વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : અસહાય દશા
બુદ્ધિ સામે શ્રદ્ધા. જ્યાં બુદ્ધિ, ત્યાં પ્રયાસ. જ્યાં શ્રદ્ધા, ત્યાં પ્રસાદ. જ્યાં શ્રદ્ધા આવી, તમારે કશું જ કરવાનું રહેતું નથી. પરમચેતના તમારા માટે જે પણ જરૂરી હશે, તે આપી દેશે.
અહંકાર સામે અસહાય દશા. હું ન હોઉં, તો કંઇ થાય જ નહિ એ અહંકાર. અને પ્રભુ! હું કશું જ કરી શકું એમ નથી. तिनका बयारि के बस – એ અસહાય દશા.
यमेवैष वृणुते तेन लभ्य: જેને પરમાત્મા પસંદ કરે છે, એના દ્વારા જ પરમાત્માને જોઈ શકાય છે. પ્રભુ તમને પસંદ કરે એ પછી સદગુરુ તમને પ્રભુના માર્ગ પર લઇને આવે છે. જે મોક્ષ શબ્દ પાછળ તમે અગણિત જન્મોથી ફરી રહ્યા છો, એ મોક્ષ તમને સદગુરુ આપી દે!
Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)
નમસ્કાર ભાવ ની સાધના વાચના – ૪
નમસ્કાર ભાવને ઘૂંટવો છે અને અસ્તિત્વના સ્તર પર એને ઉતારવો છે. પૂજ્યપાદ પદ્મવિજય મહારાજ સાહેબે નમસ્કાર ભાવને ઘૂંટવા માટે બે ચરણો આપણને આપ્યા: શ્રદ્ધા અને ભક્તની અસહાયદશા. બુદ્ધિ રહીત શક્તિ વિકલ. બુદ્ધિ છે ત્યાં પ્રયાસ છે, શ્રદ્ધા છે ત્યાં પ્રસાદ છે. જ્યાં શ્રદ્ધા આવી you have not to do anything absolutely, તમારે કશું જ કરવું નથી. પરમચેતના તમારા માટે જે પણ જરૂરી હશે તે આપી દેશે. હું કોઈપણ યોગાચાર્ય પાસે ગયો નથી, પ્રભુ જ મારા યોગાચાર્ય બન્યા.
એકવાર વિચાર આવ્યો કે મારે યોગની દુનિયામાં જવું છે પણ કોઈ યોગાચાર્ય મારી નજીકમાં નથી, દાદા ગુરુદેવની સેવા છોડવી ન હતી. દાદા ગુરુદેવની ઉંમર સો ની લગભગ, એટલે વિહાર થઈ શકે નહીં. સહેજ વિમાસણ થઈ કે યોગની દુનિયામાં મારે શી રીતે જવું?
બપોરે સૂતેલો અને મને કહેવામાં આવ્યું ઉંઘમાં, સપનામાં કે તારે ક્યાં બીજે જવાની જરૂરિયાત છે? હું ક્ષણે-ક્ષણે તારી કાળજી રાખું છું, પછી તારે બીજે જવાની જરૂરિયાત ક્યાં છે? ઉઠ્યો. ખ્યાલ આવી ગયો કે પરમચેતના મારી બિલકુલ care કરવા માટે તૈયાર છે, પણ એ વખતે હું રેશનાલિસ્ટ હતો(બુદ્ધિવાદી). એ પછી પ્રભુની કૃપા ઉતરી. અત્યારે હું ટ્રેડીશનાલિસ્ટ છું, ઈમોશનાલિસ્ટ છું. પણ એ વખતે માત્ર રેશનાલિસ્ટ હતો, તો મને થયું કે આ auto suggestion કેમ ન હોઈ શકે? બુદ્ધિ છે ને. બુદ્ધિ પ્રયાસમાં જ જશે. એક શ્રદ્ધા હશે તો જ પ્રસાદ મળશે. બુદ્ધિ હતી મારી પાસે તો મેં વિચાર્યું કે આ મારું auto suggestion હશે. આત્મસૂચન. પણ એ જ દિવસે એક ભાઈ આવ્યા, એમણે મારા હાથમાં એક પુસ્તક મૂક્યું, મને કહે આ વાંચ્યું છે? મેં કહ્યું ના. હું પુસ્તકોની દુનિયાનો king. ગ્રંથ king. મારા રસના પુસ્તકો લગભગ બાકી ન હોય અને આ પુસ્તક બાકી હતું. મજાની વાત તો એ થઈ કે હું જ્યાં અટક્યો હતો ત્યાંથી જ એ પુસ્તકમાં લેખકે જરદી શરૂ કરેલી. જલસો પડી ગયો. એ પુસ્તક પૂરું થયું. થોડી યોગસાધના ઉચકાઈ. ત્યાં એક ભાઈ મળવા માટે આવ્યા. એ કહે તમને યોગમાં રસ છે માટે હું આવ્યો છું. મેં પૂછ્યું તમે ક્યાં સુધી પહોંચ્યા? તો એમણે એ વાત કરી જ્યાં હું અટક્યો હતો ત્યાંથી ઘણા આગળ એ પહોંચેલા, તો step by step કઈ રીતે આગળ જવાય એની વાત એમણે કરી. મને steps મળી ગયા, ત્યારે મને થયું કે મારી પાસે શ્રદ્ધા ન’તી, અને છતાં પ્રભુ પ્રસાદ વરસાવે છે. આને જ વીતરાગ સ્તોત્રમાં કાલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ‘અહેતુ કી કૃપા પરમાકાર વાત્સલ્યં’ તો જ્યાં સુધી બુદ્ધિ હશે, પ્રયાસો રહેવાના, શ્રદ્ધા આવશે તમારે કાંઈ કરવાનું રહેશે નહીં. પરમચેતના બધું કરી આપશે. તમે કરશો એ કેવું હશે? અને પરમચેતના કરશે એ કેવું હશે?
મારા મિત્ર રત્નસુંદરસૂરી મહારાજ સાહેબ મુનિપણામાં હતા ત્યારે કલાપૂર્ણસુરી દાદાને મળેલા. દાદાને એમણે પૂછેલું કે ‘દાદા તમે માત્ર પ્રસાદની પ્રભુની કૃપાની વાત કરો છો, મારા જીવનના પ્રભુએ કઈ કૃપા કરી બતાવો. કલાપૂર્ણસુરી દાદાના ચહેરા ઉપર એ વખતે એમનું લાક્ષણિક સ્મિત હતું. દાદાને જેમણે પણ જોયા છે એમને ખ્યાલ છે કે દાદા સતત સ્મિત વેરતા રહેતા. કારણ બિલકુલ નિર્ભાર હતા. એ કહેતા મારે કાંઈ કરવાનું છે જ નહીં બધું પરમચેતના કરે છે. તો દાદાના ચહેરા ઉપર સ્મિત હતું. દાદાએ રત્નસુંદરસુરી મહારાજને પૂછ્યું કે ‘તમારી દીક્ષા શી રીતે થઈ? તો એમણે કહ્યું કે ‘આબુની શિબિરમાં ગયેલો ગુરુદેવ ભુવનભાનુસુરી મહારાજ સાહેબની મારા ઉપર નજર પડી એમણે મને ખેંચ્યો અને હું અહીંયા આવી ગયો’ દાદાએ આગળ પૂછ્યું એ શિબિરમાં તમે એકલા જ હતા કે બીજા યુવાનો હતા? તો સાહેબે કહ્યું કે બસો યુવાનો હતા. દાદા કહે છે બસો યુવાનોમાંથી ભુવનભાનુસુરી મહારાજ સાહેબ તમને જ પસંદ કરે એ પ્રસાદ છે.
હું વારંવાર કહું છું કે પ્રભુ જ્યાં સુધી તમને select ન કરે ત્યાં સુધી અમે તમને રજોહરણ આપી શકતા નથી. અમારા હાથ બંધાયેલા છે. પ્રભુ તમને select કરે અને પરમચેતના તરફથી ગુરુચેતનાને સંદેશ મળે કે he is selected by me, she is selected by me. પછી જ ગુરુચેતના એના ઉપર કામ શરૂ કરે છે. પહેલા પ્રભુ તમને પસંદ કરે, અને એ પછી સદ્દગુરુ તમને પ્રભુના માર્ગ ઉપર લઈને આવે. કેવી પ્રભુની કૃપા. આંખમાંથી આંસુ ક્યારેય નીકળ્યા? પ્રભુએ મારા જેવાને select કર્યો. પ્રભુએ તમને select કર્યા. શું છે આપડી પાસે? આપડી મૂડી ખરેખર કઈ જ નથી. પ્રભુએ આપણને શી રીતે પસંદ કર્યા? પણ એ વાતમાં જવાનો આપણને અધિકાર પણ નથી.
મહોપાધ્યાય યશોવિજય મહારાજે પરમતારક શાંતિનાથ પ્રભુના સ્તવનમાં છેડે કહ્યું “દેખી રે તાહરું અદ્દભુત રૂપ, અચરિજ ભવિક અરૂપી પદ વરેજી” આ contrataction બતાવે છે એટલા મજાનો contratraction. તારું અદ્દભુત રૂપ જુએ અને ભક્ત અરૂપી પદને વરે છે. રૂપમાંથી અરૂપ તરફ. પણ પછી કહ્યું “તાહરી ગત તું જાણે ઓ દેવ, સમરણ ભજન કે વાચક જશ કરેજી” તારી ગત તુ જાને. એ મારો વિષય નથી. મારી બુદ્ધિ ત્યાં પહોંચે એમ નથી. હું તો માત્ર તારું સ્મરણ, તારું ભજન કરીશ. પ્રસાદ.
વિનોબાજી શ્રદ્ધાની ધારાના વિધ્વત પુરુષ. વિનોબાજીના selected literatureના વીસ volumes બહાર આવેલા છે. ખાસ વાંચવા જેવા છે. ઉપનિષદો, વેદો અને આ બધા ઉપર જે ઊંડાણથી એમણે લખ્યું છે ને કદાચ એની તુલના ન થઈ શકે. એમણે જ્યારે વેદ પર લખવાનું શરૂ કર્યું એ પહેલા વીસ વર્ષ સુધી માત્ર વેદનું અનુચિંતન કર્યું. વીસ વર્ષ. એ નક્કી કે એ વીસ વર્ષમાં વેદ સિવાયનું કોઈ પુસ્તક હાથમાં લેવાનું નહીં, અનુપ્રેક્ષણ કરવાનું નહીં. બોલવાનું હોય તો પણ વેદની પંક્તિઓ ઉપર જ. વીસ વર્ષ સુધી. જેલમાં પણ બોલવાનું હોય, સ્કૂલના બાળકો સામે બોલવાનું હોય અને જંગી મેદની સામે બોલવાનું હોય, ક્યાં પણ બોલવાનું હોય વેદનું કોઈપણ સુપ્ત લેવાનું અને એના ઉપર પ્રવચન આપવાનું. વીસ વર્ષ સુધી માત્ર વેદોનું અધ્યયન.
આપડે ત્યાં કેટલા મળે? કે વીસ વર્ષ સુધી માત્ર આગમોનું જ અધ્યયન જ કર્યું હોય. એક દોલતસાગરસુરી મહારાજ સાહેબનુ નામ છે. બીજા કેટલા નામ મળે? કોઈપણ સાધનાને તમે ઘૂંટો પ્રસાદ ઉતરે. ઘૂંટમણ ત્યારે જ થાય જ્યારે શ્રદ્ધા છે અને જ્યારે પ્રસાદ ઉતરવાનો છે.
કેવી ઘૂંટામણ જોઈએ? દિગ્ગજ સંગીતકારો એક ‘સા’ ને દસ વર્ષ સુધી ઘૂંટે છે. સા રે ગ મ પ ધ ની ના સાત સૂરોને નહીં એક માત્ર ‘સા’ ને દસ વર્ષ સુધી ઘૂંટે છે. એ પછી સૂરો ઉપર કેટલું પ્રભુત્વ આવે.
આપડે ત્યાં એવા કેટલા મળે? કે જે દસ વર્ષથી સૂત્ર પોરસી ને અર્થપોરસી કરતા હોય. જેમણે ‘ઈર્યાસમિતિ’ લગાતાર દસ વર્ષ સુધી ઘૂંટી છે એવા કેટલા મહાત્મા આપણને મળે, ભાષાસમિતિને જેમણે ઘૂંટી છે એવા કેટલા મહાત્મા આપણને મળે? નિક્ષેપણા સમિતિ બહુ જ ઊંડી છે. જયણા તો એમાં છે જ પણ જાગૃતિ ઉપયોગની સુક્ષ્મતા એ સમિતિમાં છે.
એકપણ વસ્તુને લેવી છે હથેળીને પુંજો, એના ઉપરના ભાગને પૂંજો પછી લો. જ્યાં આંગળી ટચ થવાની છે ત્યાં પૂંજેલું હોય એને મૂકવું છે તો નીચે જમીનને પૂંજો, એ વસ્તુના નીચેના ભાગને પૂંજો પછી મૂકો.
એક સાધક પૌષધમાં હતા. બપોરનો સમય અને મુહપત્તીથી ખભાને પૂંજતા હતા. એક જિજ્ઞાસુ હું અંદર આવ્યો એને નવાઈ લાગી કે પોષધમાં છે એમને સામાયિક લેવાનું તો છે નહીં કાંઈ. અત્યારે કોઈ ક્રિયા નથી એવી બે વાગે કે જેના કારણે એમને મુહપત્તી પલેવી પડી હોય. તો શું કરે છે? જિજ્ઞાસાથી પૂછ્યું આપ શું કરતા હતા? ત્યારે એમણે કહ્યું કે (એ સાધકે) તું આવ્યો એ પહેલા એક માખી અહીંયા બેઠેલી. હું પોષધમાં છું મારી પાસે ઉપયોગ હોવો જ જોઈએ. મારી આંગળી સીધી ત્યાં touch થઈ, માખી તો ઉડી ગઈ પણ મારી આંગળી ત્યાં touch થઈ તો અપ્રતિલેખિત જગ્યાની અંદર મારી આંગળી touch થઈ અને આંગળીનો છેડો જે છે અપ્રતિલેખિત હતો, એટલે અત્યારે મારી પુરી bodyને હું treat કરું છું કે ભાઈ જ્યારે પણ આવું હોય ત્યારે મુહપત્તીનો ઉપયોગ પહેલા કરવાનો, પછી જ હાથને ઉઠાવવાનો.
એટલે નિક્ષેપણા સમિતિ જાગૃતિને તીક્ષ્ણ બનાવે ઉપયોગને એકદમ સૂક્ષ્મ બનાવે. લેવી છે વસ્તુ પૂજો વહી, પૂજો વહી, પૂજો વહી એટલે શું થયું? ઉપયોગ તમારો સઘન બન્યો. હવે તો પ્રયાસો ઉપરની શ્રદ્ધા ઊતરી ગઈ. હવે તો માત્ર પ્રસાદ.
વિનોબાજી ચંબલની ખીણમાં ગયા અને એમના પ્રભાવથી ડાકુઓએ આત્મસમર્પણ કર્યું. જે ડાકુઓને પકડવા માટે વર્ષોથી પોલીસ પાર્ટીઓ મહેનત કરતી હતી એ ડાકુઓ સામે ચાલીને વિનોબાજીના ચરણોમાં પડ્યા આત્મસમર્પણ માટે. વિનોબાજીની નહેરુ જોડે, બીજા બધા જોડે સારા સંબંધો. તો એ બધાને જેલમા લઈ જવાને બદલે સીધા જ સભ્ય નાગરિક તરીકે લઈ જવામાં આવ્યા. આ કામ તો પતી ગયું. એક પત્રકારે પૂછ્યું કે આટલુ મોટું કામ શી રીતે થયું? વિનોબાજી કહે છે પ્રભુના પ્રસાદથી થયું. પ્રભુએ આ કામ કર્યું. વિનોબા તો ખાલી નિમિત્ત છે, કામ પ્રભુએ કર્યું છે. વિનોબા માત્ર નિમિત્ત છે અને એ પછી એક જાહેર સભામાં વિનોબાજી બોલેલા કે કોઈપણ વ્યક્તિ એમ માને, હું પણ ખુદ એમ માનું કે મારા કારણે આ ડાકુઓએ સમર્પણ કર્યું છે, તો હું નરકમાં જઈશ. પ્રભુએ જ કર્યું છે. મેં કશું જ કર્યું નથી.
હમણાં જ એક સાધકે મને કહ્યું એની તપશ્ચર્યા ચાલતી હતી એ કહે સાહેબ, દસ-વીસ ઉપવાસ થયાને ત્યાં સુધી તો હું પણ એમ માનતો કે મારું શરીર સક્ષમ છે, મારી મનોભાવના પણ તીવ્ર છે, સંકલ્પ મારો જોરદાર છે અને એટલે હું કરું છું. ત્રીસ-ચાળીસ-પચાસ-સાહિઠ જ્યાં ઉપવાસનો score આગળ વધ્યો એ ક્ષણે મને લાગ્યું કે આ પ્રયાસ નથી, પ્રયાસથી આ કામ શક્ય નથી. બે-પાંચ ઉપવાસ હું કરી શકું. સાહિઠ ઉપવાસ, સિતેર ઉપવાસ, એંસી ઉપવાસ એ પ્રભુના પ્રસાદ વિના થઈ શકે નહીં.
એટલે પદ્મવિજય મહારાજ સાહેબ ગુરુ તરીકે બેઠા છે, અને એ તમને બધાને સાધના દીક્ષા આપવા માંગે છે. પહેલી સાધનાદીક્ષા આ. બુદ્ધિની જગ્યાએ શ્રદ્ધા આવે. બુદ્ધિ હતી તો પ્રયાસ હતો. સાધના છે તો પ્રસાદ છે. સદ્દગુરુ તમે જ્યાં છો ત્યાં આવવા માટે તૈયાર છે. સદ્દગુરુની ભૂમિકા ભલે બહુ ઊંચી હોય, શિખરો ઉપર એ આરૂઢ થયેલ હોય પણ પ્રભુની આજ્ઞા સદ્દગુરુને આવે છે કે તળેટી ઉપર જા, બે-ચાર જણાને લઈને ઉપર આવ. એ જ પ્રભુની આજ્ઞા સ્વીકારી સદ્દગુરુ નીચે ઉતરે છે તમારે જેવા બે-ચારને લઈને ઉપર જાય છે એ બે-ચાર તો ઉપર બેસી જાય પણ ગુરુને પાછું નીચે ઉતરવાનું આવે. સદ્દગુરુ તૈયાર છે. કોઈપણ પરંપરા હોય સદ્દગુરુએ એક જ કામ કર્યું છે તમારી બુદ્ધિને આસ્થા તોડાવીને તમને શ્રદ્ધાની ભૂમિકા ઉપર લઈ જવાના.
સિકંદર રોજ ગુરુ ડાયોજીનીસ પાસે આવે. સત્સંગ એ સાંભળે પણ એની પાસે શ્રદ્ધા નથી માત્ર બુદ્ધિ છે. ગુરુ વિચાર કરે છે કે બુદ્ધિ માત્ર આની પાસે છે બુદ્ધિથી શું મળે? સિકંદરનો એક નિયમ. સત્સંગમાં તો લગભગ આવે ક્યારેક ન પણ આવી શકે પણ રોજ સવારે ગુરુના ચરણ સ્પર્શ કરવાના જ, ગુરુને વંદના કરવાની જ. એક સવારે ગયો ગુરુ આશ્રમમાં નથી. પૂછ્યું ક્યાં ગયા? તો કહે કે દરિયાકાંઠે ગયા છે. સિકંદર ઘોડા ઉપર બેસીને દરિયાકાંઠા તરફ જાય છે. જે ક્ષણે દૂર-દૂર સદ્દગુરુ દેખાણા એ જ વખતે એ ઘોડા પરથી નીચે ઉતરી ગયા. પગે ચાલતો ગુરુ પાસે ગયો. ગુરુના ચરણોમાં પડ્યો.
સદ્દગુરુના ચરણોમાં આપડે જ્યારે પણ પડીએ છીએ ત્યારે સદ્દગુરુએ મને શું આપ્યું એ ખ્યાલ બરોબર આવે છે? ક્યારેય વિચાર્યું? આ સદ્દગુરુ ન મળ્યા હોત તો હું ક્યાં હોત? અમને સદ્દગુરુ ન મળ્યા હોત તો અમે ક્યાં હોત? અમે સંસારમાં રખડતા હોત. સદ્દગુરુએ પ્રભુનો માર્ગ આપ્યો. સદ્દગુરુ પ્રભુ આપે, સદ્દગુરુ મોક્ષ આપે. સદ્દગુરુ કહી દે લે આ મોક્ષ. જે મોક્ષ-મોક્ષ શબ્દની પાછળ તમે અગણિત જન્મોથી ફરી રહ્યા છો એ મોક્ષ તમને આપી દે સદ્દગુરુ. સદ્દગુરુ બધું જ આપી દે, એ સદ્દગુરુના ચરણોમાં પડો આંસુ છલકાયા ક્યારે?
પ્રવેશના દિવસે રત્નસુંદરસુરી મહારાજે વંદન કર્યું મને, એમની આંખો આંસુથી છલકાઈ આવેલી એ વખતે મેં એમને કહ્યું કે આ તમારી ભીનાશ લાખો લોકોને ભીના બનાવે છે. સદ્દગુરુના ચરણોમાં પડ્યા ધ્રુસકે-ધ્રૂસકે રડવાનું કેટલીવાર થયું? વંદન સદ્દગુરુ પ્રત્યે થતું, રૂટીન છે કે ભાવપૂર્વકની ક્રિયા છે?
સિકંદર ઝૂકે છે, એ વખતે ગુરુના હાથમાં ચમચી છે અને દરિયાના પાણીમાં ચમચી ડબોડે, ચમચીમાં પાણી ભરે, રેતમાં પાણી ખાલી કરે. સિકંદરને થયું કે મારા ગુરુ અત્યંત બૌદ્ધિક છે એ એ નકામું કોઈ કામ તો કરે નહીં ક્યારેય પણ, તો ચમચીમાં પાણી ભરી રેતમાં ઠાલવવાનો શું અર્થ? એણે પૂછ્યું ‘ગુરુદેવ આ ચમચીમાં દરિયો સમાય’? આ ચમચીમાં દરિયો સમાય? ત્યારે ગુરુ કહે છે કે તારી બુદ્ધિની ચમચીમાં જો પરમાત્મા આવી શકતા હોય તો મારી આ ચમચીમાં દરિયો કેમ ન આવે? Master stroke લગાવ્યો. તું માત્ર બુદ્ધિ દ્વારા પરમતત્વને સમજવાની કોશીષ કરે છે. બુદ્ધિથી પરમતત્વ સમજાય? પરમતત્વ પૂર્ણ નિર્મલ આપડુ આત્મતત્વ પણ પૂર્ણ નિર્મલ. પણ એને જાણવું શી રીતે?
કઠોપનિષદ કહે છે ‘નાયમાત્મા પ્રવચનેન લભ્યો: ન મેઘયા ન બહુના શ્રુતેન’ પ્રવચનથી આત્મા ન મળે, હજારો પ્રવચનો સાંભળો તો પણ. તમારી મેધાથી, તીક્ષ્ણ બુદ્ધિથી પણ આત્મા ન મળે. ‘ન બહુના શ્રુતેન’ તો કોણ એને મેળવી શકે? પરમચેતનાને કોણ જોઈ શકે? પોતાની નિર્મલ ચેતનાને કોણ જોઈ શકે? તો બહુ સરસ ઉત્તર આપ્યો. “યમેવૈષ્ વૃણુતે તેન લભ્ય:’ જેને પરમાત્મા પસંદ કરે છે તેના દ્વારા જ એ પરમાત્માનુ દર્શન થાય. નિર્મલ આત્મતત્વનું દર્શન થાય. ‘યમેવૈષ વૃણુતે’ પ્રભુ જેને પસંદ કરે એ વ્યક્તિ જ પ્રભુને જોઈ શકે. નિર્મલ આત્મતત્વને જોઈ શકે.
તો બુદ્ધિની સામે શ્રદ્ધા, પ્રયાસની સામે પ્રસાદ.
પતંજલીઋષિએ પણ કહ્યું કે યોગસૂત્રમાં ‘અધ્યાત્મ સમપ્રસાદમ’ તમે જ્યારે સજ્જ થઈ જાવ છો ત્યારે પ્રભુનો પ્રસાદ તમારા ઉપર વરસે છે. તો બુદ્ધિની સામે શ્રદ્ધા અને અહંકારની સામે શું લાવ્યા? અસહાયદશા. અહંકાર હું બધું કરું, મારાથી જ બધું થાય, હું ન હોવ તો કંઈ થાય જ નહીં એની સામે ભક્તની અસહાયદશા કે પ્રભુ હું કશું જ કરી શકું એમ નથી.
બુદ્ધની પાસે એક સાધક આવ્યો. દીક્ષા લેવાની વિચારણા. બુદ્ધ જ્ઞાની છે એમને જોયું કે વૈરાગ્ય આનો કાચો છે અને કાચો વૈરાગ્ય હોય એમાં દીક્ષા આપી શકાય નહીં. વૈરાગ્ય એનો પરિપક્વ થવો જોઈએ. તો એમણે પેલા સાધકને કહ્યું કે તારે આ નગરના સ્મશાનગૃહમાં જવાનું. બહુ મોટું સ્મશાન ગૃહ છે. એમાં એક ઝાડ નીચે આરામથી રહેવાનું સવાર થી સાંજ સુધી. જમવાનું ટિફિન પણ ત્યાં મંગાવી લેવાનું. સારું. ગુરૂ કહે તે સાધના. પેલો સ્મશાનમાં પહોંચી ગયો. પહેલા જ દિવસે એક મોટી અંતિમયાત્રા આવી. હજારો માણસો. કો’કને પૂછ્યું ભાઈ કોણ મરી ગયું? તો કહે નગરશેઠ મરી ગયા એટલે આટલા બધા લોકો આવ્યા છે. હવે એ નગરશેઠ જ્યારે ને ત્યારે કહેતા કે આ હું છું તો આખા નગરનો વહીવટ બરોબર ચાલે છે હું નહીં હોવ તો આ નગરનું શું થશે? પેલા એ પણ નગરશેઠને ઘણીવાર આ રીતે સાંભળેલા. આજે નગરશેઠ મરી ગયા અને નગર દોડતું રહ્યું. બીજા દિવસે પણ એવો ગણમાન્ય વ્યક્તિ આવ્યો એ પણ માનતો કે હું ન હોવ તો આ રાજ્ય ચાલે નહીં. એ મરી ગયો રાજ્ય ચાલતું નહીં દોડતું રહ્યું. આવા પાંચ-સાત બનાવ બન્યા. પાંચ-સાત ઘટનાઓ ઘટી. પેલાનો વૈરાગ્ય તીવ્ર બની ગયો. બુદ્ધિની સામે શ્રદ્ધા અને અહંકારની સામે અસહાયદશા. પ્રભુ હું કાંઈ જ કરી શકું નહીં.
સંત હરિપ્રસાદે કહેલું વ્રજ ભાષામાં ‘તિનકા પૂજારી કે બસ’ એક તણખલું સાવરણીને આધીન હોય છે એમ પ્રભુ હું તને આધીન છું.
ભક્ત ગૌરાંગ એથી પણ આગળ વધેલા ‘ત્રિણાદપિ સુનિચેન ભવિતભ્ય:’ તણખલું તો ક્યારેક હવાના ઝોકામાં પણ ઉડી જાય છે એ માત્ર સાવરણીને આધીન નથી રહેતું. પ્રભુ મારે તો માત્ર ને માત્ર તને અધીન થઈને રહેવું છે અને એટલે હું તણખલા કરતા પણ અધમ છું. ભક્તની આ અસહાયદશા એ અહંકારને તોડે છે. શ્રદ્ધા બુદ્ધિને તોડે, અસહાયદશા અહંકારને તોડે અને બુદ્ધિ અને અહંકાર બે જાય નમસ્કારભાવ એકદમ સઘન બની જાય.
તો આજે શ્રદ્ધાની અને અસહાયદશાની દીક્ષા મળી ગઈ બરાબર. મળી ગઈ, બરાબર.
