વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : ધ્યાનની તારી રે, લાગી નેહશું
પરમના સંગ થકી અસંગ દશામાં જવું છે. પ્રભુની મુખમુદ્રા પરની વીતરાગદશા જોઈ. પછી પ્રભુના શબ્દો યાદ આવે કે “તું પણ મારા જેવો જ છું.” અને આપણી ભીતરની એ વીતરાગદશાની અનુભૂતિ આંશિકરૂપે પ્રગટ થાય.
આલંબન ધ્યાનમાં પરમાત્માનાં પ્યારાં-પ્યારાં શબ્દો કે પરમાત્માનું રૂપ તમારી સામે છે અને તમે ભીતર ઊતરો છો. એ આલંબન ઘૂંટાઈ જાય એટલે અનાલંબન આવે; પછી તમે સહજરૂપે બેઠા હોવ અને સીધા ભીતર ઊતરી જાઓ.
આલંબનને ઘૂંટીને આખરે અનાલંબનમાં જ જવાનું છે. વર્ષોથી પરમાત્માની ભક્તિધારાનું આલંબન આપણી પાસે છે; તમે એમાંથી અનાલંબનમાં ગયા?
પ્રભુ વીર ની સાધના – વેસુ (સુરત) ચાતુર્માસ વાચના – ૦૩
પરમાત્મા મહાવીરદેવની સાડાબાર વર્ષની સાધના યાત્રા
મહાવીર દેવની સાડા બાર વર્ષની સાધનાનું પહેલું સૂત્ર “अहुना पव्वईए रीयत्था” પ્રભુએ દીક્ષા લીધી. “કરેમિ – સામાઈયં” નું ઉચ્ચારણ કર્યું અને પ્રભુની અસંગ યાત્રા શરૂ થઈ. Total detachment. પ્રભુના સામાયિકની વાત તો આપણે કરી શકીએ નહીં. પણ આપણી કક્ષાએ સામાયિક કેવું હોવું જોઈએ ? એની વાત યોગપ્રદીપકાર મહર્ષિએ બતાવી. એમણે કહ્યું કે, આવું મન તે સામાયિક. એ મનને એમણે પાંચ વિશેષણો આપ્યા. ‘નિસંગમ્ યનનિરાભાસમ્, નિરાકારમ્ નિરાશ્રયં, પુણ્ય પાપ વિનીર્મુક્તમ્, મન: સામાયિકમ પુરિતમ્. પહેલી વાત મન અસંગ જોઈએ. તો જ સામાયિક કહેવાય. આપણી પરંપરાએ આપણને બહુ જ મજાની ભક્તિધારા આપી છે અને એટલે પરમસંગ દ્વારા અસંગ. આ આપણી ધારાએ આપેલી આપણને એક ભેટ છે.
એક બહુ જ વિદુષી સ્થાનકવાસી સાધ્વીજી ભગવતી મારી વાચનાઓમાં આવતા. મારા પુસ્તકોને વાંચતા. એમણે એકવાર બહુ જ સરસ વાત કરેલી. એમણે કહેલું કે ગુરુદેવ અમે માત્ર સ્થાપના નિક્ષેપને બાજુમાં મૂક્યું છે એમ નહીં, પૂરી ભક્તિધારાથી અમે બહાર આવતા રહ્યા છે. એમણે કહ્યું કે સાહેબ, આપણી ધારા બહુ જ સ્પષ્ટ છે. સામાન્ય સાધક સીધો જ અનાલંબનમાં જઈ શકવાનો નથી. એના માટે આલંબન જરૂરી છે જ. તો આપણી ધારાએ બહુ મજાની આ ભક્તિધારા આપણને આપી છે. ઘણીવાર સ્થાનકવાસી શ્રાવકો પણ મારા પ્રવચનોમાં આવતા. હું એમણે કહેતો હોવ પ્રેમથી કે ‘you are also right, you’re also right’ તમે પણ અપેક્ષાએ સાચા છો. આલંબનને ઘૂંટીને અનાલંબનમાં જવાનું જ હોય છે. પણ વાત શું થઈ કે કે.જી.માં ભણનારને સીધો SSCમાં બેસાડી દેવામાં આવે. આટલી જ ભૂલ થઈ. બાકી અનાલંબનમાં જવ એ અમારી પણ પરંપરા છે. આલંબનને ઘૂંટીને આખરે અમારે પણ અનાલંબનમાં જ જવાનું છે. એક વાત બહુ મજાની કહું. આલંબનને ઘૂંટીને અનાલંબનમાં જવાનું. વર્ષોથી પરમાત્માની ભક્તિધારાનું આલંબન આપની પાસે છે. તમે અનાલંબનમાં ગયા? ધ્યાનમાં ગયા? આલંબન ધ્યાનમાં પરમાત્મા સામે છે અથવા પરમાત્માના પ્યારા – પ્યારા શબ્દો સામે છે, અને તમે ભીતર ઉતરો છો. એ આલંબન ઘૂંટાઈ ગયું. એટલે અનાલંબન આવે, પછી તમે સહજરૂપે બેઠા છો અને સીધા અંદર જતા રહો. તો આલંબનમાંથી અનાલંબનમાં શી રીતે જવાય ? એની બહુ મજાની વાત ભક્તિયોગના ઉદ્દગાતા મોહનવિજયમહારાજ સાહેબે કરી. પરમ તારક અજિતનાથ પ્રભુના સ્તવનમાં. જે સ્તવન પૂજ્યપાદ કલાપૂર્ણસુરીદાદાને ખૂબ જ ગમતું હતું. “પ્રીતલડી બંધાણી રે અજિત જિણંદશું, પ્રભુ પાખે ક્ષણ એક મને ન સુહાય જો” એવી પ્રીત પ્રભુ સાથે બંધાઈ ગઈ છે કે એ પ્રભુ વિના એક ક્ષણ રહેવું હવે શક્ય નથી. પ્રભુ વિના રહેવું શક્ય નથી. કયા સંદર્ભમાં? દેરાસરમાં તો ૨૪ કલાક રહી શકાશે નહીં. તો પ્રભુનો એકાદ ગુણ એ તમે જોયો, એ ગુણનું ચિંતન આખો દિવસ તમે કર્યા કરો અને એ રીતે તમે પ્રભુ સાથે જોડાયેલા હો. એ કડીના ત્રીજા ચરણમાં બહુ જ ગજબનું ધ્યાન સૂત્ર આપ્યું. મેં તો સેંકડો-હજારો ગ્રંથોનો અભ્યાસ કર્યો છે, પણ ગુજરાતીમાં તો નહીં, પણ સંસ્કૃતમાં પણ આવું ધ્યાન સૂત્ર મેં જોયું નથી. બહુ જ નાનકડું અને બહુ જ ગજબનું ‘ધ્યાનની તારી રે લાગી નેહ શું’ અદ્દભુત ધ્યાનસૂત્ર ‘ધ્યાનની તારી રે’ રકાબીનો ‘ર’ છે હો, લખોટીનો ‘લ’ નથી. ‘તારી સટોરી એ બધી સૂફી’ ધ્યાનની પરંપરાના પડાવો છે. પહેલા તારી પછી સટોરી, તો પરંપરાઓ કેટલી ઉદાર હતી કે એક પરંપરાના શબ્દો બીજી પરંપરામાં એકદમ સહજરૂપે વણાઈ જતા. તો ‘ધ્યાનની તારી લાગી રે’ ધ્યાનની તન્મયતા થઈ. કઈ રીતે? બે જ શબ્દો આપ્યા ‘નેહ શું, લાગી નેહ શું’ એ જ પ્રભુનો સ્નેહ, પ્રભુ પર નો પ્રેમ, ધ્યાનના ઊંડાણમાં તમે પહોંચી જશો. કઈ રીતે? આજ વાત મારે તમને કહેવી છે. પ્રભુનો પ્રેમ તમારી પાસે છે. પહેલા પગથિયે ચડ્યા, શિખર બાકી રહી ગયું છે. એટલે જ વારંવાર હું કહું છું કે પગથિયામાં ઘર કરીને બેસવાનું નથી. ‘સાંભળજો ગુણી સંયમ રાગે’. સંયમ પ્રત્યેનો પણ રાગ અટકાવી નાખે. પ્રતિબંધકતા આવી ગઈ. તો તમે પગથિયામાં ઘર કરીને બેસો નહીં., સાધનામાર્ગમાં બે અવરોધો છે. પહેલો અવરોધ એ છે કે તમે સાધનામાર્ગમાં પગથિયામાં ઘર કરીને બેસી જાવ છો. દાખલા તરીકે તમે ધ્યાનમાર્ગમાં ગયા, અનાહદ નાદ તમને સંભળાવા લાગ્યો, ખંજરી જેવો અવાજ હોય, બહુ મીઠો અવાજ હોય, જાત-જાતના અવાજો આવતા હોય. એ અનાહદ નાદ સંભળાયો અને તમે કહી દો. ઓહ ! શિખર ઉપર પહોંચી ગયો. અરે! શિખર નહીં, હજી તો પાંચ પગથિયાં ચડ્યા છો. અનાહદ નાદ પૌદ્દગલીક ઘટના છે, અને જે પણ પૌદ્દગલીક ઘટના છે એને બાજુમાં મૂકીને આગળ ચાલો. કોઈક કહે મને લાલ પ્રકાશ દેખાય, કોઈક કહે મને પીળો પ્રકાશ દેખાય અરે દેખાય તો દેખાય, પણ પ્રકાશ શું છે ? પૌદ્દગલીક ઘટના છે. આપણે પૌદ્દગલીક ઘટનામાં ક્યાંય અટકવાનું નથી. તો સાધનામાર્ગમાં પહેલો અવરોધ આ છે કે તમે પગથિયામાં ઘર કરીને બેસી જાવ છો અને બીજો અવરોધ એ છે કે તમે ગઈકાલની સાધના જોડે કે પરમ દિવસની સાધના જોડે આજની સાધનાને compare કરો છો. કોઈ સાધના ક્યારેય પણ compare કરવાની હોતી નથી. કાલે મજા આવી હતી અને આજે મજા નહીં આવી. તો મજા માટે કોઈ ધ્યાન છે? ધ્યાન કોઈ entertainment ની પ્રક્રિયા છે? મજા આવી. તમને ખ્યાલ છે દ્રષ્ટિમાં. છઠ્ઠી દ્રષ્ટિમાં ઉદાસીનતા ભળે. સાતમીમાં સમાધિ છે, પણ સમાધિ પ્રત્યેનો રાગ છે. સાતમી અને આઠમી દ્રષ્ટિમાં ફરક શું પડ્યો? કે આઠમીમાં સમાધિ પ્રત્યેનો રાગ પણ થયો. એટલે આગળની આગળ તમારે જવાનું છે. ક્યાંય અટકવાનું નથી તો આપણે શું કર્યું? ભક્તિધારામાં પહેલા પગથિયે અટકી ગયા. શ્રેષ્ઠ આલંબન ધ્યાન આપણને મળ્યું છે. વિતરાગ પરમાત્માની આ મુદ્રા, અદ્દભૂત મુદ્રા, એમનું શાંતરસથી ખચિત મુખ. આવું બીજે ક્યાંય મળશે પણ નહીં. આવું અદ્દભૂત ધ્યાનમાં છલાંગવાનું માધ્યમ આપણને મળ્યું, પણ આપણે ધ્યાનની શરૂઆત પણ કરી. તો સૂત્ર શું આવ્યું. ‘‘ધ્યાનની તારી રે લાગી નેહ શું’. એક પરમાત્માનો સ્નેહ, પરમાત્મા પ્રત્યેનો અદ્વિતીય પ્રેમ તમને ધ્યાનની ધારાના ઊંડાણમાં લઈ જાય, શી રીતે? પ્રભુની મુખમુદ્રા ગમી, કેમ ગમી? એ મુખમુદ્રામાં જે વિતરાગદશા છે એ તમને ગમી? શું જોયું? પ્રભુનું દર્શન અત્યાર સુધી કર્યું. મૂર્તિનું દર્શન કર્યું, આંગીનું દર્શન કર્યું કે પ્રભુનું દર્શન કર્યું. તો એ પ્રભુની વિતરાગદશા તમને દેખાઈ? એ વિતરાગદશા દેખાય. એ વિતરાગદશા ગમી જાય. કારણ, રાગની પીડાનો અનુભવ તમને થયો. એકવાત તમને સ્પષ્ટ કહું, વૈરાગ્યનો કે વિતરાગદશાનો વાસ્તવિક અનુભવ થાય, તમે રાગમાં રહેવાના નથી, નથી ને નથી. અત્યારે રાગદશામાં તમે છો. કારણ શું ? You have no option. વૈરાગ્યનો કે વિતરાગદશાનો અનુભવ તમારી પાસે નથી, માટે તમે રાગમાં છો. અમે સેંકડો પ્રવચનો આપીશું. રાગ ખરાબ, રાગ ખરાબ. એથી કાંઈ થવાનું નથી. તમે પોતે વૈરાગ્યના આનંદને અનુભવો છો. વિતરાગદશાની એક આંશિક ઝલક તમને મળશે. એ જ ક્ષણે રાગ છૂટી જશે. રાગને કંઈ છોડવાનો હોય છે? સંસારને છોડવાનો હોય છે? હું મુમુક્ષોઓને વારંવાર કહું કે સંસારને છોડવાની પળોજણમાં ક્યારેય પડતા નહીં. નહિતર મેં સંસાર છોડ્યો. એ ‘હું’ પાછો ઉભો રહેશે, પછી અમારે ડંડો લઈને એ ‘હું’ ને કાઢવો પડશે. લાકડીનો શબ્દ બરાબર છે ને ! એક-એક મુમુક્ષુ આવે, આપની લાકડી ગમે એવી. છુટી જાય સંસાર? છે શું સંસારમાં? ઘણા લોકો મને પૂછે સાહેબ ! દ્વેષમાં પીડા સીધી દેખાય છે. રાગમાં એવી પીડા દેખાતી નથી. આ ઘણા બૌદ્ધિક સાધકોનો પ્રશ્ન હોય છે. રાગમાં પીડા નથી હોતી, એ એમ કહે છે. ત્યારે હું એને કહું કે વૈરાગ્યનો અનુભવ તને નથી, વિતરાગદશાનો અનુભવ નથી. ત્યાં સુધી રાગમાં પીડા તને નહીં દેખાય, કારણ કે તારી પાસે option નથી. ગુસ્સામાં તો સીધું માથું દુ:ખવા આવે છે. Hyper tension થઈ જાય છે, અને એટલે ગુસ્સો ન ગમે એમ બને, રાગમાં એવી પ્રક્રિયા થતી નથી, પણ વૈરાગ્યનો અનુભવ નથી ત્યાં સુધી રાગ છુટવાનો કઈ રીતે?
એક માણસ એક ઝૂંપડીમાં રહેતો હોય. વર્ષોથી ઝૂંપડીમાં રહે છે, તો ઝૂંપડી જોડે પણ attachment થઈ જાય છે. પણ હા.. એનો દીકરો બહુ કમાઈ જાય અને બંગલો બનાવી દે, તો પછી એને બંગલો ગમે, અને એકવાર બંગલામાં રહેવા જાય પછી એને ઝૂંપડુ જે છે ગમે પણ નહીં. બાકી ઝૂંપડા જોડે પણ attachment હોય છે અને ભિખારીને ફૂટપાથની પોતાની જગ્યા ઉપર પણ attachment હોય છે.
મુંબઈના એક મોટા મંદિરમાં prime location કયું ગણાય? ભિખારી માટેનું. કે જે મંદિરની એકદમ નજીક હોય અને મંદિરમાંથી ભક્ત નીકળ્યો હોય, એકદમ ભાવનાથી ઉજવલિત થઈને. તો સીધું પેલાને થોડું આપી દે. તો એક ભિખારીએ prime location પર હતો, વર્ષોથી. એકવાર બધાએ જોયું ભિખારીઓએ કે એ ભિખારી ઠેક છેડે સુધી પહોંચી ગયો. અડધો કિલોમીટર દૂર Lineમાં. અને એક નવો જ ભિખારી એ prime locationમાં આવ્યો. એટલે પેલા લોકોએ પેલા ભિખારીને પૂછ્યું કે આ prime location માં કોણ આવી ગયું? કોણે આપ્યું? તો કહે કે મારી દીકરીના કાલે લગ્ન થયા હતા એટલે દીકરીને દહેજ ની અંદર આ prime location આપ્યું. દીકરી જમાઈને કાંઇક તો આપવું પડે ને. Attachment તમે શેના ઉપર નહીં કરો એ નવાઈ છે. જે પણ તમારી પાસે હશે એના ઉપર તમે Attachment કરી દેવાના છો. તો રાગ પણ છૂટી જાય, વૈરાગ્યનો, વિતરાગદશાનો, આંશિક અનુભવ થાય ત્યારે.
તો હવે આપણી વાત એ હતી કે પ્રભુનું દર્શન તમે કર્યું, એ પ્રભુના મુખ પર જે પરમ શાંતિ છે એ તમને દેખાઈ? હરિભદ્રપંડિત પંડિત હતા. બ્રાહ્મણ ચુસ્ત. એ લોકોને માટે નિયમ હતો. ‘હસ્તીના તોડયા માનો તિ, ન ગચ્છે જૈન મંદિરમ્’ હાથી સામે આવે અને મરી જવું પડે તો મરી જવું. પણ જૈન મંદિરમાં ન જવું. પણ એ જ હરિભદ્રપંડિત શેરીમાં ચાલતા હતા. સામેથી ગાંડો હાથી આવે છે અને બૂમ પર બૂમ પડે છે. ખસી જાવ ખસી જાવ. ગાંડો હાથી છે. બાજુમાં દેરાસર હતું ખુલ્લુ. હરિભદ્રપંડિત દેરાસરમાં જતા રહ્યા. ભગવાનને જોયા, દર્શન તો કરવાના હતા નહીં. ભગવાનને જોયા પછી કહે છે ‘બપોરેવ તવા ચસ્ટે, સ્પસ્ટમ મિસ્ટાંન ભોજિતં’ વાણીયાના ભગવાન છો, સ્વાદાર નૈવેદ્ય મળે છે. શરીર તો રિસ્ટ પુસ્ટ છે કે તપશ્ચર્યા કરતા લાગતા નથી તમે. ‘બપોરેવ તવા ચસ્ટે, સ્પષ્ટમ મિસ્ટાંન ભોજિતં.’ કારણ. કારણ પછી આપે છે કે વૃક્ષની બખોલમાં આગ હોય, તો વૃક્ષ નવપલ્લવિત ન હોય. એમ તમે તપશ્ચર્યા કરતા હોત તો તમારું શરીર એકદમ શિથિલ દેખાય. પણ તપશ્ચર્યા – બપશ્ચર્યા કરતા નથી અને બરોબર નૈવેદ્ય વાપરો છો. એટલે શરીરતો મજાનું. દીક્ષા લીધા પછી એ જ હરિભદ્રમુનિ પ્રભુ પાસે ગયા. આજ શ્લોક બોલે છે. ‘બપોરેવ તવા ચસ્ટે, સ્પસ્ટમ વિતરાગતા’. આ તારું શરીર, આ તારી મુખમુદ્રા કહે છે કે તું વિતરાગ છે. કારણ રાગનો અગ્નિ જો વૃક્ષની બખોલમાં હોય તો વૃક્ષ નવપલ્લવીત ન થાય એમ તારી ભીતર રાગ હોત તો આ પ્રશાંતવાહીતા, આ આનંદ તારી પાસે ન હોત, તારી વિતરાગદશા, તારા ચહેરા પરનો આનંદ બતાવે છે કે તારી ભીતર રાગ નથી. તો આ રીતે પ્રભુની વિતરાગદશા દેખાઈ. એ વિતરાગદશા દેખાય. એ ગમી જાય, પછી પ્રભુના શબ્દો યાદ આવે, કે તું મારા જેવો જ છે. સત્તારૂપે મારામાંને તારામાં કોઈ અંતર નથી. તારામાં એ જ વિતરાગદશા ભરેલી પડી છે. એ જ પ્રભુની કૃપાથી આપણી વિતરાગદશા આંશિકરૂપે, વૈરાગ્યરૂપે પ્રગટ થાય અને એ વૈરાગ્યનો, એ વિતરાગદશાની, આંશિકદશાનો અનુભવ થાય, રાગ છૂટી જાય. તો ‘ધ્યાનની તારી રે લાગી નેહ શું’. એ જ પ્રભુ પ્રત્યેનો પ્રેમ તમને ધ્યાનના ઊંડાણમાં લઈ જાય.
ધ્યાન એટલે શું? ધ્યાન એટલે માત્ર અનુભૂતિ. ધ્યાનનો બીજો કોઈ જ અર્થ નથી. ‘નેમ ચિંતાયા’ એ આપના શબ્દકોષોમાં છે, પણ એ ધ્યાન એકાગ્રતા સ્વરૂપ અને એકાગ્રતા સ્વરૂપનું જે ધ્યાન છે, એ સાધન કોટીનું ધ્યાન છે. સાધ્ય કોટીનું નહીં. જેમ કે, તમે જાપ કરો. એકાગ્રતાપૂર્વક જાપ કરો. એક નાનકડા પદનો અર્હમ.. અર્હમ… અર્હમ. એ તમે જાપ કરો અને જાપમાં તમારું મન એકદમ એકાગ્ર બની જાય. એ અર્હમ સિવાય દુનિયાની કોઈ ઘટના એ વખતે તમારી સામે ન હોય તો, એ સાધન એકાગ્રતા છે. સાધન એકાગ્રતા એટલા માટે કે આખરે ડૂબવું છે, સ્વમાં જવું. શબ્દો પણ આખરે પર છે. શબ્દ પણ પર છે, વિચાર પણ પર છે અને નથી શબ્દમાં ડૂબવું, નથી વિચારમાં ડૂબવું માત્ર ને માત્ર સ્વમાં તમારે ડૂબવું છે, પણ એ સ્વમાં ડૂબવા માટે એકાગ્રતા પહેલા જોઈશે. એકાગ્રતા નહીં હોય તો તમે તમારી વિતરાગદશામાં શી રીતે ઊંડા જશો ? એટલે પહેલા જ કહીએ કે સમભાવનો અનુભવ કરો, તમે સમભાવનો અનુભવ શી રીતે કરશો? શું વિચારો સતત ચાલુ હશે તો વિભાવ જ ચાલુ રહેવાનો છે? રાગ, દ્વેષ, અહંકાર, વિચાર એ બારી છે અને વિચારની બારી દ્વારા શેરીમાં રહેલા રજકણો તમારા અંદરના ખંડમાં આવે છે. એટલે બારી બંધ કરી દો. તો શેરીમાં રહેલા રજકણો તમારા રૂમમાં ન આવે. તો નિર્વિચારદશા, નિર્વિકલ્પદશા. એ બારીને બંધ કરવાની વાત છે.
પતંજલીએ મહર્ષિ પતંજલીએ યોગસૂત્રમાં કહ્યું કે ‘નિર્વિચારદશા વૈસારધ્યે, અધ્યાત્મ સમ પ્રસાદમ’, ‘નિર્વિચારદશા વૈસારધ્યે, અધ્યાત્મ સમ પ્રસાદમ્’ પ્રભુનો પ્રસાદ તમને મળે. બોલો. ‘તિત્થયરા મે પસીયંતું’ કેટલીવાર બોલો અને પ્રભુનો પ્રસાદ કેટલીવાર મળ્યો? બોલો, ‘તિત્થયરા મે પસીયંતું’. પ્રભુ મારા ઉપર પ્રસાદ વરસાવે અને પ્રભુનો પ્રસાદ તો ચાલુ જ છે, તું ઝીલતો નથી એમ કહેને. પ્રભુનો પ્રસાદ સતત ચાલુ છે. એની કૃપા સતત વરસી રહી છે. એક ક્ષણ એવું નથી કે એની કૃપા ન વરસતી હોય, તમે ઝીલતા નથી. તો ઝીલવા માટે શું જોઈએ? આ નિર્વિચારદશાનું પાત્ર. અને વિચારો સત્તર જગ્યાએ દોડતા હશે ત્યાં તમે પ્રભુના પ્રસાદને શી રીતે ઝીલશો? અને મારા શબ્દોને પણ ક્યાંથી પકડશો ? કોઈ પુછેને વ્યાખ્યાન પુરું થયા પછી, કે આજ શું આવ્યું હતું? અરે! બહુ સરસ આયું હતું. બહુ સરસ આયું તું. હા. બહુ સરસ પણ શું હતું ? હવે એ તો મહારાજ સાહેબ જાણે. કેમ? તમે મારા શબ્દોને ઝીલી શકતા નથી. પ્રભુની કૃપાને શી રીતે ઝીલી શકશો? મન ક્યાંનું ક્યાંય દોડી રહ્યું છે. તો પ્રભુના શબ્દો ક્યાંથી ઝીલાશે? તો ‘નિર્વિચાર વૈસારધ્યે, અધ્યાત્મ સમ પ્રસાદમ’ નિર્વિચાર મન કહ્યું, નિર્વિચાર દશાયામ, અધ્યાત્મ સમ પ્રસાદયમ નથી કહ્યું. ‘નિર્વિચાર વૈસારધ્યે, નિર્વિચારને કુશળતાથી તમે ઘૂંટો. એટલું કુશળતાથી ઘૂંટો કે switch off કરો અને light બંધ થાય એની જેમ તમે વિચારોને off કરો અને વિચાર બંધ થઈ જાય. તમારી તકલીફ છે ને આ ?
ઘણીવાર એવું બને ગામડામાં, પોતાને ત્યાં light નથી કે મીટર નથી. એટલે પાડોશીના ઘરમાંથી દોરડું ખેંચેલું હોય અને એ પડોશી જે છે એ switch on કરી દે એટલે આને ત્યાં light જળે. પાડોશી જોડે ભાઈબંધી છે. એટલે પૈસામાં બધું વ્યવસ્થિત કરી નાખે. હવે એનો પાડોશી યાત્રાએ ગયો. સહકુટુંબ. આખું ઘર બંધ કરીને. આ ભાઈ ગયેલા બહાર. એટલે પેલા ભાઈ છેલ્લે મળી શક્યા નહીં. અચાનક જવાનું થયું. અઠવાડિયાની યાત્રાએ. હવે, આના ઘરની light તો on કરેલી. દિવસે તો વાંધો ન આવ્યો. જોરદાર light રાત્રે પણ ચાલુ ને ચાલુ. સુવાનું આને ત્યાં જ. ઊંઘ જ ન આવે, આવી light માં. પણ એ light ને બંધ કરવાની એની પાસે કોઈ system ન હતી. તમારી પાસે પણ આ જ વાત છે. light on થઈ ગઈ, એ થઈ ગઈ, જનમ્યા ત્યાંરથી. વિચારો શરૂ. ઘસઘસાટ ઊંઘ આવે ત્યારે થોડીવાર બંધ થાય, પાછા જાગ્યા એટલે ચાલુ. તો એ light ને off કરવાની system આપું? Switch આપી દઉં? Block ફોડી નાખો. Block ફોડી નાખું block ફોડી નાખે તો નુકસાન તો જાયને પછી. અને વિચારનો blub એ તોડે તો કામ આવે એવો નથી. પ્રભુની ભક્તિમાં પાછો એ જ બલ્બ જોઇશે. વિચારોને off કરી દેવાના.
એક ફિલોસોફરે કહ્યું કે, ‘વિચારો ચિદા્કાસમાં”છે તમે ચિંદા્કાશમાં છો એ ખાલી તમારી identity બદલાઈ જાય, તો કામ થઈ જાય એમનું. તમે એટલે કોણ? Identity બદલો આની. તમે એટલે શરીર નહીં, તમે એટલે નિર્મળ ચૈતન્ય. તો ‘વિચારો ચિત્ત-ચિત્તા કા સામાન. તમે ક્યાં છો? ચિદાકાશમાં. અને તમે ચિદાકાશમાં છો ? વિચારો હોય, ન હોય ફરક શો પડે ? કોઈ ફરક પડતો નથી? એટલે બે અવસ્થા આપી છે. પહેલી અવસ્થા એ આવી કે વિચારો આવ્યા કરે અને તમને દખલ ન કરી શકે એટલે બલ્બ ઉપર તમે જાડું કપડું જે છે તે વીંટાળો દેજો. બરાબર. વિચારો છે, પણ તમે એમાં ભળતા નથી. તમે માત્ર વિચારોને જુઓ છો. રાગને પણ જુઓ, દ્વેષને પણ જુઓ.
આપડે વચ્ચે પણ કહેલું કે ચા પીવો છે, ચા tasty છે, તમને આસક્તિ થાય છે. એ આસક્તિને જુઓ. મને આસક્તિ થઈ રહી છે એવો વિચાર કરો. એવો વિચાર કરીને શું થયું? તમે આસક્તિની જોડે. જોડે એટલે શું થયું? આસક્તિ દ્રશ્ય બની. તમે દ્રસ્ટા બન્યા. આ ટેબલ દ્રશ્ય છે. હું દ્રષ્ટા છું. તો દ્રષ્ય અને દ્રસ્ટા એક ન થાય અને અત્યાર સુધી વિચારોની અને તમારી જે સાંઠ-ગાઠ એક થઈ છે એ જુદી પડી જાય. પહેલું આ અને બીજું સ્ટેજ એ આવે છે જ્યારે વિચારો આવતા જ નથી. મને ઘણીવાર લોકો પુછે છે કે તમે બેઠેલા હોવ, પુસ્તક પણ તમારા હાથમાં ન હોય, તમે ખાલી બેઠેલા હોવ ત્યારે શું વિચાર કરો ? ત્યારે મારે કહેવું પડે કે વિચારો ગયા. હવે વિચારોનું કોઈ કામ જ નથી. વિચારો શાના માટે? તમારે ભૂતકાળમાં જવું છે, તો વિચાર કામમાં આવે, ભવિષ્યકાળની કોઈ ઘટના વિચારવી છે તો મન કામમાં આવે. વર્તમાન ક્ષણમાં તમારે ઉદાસીનભાવે રહેવું છે, તો ત્યાં મનની જરૂરિયાત ક્યાં છે? એટલે અમને લોકોને મનની જરૂરિયાત ક્યારેક-ક્યારેક જ પડે અને જ્યારે પડે ત્યારે એનો ઉપયોગ કરી લઈએ. પ્રભુ પાસે જઈએ ત્યારે પણ મનની વાત નથી હોતી. સીધું જ પ્રભુની વિતરાગદશાને જોવાની છે અને એ વિતરાગદશાની આંશિક અનુભૂતિ કરવાની છે. એટલે ફરીથી યાદ રાખો. જ્યાં અનુભૂતિ છે, જ્યાં ધ્યાન છે, ત્યાં શબ્દ નથી, વિચાર નથી. શબ્દ અને વિચાર આગળ આવી શકે. એ ધ્યાન માટેનું raw material બની શકે પણ ધ્યાન વખતે શબ્દ કે વિચાર હોતો નથી. ધ્યાન વખતે માત્ર ને માત્ર અનુભૂતિ હોય છે. તો ‘ધ્યાનની તારી રે, લાગી નેહ શું’ પછી પ્રભુને જોતાં કેવો આનંદ થાય એની વાત કરી છે. ‘જલદ ઘટા જિમ શિવ સુત વાહન’ શિવ સુત વાહન એટલે મોર. મોરને વાદળાઓની ઘટા જોતા, પાણી ભરેલા વાદળાઓને જોતા, જેવો આનંદ થાય તેથી પણ વધુ આનંદ પ્રભુ તમને જોતા મને થાય છે. ‘શિવ સુત વાહન’
મહાદેવજીના બે દીકરા. એક ગણેશજી અને કાર્તિકેય. ગણેશજીનું વાહન તો ઉંદર છે. કાર્તિકેયનું વાહન મોર છે. એટલે ‘શિવ સુત વાહન’ અત્યારે તો ગણેશજીની સ્થાપના ઠેક-ઠેકાણે થઈ રહી છે. ગણેશ શબ્દ બહુ મજાનો છે, ગણ+ઈશ. કોઈપણ સમુહનો નેતા કેવો હોવો જોઈએ? ગણેશજીમાં ત્રણ લાક્ષણિકતા છે. મોઢું બંધ છે સૂંઢ આવી ગઈ. કાન મોટા છે અને પેટ મોટું. યાદ રાખજો. તમે કોઈપણ સંઘના પ્રમુખ હોય, ઉપપ્રમુખ હો, કોઈપણ સંઘમાં સેવા આપતા હો, તો તમારી આ એક લાક્ષણિકતા હોવી જોઈએ. કાન મોટા હોય એટલે બધાની વાત સાંભળવાની. પ્રેમથી. હા..ભાઈ..હા. તારી વાત સાંભળી લીધી. એના માટે યોગ્ય થઈ જશે. પેટ મોટું એટલે બધાની વાત અંદર સમાઈ જાય, મોઢું બંધ એટલે કોઈને કહેવાની વાત રહી નહીં..એટલે ગણેશ તો આવો હોય જ. પણ તમે બધા પણ ગણેશ થઈ જાવ તો વાંધો નહીં. કાન મોટા રાખવાના, વાત સાંભળી લેવાની, કોઈની વાત કોઈને પણ pass નહીં કરવાની. નક્કી ને. કોઈની સારી વાત કોઈને કહેવામાં વાંધો નહીં. પણ કોઈની પણ નબળી વાત સાંભળી તો pass on કરવાની નહીં. નક્કી..તો આજની વાંચનાની ફી મને મળી ગઈ. તો “નિસંગમ યન્નિરાભાસમ, નિરાકારમ, નિરાશ્રયં, પુણ્ય પાપ વિનિર્મુક્ત્મ મન: સામયિકમ પુરીતમ’. પરમસંગ દ્વારા અસંગ. તો આપણી વાત એ હતી કે પરમસંગમાં તમે છો ભલે થોડીક વાર. પણ એ પરમસંગ દ્વારા અસંગ મળ્યો. હરિભદ્રસૂરિમહારાજ સાહેબે ચોથા પંચસૂત્રમાં આ વાત કરી કે, અભિવ્રજ્યા આવે એ પછી પ્રવજયા આવે. અભિવ્રજ્યા આવી પરમનો સંગ થયો. પરમનું આકર્ષણ, પરમનું એ પરમ સંમોહન માત્ર પરમ ગમે છે. બીજું કાંઈ ગમતું નથી એ પરમનું સંમોહન જે થયું એના કારણે બધા જ અપરમ તત્વોના રાગ ઉપર ચોકડી મુકાઇ જશે. નારદઋષિએ ભક્તિસૂત્રમાં એક સૂત્ર આપ્યું. ‘તસ્મિન અનન્યતા, તદ્ર વિરોધિષું ઉદાસીનતા ચ’. ‘તસ્મિન અનન્યતા’ પ્રભુની વિશે તમારું મન એકાકાર થઈ જવું જોઈએ. ‘તસ્મિન અનન્યતા’ પછી બહું ગજબની વાત કરી ‘તત વિરોધિસું ઉદાસીનતા ચ’ અપરમ તત્વો જે છે તેના પ્રત્યે દ્વેષ નહીં. ઉદાસીનદશા. અમારી સાધનામાં ધારો કે કોઈ અવરોધો ઊભો કરે છે, તો અવરોધ ઊભો ન થાય એવી જગ્યાએ તમે જઈ શકો પણ અવરોધ ઊભા કરનાર ઉપર દ્વેષ કરવાનો તમને અધિકાર નથી. પરમને ચાહો, પરમને ખૂબ ચાહો, અપરમ તત્વો ઉપર ઉદાસીનદશા, એટલે બીજા ઉપર દ્વેષ નથી કરવાનો. ત્યાં પણ ઉદાસીનદશા. કોઈએ માઈક જોરથી ચલાવ્યું. બહુ જ ઘોંઘાટ થયો. ત્યાં પ્રેમથી સૂચના આપી શકો કે ધીરુ થાય તો સારું. ન માને કોઈ, તો બીજી જગ્યાએ જતા રહેવું. પણ એના પ્રત્યે દ્વેષ તમને નહીં. તો પરમનો સંગ અન્યના અસંગમાં જશે નહીં અને અસંગ મન એ સામાયિકની પહેલી સજ્જતા.
