વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : भक्ति का मारग झीना झीना रे
પહેલા તો ભક્તિનો માર્ગ તમને અઘરો લાગશે કારણ કે એ અનભ્યસ્ત છે. અનંતા જન્મોની અંદર કદાચ ક્યારેય પણ ભક્તિની ધારા ઉપર આ રીતે ચાલવાનું નથી થયું. કોઈના પ્રત્યે પ્રેમ, કોઈના પ્રત્યે ધિક્કાર – આ ધારા અનાદિથી ચાલી આવી છે. અને એટલે ભક્તિની ધારામાં જવું અઘરું પડે છે.
અઘરો કેમ છે માર્ગ? નહિ અચાહ નહિ ચાહના. ચાહત પણ નથી અને અચાહત પણ નથી. એટલે કે અભ્યસ્ત બંને માર્ગમાંથી એક પણ માર્ગ નથી. ભક્તિ એટલે ચરનન લય લીના રે. એ ના ચરણોની અંદર ઝૂકી જવું; એ ના ચરણોમાં સમર્પિત થઇ જવું.
એ સમર્પણ અઘરું જરૂર છે. કારણ કે તમારે તમારા હું નું બલિદાન આપવું પડે છે. પણ એકવાર તમે સમર્પણનો taste કરી જુઓ પછી સમર્પણ વિનાનું તમને કંઈ ગમશે નહિ! સમર્પણ અઘરામાં અઘરું પણ છે અને આનંદપૂર્ણ પણ છે. એક માત્ર સમર્પણ આવે અને સાધનામાર્ગ સરળ-સરળ બની જાય.
આત્મ તત્વનું અનુસંધાન વાચના – ૧૧
નિઃસંગં મન: સામાયિકં. પરનો અસંગ = પરમનો સંગ. પરમની પ્રીતિની ધારે થોડાક ડગ લગાવીએ. કેવો અનુભવ થાય? કબીરજી કહે છે, કે પહેલાં તો ભક્તિનો માર્ગ તમને અઘરો લાગશે. કારણ અનભ્યસ્ત છે. અનંતા જન્મોની અંદર કદાચ ક્યારે પણ ભક્તિની ધારા ઉપર આ રીતે ચાલવાનું નથી થયું. તો કોઈના પ્રત્યે પ્રેમ, કોઈના પ્રત્યે ધિક્કાર. આ ધારા અનાદિથી ચાલી આવી છે. અને એટલે ભક્તિની ધારામાં જવું અઘરું પડે છે. ‘ભક્તિ કા મારગ ઝીણા ઝીણા રે, નહિ અચાહ નહિ ચાહના, ચરનન લય લીના રે’ અઘરો કેમ છે માર્ગ? કે ચાહત પણ નથી, અચાહત પણ નથી. એટલે અભ્યસ્ત બે માર્ગમાંથી એક પણ માર્ગ નથી. ભક્તિ એટલે ચરનન લય લીના રે. એના ચરણોની અંદર ઝુકી જવું. એના ચરણોમાં સમર્પિત થઇ જવું. તો એ સમર્પણ અઘરું જરૂર છે. કારણ તમારે તમારા ‘હું’ નું બલિદાન આપવું પડે છે. પણ એકવાર તમે સમર્પણનો taste કરી જુઓ. પછી સમર્પણ વિનાનું તમને કંઈ ગમશે નહિ. સમર્પણ અઘરામાં અઘરું પણ છે. આનંદ પૂર્ણ પણ છે. એક સમર્પણ આવ્યું, સાધનામાર્ગ સરળ-સરળ બની ગયો. સદ્ગુરુ શક્તિપાત કરવા તૈયાર છે. પણ એ શક્તિપાતને તમે ઝીલી ક્યારે શકશો? જ્યાં સુધી તમારી પાસે સમર્પણ નહિ હોય ત્યાં સુધી તમે સદ્ગુરુના શક્તિપાતને ઝીલી નહિ શકો. અગણિત જન્મોમાં એવા સદ્ગુરુઓ મળ્યા, જેમણે આપણા ઉપર શક્તિપાતનો પ્રયોગ કર્યો. Dual action કર્યું. તમે શક્તિપાત ઝીલી શકો, એના માટે મહેનત કરી. શક્તિપાત આપવાની મહેનત કરી. પણ, આપણે અહંકારની ધારામાં એવા હતા કે આપણે સદ્ગુરુના સમર્પણને ઝીલી ન શક્યા.
અરણીક મુનિની વાત આપણે ત્યાં પ્રસિદ્ધ છે. વેશ્યાને ત્યાંથી અરણીક મુનિ પાછા આવ્યા. સદ્ગુરુના ચરણો પર માથું ટેકવ્યું. સદ્ગુરુએ અરણીક મુનિને કશું જ કહ્યું નથી. તે આ શું કર્યું? તારાથી આવું થઇ શકે…? એક શબ્દ ગુરુ બોલ્યા નથી. ગુરુએ માત્ર મસ્તક પર હાથ ફેરવ્યો છે. શક્તિપાત કર્યો છે. અને એ શક્તિપાત થયો. ભીતર તો આમૂલચૂલ ક્રાંતિ થઇ ગઈ. પણ બહાર પણ કેટલી ક્રાંતિ થઇ. જે અરણીક મુનિ વૈશાખ અને જેઠની બળબળતી બપોરે ખુલ્લી શેરીઓમાં ચાલી શકતા નહોતા, એ ધગધગતી શિલા ઉપર સંથારો કરીને બેસી ગયા. વાર્તા તમે સાંભળી છે. ક્યારેય તમને સવાલ થયો…કે સદ્ગુરુ એ હતા, અરણીક મુનિ પણ એ હતા. તો સદ્ગુરુએ પહેલાં શક્તિપાત કેમ નહિ કર્યો? પહેલાં શક્તિપાત થયો હોત તો વેશ્યાને ત્યાં જવાની નોબત ન આવત. તો વાત એ છે કે સદ્ગુરુ શક્તિપાત કરવા તૈયાર હતા એટલું નહિ, શક્તિપાત ઝીલવા માટે અરણીક મુનિને તૈયાર પણ કરતાં હતા. અરણીક મુનિ જ્ઞાની હતા, ધ્યાની હતા, તપસ્વી હતા. શું ખૂટતું હતું? સદ્ગુરુના શક્તિપાતને ઝીલવા માટે શું ખૂટતું હતું? આપણા માટે આ જાણવું બહુ જ મહત્વપૂર્ણ છે. શક્તિપાત કરી શકે એવા સદ્ગુરુઓ એક નહિ, અનેક આપણી પાસે છે. પોતાની પાસે જે ચારિત્રની શક્તિ છે એ સીધી જ તમને hand over કરી આપે. આ યુગની અંદર, આ જન્મની અંદર સદ્ગુરુનો શક્તિપાત મળી જાય તમારી સાધના uplifted થઇ જાય. ઊંચકાઈ જાય. તો અરણીક મુનિમાં શું ખૂટતું હતું? એ જ આપણે જોવું પડે ને. જ્ઞાન છે, ધ્યાન છે, તપશ્ચર્યા છે. પણ એ એમ માને છે કે આજે અટ્ઠમ કરવો એ નક્કી હું કરું. ગુરુદેવને કહેવાનું સાહેબ અટ્ઠમનું પચ્ચક્ખાણ આપી દો. તમને લાગે કે આ સામાન્ય વાત થઇ. પણ બહુ મોટી ગરબડ થઇ. સાધનામાર્ગમાં જે કર્તા હતા – સદ્ગુરુ, એને એમણે સાક્ષી બનાવી નાંખ્યા. અને જેણે સાક્ષી તરીકે રહેવાનું હતું, એ કર્તા બની ગયો. તમારી સાધનાના તમે કર્તા કે સાક્ષી? આ એક જ ભૂલ થઇ ગઈ. કે હું સાધના નક્કી કરું. સદ્ગુરુદેવને કહી દઉં.
તો સાધના જગતમાં જે કર્તા હતા – સદ્ગુરુ, એને સાક્ષી બનાવી દીધા. સદ્ગુરુ પણ કર્તા કેમ બની શકે છે, ખબર છે? સદ્ગુરુ નિર્અહંકારી ચેતના છે. યોગોદ્વાહ્ન થાય, તમને સૂત્ર આપવાનું હોય ત્યારે સદ્ગુરુ એમ નથી કહેતાં, કે હું તને આ સૂત્ર આપું છું. ‘खमासमणाण हत्थेणं’ એક સદ્ગુરુઓની પરંપરા તને આ આપે છે. જેને આપણે સદ્ગુરુ કહીએ છીએ એ totally vacant થયેલું અસ્તિત્વ છે. એટલે જ સદ્ગુરુને હું બારી જેવા કહું છું. એક બારીની identity શું? લોખંડની ગ્રીલ છે કે સ્ટીલની ગ્રીલ છે… એ કોઈ એની identity નથી. પણ તમે જ્યારે છતની નીચે અને ભીંતોની વચ્ચે છો. ત્યારે અસીમ અવકાશ જોડે તમને જોડી આપે તે બારી. ઘણીવાર કબાટ અને બારી, બહારથી સરખાં લાગે. તમે ખોલો ને ભીંત. તો કબાટ. ખોલો ને કાંઈ નહિ તો બારી. એટલે સદ્ગુરુ એટલે પરમ ખાલીપન. પરમ રીતાપન. પરમ વિભાવશૂન્ય.
અને એ ખાલીપનની અંદર પરમ ચેતનાનું અવકાશ ઉતરે છે. એટલે જ તિત્થયર સમોસૂરિ આપણે કહીએ છીએ. આપણે ત્યાં ૩ શબ્દો છે. ગુરુ વ્યક્તિ, ગુરુચેતના, પરમચેતના. તો જે મહાપુરુષને આપણે ગુરુ વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ, એ એમની બાજુ ગુરુ ચેતના છે. આપણે દેહની આકૃતિ પ્રમાણે સદ્ગુરુઓને અલગ-અલગ પાડીએ છીએ. પણ દરેક ઊંચકાયેલા સદ્ગુરુઓની કક્ષા એક જ સરખી છે. હું વારંવાર કહેતો હોઉં છું, there is the same fragrance, and same taste, in all the respected gurus. તો જયઘોષસૂરિ દાદા હોય, પ્રેમસૂરિ દાદા હોય, સિદ્ધિસૂરિ દાદા હોય, ભદ્રસૂરિ દાદા હોય, આપણે ગુરુ વ્યક્તિ તરીકે એમને જોઈએ છીએ. પણ એ ગુરુ ચેતના છે. પણ એ ગુરુ ચેતના છે એનો મતલબ શું? કે પરમ ચેતનાનું અવતરણ એમનામાં થયેલું છે. એટલે આપણે ત્યાં ક્યારેક પરમચેતના અને ગુરુ ચેતનાને એકાકાર થયેલી સંઘટના રૂપે જોવામાં આવેલ છે. મહોપાધ્યાયજીએ સ્તવનામાં કહ્યું: ‘જશ કહે સાહિબ મુગતિનું કર્યું તિલક નિજ હાથે’ ઈશારો ક્યાં છે? સદ્ગુરુએ આજ્ઞાચક્ર દબાવ્યું. સદ્ગુરુએ આજ્ઞાચક્ર દબાવ્યું, એટલે તમારી ચેતના સહસ્રાર તરફ ગઈ. યોગિક પરિભાષામાં આજ્ઞાચક્રની નીચે સંસાર છે. આજ્ઞાચક્રની ઉપર જ સાધના છે. તો સદ્ગુરુ તમારા આજ્ઞાચક્રને દબાવે છે. The third eye.
તિબેટમાં તો આ ત્રીજી આંખને ખોલવાની આખી વિધિ અત્યારે છે. એ ત્રીજી આંખને કેમ કરીને ખોલી શકાય? તો સદ્ગુરુ અહીં અંગુઠો દબાવે. તમારા આજ્ઞાચક્રને push કરે, અને તમારી ચેતનાને સહસ્રાર તરફ લઇ જાય. ઈશારો આ છે કે સદ્ગુરુએ મારા કપાળની અંદર આજ્ઞાચક્રને દબાવ્યું. પણ પ્રસ્તુતિ કેવી આવી? ‘જશ કહે સાહિબ મુગતિનું કર્યું તિલક નિજ હાથે’ પ્રભુએ મુક્તિનું તિલક પોતાના હાથે કર્યું. કર્યું છે સદ્ગુરુએ. એટલે ત્યાં પરમચેતના અને ગુરુચેતનાને એકાકાર થયેલી સંઘટના રૂપે જોયા છે.
તો અરણીક મુનિમાં આ વસ્તુ રહી ગઈ. કે જે સદ્ગુરુ સાધનાના કર્તા હતા, એને સાક્ષી બનાવી દેવામાં આવ્યા. તમારી સાધનાના કર્તા પ્રભુ જ છે. તમારી સાધનાના કર્તા સદ્ગુરુ જ છે. દીક્ષા તમે લીધી? કે પ્રભુએ તમને આપી? ક્યારે આવું કહેતાં નહિ કે, સંબંધીઓની રજા મળતી નહોતી, મેં છ વિગઈનો ત્યાગ કર્યો, મેં આમ કર્યું, મેં આમ કર્યું. અને રજા મળી એવું નહીં કહેતા. પ્રભુની કૃપા ઉતરી ગઈ. પ્રભુએ મને select કર્યો. અને મને પ્રભુનું પ્યારું વરદાન-રજોહરણ મળી ગયું. એકવાત નક્કી છે, તમે પણ ગુરુ છો એટલે તમને ખ્યાલ છે. જ્યાં સુધી પ્રભુ કોઈ વ્યક્તિને select ન કરે, ત્યાં સુધી કોઈ પણ સદ્ગુરુ એ વ્યક્તિને રજોહરણ આપી ન શકે. તમને બરોબર feel થવું જોઈએ, કે પ્રભુએ એને select કર્યો છે. એટલે શાસ્ત્રોમાં જે ગુણો આપેલા છે એ તમે જુઓ એટલે તમને ખ્યાલ આવે કે આને પ્રભુએ select કર્યો છે. અને પ્રભુએ એને select કર્યો છે માટે હું એને રજોહરણ આપું.
આપણા સ્તવના સાહિત્યમાં આખી જ પ્રભુ કર્તૃત્વની વાત છે. આનંદ કી ઘડી આઈ આખું સ્તવન જુઓ. ‘કર કે કૃપા પ્રભુ દરિશન દિનો, તીન વેદ કા છેદ કરાકર ક્ષપકશ્રેણી મંડવાઈ’. ક્યાંય મેં કર્યું એ સવાલ નથી. હું ક્ષપકશ્રેણી ક્યાંથી માંડું? એ મંડાવશે. તીન વેદ કા છેદ કરાકર… એ કરાવશે. મારે કંઈ કરવાનું જ નથી. તમે જો ભક્ત છો તો તમારે કશું જ કરવાનું નથી. એટલે સાધક અને ભક્ત, એ બે માટેના બે અલગ composition છે. સાધકની સાધનાનું composition આ છે કે ૯૯% Grace, ૧% effort. જ્યારે ભક્તની ભક્તિનું પૃથક્કરણ એ છે કે ૧૦૦% Grace and I am effort less person. મારે કશું જ કરવાનું નથી. તારે જે કરવું હોય તે કર. હું તો બેઠો છું, હું સંસારમાં રહીશ તો તારી પ્રતિષ્ઠા જશે. મારી તો વળી પ્રતિષ્ઠા જ ક્યાં છે કંઈ…હોય તો જાય… અને એટલે તો કહ્યું, ‘મુજ સરીખા મેવાસીને પ્રભુ જો તું તારે, તારક તો જાણું ખરો, જુટ્ઠું બિરુદ શું ધારે?’ સુલસાજી ને તાર્યા કે રેવતીજી ને તાર્યા એ તો તરે એવા હતા. મારા જેવા બદતરને તારી બતાવ, પછી હું તને કહું કે તું તારક છે. ત્યાં સુધી નહિ કહું.
વેશ્યાને ત્યાં જવું, અરણીક મુનિ માટે વરદાન બની ગયું. એમને લાગ્યું કે સાધના મારા કરવાથી થઇ શકે જ નહિ. સદ્ગુરુનો હાથ છૂટી ગયો. હું ક્યાં પછડાઈ ગયો? હવે માત્ર સદ્ગુરુના ચરણોને પકડી લઉં, અને સાધનાને બરોબર લઇ લઉં. સદ્ગુરુના ચરણો છૂટી ગયા, પ્રભુના ચરણો છૂટી ગયા…પછી તો ભવ વનમાં રખડવાનું જ છે. અને એ અરણીક મુનિ પોતાના સાધનાના કર્તૃત્વને વેશ્યાને ત્યાં નાંખી ગુરુ પાસે આવ્યા. કે હું તો કશું જ કરી શકું એમ નથી. ગુરુદેવ તમે જ બધું કરો. આ કોરો ચેક. આ સમર્પણ. સદ્ગુરુ તૈયાર છે તમારા ઉપર કામ કરવા, તમે તૈયાર છો?
સંત હરિદાસે વ્રજ ભાષામાં એક પદ લખ્યું છે, એમાં લખ્યું, ‘તિનકા બુયારી કે બસ’ એક તણખલું સાવરણી ને અધીન હોય છે. એમ પ્રભુ હું તને અધીન છું. ભક્ત ગૌરાંગ એક ડગ આગળ વધ્યા છે; ‘તૃણાદપિ શુનીચેન ભવિતવ્ય:’ તણખલું ક્યારેક હવાના ઝોકામાં ઉડી પણ જાય છે. પ્રભુ હું તણખલાથી પણ નીચો છું. મારે માત્ર ને માત્ર તને અધીન થઈને રહેવું છે.
ભગવાન ગૌતમની એક બહુ સરસ જીવનની ઘટના છે, પ્રસિદ્ધ છે, ઘટના પ્રસિદ્ધ છે. પણ એનો એક એંગલ બહુ મજાનો છે, અષ્ટાપદથી એ નીચે ઉતરી રહ્યા છે. અને પહેલાં, બીજા અને ત્રીજા પગથિયે જે ૫૦૦-૫૦૦ ની બેચ સાધના કરતી હતી એ પંદરસો એ પંદરસો એ સદ્ગુરુના ચરણોમાં જીવન સમર્પિત કર્યું. હવે આપણે એ જોઈએ, કે સદ્ગુરુનું સમર્પણ એકસરખું છે, પણ તમારું સમર્પણ જેવું હશે એ પ્રમાણે તમે શક્તિપાતને ઝીલી શકશો. સમર્પણ કઈ રીતે આવે? મોહનીયના ક્ષયોપશમથી. તો મોહનીયના ક્ષયોપશમમાં તારતમ્ય તો રહેવાનું જ છે. તો ત્રીજા પગથિયે ચડેલી ૫૦૦ ની પહેલી બેચ, બીજા પગથિયે ૫૦૦ ની બીજી બેચ અને પહેલા પગથિયે ત્રીજી બેચ. સદ્ગુરુએ બધાને કરેમિ ભંતે આપ્યું. કરેમિ ભંતે આપ્યું, ૫૦૦ ની ટુકડી વાપરતાં વાપરતાં કેવલજ્ઞાનને પામી. શું થયું? સદ્ગુરુએ શક્તિપાત સરખો કર્યો છે. પણ સમર્પણમાં તારતમ્ય હોવાને કારણે પહેલી ટુકડી ઉપર સીધી અસર થઇ જાય છે. કરેમિ ભંતે – સદ્ગુરુનો શક્તિપાત… એ શક્તિપાત ઝીલાય. તમે એક ક્ષણ માટે, એક સેકંડ માટે, વિભાવમાં ન જઈ શકો. તો એ શક્તિપાતે શું કર્યું? કરેમિ ભંતે સામાઈઅં, સીધી જ સમભાવની દીક્ષા મળી ગઈ. શક્તિપાત. સમભાવ મળી ગયો. હવે આપણને ખ્યાલ છે સમભાવ એ સમ્યગ્દર્શનનું લક્ષણ છે. તો એ સમ્યગ્દર્શન મળ્યું. સમભાવની પ્રગાઢતા જેમ-જેમ થાય એમ પાંચમું, છટ્ઠું, સાતમું આવે. સાતમા થી સીધો કુદકો માર્યો શ્રેણીમાં અને તેરમે ગુણઠાણે પહોંચી ગયા. એટલે પહેલી ટુકડી ઉપર શક્તિપાત સરખો હોવા છતાં, પહેલા કામ થયું. એટલે આપણે ધીરે ધીરે બધું જોવું છે, કે સદ્ગુરુ તો તૈયાર જ છે, પંદરસોને એકસાથે કેવળી બનાવવા ગુરુ તૈયાર છે. અકેવલજ્ઞાની ગુરુ બધાને કેવલજ્ઞાની બનાવી દે છે. રાસમાં લખ્યું ને ‘આપ કને અણહુંત, ગોયમ દીજે દાનજી’, ખિસ્સામાં હોય ને તો કોઈક આપે. આ તો ખિસ્સામાં નહીં ને બીજાને આપ્યા કરે.
તો સદ્ગુરુ તૈયાર છે, પણ એ સદ્ગુરુના શક્તિપાતને ૫૦૦ જ ઝીલી શક્યા. શું પ્રભુના સમવસરણમાં આપણે નહિ ગયા હોઈએ… પ્રભુની દ્રષ્ટિ આપણા ઉપર નહિ પડી હોય… શક્તિપાત આંખથી થાય, હાથથી થાય, શબ્દથી થાય, અને ઉર્જાથી પણ થાય. એક પ્રભુની ઉર્જામાં તમે બેસો, એક પહોંચેલા સદ્ગુરુની ઉર્જામાં બેસો, અને તમારી સાધના uplifted થઇ જાય. કારણ કે ઉર્જા દ્વારા પણ સદ્ગુરુ આપણી સાધનાને ઊંચકે છે. શક્તિપાત કરે છે. મને સદેહે રહેલા ગુરુ, એ તો શક્તિપાત કરે જ. વિદેહે ગયેલા ગુરુ એ પણ શક્તિપાત કરે.
અમે લોકો ઉના-અજાહરા ગયેલા, તો ઝડપી વિહાર હતો, ઉનામાં સવારે ગયા, સામૈયું, વ્યાખ્યાન. વ્યાખ્યાનને અંતે એક અગ્રણી ભાઈ મને મળ્યા. જે મારા પુસ્તકોને બહુ જ વાંચતા હતા, એ કહે સાહેબ તમે અહીંયા આવ્યા છો, તમારે બે કામ કરવા જોઈએ, મેં કહ્યું બોલો, મને કહે સાહેબ તમે રહ્યા છો ને એ ઉપાશ્રય તો નવો બનાવેલો છે. હીરસૂરિ દાદા એ ૪૦૦ વર્ષ પહેલાં જ્યાં ચોમાસું કરેલું એ ઉપાશ્રય એવો ને એવો છે એમાં ગુરુ મંદિર બનાવેલું છે. આપે એક રાત એ ઉપાશ્રયમાં રોકાવું જોઈએ. દાદાની ઉર્જા લેવા માટે. અને બીજું દાદાનો અંતિમ સંસ્કાર બહુ મોટા બગીચામાં થયો છે. એ બગીચામાં ઉપાશ્રય બનાવેલો છે, આપે એક રાત ત્યાં રહેવું જોઈએ. મેં કહ્યું ok. બહુ સરસ વાત કરી તમે. આ તો મારી ધારાની જ વાત છે. પહેલી રાત્રે ઉપાશ્રયમાં રહ્યા, તો actually લાગે કે દાદા બેઠેલા છે, શિષ્યવૃંદ બેઠેલું છે, આપણને રીતસર અનુભવ થાય, feeling થાય.
હું ધર્મરાજેશ્વર ગયેલો ને ત્યાં બૌદ્ધ ગુફા છે, તો અમારો પ્રોગ્રામ એવો હતો, કે નવકારશી વાપરીને અમે ત્યાં ગયેલા. અને એકાદ કલાક ગુફા જોઈ અને પછી નીચે ઉતરી જવાનું હતું. Guest house માં રોકાવાનું હતું. ત્યાં ગયા, નિરવ શાંતિ, એટલી સરસ ગુફાઓ. મેં કહ્યું ભાઈ આપણો પ્રોગ્રામ ફેરવી નાંખો હવે… આખો દિવસ હવે અહીંયા જ. ગોચરી સુધી તો બધું જોયું, ગોચરી વાપરી, પછી હું સુતો હતો, અને આમ રીતસર આભાસ થાય કે કોઈ વસ્ત્રોનું પડીલેખન કરી રહ્યું છે. કોઈ પાત્રને આમ-તેમ કરી રહ્યું છે. કોઈ બૌદ્ધ ભિક્ષુ બીજાને કહી રહ્યા છે, તમારે સ્વાધ્યાય થઇ ગયો? રીતસર આપણને feeling થાય. તો એક રાત ઉપાશ્રયમાં રહ્યો, આ feeling થઇ… બીજી રાત્રે ત્યાં ગયા, દાદાની દેરી હતી ત્યાં બેઠા કલાક- બે કલાક. રાત્રે પણ ત્યાં બેઠો હું કલાક-બે કલાક-ત્રણ કલાક. એ રાત્રે એક સરસ સંકેત મને મળ્યો. હીરસૂરિ દાદા સેનસૂરિ મહારાજને છેલ્લા સમયે કંઈક આપવા માંગતા હતા. અને એટલે જ સેનસૂરિ મહારાજને ચોમાસામાં બોલાવેલા, કે તું આવી જા. એવું કંઈક આપવાનું હતું, કે જે લખીને આપી શકાય એવું નહોતું. કોઈને કહીને પણ આપી શકાય એવું નહોતું. માત્ર એમને જ આપી શકાય એવું હતું. પણ સેનસૂરિ મહારાજ પાટણ આવ્યા, દાદા કાળધર્મ પામ્યા. તો હીરસૂરિ દાદા એ વસ્તુ આપી ન શક્યા. અને ત્યારથી જ આપણા સંઘમાં એક વાક્યતા થોડી તૂટી. તો એ રાત્રે મને સંકેત મળ્યો, કે ૨૫-૩૦ સાધકો અહીંયા બેસી જાય, તો દાદા જે આપવા માંગતા હતા એ કદાચ દાદા આપી પણ દે. એટલે સદેહે રહેલા ગુરુ તો ઉર્જા આપે જ. વિદેહે ગયેલા ગુરુ પણ આપણને ઉર્જા આપે. એટલે જ આપણે ત્યાં સમાધિ તીર્થો રચાયા છે.
તો ગૌતમ સ્વામી ભગવાન કઈ-કઈ રીતે કામ કરે છે એ આપણે જોવું છે. સદ્ગુરુનું કામ તમારે એટલા માટે જોવું છે, કે શિષ્ય પ્રત્યેનો કેટલો પ્રેમ છે… સદ્ગુરુ ક્યારેય થાકે નહિ. ‘ગુરુ નિરંતર ખેલા’ ગુરુ નિરંતર ખેલમાં હોય, ક્યારેય થાકે નહિ. મને એક જણાએ પૂછેલું; કે તમે વર્ષોથી વાચના આપો, એક ના એક ચહેરા સામે હોય, અને એમાં બદલાહટ કંઈ લાગે નહિ. તો તમને થાક લાગે કે નહિ? બરોબર ને બાપુ? ત્યારે મેં કહ્યું: કે થાક ક્યાં હોય? કર્તૃત્વમાં હોય. જ્યાં સાક્ષીભાવ છે ત્યાં થાક ક્યાં હોય? પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો છે. એટલે જ એક-એક પ્રવચન આપીને ઉભો થાઉં મારી આંખો ભીની બને છે. કે પ્રભુ તારી પાસે આટલી બધી sound systems છે બહુ મજાની છતાં તે મારી sound system નો ઉપયોગ કર્યો. હું તારો ઋણી છું. સદ્ગુરુ ક્યારેય થાકે જ નહિ. પણ અમે ન થાકીએ એ બરોબર છે પણ તમારે કામ કરવાનું પાછુ, ગુરુ થાકતા નથી બોલવા દો.