વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : શરણ સ્વીકાર
અપેક્ષાએ પ્રભુનો શરણ સ્વીકાર સહેલો છે. અરિહંત પ્રભુનો, સિદ્ધ પ્રભુનો, પ્રભુની સાધનાના શરણનો સ્વીકાર પણ અપેક્ષાએ સહેલો છે. અઘરામાં અઘરો હોય, તો એ સદ્ગુરુના શરણનો સ્વીકાર છે. અને એના મુખ્ય બે કારણો છે.
તમે સદ્ગુરુના ચરણોમાં એટલા માટે આવો છો કે તમારે સાધનાને ઊંચકવી છે. અને એટલે તમારી અત્યારની life system માં જેટલા પણ દોષો હશે, જેટલા minus points હશે, એ બધાને pin-point કરીને ગુરુ બતાવશે. એનાથી તમારો અહંકાર ઘવાય છે અને એ સદ્ગુરુના શરણનો સ્વીકાર થવા દેતો નથી.
બીજી વાત એ છે કે શિષ્યની પાસે કોઈ પાપકર્મના ઉદયે, મોહનીયના તીવ્ર ઉદયે દોષદ્રષ્ટિ આવે છે અને એ દોષદ્રષ્ટિ ગુરુની અંદર પણ દોષો શોધવાનો પ્રયત્ન કરે છે. ગુરુમાં જે દોષ નથી, એ દોષનું પોતાની બુદ્ધિથી ઉદ્ભાવન કરે છે. ગુરુમાં દોષ દેખાય, પછી એ ગુરુનું શરણ સ્વીકાર કેવી રીતે થાય!
આત્મ તત્વનું અનુસંધાન વાચના – ૧૪
‘નિઃસંગં મન: સામાયિકં’ પરનો અસંગ એટલે પરમનો સંગ. પરમની પ્રીતિ, પરમની ભક્તિ. એ પરમની પ્રીતિની પગથારે ચાલવું હોય તો કઈ રીતે ચાલવું… કબીરજીએ એક પદમાં એનો મજાનો માર્ગ બતાવ્યો છે. ‘ભક્તિ કા મારગ ઝીણા ઝીણા રે, નહિ અચાહ નહિ ચાહના’ ભક્તિનો માર્ગ, પ્રેમનો માર્ગ અઘરો છે. અઘરો એટલા માટે છે, કે એ તમારા માટે અનભ્યસ્ત છે. કોઈ પદાર્થોને ચાહવા કોઈના પ્રત્યે અણગમો વ્યક્ત કરવો. કોઈ વ્યક્તિને સારી માનવી, કોઈ વ્યક્તિને ખરાબ માનવી, આ ધારા અભ્યસ્ત છે. પણ પ્રભુના ચરણોની અંદર, સદ્ગુરુના ચરણોની અંદર ઝુકી જવું, આ ધારા અનભ્યસ્ત ધારા છે. અને માટે ભક્તિની ધારા અઘરી છે.
પંચસૂત્રના પ્રથમ સૂત્રમાં સાધના ત્રિપદી આપણને આપવામાં આવી. એ સાધના ત્રિપદી આપણી સાધનાને એકદમ ઊંચકી લે છે. એ સાધના ત્રિપદીનું પહેલું પદ કયું? શરણ સ્વીકાર. તમને લાગે કે તમે બિલકુલ અસહાય છો. પ્રભુની, સદ્ગુરુની સહાય વિના સાધનાના માર્ગ પર તમે એક ઇંચ, એક સેન્ટિમીટર, એક ડગલું ચાલી શકો એમ નથી. ત્યારે તમે પ્રભુના ચરણોમાં સદ્ગુરુના ચરણોમાં ઝુકી જાવ છો. અપેક્ષાએ પ્રભુનો શરણ સ્વીકાર સહેલો છે. અરિહંત પ્રભુનો, સિદ્ધ પ્રભુનો, પ્રભુની સાધનાના શરણનો સ્વીકાર પણ અપેક્ષાએ સહેલો છે. અઘરામાં અઘરો હોય શરણ સ્વીકાર તો એ સદ્ગુરુના શરણનો સ્વીકાર છે.
બે વસ્તુ તમને મોટી-મોટી બતાવું, કે સદ્ગુરુનો શરણ સ્વીકાર અઘરો કેમ છે? પહેલી વાત તો એ છે કે તમે સદ્ગુરુના ચરણોમાં એટલા માટે આવો છો કે તમારે સાધનાને ઊંચકવી છે. તો તમારી અત્યારની life system માં જેટલા પણ દોષો હશે, જેટલા minus point, સાથે એ બધાને pin point કરીને ગુરુ બતાવશે. ગુરુ કહેશે આ ગુસ્સો નહિ ચાલે. આ તારી સ્વાર્થીય ધારા નહિ ચાલે… ગુરુ તમને કેવા ગમે? ગુરુ કેવા ગમે? તમને પંપાળે એવા કે ઠોકે એવા. કેવા ગુરુ ગમે? અનંત જન્મોની અંદર ફરતાં ફરતાં તમે અને મેં ઘણીવાર સદ્ગુરુના ઉપનિષદને મેળવ્યું, પણ શરણ સ્વીકાર નહિ થયો. એક જ વાત હતી સદ્ગુરુ મારા અહંકારને પંપાળે. ડોક્ટર ગુમડાને મોટું કરે કે ગુમડાને નષ્ટ કરે? તમારો અહંકારનો રોગ એને અમારે પુષ્ટ કરવાનો? વાહ… તું તો બહુ સરસ છે, કેવી સરસ તારી સાધના ચાલે છે. મારી પાસે ઘણા બધા સાધકો આવે છે, એ પહેલાં જ કહેતાં હોય કે ગુરુદેવ! આપની પાસે એટલા માટે આવ્યા છીએ કે અમારી સાધનામાં જે fault છે, જે ભૂલ છે એ આપ પકડીને બતાવો. રોજના પાંચ સામાયિક કરવા છતાં ગુસ્સો એટલો ને એટલો જ રહે છે તો ગુરુદેવ મારી ભૂલ ક્યાં થઇ? પ્રભુએ આપેલો સામાયિક ધર્મ એ તો અમૃત તત્વ છે. લોગસ્સ, કરેમિ ભંતે એક-એક સૂત્ર પ્રભુની એક પરમ પ્રસાદી છે. તો ગુરુદેવ હું ક્યાં ચુક્યો? Where is my fault? સદ્ગુરુ તરત જ pin point કરીને બતાવશે કે આ તારા દોષો છે. સદ્ગુરુ face reading ના master છે. તમે તમારી સાધના કહો એ તમારા તરફ ખુલતી વાત છે. સદ્ગુરુ તો તમારા ચહેરાને જોઇને તમારી સાધનાનું stand point નક્કી કરી લેશે. અને તમને ક્યાં સુધી ઊંચકીને લઇ જઈ શકાય એમ છે એ પણ જોઈ લેશે. તો આ જન્મની અંદર એવા સદ્ગુરુ જોઈએ, જે તમારા દોષોને pin point કરીને બતાવે. અને તમે આંસુ ભરી આંખે ગુરુના એ વ્યક્તવ્યને સ્વીકારો, અસ્તિત્વના સ્તર પર લઇ જાવ, અને દોષોને ભગાવો.
તો સદ્ગુરુ એ તમારા દોષોને બતાવ્યા, અને તમને એ ગમી ગયા, તો તો બહુ વાંધો નથી આવતો. પણ સદ્ગુરુ પાસે જવું, અને સદ્ગુરુ મારા અહંકારને પંપાળે… હું ઘણીવાર કહું કે ખોટી જગ્યાએ તો આવી ગયા નથી ને… કે સાચી જગ્યાએ ખોટા ઉદેશ્યથી આવ્યા છો. બોલો… ખોટી જગ્યાએ તો નથી આવ્યા બરોબર… પણ સાચી જગ્યાએ આવ્યા છો, ખોટા ઉદેશ્યથી આવ્યા છો ને… ગુરુ મારા અહંકારને પંપાળે. ક્યારેય તમારી આંખમાં આંસુ આવ્યા? કે ગુરુદેવ હું દર પંદર દિવસે ખામણામાં બોલું, સારીયો, વારિયો, ચોઈયો, પડીચોઈયો. કદાચ પડિચોયણા ન કરો ચોયણા તો આપ કરો કે નહિ? પણ કેમ ગરમ થઈને મને કંઈ કહેતાં નથી? તો સદ્ગુરુ શરણ સ્વીકારમાં પહેલી તકલીફ આ પડે છે. કારણ કે ગુરુએ તમારા દોષો બતાવવા જ પડશે. બતાવવા પડશે એટલું નહિ, ગુરુ કાઢવા તૈયાર છે. બધી જગ્યાએ તમારો એક ટકો રહેવાનો, પ્રભુના અને સદ્ગુરુના ૯૯ ટકા રહેવાના. ૯૯% અમારા છે બોલો, દોષ કાઢવો છે, એક તમારી તીવ્ર ઝંખના આવી ગઈ, ૧૦૦% થઇ ગયું. આ દોષ ન જ જોઈએ. હું અહીંયા અહંકાર વધારવા માટે આવ્યો છું? મેં સર્વ સામાયિકનું પચ્ચક્ખાણ લીધું અને હું ગુસ્સો કરું ચાલે ખરું? આ એક તીવ્ર ઝંખના તમારી… ૧% effort. ૯૯% grace. અને ૧૦૦% તમારા. એક તો વસ્તુ આ છે.
બીજી વાત એ છે કે ઘણીવખત સદ્ગુરુની કરુણાને વશ તમે અહીં આવી ગયા હોવ છો. પ્રભુના માર્ગને સ્વીકારવાની એટલી સજ્જતા નહોતી, પણ સદ્ગુરુએ તમારા ઉપર શ્રદ્ધા મૂકી, કે આ હળુકર્મી આત્મા છે, એને હું જે રીતે guidance આપીશ એ રીતે એ કરશે. એટલે એને result તરફ લઇ જતાં મને વાર નહિ લાગે. એટલે આ રીતે તમારી સજ્જતા નહોતી. છતાં સદ્ગુરુની કરુણાને કારણે તમે અહીંયા આવી ગયા છો. ખ્યાલ આવે છે? વિચારજો આજે… કે સદ્ગુરુની કરુણાને વશ તમે અહિંયા આવ્યા છો? કે તમારી સજ્જતા ને કારણે આવ્યા છો.
તો ચાલો સદ્ગુરુની કરુણાને વશ આવી પણ ગયા. આવ્યા પછી સદ્ગુરુની તમારા ઉપર શ્રદ્ધા હતી, કે ધીમે ધીમે દોષો દૂર થઇ જશે. એને બદલે દોષ વધી જાય તો, અને સૌથી મોટો દોષ દોષદ્રષ્ટિનો છે. બીજામાં દોષ છે એવું ક્યારે પણ માનતા નહિ. દરેક આત્મા અનંત ગુણોથી યુક્ત છે. બીજાના કોઈનામાં દોષ નથી. તો સદ્ગુરુમાં તો ક્યાંથી હોઈ શકે? જે તારણહાર છે સદ્ગુરુ, જે પ્રભુની આજ્ઞાને સંપૂર્ણતયા વફાદાર છે, એમનામાં દોષ ક્યાંથી હોઈ શકે? પણ શિષ્યની પાસે કોઈ પાપકર્મના ઉદયે, મોહનીય તીવ્ર ઉદયે દોષ દ્રષ્ટિ આવે છે. અને એ દોષ દ્રષ્ટિ શું કરે છે? ગુરુની અંદર જે દોષ નથી, એ દોષનું પોતાની બુદ્ધિથી ઉદ્ભાવન કરે છે. મેં પહેલાં કહેલું ને મારા ચશ્માના ગ્લાસમાં ડાઘ હોય તો મને બધે ડાઘ દેખાશે. હવે એની પાસે દોષદ્રષ્ટિ છે. તો એને ગુરુમાં પણ દેખાશે. પાટે બેસીને તો અલગ વાતો કરે છે, ને નીચે બેસીને અલગ વાત કરે.. અને આ દોષદ્રષ્ટિ એ તો તમારી અંદર રહેલા નાનામાં નાના ગુણને પણ ખતમ કરી નાંખે. એક પણ ગુણને રહેવા ન દે. ખતરનાકમાં ખતરનાક આ દોષદ્રષ્ટિ છે.
પહેલી વાત એ છે કે તમને બીજામાં દોષ જોવાનો અધિકાર કોણે આપ્યો? રસ્તામાં કોઈ વ્યક્તિ અકાર્ય કરતી હોય, તો સભ્ય નાગરિકે પોલીસને તરત જ સમાચાર આપવા જોઈએ. અને પોલીસ આવી જાય ને બધું કરી જાય. પણ એ વ્યક્તિ કાયદાને હાથમાં લઇ લે, અને એની પાસે બંદુક છે, અને પેલો માણસ કોઈ છોકરીની છેડતી કરવા જાય છે, સીધો પેલાને બંદૂકથી ઉડાડી દે તો… ચાલી શકે નહિ. તમે સભ્ય નાગરિક છો, નાગરિક તરીકે તમને અધિકારો મળેલા છે. તમે પોલીસને જણાવી શકો. પોલીસ બધું કરી શકે. તમે કરી શકતાં નથી. એમ તમને દોષો જોવાનો અધિકાર કોણે આપ્યો. ગુરુ ભાઈઓ હોય, ગુરુ બહેનો હોય, તો ગુરુ છે, ગુરુ જોશે, ગુરુણી જોશે. અરસ-પરસ એકબીજાએ – એકબીજાના દોષો કેમ જોવાના હોય. You have no right. તમને એનો અધિકાર જ નથી. તો સદ્ગુરુ શરણ અઘરું નથી, પણ તમારા દોષોને કારણે તમને અઘરું લાગે. પણ એ સદ્ગુરુ શરણ થશે નહિ ત્યાં સુધી સાધનાની ગાડી આગળ વધવાની નહિ.
આપણે ભગવન ગૌતમ અને એમના શિષ્યોના સમર્પણની વાતો બહુ જોઈ. ભગવાન ગૌતમની અષ્ટાપદ યાત્રાને હમણાંના એક તત્વજ્ઞે સાધકની inner journey તરીકે ઓળખાવી છે. સાધકની આંતરિક યાત્રા. ભગવાન ગૌતમ તો ગયા જ હતા, પણ અત્યારે પણ સાધક આ inner journey કરી શકે છે. Out of space ની નહિ, inner space ની. તો એ તત્વજ્ઞે કહ્યું કે: ‘ગૌતમ’ આ સાધકનું વિશેષણ છે. ગૌ એટલે ગાય, પવિત્ર. તો સાધક પવિત્રતમ, નિર્મળતમ છે. ગૌતમ સ્વામી અષ્ટાપદ પર ચડ્યા, કઈ રીતે? ‘આલંબવિ રવિ કિરણે’તો રવિનો અર્થ સૂર્ય પણ થાય, પણ આત્મા પણ થાય છે. તો inner journey માં આપણે જ્યારે જવું છે ત્યારે આત્માની અનુભૂતિના કિરણોને પકડીને આપણે inner journey કરવાની છે. આઠ પગથિયા એ આઠ ચક્રો, ભારતીય પરંપરામાં છ ચક્રો છે. મૂલાધારથી આજ્ઞા ચક્ર સુધી છ ચક્રો. મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ અને આજ્ઞા. એક નાભિ નીચે, એક નાભિ પાસે, એક પેટ, એક છાતી, એક અહીં અને એક અહીં.
તો ચક્ર એટલે શું? Physically કશું છે નહિ ત્યાં આગળ અંદર… પણ આત્મપ્રદેશો જ્યાં સઘન રીતે એકત્રિત થયેલા હોય, એને ચક્ર કહેવામાં આવે છે. એટલે ત્યાં આગળ તમે જાવ તો તમે વિશ્રામ પણ કરી શકો, તમારી સાધનાને એક વધારે આયામ પણ આપી શકો. કારણ કે જે ચક્ર છે ત્યાં આગળ આત્મપ્રદેશો ઉત્કટ રીતે ભેગા થયેલા છે. કદાચ નિર્મળ આત્મપ્રદેશો ઉત્કટ રીતે ભેગા થયેલા છે. આ ભારતીય પરંપરાએ છ ચક્રો માન્યા, ઉપર સહસ્રાર, બૌદ્ધ પરંપરામાં કેટલીક જગ્યાએ આઠ ચક્રોની વાત આવે છે. તો શું થયું કોઈ પણ બે ચક્રની વચ્ચે એક ચક્ર મૂકી દો એટલે સાતમું થઇ ગયું. બીજા બે ચક્ર વચ્ચે એક ચક્ર મૂકી દો એટલે આઠમું ચક્ર થઇ ગયું. અષ્ટાપદ એટલે આઠ પગથિયાં, આઠ ચક્રો. એના ઉપર રત્નમય બિંબોથી ઝળહળતું જિનાલય, તો સહસ્રાર પણ એવું પ્રકાશિત છે. એટલે આઠ ચક્રોને વીંધીને સાધક સહસ્રાર સુધી પહોંચે. આપણી મૂળ પરંપરામાં ચક્રોની વાત નથી. પણ આપણે ત્યાં એક સરસ વાત હતી, કે જે પરંપરાઓ નિર્દોષ હોય, અને બીજી જગ્યાએ ચાલુ થઇ હોય, એના કારણે આપણા લોકો ત્યાં જતા હોય, તો આપણે ત્યાં પણ એ પ્રથા ચાલુ કરી દઈએ. જેમ ભગવાનની આંગી, હવેલીની અંદર કાળ-કાળ ના શણગાર હોય, સવારનો, બપોરનો, સાંજનો, અને મોટી હવેલી જ્યાં હોય વૈષ્ણવોની ત્યાં તો બહુ સારા સંગીતકારો હોય. સવારનું સંગીત અલગ, બપોરનું અલગ, સાંજનું… અને બહુ સારા સંગીતકારો હોય. તો આપણા સંગીતના રસિયા લોકો ત્યાં જવા માંડ્યા. ત્યારે વીરવિજયજી મહારાજે, પદ્મવિજય મહારાજે પૂજાઓ રચી. આવો અહીંયા… ભગવાનની પૂજા… એમ કુંડલીની મૂલાધારથી ઉઠે, સહસ્રાર સુધી જાય, આ વાત પૂર્વના ગ્રંથોમાં નથી. પણ પાછળના ગ્રંથોમાં એ આવી છે. અને સરસ રીતે આવી છે.
ઉપાધ્યાયજી ભગવંતે તો શ્રીપાળરાસમાં પણ આ વાતો મૂકી છે. ઈડા, પિંગલા અને સુષુમ્ણા. એક ચંદ્રનાડી, એક સૂર્ય નાડી. તો ઈડા જે છે ચંદ્રનાડી એ કોને કીધી ઉપાધ્યાયજી ભગવંતે? જ્યારે તમારો શ્વાસ ચાલતો હોય, અને આસક્તિનો વિચાર જોડે ચાલે છે, રાગમાં તમારો વિચાર ચાલે છે, ત્યારે તમારો શ્વાસ ઈડામાં છે. તમે ક્રોધમાં હોવ અને જોરજોરથી શ્વાસ લેતાં હોવ, ત્યારે પિંગલાની અંદર દ્વેષનાડીમાં તમારો શ્વાસ છે. એકદમ સમભાવમાં હોવ ત્યારે સુષુમ્ણા નાડી. એટલે કુંડલીની જે છે એ સુષુમ્ણા નાડીમાં જ ઉંચકાય છે. સુષુમ્ણા નાડી અહીંથી અહીં સુધી છે. એટલે આખી સુષુમ્ણા નાડીમાં કુંડલીની ઉચકાય છે. એટલે ઉપાધ્યાયજી ભગવંતના હિસાબે તમે સમભાવની અંદર રહો એટલે મૂલાધારથી તમારી કુંડલીનીનું ઉત્થાન શરૂ થાય. અને આમ પણ સમભાવ એ આપણી બહુ મજાની પરંપરા છે. એટલે ઉપાધ્યાયજી ભગવંતે આપણી સાધના સાથે એ સાધનાને જોડી દીધી. એટલે કુંડલીની ઉત્થાન એક માર્ગ છે. પણ એ જ એક માર્ગ છે એવું નથી. માત્ર સમભાવમાં જઈને પણ તમે તમારી ઉચ્ચતર આધ્યાત્મિક સ્થિતિને પ્રાપ્ત કરી શકો છો. એટલે કુંડલીનીમાં ન જવું એવું નથી. પણ એમાં એક વાત છે. જીવંત ગુરુના પ્રત્યક્ષ માર્ગદર્શન વિના કુંડલીની ઉત્થાન ક્યારે પણ કરવું નહિ. પુસ્તકોમાં જોયું. એમાં ખોટી રીતે ઉત્થાન થઇ જાય, તો માણસ વિક્ષિપ્ત થઇ જતો હોય છે.
ભગવાન ગૌતમ આ રીતે ઉપર ચડ્યા. તો સાધક પોતાની inner journey માં આ રીતે ઊંચકાઈ શકે છે. અને સહસ્રાર ઉપર જાય, બસ ઝળહળા પ્રકાશિત. આમ સામાન્યતયા સહસ્રારમાં જવાના ત્રણ માર્ગો બતાવ્યા છે, એક કુંડલીની ઉત્થાન એ સહસ્રારમાં જવાનો માર્ગ. બીજું મંત્ર દીક્ષા, કોઈ પણ ગુરુ ગણિ પદવી, પંન્યાસ પદવી કે આચાર્ય પદવી વખતે મંત્ર આપે ત્યારે એના કાન પાસે મોઢું રાખીને આપે છે. એટલે પંચકલ્યાણક પૂજામાં વીરવિજય મહારાજે લખ્યું કે ‘ક્યાં કાન ફૂંકાયા’, તે કોની પાસે કાન ફૂંકાયો છે? એટલે સદ્ગુરુ તમે કરો કોઈ પણ, તો એ સદ્ગુરુ તમને મંત્ર આપે. અને મંત્ર આપતી વખતે પોતાના મુખને તમારા કાન પાસે રાખે. એટલે એ કહેવાય કે ‘ક્યાં કાન ફૂંકાયા’. ‘તેરા ગુરુ કૌન હૈ બડા, જિને યોગ ધરાયા’
તો મંત્ર દીક્ષા વખતે શું થાય છે? આમ સામાન્યતયા શબ્દ અહીંથી નીકળી આમ જતો રહે. આ શબ્દ અહીંથી પ્રવેશી આમ ઉપર જાય છે. ગુરુનો શબ્દ છે ને સીધો ઉપર જાય છે. અને સહસ્રાર જે છે એ ભેદાઈ જાય છે. અને ત્રીજી પદ્ધતિ એ છે કે સમર્થ ગુરુ તમારા માથા ઉપર હાથ મુકે, કુંડલીની સહસ્રારને મળી જાય તમને. એટલે આપણે ત્યાં ઘણી બધી પરંપરાઓ અને બહુ મજાની પરંપરાઓ છે. ક્યારેક ક્યારેક એ બધી પરંપરાઓને જોઈશું.