Param Sparsh Ni Yatra – Vachana 50

2 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : દાનાદિક નિજ ભાવ, હતા જે પરવશા

જ્ઞાતાભાવમાં ઉદાસીનતા ઊમેરાતી જાય, તેમ તેમ ચોથાથી સાતમા ગુણસ્થાનકે ઉત્તરોત્તર જ્ઞાતાભાવ તીક્ષ્ણ બનતો જાય; ચરિત્રમાં બદલાતો જાય. જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ. આ થયું સ્વને સ્વનું દાન અને સ્વગુણનો લાભ.

સ્વગુણોનો જ ભોગ થઈ શકે અને પોતાની એકએક શુદ્ધ પર્યાયને અનુભવવી તે જ સ્વનો ઉપભોગ. તમારું વીર્ય, તમારો ઉપયોગ માત્ર અને માત્ર સ્વ તરફ જ વહેતી હોય, તે વીર્યાંતરાયનો ક્ષયોપશમ.

દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય – એ બધું જ સ્વ તરફ ચાલે, એટલે તમે આત્મતૃપ્ત બન્યા. પર દ્વારા તૃપ્તિની વાત રહી જ નહિ હવે!

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *