Prabhu Veer Ni Sadhna – Vachana 01

46 Views
20 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : વીરપ્રભુની ગૃહસ્થપણાની સાધના – અસંગદશા

શરીરના સ્તર પર પદાર્થોનો સંગ ભલે હોય, પણ મનના સ્તર પર પદાર્થના સારા કે નરસાપણાનો બોધ ન હોય – તે અસંગદશા.

નિરપેક્ષતા એ જ અસંગતા. ઘટના આમ ઘટે તો સારું – આવી અપેક્ષા આવી, એટલે પછી ઘટના ઘટે કે ન ઘટે; તમારા મનમાં એ ઘટનાનો સંગ તો થઇ જ ગયો!

અપેક્ષાનું પરિણામ ઉત્સુકતા અને ઉત્સુકતા એટલે અ-સ્વસ્થતા. નિરપેક્ષ દશા એટલે અનુત્સુક દશા; સ્વસ્થતા. તમે તમારામાં હોવ, સ્વ-સ્થ હોવ; તે જ સ્વસ્થતા. સ્વસ્થતા એ જ પરમ આનંદ.

પ્રભુ વીર ની સાધનાવેસુ (સુરત) ચાતુર્માસ વાચના – ૦

પરમતારક પરમાત્મા મહાવીરદેવની સાધના કથા

સાડાબાર વર્ષ સુધી પ્રભુએ જે સાધનાને ઘૂંટી એનું વર્ણન પરમપાવન “આચારાંગજી”માં પહેલા “શ્રુતસ્કંધ”ના નવમા “બ્રહ્મચર્ય અધ્યયન”માં આપ્યું. એ અધ્યયનને સામે રાખીને આપડે પ્રભુની સાધનાયાત્રાનો સ્વાધ્યાય કરવો છે. પહેલું જ સૂત્ર ‘અસંગયાત્રા’નું. બહુ પ્યારું સૂત્ર આવ્યું. ત્રણ જ શબ્દોનું “अहुना पव्वईए रीयत्था”- “अहुना पव्वईए रीयत्था”. પ્રભુએ દીક્ષા લીધી. “કરેમિ – સામાઈયં” નું ઉચ્ચારણ કર્યું અને તરત જ (ડીટેચમેંટ) detachment ની સાધના શરૂ થઈ. પ્રભુ બધાનો સંગ છોડીને એકાકી વિહરે છે. પ્રભુની આ અસંગયાત્રા જન્મથી ચાલુ હતી. લગ્નની ક્ષણો હતી કે રાજયાભિષેક પર આરૂઢ થવાની ક્ષણો હતી, બધી જ ક્ષણોમાં અસંગયાત્રા સતત ચાલુ હતી. ભાઈના આગ્રહથી બે વર્ષ સુધી પ્રભુને વધુ સંસારમાં રહેવું પડ્યું, એ વખતે એ અસંગયાત્રા peak પર આવી ગયેલી. એ બે વર્ષની સાધનાયાત્રાનું વર્ણન “આચારાંગજી”માં આવ્યું. એક જ સૂત્રમાં “एगतगए पिछियच्चे, से अथिन्नाय दंसने”

ગૃહસ્થપણામાં, છેલ્લા બે વર્ષ પ્રભુએ કઈ સાધના ઘૂંટી, એના માટે આ સૂત્ર આપ્યું. એ પણ ત્રણ શબ્દોનું જ. “एगतगए पिछियच्चे, से अथिन्नाय दंसने” પ્રભુ એકાંતમાં રહીને એકત્વભાવનાને પ્રગાઢ બનાવી રહ્યા હતા. બીજી વાત કરી, “विहित्तत्चे” કાયગુપ્તિનો અભ્યાસ. એ બે વર્ષમાં સતત ચાલુ રહ્યો. કારણ.. દીક્ષા પછી સાડાબાર વર્ષ સુધી લગભગ ધ્યાનમાં અને કાયોત્સર્ગ દશામાં રહેવાનુ હતું. એટલે ગૃહસ્થપણાના આ બે વર્ષમાં પ્રભુએ પોતાના શરીરને સાધ્યું.“विहित्तत्चे” છે. ત્વચા એટલે શરીર અને શરીરને એમણે નિયંત્રિત કર્યું, રૂગ્ધ કર્યું, પોતાના કબ્જામાં લીધું. અને ત્રીજી વાત કહે છે “અભિન્નાય દંશણે સર્તે”? પ્રભુ! જ્ઞાતાભાવ અને દૃષ્ટાભાવથી યુક્ત હતા.

એકવાત હું ઘણીવાર કહું છું કે ચોથે ગુણઠાણે પણ જ્ઞાતાભાવ – દ્દ્રષ્ટાભાવ છે. પાંચમે ગુણઠાણે પણ એ જ જ્ઞાતાભાવ – દૃષ્ટાભાવ છે. છટ્ઠે પણ છે, સાતમે પણ છે. ફરક શું પડે છે? જ્ઞાતાભાવ અને  દ્દ્રષ્ટાભાવમાં ઉદાસીનભાવ જેમ-જેમ ઉમેરાય છે તેમ જ્ઞાતાભાવ ને દ્દ્રષ્ટાભાવ તીક્ષ્ણ બને છે. ચોથા ગુણઠાણે દર્શન – મોહનીયનો ક્ષયોપશમ, થયો છે કે ઉપશમ થયો છે, પણ ચારિત્રમોહનીય તો ઉદય છે, એ પછી  આગળ આગળ ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ જેમ-જેમ થવા લાગ્યો, ઉદાસીનદશા જેમ-જેમ વધુ ઘૂંટાવા લાગી એમ જ્ઞાતાભાવ અને દ્દ્રષ્ટાભાવ તીક્ષ્ણ બન્યા. તીક્ષ્ણ બન્યા એટલે શું? ચોથે ગુણઠાણે રહેલા આત્મા, માને છે કે આ “પર” છે અને “પર”ની દુનિયામાં મારે જવાનું નથી. છતાં, ક્ષાયિક સમકિતી ? કૃષ્ણ મહારાજા કે શ્રેણિકમહારાજા અંતઃપુરમાં જતાં, ભોગોને ભોગવતા અને યુદ્ધો પણ કરતા. સમજને મામલે એકદમ clarification હતું. આ “સ્વ” છે, આ “પર” છે. પણ છતાં, “પર”માં જવાતું નથી. ઉદાસીનદશા જેમ-જેમ તમારી ગાઢ બને, તેમ “પર”માં જવાનું ઓછું થાય, અને પછી બંધ થાય. પ્રભુનું જ્ઞાતાભાવ ને દ્દ્રષ્ટાભાવ જે છે એમાં ઉદાસીનદશા ભળેલી છે. પહેલા પણ મે કહેલું, કે પ્રભુ ગૃહસ્થપણામાં હોય ત્યારે ચોથે ગુણઠાણે જ હોય, પાંચમું ગુણઠાણું હોતું નથી. ચોથુ ગુણઠાણું એટલે પાંચમી દ્દ્રષ્ટી. – સ્થિરાદ્દ્રષ્ટી. પણ પ્રભુ છઠ્ઠી દ્દ્રષ્ટીમા છે. – ગૃહસ્થપણામાં. ગુણઠાણું ચોથું છે, દ્દ્રષ્ટી છઠ્ઠી છે. છઠ્ઠી દ્દ્રષ્ટી હોવાનું કારણ તે ઉદાસીનદશા છે. એટલી બધી ઉદાસીનદશા પ્રગાઢ બની છે કે પ્રભુ છઠ્ઠી દ્દ્રષ્ટીમાં છે. તે દ્દ્રષ્ટીને સંબંધ વિરતી જોડે નથી, ચારિત્ર જોડે નથી. એને સંબંધ ભીતરીદશા જોડે છે. તો ‘સ્વ’ અને ‘પર’ નો વિવેક સ્પષ્ટ થયો. સ્વાનુભૂતિ અલપ – ઝલપ તમને મળી ગઈ તો પાંચમી દ્દ્રષ્ટી, અને ઉદાસીનદશા એમાં ઉમેરાઇ તો છઠ્ઠી દ્દ્રષ્ટી. તો પ્રભુ ! એ જ્ઞાતાભાવ અને એ દ્દ્રષ્ટાભાવમાં હતા કે જ્યાં ઉદાસીનભાવની પ્રબળતા હતી. આવી સાધના બે વર્ષ પ્રભુએ કરી, અને એ પછી પ્રભુની દીક્ષા થઈ. अहुना पव्वईए रीयत्था”. દીક્ષા થઈ બધું જ cutoff થઈ ગયું. આપણે પ્રભુની સાધનાયાત્રાનો સ્વાધ્યાય એ રીતે કરવો છે કે એ સાધનાયાત્રાનું નાનકડું પણ સંસ્કરણ આપણા જીવનમાં કઈ રીતે ઉતરે!. 

હું છે ને એક શબ્દ વાપરું છું. Living editions, live edition. “દશવૈકાલિક”સૂત્ર છે. એના પાંચમા અધ્યયનના live editions આપણને ઘણાં બધા મળે. નિર્દોષ દીક્ષાના આગ્રહી, ઘણા બધા મહાત્માઓ મળે. તો એમના માટે આપડે કહીએ કે “દશવૈકાલિક” ના પાંચમા અધ્યયનનું એ live edition, જીવંત સંસ્કરણ. પછી  બીજા અધ્યયનનું live edition ક્યાં મળે? “સેયં તે મરણં ભવે” આજ્ઞાનો ભંગ કોઈપણ સંયોગોમાં ચાલી શકે નહીં. મૃત્યુ આવે તો સ્વીકાર કરી લેવાનો છે પ્રેમથી, પણ આજ્ઞાનો ભંગ થવા દેવાનો નહીં. આજ્ઞા પરની આવી ઉત્કટ પ્રીતિ આવેલી હોય ત્યારે એમ કહેવાય કે “દશવૈકાલિક”સૂત્રના બીજા અધ્યયનનું એ live editions છે. તો આ “આચારાંગજી”ના નવમાં અધ્યયનનું live editions મારે જોઈશે. સાધનાકથા બહુ જ પ્રેમથી કહીશ. પણ મારી ફી આ છે. આપણી ભાષામાં કહીએ તો ગુરુદક્ષિણા. ગુરુને દક્ષિણા આપવી પડે ને ! તો આ નવમાં અધ્યયનનું live edition તમારે થવાનું છે. તો પહેલી જ સાધના અસંગદશાની. એ “અસંગ” શબ્દને  “અધ્યાત્મસારે” યોગાધિકારમાં બહુ જ સરસ રીતે ગોઠવ્યો. 

એક મુનીનું, એક સાધ્વીની અસંગદશા એટલે શું? શરીરના સ્તર પર વસ્ત્રનું સંગ છે. એકાસણું કરતાં હોઈશું તો પણ, બાર-સાડાબાર વાગે શરીરને આહારનો સંગ થશે. તો અસંગદશા કઈ રીતે? મન જે છે, એ બધા જ પદાર્થોમાંથી, બધી જ વ્યક્તિઓમાંથી બિલકુલ મુક્ત હોવું જોઈએ. આ અસંગદશાનો અર્થ છે. શરીર પર ભલે વસ્ત્ર રહે, શરીરે વસ્ત્ર ઓઢયું, તમારા મને તો પ્રભુને ઓઢેલા છે. તમે કોને ઓઢયા છે ? પ્રભુને! 

લીચિ નામનો એક યુવાન. એક હિંદુ સદ્દગુરુ પાસે ગયો. સદ્દગુરુ face readingનાં master હતા. ઘણાં સદ્દગુરુઓ eye-brow reading ના master હોય. એથી પણ આગળ વધેલા સદ્દગુરુઓ third-eye readingના master હોય. તમારું ત્રીજું નેત્ર એ અત્યારે ક્યાં છે એ જોઈ શકે અને એ સંદર્ભમાં એને કઈ રીતે ઊંચકવો એ નક્કી કરી શકે. બૌધ્ધ પરંપરામાં તો physically third-eye ખોલવામાં આવે છે. Physically (શારીરિકરીતે).

એક બહુ સારું પુસ્તક છે “The Third Eye” નામ જ છે. એમાં આખી વિધિ આપેલી છે કે કઈ રીતે એનું ત્રીજું નેત્ર ખોલવામાં આવે છે. આપડે ત્યાં એ વિધિ નથી. પણ સદ્દગુરુ અહીયા અંગુઠો push કરે અને તમારા આજ્ઞાચક્રને નમાવે એ વાત છે. જે વાત ઉપાધ્યાય યશોવિજયમહારાજે કરી “જસ કહે સાહીબો મુગતિનું, કર્યું તિલક નિજ હાથે”. 

તો એ સદ્દગુરુએ લીચિને જોયો. જોતાની સાથે નક્કી કર્યું, કે જન્માન્તરીય વૈરાગ્યની સાધનામાં  ઝૂમીને આવેલું વ્યક્તિત્વ છે એટલે પેલાએ વંદન પૂરું કર્યું, ગુરુ પૂછે છે ક્યારે દીક્ષા લેવી છે? પહેલી જ વાર પોતાની પાસે આવેલો સાધક, અને ગુરુ એને પૂછે છે ક્યારે દીક્ષા લેવી છે? પેલો કહે છે સાહેબ, દીક્ષા લેવી છે, ક્યાં લેવી, ક્યારે લેવી, કેવી રીતે લેવી, એની અવઢવમાં છું. એ વખતે ગુરુએ એક master stroke લગાવ્યો. ગુરુએ કહ્યું, વાહ !  તું બી ખરો માણસ છે. જે તારી બુદ્ધિએ તને અનંતા જન્મોમાં નરક અને નિગોદમાં રખડાવ્યો એ બુદ્ધિને તું પૂછવા જાય છે, કોની પાસે દીક્ષા લેવી, ક્યારે લેવી. કેવો master stroke. કે લીચિનો બુદ્ધિ અને અહંકાર ખરી પડ્યો. ઉપાધ્યાયજી ભગવંતે કહ્યું. ‘ગુરુ મોહે મારે, શબ્દકી લાઠી, ચેલે કી મતિ અપરાધીની નાઠી’. એક શબ્દની લાકડી, એક જ શબ્દ, કામ પૂરું. તમારા માટે કામ પૂરું નથી થતું શું કારણ?

એક ભાઈએ એકવાર મને પૂછેલું કે સાહેબ, તમે લાકડી પર લાકડી ઠોકો અને એકે ધૂળ તો ખરતી નથી. શું કારણ? મેં કહ્યું કે શિયાળાની અંદર કોઈ માણસ સ્વેટર, ઉપર હાફ-કોટ, એના ઉપર કોટ. આ બધું પહેરીને આવેલો હોય, જાડો કોટ હોય, લાકડી લગાવો તો એના શરીરને ક્યાંથી લાગે ? તમે એટલા બધા બુદ્ધિના આવરણો પહેરીને નીકળ્યા છો કે અમારી લાકડી તમને ક્યાંથી લાગશે, લાકડી તૂટી જાય. એ તો આપણી પાસે લાકડીનો stock ઘણો છે પણ. આમની જોડે કામ પાડવું હોય તો એક લાકડીથી થોડું થાય, લાકડી તૂટે એનો અમને વાંધો નથી. કામ થવું જોઈએ. એક જ master stroke ગુરુનો. બુદ્ધિ અને અહંકારની ધૂળ ખરી પડી. એ ગુરુના ચરણોમાં સમર્પિત થયો. અને એણે કહ્યું કે ગુરુદેવ યોગ્ય લાગતો હોવ તો અત્યારે જ દીક્ષા આપો. ગુરુએ જોયું કે યોગ્ય છે. દીક્ષા આપી. એમની પરંપરામાં દીક્ષા પછી ગુરુ પોતાનું જે વસ્ત્ર હોય, ચાદર, એ શિષ્યને આપતા. અને શિષ્ય એ ચાદરને ઓઢી લે, પણ એ વખતે પરંપરામાં બહુ જ મોહકરીતે કહેવાયું કે લીચિએ ગુરુને ઓઢયા. ચાદરને ઓઢી હતી એમ નહીં. આપણે પણ પ્રભુની ચાદરને ઓઢી છે એમ નહીં, પ્રભુને ઓઢયાં છે તો તમારા શરીરે વસ્ત્રો પહેર્યા છે. તમારા મને તો પ્રભુને જ પહેરેલા છે, પ્રભુને ઓઢેલા છે,

તો અસંગ શબ્દની વ્યાખ્યા આપણા માટે આ થઈ કે શરીરના સ્તર પર સંગ ભલે છે, મનનાં સ્તરે એ પદાર્થનો, એ વ્યક્તિનો, સારાપણા કે નરસાપણાનો સહેજ પણ બોધ આપણી પાસે નથી. કોઈપણ પદાર્થ, એ Plain પદાર્થ છે, એ નથી સારો – નથી ખરાબ. તો મનના સ્તરને અસંગ રાખવું, એનો મતલબ એ થયો કે તમે નિરપેક્ષ બનો. અપેક્ષા હશે. તો સંગ થઈ જ જવાનો. કોઈ વ્યકિત મળે તો સારું આવી અપેક્ષા થઈ, એટલે એ વ્યક્તિ આવે કે ના આવે, તમારા મનમાં એનો સંગ થઈ જ ગયો. આ ઘટના ઘટે તો સારું, આ રીતે ઘટે તો સારું, એ ઘટના ઘટે કે ના ઘટે, તમારા મનમાં એ ઘટનાનો સંગ થઈ ગયો. એટલે સાધક નિરપેક્ષ હોય. એ નિરપેક્ષદશા, એ અસંગદશા, આનંદયાત્રામાં કેવી રીતે પરીણમે છે, એની વાત “યોગસાર” ગ્રંથમાં આવી છે. યોગસાર બહુ જ  મજાનો ગ્રંથ, પણ એના રચયિતા કોણ? “અહંક્તુચે” ? એટલે આપણે માની શકીએ કે પશ્યંતીમાં કે પરામાં એ ગ્રંથ આવેલો છે. તો એ ગ્રંથમાં એક મજાનો સાધનાક્રમ આપ્યો છે.      

     “નૈન નહીન પ્રેક્ષ્યાં, ધનો સુખ્યમ, માનો સુખયાતો ચસૂસતા, સુસતાં પરમાનદહ, ત્દ્પ્રેક્ષમ, સએન મોરે,

નહીન પ્રેક્ષ્યાં, ધનો સુખ્યમ, માનો સુખયાતો ચસૂસતા, સુસતાં પરમાનદહ, ત્દ્પ્રેક્ષમ, સએન મોરે,

નિરપેક્ષદશાથી શું થાય? અનઉત્સુકદશા. જ્યાં અપેક્ષા છે ત્યાં ઉત્સુકતા છે. અપેક્ષા હોય કે મે પ્રવચન આપ્યું, મને પોતાને બહુ સરસ લાગેલું. લોકો બધા પ્રભાવીત થઈ ગયા હશે આવી જ અપેક્ષા મનમાં જાગે.

એકવાર મને એક યુવા પ્રવક્તાએ પૂછેલું કે, ખરેખર પ્રવચનકાર તરીકેની અમારી સજજતા શું હોય? ત્યારે મેં કહેલું કે તમે પ્રવચન આપો, એ વખતે તમે બોલી રહ્યા છો. એવો ભાવ તમારી પાસે ન હોવો જોઈએ. પરમાત્માની કૃપા કે પરમાત્મા મારા કંઠેથી વહી રહ્યા છે. તમે એ ક્ષણોમાં બિલકુલ ન હો. અને પરમાત્મા હાજર હોય તો મજા જ મજા. મારો પોતાનો અનુભવ છે. પહેલા મારી પાસે પણ અહંકાર હતો જ. જ્યાં સુધી અહંકાર હતો, હું બોલતો, કદાચ તૈયારી કરીને બોલતો, પણ એમાં મજા આવતી જ ન હતી. જે ક્ષણે પ્રભુ બોલવા લાગ્યા, હું ચૂપ થઈ ગયો. મને બી મજા, લોકોને બી મજા. તો, તમે બોલો એ રીતે કે તમારે કોઈને પ્રભાવિત કરવા નહિ. પ્રભુનો સાધક, ન કોઈને પ્રભાવિત કરે, ન કોઈનાથી પ્રભાવિત થાય. તો મેં એ મહાત્માને કહ્યું, કે કોઈને પણ પ્રભાવિત કરવાની ઈચ્છા તમારી ન હોય, અને તમે કોઈનાથી પ્રભાવિત ન થતાં હોવ તો માનવાનું કે તમે ખરેખરા પ્રવચનકાર છો. તો પ્રવચન તમે આપ્યું અને ઉત્સુકતા જાગી કે લોકોને કેવું લાગ્યું હશે?. પછી કોઈને પુછ્યું, કે આજનું પ્રવચન કેવું લાગ્યું ? લોકો શું વાત કરતા હતા ? કોઈ એમ કહે કે મહારાજ સાહેબ લોકો તો ફીદા-ફીદા થઈ ગયા તમારા પ્રવચન ઉપર. એટલુ બધુ સરસ તમારું પ્રવચન કે સાંભળો એટલે શું થાય? રતિભાવ આવે. કોઈ કહે કે મહારાજ સાહેબ તમારા પ્રવચનમાં મજા નહીં આવી કંઈ આજે. તો શું થાય? અરતિભાવ આવે. એના કારણે અસ્વસ્થતા આવે, એટલે અપેક્ષા, ઉત્સુકતા અને અસ્વસ્થતા આ ત્રણ આવે. એની સામે નિરપેક્ષદશા, અનઉત્સુકદશા અને સ્વસ્થતા. એ સ્વસ્થતા એ જ પરમઆનંદ.

તમે લોકો ઘણીવાર મળોને એક-બીજાને. શું પૂછો ? કેમ છો ? સ્વસ્થ છો ને ? પેલો કહે હા. ન તમને ખબર હોય, સ્વસ્થ શબ્દના અર્થની કે ન પેલાને ખબર હોય. સ્વસ્થ એટલે શું ? તમે તમારામાં હોવ એનું નામ સ્વસ્થતા. સમજયાં? તમારું મન બહાર હોય, એ દશા અસ્વસ્થદશા. અને તમે તમારા આનંદગુણમાં હોવ, તમે તમારી વિતરાગદશાનું વેદન કરતા હોવ તો તમે સ્વસ્થદશામાં કહેવાવ. તો એ સ્વસ્થતા એ જ પરમઆનંદ અને અસ્વસ્થતા એ જ પરમપીડા. પરમાં તમે હોવ – પીડા. સ્વમાં તમે આવ્યાં આનંદ.

અમૃતવિજય મહારાજની એક સ્તવના છે જે આ theme ને કેન્દ્રમાં રાખીને વહે છે. બહુ જ મજાની સ્તવના છે. પરમાં પીડા જ છે, સ્વમાં જ આનંદ છે, પણ એ વાતને ભક્તિનું પુઠ કેવું આપી શકાય છે ? એની લાજવાબ વાતો એ સ્તવનામાં છે. એ સ્તવનાનો ઉઘાડ. ‘તું ગત મેરી જાને, જિનજી, તું ગત મેરી જાને, કોઈ preface નહીં, કોઈ પ્રસ્તાવના નહીં, કોઈ પ્રાક્કથન નહી. સીધો જ પ્રભુ જોડેનો સંવાદ શરૂ. ‘તું ગત મેરી જાને, મારી બધી જ વિતક કથા તુ જાણે છે, તું ! મારી બધી જ વિતક કથા જાણે છે, પણ, છતાં હું તને જણાવવાનો છું. કેમ ભાઈ પ્રભુ અંતરયામી  છે. પ્રભુ આપણાં મનને જાણે છે, પછી, મારી ભીતર આમ છે ને, મારી ભીતર આમ છે. એ નિવેદન કરવાની જરૂર ખરી? એ નિવેદન એટલા માટે આવે છે કે બીજા કોઇની જોડે બોલવાનું ગમતું નથી. એક જ માત્ર પ્રભુની સાથે બોલવાનું ગમે છે, અને એથી પ્રભુ મને જાણતા હોય, છતાં પણ, પ્રભુને જ હું બધી વાત કહેવાનો. ‘તું ગત મેરી જાને, જિનજી. શું વિતક કથા છે ? “મે જગ વાસી, સહી દુ:ખ રાશી, સો તો તુમસે ન છાને….” કેટલા સરસ શબ્દો છે. “મે જગ વાસી, સહી દુ:ખ રાશી, સો તો તુમસે નહિ છાને” હું જગતમાં રહ્યો છુ, પરમાં રહ્યો છું. અને એટલે માત્ર અને માત્ર પીડાનો અનુભવ હું કરી રહ્યો છું. એ તમે નથી જાણતા ? “સો તો તુમસે નહિ છાને” તો એક સૂત્ર આપ્યું. “જ્યાં જગ વાસીતા, જ્યાં પર વાસીતા ત્યાં દુ:ખ, જ્યાં સ્વ વાસીતા ત્યાં સુખ.” આ સૂત્ર તમારા અનુભવનું ખરું ? પરમાં જ્યારે જ્યારે ગયા, પીડા થઈ છે? લોકો કહેતા પહેલા, કે ભાઈ તે માથું માર્યું, તો વાગે જ ને તને! પેલા ને પેલાને બાબતે થઈ એમાં તારે માથું મારવાની જરૂર ક્યાં હતી?  તે માથું માર્યું, તો તને વાગે. પર વાસીતા ત્યાં દુ:ખ, સ્વ વાસીતા ત્યાં સુખ. આ સૂત્ર તમારા અનુભવનું ખરું? અમારા અનુભવનું તો છે જ. અમે તો એટલો બધો આનંદ માણીએ છે કે, તમને લોકોને અમારી ઈર્ષ્યા કેમ નથી આવતી એ સવાલ થાય છે. અમારી ઈર્ષ્યા આવે છે તમને? સતત આનંદમાં છીએ, સતત હસતાં ever smiling. પુછ્યું ક્યારેય, સદ્દગુરુને! કે તમે આટલા મજામાં કેમ છો? એવા સદ્દગુરુ હોય, તમે શાતા પૂછવા જાવ, તમને શરમ આવે કે આમને શાતા શું પૂછવાની? આતો પરમશાતામાં ડુબેલા છે. તો એવા સદ્દગુરુઓને જોયા પછી, કોઈ તાળો તમને મળ્યો? કોઈ clue તમને મળી ? કે એ સદ્દગુરુ આનંદમાં કેમ છે? એ સ્વમાં ડૂબેલા છે માટે. એની સામે હું પીડામાં કેમ છું? હું પર માં ડૂબેલો છું માટે. જ્યાં પરવાસીતા ત્યાં દુ:ખ. એક સાધુ છે. એના ગુરુ ભાઈમાં એને કાંઈ બરાબર લાગતું નથી. પણ એને એના ગુરુભાઈના દોષ જોવાનો કોઈ અધિકાર નથી. ગુરુ બેઠેલા છે, ગુરુ સક્ષમ છે, ગુરુ જોઈ લેશે. અનંત જન્મોની અંદર બીજા બધાના દોષો જોયા, પોતાના ન હતા એવા ગુણને પણ વિસ્તારીને જોયા. આ જન્મમાં એક જ કામ કરવું છે કે આપણા દોષોને જોવા છે, બીજાના ગુણને જોવા છે. આ પ્રાયશ્ચિત, આ શીર્ષાસન કરો. બીજાના માત્ર ગુણ જોવાના, પોતાના દોષ જોવાના. હરિભદ્રસૂરિ મહારાજને જો તમે ઊંડાણથી વાંચશો, તો તમને આ ભીતરનો સાધનાક્રમ સમજાશે. એ સ્પષ્ટ કહે છે કે ગુણાનુરાગ તમારી પાસે નથી, તો પહેલી દ્દ્રષ્ટિ તમારી પાસે નથી. પાંચમી દ્દ્રષ્ટિની વાત ક્યાં માંડો છો તમે! પહેલી જ નથી. જો ગુણાનુરાગ નથી તો, બધા જ તમને મિત્રરૂપે લાગતા નથી. તમે મૈત્રીયોગી બન્યા નથી. તો પહેલી દ્દ્રષ્ટિ પણ તમારી પાસે નથી. તો બહું મજાની સ્તવના છે “મે જગ વાસી, સહી દુ:ખ રાશી, સો તો તુમસે નહિ છાને”. સ્તવના લાંબી છે, આવતી કાલે આપણે જોઇશું. પણ આજનું homework શું? જ્યાં પર વાસીતા ત્યાં દુ:ખ, જ્યાં સ્વ વાસીતા ત્યાં સુખ. આ સૂત્ર, ભીતર ઉતરી જવું જોઈએ. તમારી બાજુમાં બે જણા કોઈ વાત કરતાં હોય, કોઈ તમને પાછળથી પુછે, તમારી જોડે પેલા બે જણા બેઠા હતા શું વાત કરતાં હતા? તમે કહી શકો please મને કોઈ ખ્યાલ નથી. હું તો મારા સ્વાધ્યાયમાં ડૂબેલો હતો મને કોઈ ખ્યાલ નથી. એ લોકો આવેલા એટલો ખ્યાલ છે, કઇંક વાતો કરતાં હતા ખ્યાલ છે, પણ શું વાતો કરતાં હતા મને કોઈ ખ્યાલ નથી. પર નો રસ છૂટી ગયો છે. એટલે પરવાસીતા કેમ થાય છે ? પરમાં રસ છે માટે, પરમાં રસ કેમ છે ? સ્વનો રસ નથી મળ્યો. You have no option. You have no option. કોઈ વિકલ્પ નથી. એટલે પરમાં અને પરમાં તમે છો. જે ક્ષણે, સ્વ નો આનંદ અલપ-ઝલપ પણ તમને મળી જાય. પર છૂટી જવાનું. તો આ સૂત્રના ઊંડાણમાં આવતી કાલે આપણે જવું છે. પરવાસીતા ત્યાં દુ:ખ, પરવાસીતા કેમ છે? પરમાં રસ છે માટે. પરમાં રસ કેમ છે? સ્વનો રસ નથી મળ્યો માટે. આ વાતને આપણે આવતીકાલે જોઇશું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *