વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
પરમ સ્પર્શની યાત્રા
Subject : નિર્વિકલ્પ રસ પીજીએ, શુદ્ધ નિરંજન એક
આત્મતૃપ્તિ ચરણમાં ગુણોની અનુભૂતિ દ્વારા આવેલી તૃપ્તિ છે. પરંતુ, પૃષ્ઠભૂમિ વિકલ્પોની અને ગુણો ક્ષાયોપશમિક ભાવના. એટલે ગુણોમાં તરતમતા રહેવાની. અને એટલે આત્મદશામાં એકરૂપતા અનુભવાશે નહિ.
આત્મસંતુષ્ટિ ચરણમાં પોતાના અખંડાકાર સ્વરૂપની અનુભૂતિ દ્વારા આવેલી ક્ષાયિક ભાવની સંતુષ્ટિ છે. પોતાના અખંડાકાર સ્વરૂપની ક્ષાયિકભાવની અનુભૂતિ રાગ ગયા પછી મળતી શુદ્ધ નિર્વિકલ્પ દશાની પૃષ્ઠભૂમિકા પર બારમા / તેરમા ગુણસ્થાનકે મળે.
અત્યારની આપણી નિર્વિકલ્પ દશામાં માત્ર મોટા મોટા વિકલ્પો છૂટી ગયા; સૂક્ષ્મ વિકલ્પો તો બાકી જ છે. તો પછી અત્યારે પોતાની અખંડાકાર ચેતનાનો અનુભવ કેવી રીતે કરવો?
Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)