Prabhu Virah Taro Hu Nahi Re Sahish

15 Views 3 Min Read

પ્રભુ આપની ભક્તિ કરતાં કરતાં સહજ અમારામાં નિર્મલતા પ્રગટે છે …
પ્રભુ તમારામાં એવું કયું તત્વ છે મને એની ખબર નથી પડતી પણ તારી ભક્તિ કરતાં કરતાં હું તારા સમ બની જઈશ મને એવી ખાતરી તો થાય જ છે …
તારી ભક્તિ જ એક અમારા પ્રાણ છે…
આનંદઘનજી ભગવંત; ઉપાધ્યાય યશોવિજયજી ભગવંત;
દેવચંદ્રજી ભગવંત આટલા મોટા સદગુરૂઓ પણ પ્રભુ આપની ભક્તિ ને શ્રેષ્ઠ તરવા માટે નું સાધન જણાવ્યું છે..
બસ પ્રભુ આ ભક્તિ ગીતનાં નાના ઉદ્ગારો આપની સમક્ષ રજુ કરું છું…
આ નાનું ગીત પણ બધા ભક્તો ના હૃદય માં એવા ભાવો લાવે કે બસ જલ્દીથી જલ્દી તારી દૂરી દૂર થઈ જાય ને
બસ આપની સાથે નું મિલન ની જે રાહ છે તે દૂર થાય..
બસ તારી સાથેના મિલનનો ઉત્સવ અમારા જીવનમાં પ્રગટે બસ એની માટે જ આ ગીત અર્પણ કરું છું ..
આપ અમારા ભાવોમાં; શુદ્ધિમાં વૃદ્ધિ લાવજો..
બસ પ્રભુ આપ અમને ઉગારજો..
પ્રભુ આપ અમને સંભાળજો..

Singer : Kushal Chokshi
Lyrics : Jayshreeben Kothari
Cinematography : छबिकृति Photo & Film

• Lyrics •
પ્રભુ! વિરહ તારો હું નહીં રે સહીશ..

તું જ મારા પ્રેમનું ને પ્રીતનું સરનામું,
તું જ મારો સ્નેહ છે વિતરાગ,
તું જ મારો છે અનાદિ કાળનો ભવભેરું,
સાથ છોડી તે લીધું શિવરાજ…

રાતદિવસ સાહિબા! બસ તને ઝંખ્યા કરું ,
ભક્તિ કેરી કુંજગલીઓ, માં, તને ગોત્યા કરૂં,
હવે વિરહ તારો હું નહી રે સહીશ ,
મારા હૃદયમાં ધ્યાન તારું ધરીશ….

હારતો હું હોઉં જ્યારે, દાવ સંભાળી લેતો,
હો હજારો છેદ તો યે, નાવ ઉગારી લેતો …
હવે વિરહ તારો હું નહીં રે સહીશ…
તુજ ચરણે રહેવા શ્રમણ હું રે બનીશ…
તારું મુખ દેખું, તો નયનને, પરમ હર્ષ થતો,
તું મલકાય તો, આનંદ મારો, નિરવધિ બની જતો,
તું જો રાજી થઈશ, તો મારો, આતમા રાજી થશે ,
તું જો તાળી દઈશ તો મારું ગીત આ ગાજી જશે …
હવે તારી – મારી દૂરી દૂર કરીશ,
હું ભક્તિયોગે તારા જેવો થઈશ.
હવે વિરહ તારો હું નહીં રે સહીશ,
અધ્યાત્મયોગે રાજ તારું લઈશ …

રાતદિવસ સાહિબા!બસ તને ઝંખ્યા કરું ,
ભક્તિ કેરી કુંજગલીઓ, માં, તને ગોત્યા કરૂં,
હવે વિરહ તારો હું નહિ રે સહીશ,
મારા હૃદયમાં ધ્યાન તારું ધરીશ….

#jainism #dikshanewsong #jaindiksha #dikshasong #jainism #jainnsong #jainstavan #saiyamsong #saiyamnewsong #saiyamkyaremalse #saiyam #diksha #jaindikshanewsong #mahaveerprabhu #jinshasan #vairagyaa #neminath #aadinath #Prabhu #Prabhuvirah #Parmatmathi
Rangase Maro Aatma

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *