વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
પરમ સ્પર્શની યાત્રા
Subject : આત્મરતિ – કિમ હોવે પરનો આશી રે
તીર્થ એટલે જ્યાં પ્રભુની ઊર્જા / આંદોલનો સઘન બનેલાં હોય એવી જગ્યા. તીર્થમાં તમે ગયા પછી તમારે કંઈ જ કરવાનું નથી. માત્ર ન્યુટ્રલ બની જાઓ, કોઈ વિચારો ન હોય; શાંત ચિત્તે બેસી જાઓ, તો તીર્થનાં આંદોલનો જ બધું કરી દેશે!
મહાપુરુષોના શબ્દોના લોભમાં આપણે એમની ઊર્જાને ચૂકી જઈએ છીએ. તમે ખાલી થઈને જાઓ, અહોભાવ તમારી પાસે છે, તો એ ઊર્જા તમારા હૃદયને પૂરેપૂરું ભરી દેશે. તમે ન હોવ, અને એ હોય – આ જ પરાનો સંસ્પર્શ.
આત્મરતિ ને ચોથા ગુણસ્થાનકની ઘટના કહી શકાય. સમ્યગ્દર્શનનો સ્પર્શ મળે, ત્યારે અનુભૂતિ કેવી હોય? બાલ ધુલિ ઘર લીલા સરખી, ભવલીલા ઇહાં ભાસે રે.
Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)