Prabhu Veer Ni Sadhna – Vachana 10

44 Views
19 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : मुक्तो यथास्थिति स्वस्थ:

નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો. સામાયિકમાં તમારો ઉપયોગ નિર્વિકલ્પ બની ગયો; પછી પુણ્ય-પાપનો આશ્રવ ક્યાંથી હોય!

न स्मरति कृतमकृतम् પ્રભુને પોતાના દેહ સાથે હમણાં જ ઘટેલી પ્રતિકૂળ પરિષહરૂપ ઘટનાનું સ્મરણ નથી કારણ કે ઘટના ઘટી ત્યારે પ્રભુનો ઉપયોગ સ્વમાં હતો; તો પાછળથી ઘટનાનું સ્મરણ કોણ કરે!

ઉપયોગને સ્વ તરફ ફંટાવી દો. ઘટનાઓ પર. દુનિયા પર. ઉપયોગને એ તરફ વહાવવો જ નથી. અનંત જન્મો ઉપયોગ પરમાં જ રહ્યો; શું મળ્યું! હવે આ જન્મમાં શું કરવું છે; કોઈ ધ્યેય નક્કી કર્યું છે?

પ્રભુ વીર ની સાધનાવેસુ (સુરત) ચાતુર્માસ વાચના – 

દેવાધિદેવ પરમતારક મહાવીર પ્રભુની સાડાબાર વર્ષની સાધનાયાત્રા

પહેલું સૂત્ર આજે પૂરું થશે અને બીજા સૂત્રમાં આજે આપડે પ્રવેશ કરીશું. પહેલુ સૂત્ર હતું “अहुना पव्वईए रीयत्था”. હમણાં જ દીક્ષા લઈને, હમણાં જ “કરેમિ – સામાઈયં”નું ઉચ્ચારણ કરીને પ્રભુએ વિહાર કર્યો. એ સામાયિકના સંદર્ભમાં યોગપ્રદીપકારે મનને પાંચ જાતની સજ્જતાઓથી યુક્ત કર્યું અને એમણે કહ્યું કે આવું જે મન હોય એ જ સામાયિક છે:

નિસંગમ્ યન્નિરાભાસમ્, નિરાકારમ્, નિરાશ્રયમ્,

પુણ્ય પાપ વિનિર્મુક્તમ્, મન: સામાયિકમ્ શ્રુતમ્

નિરાશ્રય મન. એવું મન જેને વિભાવમાં જવા માટે કોઈ આશ્રય, કોઈ સેતુ, કોઈ માર્ગ ન હોય અને એટલે જ તમારું મન નિરાશ્રય છે કે નહીં એ કદાચ તમે નહીં પરખી શકો. સદ્દગુરુના supervisionમાં હતો તો સદ્દગુરુ પારખી આપશે. બહુ મજાની ઝેન કથા છે. એક વિદ્યાર્થી મઠમાં આવ્યો. પાંચ વર્ષ સુધી એણે અભ્યાસ કર્યો. એ પછી નીચેના આચાર્યોને લાગ્યું કે ગુરુની પાસે હવે એને મૂકી શકાય એમ છે. એટલે ત્યાંના આચાર્યે એ વિદ્યાર્થીને કહ્યું કે ગુરુદેવની chamber તે જોઈ છે, વંદન માટે તને જવાનો અધિકાર રહેતો, પણ આજે તો ગુરુ જો certified કરે તો ગુરુ પોતે આગળના સૂત્રો તને ભણાવશે. આપડે ત્યાં પણ એક મજાનો ક્રમ હતો. ઉપાધ્યાયજી ભગવંત જે છે એ જ સાધુઓને સૂત્રો ભણાવતા આચાર્ય ભગવંત નહીં. આચાર્ય ભગવંત શું કરે? તમારી આખી જે જીવન પદ્ધતિ છે, સાધના પદ્ધતિ છે એને કઈ રીતે નિખારવી એ કામ કરે. ખાલી તમને જોઈ લે જોતાંની સાથે નક્કી કરે કે આ ઉણપ આનામાં છે તો આ ઉણપ પૂરી કરીને મારી પાસે આવ. પેલા વિદ્યાર્થીના મનમાં તો ઉત્સાહ સમાય નહીં. સદ્દગુરુની પાસે આજે પાઠ લેવા માટે જવાનું છે. ગયો સદ્દગુરુની ચેમ્બરમાં. વંદન કર્યું. પછી એણે કહ્યું કે મને નીચેથી આચાર્ય ભગવંતે આપની પાસે અભ્યાસ માટે મોકલ્યો છે. ગુરુને એ જોવું છે કે એનું મન વિભાવમાં ક્યાંય જતું તો નથીને! પાંચ વર્ષની એની સાધના એ જ હતી વિભાવ મુક્તિની, પર રસ મુક્તિની. તો ગુરુ એ જાણવા માંગે છે કે ખરેખર એ વિભાવમુક્ત બન્યો છે? પોતાના પાટની પાછળ બારી હતી. ગુરુએ બારી ખોલી અને પૂછ્યું શું દેખાય છે? પાછળ પહાડ હતો, ઝરણાંઓ દદડી રહ્યા હતા, વૃક્ષો અપાર હતા. એ વખતે ગુરુએ પૂછ્યું શું દેખાય છે? ત્યારે એણે કહ્યું પહાડો, વૃક્ષો, ઝરણાં. ગુરુ એ વખતે એના ચહેરાને બરાબર જોઈ રહ્યા છે અને એમણે કહ્યું કે બે વર્ષ પછી મારી પાસે આવજે. કઈ ભૂલ એ પણ કહેવા ગુરુ તૈયાર નથી. એટલે એ સ્કૂલ બહુ જ નામાંકિત હતી. આપડી સ્કૂલ પણ કેવી નામાંકિત છે.

સુરતની સ્કૂલમાં છોકરાને દાખલ કરવો હોય તો એના માત-પિતાનો interview લે છે. Fees તો તગડી ખરી જ. પણ માત-પિતાનો interview લે છે. એટલા માટે કે છોકરો પાંચ કલાક સ્કૂલમાં રહે છે પછીના કલાક (૧૯ કલાક) ઘરે રહેવાનો છે એના ઘરના સંસ્કાર કેવા છે?

તો સદ્દગુરુ માત્ર એટલું જ કહે છે બે વર્ષ પછી આવ. તારી શું ભૂલ એ તું શોધી કાઢ અને બે વર્ષ પછી પણ એ select કરશે એવું કાંઈ નક્કી નથી. certified કરે પણ ખરા અને ન પણ કરે. પેલો વિદ્યાર્થી પાછો ગયો. કોઈને પૂછવાની પણ ના હતી. એ વિચારે છે કે મારી કઈ ભૂલ થઈ. હવે એને ખ્યાલ આવ્યો કે બૌદ્ધ દર્શન ક્ષણ સ્થાયીતાને માને છે. એક પદાર્થ છે, છે ને નથી. બૌદ્ધ દર્શનની આ ક્ષણ સ્થાયીતાનો યોગદૃષ્ટિ સમુચ્ચયમાં હરિભદ્રસૂરિ મહારાજે બહુ જ મજાનો અનુવાદ આપ્યો. એમણે કહ્યું કે બુદ્ધની પાછળ હજારો રાજકુમારો અને રાજાઓ ફરતા હતા. દશ-દશ હજાર લોકો એની પાછળ ફરતા હતા. તો બુદ્ધે એ જોયું કે આ લોકોને વૈરાગ્યવાસિત કેમ બનાવવા? તો જેના ઉપર એમણે રાગ છે એ છે જ નહીં એવું એમને ઠસાવવામાં આવે તો રાગ કોના ઉપર આવે?

નદીનું પાણી જે ક્ષણે-ક્ષણે આગળ વધી રહ્યું છે એના ઉપર તમે આસક્તિ શી રીતે કરી શકો? હેરકીલટો કહ્યું છે you can’t still in the same river twice એક જ નદીમાં બીજીવાર તમે પગ મૂકી શકતા નથી. એ પાણી ગયું. 

તો બુદ્ધે આ વૈરાગ્યને ઉત્પન્ન કરવા માટે ક્ષણ સ્થાયીતાનું બીજ પકડ્યું. કણાદ વિગરે જે હતા એમની પાસે અત્યંત બુદ્ધિવાન લોકો આવે. તો એમણે કહ્યું કે બંધ જ એવું છે કે ક્યાં? બંધ જ નથી તો મોક્ષ ક્યાં છે? આપણે ત્યાં બધી વાત છે. આપણો પર્યાયવાદ એ બૌદ્ધ દર્શન. આપણો દ્રવ્યવાદ એ બીજા દર્શનો. હરીભદ્રસૂરિ મહારાજે યોગદ્રષ્ટિમાં કહ્યું “ચિત્રાંગ વેષની દેશામ, શ્યાદ્દ વિનિયનું પુણ્યતમ” એ લોકોની દેશનામાં ફરક કેમ આવ્યો? શિષ્યવૃંદને કારણે.

તો આને થયું કે બૌદ્ધ ધર્મ ક્ષણ સ્થાયીતાને માને છે. મે કહ્યું છે મારે નથી એમ કહેવું જોઈતું હતું. બે વર્ષ સુધી અભ્યાસ કર્યો. કેટલાય ગ્રંથો ઉથલાવ્યા. છેલ્લે એણે લાગ્યું કે ના પાડવી એ જ બરોબર છે બીજો કોઈ રસ્તો નથી અને એ પણ એ જ પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન બીજો હોય તો? બે વર્ષ પછી ફરીથી જાય છે ગુરુની ચેમ્બરમાં. ગુરુએ બારી ખોલી એ જ સવાલ કર્યો. સામે શું દેખાય છે? એમણે કહ્યું કાંઈ નહીં. ગુરુ કહે છે બે વર્ષ પછી આવ. બે વર્ષ બહુ જ ઊંડો ઉતરીને એ ફરી ગુરુ પાસે આવ્યો. આ વખતે એની પાસે self confidence હતો કે મારો સવાલ, મારો જવાબ સાચો જ પડવાનો. જો ગુરુ આ જ સવાલ કરે તો. ગયો. એના સંપર્કથી ગુરુએ જ સવાલ કર્યો. સામે શું દેખાય છે? પહેલીવાર જે જવાબ આપેલો એ જ જવાબ એ ત્રીજીવાર આપે છે. સામે પહાડ, ઝરણા અને વૃક્ષો દેખાય છે. ગુરુ કહે છે ok. મારી પાસે ભણવા માટે બેસી જા. તમને ખ્યાલ આવે? પહેલીવાર શબ્દો આ જ હતા સામે શું છે? પહાડ, વૃક્ષો, ઝરણા. ત્રીજીવાર ચાર વર્ષની સાધના પછી જવાબ એક જ છે. સામે શું દેખાય? પહાડો, વૃક્ષો, ઝરણાઓ. ફરક ક્યાં પડ્યો? ગુરુ જે face readingના master છે એ એના કારણે અહીંયા ફરક પડ્યો. પહેલી વખતે જ્યારે એ કહેતો હતો પહાડો છે, ઝરણા છે, વૃક્ષો છે ત્યારે એ બધા ઉપરની આસક્તિ એની આંખોમાં છે. બીજીવાર એણે કહ્યું ત્યારે એ ખોટો જ હતો. કાંઈ છે જ નહીં. ત્રીજીવાર જ્યારે એ કહે છે કે વૃક્ષો, પહાડો, ઝરણા છે પણ એ વખતે એના ચહેરા પર ઉદાસીનદશા ભરેલી છે. કશું હોય ન હોય મારી સાધનામાં કોઈ ફરક પડતો નથી. એ પહાડોને કારણે, એ વૃક્ષોને કારણે મારી સાધનામાં કોઈ ફરક પડતો નથી. એ છે. છે તો ના ન પાડી શકાય પણ છે બસ, એથી વધુ કાંઈ નથી. તો શિષ્યને ત્રીજી વખત ચહેરા ઉપર ઉદાસીનદશા આવી ગઈ. છે બધું. ગુરુએ એને એ ઉદાસીનદશા ઉપર એને pass કરી દીધો.

એક પ્રભુનો મુનિ, એક પ્રભુની સાધ્વી કાંઈપણ જુએ શી રીતે? ઉદાસીનદશાથી યુક્ત. ક્યાંય આસક્તિ નથી માત્ર ઉદાસીનદશા છે. તો નિરાકારમ્. સૂક્ષ્મ છે. તમને પણ ખ્યાલ ન આવે કે મારી ભીતર સુક્ષ્મ આસક્તિ પડેલી છે. સદ્દગુરુ તમારી આસક્તિને મુખ પરથી, આંખ પરથી ગમે તે રીતે પરખી આપે  અને એ પછી કહે છે પુણ્ય પાપ વિનિર્મુક્તમ્, મન: સામાયિકમ્ શ્રુતમ્. પુણ્ય અને પાપની, પુણ્ય અને પાપ આશ્રયમાં આવે. સામાયિક જે સંવરની વિધિ છે. સમભાવમાં રહેવાનું છે આશ્રય ક્યાં છે? આશ્રય ક્યાંથી? બંધ ક્યાંથી? નિર્વિકલ્પ ઉપયોગમાં. નહીં કર્મનો ચારો જ્યારે સામાયિકમાં તમારો ઉપયોગ, નિર્વિકલ્પ બની ગયો પછી આશ્રય પણ ક્યાં? બંધ પણ ક્યાં? તો માત્ર સંવર ચાલી રહ્યો છે. શું એ મજાની ક્ષણો.

તમને કોઈ પૂછે કે આ શ્રામણ્ય. સમભાવથી ભરેલું આ શ્રામણ્ય. એનો આનંદ તમને કેટલો આવે છે? શું કહો તમે? તમારી આંખોમાં આંસુ આવે. શબ્દોથી કદાચ તમે એ આનંદને વ્યાખ્યાયિક ન કરી શકો. કારણ એ આનંદ beyond the words, beyond the imagination શબ્દોને પેલે પાર છે, કલ્પનાને પણ પેલે પાર છે. અનંત સંસારની અંદર આવું સુખ આપણે ક્યારેક થયું. માણ્યું? કારણ ત્યાં રતિ અને અરતિ હતી. સુખ અને દુઃખનું મહત્વ હતું. સંવર માત્ર આ હતું. તો મન: સામાયિકમ્ શ્રુતમ્. આવું મન એ સામાયિક.

પ્રભુની સાધનાકથાનું બીજું સૂત્ર. છ શબ્દનું સૂત્ર છે “એ આઇ એમ, પૂરા રાઇમ, ગછઈ સે અશરણમ” બહુ મજાની વાત છે. વિભાવના એટલી મજાની છે. પ્રતિકૂળ પરિસહો આવે ત્યારે આપડી કલ્પના શું હોય? પ્રભુ સહન કરતા હતા એથી વધુ આપડી કલ્પના જાય તો આપડે કહીએ કે પ્રભુ પ્રતિકૂળ પરિષહોને પણ enjoy કરતા હતા, માણતા હતા. પણ અહીંયા તો superlative degree ની વાત છે. પ્રભુ! કોઈપણ પ્રતિકૂળ પરિષહોમાંથી પસાર થયા છે. થોડીવાર પછી પ્રભુ કોઈ જંગલમાં ગયા. ધ્યાનદશામાં પ્રભુને જવું છે એ વખતે પૂછવામાં આવે કે આ જે ઘટના હમણા પ્રભુના શરીર ઉપર ઘટી એનું સ્મરણ પ્રભુને હોય કે નહીં. તો કહ્યું “ ગચ્છઈ સે અશરણમ”. પ્રભુને હમણાં જ પોતાના દિલ ઉપર ઘટેલી ઘટનાનું સ્મરણ નથી.

એક ઘટના તો આવે છે કે પ્રભુ ગંગા નદીના કાંઠે ગયા. ભારતમાં ક્યારે પણ ન બની શકે એવી ઘટના એ દિવસે ઘટી. પ્રભુએ ઈશારો કર્યો બોલવાનું તો હતું નહીં કે સામે પાર જવું છે. હોડીવાળાએ કહ્યું બેસી જાવ. પ્રભુ બેઠા. હોડી સામે કાંઠે પહોંચી. એ વખતે હોડીવાળાએ કહ્યું કે પૈસા આપો. જે બે આના કે ચાર આના થતા હશે. પૈસા લાવો. પ્રભુની પાસે પૈસા ક્યાં હતા. એ માણસ એટલો ક્રૂર બન્યો. બપોરનો સમય. ગંગા નદીની રેત એકદમ ગરમ થઈ ગયેલી. ધાણી નાખો તો ફૂટી જાય automatically એવી ગરમી. અને એ માણસ કહે છે કે જ્યાં સુધી પૈસા નહીં મળે ત્યાં સુધી આ રેતમાં બેસો. પ્રભુ બેઠા. એક-દોઢ કલાક પછી કોઈ સંન્યાસીનીઓ આવી એમણે ખ્યાલ આવી ગયો કે આ તો સિદ્ધાર્થરાજાના પુત્ર છે. સાધના માટે નીકળેલ છે. એ સંન્યાસીનીઓએ કો’ક ગૃહસ્થને કહીને પૈસા અપાવ્યા. પ્રભુ ત્યાંથી ચાલતા થયા. એકક્ષણ એ સંન્યાસીની જોડે બોલવાનું કામ નથી. માત્ર પ્રભુ સ્વમાં જ ડૂબેલા છે. એક કલાક પછી પ્રભુ એક જંગલમાં પહોંચ્યા. ત્યાં પ્રભુને સાધના કરવી છે. એ વખતે પૂછવામાં આવ્યું કે આ જે ઘટના ઘટી એનું સ્મરણ પ્રભુને હોય કે નહી? તો કહ્યું કે ન હોય. પણ એનો જે જવાબ છે ને બહુ મજાનો. ઘટનાનું સ્મરણ કેમ નથી હોતું? તો કહેવામાં આવ્યું કે ‘જે ક્ષણે ઘટના ઘટી એ વખતે પ્રભુ ઘટનામાં હાજર ન હતા સ્વમાં હાજર હતા’. હવે પાછળથી ઘટનાનું સ્મરણ કોણ કરે. પ્રભુની સાધનાનું આ સૂત્ર સાંભળ્યા પછી એકવાત આપડા મનમાં આવે કે બધી જ ઘટનામાં કદાચ આ રીતે ન જવાય તો પણ થોડીક ઘટનાઓમાં આ રીતે જવું અને એના માટે બીજું કાંઈ જ નથી. ઉપયોગને સ્વ તરફ ફંટાવી દો. ઘટના પર છે, પુરી દુનિયા પર છે. પર તરફ તમારે ઉપયોગને વાળવો જ નથી પણ અનંતા જન્મો તમારી ચેતના પર તરફ વળે. શું મળ્યું તમને? બડભાગી છે આપડે કે પ્રભુની સાધનાપદ્ધતિ જ્યાં પાયો જ આ છે કે ‘તું તારામાં સ્થિર થા’. પચ્ચીસ વર્ષનો દીક્ષા પર્યાય, પચાસ વર્ષનો દીક્ષા પર્યાય તમે ક્યાં છો? પરમા કાંઈ નથી સ્વમાં જ માત્ર જવું છે. અષ્ટાવક્ર ઋષિ કહે છે “મૂકતો યથા સ્થિતિ સ્વસ્થ ન સ્મર્તિ ગિત મતબ્રિતા” “મૂકતો યથા સ્થિતિ સ્વસ્થ” જીવનમુક્ત આત્મા અત્યારે તમે જે મુક્તિને પામી શકો છો એ જીવન મુક્તિ તમને મળી જાય તો શું થાય. “મૂકતો યથા સ્થિતિ સ્વસ્થ” કોઈપણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં એ આનંદમાં છે. આપડું શ્રામણ્ય શું છે? ભવ્ય ઉપાશ્રય ચોમાસામાં છે ત્યાં રહ્યા, વિહાર કર્યો, ઉનાળાની અંદર પતરાવાળો ઉપાશ્રય આવ્યો. જલસો પડી જાય. “મૂકતો યથા સ્થિતિ સ્વસ્થ” તમે માત્ર અને માત્ર આનંદમાં હો તમારા એ આનંદને કોઈ છીનવી ન શકે. જોઈએ છે આવો આનંદ? જોઈએ. આપી દઉં? (મને આપો, તમારી પાસે છે જ) એ આનંદ લેવા માટે બીજું કાંઈ જ કરવાનું નથી. માત્ર ઈચ્છા, માત્ર પ્રાર્થના. 

દેવચંદ્રજી મહારાજે માત્ર પ્રાર્થના કરી :

“અસ્તી સ્વભાવ જે આપનો રે, રુચિ વૈરાગ્ય સમેત,

પ્રભુ સન્મુખ વંદન કરીને માંગીશ આતમને”

પ્રભુ અસ્તિત્વનો આનંદ બન્યા છે. doingમાં પીડા છે પણ એક વસ્તુ છે. doingમાં પીડા છે એ અનુભવ થયો છે. આમ તો ઘણી બધી ઈચ્છાઓ હશે. મેં એકવાર એક મુમુક્ષુને કહ્યું કે ‘તું કંઈક બનવા માટે અહીં આવ્યો હોય તો ખોટી જગ્યાએ આવ્યો છે’. હું તને ઢાળું એમ તારે ઢળવાનું હોય તો જ તું સાચી જગ્યાએ આવ્યો. સદ્દગુરુ તૈયાર છે તમને મજાનો આકાર આપી દે. બધુ જ કરી દે પણ doing ખટકશે તો  beingના આનંદ માટે તમે આવશોને doing જ નહીં ખટકે તો. પ્રભુના એકપણ મુનિનો શું જવાબ હોય? જવાબ એક જ હોય. સાહેબ શું કરવાનું છે? મુંબઈ જશો એટલે. પ્રભુનું દર્શન અને એકવાત તમને મજાની કહું તમારું doing ખરી પડ્યું being તમારી પાસે આવ્યું. પછી doingવાળા કરતા તમારો વરઘોડો મોટો થઈ જશે. કલાપૂર્ણસૂરિ દાદાનો વરઘોડો. તો “મૂકતો યથા સ્થિતિ સ્વસ્થ” 

પ્રભુ અનાર્ય દેશમાં પધાર્યા. એ અનાર્ય લોકોએ પ્રભુની પીઠ ઉપર લાકડીઓનો વરસાદ વરસાવ્યો. શિકારી કુતરાઓ છોડયા જેમણે પ્રભુના પગની પિંડીમાંથી માસના લોચે-લોચા કાઢી નાખ્યા. શું એ દશા હશે? તમને એક વ્યક્તિ ગાળ આપે અને તમને ગુસ્સો આવી જાય. શું થયેલું? આની સાથેનો સંબંધ પૂરો થઈ ગયો. ઉપયોગ માત્ર સ્વમાં હતો પરમાં ઉપયોગ હતો જ નહીં. એ ચિંતન કરો. પરમાં ઉપયોગ અનંતા જન્મો રાખ્યો છે. આ જન્મમાં શું કરવું છે? જીવનનું કોઈ ધ્યેય તો હોવું જ જોઈએ. શું ધ્યેય છે? હું તો ઘણીવાર કહું પ્રભુ છે ને મોટા વેપારી છે અને અમારા જેવાને sales man તરીકે રાખે. પછી કહે “જો ખાલી મારો માલ વેચવા નિકળેને તેને અંદરથી અને બહારથી એવો ઊંચકો?” કલાપૂર્ણસૂરિને જોઇ લો કેવા ઊંચકો છો? અને છતાં આપડે હતા ત્યાં ને ત્યાં જ. આપડે શું કરીએ સમાધાન. કરીએ છે. ભાઈ એ તો મહાપુરુષ હતાં. એમના પેગડામાં આપણો પગ ક્યાંથી ઘુસે? આપડે બહુ હોશીયાર માણસોને. અને હોશીયારીનો ઉપયોગ આ કરીએ. એ તો બહુ મોટા પુરુષ હતા આપડાથી આવું કંઈ થાય નહીં.

એ જ પ્રભુ ત્યાંથી આગળ જાય અને સાધનામાં ખોવાઈ જાય. પર્યુષણ પહેલા એક સાધકને મેં કહેલું કે પ્રભુએ સાડાબાર વર્ષ સુધી ધ્યાન અને કાયોત્સર્ગ કર્યું એનું એક નાનકડું edition તું કરી શકે? સાડાબાર કલાક પર્યુષણની અંદર ધ્યાન અને કાયોત્સર્ગ તું કર. માત્ર સાંભળવાથી નહીં ચાલે અને એ સાડાબાર વર્ષ હતા આપડી પાસે સાડાબાર કલાક છે કોઈ વાંધો નથી. તો સાડાબાર કલાક સ્વની અંદર ઉપયોગ રાખો.  ધ્યાન અને કાયોત્સર્ગ એ બેવ ત્રિગુપ્તિ સાધના છે. ઘણા લોકો પૂછે અત્યારે ધ્યાન હોય ત્યારે હું સામે કહું કે ચારિત્રચાર અત્યારે ખરું? અષ્ટપ્રવચન માતાનું પાલન અત્યારે ખરું? તો ત્રિગુપ્તિની પાલના એ જ ધ્યાન છે એ જ કાયોત્સર્ગ છે. આપડે અત્યારે જે કાયોત્સર્ગ કરીએ છે એમાં કાયગુપ્તિ સ્થિર હોય પણ મનોગુપ્તી અને વચનગુપ્તિ શુભ ના હોય છે. કારણ તમે લોગસ્સ કે નવકાર મંત્રનું counting કરો છો એટલે મન એના ઉપર ધ્યાન આપે છે. વચનયોગ પણ વપરાય છે. એટલે મનોયોગ અને વચનયોગ, મનોગુપ્તિ અને વચનગુપ્તી એ બે શુભના અને કાયગુપ્તી સચિત. ધ્યાની અંદર શું છે ઇરીયાપૂર્વક ચાલવાની ક્રિયાને પણ ધ્યાન કહ્યું છે. શીલાંકાચાર્યે આચારાંગજીની ટીકામાં કહ્યું છે કે ‘પ્રભુ વિહાર કરતા હતા એ પણ ધ્યાન જ હતું’ તો ત્યાં કાયગુપ્તી શુભની છે. પ્રભુ ચાલી રહ્યા છે પણ કોઈ વિચાર કરતા નથી, કશું બોલતા નથી એટલે મનોગુપ્તી અને વચનગુપ્તી શુદ્ધની છે. અભિભોગ કાયોત્સર્ગ એવો આવે છે જે એમાં ત્રણેય ગુપ્તી શુદ્ધની હોય છે. ત્યાં લોગસ્સ વિગેરે ગણવાનો હોતો નથી. માત્ર અંદર ઉતરી જવાનું હોય છે. કાંઈ વિચાર કરવાનો નથી, કાંઈ બોલવાનું નથી. તો કોઈપણ ધ્યાન કે કોઈપણ સાધના ત્રિગુપ્તી સાધના જ છે. તો પ્રભુ સાડાબાર વર્ષ સુધી આ રીતે ધ્યાન અને કાયોત્સર્ગમાં રહે છે તો એ વખતે પ્રભુ ધ્યાનમાં જાય છે ફરી પૂછવામાં આવ્યું કે હમણાં આટલી મોટી ઘટના પ્રભુના શરીર ઉપર ઘટી ગઈ એનું સ્મરણ પ્રભુને હોય કે નહીં? તો કહે ના હોય. એનું સ્મરણ પ્રભુને હોતું નથી કારણ ઘટના ઘટી’તી ત્યારે પ્રભુનો ઉપયોગ સ્વની અંદર હતો. એવા મહાત્માઓ ક્યારેક મળી જાય છે જેમકે શોભનમુનિ વ્હોરવા ગયા. કોક વિરોધી એ પથરો મૂકી દીધો પાત્રામાં. વજન લાગ્યું. તો થયું કે ગોચરી આવી ગઈ છે. પથરો લઈને આવ્યા ગુરુ મહારાજ પાસે મૂક્યો બધા હસવા માંડ્યા. કે વાહ! ગોચરી તો સરસ લાવ્યા છો. પણ ગુરુ મહારાજને ખ્યાલ હતો. ગુરુ મહારાજે કહ્યું બોલ વ્હોરવા તું ગયો કઈ સ્તુતિ રચી અને એ વખતે આખી સ્તુતિ બોલી ગયા ત્યારે બધા છક થઈ ગયા. વ્હોરવા ગયા ત્યારે પણ ઉપયોગ એમનો શુભની અંદર હતો. તો આ રીતે શુભમાં અને શુદ્ધમાં ઉપયોગ રાખીને આપડી સાધના યાત્રા આગળ વધારીએ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *