણ પદાર્થ માટેની, કોઈ પણ વ્યક્તિ માટેની ઈચ્છા નથી રહેતી. કામના નથી રહેતી. એક પ્રભુ મળી ગયા, એક પ્રભુનો પ્રેમ મળી ગયો હવે કશું જ જોઈતું નથી.
લોકો ઘણીવાર પૂછવા આવે કે સાહેબ શેનો ખપ છે? જે ખપ હોય એ લઇ આવીએ…. ભાઈ એટલું બધું આવે છે કે ક્યાં નાંખવું એની વિમાસણ થાય છે. લોકો એટલી બધી કામળીઓ વહોરાવે છે કે અમે લોકો પછી એને વૈયાવચ્ચ ધામોમાં મોકલી દઈએ. એ જ્યાં સાધુ – સાધ્વીજીની ભક્તિ થાય. તમે પણ કામના રહિત બનો તો તમારું હૃદય એકદમ સંતોષથી ભરપૂર થઇ જાય. તમે પણ કહેશો કે હવે કંઈ જોઈતું નથી. આ પ્રેમ મળ્યો. હવે બીજું શું જોઈએ. પછી કહ્યું ગુણ રહિતમ્ – ૩ ગુણ રજો ગુણ, તમો ગુણ, અને સત્વ ગુણ. રજો ગુણ એટલે રાગ. તમો ગુણ એટલે દ્વેષ. આ બે કાઢવા તો સહેલા છે. કારણ કે રાગ અને દ્વેષ ખરાબ છે આવું આપણે સાંભળતા આવ્યા છીએ. સત્વ ગુણ એટલે શું? સારું કાર્ય તમારા દ્વારા પ્રભુ કરાવે.. તમે જશનો ટોપલો તમારા ઉપર લઇ લો. અને કહો કે મેં આમ કર્યું આ સત્વ. જેમાં સૂક્ષ્મ અહંકાર આવેલો છે. સ્થૂલ અહંકાર ગયેલો છે પણ સૂક્ષ્મ અહંકાર રહેલો છે. એટલે જ મારું એક ખાસ suggestion છે જે પણ દાન કરો નામ વગર કરો. આયંબિલશાળામાં ૧ કરોડ રૂપિયાનું નામ છે બહાર… યોજના છે.. ૧ કરોડ આપવાનો વાંધો નથી. નામ નહિ… પ્રભુભક્ત પરિવાર. તમારું નામ એ ખ્યાલ આવશે લોકો તમારી પ્રશંસા કરશે. અને એ પ્રશંસા ને તમે અહંકારમાં ફેરવી નાંખશો.
જાગૃત સાધકો કેવા હોય છે… હિંમતભાઈ બેડાવાલા બહુ ક મોટા સાધક. આપણે એમ કહીએ કે શ્રાવક પણાની એક ટોચ ક્યાં હોય, તો એ ટોચ હિંમતભાઈ બેડાવાલામાં હતી. મોટી – મોટી ઓળીઓ કરતાં, આયંબિલ ઘરે કરે. કારણ એક જ હતું… કે આયંબિલશાળા માં જાય, લોકો બધા એમને ઓળખતા હોય, એમને એક કે બે દ્રવ્યથી આયંબિલ કરવું હોય, એમાં પણ કોઈ ઠંડી રોટલી હોય, કરીયાતાનું પાણી હોય. લાવો બે… આયંબિલ કરી લીધું. એ વખતે લોકો એમની પ્રશંસા કરે… જોયું આટલી મોટી આયંબિલ ની ઓળી ચાલે… અને કેવું વાપરે છે… ખરેખર એમને અહંકાર સ્પર્શે એવું હતું નહિ. અહંકાર માટે જગ્યા જ નહિ રાખેલી. તમે પ્રભુના પ્રેમને હ્રદયમાં બરોબર ભરી દો. પછી no vacancy for others. પછી કોઈના માટે જગ્યા જ ન રહે. બોલો આ short cut નહિ.
રાગ સતાવે, દ્વેષ સતાવે, અહંકાર સતાવે, ઈર્ષ્યા સતાવે… સાલું બધાને કાઢવા કેમ? બધાને કંઈ કાઢવા નથી. પ્રભુના પ્રેમથી હૃદયને ભરી દે. તારા હૃદયમાં જગ્યા જ નથી. રાગ, દ્વેષ, અહંકાર, ઈર્ષ્યા આવશે શી રીતે… તમે જુઓ દેરાસરમાં તમે ગયા… અહોભાવની એકદમ ધારા તમારી હોય છે. એ વખતે કોઈ નાનકડી ઘટના ઘટી જાય, તો પણ તમને ક્રોધ લગભગ નથી આવતો… એનું કારણ એ છે… કે એ વખતે અહોભાવથી તમારું હૃદય ભરાયેલું હોય છે. દેરાસરના પગથિયા ચડ્યા અને મારા ભગવાન, મારા ભગવાન… આમ પ્રભુને જોતા આંખમાંથી આંસુની ધાર ચાલે… ગળેથી ડૂસકા પ્રગટે, હૃદયમાં અહોભાવ ખીચોખીચ ભરાયેલો હોય, એ વખતે રાગ – દ્વેષને પ્રવેશવાની જગ્યા ન રહે. પણ આવો ગાળો તમે બહુ ઓછો રાખો છો. ૨૪ કલાકમાં આવો સમય કેટલો… બહુ, બહુ તો કલાક. ૨૩ કલાકનું શું? એટલે શબ્દ શું વાપર્યો… ‘ભક્તિ કી રસધાર મેં નિશદિન ભીના રે’ નિશદિન ભીના રે – રાત અને દિવસ ૨૪ કલાક એની આંખો ભીની જ હોય છે. એનું હૃદય ભીનું હોય છે. પરમાત્માએ મને આટલું બધું આપ્યું. મારી કોઈ સજ્જતા નહિ. મારી કોઈ પાત્રતા નહિ. અને એણે આટલો બધો પ્રેમ મને આપ્યો. એક સદ્ગુરુ પણ તમને સ્મિત આપે તમે કેટલા રાજી થઇ જાઓ… હું તો એમજ ગયેલો વંદન કરવા, ગુરુદેવે મારી સામે જોયું. આશીર્વાદ આપ્યા.
આ તો પ્રભુ જગન્નિયંતા, ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર, અને એનો પ્રેમ તમને મળ્યો. એ ભીનાશ, ૨૪ કલાકની ભીનાશ… અને એ ૨૪ કલાકની ભીનાશ છે ત્યાં રાગ અને દ્વેષ, ઈર્ષ્યા અને અહંકાર આવે ક્યારે… તો પ્રભુનો જે પ્રેમ આપણા ઉપર વરસે છે. એ કેવો છે… કુળ રહિત. એમાં રાગ નથી. પ્રભુ પ્રત્યેની ચાહત છે ને એ ભક્તિ છે પ્રેમ છે એ રાગ નથી. જ્યાં સ્વાર્થ અને અહંકાર પ્રીતિમાં જોડાયેલા હોય, એ પ્રીતિને રાગ કહેવામાં આવે છે. જ્યાં સ્વાર્થ નથી, અહંકાર નથી, માત્ર અહોભાવ છે એ પ્રીતિ ને આપણે ખરેખર પ્રીતિ કહીએ છીએ. તો પ્રભુની પ્રીતિ એ રાગ નથી.
દેવચંદ્રજી મ.સા. ને એક ભક્તે પૂછેલું કે ગુરુદેવ! તમે તો વિતરાગદશાની અને વૈરાગ્યની વાતો કરો હવે અમને પલ્લે ક્યાંથી પડે…? અમે તો રાગની ધારાના માણસ. દેવચંદ્રજી મ.સા. બહુ મોટા ગજાના ભક્તિયોગાચાર્ય. અને એવા જ મનોવૈજ્ઞાનિક આયામના આચાર્ય. એમણે કહ્યું અચ્છા અચ્છા… રાગની ધારામાં તું વહી શકે એમ… તો આપણે પાત્ર બદલી નાંખીએ… રાગ તો ??? વ્યક્તિઓ ઉપર કે ???? પદાર્થો ઉપર કરે છે. હવે પ્રભુ ઉપર કર ચલ રાગ કરવાની છૂટ આપું છું. કરો રાગ. મારા ભગવાન. પછી એ ઘર દેરાસરના પોતાના ભગવાન હોય, ચાંદીની આંગી તો કરાવી પછી તો એમ થયું કે ચાંદીની આંગી કેમ ચાલે મારા ભગવાનને…સોનાની આંગી બનાવી. સોનાની આંગી બનાવી હીરાનો મુગટ બનાવ્યો પછી… મારા ભગવાન. બધો જ પ્રેમ એ બાજુ ઠાલવી દો. રાગને પ્રેમમાં convert કરી દો. આટલું જ કરવાનું છે. અને એ પ્રેમની ધારા તમને વીતરાગતા ની ધારામાં લઇ જશે.
ઘણી વાર છે ને પેટમાં મળ જામી ગયો હોય ને લોકો એરંડિયું લે. એરંડિયું શું કરે પેટના ભારને કાઢી નાંખે. પણ એરંડિયા ને કાઢવા માટે કોઈ જરૂરિયાત નહિ. એમ પ્રભુનો પ્રેમ જે છે એ બીજા બધા જ રાગને હટાવી દે. અને પ્રભુનો પ્રેમ જે છે એ પણ પછી વિતરાગદશામાં ફેરવાઈ જાય. તો રાગ નથી પ્રભુના પ્રેમમાં, દ્વેષ નથી, સૂક્ષ્મ અહંકાર પણ નથી. સારા કાર્યો કરવાની છૂટ પણ એનો અહંકાર ન જોઈએ.
ગુરુદેવનું રાજસ્થાન સિરોહીમાં ચાતુર્માસ નક્કી થયું. જેઠ મહીને અમે ગુજરાતમાંથી રાજસ્થાનમાં જતાં હતા. સિરોહીની ૨૦ એક કી.મી. પહેલા એક ગામ આવ્યું. એ જમાનામાં ૫૦ એક વર્ષ પહેલાં ૧૫૦ ઘરો ત્યાં ખુલ્લા હતા. ખુબ લોકો ભક્તિવાળા… પહેલા રાજસ્થાનમાં ઉત્તર ગુજરાતમાં એક system હતી કે પુરુષો ધંધા માટે અહીંયા આવતાં. દુકાન હોય market માં, રસોડું ત્યાં જ હોય, ત્રણ ભાઈઓ હોય, દુકાન ભેગી હોય, એક કે બે ભાઈ મુંબઈ હોય, એક ભાઈ દેશમાં. પણ કુટુંબ તો આખો દેશમાં. એટલે દેશના સંસ્કારોથી એ બધા જે છે એ ફરી ???? તો આ ગામમાં પણ ૧૫૦ ઘર ખુલ્લા હતા. બહુ જ મોટા આચાર્ય ભગવંત, બહુ મોટા વૃંદ સાથે પધારે છે. લોકોને ખ્યાલ આવ્યો… આગળના ગામ વિનંતી કરવા આવ્યા. સવારે અમે ગયા એટલે સ્વાગત યાત્રા થઇ. ગુરુદેવે ૫ – ૧૦ મિનિટ મંગળ પ્રવચન આપ્યું. બપોરે ૩ વાગે પાછું પ્રવચન નક્કી થયું. ખુબ લોકો ભક્તિવાળા. એમાં બપોરે અઢી વાગ્યા હશે. ગુરુદેવ આરામમાંથી ઉઠ્યા. અને એક ભાઈ આવ્યા શ્રાવકજી હું એ વખતે નાનો મેં બરોબર એમને જોયા. પાઘડી મેલી થયેલી, શર્ટ અહીંથી ફાટેલું, ધોતી પણ મેલી… સોનાનું એક પણ અલંકાર નહિ. ગુરુદેવને વંદન કર્યું પછી કહે ગુરુદેવ એક કામ છે હું તો એવું સમજ્યો કે કોઈ સાધર્મિક હશે. અને આટલા મોટા ગુરુ આવ્યા છે તો એમ થાય તો ગુરુને વાત કરેલી હોય તો કંઈક મેળ પડી જાય. પણ એમને તો આખી અલગ જ વાત કરી. એ કહે સાહેબ! દિવાળી ઉપર સમેતશિખરની ટ્રેન હું લઇ જવાનો છું, ૧૦૦૦ યાત્રિકો ને હું યાત્રા કરાવાનો છું. એની પહેલા અટ્ઠાઈ ઓચ્છવ કરવાનો છું. શાંતિ સ્નાત્ર ભણાવાનો છું. તો એના માટે કુંભ સ્થાપના નું અને શાંતિ સ્નાત્ર દિવસ જોઇને આપો. ટ્રેન આ તારીખે જવાની છે. એની પહેલા નજીકમાં જ જોઈ લો. ૩.૪૫ વાગી ગયેલા. એટલે ગુરુદેવે કહ્યું તમે વ્યાખ્યાન પછી આવો હું જોઈ લઉં. એ ભાઈ કહે તહત્તિ. વ્યાખ્યાન પછી આવું. એ ગયા. અને એ જ વખતે એ જ ગામના એક ભાઈ જે અમદાવાદ રહેતા હતા એ ત્યાં આવ્યા. એ ગુરુદેવના પરિચિત હતા. તો ગુરુદેવે પૂછ્યું – કે આ ભાઈ હમણાં ગયા એ કોણ? તો કે સાહેબ અમારા ગામની મોટામાં મોટી પાર્ટી એ છે. કરોડપતિ નહિ પણ અબજોપતિ છે. કદાચ એમણે આપને વાત કરી હશે. કે સમેતશિખરનો સંઘ લઇ જવાના છે. પણ સાહેબ અમારા રાજસ્થાનની આખી tradition અલગ હોય. એ ૧૦૦૦ યાત્રીકોને પહેલાથી ચાંદીના પૂજાના બધા જ ઉપકરણો આપી દીધેલા ચામર શુદ્ધા… બધું જ ચાંદીનું.. અને એ પહેલા અટ્ઠાઈ ઓચ્છવ કરશે. અટ્ઠાઈ ઓચ્છવમાં અમારી નાતના બધા જ લોકો આવશે. આઠ દિવસ ત્રણેવ ટાઇમ જમણવાર હોય. મોટી – મોટી રોજ પ્રભાવના હોય, અને એ પછી અમારી નાતના ગામોના જેટલા જૈનોના ઘર છે એ બધા ઘરોની અંદર ચાંદીના વાસણનો set લઇ જવાનો છે. અને આ જે ગામ અમારું છે એ ગામના બધા જ હિંદુ ભાઈઓને મીઠાઈ નું box અને કંકોત્રી આપે. હું તો તાજુબ થઇ ગયો. પેલા ભાઈ કહે સાહેબ નહીં, નહિ તો ૮ થી ૧૦ કરોડ રૂપિયા વાપરી નાંખશે. કેટરર્સ પણ એવો કર્યો છે જેટલો ખર્ચો થાય ૧૦% કમીશન તને. એટલે એ બેટો વધારે જ ખર્ચો કરે. શાકભાજી પણ મોંઘા લાવે. બધી વસ્તુઓ મોંઘી લાવે. તું bill બતાવ બસ. જેટલો ખર્ચો થયો ૧૦% કમીશન તારું. પ્રવચન પૂરું થયું એ ભાઈ આવ્યા… સાહેબજી એ મુહુર્ત બે કાઢીને આપ્યા. કુંભ સ્થાપન નું, શાંતિ સ્નાત્રનું. પછી એ ભાઈએ કહ્યું સાહેબજી આ ૧૦૦૦ લોકોને લઇ જઈશ ને એ તો મારી જ્ઞાતિના અને પરિચિત લોકો છે. પણ મુમુક્ષુઓનો લાભ મને મળવો જોઈએ. એટલે આપના વૃંદમાં દીક્ષા લેનાર હોય, આપને કોઈ ખ્યાલ હોય, બધા જ મુમુક્ષુઓને મારે યાત્રા કરાવવી છે. આપ ખાલી એનું નામ અને નંબર જો આપવાની કૃપા કરો તો બીજું બધું હું કરું. અને એ પછી તો એમણે ગજબની વાત કરી. કે સાહેબ મુમુક્ષુઓનો લાભ તો આપજો જ. પણ એની સાથે જે સાધર્મિકો આમ યાત્રા કરી શકે એમ નથી એવા ૧૦૦ – ૧૫૦ – ૨૦૦ સાધર્મિકોનો પણ લાભ મને મળવો જોઈએ. આપ ખાલી નામ અને નંબર આપજો. એ પછી ખ્યાલ આવ્યો. એક મુમુક્ષુ આવ્યો હતો. કે સાહેબ મારી અનુકૂળતા નહોતી. પણ આ સંઘપતિ ના ૧૦ થી ૧૫ વાર ફોન આવી ગયા. કે તમારે આવવું જ પડશે. તમારો લાભ મારે જોઈએ જ. એ રીતે ૧૦૦ મુમુક્ષુ અને ૨૦૦ સાધર્મિકોને લઇ ગયા. સાધર્મિકોને પણ એકેક ને ૧૦ – ૧૦ ???? આપણને લાગે કે શું આ પ્રભુ શાસન છે. એની પાસે લક્ષ્મી છે પણ એ કહે છે કે પ્રભુની કૃપાથી મળી છે. તો પ્રભુની ભક્તિમાં એણે વાપરું. એટલે પોતાને સોનું નહિ પહેરવાનું. કપડા મેલા પહેરવાના, શર્ટ ફાટી ગયું છે તો ફાટી ગયું છે.
કોકે પૂછ્યું કે કાકા તમે આટલા મોટા શ્રીમંત તમારું શર્ટ ફાટેલું હોય, એટલે કાકાએ સામે કહ્યું ઓહોહો પ્રભુ તહતિ એ કહે મારું શર્ટ ફાટેલું હોય કે સાજુ હોય ગામમાં બધા ઓળખે જ છે મને. મારું શર્ટ નવું હોય એટલે હું મોટો થઇ જવાનો. અને મારું શર્ટ ફાટેલું હોય એટલે હું નાનો થઇ જવાનો. એટલે સત્વ ગુણ. સત્વ ગુણ આ છે કે તમે કરોડો રૂપિયા વાપરો તમારું નામ ક્યાંય ન હોય. આજે આવા ઘણા લોકો છે. આજનો યુગ ખરેખર શ્રેષ્ઠ યુગ છે. હું તો એમ માનું છું કે વસ્તુપાળ તેજપાળના યુગને આ યુગમાં repeat કરવામાં આવ્યો છે. એક – એક વ્યક્તિ ૨૦૦ – ૨૦૦ કરોડ, ૫૦૦ કરોડના ખર્ચે આજે તીર્થ બનાવે છે. આપણે ભૂતકાળને સ્વર્ણિમ ભૂતકાળને વર્તમાનમાં લાવી દઈએ.
સ્વદ્રવ્યથી જિનાલય બનાવવા માટે તો લોકોની પડાપડી ચાલતી હોય છે. અને એ જ રીતે નામ વગર કરોડો રૂપિયા ખર્ચવા છે એવા લોકો પણ ઘણા બધા મળે છે.
કુમારપાળભાઈ વી શાહ. આપણા શાસનનું બહુ જ ઉજળું નામ એટલી બધી સેવા – પ્રવૃત્તિમાં એ રોકાયેલા છે દુષ્કાળ હોય તો cater camps, દુષ્કાળ હોય તો સાધર્મિકો માટે. એમ પણ સાધર્મિકો માટેનું ચાલ્યા જ કરે. વચ્ચે એમણે કરેલું. શંખેશ્વર ની આજુબાજુના ગામડાઓ, એમાં જે સાધર્મિકો રહ્યા હોય, એ શહેરમાં ન જતાં રહે એના માટે એમને પોષણ આપવું. તો જેટલા લોકો હતા એ બધાને એક – એક લાખ રૂપિયા આપી દીધા.
બે હેતુ હતા. એક તો એ જૈન ત્યાં ટકી રહે. દેરાસર – ઉપાશ્રયની દેખભાળ કરે. અને સાધુ – સાધ્વીજી ભગવંત આવે તો એમની ભક્તિનો પણ લાભ મળે. એ કુમારપાળભાઈને ત્યાં લોકો લાખો રૂપિયાની થપ્પીઓ મૂકી જતા હોય છે. ન નામ. ન ઠામ… ક્યારેક કુમારપાળભાઈને ના પાડવી પડે કે ભાઈ હમણાં નહિ. હમણાં મારી પાસે કામ ઘણું છે. હું આને ખર્ચી શકું એમ નથી.
એટલે આજનો યુગ ખરેખર સરસ છે. ભક્તિ પણ કેટલી બધી. જિનાલયો ઠેક – ઠેકાણે. એક campus થાય કે દેરાસર. આજે તો બિલ્ડર ને પણ ખ્યાલ આવી ગયો છે કે જૈનો ભગવાનની જોડે રહેવા માટે મીટરે, ફૂટે ૧૦૦ – ૨૦૦ રૂપિયા વધારે આપી દેશે. એટલે એ લોકો લખે જૈન દેરાસરની બાજુમાં.
તો પ્રેમને પાંચ વિશેષણો આપ્યા. પહેલું વિશેષણ – કામના રહિત એ પ્રેમ મળે કોઈ ઈચ્છા જ ન રહે. કોઈ ઈચ્છા નહિ.
કુળ રહિત – રાગ અને દ્વેષ તો બિલકુલ ઘટી જાય, પણ આ જે સૂક્ષ્મ અહંકાર હતો એ સૂક્ષ્મ અહંકાર પણ ન રહે. પ્રભુની કૃપાથી મળ્યું છે પ્રભુની ભક્તિમાં વાપરવું છે. હકીકતમાં પ્રભુ ઉદાર છે. કે મને આટલું વાપરવા આપે છે. તો આવો પ્રેમ પ્રભુનો આપણા ઉપર સતત વરસી રહ્યો છે એ પ્રેમને ઝીલો એ જ આપણું અવતાર કૃત્ય.