Maun Dhyan Sadhana Shibir 09 – Vachana – 1

1 View
34 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject: સ્વાનુભૂતિના ચાર ચરણો

જ્ઞાયકભાવ જે એકલો, ગ્રહે તે સુખ સાધે. હું માત્ર જ્ઞાયક છું – આ ભાવ જો તમારી ભીતર ઘૂંટાઈ ગયો, તો પછી આનંદ જ આનંદ. You are bodyless, mindless, nameless, choiceless experience. તમે માત્ર અને માત્ર જ્ઞાયક છો. આ જ્ઞાયક તરીકેની આપણી જે અનુભૂતિ, એને જ આપણે સ્વાનુભૂતિ કહીએ છીએ.

સ્વાનુભૂતિ માટેના ચાર ચરણો. પહેલું ચરણ છે સ્વાનુભૂતિસંપન્ન મહાપુરુષોનું દર્શન. બીજું ચરણ છે સ્વાનુભૂતિ માટેની તડપન. ત્રીજું ચરણ છે સ્વાનુભૂતિ માટેના માર્ગો – સાક્ષીભાવ, સમર્પિતતા – ઉપર શરૂ થયેલી યાત્રા. અને ચોથું ચરણ છે સ્વાનુભૂતિની પ્રાપ્તિ.

પરની અનુભૂતિમાં પીડા જ પીડા છે – આવો ખ્યાલ જ્યારે આપણા મનમાં દ્રઢ થાય છે, ત્યારે જ સ્વાનુભૂતિની દિશામાં આપણું કંઈક મનોમંથન ચાલે છે. સ્વાનુભૂતિ માટેની આ આછી સી તડપનને કારણે સ્વાનુભૂતિસંપન્ન મહાપુરુષોની ઓળખ થાય છે અને એમના દર્શનથી સ્વાનુભૂતિની તીવ્ર તડપન જાગે છે. પછી લાગે છે કે જીવનમાં આ ન મળે તો બીજું મેળવવા જેવું શું છે!

મૌન ધ્યાન સાધના શિબિર ૦૯ પાલીતાણા વાચના –

દેવાધિદેવ પરમતારક શત્રુંજ્ય તીર્થાધિપતિ શ્રી ઋષભદેવ પ્રભુના ચરણોમાં વંદના.

સદ્ગુરુદેવ પૂજ્યપાદ અરવિંદસૂરિ દાદાના ચરણોમાં વંદના.

મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજય મહારાજાએ સવાસો ગાથાના સ્તવનમાં એક માર્મિક પંક્તિ મૂકી છે. ‘જ્ઞાયક ભાવ જે એકલો, ગ્રહે તે સુખ સાધે’ કોક મુમુક્ષુએ પૂછ્યું હશે, ગુરુદેવ અમારા માટે આનંદની દિશા કઈ રીતે ખુલે? અમારે જોઈએ છે – આનંદ, નિજાનંદ; એ નિજાનંદની પ્રાપ્તિ અમને શી રીતે થાય? અને એ વખતે અને એ વખતે મહોપાધ્યાયજીએ કહ્યું ‘જ્ઞાયક ભાવ જે એકલો, ગ્રહે તે સુખ સાધે’ હું માત્ર જ્ઞાયક છું; આ ભાવ તમારી ભીતર ઘૂંટાઈ ગયો; આનંદ જ આનંદ. તમે શરીર નથી, તમે મન નથી, you are bodyless experience. you are mindless experience. you are choiceless experience. તમે માત્ર અને માત્ર જ્ઞાયક છો.

આ જ્ઞાયક તરીકેની આપણી જે અનુભૂતિ, એને આપણે સ્વાનુભૂતિ કહીએ છીએ. સ્વાનુભૂતિ માટેના ચાર ચરણોની આજે વાત કરું, સ્વાનુભૂતિ જોઈએ જ છે. જ્ઞાયક ભાવ જોઈએ એટલે જોઈએ જ. દ્રષ્ટાભાવ જોઈએ એટલે જોઈએ જ. ઉદાસીન ભાવ જોઈએ એટલે જોઈએ જ. એ ન મળે તો સુખ નામની સંઘટનાનો ઉદય થઇ શકતો નથી. એના માટે ચાર ચરણો છે. પહેલું ચરણ સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષોનું દર્શન. બીજું ચરણ છે, સ્વાનુભૂતિ માટેની તડપન, ત્રીજું ચરણ છે, સ્વાનુભૂતિ માટેના માર્ગો, સાક્ષીભાવ, સમર્પિતતા, આદિ ઉપર શરૂ થયેલી યાત્રા, અને ચોથું ચરણ છે સ્વાનુભૂતિની પ્રાપ્તિ.

પહેલું ચરણ સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષોનું દર્શન, પહેલું ચરણ જ બહુ અઘરું છે. આપણી આજુબાજુ સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષો હોઈ શકે. પણ સ્વાનુભૂતિ એટલે શું? એનો આંશિક પણ આપણને ખ્યાલ નથી. તો આપણને સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષનો પરિચય શી રીતે મળશે? મારી પોતાની વાત કરું તો, ૧૧ વર્ષે મેં દીક્ષા લીધી, મારી દિક્ષાના ૨૨ વર્ષ સુધી આજના યુગના બહુ જ મોટા સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષના ચરણોમાં હું રહ્યો. ૨૨ વર્ષ સુધી. પણ ૨૦ વર્ષ સુધી મને ખબર જ નહોતી, કે હું સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષના ચરણોમાં છું. મોટા મ.સા.ની જોડે છું, એમની સેવા કરું છું, દાદા ગુરુદેવની સેવા કરું છું. આ સિવાય, આ જે  મહાપુરુષની સેવા હું કરું છું, એ સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષ છે, એનો મને ખ્યાલ પણ નહોતો. અને એ ૨૦ – ૨૦ વર્ષ સુધી! વર્ષોની વાત ક્યાં કરો, જન્મો વીતી ગયા! બન્યું એવું, યોગના સંખ્યા બંધ પુસ્તકો વાંચવાનું થયું. આપણા શાસ્ત્રીય ગ્રંથો જોઈ લીધા. અષ્ટાવક્ર ગીતા આદિ બધા જ ગ્રંથો જોઈ લીધા. ત્યારે આખો ખ્યાલ આવ્યો, કે આ જન્મ તો માત્ર અને માત્ર સ્વાનુભૂતિ માટે જ છે.

પછી શાસ્ત્રોની અંદર જે સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષો છે, એમના લક્ષણો જોયા. એ લક્ષણો વાંચ્યા, એ લક્ષણોને ઘૂંટ્યા, એક રાત્રે હું સૂતેલો હતો, અચાનક strike થઇ! અરે! મારે આ લક્ષણોને વાંચવાની ક્યાં જરૂર છે? મારે ઘૂંટવાની ક્યાં જરૂર છે? હું તો જીવંત આવા મહાપુરુષના ચરણોમાં બેઠેલો છું! મારી દિક્ષાના ૨૦માં વર્ષે મને ખ્યાલ આવ્યો કે સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષના ચરણોમાં હું છું! સ્વાનુભૂતિ એક આનંદદાયિની ઘટના છે. પરની અનુભૂતિમાં રહ્યા, પીડા જ પીડા રહી. આવો ખ્યાલ જ્યારે આપણા મનમાં દ્રઢ આકાર લે છે ત્યારે જ સ્વાનુભૂતિની દિશામાં કંઈક આપણું જે છે, એ મનોમંથન ચાલે છે. અને પછી આપણી આજુબાજુમાં જે સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષો હોય છે, એમના ચરણોમાં જઈને બેસવાનું હોય છે. એટલે સૌથી પહેલું અઘરું દર્શન છે. આછી સી તડપન પણ તમારી ભીતર નથી આવી સ્વાનુભૂતિ માટેની, તમે શા માટે સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષોના ચરણોમાં જશો? Why? શા માટે? જો તમને આછી સી તડપન પણ લાગી નથી સ્વાનુભૂતિ ની, સ્વાનુભૂતિ શું છે, તમને ખ્યાલ પણ નથી, તો તમે આવા મહાપુરુષોના ચરણોમાં જઈને બેસશો કેમ?

આ જ વાત આનંદઘનજી ભગવંતે કહી, ‘દરિશન દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ’ પરમાત્માનું દર્શન કે આવા યોગી પુરુષનું દર્શન આપણે કરવા જઈએ કદાચ નહિ થઇ શકે. ‘દરિશન દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ’ પ્રભુની કૃપા મળી જાય તો દર્શન સુલભ. અને એટલે એ સિદ્ધગિરિ ની ગોદમાં દાદાની કૃપા મેળવવા માટે તમે બધા આવ્યા છો. સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષો તમારી આજુબાજુમાં ઘણા છે, હજુ સુધી એક પણ સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષ ના ચરણોમાં જઈને બેસવાનું તમારે કદાચ નથી થયું. કારણ એવું દર્શન જ નથી થયું ને!

તો અહીંયા આપણે બે કામ કરવા છે, એક તો સ્વાનુભૂતિ માટેની તડપન જગાવવી છે. અને એ પછી એવી પ્રભુની કૃપા યાચવી છે, કે સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષોનું દર્શન આપણને થઇ જાય. એકવાર એમનું દર્શન થયું ને પછી બહુ જ સરળ છે આગળની વાત. એમના aura field માં રહેવા મળે ને, તમારી સાધના સહેજે ઊંચકાઈ જાય. જે મહાપુરુષ સ્વાનુભૂતિ સંપન્ન બન્યા, એમનું aura field જ જુદું હોય છે. તમને તો અનુભવ નથી એટલે ખ્યાલ ન આવે, પણ જ્યારે અમને લોકોને અનુભવ થયો છે ત્યારે, બિલકુલ બિલકુલ ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ ક્યાં સુધી પહોંચેલ છે.

હું નાનો હતો ને ત્યારે પણ અહંકાર યુક્ત વ્યક્તિત્વ હોય ને, એનો પડછાયો લેવાનું મન નહિ થતું. દુન્યવી દ્રષ્ટિએ બહુ જ મહાન વ્યક્તિ ગણાતી હોય, નામ પણ સાંભળેલું હોય મોટું, એની પાસે જવાનું પણ થાય, પણ જોતા જ લાગે કે અહંકારથી ભરાયેલી ચેતના છે, હું એની જોડે બેસી ન શકું.

તો પહેલું ચરણ સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષોનું દર્શન. એ દર્શન થઇ ગયું, પછી તડપન. આછીસી તડપનને કારણે આવા મહાપુરુષોનું દર્શન થયું; અને આ મહાપુરુષોના દર્શનથી સ્વાનુભૂતિની એક તીવ્ર તડપન લાગે. તમને લાગે કે જીવનમાં આ ન મળે તો બીજું મેળવવા જેવું શું છે?!

અધ્યાત્મ બિંદુ, શ્વેતાંબરીય સમયસાર ગ્રંથ છે, અને એમાં હર્ષવર્ધન ઉપાધ્યાય લખે છે, કે જો આત્મતત્વની અનુભૂતિ ના થઇ તો તે શું કર્યું ભાઈ? તું આવ્યો છે અહીંયા, માત્ર અને માત્ર તારા અનુભવ માટે. તું તારો અનુભવ ન કરી શકે, શું દુનિયાનો અનુભવ કરવા માટે તું અહીંયા આવ્યો છે? પરનો અનુભવ અનંતા જન્મોમાં આપણે કરીને આવ્યા છીએ. આ જન્મ માત્ર અને માત્ર સ્વાનુભૂતિ માટે મળ્યો છે. પણ આ હું કહું છું, તમે તો પણ કદાચ કહી દેશો હોઠથી, અસ્તિત્વથી આ વાત નીકળે એમ છે? કે માત્ર ને માત્ર સ્વાનુભૂતિ માટે મારો જન્મ છે? આ જન્મમાં સ્વાનુભૂતિ ન મળે તો આ જન્મનો કોઈ અર્થ નથી! Meaningless.! તો તડપન બીજું ચરણ. તો જ્યાં તડપન આવ્યું, આપણે એ જ સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષના ચરણમાં બેસશું. માર્ગ એમને પૂછીશું; એ માર્ગે ચાલીશું.

કલાપૂર્ણસૂરિ દાદાએ છેલ્લે મને કહેલું કે યશોવિજય! બીજું કંઈ વાંચે કે ન વાંચે, દેવચંદ્રજી મહારાજને પુરેપુરા વાંચી લેજે. એમણે ત્યાં સુધી શબ્દો વાપર્યા, કે દેવચંદ્રજી ભગવંતને પી લે જે! એક દેવચંદ્રજી ભગવંતને પીવાયા, જિનશાસનનો હાર્દ તને મળી જશે.! મારી પાસે બે ગુરુઓ હતા, જીવંત ગુરુ અને ગ્રંથ ગુરુ. આપણી આ પરંપરા છે. જીવંત ગુરુ અને ગ્રંથ ગુરુ. હરીભદ્રાચાર્ય એ મારા ગ્રંથ ગુરુ, દેવચંદ્રજી ભગવંત મારા ગ્રંથ ગુરુ. જીવંત સદ્ગુરુના ચરણોમાં ખાલી બે વર્ષ રહ્યો. બે વર્ષ જ કહું ને? વીસ વર્ષ તો મારા એમનેમ ગયા. છેલ્લા બે વર્ષ રહ્યો, પછી જે તડપન જાગી, એ તડપન ની પૂર્તિ માટે, માર્ગની શોધ માટે હું દેવચંદ્રજી ભગવંત ને શરણે ગયો. એ મારા ગ્રંથ ગુરુ છે. હરીભદ્રસૂરિ મહારાજ પણ મારા ગ્રંથ ગુરુ છે. આમ કહું તો મારા પ્રારંભિક જીવનના ગ્રંથ ગુરુ હરીભદ્રાચાર્ય. અને હવે માત્ર દેવચંદ્રજી મારા ગ્રંથ ગુરુ છે. પહેલા હરીભદ્રાચાર્ય હતા, હરિભદ્રસૂરિ મહારાજનું યોગબિંદુ વાંચ્યું અને એમાં એક પંક્તિ આવી છેલ્લે ‘विदुषां शास्त्रसंसार: सद्योगरहितात्मनाम्’ ત્યાં સુધી હું અહં ચેતના જ હતો. પૂર્વનું- પશ્ચિમનું બહુ જ વાંચતો. દેખીતી રીતે હું અહંકાર ને વધારતો, બીજું કંઈ મારી પાસે હતું નહિ.! સાવ કોરો માણસ.! હરીભદ્રાચાર્યએ પહેલી જ લાકડી મારા અસ્તિત્વ ના સ્તર પર ઠોકી. આનંદધનજી કહે છે ને; ‘ગુરુ મોહે મારે શબ્દ કી લાઠી, ચેલે કી મતિ અપરાધી ની નાઠી’ ગુરુ એક શબ્દની લાકડી લગાવે, તમારા અસ્તિત્વના સ્તર પરથી બુદ્ધિ-અહંકાર બધું જ નીકળી જાય. બોલો એક સવાલ કરું તમને વચ્ચે? સદ્ગુરુએ લાકડી નથી મારી તમને? લાકડી મારી એમાં તો હાથ રહી ગયા છે.! સદ્ગુરુએ લાકડી મારી છે કે નહિ મારી? પણ ત્યાં કેમ ઝીલાઈ નહિ લાકડી? કોટ ની ઉપર ઓવર કોટ ઠઠાઈને આવેલા એટલે પહેલા મને પણ લાગે છે, કે લાકડી ઠોકતા પહેલા ઓવર કોટ ને કોટ કઢાઈ નંખાવું. પછી લાકડી ઠોકું. સદ્ભાગ્યે મારો કોટ ને ઓવર કોટ નીકળી ગયેલો અને એટલે હરીભદ્રાચાર્યની લાકડી સીધા મારા અસ્તિત્વના સ્તર પર પડી. ‘विदुषां शास्त्रसंसार: सद्योगरहितात्मनाम्’ જો યોગનું નેત્ર તમારું ખુલ્યું નથી તો તમારા માટે ગ્રંથોનો પણ એક સંસાર છે. ખળભળી ઉઠ્યો. ગ્રંથોનો સંસાર.! વાત બિલકુલ ખરી હતી. સામાન્ય માણસો પાસે પદાર્થોનો સંસાર હોય, સંપત્તિનો સંસાર હોય, વૈભવનો સંસાર હોય, મારી પાસે ગ્રંથોનો સંસાર હતો. વાત તો એકની એક જ રહી. પરિગ્રહ જ હતો. એ લાકડી એવી લાગી, કે એ ક્ષણે બુદ્ધિ અને અહંકારની રજ થોડી નીચે ઢળી.

એ પછી દેવચંદ્રજીને પીવાયા. પૂરો જિનશાસનનો હાર્દ મને મળી ગયો. એમને સમજવા થોડા ટફ છે. પણ સદ્ગુરુની નિશ્રામાં બેસીને એમના સ્તવનોને બરોબર ઘૂંટો. માત્ર વાંચવાથી કંઈ નહિ થાય. માત્ર અર્થ જાણી લેવાથી કંઈ નહિ થાય. એને ઘૂંટવા પડશે. અસ્તિત્વના સ્તર સુધી એ શબ્દોને લઇ જવા પડશે.

આ છે ને કાળજય રચનાઓ છે. વિનોબાજીએ આ શબ્દ વાપરેલો, વિનોબાજીને કોકે પૂછ્યું; કે તમે વિષ્ણુ સહસ્રનામ નવું બનાવો, તો કેવું રહે? તમે જુનું રટો છો શંકરાચાર્યવાળું? નવું બનાવો તો? વિનોબાજીએ કહ્યું; નવું બનાવું તો જુના કરતાં સારું જ હોય, કારણ કે પ્રાચીનનો અનુભવ છે. નવીન નો ઉન્મેશ છે મારી પાસે, પણ પછી એમને સરસ શબ્દ વાપર્યો, કે આ જુનું વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર કાળજય રચના છે! કાળ પુરુષ બેઠેલો છે અને નકામી રચનાઓને out of date કરતો જ જાય છે. એ સેંકડો વર્ષો પછી પણ જે રચના અકબંધ રીતે આપણા સુધી આવે છે, એ કાળજય રચના છે. તો દેવચંદ્રજી ભગવંતના સ્તવનો એ કાળજય રચના છે. તમે એમાં ઊંડા ઉતરતા જ જાઓ, ઊંડા ઉતરતા જ જાઓ.

તો સ્વાનુભૂતિની તડપન લાગી, હું દેવચંદ્રજી ભગવંતને શરણે ગયો, અને એમના નવમાં સ્તવનમાંથી સ્વાનુભૂતિ માટેનો માર્ગ મળ્યો. સાક્ષીભાવ અને સમર્પિતતા. આમ જુઓ ને તો પ્રભુની સાધના આ જ છે. કોઈ પણ વ્યક્તિ તમને પૂછે કે પ્રભુની સાધનાનું composition શું? સાક્ષીભાવ + સમર્પિતતા, એ પ્રભુની સાધનાનું composition છે.

ઉત્તરાધ્યયન સુત્રના પહેલા અધ્યયનના પહેલા ગાથાસૂત્રમાં ભાગવતી સાધનાનું આ હાર્દ આપવામાં આવ્યું છે. ‘संजोगा विप्पमुक्कस्स, अणगारस्स भिक्खुणो I

विणयं पाउकरिस्सामि , आणुपुव्विं सुणेह मे ॥’ બહુ મજાનું એ ગાથાસૂત્ર છે. અને અંતિમ દેશનામાં પ્રભુએ ઉત્તરાધ્યયનના ૩૬ અધ્યયનો કહેલાં એટલે એને મૂળ સૂત્ર કહેવામાં આવે છે. એટલે પ્રભુના એ શબ્દો inverted comma ની અંદર આપણી પાસે આવેલા છે. તો પ્રભુ શું કહે છે પહેલા ગાથાસૂત્રમાં, સાધના આપતા પહેલાં –  ‘सुणेह मे’ મને સાંભળ. હું તો વિચારમાં પડી ગયો પહેલીવાર. એક સામાન્ય પ્રવચનકાર હોય તો લોકોને કહે નહિ કે તમે મને સાંભળવા આવજો. પ્રભુ ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર, અને એ કહે છે કે ‘सुणेह मे’ તું મને સાંભળ. પણ મને ખ્યાલ હતો કે સદ્ગુરુના એક -એક શબ્દની પાછળ રહસ્ય હોય છે. આ તો પરમ ગુરુ હતા.!

પછી ખ્યાલ આવ્યો કે પ્રભુ શું કહેવા માંગતા હતા? અને એ વખતે સહેજ હસવું આવી ગયું. પ્રભુ કહી રહ્યા હતા, મને સાંભળજે, તને સાંભળતો નહિ પાછો.! આખો અર્થ આ હતો. તું ઘણીવાર સાંભળવા ગયો છે કોઈને, પણ તારી જાતને સાંભળીને તું આવ્યો છે, તે પ્રવચનકારને ક્યારે સાંભળ્યા છે? કેટલાય પ્રવચનોમાં તમે જઈ આવ્યા, તમે કોને સાંભળ્યા? તમારી જાતને તમે સાંભળી છે. તમને ગમતું હોય તો એ પ્રવચનકારે કહ્યું, તમે સાત જગ્યાએ કહેતાં ફરો છો, જોયું મ.સા. એ આમ કહ્યું. પણ તને ન ગમતું હોય ને કીધું એની તો વાત કર પણ…! તો તમે પ્રવચનમાં પ્રવચનકાર મહાત્માને સાંભળતા નથી. તમારી જાતને સાંભળી રહ્યા છો. એટલે પ્રભુએ સ્પષ્ટીકરણ કર્યું કે ‘सुणेह मे’ તું મને સાંભળજે હો, તને નહિ સાંભળતો.! તારી બુદ્ધિ, તારો અહંકાર બધું કાઢીને આવજે.

હું ઘણીવાર કહું છું, ઝેન આશ્રમોમાં બોર્ડ લગાવે છે એ લોકો, no mind please. આપણે ત્યાં કેમ આવું બોર્ડ લગાડતા નથી તમે? બુદ્ધિ લઈને નહિ આવવાનું.! તમારી બુદ્ધિ કરશે શું, એ તો મને કહો. એક સમારોહ હોય, ચાર-પાંચ પ્રવચનકાર મહાત્મા હોય, તમારી બુદ્ધિ શું કરવાની? તમારી બુદ્ધિ પ્રવચનકાર મહાત્માઓની compare કરશે. આ બહુ સારું બોલ્યા, આ જરા બરાબર નહિ બોલ્યા. ભાઈ તને કોણે માર્ક્સ આપવા અહીં બેસાડ્યો છે, પરીક્ષક તરીકે? બુદ્ધિ પલળી ન શકે, બુદ્ધિ ભીંજાઈ ન શકે, ડૂબવાની તો વાત છે જ નહિ.! આ હોલમાં તો બુદ્ધિ અને અહંકાર બહાર મુકીને આવ્યા છો ને? Bag બહાર રાખી છે કે નહિ આમ કોઈ? સુધીરભાઈ બેગ રાખી છે કે નહિ બહાર? કે તમારી બુદ્ધિ અને તમારો અહંકાર નાંખી દો આની અંદર, પછી જાવ અંદર. તો પ્રભુ કહે છે; ‘सुणेह मे’ એના પહેલા એક શબ્દ આવ્યો છે કે ‘आणुपुव्विं’ શું ભગવાનની કુશળતા?

પ્રભુ છે ને આચારાંગમાં, ઉત્તરાધ્યયનમાં સદ્ગુરુ ના રૂપમાં આવે છે. અને સદ્ગુરુની લાક્ષણિકતાઓ ઘણીવાર કહેતો હોઉં છું. કે તમે આંગળી પકડો અને પોચો આવી જાય. પોચો પકડે ગુરુ અને હાથ આખો જાય, અને હાથ તમે આપો તો આખા ને આખા તમે ગયા! એ સદ્ગુરુ છે.

તો અહીંયા પ્રભુ કહે છે, ‘आणुपुव्विं सुणेह मे’ તું મને ક્રમસર સાંભળજે પાછો હો. વચલા વચલા સ્ટેશનો છોડી નહિ દેતો, તને ગમે એટલું સાંભળે. ન ગમે એટલું મૂકી દે આવું નહિ કરતો! મને સાંભળજે! અને ક્રમસર સાંભળજે.! તો શું કરશે પ્રભુ? એટલી મજાની આમ છે ને વર્ક શોપના રૂપમાં ખુલતી આ ગાથાસૂત્ર છે. જો આપણે આ રીતે કરીએ તો પ્રભુ શું કરે? પ્રભુનો એક કોલ આવે છે; ‘विणयं पाउकरिस्सामि’ હું તારી ભીતર સમર્પિતતાને ઉત્પન્ન કરીશ; તને સમર્પિત હું બનાવી દઈશ. આ પ્રભુનો કોલ. પણ જો સમર્પિતતાની ઉંચાઈ ઉપર તમારે જવું હોય તો, પ્રભુ થોડીક શરતો મુકે છે.

હું ઘણીવાર કહું છું, સદ્ગુરુ કે પરમાત્મા કંડીશનલી ખુલી શકે ખરા? આનંદઘનજી ભગવંત ૧૫માં સ્તવનમાં કંડીશનલી ખુલે છે. ‘પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન, હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરૂ સમાન’ “પ્રવચન અંજન ‘જો’ સદ્ગુરુ કરે” – પ્રવચન અંજન જો સદ્ગુરુ કરી દે તો શું થાય? On that very moment એ જ ક્ષણે, હૃદય નયન નિહાળે જગધણી! – હૃદયની આંખોથી અસ્તિત્વના નેત્રથી એ પ્રભુને જોઈ શકે છે. ચાલો આ તો મજાની વાત થઇ. સદ્ગુરુ પ્રવચન અંજન અમારા હૃદયમાં આંજી દે, અને અમે એ હૃદયથી પ્રભુને જોવા માંડીએ. પણ ત્યાં એમને ‘જો’ શબ્દ મુક્યો છે. પ્રવચન અંજન ‘જો’ સદ્ગુરુ કરે – આપણને થાય કે આટલા મોટા સદ્ગુરુ કંડીશનલી ખુલી શકે? એમને તો ઉપરથી બોલાવવા જોઈએ આવી જા, આવી જા. શક્તિપાત કરી દઉં તારા ઉપર. પ્રવચન અંજન જે આંજવાની વાત છે ને એ શક્તિપાતની વાત છે. સદ્ગુરુ શક્તિપાત કરે છે તમારા ઉપર અને હું સ્પષ્ટ રીતે માનું છું કે શક્તિપાત વિના મારી કે તમારી સાધના ઊંચકાઈ શકે નહિ. અનંત જન્મોથી વિષય, કષાય અને અહંકારમાં રહેલા આપણા જેવા વ્યક્તિત્વો સાધના ના માર્ગની ઉંચાઈએ જઈ શકે તો માત્ર અને માત્ર સદ્ગુરુના શક્તિપાત ને કારણે.!

અને એ જ લયમાં શક્તિપાતને હું લીફ્ટ નું પાંજરું કહું છું. ૩૫મા માળે જવું છે, મુંબઈમાં લીફ્ટમાં બેઠા, બટન દબાવ્યું, ૩૫માં લીફ્ટ ઉભી રહી ગઈ. પણ ઇલેક્ટ્રિકસીટી ફેલ છે, દાદર ચડીને જવું પડે તો? શત્રુંજયના જે છે ને પગથિયા એ ચડી શકાય, ગિરિરાજના, પણ એ ૩૫ માળના પગથિયા તમારાથી ચડી નહિ શકાય. કારણ અહીં તો દાદા ચડાવે ને.? તમારે ક્યાં ચડવાનું છે?! ત્યાં તમારે ચડવાના છે. તો સદ્ગુરુનો શક્તિપાત લીફ્ટ છે. એ તમારી સાધનાને uplifted કરે છે.

શક્તિપાત ગુરુ છે ને ચાર રીતે કરે છે. શબ્દ દ્વારા કરે, હાથ દ્વારા કરે, આંખ દ્વારા કરે અને પોતાના aura field દ્વારા કરે. ઘણા બધા સદ્ગુરુઓ થઇ ગયા, ખાલી એક વાક્ય કહી દીધું, જા! તારો કચરો નીકળી ગયો.! અને નીકળી જાય.! હાથ દ્વારા શક્તિપાત – એ તો આપણે ત્યાં થાય જ છે. સદ્ગુરુ વાસક્ષેપ આપે છે, એ પ્રક્રિયા શક્તિપાતની પ્રક્રિયા છે. હવે આમાં છે ને, શક્તિપાત કરનાર અને ઝીલનાર બે ય હાજર જોઈએ. શક્તિપાત કરનાર માટે હું ઘણીવાર કહું છું, કે યશોવિજય પાસે જો હું હોય તો યશોવિજયના હાથ માંથી ચંદનની ભૂકી જ ઝરે, એનર્જી -બેનર્જી કંઈ ન હોય. અને યશોવિજય ટોટલી vacant બની ગયેલી વ્યક્તિત્વ હોય, ખાલી થઇ ગયેલી વ્યક્તિત્વ અને એમાં પરમ ચેતના આવીને બિરાજિત થયેલી હોય તો યશોવિજયના હાથમાંથી એનર્જી ઝરે. એટલે શક્તિપાત કરનાર ગુરુ જે છે, એ સંપૂર્ણતયા પ્રભુ-સમર્પિત હોય. ઝીલનાર જે છે એ સદ્ગુરુ પ્રત્યેના અહોભાવથી એકદમ મંડિત હોય. શક્તિપાત કરતાં વાર કેટલી લાગે?!

હું ઘણીવાર કહું છું, કે શક્તિપાત માટે તમને તૈયાર કરતાં વર્ષો નહિ જન્મો લાગી અમને. વર્ષો નહિ, જન્મો..! શક્તિપાત કરતાં તો એક સેકંડ લાગવાની છે. તો એક સેકંડની ક્રિયા માટે સદ્ગુરુ ચેતનાએ તમારા ઉપર જન્મો સુધી કામ કર્યું છે અને છતાં તમે સદ્ગુરુ ચેતનાને કોટ આપી દો.! હું ઘણીવાર કહું છું હસતાં હસતાં, કે સદ્ગુરુને રાહ જોવડાવો એનો તો વાંધો નહિ. કેટલી રાહ જોવડાવો? કેટલી? સદ્ગુરુ તમે પરિપક્વ થાવ એની રાહ જોઈ રહ્યા છે.

આપણી પરંપરામાં એક મજાની ઘટના આવે છે, ગુરુ અને શિષ્ય. ગુરુ બહુ મોટા શક્તિશાળી ગુરુ હતા, એમને એક વિદ્યા શિષ્યને આપવી હતી. પણ શિષ્ય એ વિદ્યાને લેવા માટે યોગ્ય સજ્જ થતો ન હોતો. Receptivity, હું ઘણીવાર કહું છું. આપણી આખી સાધનાનું હાર્દ હોય તો Receptivity છે. પ્રભુની કૃપા વરસી રહી છે, સદ્ગુરુની કૃપા વરસી રહી છે. You should have a Receptivity. Receptivity નથી માટે આપણે કશું કરી શકતા નથી. આ ડોલીવાળાને પૂછો કેટલા નવ્વાણું કર્યા? ભલે એ દાદાને દર્શને ન જાય, ગિરિરાજની સ્પર્શના તો થાય ને? અને આપણે તો ગીરીરાજના કણ-કણને પવિત્ર માનીએ છીએ, પણ ડોલીવાળો તો ડુંગરો ચડી આવ્યો કહે છે. તો શું થયું? અહોભાવ નથી એની પાસે? તો સદ્ગુરુ ચેતના તમારા ઉપર જન્મોથી કામ કરવા માંગે છે. કેટલી રાહ જોવડાવી છે હવે બોલો? અહોભાવથી સભર બની જાવ; સદ્ગુરુ કામ કરી દેશે.!

આ જ વાત અહીંયા છે, પ્રવચન અંજન ‘જો’ સદ્ગુરુ કરે – આપણને એમ લાગે કે ‘જો’ સદ્ગુરુ તરફ છે. સદ્ગુરુ શક્તિપાત કરે તો… વાત એ નથી, એ ‘જો’ ઉછળીને આપણા તરફ આવે છે. આપણે શક્તિપાત લેવાને યોગ્ય થઈએ તો, ગુરુ તો તૈયાર જ છે. સદ્ગુરુ હંમેશ માટે તૈયાર હોય છે, અને sadguru is waiting for you.

તો શક્તિપાત શબ્દથી પણ થાય, હાથથી પણ થાય, આંખથી પણ થાય. અને એટલે જ શિષ્ય માટેની એક મજાની સાધના આચારાંગ સૂત્રમાં આવી, ‘તદ્દ દિટ્ઠીએ’ શિષ્ય સદ્ગુરુ ની સામે જ દ્રષ્ટિ નાંખીને બેઠેલો હોય, ગુરુ ક્યારે પોતાની આંખ એની આંખ સાથે મેળવશે, એ શિષ્ય ને ખબર નથી. પણ જ્યારે ગુરુ પોતાની આંખ શિષ્યની સામે મુકે ત્યારે શિષ્ય બેખબર ન હોવો જોઈએ. હું ઘણીવાર કહું છું, ક્યારે ઘટના ઘટવાની છે? ખબર નથી. પણ ઘટવાની છે એ નક્કી છે, તો તમે શું કરો?

એક માણસ અમદાવાદથી નજીકના પોતાના વેવાઈઆ ગમે ગયેલો, સાંજે ગયો, જમ્યો, રાત્રે વાતચીત થઇ ગઈ, એમાં રાત્રે ફોન આવ્યો કે વહેલી સવારે એને જવાનું હતું. તો એણે વેવાઈને પૂછ્યું સવારે શું સાધન મળે અહીંથી જવા માટે? રીક્ષા, છકડો, ટેક્ષી, જે મળે એ વહેલામાં વહેલા પહોંચી જવું છે મારે. પેલો કહે છે અહીંયા એવું ગામ છે આ, રીક્ષા, છકડો, ટેક્ષી કશું જ મળે એમ નથી. એકમાત્ર બસ છે, બસ છે ને કંઈ વાંધો નહિ, કેટલા વાગે આવે છે? તો કહે 5 થી 10 સુધીમાં ગમે ત્યારે આવે છે. આગળના સ્ટેશને ડ્રાઈવર જાગી ગયો બરોબર, તો 5 વાગે પણ બસ આવી જાય. અને ડ્રાઈવર ગપ્પા મારવા ક્યાંય જતો રહ્યો, એના વેવાઈ કે સંબંધીને ત્યાં તો 10 વાગે પણ બસ આવી છે. આવી જાય ખરી. હવે આ શું કરે અમદાવાદી માણસ? 5 થી 10 માં ગમે ત્યારે બસ આવવાની છે. પોણા પાંચ વાગે એ બસ સ્ટેશને પહોંચી જશે. નવકારશી કરવાની છે, તો થર્મોસ માં ચા લઇ લીધો. નાસ્તો લઇ લીધો ટીફીનમાં. સાત વાગ્યા સુધી ન આવી બસ, તો બસ સ્ટેશન ઉપર નવકારશી કરી લેશું. વહેલા બસ આવી ગઈ તો બસમાં નવકારશી કરશું. નવકારશી ગમે ત્યાં કરશું, પણ બસને પકડવી એ તો નક્કી નક્કી ને નક્કી.

તો ઘટના ઘટવાની છે, ક્યારે ઘટવાની એ ખબર નથી. આ જ વાત શિષ્ય માટે છે. કે શિષ્ય ગુરુ દૃષ્ટિક હોય છે. ગુરુ ક્યારે મારા ઉપર આંખથી શક્તિપાત કરશે, એ શિષ્યને ખબર નથી. અને શિષ્ય એકદમ સજ્જ હોય.

ચોથી aura field થી શક્તિપાત કરે. તમે જો સદ્ગુરુના aura field ને માણી શકો, માત્ર તમે બેસો, સદ્ગુરુ નું aura field તમને શક્તિપાતથી યુક્ત કરી દે.

પેલા ગુરુની વાતમાં એવું થયું, કે શિષ્ય માટે એમણે બહુ જ મહેનત કરી, ત્યાં સુધી મહેનત કરી કે એમને લાગ્યું કે મારું આયુષ્ય હવે ઓછું છે, તો પણ મહેનત એમની ચાલુ, કે જવાની છેલ્લી પળ સુધીમાં પણ શિષ્ય પરિપક્વ થઇ જાય, તો એને હું સાધના આપીને જાઉં. એટલે હું કહું છું, સદ્ગુરુનું dual action તમારા ઉપર છે. Dual action. પહેલા તમને તૈયાર કરવાના, તૈયાર થાવ એટલે શક્તિપાત કરી દેવાનો. મુશ્કેલી ક્યાં પડે સમજી ગયા ને તમે.? જો કે અત્યારે તો કેવી રીતે આવ્યા છો આમ? સાધક તરીકે આવ્યા છો. ઓછી મહેનત પડે બરોબર.? સતત આ શબ્દો ત્રણ-ત્રણ વખતની વાચનામાં ઘુમરાશે, એના ઉપર જ મન જશે, અને એથી કરીને થોડોક માર્ગ તમારો સરળ બનશે. કહો કે અમારો માર્ગ શરૂ થશે. બરોબર ને… તમે જલ્દી જલ્દી પાકો તો અમે કામ કરી લઈએ ને, અને થોડાક મૂરતિયા ઉપર કામ થઇ જાય ને, તો નવા મૂરતિયાને લઈએ ને પછી, કે આટલા મૂરતિયા ઉપર કામ થઇ ગયું, હવે નવા લઇ આવો.!

તો ગુરુએ છેલ્લી ક્ષણ સુધી, exit ની છેલ્લી ક્ષણ સુધી શિષ્યને તૈયાર કરવાની મહેનત કરી; શિષ્ય નહિ પાક્યો, ગુરુ એમનેમ જતા રહ્યા. છ મહિના પછી શિષ્ય પરિપક્વ થયો એવું ગુરુને લાગે છે.  ગુરુ ગયા ક્યાં? દેવલોકમાં. અને દેવલોકમાંથી ગુરુ જોયા કરે છે કે આ શિષ્ય જે ગુરુ બનેલો હતો, એ પરિપક્વ થઇ ગયો છે. બે-ચાર શિષ્યોનો ગુરુ પણ બની ગયેલો એ, પણ હવે એ પરિપક્વ બન્યો છે. તો શું થયું સમજ્યા તમે? પહેલા ગુરુ હતા અને શિષ્ય નહોતો. નહોતો કહેવાય ને? એ સાધના માટે શિષ્ય નહોતો. હવે શિષ્ય છે ને ગુરુ નથી.! ત્યાં એવું બને છે કે છ મહીને જ્યારે શિષ્ય પરિપક્વ થયો, દેવલોકમાં રહેલા ગુરુ એક રાત્રે આવે છે, શક્તિપાત કરી દે છે, સાધના એને આપી દે છે.

એટલે શાસ્ત્રમાં એ વાત આવી કે બે માંથી એકની પસંદગી કરવી હોય તો કોની કરવી? ગુરુ છે ને શિષ્ય નથી. પહેલી વાત. શિષ્ય છે ને ગુરુ નથી. પહેલામાં ગુરુ હતા ને શિષ્ય નહોતો તો કામ થયું? નહિ.! શિષ્ય થઇ ગયો, અને ગુરુ નહોતા, તો પણ કામ થઇ ગયું. એટલે તમારું હોવું નિતાંત જરૂરી છે. સમજી ગયા.? તમારું પરિપક્વ થવું નિતાંત જરૂરી છે.

તો આ પરિપક્વતાના સંદર્ભમાં ‘જો’ શબ્દ છે. ‘પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે’

હું ઘણીવાર કહું છું, સદ્ગુરુના હાથ બંધાયેલા છે. અમે ગમે તે રીતે, ગમે તેને સાધના આપી શકતા નથી. કોઈ વ્યક્તિ આવી ગઈ, સાહેબ મને દીક્ષા આપી દો, એમ અમે કોઈને દીક્ષા આપી શકતા નથી અમારા હાથ બંધાયેલા છે. અમે જ્યારે અમારા જ્ઞાનથી સ્પષ્ટ તયા લાગે કે કે પ્રભુ શાસનને એ ચુસ્ત રીતે વફાદાર રહેવાનો છે, તો જ અમે એને દીક્ષિત કરી શકીએ; અન્યથા ન કરી શકીએ, અમારા હાથ બંધાયેલા છે. શાસ્ત્ર કહે એ રીતે અમારે ચાલવાનું છે.

બપ્પભટ્ટસૂરિની વાત આવે છે કે નાની વયમાં એમનું આચાર્ય પદ પ્રદાન થઇ રહ્યું છે. ગુરુને પોતાને ખ્યાલ નહોતો કે બપ્પભટ્ટી કવિ છે, પણ એની ખ્યાતી આટલી બધી વિસ્તરેલી છે, એ આચાર્ય પદ પ્રદાનના મહોત્સવમાં આજુબાજુના રાજાઓ, મંત્રીઓ, અને એમનો રસાલો આવી ગયો. ગુરુ જોઇને ચમક્યા, ગુરુ સ્વાનુભૂતિ સંપન્ન હતા, એ અંદર ડૂબેલા હતા. પહેલીવાર જોયું એમને કે બપ્પભટ્ટીના નામથી આટલા બધા રાજાઓ અને મંત્રીઓ આવ્યા છે. ગુરુ વિચારમાં પડી ગયા, એક ક્ષણ. બપ્પભટ્ટીજી ચતુર હતા, સમજી ગયા, કે ગુરુ વિમાસણમાં પડ્યા છે કે આચાર્ય પદવી આપવી કે ન આપવી. બપ્પભટ્ટી પાસે આવ્યા ગુરુની, ગુરુદેવ! આપ સર્વ સત્તાધીશ છો. આપને લાગે કે આચાર્ય પદ માટે હું યોગ્ય નથી તો આપ અત્યારે પણ કેન્સલ કરી શકો છો. એ વખતે ગુરુએ પૂછ્યું; કે મને આ ખ્યાલ નહોતો કે આટલા બધા તારા ભક્તો છે, હવે મારે તને સીધો સવાલ કરવો છે, કે તું આ લોકો તરફ વફાદાર રહેવાનો કે પ્રભુ શાસન તરફ વફાદાર રહેવાનો? સહેજ પણ આ લોકોને ખુશ કરવા માટે તું પ્રભુના વચનો જોડે સહેજ પણ સમાધાન તો નહિ કરે ને? Compromise તો નહિ કરે ને? અમારે ત્યાં Compromise છે જ નહિ. સમાધાન બિલકુલ નથી. જે છે તે શાસ્ત્રીય સ્પષ્ટ છે. અને એ જ સ્પષ્ટતા ને અમારે વળગી રહેવાનું છે. એટલે ગુરુએ કહ્યું, આ લોકોને ખુશ કરવા માટે તું કોઈ સમાધાન તો કરી બેસે એમ નથી ને? શિષ્યએ કહ્યું, નહિ ગુરુદેવ! પ્રભુનું શાસન અસ્તિત્વની અંદર હાડોહાડ  સ્પર્શી ગયેલું છે. દુનિયા આમથી આમ થઇ જાય પણ અસ્તિત્વની અંદર પ્રભુ શાસનનો સ્પર્શ થયો છે, એના કારણે આ બપ્પભટ્ટી પ્રભુના વચનોથી આમથી તેમ થઇ શકે એમ નથી. અને એ વખતે ગુરુને વિશ્વાસ પડ્યો અને આચાર્ય પદવી આપી. કે અમે લોકો શક્તિપાત કરવા તૈયાર હોઈએ પણ હું ઘણીવાર કહું છું, કે શક્તિપાત ઝીલનારો ક્યાં છે?

અમારો એક ભક્ત હતો, રોજ પ્રવચનમાં આવીને બેસતો સામે, એક દિવસ નહોતો આવ્યો, મેં બીજા દિવસે પૂછ્યું, ક્યાં ગયો હતો કાલે? એને એક હિન્દી યોગીનું નામ લીધું, કે ત્યાં હું શક્તિપાત કરાવવા ગયો હતો. મેં કીધું અમે લોકો એમનેમ બેઠા છીએ અહીંયા?! શક્તિપાત કરાવવા એટલે દૂર તું ગયો.! એટલે સદ્ગુરુ શક્તિપાત કરવા તૈયાર છે. તમારે એને ઝીલવો છે. એટલે ‘જો’ શબ્દ છે ને ૧૫માં સ્તવનમાં આખી master key છે. ગુરુ શક્તિપાત ક્યારે કરી શકે? એને સમજવાની એક master key છે – ગુરુચાવી. ‘પ્રવચન અંજન ‘જો’ સદ્ગુરુ કરે’ સદ્ગુરુ કરવા તૈયાર જ હોય. સદ્ગુરુ શા માટે કંડીશનલી ખુલે? એ કરુણામય સદ્ગુરુ અસ્તિત્વ છે, અને અમુક ભૂમિકાએ ગયા પછી તો પ્રભુ કહી દે છે કે તારે હવે વિનિયોગ કરવાનો છે. સિદ્ધિ જે ક્ષણે પ્રાપ્ત થઇ જાય છે ને, પછી પ્રભુની, સદ્ગુરુની આજ્ઞા માટે, તારે વિનિયોગ કરવાનો છે. પછી એવા સદ્ગુરુનું અસ્તિત્વ માત્ર તમારા માટે હોય છે. પોતે જ ઊંડા ઉતરી જ ગયેલા છે, સ્વાનુભૂતિ સંપન્ન બની ગયા છે. હવે એમની એક-એક ક્ષણ તમારા માટે હોય છે. તો આવા કરુણામય સદ્ગુરુ તૈયાર ન હોય એવું તો બને જ નહિ. પણ તમે તૈયાર હોવ, તો એ શક્તિપાત કરી શકે.

તો હજુ સુધી ‘હૃદય નયન નિહાળે જગધણી’ આપણા માટે નથી કંઈ. બહારની આંખોથી પ્રભુને જોયા છે, હૃદયની આંખોથી પ્રભુને ક્યાં જોયા છે? અને એટલે જ આપણે ઘણીવાર કહીએ છીએ, ‘તમને નીરખું નાથ નિરંજન એવી આપો આંખો’ પ્રભુ તને જોઈ શકું એવી આંખ મને આપી દે. મારી પાસે આંખ છે પણ આઉટર સ્પેશ ને જોઇ શકે એવી આંખ છે, ઇનર સ્પેશને નહિ, તને જોઈ શકે એવી આંખ મારી પાસે નથી. તો પ્રભુને જોઈ શકે એવી આંખ પ્રભુ પોતે આપે છે. અને એ જ વાત ગણધર ભગવંતે પણ લખી નમુત્થુણં સૂત્રમાં ચક્ખુદયાણં. ચક્ષુ, ભીતરી નેત્ર, શ્રદ્ધા રૂપી નેત્ર, પ્રભુ આપે છે, સદ્ગુરુ આપે છે. પછી પ્રભુને અને સદ્ગુરુ ને એક કરી નાખે છે.

બહુ મજાની વાત તમને કહું, કે પછી પ્રભુ અને સદ્ગુરુ એકાકાર બનેલી ઘટના થઇ જાય છે. અને આ વાતનો નિર્દેશ ઉપાધ્યાય યશોવિજય મહારાજે એમના એક સ્તવનમાં આપી છે; એ લખે છે સ્તવનના છેડે, ‘જશ કહે સાહિબ મુગતિનું, કર્યું તિલક નિજ હાથે’ ‘જશ કહે સાહિબ મુગતિનું, કર્યું તિલક નિજ હાથે’ પ્રભુએ પોતાના હાથે મોક્ષનું તિલક મારા કપાળમાં કર્યું. ‘જશ કહે સાહિબ મુગતિનું, કર્યું તિલક નિજ હાથે’ આ ઈશારો ક્યાં છે? સદ્ગુરુ આપણા આજ્ઞાચક્રને દબાવે, push કરે અને આજ્ઞાચક્ર્ push થાય એટલે સહસ્રાર પર push થાય. યોગની દુનિયામાં આજ્ઞાચક્રની નીચે સંસાર છે; આજ્ઞાચક્રની ઉપર મોક્ષ છે. તો સદ્ગુરુ તમારા આજ્ઞાચક્રને દબાવે છે, તમારા બે આંખની વચ્ચે ત્રીજી આંખ, third eye, એ આજ્ઞાચક્ર છે. તમારા જન્માન્તરીય સાધનાના સંદર્ભમાં એ આજ્ઞાચક્ર ઊંચું નીચું થયેલું હોય છે, સદ્ગુરુ એ આજ્ઞાચક્રને વ્યવસ્થિત કરી આપે છે. અને તમારી સાધનાને એકદમ આગળ વધારે છે. પણ અહીંયા લખ્યું શું, ઉપાધ્યાય ભગવંતે? ‘જશ કહે સાહિબ મુગતિનું, કર્યું તિલક નિજ હાથે’ પ્રભુએ પોતે, પોતાના હાથે મારા કપાળમાં મુક્તિનું તિલક કર્યું. એટલે અહીંયા સદ્ગુરુ દ્વારા આજ્ઞાચક્રને દબાવવાની વાત છે. અને આજ્ઞાચક્રને દબાવ્યું, સહસ્રારમાં તમે ગયા, મોક્ષ તમારી નજીક આવી ગયો, એ વાત છે, પણ ત્યાં પરમ ચેતના અને સદ્ગુરુ ચેતનાને એકાકાર થયેલી ઘટના બતાવેલી છે.

તો આવી બહુ જ બહુ જ બહુ જ મજાની વાતો આપણી પરંપરામાં છે, રોજ આપણે એને ખોલીશું, પણ આપણો ultimate goal સ્વાનુભૂતિ છે, અને એ સ્વાનુભૂતિ માટે સાક્ષીભાવ અને સમર્પિતતાની સાધના પ્રભુએ પોતે પણ આપી છે. ઉત્તરાધ્યયન સુત્રના પ્રથમ અધ્યયનના પ્રથમ ગાથાસુત્રમાં એ આપણે જોઈ રહ્યા છીએ, એ આપણે આગળ જોઈશું. થોડીક આપણે પ્રેક્ટીકલ સાધના કરી લઈએ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *