વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : સાધનાની પૃષ્ઠભૂમિ – નિર્વિકલ્પતા
કોઈ પણ ક્રિયા સમ્યક્ રીતે કરવા માટે નિર્વિકલ્પ દશાનો અભ્યાસ જરૂરી છે. ક્રિયા સમયે મન નિર્વિકલ્પ નહિ હોય, બહાર જ આંટાફેરા કરતું હશે, તો ક્રિયાનો આનંદ ક્યાંથી મળશે?
ઉપયોગ સ્વની અંદર પ્રતિષ્ઠિત હોય, તે ધ્યાન. જો વિકલ્પો ચાલુ હશે, તો ઉપયોગ બહાર રહેશે. માટે ધ્યાનમાં જવું હોય, તો પણ નિર્વિકલ્પ દશાના અભ્યાસ વગર ન જઈ શકાય.
જ્યાં સુધી તમારું હૃદય નિર્મળ નથી બન્યું ત્યાં સુધી તમારી પાસે ધ્યાન નથી; માત્ર શ્વાસની કસરત છે! હૃદય નિર્મળ બને પછી જ ધ્યાન આવે અને ધ્યાન દ્વારા હૃદય અત્યંત નિર્મળ બને. ધ્યાન સમ્યક્ છે કે નહિ એની નિશાની છે રાગ અને દ્વેષ ની શિથિલતા.
પ્રભુ વીર ની સાધના – વેસુ (સુરત) ચાતુર્માસ વાચના – ૦૭
પરમ તારક દેવાધિદેવ પ્રભુ મહાવીર દેવની સાડાબાર વર્ષની સાધના યાત્રા
પહેલું સૂત્ર અસંગદશાનું છે. “બહુના પભ્હઈ રિગીટ્ઠા”. પ્રભુએ દીક્ષા લીધી “કરેમિ – સામાઈયં”નું ઉચ્ચરણ થયું અને પ્રભુએ વિહાર યાત્રા શરૂ કરી. total detachment. એ સંદર્ભમાં યોગપ્રદીપકારે જે સામાયિકની વાત લખી છે એના પર આપડો સ્વાધ્યાય ચાલે છે
નિસંગમ્ યન્નિરાભાસમ્, નિરાકારમ્, નિરાશ્રયમ્,
પુણ્ય પાપ વિનિર્મુક્તમ્, મન: સામાયિકમ્ શ્રુતમ્
ત્રીજી વાત છે નિરાકારમ. વિકલ્પો ન જોઈએ. નિર્વિકલ્પદશાને સાધવી દરેક સાધક માટે અનિવાર્યરૂપે જરૂરી છે. કોઈપણ ક્રિયા આપડે કરીશું મન જો નિર્વિકલ્પ નહી હોય મન બહાર જ આંટા-ફેરા મારતું હશે તો એ ક્રિયાનો આનંદ તમને શી રીતે મળશે? ‘લોગસ્સ સૂત્ર’ તમે બોલતા હશો ‘વંદામિ કે વંદે’ જ્યાં આવશે તમારું માથું ઝુકવું જોઈએ, તમારું મન ઝુકવું જોઈએ અને વચનયોગ એમાં ભળેલો હોવો જોઈએ. તો જ ‘કિત્તિય-વંદિય-મહિયા’ની શરત પૂરી થાય પણ ‘લોગસ્સ’ તમે બોલતા હોવ મન ક્યાંનું ક્યાંય હોય વંદન કોણ કરશે? માથું કઈ રીતે ઝુકશે? કદાચ માથું ટેવ પાડેલી હોય અને ઝુકી જાય મન કઈ રીતે ઝુકશે? તો કોઈપણ ક્રિયા આપડે સમ્યગરીતે કરવી હોય તો નિર્વિકલ્પદશાનો અભ્યાસ જરૂરી છે. એ સાથે ધ્યાનમાં તમારે જવું હોય તો તમે નિર્વિકલ્પદશા વિના જઈ શકતા જ નથી. ધ્યાનનો મતલબ છે ઉપયોગનું ભીતર જવું. ધ્યાનનો અર્થ આટલો જ છે. તમારો ઉપયોગ સ્વની અંદર પ્રતિષ્ઠિત હોય એનું નામ ધ્યાન. વિકલ્પો ચાલુ હશે ઉપયોગ ક્યાં હશે? બહાર. પેલા ભાઈ આવ્યા નોંધ લીધી મને મેં એવા શ્રોતાઓને જોયા છે જે કલાક-દોઢ કલાક સુધી મારી વાચના ચાલે આંખો બંધ કરીને વીરાસને કે સુખાસને બેઠેલા હોય. સહેજ પણ હાથ કે પગ આમ-તેમ ન થાય. સ્થિર મુદ્રા. આંખો બંધ. માત્ર એ કાન દ્વારા સદ્દગુરુને પી રહ્યા હોય એટલે જ કબીરજીએ કહ્યું “સબ તન શ્રવણ’ ખરેખર શ્રવણ ક્યારે થાય? ‘સબ તન શ્રવણ’ પૂરુ શરીર, પૂરો તમારો ઉપયોગ ધ્યાનમાં એકત્રિત થાય ત્યારે.
પદ્મવિજય મહારાજ સાહેબે ‘ઉપાધ્યાયપદ’ની પૂજામાં આ ક્રમ આપ્યો કે ‘જાપમાં તમે એકાગ્ર થાવ પછી જ તમે ધ્યાનમાં જઈ શકો છો’.
“નમો ઉવજ્ઝાયાણં જપો હો મિત્તા, જેહના ગુણ પચ્ચવીશ રે
એકાગ્ર ચિત્તા એ પદ ધ્યાવો, એ પદ ધ્યાવો:
ધ્યાનમાં હો મિત્તા મૂકી રાગ અને રીસ.”
ક્રમ એવો થયો પૂજાની અંદર એકાગ્રતાથી કરાતો જાપ, એનાથી આવતું ધ્યાન અને એ ધ્યાન સમ્યક છે કે નહીં એની નિશાની શું? રાગ-દ્વેષની શિથિલતા. કલાપૂર્ણસૂરી દાદા વારંવાર કહેતા કે ‘જ્યાં સુધી તમારૂ હૃદય નિર્મળ નથી બન્યું ત્યાં સુધી કોઈ ધ્યાન નથી’. માત્ર પ્રાણાયામ જ, માત્ર શ્વાસોશ્વાસની કસરત તમારી પાસે છે. હૃદય નિર્મળ બનેલું હોય પછી ધ્યાન અને ધ્યાન દ્વારા હૃદય અત્યંત નિર્મળ બને. આ જ વાત અહીંયા કહી. ‘મૂકી રાગ અને રીસ’ એકાગ્રતાથી કરાતો જાપ, એનાથી આવતું ધ્યાન અને એ ધ્યાન આવે ત્યારે તમારૂ હૃદય નિર્મળ થવું જ જોઈએ.
નવપદની ઓળીની વાચનાઓમાં હું માત્ર આ પૂજાઓને લઈને બેસું છું. એક તો આ પદ્મવિજય મહારાજ સાહેબની નવપદ પૂજા. બીજી પૂજા આપડે જેને મહોપાધ્યાય યશોવિજય મહારાજની નવપદ પૂજા કહીએ છે તે. હકીકતમાં ઉપાધ્યાયજી ભગવંતે પૂજા રચી જ નથી. કુશળ સંયોજકે શ્રીપાળરાસમાંથી તે-તે પદની કડીઓ મૂકી એ સાથે દેવચંદ્રજી ભગવંતે નવપદ વર્ણન ક્યાંક કરેલું છે એની પંક્તિઓ મૂકી અને જ્ઞાનવિમલસૂરી મહારાજે નવપદ વર્ણન કર્યું છે એની પંક્તિઓ મૂકી. એટલે જેને આપડે ઉપાધ્યાયજી ભગવંતની નવપદ પૂજા કહીએ છે એમાં ત્રણ દિગ્ગજ અનુભૂતિવાન મહાપુરુષો ભેગા થયા છે અને ચોથા રત્નશેખરસૂરી મહારાજા. જે પ્રાકૃત ગાથાઓ છે એ શ્રી-શ્રીવાર કહાવી છે એટલે એક જ પૂજામાં ચાર દિગ્ગજ અનુભૂતિવાન મહાપુરુષો ભેગા થયા છે. એમની કડીઓને લઈને આપડે યાત્રા કરીએ કેવો મોટો ઓચ્છવ હોય અને આ બાજુ શ્રીપાળરાસ. વિનયવિજય મહારાજસાહેબના હાથમાં શ્રીપાળરાસ હતો ત્યાં સુધી એમને કથારસની જમાવટ કરી પણ જે ક્ષણે મહોપાધ્યાય યશોવિજયજી મહારાજના હાથમાં શ્રીપાળરાસ આવ્યો એ શ્રીપાળરાસ પૂરેપૂરો સાધનાગ્રંથ બની ગયો. તો ઉપાધ્યાય પદની પૂજામાં કહ્યું કે જાપમાં એકાગ્રતા લાવો અને ધ્યાનમાં જાવ. હવે શું કરવું જોઈએ તમને સમજાવું. જાપ બહુ જ નાનકડો ગ્રંથ છે આખો ‘લોગસ્સ’ નહીં, આખો ‘નવકારમંત્ર’ નહીં કારણ તમે આખો મોટો મંત્ર લો તો મનને spread out થવાની શક્યતા છે એને ફરવાની શક્યતા રહે આખા ‘નવકાર’માં ફર્યા કરે. આપડી કોશીષ એ છે કે મનને એક શબ્દના ખીલે બાંધી દેવો અને એ રીતે મન એકાગ્ર બને પછી એને ભીતર લઈ જઈએ. તો ‘અર્હમ્’ અથવા કોઈપણ તમારે સદ્દગુરુ જે નાનકડો મંત્ર આપે એ મંત્રને તમે ગણો. દસ મિનિટ. એવી રીતે કોશીષ કરો કે એ સિવાય કોઈ વિચાર તમારી પાસે હોય નહીં. દુનિયાની કોઈ ઘટના એ સમયે તમારી સામે ન હોય. માત્ર ‘અર્હમ્’ તમારી સામે છે. આંખો તમારી બંધ છે. આંખો બંધ હોવી બહુ જ જરૂરી છે. આપડી ઇન્દ્રિયોમાં sensitive માં sensitive ઇન્દ્રિય આંખ છે. તો અત્યારના વૈજ્ઞાનિકો કહે છે કે ‘તમારી આંખમાં એક પદાર્થ કે એક વ્યક્તિનું પ્રતિબિંબ એકધારું ત્રણ થી ચાર સેકન્ડ સુધી પડે તો એ પદાર્થ, એ વ્યક્તિ, તમારા મનનો કબ્જો લઈ શકે છે. એટલે આંખ આટલી sensitive હોવાને કારણે આંખને બંધ કરી દેવાની છે. શરીર ટટ્ટાર રાખો અને જાપ કરો. દસ મિનિટ જાપ થયો અને તમને થયું કે હવે એકાગ્રતા પકડાઈ ગઈ છે પછી જાપને છોડી દેવાનો. જાપને છોડી દેવાનો, મન એકાગ્ર બનેલું છે. હવે શું થશે પ્રભુનો પ્રસાદ સમભાવરૂપે તમારી ભીતર ઉતરશે.
‘તિત્થયરા મે પસીયંતુ’ કેટલી વાર બોલ્યા? પ્રભુનો પ્રસાદ નથી મળ્યો. પ્રભુ જોડે ફરિયાદ કરી? કે પ્રભુ રોજ કેટલીવાર ‘તિત્થયરા મે પસીયંતુ’ બોલું તારો પ્રસાદ મારા ઉપર ઉતરતો નથી. કેમ નથી ઉતરતો? પૂછ્યું? પ્રસાદ વરસે છે પાત્ર ઊંધું છે. મનનું પાત્ર સ્થિર નથી ઊંધું છે. તો ઊંધા પાત્રની અંદર પ્રસાદ શી રીતે ઝીલાય? મનને એકાગ્ર બનાવ્યું એટલે પાત્ર સીધું થયું એટલે જપમાં તમે એકાગ્ર બન્યા એ સાધનએકાગ્રતા થઈ. સ્વાધ્યાય દ્વારા એકાગ્ર બનો, ભક્તિ દ્વારા બનો, જપ દ્વારા બનો. એ બધી જ એકાગ્રતા એ સાધનએકાગ્રતા છે અને તમે તમારી ભીતર જાવ સમતાની ધારા, સમતાનું ઝરણુ તમારી ભીતર વહી જ રહ્યું છે એનો અનુભવ તમને થતો નથી. જો મન એકદમ એકાગ્ર બની ગયું તો એ ક્ષણોની અંદર તમને તમારી ભીતર વહેતા સમભાવના ઝરણાનો અનુભવ થશે.
એક માણસ ઝરણાને કાંઠે બેઠેલો હતો અને આ ગણપતિ વિસર્જનનું સરઘસ નિકળ્યું. જોરથી ઢોલ-ધમાકા વાગતા હોય તો એ વખતે એ માણસ ઝરણાને કાંઠે બેઠો છે તો પણ એને ઝરણાનો મીઠો અવાજ સાંભળાશે નહિ તો જે ક્ષણે એ વિસર્જનનો વરઘોડો દૂર જશે ત્યારે ઝરણાનું મીઠું સંગીત પાછું સંભળાશે. એમ તમારું મન તમારો ઉપયોગ પરના ઘોંઘાટમા એટલો બધો ગયો છે કે અંદરનું સંગીત ક્યાંથી સંભળાય? જે ક્ષણે બહારનો ઘોંઘાટ કહેવાતો બંધ થાય એ જ ક્ષણે અંદરનું સંગીત સંભળાતું ચાલુ થઈ જાય તો સમભાવનું ઝરણું તમારી ભીતર ચાલુ જ છે. તમે આનંદઘન છો.
આનંદઘનજી ભગવંત ૩૦૦ વર્ષ પહેલા થઈ ગયા પણ તમે કોણ છો? તમે બધા આનંદઘન છો. સમભાવની ધારામાં તમે વહો ચિત પ્રસન્ન બની જાય તમે આનંદઘન બની ગયા. તમને પીડા આપનાર માત્ર ને માત્ર વિકલ્પો જ છે બીજું કોઈ નહીં. એકપણ ઘટના તમને પીડિત ન કરી શકે એ ઘટનાના વિકલ્પો તમને પીડા આપે. ઘટનાઓ તો અમારી આજુ-બાજુ પણ ઘટતી હોય, અમારા શરીરમાં પણ ઘટતી હોય, રોગો આવે. ઘટનાઓ ઘટે છે પણ એ ઘટનાની અસર થતી નથી કારણ વિકલ્પોના જે challenge છે એ તોડી નાખવામાં આવે છે તો તમે આ ક્ષણે આનંદઘન બની શકો એમ છો. બનવું છે? બસ, આટલું જ. દસ મિનિટ જાપ. અંદર ગયા અંદર આનંદ જ આનંદ છે. તે આનંદનો અનુભવ કરો. તમે આનંદઘન બની ગયા. વિકલ્પો નથી એટલે પીડા નથી અને બીજીબાજુ અંદરનો આનંદ જે છે એ પકડાય છે. કેમ? તમે એકાગ્રચિત્ત બનેલા છો એટલે. આ રીતે ખાલી ૨૦ મિનિટ તમે આપો અને તમને લાગે કે એક મજાની ધારાને તમે પકડી રહ્યા છો. હું જે ધ્યાન કરાવું છું એ સંપૂર્ણતયા આપડા આગમોમાંથી જ લીધેલો છે. અત્યારની લગભગ બધી પદ્ધતિઓનો મે અભ્યાસ કર્યો છે. વિપશ્યના થી માંડીને બધી જ. પ્રેક્ષા અને બઘી જ પણ એકપણ પદ્ધતિઓનું અનુસરણ હું નથી કરતો. મારા ભગવાને આટલી સરસ ધ્યાનની પદ્ધતિ આપી છે તો બીજામાંથી હું શા માટે લઉ? તો એ ધ્યાન પણ એ ધ્યાનની નાનકડી આવૃતિ આ. ખાલી ૧૦ મિનિટ જપ કરો ‘અર્હમ્’, ‘અર્હમ્’ ‘અર્હમ્’ એકદમ એકાગ્ર બની જાવ અને પછી આંખો બંધ છે, શરીર ટટ્ટાર છે, હાથ આમ છે ધ્યાન મુદ્રામાં અને તમે અંદર ડૂબી જાવ. એ ૨૦ મિનિટ પછી તમે બહાર નિકળોને તમારો ચહેરો આનંદમય હોય અને ૨૦ મિનિટ પછી તમે બહાર નિકળો થોડી મિનિટો સુધી કોઈપણ ઘટનાની અસર તમને ન થાય.
બાથરૂમમાંથી ન્હાઈને આવેલો માણસ હોય અને એકદમ નવા કપડાં પહેરેલા હોય, કલાક- બે કલાક તો કપડા સરસ લાગે ને! પછી થોડો-થોડો ડાઘ પડવા માડે અને ૨૦ મિનિટની સાધના પછી તમે એકદમ ever fresh – ever green જેવા લાગો.
તો નિર્વિકલ્પદશા આવી જાય તો વિભાવો શિથીલ બને. કાલે આપણે જોઈ ગયા કે વિકલ્પો અને વિભાવો આમને-સામને છે તમે વિભાવોને શિથિલ નથી કરી શકતા તો વિકલ્પોને શિથિલ કરી દો.
એક મજાની વાત આપણે કાલે જોતા હતા કે બોધીસત્વ પાડાના રૂપમાં છે. એક શેઠને ત્યાં ઝાડે એ બંધાયેલ છે એ ઝાડ ઉપર એક વ્યંતરદેવ છે અને બાજુના વૃક્ષ ઉપર એક કાગડો છે. કાગડો વારંવાર આવે પાડાની પીઠ ઉપર બેસે. ચાંચથી ખોતર્યા કરે. એકવાર વ્યંતરદેવે એ પાડાને કહ્યું કે આ કાગડો આટલી હરામખોરી કરે છે એ નીચે બેઠેલો હોય દાણા ચણવા માટે એક પાટુ એવી માર ખો ભૂલી જાય. ત્યારે એ પાડો કહે છે કે કાગડો તો મારા ગુરુ છે. ગુરુને પાટુ કેમ મરાય? વ્યંતરદેવ નવાઈમાં પડી ગયો કાગડો એ ગુરુ? શી રીતે? ત્યારે પાડાએ કહ્યું કે મારે આગળ બુદ્ધ બનવાનું છે હું એકદમ સમભાવમા ડૂબેલો બનવાનો છું પણ મારામા સમભાવ કેટલો છે એની પરીક્ષા કરનાર તો કો’ક જોઈએ. બધા તમને સારી રીતે રાખતા હોય, બધા જ પ્રેમથી બોલાવતા હોય તમને ખબર શું પડે કે તમારો સમભાવ કેટલો છે? કોઈ ગુસ્સાથી બોલાવે તો ખબર પડે. તો એ પાડો કહે છે કે મારામા સમભાવ કેટલો છે એની પરીક્ષા આ કાગડો કરે છે. પરીક્ષક તો ગુરુ જ હોય ને! અને ગુરુને કંઈ પાટો લગાવાય? એ પાડાને એક ગુરુ હતો તમારે કેટલા ગુરુ બોલો? તમારે ગુરુ કેટલા? જે તમને roughly બોલાવે, કડવા શબ્દોથી બોલાવે, બધા તમારા ગુરુ બરાબર! ગુરુ દત્તાત્રયને ૨૪ ગુરુઓ હતા. પહેલો ગુરુ એક ચોર હતો. દત્તાત્રયે સંન્યાસ લીધો એ પહેલા બહુ જ શ્રીમંત ઘરે એ જન્મેલા. પિતાએ એવી વ્યવસ્થા કરી કે ભણવાનું પણ ઘરે જ. પંડિતો આવેને ભણાવી જાય એને ક્યાંય બહાર જવાનું નહીં એના કારણે શું થયું બહારની દુનિયાનું જ્ઞાન એને મળ્યું નહીં. એકવાર એક ચોરે ચોરી કરેલી. રંગે હાથે પકડાઈ ગયો અને એ જમાનામાં ઘણા રાજ્યોમાં નિયમ હતો કે ચોરી કરતા પકડાઈ જાય એને ફાંસીની સજા. તો એ માણસનું મુંડન કરાવ્યું, મોઢે કાળી મેશ ચોપડી, ગધેડા ઉપર એને બેસાડવામાં આવ્યો અને ફૂટેલો ઢોલ આગળ વાગ્યા કરે એને ફાંસીના માંચડે લઈ જવામાં આવ્યો. દત્તાત્રયે પોતાના મહેલની બારીમાંથી આ દ્રશ્ય જોયું એને પોતાના એક નોકરને બોલાવ્યો કે આ વરઘોડો શેનો કહેવાય? કેમ કે બહારની દુનિયાનું જ્ઞાન નથી એને ઘોડા ઉપર ચઢેલા ઘણા માણસોને જોયેલા. આ ગધેડા સવાર હતો. તો કહે આ વરઘોડો શેનો છે? સાહેબ, આ વરઘોડો નથી પણ આ માણસે ચોરી કરી છે, એણે ફાંસીને માંચડે લઈ જવાનો છે, એટલે એનું મોઢું કાળું કર્યું છે. ગધેડા ઉપર બેસાડયો છે અને એણે લઈને ફાંસીના માટે ચઢાવવામાં આવશે પણ આખા નગરને ખ્યાલ આવે એટલે નગરમાં એણે ફેરવવામાં આવશે. લોકોને ખ્યાલ આવે કે ભાઈ! જો ચોરી કરશે કોઈ તો આ હાલ એના થશે. આ એક દ્રશ્યની અસર દત્તાત્રેય ઉપર એવી પડી એ વિચારવા લાગ્યા કે રાજા આખરે તો માણસ. એ માણસે અપરાધ કર્યો અને એની આટલી મોટી સજા તો પ્રભુનો અપરાધ મેં કર્યો મને કેટલી સજા મળશે?
‘તિલ તિલ કા અપરાધી હું મેં રતિ રતિ કા ચોર’
પ્રભુએ મને મોકલ્યો શા માટે અહીંયા? સાધના કરવા માટે. હું સંસારના વિષયોમાં ગળાડૂબ છું. એક માણસની આજ્ઞાનું પાલન કોઈ ન કરે એને ફાંસીની સજા થતી હોય તો પ્રભુની આજ્ઞા જે ન માને એનું શું? બોલો! આપણને આવે વાત મનમાં? આજ્ઞાનો ભંગ ન છૂટકે કરવો પડે એમ હોય ત્યારે આ વાત આવે? આ આજ્ઞાનો ભંગ હું કરું છું શું મળશે મને પરભવમાં? આજ્ઞાનો ભંગ કરનાર ક્યાં જશે? વિચાર આવે? અને એ દત્તાત્રેય આ ઘટનાને કારણે વૈરાગી બન્યા. માત-પિતાને સમજાવ્યા. સંન્યાસી બની ગયા અને એ જ્યારે વાત કરે કે મારા ૨૪ ગુરુઓ ત્યારે સૌથી પહેલા આ ચોર ગુરુની વાત આવે. જેનાથી પણ તમે સહેજ ઉચકાયા એ તમારાં ગુરુ.
તો પાડાએ કહ્યું કે આ કાગડો મારો ગુરુ છે કારણકે મારા સમભાવની પરીક્ષા એ કરે છે તો નિર્વિકલ્પદશાનો અભ્યાસ કરવો છે. ૧૦-૧૦ મિનિટ બેસો એના માટે. ધ્યાનમાં જવાનો પહેલો અભ્યાસ જપ દ્વારા, નિર્વિકલ્પદશાને ઘૂંટવી છે તો ૧૦ મિનિટ બેસવાનું શાંત ચિતે. વિચારો આવે તો જોવાના, વિચારોમાં ભળવાનું નહીં. ૧૦ મિનિટ એટલા માટે કહું છું કે ૧૦ મિનિટ પછી તમે વિચારોમાં ભળી જ જવાના. ૧૦ મિનિટ પણ તમે એકદમ જાગૃતિ રાખો તો જ વિચારોને ધોવાનું શક્ય બને. મેં સેંકડો સાધકો પર આ પ્રયોગો કર્યા છે અને એ જ સાધકોએ મને કહ્યું છે કે સાહેબ જ્યારે પણ આવું નિમિત્ત આવતું હોય ખાલી આંખો બંધ કરી દઈએ. બસ, અમે એ ઘટનાથી, ઘટનાના વિકલ્પોથી, એ નિમિત્તોથી totally cut off થઈ જઇએ છીએ. ખાલી આ મુદ્રામાં આવી જઈએ એટલે totally cut off થઈ જઈએ નિર્વિકલ્પદશા actually આપણને મળેલી હોવી જોઈએ ત્યારે પણ કહ્યું કે તથાકાર સામાચારી એ મળી ગઈ તો નિર્વિકલ્પતા આવી ગઈ. મારે કંઈ વિચારવાનું નથી. સદ્દગુરુ જે કહે એ પ્રમાણે કરવાનું.
રવિન્દ્રનાથ ટાગોરના કઝીન અવનીંદ્રનાથ ટાગોર. અવનીંદ્રનાથ બહુ મોટા કળાગુરુ. આપણા ભારતમાં અજંટાની કળાને એટલે કે શુદ્ધ ભારતીય ચિત્રકળાને ફરીથી પુનર્જીવિત કરનાર અવનીંદ્રનાથ ટાગોર. ત્યાં સુધી ગૂગલ ચિત્રકળાની અસર આપણા ઉપર હતી એ અવનીંદ્રનાથ ટાગોરની arts schoolમાં સેંકડો વિદ્યાર્થીઓ ભણતા પણ એમાં નંદલાલ બોસ એકદમ હોનહાર student. એકવાર નંદલાલ એક ચિત્ર દોરીને લાવ્યા એ વખતે રવીન્દ્રનાથ ટાગોર અને અવનીંદ્રનાથ ટાગોર એ બાજુમાં-બાજુમાં બેઠા. નંદલાલે પોતે દોરેલું ચિત્ર ગુરુને આપ્યું. ગુરુએ જોયું ચિત્ર ખરેખર સારું હતું પણ ગુરુએ ચિત્રને પટક્યું નીચે અને કહ્યું તારા જેવો student આવું ચિત્ર દોરે? અને દોરે ત્યાં સુધી ઠીક છે મારી પાસે લઈને આવવાની તારી હિંમત. આવું ચિત્ર લઈને. છે શું આમાં? મને મોઢું બતાવવાની હિંમત તારી કેમ થઈ? આવા ચિત્રને લઈને. જા. નંદલાલ જાય છે. શું એ પરંપરા હતી. વિદ્યાની પરંપરામાં પણ ગુરુ પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ હતું. રવીન્દ્રનાથ ટાગોરે અવનીંદ્રનાથને કહ્યું કે ચિત્ર તો આટલું સરસ હતું તમે એને પટક્યું અને આ રીતે એનું insult કર્યું એ માણસ ક્યાં જશે? અવનીંદ્રનાથની આંખોમાં આંસુ છે. એ કહે છે કે ભાઈ! આ મારો હોનહાર student છે હું એની કળાની જો પ્રશંસા કરત તો એની કળા અહીંયા અટકી જાત અને બીજુ મને પૂરો ખ્યાલ છે કે હું ગમે એટલો ગુસ્સે થાવ મારા ગુસ્સાને પણ પ્રેમથી એ પીએ છે. મારા ગુસ્સાથી એ રિસાય એવું ક્યારેય પણ બની શકે નહિ. તમારા ગુરુઓને તમારા પર આટલો વિશ્વાસ ખરો? કે ગમે એટલા કડક વચનો કહી દઈએ આ રિસાય જ નહીં. એના મોઢા ઉપરનો અહોભાવ એવો ને એવો જ હોય. સદ્દગુરુનું રાજીપુ એ પણ મજાની વસ્તુ. સદ્દગુરુ નારાજ થયા છે એ પણ મહત્વનું છે. એનાથી આપણે આગળ વધીશું. અવનીંદ્રનાથને વિશ્વાસ છે કે મારો આ student એને ગમે તે રીતે insult કરી કાઢું એને અસર નહીં થાય કારણ મારા પર એને ખૂબ-ખૂબ-ખૂબ પ્રેમ છે. તમને ગુરુઓ પર કેટલો પ્રેમ છે? આટલો પ્રેમ ગુરુ ઉપર છે? વચ્ચે તો શું થયું પોતાના ઉપરનો પ્રેમ થયો. ગુરુ પ્રેમથી સાચવે એટલે ગુરુ સારા લાગે. આ તો ગુરુ ઉપરનો પ્રેમ નહીં તમારા ઉપરનો પ્રેમ થયો. તમારા ‘હું’ ઉપરનો પ્રેમ થયો એટલે અનંતા જન્મોમાં આ પ્રભુની ચાદર મળી આપણે fail કેમ ગયા? પ્રેમ ‘હું’ પરનો જ હતો, ન પ્રભુ પરનો હતો, ન ગુરુ પરનો હતો. તો આ જન્મમાં શું કરવું છે? બોલો… પ્રભુ ઉપરનો પ્રેમ જોઈએ. સદ્દગુરુ પરનો પ્રેમ જોઈએ.
નંદલાલ ગયા. ઘરે પણ એ મળતા નથી. સ્કૂલમાં એ નથી. ઘરવાળા બી વિચાર કરે ક્યાં ગયા? અવનીંદ્રનાથને સહેજ પણ ચિંતા નથી કે કહે છે કે મને ખ્યાલ છે ક્યાં ગયા છે? તો ખરેખર ૨૦ દિવસે નંદલાલ ગુરુની પાસે આવે છે. દાઢી વધી ગયેલી, કપડાં મેલા થયેલા, અજંતા આવી ગયેલી અને અજંતાના ચિત્રોને હૂબહૂ પોતાની sketch bookમાં એ દોરીને લાવ્યા અને sketch book એણે ગુરુના ચરણોમાં ધરી. ગુરુએ જોયું. એકદમ ઉભા થયા એને બાહોમાં સમાવ્યો. વાહ! તું મારો શિષ્ય. આજે અવનીંદ્રનાથના ચિત્રો તો એક-એક ચિત્ર લાખોમાં વેચાય છે. નંદલાલની પણ એટલી બધી મોટી hasiyet છે કે નંદલાલ બોસ ચિત્રો પણ એક-એક ચિત્રો લાખો રૂપિયાની અંદર વેચાય છે. આજે antiqueની અંદર સૌથી વધારે પૈસા રોકાતા હોય તો paintingsમાં રોકાય છે.
તમને ખ્યાલ હશે મોનાલીસા. આજના યુગનું શ્રેષ્ઠતમ ચિત્ર. ખાલી bust છે. એક સ્ત્રીનું bust છે. લીયોનાર્દો દલીચીયે એ ચિત્ર દોર્યું છે. એક મજાની ઘટના એના સંબંધમાં છે કે લીયોનાર્દો એ ચિત્રને દોરતા હતા લગભગ દોરાઈ ગયું. આંખો થઈ ગઈ, eyebrow થઈ ગઈ, forehead થઈ ગયા, વાળ થઈ ગયા, હાથ બધુ જ થઈ ગયું. એક મિત્ર લીયોનાર્દોને ત્યાં આવે છે એણે જોયું આ ચિત્ર સરસ છે દોરાઈ ગયેલું. બે વર્ષ પછી એ મિત્ર ફરી લીયોનાર્દોને ત્યાં આવે છે અને લીયોનાર્દો એ જ ચિત્ર ઉપર કામ કરી રહ્યો હતો. મોનાલીસા ઉપર. એટલે પેલાને નવાઈ લાગી કે કારણ કે એ ચિત્ર કળાનો અભ્યાસ ન હતો. કે હું બે વર્ષ પહેલા આવ્યો ને ત્યારે તમે આના ઉપર કામ કરતા હતા. હમણાં પાછું આ ચિત્ર હાથમાં લીધું તમે. વચ્ચે કેટલા ચિત્ર કર્યા? ત્યારે એ ચિત્રકાર કહે છે વચ્ચે એકપણ ચિત્ર હાથમાં લીધું નથી. આ ૪ વર્ષથી આ જ ચિત્ર ઉપર કામ ચાલુ છે. પેલો કહે પણ હું આવ્યો ત્યારે ચિત્ર પૂરું થઈ ગયેલું બાકી શું હતું? શું કર્યું તમે? તો કહે છે facial expression થોડો આમ આપ્યું, થોડા eyebrow આમ કર્યા, થોડી આંખને આમ સુધારી. મોનાલીસા જગવિખ્યાત બની શક્યું પણ કારણ શું? એ કલાકારની નિષ્ઠા એ સમર્પિતતા છે. પ્રભુએ આપેલી સાધના આપણી એ સાધના પણ સશક્ત, સપ્રાણ બને પણ ક્યારે? તમારું એના વિશેનું ઊંડું સમર્પણ હોય ત્યારે. આટલી ઊંડાણથી એકપણ ગ્રંથ વાંચ્યો છે તમે? કે ૨ વર્ષ પહેલા તમે આ વાંચતાં હતા અને હવે આ વાંચો છો? હા બે વર્ષથી આ જ ચાલુ છે આના ઉપર જ અનુપ્રેક્ષા ચાલુ છે સ્વાધ્યાય તમારી પાસે છે વાંચન. અનુપ્રેક્ષા કેટલી છે? અને અનુપ્રેક્ષા પણ એ રીતે કરો હું શેના માટે આવેલો છું? અને શું કરું છું? આખી અનુપ્રેક્ષાની દિશા આ હોય તો અનુભૂતિ કોઈ દૂરની ઘટના નથી. અનુભૂતિ આ રહી. તો “નિરાકારમ્ મન:સામાયિકમ્ શ્રુતમ્”
