વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject: અધ્યાત્મ યોગથી વૃતિ સંક્ષય યોગ
આધ્યાત્મિક વિકાસક્રમ માટેના પાંચ ચરણો: અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય. અધ્યાત્મમાં ચિંતન છે; thinking. ભાવનમાં re-thinking છે. અને ધ્યાનમાં અનુભૂતિ છે. બીજા શબ્દોમાં કહીએ, તો નિર્મળ મન, નિર્મળ હૃદય અને નિર્મળ અસ્તિત્વ.
જ્યાં સુધી મન નિયંત્રિત નથી, જેમ ફાવે તેમ ભાગ્યા કરે છે, ત્યાં સુધી આપણે એને નિર્મળ ક્યાંથી બનાવી શકીએ? દસ મિનિટ માત્ર relaxation માં બેસવાની સાધના ઘૂંટવાથી ધીરે ધીરે મન પર નિયંત્રણ આવે.
નિર્મળ મન માટેનો એક ઉપાય છે આંતર નિરીક્ષણ, દોષોનો ડંખ અને જાગૃતિ – આ ત્રિપદી. બીજો ઉપાય છે દોષોનું list બનાવીને એક પછી એક દોષ પર કામ કરવાનો. ત્રીજો અને easiest માર્ગ છે ભક્તનો: પ્રભુના પ્રેમથી તમારા હૃદયને ભરી દો; પછી એ હૃદયમાં દોષોને રહેવાની જગ્યા જ ક્યાંથી રહે!
મૌન ધ્યાન સાધના શિબિર ૧૭ – જીરાવલા વાચના – ૧
પરમતારક પરમકૃપાવતાર જીરાવલા પાર્શ્વનાથ પ્રભુના ચરણોમાં બેસીને થોડોક સ્વાધ્યાય કરવો છે. આધ્યાત્મિક વિકાસ ક્રમ માટેની બે પદ્ધતિઓ તમારા ખ્યાલમાં છે. એક પદ્ધતિ ચૌદ ગુણસ્થાનકની, બીજી પદ્ધતિ આઠ દ્રષ્ટિની, આજે આપણે અધ્યાત્મિક વિકાસની ત્રીજી મજાની પદ્ધતિનો સ્વાધ્યાય કરવા માટે જઈ રહ્યા છીએ.
પૂજ્યપાદ હરીભદ્રસૂરિ મ.સા. એ યોગબિંદુ ગ્રંથમાં આ પદ્ધતિ આપણને આપી છે. પાંચ ચરણોની એ પદ્ધતિ છે. અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંશય. અધ્યાત્મમાં ચિંતન છે. Thinking. ભાવન માં re- thinking છે. ધ્યાનમાં અનુભૂતિ છે. જે વિચાર શુભ વિચાર તમારા મનમાં ઘુમરાયો એને ભાવનમાં લઇ જઈને સીધો અનુભૂતિ ના સ્તર પર ઉતારવાનો. એટલે thinking, re-thinking and experience. એટલે પહેલા આપણે ત્રણ ચરણો જોઈશું. હું એની વ્યાખ્યા એ શબ્દોમાં કરીશ, કે નિર્મળ મન, નિર્મળ હૃદય અને નિર્મળ અસ્તિત્વ. પહેલું ચરણ નિર્મળ મન. બીજું ચરણ નિર્મળ હૃદય અને ત્રીજું ચરણ નિર્મળ અસ્તિત્વ.
આજના યુગના માણસને સતાવતો સૌથી મોટો પ્રશ્ન એ છે કે મનને નિયંત્રિત કેમ કરવું? મન જેમ ફાવે તેમ ભાગ્યા કરે છે. તમારી પાસે એનું નિયંત્રણ નથી. એ રાગ અને દ્વેષના વિકલ્પોમાં તમને લઇ જાય છે અને માત્ર અને માત્ર પીડાનો અનુભવ તમે કરો છો. તમારું શરીર તમને જેટલી પીડા નથી આપતું, એથી વધુ તમારું અત્યારનું મન તમને પીડા આપે છે. એક ઘટના ઘટી, આ કેમ ઘટી? અરે ઘટી તો ઘટી. એ ક્ષણે એ ઘટના ઘટવાની જ હતી. ક્રમબદ્ધ પર્યાય હતો. જે ઘટના ઘટી જ ગઈ છે, એના માટે સ્વીકાર સિવાય તમારી પાસે કોઈ માર્ગ છે? સ્વીકારી લો. તો મનમાં વિકલ્પો નહિ ઉભા થાય. ઘટનાનો સ્વીકાર = વિકલ્પોની શિથિલતા. Stress age માં આજનો માણસ જીવી રહ્યો છે. હું આજના યુગને prayers age કહું છું. Devotion age. Peace age. Stress age માંથી peace age માં જવું હોય તો બરોબર આ શબ્દોને આપણે અંદર ઉતરવા છે.
તો પહેલી વાત મનનું નિયંત્રણ કરવું પડશે. મન જેમ ફાવે તેમ ચાલ્યા કરે, તો વિકલ્પો જ સર્જાવવાના છે. તમારો અનુભવ છે. અને એ વિકલ્પો સિવાય પીડા તમને શું આપી શકે? તો મન પરના નિયંત્રણ માટે એક મજાની પદ્ધતિ આપુ, દસ મિનિટ આંખો બંધ કરીને શાંત ચિત્તે બેસો, એકદમ relax થઈને, કોઈ ચિંતા નથી. માત્ર relaxation. એ દસ મિનિટની સાધનામાં પહેલાં મનને સ્થિર કરવા માટે પાંચ-સાત નવકાર મંત્રનો જાપ કરવાનો. સહેજ ઉતાવળો, ભાષ્ય જાપ, loudly. એ પછી માત્ર શાંત ચિત્તે બેસી રહો, કશું જ કરવું નથી, કશું જ વિચારવું નથી. એ ક્ષણોમાં you have not to do anything absolutely. You have not to think absolutely. એ દસ મિનિટ તમને જો બરોબર મળી ગઈ, તો એ દિવસમાં ચાર થી પાંચ વાર એનો અભ્યાસ કરો. એક મહિનાની અંદર તમારા મન ઉપર તમારું નિયંત્રણ આવી જશે. શુભ વિચારો ચાલી રહ્યા છે, ચાલવા દો. જે ક્ષણે મન રાગ કે દ્વેષના વિચારોમાં ગયું એ ક્ષણે તમે switch off કરી શકો. આ અભ્યાસ તમને, મનને, વિચારોને switch off કરવાની સુવિધા આપે છે. અત્યાર સુધી તમારું મન રાત-દિવસ ચાલુ ને ચાલુ રહેતું હતું. રાત્રે સ્વપ્નની અંદર પણ વિચારો ચાલુ.
આજના યુગના યોગાચાર્ય ગુર્જિએફે એક મજાની સાધના આપી. એમણે કહ્યું, કે સુતાં પહેલાં દસ મિનિટ ચિંતન કરો, કે સ્વપ્ન ખોટું છે, સ્વપ્ન મિથ્યા છે. એ અભ્યાસ તમે ૩-૪ મહિના સુધી દોહરાવો, તો એવું થશે કે સ્વપ્ન ચાલુ થશે, અને આ બાજુ મન કહેશે કે સ્વપ્ન મિથ્યા છે. સ્વપ્ન શરૂ થયું ન થયું; વિખેરાઈ જશે. એ જ અનુભવ પછી જાગૃત અવસ્થામાં કરવો છે. જાગો છો, આ બધું મિથ્યા છે. અને એ તમે suggestion મનને સતત આપ્યા કરો તો મન કોઈ પણ વિભાવની અંદર જશે નહિ.
તો મનને આપણે નિયંત્રિત કરી શકીએ છીએ. તમે મનના માલિક છો. કે મન તમારું માલિક? મન તમારું માલિક કે તમે મનના માલિક? હું ઘણીવાર કહું છું, કે મન જેવું obedient servant કોઈ નથી. માત્ર એને એ કક્ષાએ લાવવા માટે તમારે મહેનત કરવી પડે.
એક ગુલામ, એક નોકર બીજા નોકરને કહેશે, તો નોકર નહિ માને, પણ બોસ જો નોકરને કહેશે તો? નોકર માનશે. એમ તમે મનના સ્તર ઉપરથી માત્ર મનને કહેશો, તો તમારું મન નહિ માને. થોડી ઉંચી કક્ષાએ જાવ, નિર્મળ મનની કક્ષાએ, પછી જુઓ તમે મનને જે આજ્ઞા કરો છો એ આજ્ઞાને મન સ્વીકારે છે. તો નિયંત્રિત મન અને પછી નિર્મળ મન. જ્યાં સુધી મન નિયંત્રિત ન થાય, ત્યાં સુધી આપણે એને નિર્મળ કેમ બનાવી શકીએ?! આપણા હાથમાં જ નથી તો. મન તમારા હાથમાં આવ્યું, હવે એ મનને નિર્મળ બનાવવું છે.
વિચારો રાગ અને દ્વેષના સતત વહ્યા કરતાં હોય છે. ખરેખર એક પણ ઘટનામાં તાકાત નથી કે એ તમને વિકલ્પોમાં લઇ જાય. પણ તમારું મન વિકલ્પોનું આદિ બનેલું છે માટે એ વિકલ્પોમાં જાય છે. ઘટના, ઘટના છે, તમે, તમે છો. કોરોનાના સમયમાં આપણે જે ત્રાસ વેઠ્યો એ આપણા ખ્યાલમાં છે, એ કોરોના કાળ પછી કેટલાક સાધકો હિમાલય ગયેલા. ક્યારેક સદ્ભાગ્યે કોઈ યોગી મળી જતા. યોગીને એ સાધક કહેતો, ‘બાબા! દેખો તો યે કોરોના આ ગયા, કિતના સબ ચોપટ હો ગયા’ ત્યારે એ યોગી કહે છે, ‘યે તો સબ હોતા હી રહતા હૈ’ યે તો સબ હોતા હી રહતા હૈ, પટલ સે દટલ. દટલ સે પટલ. તુમ્હે આશ્ચર્ય લગતા હૈ, એસા હો ગયા, એસા હો ગયા, યે તો ઘટનેવાલા હી થા. ઘટ ગયા. બાત પુરી હો ગઈ. મનસે નિકાલ દો બાત કો.
computer માં કે તમારા મોબાઈલમાં જે પણ વસ્તુ બિનજરૂરી હોય, એને તમે delete કરો ને? તમારા મનની અંદર જે સ્મરણો, જે વિચારો, નકામાં છે એને delete કરો છો ક્યારેય? તો એના માટે એક ત્રિપદી આપું, એકદમ practical. આંતર-નિરીક્ષણ, દોષોનો ડંખ અને જાગૃતિ.
પહેલું ચરણ આંતર-નિરીક્ષણ. રાત્રે પાંચ મિનિટ, દસ મિનિટ, પંદર મિનિટ તમારી જોડે બેસો. આખી દુનિયાની visit લેનારા તમે ટી.વી. ના પડદા ઉપર, તમારી જાત સાથે ક્યારેય appointment કરી છે? તમે તમને ક્યારે મળ્યા? બીજાને ઘણાને મળ્યા, તમે તમને મળ્યા? તો રોજ રાત્રે દસ મિનિટ, પંદર મિનિટ આ introspection માટે રાખો. એમાં એ જોવાનું, કે દિવસ દરમિયાન આજે કઈ કઈ ભૂલો થઇ? તરત પકડાય કે એક વ્યક્તિ સાથે બહુ જ આવેશથી વાત કરી, ખરેખર એ જરૂરી નહોતું. એ જ વાત એને પ્રેમથી કહી હોત, તો ખરેખર કંઈક એ આગળ વધત. અને મને પણ result મળત. તો આંતર-નિરીક્ષણ દ્વારા તમને તમારી ભૂલ પકડાય. એ પછી તમે નક્કી કરો કે હવે ક્યારે પણ બોલવું હોય ત્યારે વિચારપૂર્વક બોલવું. એમનેમ આડેધડ ઠોકમઠોક નહિ કરવું. તો આંતર-નિરીક્ષણ દ્વારા દોષ પકડાયો. એ દોષ ડંખ્યો.
અને ત્રીજા ચરણની અંદર જાગૃતિ. ફરી એવું નિમિત્ત મળે છે, ત્યારે જાગૃતિ તમારા મનમાં ઉભી થાય છે કે ના, આ રીતે વાત કરવાની નથી. તમારા મનને તમારે treat કરવું જોઈએ. આજે તો મનમાં negativity એટલી બધી ચાલી છે, કે motivational speakers નો રાફડો ફાટ્યો છે, એકેક motivational speaker એક-એક લાખ, પાંચ-પાંચ લાખ, દસ-દસ લાખની ફી લઈને દોઢ કલાકનો લેકચર આપે છે. પણ આ motivational speakers આટલા વધ્યા કેમ? કારણ એક જ, સોસાયટીમાં negativity બહુ જ વધી ગઈ. Negativity કેમ વધી? જોઈશું. Negativity વધી કેમ? પેલાની પાસે આ છે, મારી પાસે નથી. તમારે શું જોઈએ છે, એ તમે નક્કી નથી કરતાં, પણ મારા ઘરમાં બીજી વ્યક્તિ આવે, ત્યારે એના મન ઉપર છાપ પડવી જોઈએ, કે આ અત્યંત શ્રીમંત માણસ છે. તમારું મકાન પણ તમારા માટે કે સોસાયટી માટે? સાચું બોલજો. 2BHK નો કે 3BHK નો તમારે ચાલે એમ હોય, 5BHK નો 6BHK કોના માટે? અને એવા જે શ્રીમંત લોકો હોય ને એ ઘરમાં બે જણા રહેતા હોય પાછા, એમના દીકરા ભારતમાં ભણી શકે ખરા? એ પરદેશમાં જ ભણે. વિદેશમાં ભણે, વિદેશમાં સ્થાયી થઇ જાય. બે જ જણા રહેતા હોય, 6BHK નો ફ્લેટ, કોના માટે? કોના માટે? સોસાયટી માટે, એટલે સોસાયટીને રહેવા માટે? કે સોસાયટીને દેખાડવા માટે? દેખાડવા માટે. અને આગળ પુછુ? કે દેખાડવા માટે કે દઝાડવા માટે? જો મારી પાસે આ છે? તારી પાસે છે? એટલે તમારે ત્યાં આગ લાગી હતી, તમે ભડકો બીજે મોકલ્યો પાછો. નક્કી કરો, તમારે કેટલું જોઈએ? એ પ્રમાણે જીવન શૈલી તમે બનાવી લો. પછી તમે જુઓ. કેટલા આનંદમાં તમે છો. Negativity તમને સ્પર્શ કરી ન શકે. તો નિર્મળ મન બનાવવા માટે પહેલી ત્રિપદી આ.
બીજું એક positive approach છે, બહુ મજાનો છે, કે તમારી અંદર જેટલા દોષો તમને દેખાય, એનું એક list બનાવો. પાંચ દોષ, સાત દોષ, દસ દોષ જેટલા દોષ તમારી ભીતર તમને દેખાય એની નોંધ કરો. એ નોંધ કર્યા પછી એ નોંધમાંથી જોવો, કે આમાંથી જલ્દીમાં જલ્દી જાય એવો દોષ કયો? કોઈની નિંદા કરું છું, તો ચાલો નિંદા નહિ કરવાની. હજુ ક્રોધ ન કરવો અઘરો છે, પણ નિંદા ન કરવી એટલી અઘરી નથી. તો એને પહેલા નંબર ઉપર મુકો. કે નિંદા ન કરવી. અને એ રીતે દસ દોષોનું list બનાવો. પહેલો દોષ સરળતાથી ગયો, તો self confidence વધી જશે. બીજો દોષ ગયો self confidence અત્યંત વધી જશે. અને એ રીતે તમે તમારા બધા જ દોષોને દૂર કરી શકશો. અને તમારા મનને તમે નિર્મળ બનાવી શકશો. પહેલું ચરણ નિર્મળ મન, તો એ નિર્મળ મનને નિર્મળતાથી ભરપૂર બનાવી દેવા માટે બે રસ્તા જોયા.
ત્રીજો માર્ગ છે ભક્તનો. બહુ જ સરળ easiest. ભક્ત કહેશે કે પ્રભુના પ્રેમથી હું મારા હૃદયને ભરી નાંખીશ. પછી બીજા કોઈ માટે જગ્યા જ નહિ રહે તો? એક વિચાર હમણાં હું સતત ઘૂંટી રહ્યો છું પ્રવચનોમાં કે પ્રભુનો પ્રેમ સતત આપણા પર વરસી રહ્યો છે. એક ક્ષણ એવી નથી, એક ક્ષણાર્ધ એવું નથી કે પ્રભુનો પ્રેમ આપણા ઉપર ન વરસતો હોય. એ પ્રેમથી હૃદયને ભરી દો. મેં હમણાં એક પ્રવચનમાં કહેલું, કે મારું અવતાર કૃત્ય પૂરું થયું છે. આ જન્મમાં જેટલું મેળવવાનું હતું એટલું પ્રભુએ મને આપી દીધું છે. હવે પ્રભુએ જ મને કહ્યું છે કે તું રહે, મારા પ્રેમને તું ઝીલી શકે છે, મારા પ્રેમથી તારું હૃદય છલોછલ છે. તો એ પ્રેમ તું દુનિયાને વહેંચ. હવે મારું કૃત્ય એક જ રહ્યું છે. શબ્દો પણ એટલા માટે કે એમાં પ્રેમ ભરીને આપી શકું. ખાલી શબ્દો મારે આપવા નથી. પ્રભુના પ્રેમથી સભર શબ્દો.
તો પ્રભુનો પ્રેમ સતત સતત વરસી રહ્યો છે. અગણિત જન્મોની અંદર કે પ્રેમ તો વહ્યા જ કરતો હતો. પણ હું પણ એને ઝીલી શક્યો નહોતો. કારણ મારી પાસે એને ઝીલવાની સજ્જતા નહોતી. આ જીવનમાં પ્રભુએ એ સજ્જતા આપી, પ્રભુએ પ્રેમ વરસાવ્યો, પ્રભુએ પ્રેમ ઝીલાવ્યો. બધું જ પ્રભુએ કર્યું. આપણે કશું કરવાનું રહેતું જ નથી. We have not to do anything absolutely. He has to do. એણે જ બધું કરવાનું છે. આ વાત આજે પૂરા વિશ્વની અંદર ગુંજી રહી છે. પ્રભુ જ બધું કરે છે.
Eileen Caddy નામની જર્મન લેખિકાએ એક પુસ્તક લખ્યું છે, Opening Doors Within. પુસ્તક બહુ જ મજાનું છે. પ્રાર્થનાનું પુસ્તક છે. પણ એની પહેલાંની preface એથી પણ મજાની છે. Preface માં Eileen Caddy લખે છે, કે એ પોતે ઇઝરાયલના પ્રવાસે ગયેલા, લેખિકા હતા, એક દેશનો પ્રવાસ કરે અને એક પુસ્તક લખાઈ જાય. ઇઝરાયલમાં કિબુત્સો નામની વસાહતો છે. જે વસાહતોમાં electricity હોતી નથી. કોઈ યંત્રો નહિ. એ લોકો એકદમ પ્રાકૃતિક રીતે જીવન જીવે છે. લેખિકા ત્યાંના પવાસે ગયા, આખો દિવસ મજાથી ગયો. માત્ર ઝુંપડાઓ. ખેતીવાડી કરે, કોઈ યંત્રોની જરૂરિયાત નહિ, no electricity. રાત્રે ૮ વાગ્યા હશે અને Eileen Caddy સુવાની તૈયારી કરે છે, ત્યાં એમના મનની અંદર કંઈક ખુલવા માંડ્યું. પરાવાણી આને કહે છે.-ઈશ્વરીય સંદેશ. તો પરાવાણી ઉતરવા માંડી. પહેલી વાર તો એ સ્તબ્ધ થઇ ગયા, કે આ શું ઉતરી રહ્યું છે?! કારણ કે માત્ર બહિર્મુખ લેખિકા હતા. અંતર્મુખતા તો હતી જ નહિ. પણ એટલા સરસ વિચારો ઉપરથી આવી રહ્યા હતા કે એને નોંધ્યા વગર ચાલે એવું હતું નહિ. અને ત્યાં રાતના ૮ વાગ્યા સુધી પેલા તેલના ટમટમીયા હતા, ૮ વાગે એ પણ બુઝાઈ ગયા. અંધારું. અંધારામાં એ વિચારોને લખવા ક્યાં? લાગ્યું કે સવારે જો લખવા જઈશ તો ઘણા બધા વિચારો અદ્રશ્ય થયેલા હશે. અત્યારે જ લખી લેવું જોઈએ. એક કિલોમીટર દૂર એક પબ્લિક ટોઇલેટ હતું, હાઇવે ઉપર એની બહાર લાઈટ હતી, એટલે દૂર જઈ ઉભા ઉભા એ પ્રકાશની અંદર એમને લખ્યું, પછી લખે છે કે મેં આ રીતે રાત્રે ઉભા ઉભા લખ્યું પછી કહે છે કે નહિ, નહિ મેં નથી લખ્યું, એને લખાવરાવ્યું છે.
તો પ્રભુ પ્રેમ વરસાવે, પ્રભુ પ્રેમ ઝીલાવે, સદ્ગુરુને પ્રભુ એટલા માટે મોકલે છે, કે જાવ મારા પ્રેમથી આ લોકોના હૃદયને સભર બનાવી દો. એટલે અમારા લોકોનું કામ એક જ છે હવે, તમારા હૃદયને પ્રભુના પ્રેમથી સભર બનાવી દેવું. એવો એક દિવ્ય આનંદ, એ ક્ષણોમાં આવે છે, કે you can experience it, you can’t say it. તમે એને શબ્દોમાં વર્ણવી શકતા નથી. એટલો અદ્ભુત એ આનંદ હોય છે. તો પ્રભુનો પ્રેમ વરસે, ઝીલાય… એનાથી હૃદય ભરાઈ જાય, પછી મન નિર્મળ. Short cut કે shortest cut? Shortest cut. No vacancy for others. અત્યાર સુધી રાગ-દ્વેષના કચરાથી હૃદયને ભરેલું અને પ્રભુના પ્રેમ માટે બોર્ડ લગાડેલું, no vacancy for you. હવે પ્રભુના પ્રેમથી હૃદયને ભરી દઈએ, અને બોર્ડ લગાડી દઈએ, no vacancy for others.
આ પ્રેમ. કઈ રીતે થાય? એની સુક્ષ્મ વાતો મહોપાધ્યાય યશોવિજય મહારાજે એક સ્તવનામાં કહી. પ્રારંભ જ બહુ મજાનો છે. ‘મેરે પ્રભુશું પ્રગટ્યો પૂરન રાગ’ મને પ્રભુથી પૂર્ણ રાગ પેદા થયો છે. પૂર્ણ રાગ એટલે શું? હું પ્રભુને પણ ચાહું છું, સંસારને પણ ચાહું છું એ અપૂર્ણ પ્રેમ. મારી ચાહત, મારો પ્રેમ, માત્ર અને માત્ર પ્રભુ તરફ જ કેન્દ્રિત થયેલો છે. એ ઘટના પૂર્ણ પ્રેમની ઘટના છે. ‘મેરે પ્રભુશું પ્રગટ્યો પૂરન રાગ’ પૂરું હૃદય એના પ્રેમથી ભરાઈ ગયું. સવાલ એ થાય છે કે પ્રભુ તરફ તમને આટલો પ્રેમ ઉપજે છે એનું કારણ શું?
આપણે એકદમ તમે છો ત્યાંથી શરૂઆત કરીએ. પ્રભુ સાથે પ્રેમ કરવો છે, પૂર્ણ પ્રેમ કરવો છે, પણ હજુ સુધી થયો નથી. કેવી રીતે થાય? માર્ગ બતાવ્યો: ‘જિનગુણ ચંદ્ર કિરણ શું ઉમટ્યો, સહજ સમુદ્ર અથાગ’ પૌરાણિક સંદર્ભ એવો છે, કે ચંદ્ર સમુદ્રનો દીકરો છે, અને એટલે ચંદ્રની કળા જેમ વિકસતી જાય, એમ દરિયામાં ભરતી વધારે આવે, દીકરાનો ઉત્કર્ષ જોવે એટલે પિતાને આનંદ થાય છે. અને પૂનમના દિવસે દરિયો છાકમછોળ. તો ચંદ્ર દીકરો છે. સમુદ્ર પિતા છે. તો મારા મનનો જે સમુદ્ર છે એ સમુદ્ર તારા પ્રેમ તરફ કેન્દ્રિત થયો. તારા પ્રેમ તરફ ઉછળ્યો, પણ એનું કારણ તું છે. ‘જિનગુણ ચંદ્ર કિરણ શું ઉમટ્યો, સહજ સમુદ્ર અથાગ’ મનને સહજ સમુદ્ર કહ્યો, સહજ – આપણે મનને અસહજ બનાવી નાંખ્યું. મન સહજ છે. નિર્મળ મન હોય તો એ મજાની વસ્તુ છે. શુભ વિચારો આવે, એ વિચારો ભાવનમાં પલટાય, અને એ ભાવન અનુભૂતિમાં પલટાય. તો સહજ મન. આમ આપણું મન ચંચળ છે. એકેક મિનિટે ક્યાંનું ક્યાં જાય. સહજ મન બનશે ને ત્યારે સ્થિર મન બનશે.
એક સમ્રાટ હતો, એક સદ્ગુરુ પર એ સમ્રાટને બહુ જ પ્રેમ. કોઈ પણ સાધનાની બાબત હોય, એ સદ્ગુરુને પૂછ્યા વગર કરે નહિ. એક વાર રાજા ફરવા માટે નીકળેલા. અને ત્યાં સંતની ઝુંપડી આવી. એ સંત આશ્રમમાં રહેતા નહોતા. એક માત્ર નાનકડી ઝુંપડી, બેસવા માટે નાનકડી ખાટલી. બીજું કોઈ જ રાચરચીલું મળે નહિ. તો ઝુંપડી પાસેથી પસાર થતાં હતાં સમ્રાટ. તો થયું સદ્ગુરુને વંદન કરીને જાઉં. ઝુંપડી પાસે ગયા. શિષ્ય અંદર હતો. એને કહ્યું, ગુરુદેવ તો બહાર ગયા છે. કેટલી વારમાં આવશે? તો કહે પા કલાકમાં આવશે. આપ અહીં બેસો. હવે એક નાનકડી ખાટલી હતી. બીજું તો કંઈ હતું નહિ. સમ્રાટને કહ્યું, બેસો. સમ્રાટ કહે, મારે આજે morning walk બાકી છે. તો જરા ફરી લઉં અહીંયા. બેઠા નહિ. પા કલાક ટહેલ્યા. ગુરુ આવ્યા, વંદના કરી, ગયા. શિષ્યે ગુરુને પૂછ્યું, કે મેં સમ્રાટને આ ખાટલી બતાવી, બેસવાનું કહ્યું પણ એ બેઠા નહિ. ગુરુ કહે શી રીતે બેસે? એ સમ્રાટ હતો. એ સિંહાસન પર બેસે. એ આ ખાટલી ઉપર બેસે? એટલે આમથી આમ ફર્યા કર્યું. એમ તમારા મનને તમે પરમાત્માનું સિંહાસન ન આપો ત્યાં સુધી એ ફર્યા કરવાનું છે.
સહજ સમુદ્ર. મનને સહજ સમુદ્ર બનાવવો છે. સહજતા. આખરે સાધના શું છે? તમે સહજ બની જાવ. અત્યારે માત્ર અસહજતાથી તમે જીવોછો. પતિ અને પત્ની વચ્ચે fighting ચાલતી હોય, કોલબેલ વાગે, કોઈ વિશિષ્ટ અતિથિ આવી રહ્યા છે, દરવાજો ખોલ્યો, શાંત બેય જણ. અંદરથી હોય કે ક્યારે પેલો જાય ને ક્યારે પાછો હું… તમે મહોરું પહેરીને જીવો છો. સહજ રીતે જીવતાં નથી. તો મનને સહજ સમુદ્રની ઉપમા આપી. નિર્મળ મન એટલે સહજ મન. ક્યાંય અસહજતા નથી. ક્યાંય કૃત્રિમતા નથી. ક્યાંય કોઈને દેખાડવાની વાત નથી. જેવા છો તેવા દેખાવ. આ મોટામાં મોટી સાધના છે હો. તમે જેવા છો તેવા દેખાવ. એ મોટામાં મોટી સાધના.
કબીરજી જેવા સંતો શું કહે? ‘मो सैम कौन कुटिल खल कामी, जिन तनु दियो सोही बिसरायो, एसो निमक हरामी’ એ સંતો તો પવિત્ર હતા. આપણને બતાવે છે કે પ્રભુ પાસે જાવ ત્યારે જેવા છો તેવા દેખાવો. નકલ કે દંભ કરતાં નહિ. ‘मो सैम कौन कुटिल खल कामी – મારા જેવો વાંકો, લુચ્ચો અને સેક્સી માણસ કોણ હશે? અને એથી પણ મોટો અપરાધ કયો? હું વાંકો છું, દુષ્ટ છું, સેક્સી છું, એના કરતાં પણ મોટો અપરાધ કયો? जिन तनु दियो सोही बिसरायो, एसो निमक हरामी – જેણે મને આ સંસારમાં મોકલ્યો એ પ્રભુને હું ભુલી ગયો! મારા જેવો નિમક હરામી કોણ? આ સહજ મન છે. તો સહજના કિનારે યાત્રા કરવી છે.
તો ‘જિનગુણ ચંદ્ર કિરણ શું ઉમટ્યો, સહજ સમુદ્ર અથાગ’ મનની અંદર સહજતા આવી. મનમાં નિર્મળતા આવી, એ પણ આપણા કારણે નહીં, નહિતર આપણે એનો પણ અહંકાર કરી બેસીએ, હું કેવો નિર્મળ છું! પ્રભુએ મને નિર્મળતા આપી છે. મારામાં નિર્મળતા હતી જ નહિ. જે પણ નિર્મળતા આવી છે, ‘એનાથી’ આવી છે. ‘એનો’ પ્રેમ વરસ્યો, સદ્ગુરુએ ‘એનો’ પ્રેમ ઝીલાવ્યો, એના કારણે મારું મન નિર્મળ બન્યું. એટલે મારું મન નિર્મળ બન્યું, એમાં મારું ઉત્તરદાયિત્વ ૧% પણ નથી. ૧૦૦ એ ૧૦૦% પ્રભુનું ઉત્તરદાયિત્વ છે. તો જિન તનું દિયો સોહી બિસરાયો, એસો નિમક હરાયો – મારા જેવો નિમક હરામી કોણ હોય?! તો ભગવાનના ગુણો જે છે એને ચંદ્ર કહ્યા. હવે ચંદ્ર જેમ ખીલે, તેમ સમુદ્ર ખીલે. એટલે સમુદ્ર પોતાની મેળે ઉછળે છે એવું નથી. ચંદ્રના કારણે ઉછળે છે. તો પ્રભુના ગુણોનું ચિંતન જેમ-જેમ કરીએ છીએ તેમ મનમાં આનંદ આવે છે, મનમાં નિર્મળતા આવે છે, મનમાં સહજતા આવે છે. એટલે નિર્મળતાને આપનાર કોણ? પ્રભુ.
તો પહેલું ચરણ આપણું છે, નિર્મળ મન. અને એના માટેનો shortest cut આ છે, કે પ્રભુના પ્રેમથી હૃદય ભરાઈ જાય. હૃદય નિર્મળ થઇ જશે. આપણી આ advanced શિબિર છે. સાધનાને ઉચકવી છે. આજે પહેલો દિવસ છે. ચાર ચરણોની સાધના કરાવું છું. પણ આવતી કાલથી માત્ર એક ચરણની સાધના રહેશે. સીધા જ તમે અંદર ઉતરી જશો. તમે તૈયાર હોવ ને તો અમારો શક્તિપાત.
હું ઘણીવાર કહું છું, તમને તૈયાર કરતાં જન્મોના જન્મો લાગ્યા. બાકી શક્તિપાત કરતાં એક ક્ષણ લાગવાની. એક સેકંડ. તો આ શિબિરમાં પ્રશ્નોનો કોઈ અવકાશ નથી. કોઈ પણ પ્રશ્નની ચિટ્ઠી મોકલવાની નથી. કારણ તમારે જેમ બને તેમ વિકલ્પોથી દૂર રહેવું. આ પ્રવચનની notes પણ ન કરો તો વધારે સારું. માત્ર પ્રવચનને પી લીધું, વાત પૂરી થઇ ગઈ. પ્રવચન તો એટલા માટે કે તમને કંઈક લાગે કે મને મળ્યું. બાકી અમારે આ શબ્દો આપવા નથી. અમારે સાધના આપવી છે. એટલે સતત સાધના, સતત સાધના, સતત સાધના. તો આજનો આખો દિવસ તમે ચાર ચરણોની સાધના કરશો. અત્યારે કરાવું છું. આવતી કાલથી એક ચરણની સાધના થશે, અને એને તમે સતત ઘુંટ્યા કરશો. મોબાઈલ નથી, સંપૂર્ણ મૌન છે શબ્દોનું, પણ વિચારોનું પણ મૌન કરવું છે. શબ્દોનું મૌન એ તો માત્ર પગથિયા છે. વિચારોનું મૌન એ આપણા માટે સાધ્ય છે. એટલે પ્રવચન સાંભળી લીધું, કોઈ points નોંધવા નથી. કોઈ points પર વિચાર કરવો નથી. એક પણ વિચાર નહિ, આનો પણ વિચાર નહિ. કોઈ વિચાર કરવો જ નથી, માત્ર ધ્યાન.
હું ઘણીવાર ધ્યાન કરતો હોઉં ને મને ઘણા પૂછે, કે તમે ધ્યાનમાં શું વિચારો? મેં કહ્યું ભાઈ ધ્યાનમાં વિચારો હોય જ નહિ. વિચારો છૂટે પછી ધ્યાન થાય. એટલે તમારે આખા દિવસની અંદર ક્યાંય વિકલ્પ થાય એવી ચેષ્ટા કરવાની નહિ. શબ્દોનું મૌન જેટલી કડકાઈથી તમે પાળો છો, એ જ રીતે વિચારોના મૌન માટે practice પાડો. Advanced શિબિર ખરેખર advanced શિબિર ક્યારે થઇ શકશે? વિચારોનું મૌન હશે તો. હવે વિચારો બે રોકટોક આવ્યા જ કરતા હશે તો આપણે મનને નિર્મળ કેમ બનાવીશું? સહજ કેમ બનાવશું? એટલે એક પણ વિચાર મનમાં ન આવે એની સાવધાની રાખવી છે. આજુબાજુ કશું જોવું નથી. અહીંથી ચાલો ત્યારે ઈરિયાસમિતિ પૂર્વક ચાલવાનું. તમારે રૂમમાં જઈને સાધના શરૂ કરી દેવાની. જમવા જાવ ત્યારે જમી લીધું. ફરી સાધના. તો જેટલી સાધના વધુ ઘૂંટાશે, એટલો લાભ તમને થશે. તો અત્યારે ચાર ચરણોવાળી સાધના શરૂ કરીએ.