વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
નમો સિદ્ધાણં
ભૂતકાળમાં જે સિદ્ધ ભગવંતો થયા, તેમને તમે ઝૂકી શકો છો. વર્તમાનકાળે મહાવિદેહ ક્ષેત્રમાંથી કોઈ પુણ્યાત્મા સિદ્ધિપદને પ્રાપ્ત કરી રહેલ હોય, તો તેમને પણ તમે ઝૂકી શકો છો. પણ તમને પૂછું કે ભવિષ્યમાં જે સિદ્ધિપદને પામનારા છે, તેમને તમે ઝૂકી શકો છો?!
નમો સિદ્ધાણં ખરેખરમાં ત્યારે જ ઘટિત થયેલું કહેવાય, જ્યારે તમને ગાળ આપનાર કે તમાચો મારનાર વ્યક્તિ પણ તમને ભવિષ્યના સિદ્ધાત્મારૂપ લાગે.
અહંકાર હોય, ત્યાં સુધી ભીતરથી ઝૂકવાનું ક્યાંથી ઘટિત થાય? શરીર કદાચ ઝૂકી શકે, પરંતુ મન ન ઝૂકી શકે. આપણે તો ભીતરથી ઝૂકી જવું છે.