Prabhu Veer Ni Sadhna – Vachana 06

38 Views
23 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : નિર્વિકલ્પતા એ જ નિરાકારતા

વિભાવ અને વિકલ્પ અન્યોન્યાશ્રય છે. સત્તામાં રહેલો વિભાવ ઉદયમાં આવે એટલે વિકલ્પો શરૂ થાય. વિકલ્પો થી વિભાવ વધુ ઉત્તેજિત થાય. વિભાવના અંગારાને વિકલ્પોરૂપી હવા નાંખો, તો એને ભડકામાં ફેરવાતા વાર ન લાગે!

જો વિભાવના ઉદય સમયે જાગૃતિ મુખરિત બને, તો ઉદયને નિષ્ફળ બનાવી શકાય. તમે કદાચ વિભાવોને દૂર કરી શકતા નથી, તો વિભાવના ઉદયની ક્ષણે નિર્વિકલ્પ બની જાઓ. વિચારોને જુઓ; એમાં ભળો નહિ. માત્ર દૃષ્ટા બની જાઓ.

કાયોત્સર્ગની પ્રક્રિયામાં વિભાવને અને શ્વાસને આમનેસામને રાખ્યાં. કાયોત્સર્ગ એ શ્વાસને શાંત કરવાની પ્રક્રિયા છે. શ્વાસને શાંત કરીને પણ તમે વિભાવના ઉદયને ખાળી શકો.

પ્રભુ વીર ની સાધનાવેસુ (સુરત) ચાતુર્માસ વાચના – ૦

દેવાધિદેવ મહાવીર પ્રભુની સાડાબાર વર્ષની સાધના કથા

સૌથી પહેલું સૂત્ર પ્રભુની અસંગદશાને વર્ણવતું છે. “अहुना पव्वईए रीयत्था”. “કરેમિ – સામાઈયં” ઉચ્ચરીને પ્રભુ તરત જ વિહાર કરે છે. એ અસંગયાત્રા ભલે નાનકડા editionમાં પણ આપણને શી રીતે મળે એની વાત ‘યોગપ્રદીપ’ગ્રંથના માધ્યમે આપડે જોઈ રહ્યા છીએ. ‘યોગપ્રદીપગ્રંથ’ એવા મનને, એવા ઉપયોગને સામાયિક કહે છે જેમાં પાંચ વિશેષતાઓ લાગેલી છે. નિ:સંગ ઉપયોગ હોય, નિરાભાસ ઉપયોગ હોય, નિરાકાર ઉપયોગ હોય, નિરાશ્રય ઉપયોગ હોય અને પુણ્ય પાપથી વિમુક્ત ઉપયોગ હોય એ સામાયિક છે. નિરાકાર ઉપયોગ. ઉપયોગને નિર્વિકલ્પ બનાવવો છે.

એક બહુ મજાની વાત કરું. વિભાવ અને વિકલ્પની એક સાંઠ-ગાંઠ છે. એ બેવમાં અન્યોન્યાશ્રય છે. ભક્તિની ધારામાં પણ અન્યોન્યાશ્રય હોય છે, સાધનાની ધારામાં પણ અન્યોન્યાશ્રય હોય છે, ભક્તિની ધારાના અન્યોન્યાશ્રયની વાત ‘વિતરાગસ્તોત્ર’માં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે કરી:

“ભક્તપ્રસતેસ ભક્તપ્રસાદસ, ભક્ત પ્રસાદાદિયમ પુન:,

ઈતેન્યોન્યાશ્રયમ ભીન્ની, પ્રસિધ ભગવંત મુનિ”

એક મજાની વાત એમણે કરી કે પ્રભુ હું તારી ભક્તિ કરું, તું કૃપા વરસાવે, તારી કૃપાથી મારી ભક્તિધારા પુષ્ટ બની, એ પુષ્ટભક્તિધારા ઉપર તારો પ્રસાદ વધારે વરસે. પણ પ્રભુ ! આ અન્યોન્યાશ્રય મારે જોઈતો નથી. કારણ જો એમાં શરૂઆત મારે કરવાની હોય. હું ભક્તિ કરું અને તું પ્રસાદ વરસાવે, મારી ભક્તિ કેવી હશે? મારી એ નાનકડી ભક્તિ ઉપર તારો નાનકડો પ્રસાદ વરસે એ મને કબુલ નથી. ઈતેન્યોન્યાશ્રયમ ભીન્ની, પ્રસિદ્ધ ભગવંત” આ અન્યોન્યાશ્રયને કાઢી નાખ મારી ભક્તિ તારી કૃપા આ શું? સીધો વરસી પડ. તો ભક્તિની ધારામાં આ અન્યોન્યાશ્રય છે એવો જ અન્યોન્યાશ્રય અહીંયા છે.

વિકલ્પો શરૂ કેમ થાય? વિભાવને કારણે. વિભાવ ઉત્તેજિત કેમ થાય? વિકલ્પને કારણે. એટલે વિભાવને કારણે વિકલ્પો થયા એ વિકલ્પો ઉત્તેજિત થવાને કારણે વિભાવ ઉત્તેજિત થાય.

એક રૂમમાં એક માણસ બેઠેલો છે. કદાચ સામાયિક લઈને બેઠેલો છે. એક વ્યક્તિ એ રૂમમાં enter થાય છે એ વ્યક્તિ પર આને સહેજ દ્વેષ છે. એટલે એને જોતાની સાથે મનમાં તિરસ્કારની લાગણી ઉભરાય છે. આ.. આ કેમ અહીં આવ્યો! મારે ત્યાં ? આને વળી શું કામ પડ્યું મારું ? તો વિભાવ ઉત્તેજિત થયો. સત્તામાં જે ક્રોધ હતો તે ઉદયમાં આવ્યો. હવે એ ઉદયમાં તો આવી ગયો, એ ઉદયમાં આવે ક્રોધ પ્રત્યે તમે બે કામ કરી શકો. તમારી જાગૃતિ મુખરિત બને, તમે એ ઉદયને નિષ્ફળ બનાવી શકો અને તમારા વિકલ્પો આગળ ને આગળ વધે તો એ ઉદય જે માત્ર અંગારા જેટલો હતો એ ભડકામાં ફેરવાઈ ગયો. તમારા વિકલ્પો વધે આ માણસ કેમ આવ્યો? એણે મારું કેટલું ખરાબ કર્યું હરામખોર માણસ. આવો માણસ. એ વિકલ્પો જેટલા વધે એટલો વિભાવ ઉત્તેજિત થાય.

તો હવે શાસ્ત્રકાર ભગવંતોએ એક મજાનો માર્ગ બતાવ્યો. વિભાવ અને વિકલ્પો આમને-સામને છે. તમે કદાચ વિભાવને દૂર કરી શકતા નથી, વિભાવને નિષ્ફળ કરી શકતા નથી. એ જ ક્ષણે નિર્વિકલ્પ બની જાવ. આમને સામને છે એ વિભાવને જે અંગારારૂપે છે એને વિકલ્પોને હવા નહીં મળે તો એ ભડકામાં શી રીતે ફેરવાશે? તો વિભાવોને તમે દૂર ન કરી શકો માની લીધું એ વખતે તમે વિકલ્પોને દૂર કરી શકો? વિકલ્પોને સ્થગિત કરી શકો? આ જ વાત આપણા કાયોત્સર્ગમાં છે. કાયોત્સર્ગમાં કઈ વાત લીધી. વિભાવની સામે શ્વાસ લેવો. આપડે અહિયાં વિભાવની સામે વિકલ્પ લીધું. કાયોત્સર્ગની પ્રક્રિયામાં વિભાવની સામે શ્વાસ લીધો. તમે કોઈપણ આવેગમાં જાવ તમારા શ્વાસ ઝડપી ચાલવા લાગે. ક્રોધમાં આવો ત્યારે જોજો શ્વાસ કેટલા ઝડપી ચાલે છે. ધડકન પણ વધી જવાની. તો એ વખતે વિભાવોને તમે શાંત ન કરી શકો કદાચ પણ શ્વાસને તમે શાંત કરી શકો. એટલે કાયોત્સર્ગ શ્વાસને શાંત કરવાની કળા છે.

લોગસ્સ ઉજજોઅ-ગરે, ઊભા રહેવાનુ, ધમ્મતિત્થયરે જિણે શ્વાસ લેવાનો છે પછી, આપડી પરંપરામાં બીજી વાત પણ કરી. “કાયા સમા ઉસાસા” તમે એ પદ ઉચ્ચારો, એ ચરણ ઉચ્ચારો એટલે શ્વાસ કે નિ:શ્વાસ થઈ ગયું પણ મૂળભૂત પરંપરા આ છે. લોગસ્સ ‘ચંદેસુ નિમ્મલયરા’ સુધી જ કેમ બોલવાનું? આખો કેમ નહીં? ક્યારેક સાગર-વર-ગંભીરા સુધી જ બોલવાનું….કારણ શું? જ્યાં પચ્ચીસ શ્વાસો-શ્વાસે તમારા આવેગો શાંત થઈ જાય છે. ત્યાં ‘ચંદેસુ નિમ્મલયરા’ સુધીનો લોગસ્સનો કાયોત્સર્ગ આવે છે. બહાર જઈને તમે આવ્યા છો બની શકે બહાર કશુંક જોવાઈ ગયું અને એને કારણે તમારી વૃતિઓ સહેજ ઉત્તેજિત થયેલી હોય. પણ એમ માની શકાય કે એ વખતે વૃત્તિઓ બહુ જ ઉત્તેજિત થયેલી નથી અને એથી કરીને ૨૫ શ્વાસોશ્વાસના કાઉસ્સગ્ગથી તમે મૂળભૂત ધારામાં આવી શકો છો. પણ રાત્રે દુઃસ્વપ્ન આવેલું છે તો ‘કુસુમિણ દુસુમિણ’નો  કાઉસ્સગ્ગ તમે કરો એ કઈ રીતે કરો? ૨૭ શ્વાસોશ્વાસની ક્રિયામાં. કારણ…. દુઃસ્વપ્ન આવેલું હતું. વૃત્તિની અંદર મલીનતા વધારે પેસેલી હતી તો શ્વાસોશ્વાસ વધારે લીધા. તો ત્યાં આવેગની સામે શ્વાસ લીધો. અહીંયા આપડે આવેગની સામે વિકલ્પ લઈએ છે. વિભાવની સામે વિકલ્પ.

તો હવે એક વાત વિકલ્પોને શાંત કરવા એ સરળ ખરું કે નહીં? વિભાવને શાંત નથી કરી શકતા એમ માની લઈએ પણ વિકલ્પોને તમે શાંત કરી શકો કે નહીં. એના માટે માત્ર practice પાડવાની જરૂર છે વિચારોને જુઓ- વિચારોમાં ભળો નહીં. આટલી જ વાત છે. તમે વિચારોના માત્ર દ્રષ્ટા બની જાવ. વિચારોમાં તમારે ભળવું નથી અને એ પછી વિભાવો ઉપર પણ તમારું નિયંત્રણ આવી જશે. 

બુદ્ધ બોધિ સત્વરૂપે એક જન્મમાં હતા. બુદ્ધની પૂર્વ જન્મની કથાઓને ચાતક કથાઓ કહેવાય છે એ વખતે બુદ્ધ બોધિસત્વના રૂપમાં છે તો એક જન્મ ની અંદર બુદ્ધ પાડાના અવતારમાં છે. એક શ્રેષ્ઠીને ત્યાં એ પાડાના રૂપમાં છે. પાણી દૂરથી લાવવાનું હતું એટલે પાડા ઉપર પખાલ મૂકી અને માણસ પાણી લઈ આવે. બાકીનો સમય એ પાડો શેઠનું મોટું ચોગાન હતું મકાનની સામે ત્યાં એક વૃક્ષ નીચે બંધાયેલો રહે. એ વૃક્ષ ઉપર એક વ્યંતરદેવ રહેતો અને બાજુના વૃક્ષો ઉપર એક કાગડો રહેતો હતો. કાગડો આમેય અવળચંડો તો હોય જ. એ કાગડો પાડાની પીઠ ઉપર આવે ઘણીવાર, ચાંચ મારે, ક્યારેક તો ઠેઠ આંખની પાસે આવી જાય ને ત્યાં ચાંચ લગાવી જાય પણ પાડો કોઈ reaction આપતો નથી. કશું જ reaction નહીં. પેલા વ્યંતરદેવને નવાઈ લાગી કે પાડો સશક્ત છે, સક્ષમ છે. હવે એ ધારે તો કાગડાને પાઠ ભણાવવો એમાં કંઈ મોટી વાત છે. કાગડો નીચે દાણા ચણવા માટે જમીન ઉપર બેઠેલો હોય એક પાટુ ઠોકે તો કાગડો બિલકુલ શાંત થઈ જાય.

સામાન્ય માણસને આ જ ગણિત સમજાય ને કે tit for tat ‘જેવા સાથે તેવા’. પ્રભુએ આપણને એક મજાનું સૂત્ર આપ્યું કે reactionની સામે શું કરશો તમે? action ની સામે re-action નહીં. actionની સામે non-action. અમે લોકો મજામાં કેમ છીએ? અમે લોકો મજામાં કેમ છીએ? action ની સામે re-action નથી માટે. action ની સામે non-action. અત્યારે પણ એવા પ્રદેશો છે જ્યાં સાધુઓને ગાળો આપે અમે એ ગાળોને પ્રેમથી સહન કરીએ enjoy કરીએ. મજા આવે. આમ પરિસહોને સહન કરો. સહન જ કરો કે enjoy કરો સાચું કહો. સહન તો કરવાના જ છે. ઠંડી હોય ત્યારે ઠંડી સહન કરવાની, ગરમી હોય ત્યારે ગરમી સહન કરવાની પણ એ સહન કરો કે enjoy કરો.

શિયાળાનો સમય હોય, સાંજે વિહાર કર્યો. એક ગામમાં ગયા. ઉપાશ્રય છે નહીં. પૂછ્યું ભાઈ! સંતોને ઉતારો ક્યાં મળશે? એક ખુલ્લી જાળીવાળી પરસાળ બતાવી. અહીંયા બધા સંતો ઉતરે છે તમે પણ અહીંયા ઉતરી જાવ. એ ખુલ્લી જાળીવાળી પરસાળને જુએ આનંદ થઈ જાય આજ તો જલસો પડી ગયો. કાજો લીધો, ત્યાં ઉતર્યા પ્રતિક્રમણ કર્યું એ પછી સ્વાધ્યાય અને ધ્યાન કર્યું. તમને ખબર છે? સંથારાપોરસિના સૂત્રો એ ધ્યાનના સૂત્રો છે. ‘એગો મે સાસઓ અપ્પા, નાણં દંસણ સંજુઓ, સેસા મે બાહિરા ભાવા’ આ ધ્યાન સૂત્રો છે. 

પેલી મેરેથોન દોડ હોય ને તો દોડવીરો હોયને બધા લક્ષ્મણરેખા ઉપર આવી જાય. રેફરી વન-ટુ-થ્રી બોલે એટલે બધા જ દોડવીરો દોડવા માટે મંડી પડે. બરાબર ને! આપડે એવા દોડવીરો કે રેફરીનું વન-ટુ-થ્રી થાય એટલે સંથારામાં સૂઈ ગયા. કેમ આમ ચાલે (આપ આવો એટલે બધા આવી જાય) પણ એ જે રસ છે એ રસ શેનો છે? અભિવ્યક્તિનો રસ છે કે અનુભૂતિને પામવાનો રસ છે? બે વસ્તુ પ્રવચનકારની અભિવ્યક્તિ સારી હોય અને તમે આવો એ અલગ વસ્તુ છે. પ્રવચનકાર જે અનુભૂતિ તમને આપવા માંગે છે એ અનુભૂતિ મેળવવાનો રસ છે? ત્રણ મહિના થયા. ‘what’s your achievement- what’s your achievement મેં’ શું મળ્યું? ક્યાં પાયા? તો સંથારાપોરિસિનું સૂત્ર ધ્યાનનું સૂત્ર. તો ધ્યાન કર્યું મુનિઓએ. પછી સંથારામાં થોડોક શરીરને આરામ આપે છે. એક કલાક થયો. એક કામળી હતી કામળી થઈ ગઈ ઠંડીગાર. પછી એ મુનિઓ કામળીને ફગાવીને ઊભા થઈ જાય. ઈરિયાવહિયા કરી કાઉસ્સગ્ગ ધ્યાનમાં આવતા રહે. જલસો પડી ગયો ને! કારણ.. જો મકાન એકદમ air tight  હોત કદાચ સવારના ૪ વાગ્યા સુધી સુઈ જવાનું થાત. આ ખુલ્લુ મકાન હતું તો જલસો પડી ગયો. પ્રતિક્રમણ પછી પણ સ્વાધ્યાય કર્યો, ધ્યાન કર્યું અને સૂતા કલાક. કામળી ઠંડીગાર નીચેથી બધું ઠંડુગાર. ચાલો કાયોત્સર્ગ ધ્યાનમાં. કેવી મજા આવી. પરીસહોને enjoy કરો છો?

એક મુનિવરોની સભા હતી અને મેં નિર્વિકલ્પદશાની વાત કરી એટલે એક મુનિવરે સવાલ કર્યો કે સાહેબ આપ તો એકદમ સરળતાથી બોલો છો નિર્વિચાર થઈ જાવ પણ અમારે તો રાત-દિવસ વિચારોની factory ચાલુ જ હોય છે. નિર્વિચાર થવું કઈ રીતે? ત્યારે મેં કહ્યું કે આ પ્રભુનો મુનિ બોલે છે? તથાકાર – સામાચારી જેની પાસે છે એ મુનિ? એને વળી વિચાર કયો હોય? કાર્તિકી પૂનમનો વિહાર છે કે એકમનો વિહાર કે બીજનો વિહાર ગુરુ જાણે આપણે શું? હું ઘણીવાર કહું છું શિષ્યને જલસો. મજા જ મજા અને મારા જેવો ગુરુ હોય તો એને પણ જલસો. કારણ કે હું આવતી ક્ષણ માટે અપ્રતિબધ્ધ છું. નિર્વિકલ્પ બનવું છે તથાકાર-સામાચારી મળી ગઈ આપણને.

એક બહુ પ્યારી ઘટના તમને કહું. એક નદીના કિનારે એક હિન્દુ ગુરુનો આશ્રમ. ગુરુ બહુ જ સાત્વિક કક્ષાના. વિદ્વાન. સેંકડો શિષ્યો એમના. એટલા સાધકો આશ્રમમાં આવે અને સવાર થી સાંજ સુધી ગુરુની વાચનાઓ ચાલ્યા કરતી હોય. એ આશ્રમની પ્રશંસા સાંભળીને એક સાધક ત્યાં આવ્યો. બધી જ વ્યવસ્થા ત્યાં હતી. કોઈને મહિનો રોકાવું છે આરામથી રોકાવ, બે મહિના રોકાવું છે આરામથી રોકાવ. આ સાધક ત્યાં રોકાય છે. એક મહિનો એ રોકાયો. ગુરુની સાત્વિકતા, ગુરુની નિષ્ઠા એને સ્પર્શી ગઈ. કોઈ માણસ mask પહેરીને ફરતો હોય, બુરખો પહેરીને. પણ તમે સાધનાના અમુક પડાવે જાવ છો ને ત્યારે તમે maskને ચીરી શકો છો અને એ વ્યક્તિના ભાવોને જોઈ શકો છો. તો આ સાધક પણ ઉંચી કક્ષાનો હતો. એને લાગ્યું કે ગુરુ જે રીતે બોલે છે એ જ રીતે એમનું આચરણ છે. એ જ ત્યાગ, એ જ વૈરાગ્ય, એ જ પ્રભુ નિષ્ઠા એમની પાસે છે એટલે માત્ર એને શબ્દોનો આસ્વાદ નહીં મેળવ્યો સદ્દગુરુનો આસ્વાદ મેળવ્યો. બોલો તમે ત્રણ મહિના શું કર્યું? હિસાબ આપો. મારા અને આચાર્યશ્રીના શબ્દોનો માત્ર આસ્વાદ કર્યો કે સદ્દગુરુઓનો આસ્વાદ કર્યો એ જ સદ્દગુરુ પાસે બેસો તમે પાંચ મિનિટ – ૧૦ મિનિટ અને એમની ઊર્જા જે છે એ સ્પર્શી જતી હોય છે. તમારે માત્ર શાંત બનવાનું હોય છે. થોડા વિકલ્પો ઓછા થયા તમારું ચિત્ત શાંત બન્યું એ જ ક્ષણે તમે સદ્દગુરુની ઊર્જાને પકડી શકો એટલે ક્યારેક એક કામ કરવું જોઈએ. ઘણા લોકો પૂછે છે કે સાહેબ લખવા જઈએ ને તો  સાંભળવાનો charm રહેતો નથી. તો હું કહું છું કે લખવાની જરૂર નથી. જેટલું અંદર ઉતર્યું એટલું ખરું એનાથી આગળનો પ્રયોગ એ છે કે સાંભળવું પણ નથી. શબ્દો તો આમ પણ પૌદગોલિક છે. સદ્દગુરુના દેહમાંથી જે ઉર્જા નીકળે છે એનો આસ્વાદ કરવો છે. આપણા જે મોટા સદગુરુઓ થયા એમના ચરણોમાં આપણે બેસતા એનું કારણ શું હતું? કારણ એક જ હતું એમની ઉર્જાને પ્રાપ્ત કરવી છે. હિરસૂરીમહારાજ સાહેબે દવા લેવાની ના પાડી શિષ્યો હતપ્રભ થઈ ગયા. કારણ ગુરુનું રહેવું જરૂરી છે. ગુરુનું ઉપનિષદ જરૂરી છે. ગુરુ પ્રવચન નથી આપી શકતા કોઈ વાંધો નથી, મંગલા ચરણ નથી કરાવી શકતા વાંધો નથી, ગુરુ વાસક્ષેપ નથી આપી શકતા વાંધો નથી. ગુરુના દેહમાંથી જે ઉર્જા નીકળે છે બસ એને ઝીલી લઈએ અને purify થઈ જઈએ. કેટલાય તમારા સ્ખલનો કેટલાય તમારા દોષો માત્ર ગુરુના ચરણે મસ્તક ટેકવવાથી દૂર થઈ જાય. ગુરુના ચરણમાંથી ઉર્જા વધુ માત્રામાં નીકળે છે એટલે કોઈપણ શિષ્ય સ્ખલન કરીને આવશે તો એ સીધો ગુરુના ચરણે પોતાના મસ્તકને ટેકવશે અને ગુરુના ચરણમાંથી નીકળતી ઉર્જા એના સ્ખલનોમાંથી એને પેલે પાર મૂકી દેશે આ પણ એક પ્રયોગ કરવા જેવો છે. 

તો પેલા સાધકે માત્ર સદ્દગુરુના શબ્દોનો આસ્વાદ લીધો એમ નહીં સદ્દગુરુનો આસ્વાદ લીધો. સદ્દગુરુને પીધા અને એણે લાગ્યું કે અત્યાર સુધી જે સદ્દગુરુઓ જોયા પણ આ સદ્દગુરુ તો ખરેખર ટોચના ગુરુ છે. એક મહિનો એ ત્યાં રોકાયો પછી એને સમાચાર મળ્યા કે અહીંથી વીસેક કિલોમીટર દૂર પહાડ છે અને પહાડની તળેટીમાં એક ગુરુ રહે છે. એ ગુરુ બહુ જ ઊંચી કક્ષાના ગુરુ છે તો આને થયું કે ત્યાં પણ જઈ આવું તો પછી. એટલે એને આ સદ્દગુરુને પૂછ્યું (કારણકે અનુભવ થઈ ગયો એમનો)  કે સાહેબ પહાડની તળેટીમાં આશ્રમ છે ત્યાં પણ સદ્દગુરુ છે ત્યાં હું જાઉં? આ ગુરુએ ના પાડી કે ત્યાં તમારે જવાની જરૂર નથી. હવે આના મનમાં દુવિધા થઈ. શું કરું? આ ગુરુ ખરેખર ઉંચી કક્ષાના છે લોકો તો ગુરુઓ માટે પણ શું માને? આ ગુરુ આમ કહે ને આ ગુરુ આમ કહે. એક ભાઈ મને કહે સાહેબ સદ્દગુરુઓમાં opinion difference બહુ પડે છે એટલે અમે લોકો મૂંઝાઈએ છે. મેં કહ્યું અમારા opinion difference ને કારણે તમે મૂંઝાવ છો કે તમારે ખરેખર કંઈ કરવું નથી એટલે opinion difference ઉપર દોષનો ટોપલો ઢાળી દેવો છે. આ ગુરુ આમ કહે ને આ ગુરુ આમ કહે. હવે આપડે શું કરવું ? મૂકો વાત પડતી. મેં કહ્યું ખરેખર! opinion differenceને કારણે તકલીફ પડે છે? 

તે અમદાવાદમાં રહેતો હતો મેં કહ્યું અમદાવાદમાં ડોક્ટર કેટલા? ૨૦૦૦-૫૦૦૦-૧૦,૦૦૦ એથી વધારે. મેં કહ્યું તમારા દીકરાને પેટમાં દુ:ખવા આવ્યું. એક ડોક્ટરે કહ્યું કે માત્ર દવાની ટીકડીનો કોર્સ કરવાનો છે, બીજાને બતાવ્યું એ કહે injectionનો કોર્સ, ત્રીજો કહે કયા ગધેડાએ tablet કે injectionની વાત કરી આ તો operation imijiet કરવું પડે એવું છે. મારો દીકરો હોય ને તો અત્યારે જ ટેબલ ઉપર એને સુવાડી દઉં. મેં કહ્યું તમે સાત ડોક્ટર પાસે જાવ સાત opinion મળશે તો opinion difference ને કારણે ક્યારેક મુશ્કેલીમાં મૂકાના? એક ડોક્ટર તમારા family doctor છે એના through તમે આગળ વધો છો. ક્યાં વાંધો આવે છે. મેં કહ્યું તમને opinion differenceને કારણે તકલીફ નથી પડતી તમારે કાંઈ કરવું નથી એટલે opinion difference ઉપર દોષનો ટોપલો ઢોળી દેવો છે.

તો લોકોના મનમાં બીજી પણ વાત હોય કે આ સદ્દગુરુ પાસે જાવ એટલે બીજા સદ્દગુરુ માટે કાંઈ સારું ન બોલે પણ અહીંયા તો આ સાધકને ખ્યાલ આવી ગયો કે આ સદ્દગુરુની સુગંધ માણી છે. આ સદ્દગુરુનો આસ્વાદ માન્યો છે એ પ્રાણાન્તે પણ ખોટું બોલી શકે નહીં પણ ઘણા લોકો કહે છે ત્યાં બહુ સારા ગુરુ છે આટલે સુધી આવ્યો છું હવે આટલી journey બાકી કેમ રાખું? વિચાર્યું કે હું ક્યાં શિષ્ય છું કે મારે ગુરુની આજ્ઞા માણવી પડે. હું તો સાધક છું. એક વહેલી સવારે ઉપડી ગયો. પહાડની તળેટીએ સાંજે પહોંચી ગયો. શું ત્યાંનું વાતાવરણ. અહીં તો ગુરુની પાસે હોલમાં બેસતો ત્યારે ગુરુનો આસ્વાદ મળતો ત્યાં તો પૂરા આશ્રમના પરિસરમાં, કેમ્પસમાં અદભુત વાતાવરણ. ગુરુ વયોવૃદ્ધ. રોજ વાચના આપતા પણ નહીં. અઠવાડિયે- દસ દિવસે ક્યારેક આપે અને એકદમ selected શિષ્યો. પાંચ કે સાત જે માત્ર ધ્યાનમાં જ રહેનારા જેમને ગુરુના શબ્દોની પણ જરૂરિયાત ન હતી. દસ દિવસ આ માણસ ત્યાં રહ્યો. અદ્દભુત વાતાવરણ. તેને થયું કે હું ન્યાલ થઈ ગયો અહીંયા આવીને. હવે એને જવાનો ટાઈમ આવ્યો ત્યારે એને ગુરુને પૂછ્યું સાહેબ ‘હું નદી કિનારે આશ્રમ હતો ને ત્યાં મહિનો રોકાયેલો. ત્યાંના ગુરુ પણ બહુ ઉંચી કક્ષાના છે. મેં એમને પૂછ્યું કે પહાડની તળેટીએ ગુરુ પાસે જાઉં? ત્યારે એમને ના પાડી. સાહેબ ના કેમ પાડી? તમે તો બહુ જ ઊંચી કક્ષાના ગુરુ છો. કદાચ દુનિયામાં આવા ગુરુ હશે કે કેમ મને ખબર નથી. તો એ ગુરુએ ના કેમ પાડી? હું માનું છું ત્યાં સુધી કોઈ અહંકાર એમની પાસે નથી કે મારાથી આ મોટા છે, આ એમનો ભક્ત થશે આવી એમને કોઈ ચિંતા ન હતી. સેંકડો શિષ્યો એમને છે અને એ નિષ્ક્રિય છે. તો એ ગુરુએ ના કેમ પાડી? આ ગુરુ હસતા-હસતા કહે છે કે હવે તારે અહીંથી જવાનું છે ને! રસ્તો તો એ જ છે ને ? ત્યાં થઈને જ તારે જવાનું છે ને! તો એ ગુરુને પૂછી લેજે. એ ગુરુને પૂછજે કે હું જઈને આવ્યો છું પહાડની તળેટીના આશ્રમમાં. તમે ના કેમ પાડો છો? એ કહો પછી કારણ કહી દેશે. સારુ ભાઈ. ગુરુ કહે એમ તહત્તિ કરવું જ પડે ને! એ પાછો ફર્યો. નદી કિનારાના આશ્રમે આવ્યો. એકાદ દિવસ રોકાણો. ગુરૂનો time લીધો. ગુરુ જોડે બેઠો અને કહે સાહેબજી આપે ના પાડેલી છતાં હું પેલા આશ્રમે જઈ આવ્યો છું. એ સદ્દગુરુ તો એકદમ ટોચની કક્ષાના છે તો મને એમ થાય છે કે આપે ના કેમ પાડેલી ત્યાં જવાની? મેં એ ગુરુને પૂછ્યું તો મને કહે તું ત્યાંથી જવાનો છે ત્યાં એને પૂછી લેજે. એટલે આપે જ જવાબ આપવાનો રહ્યો. એ ગુરુએ જે જવાબ આપ્યો ને આપણે નવાઈમાં ડૂબી જઈએ. એ ગુરુ કહે છે મને ખબર નથી કે હું શા માટે ના પાડું છું? મને ખબર નથી કે હું શા માટે ના પાડું છું એ મારા ગુરુ છે. પહાડની તળેટીવાળા ગુરુ મારા ગુરુ છે. એ ગુરુની આજ્ઞા થઇ કે નદી કિનારે તારે આશ્રમ સ્થાપવાનો ત્યાં જ તારે રહેવાનું અને કોઈ પૂછે, કોઈને ખબર પડી જાય અને પૂછે કે પહાડની તળેટીને આશ્રમે જાઉં? ત્યારે તારે ના પાડી દેવાની. ના કેમ પાડવાની એ મને ખબર નથી પણ એ મારા ગુરુ છે અને એમની આજ્ઞા છે માટે હું ના પાડે રાખું છું. આજ્ઞા ગુરુણા વ્યાભિચારને સદ્દગુરુની આજ્ઞા. વિચાર કરવાનો જ નથી મારે. સામાન્ય તયા આપણે બુદ્ધિથી સમજી લઈએ કે એ ગુરુને શિષ્યોની ભરમાર જોઈતી નથી. એકદમ selected શિષ્યો જ. જેને શબ્દોની જરૂરિયાત નથી, જેને નવા વિચારોની જરૂરિયાત નથી જે માત્ર પોતાની મેળે ધ્યાનમાં ડૂબી શકે છે એવા જ ત્યા કને આવે એવી ઈચ્છા છે અને એથી કરીને અહીંયા આશ્રમની સ્થાપના એમને કરાવી. બધા અહીંયા રહી જાય એવી વ્યવસ્થા કરી. પોતાની જોડે કોઈ ન આવે તેવી વ્યવસ્થા કરી પણ આ ગુરુ કહે છે કે મને કોઈ જ ખબર નથી કે હું શા માટે ના પાડું છું? આ નિર્વિકલ્પદશા તમારી પાસે આવી જાય તો શું થાય? એકપણ ગુરુની આજ્ઞા એના ઉપર વિચાર આવે આ? એકપણ ગુરુનું કાર્ય એના પર વિચાર આવે ખરો? ગુરુએ આને બે કલાક ભણાવ્યો મને અડધો કલાક ભણાવ્યો વિચાર આવે ખરો આ? ગુરુએ આને ૧૫ મિનિટ આપી મને ૫ મિનિટ આપી વિચાર આવે ખરો? તો ત્રીજી વાત આવી નિરાકારમ મન: સામાયિક વર્તે? નિર્વિક્લ્પ મન એ સામાયિક.

હું ઘણીવાર સાધુ-સાધ્વીઓને સામાયિકની વાત કરું. કે તમે પણ સામાયિક કરો. પેલું સામાયિક લીધું પણ એ તો કેવું છે આપણને ખબર જ છે એની પ્રતિજ્ઞા આપડે પાળીએ છીએ? એકક્ષણ વિભાવમાં ન જઈએ એવું ખરું? સમભાવ ને વિભાવ આમને-સામને. એક second તમે રાગમાં, દ્વેષમાં, અહંકારમાં, ઈર્ષ્યામાં ન જાવ એવું ખરું? તો હવે તમે ૧૦ મિનિટનું, ૧૫ મિનિટનું સામાયિક કરો. એવું સામાયિક જેમાં કોઈ વિચારો નહીં, કોઈ વિભાવ નહીં, ન રાગ, ન દ્વેષ, ન અહંકાર. દસ મિનિટ વિકલ્પો વગેરેની, વિભાવો વગેરેની આવું એક સામાયિક કરો અને બને તો દિવસમાં બે – ચાર-પાંચ વાર આવા સામાયિક કરો તો શું થશે? આ theorical સાંભળ્યું છે તે practically આવશે. હવે આપણે practical તરફ જવું છે? ધ્યાનસાધના પણ practical તમને કરાવવાની છે. હમણાં હું અઠવાડિયું બહાર જઈ આવીશ. તો આવ્યા પછી અનુકૂળ સમયે ત્રણ દિવસની ધ્યાનસાધના શિબિર આપડે અહીંયા પણ તમારા માટે ખાસ રાખવાની છે તો આપડે આ theorical સાધનાને practical સાધનામાં ભેળવીશું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *