વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : નમો સિદ્ધાણં
સાધનાનો દિવ્ય આનંદ માણવાનાં ઘણાં માર્ગો છે. એમાંનો એક માર્ગ છે પ્રતિકૂળતાનો અભ્યાસ. સાધનામાં પ્રતિકૂળતા જેમ જેમ ઘૂંટાય, તેમ તેમ સાધનાનો આનંદ વધે.
નમો સિદ્ધાણં પદથી ભૂતકાળમાં મોક્ષે ગયેલા, વર્તમાનમાં મહાવિદેહમાંથી મોક્ષે જઈ રહેલા અને ભવિષ્યમાં મોક્ષે જનારા સર્વ આત્માઓને ઝૂકી જવાનું છે. જો આ ઝૂકવાનું ઘટિત થાય, તો પછી જીવદ્વેષ ક્યાંથી બચે?!
એક સાધના કે એક ગ્રંથ ગુરુ પાસેથી લઇને એવા ઘૂંટો કે એ અસ્તિત્વના સ્તર પર પહોંચીને જન્માંતરમાં સાથે આવે.
Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)
નમસ્કાર ભાવ ની સાધના વાચના – ૨
સાધના કરવા માટે તમે સૌ આવી ગયા છો એ સાધનાના દિવ્ય આનંદને માણવો છે. કેટલાક ઉપધાન તપના સાધકો સંપૂર્ણ મૌનમાં સાધના કરી રહ્યા છે. કેટલાક સાધકો મૂળ વિધિથી ઉપધાન તપની આરાધના કરી રહ્યા છે. આરાધનાનો શ્રેષ્ઠ આનંદ શી રીતે મળે? ‘There are so many ways’. ઘણી બધી રીતો છે, ઘણા બધા માર્ગો છે. એક માર્ગની આજે વાત કરું. સાધનામાં પ્રતિકૂળતા જેમ-જેમ ઘૂંટાય છે તેમ-તેમ સાધનાનો આનંદ વધે છે. અનુકૂલતા સંસારમાં બહુ જ તમે માણી. અહીંયા એક નવો જ Taste. પ્રતિકુલનનો.
મને એક ઘટના યાદ આવે કે પ્રતિકૂલનનો આનંદ કેવો હોય છે? ચાલીસ વર્ષ પછી પણ એ પ્રતિકૂલનનો આનંદ વિસરાતો નથી. ચાલીસ વર્ષ પહેલા. અમદાવાદ સાબરમતીથી પરમ પાવન શત્રુંજયતીર્થનું છ’રી પાલીત સંઘ પૂજ્યપાદ ગુરુદેવશ્રીની નિશ્રામાં હતો. કલિકુંડ તીર્થ પછી સરંડી આવ્યું. સરંડી પછીનો Stop કોઠનો હતો. ગુરુદેવે ચૈત્યવંદન પછી મંગલાચરણ કર્યું. સંઘ આખો રવાના થયો. હું થોડો મોડો પડેલો. સંઘ પૂરો વિદાય થઈ ગયો. ચાર-પાંચ ભાઈઓ, યાત્રિકો ઉભેલા હતા. હું એમની સાથે ચાલ્યો. એક ભાઈએ બે-ત્રણવાર છ’રી પાલિત સંઘ કરેલા. એ મને કહે સાહેબ સંઘ તો By Road ગયો છે અને એ સંઘને તો Road ઉપર જ લઈ જવાય પણ Railway Track પર આપડે પાંચ જણા જઈએ તો ત્રણેક કિલોમીટર ઓછું થઈ જાય. (આમેય Short-Cut તો આપડે હિમાયતી હોઈએ જ) મેં કહ્યું ત્રણ કિલોમીટર ઓછું થતું હોય તો ચાલો આપડે Railway Track પર ચાલીએ. Railway Track પર ચાલ્યા. બે કિલોમીટર સુધી તો રસ્તો સારો. પગદંડી પણ હતી. એ પછી નવા કાંકરા નંખાયેલા. બે ઇંચ ચાલવાની પગદંડી પણ નહીં. માત્ર કાંકરા જ કાંકરા. લગભગ સાતેક કિલોમીટર અમે એ કાંકરા ઉપર ચાલ્યા. પગમાં મોજા પણ નહીં એકેયને. કોઠ પહોંચતા પગ લોહીથી તરબતર થઈ ગયા પણ ત્યાં ગયા Dressing કર્યું Fresh થઈ ગયા. બપોરે ત્રણ વાગે પ્રવચન હતું. હવે એ યાત્રિકોની સામે પ્રવચન કરવું એટલે મોટી હિંમત જોઈએ. (સવારે સાડાત્રણ વાગે ઊઠેલા હોય, પ્રતિક્રમણ કરવા માટે, પછી એકાદ સામાયિક એમણે કરેલું હોય પછી ચૈત્યવંદન, ભક્તામર, મંગલાચરણ વિહાર આવીને પણ તરત જ સ્નાન કરીને પૂજામાં જોડાયેલા હોય. સંઘનો ઉતારો ગામની બહાર હોય પણ ગામમાં દેરાસર હોય તો એ ભક્તો બધા ગામના દેરાસરે પણ બે કિલોમીટર દૂર જઈ આવે. એકાસણું કર્યું હોય અડધો કલાક માંડ આરામ થયો હોય અને ત્રણ વાગી જાય). મેં મંગલાચરણ તો કર્યું. ગુરુદેવ પાછળથી આવવાના હતા. મને લાગ્યું કે એકદમ હળવાશથી શરૂઆત કરીશ તો સારું રહેશે. નહીંતર આ લોકો બધા સમાધિમાં જતા રહેશે. હું એકલો જ જાગતો હોઈશ પછી. એટલે મે શરૂઆત કરી પ્રવચનની. કે આજે અમે પાંચેક જણાયે બહુ મજાનો પાક ખાધો. એટલો Testy કે ન પૂછો વાત. મજા આવી ગઈ. (બહેનો તો નવકારવાળી ગણતી’તી, સામાયિક પણ થાય, નવકારવાળી ગણાય અને વ્યાખ્યાન તો મહારાજ સાહેબ માટેની વસ્તુ છે) પણ જ્યાં મેં પાકની વાત કરી માળાનો મણકો થંભી ગયો. કેટલાક યાત્રિકોને વર્ષીતપ હતો અને વર્ષીતપવાળાને બિયાસણાની છૂટ આપેલી. તો એમણે સાંજનું બિયાસણું બાકી હતું. એ કે બરોબર ધ્યાનથી સાંભળી લઈએ કયો પાક રહી ગયો. સાંજે એ જ પાક ઉપર આપડે મંડી પડવાનું. મેં ધીરેથી suspense ખોલ્યું. અમે લોકોએ કાંકરાપાક ખાધેલો. ચાલીસ વર્ષ થઈ ગયા આ ઘટનાને. આજે પણ એ આનંદ યાદ આવે છે કે પ્રભુની આજ્ઞાનું કેટલું મજાનું પાલન થયું.
એટલે સાધનાની અંદર આનંદ ઘણી-ઘણી રીતે ઉમેરી શકાય છે અને એમાં એકવાત છે આ પ્રતિકૂલન. મચ્છર કરડતા હોય અને મચ્છરદાની વાપરવી નથી, ઊંઘ ન આવે તો કાઉસગ્ગ કરશું.
અમે લોકો વિહારમાં શિયાળામાં સાંજે કોઈક ગામમાં જઈએ એ ગામમાં ઉપાશ્રય નથી પૂછીએ કે ભાઈ સંતોને ઉતારો ક્યાં આપો છો? તો એક ખુલ્લી પરસાળ બતાવે કે મહારાજ સાહેબ બધા સંતો અહીંયા ઉતરે છે. શિયાળો પૂર જોશમાં ચાલતો હોય અને એ ખુલ્લી પરસાળને જોઈને અમને આનંદ થાય. થાયને! આજ તો મજા આવી ગઈ. Pack room હોત તો સવારના ચાર વાગ્યા સુધી કદાચ ઊંઘી જાત. આ ખુલ્લી પરસાળ છે. એક શાલ પોતાની પાસે ઓઢવા માટે છે રાત્રે દસ વાગ્યે સૂઈ જવામાં આવશે. અગિયાર વાગે એ શાલ એટલી ઠંડી થઈ જશે કે એ શાલને કાઢી નાખવી પડશે અને પછી ઉભા-ઉભા કાઉસગ્ગ કરશું. મજા આવી ગઈ.
આપડે ત્યાં કાયોત્સર્ગ ઉભા-ઉભા પણ થાય છે, બેઠા-બેઠા પણ થાય છે અને શારીરિક અસ્વસ્થતા હોય તો સૂતા-સૂતા પણ થઈ શકે છે પણ બેઠા કાઉસગ્ગ કરીએ એના કરતા ઉભા-ઉભા કાઉસગ્ગ કરીએ એ વધારે મહત્વની ઘટના છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ(Gravity) એનાથી આપડે દૂર ક્યારે જઈશું? ઉભા-ઉભા કાઉસગ્ગ કરશું ત્યારે. ગુરુત્વાકર્ષણની અસર શરીર ઉપર થવાની પણ વધારે મસ્તીષ્ક ઉપર થવાની. ઉભા-ઉભા કરીશું ત્યારે ધરતી અને મસ્તીષ્ક વચ્ચે અંતર વધી જશે એટલે (Gravitation) ગુરુત્વાકર્ષણ વધુ અસર ન કરે એના માટે ઉભા-ઉભા કાઉસગ્ગ કરવો એ શ્રેષ્ઠ છે. પણ શારીરિક અસ્વસ્થતા હોય તો બેઠા-બેઠા કે ઉભા- ઉભા કે સૂતા-સૂતા પણ કરવો જ. કાયોત્સર્ગ આપડી બપૌતી છે. વિશ્વમાં આજે સાતસો સાધનાપદ્ધતિઓ already જીવંતરૂપે ચાલી રહી છે અને એ સાતસો એ સાતસો સાધનાપદ્ધતિ પાસે ધ્યાન છે. ધ્યાન વિના એકપણ સાધનાપદ્ધતિ ચાલી શકે નહીં. સાતસો એ સાતસો સાધનાપદ્ધતિઓ પાસે ધ્યાન છે પણ કાયોત્સર્ગ માત્ર આપડા જૈનોની પાસે છે. એ કાયોત્સર્ગને આપડે સમજવો જોઈશે.
એટલે પહેલાં પણ મેં કહેલું કે ત્રણ દિવસની આપડે શિબિર રાખવાની છે. આપડુ ધ્યાન અને આપડો કાયોત્સર્ગ એ શું છે? વિશ્વની એક અજોડ સાધનાપદ્ધતિ આપણને મળી છે. ઘણીવાર આપડા સાધુ અને સાધ્વીજીઓ સમર્પણ સાધનામાં જાય. બીજી સાધનામાં જાય, પ્રભાવિત થઈને આવે ત્યારે હું એમણે કહું કે પહેલા પ્રભુએ આપેલી સાધના એને તમે આત્મસાત કરોને. એકવાર એણે તમે આત્મસાત કરશો પછી દુનિયાની કોઈપણ સાધનાપદ્ધતિથી તમે પ્રભાવિત બનવાના નથી. મેં વિપશ્યનાને Practically કરી. એવી ઘણી બધી સાધનાઓને Practically કરી theroically પણ કરી પણ વિશ્વની પ્રમુખ સાધનાપદ્ધતિઓને જાણી પણ એ પછી પ્રભુની સાધનાપદ્ધતિના પરનો મારો અહોભાવ એકદમ વધી ગયો. પ્રભુની સાધનાપદ્ધતિમાં વ્યવહાર અને નિશ્ચયનું જે balancing છે એ કદાચ દુનિયાની કોઈ સાધનાપદ્ધતિમાં નથી. વ્યવહાર સાધનાપદ્ધતિ એટલે આપડી living school. We have the living school.
શ્રામણ્યની આ સાધનાની એક જીવંત પરંપરા આપડી પાસે છે. જીવંત પરંપરા કેટલી હદની પાંચસો વર્ષ પહેલાની ગુરુ મૂર્તિમાં જે વેશ જે રીતે પહેરાવામાં આવેલો છે એવો જ વેશ, એવો જ uniform આજે અમારી પાસે છે. આચારો હજાર વર્ષ પહેલા જે હતા એ જ આજે અમારી પાસે છે. વ્યવહાર સાધના અદ્દભૂત હતી અદ્દભૂત. અને એ જ વ્યવહાર સાધના નિશ્ચય સાધના સાથે અમને જોડી આપે છે. બડભાગી છો બગાસુ ખાતા પતાસુ મળી ગયું છે પણ એ પતાસાને ચાવશો કે ફેંકી દેશો. આપડા કાયોત્સર્ગને આપડે ન સમજીએ! આપડા ધ્યાનને આપડે ન સમજીએ ચાલે કેમ? તો એ ત્રણ દિવસો કયા એ આપડે જાહેર કરીશું. એમાં theroically અને practically ધ્યાન અને કાયોત્સર્ગ કરાવીશું. તો મજાની સાધનાપદ્ધતિ મળી.
ગઈ કાલે આપડે જોતા હતા કે અહંકાર આપડી સાધનામાં અવરોધરૂપ છે તો સીધો જ નમસ્કારભાવ આપણને આપી દીધો. ઝૂકી જાવ, ઝૂકી જાવ. કોને ઝૂકો છો એ મહત્વનું નથી. તમે ઝૂકો છો કે નહીં એ મહત્વનું છે.
‘નમો લોએ સવ્વ-સાહૂણં’. મારી પાસે છે તમારી પાસે છે? તમને બધાને જોઈને આંખો ભીની બને. એક બાલ મુનિને જોવ આંખોમાં આંસુના ટીસ્યા ફૂટે છે કેટલો બડભાગી આ દીકરો કે દસ વર્ષની વયમાં એને પ્રભુનું શ્રામણ્ય મળી ગયું. કેવું એના માત-પિતાનું સમર્પણ કે પોતાના કલેજાના ટુકડાને પ્રભુ શાસનને સમર્પિત કરી દીધો. ‘નમો લોએ સવ્વ-સાહૂણં’ મારી પાસે છે અને એથી આગળ વધીને કહું કે ‘નમો સિદ્ધાણં’ પણ મારી પાસે છે. એકપણ વ્યક્તિ એવી નથી જેણે જોઈને મને તિરસ્કાર થઈ શકે. એ વ્યક્તિમાં રહેલા સિદ્ધત્વને હું નમસ્કાર કરતો હોવ છું. તમે બધા જ સિદ્ધાત્માઓ છો. કદાચ બની શકે આ સભામાંથી કોઈ વ્યક્તિત્વ એવું પણ હોય જે મારા કરતાં પણ વહેલા મોક્ષે પહોંચવાનું હોય બની શકે. It is possible.
ભીલડિયાજી તીર્થમાં ઉપધાન હતા. ભાઈઓને તો અમારા ઉપાશ્રયમાં રાખેલા. બહેનોને ધર્મશાળાની રૂમોમાં રાખેલા. એ વખતે જૂની ધર્મશાળા હતી. દસ બાય દસની રૂમો કે બાર બાય દસની રૂમ. બહેનોની સંખ્યા વધી ગઈ અને આયોજક પરિવારે મેનેજમેન્ટવાળાઓને કહી દીધું કે મારા પ્રદેશના કોઈપણ વ્યક્તિને આરાધનામાંથી બકાત નહીં રાખી શકાય. મારા પ્રદેશનો કોઈપણ વ્યક્તિ આવ્યો એણે first preference. તો મેનેજમેન્ટવાળાને મુશ્કેલી થઈ ગઈ. સંખ્યા વધી ગઈ. ધર્મશાળાની રૂમો પ્રમાણે એમણે adjustment કર્યું. તો એક રૂમમાં દસ બહેનો. હવે દસ બહેનો એટલી નાની રૂમમાં સુવે કઈ રીતે? બહેનો મેનેજમેન્ટવાળા પાસે ગઈ કે આટલી નાની રૂમમાં દસ બેનો કઈ રીતે સમાય? મેનેજમેન્ટવાળાએ બહુ પ્રેમથી કહ્યું કે અહીંયા જગ્યા બહુ વિશાળ છે તમે કહો તો VIP Tent આજે ને આજે અમે ખડા કરી દઈએ. નીચે લાકડાની ફરસ હશે અને એવા જાડા કાપડ વાપરીશું કે તમને ઠંડી બિલકુલ નહીં લાગે. રૂમ જેવો જ અહેસાસ તમને થશે. તો tentમાં કેટલાને જવું છે નામ લખી આપો. તો એ પ્રમાણે tent ઊભા કરી દઈએ પણ tentમાં જવા કોઈ તૈયાર ન થાય. બહેનો મારી પાસે આવી. મેં પણ જોયું કે બીજો કોઈ રસ્તો નથી. મે એ બહેનોને પૂછ્યું આજનું મારૂ પ્રવચન તમે સાંભળેલું ‘નમો સિદ્ધાણં’. ભૂતકાળમાં સિદ્ધ ભગવંતો થઈ ગયા એને નમસ્કાર આપડે કરીએ, વર્તમાનકાળમાં મહાવિદેહમાંથી સિદ્ધિ પદને કોઈ પામે તો એમણે પણ નમસ્કાર આપડે કરીએ અને ભવિષ્યમાં સિદ્ધ થવાના હોય એમણે નમસ્કાર કરો કે નહીં. આ બધા જ ભવિષ્યના સિદ્ધો છે ને? તો મેં એ બહેનોને કહ્યું કે મેં તો તમને ‘નમો સિદ્ધાણં’ની વાત કરી હતી કે સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરવા મેનેજમેન્ટવાળાને કેટલો ઉપકાર કે સિદ્ધ ભગવંતોનો સ્પર્શ તમને આપશે. એક રૂમમાં દસ જણા તમે તમારી જાતને સિદ્ધ નહીં સમજો પણ તમારા સિવાયના નવ તો સિદ્ધ ભગવંત છે ભવિષ્યના. તમે કહો છો કે કઈ રીતે સૂઈ જઈએ. કદાચ એકબીજાનો સ્પર્શ થઈ જાય તો સ્પર્શ કોનો થશે? સિદ્ધ ભગવંતનો. બેહેનો ખુશ થઈ ગઈ. તો પ્રભુની એવી કૃપા કે પ્રભુએ ‘નમો સિદ્ધાણં’ મને આપ્યું.
એક રસ્તો બતાવનાર માણસ મારી સાથે આવેલો હોય એની જોડે પણ હું પ્રેમથી વાત કરું. મારી wheel chair ચલાવનાર wheel chariestને હું પૂછતો હોવ કે ભાઈ તું જમ્યો કે નહીં? જમવાનું બરાબર થયું કે ન થયું? હું એની પણ ખબર લેતો હોવ. ‘નમો સિદ્ધાણં’ અને ‘નમો લોએ સવ્વ-સાહૂણં’. આ બે હૃદયમાં વસી જાય તો? હું માનું છું ત્યાં સુધી સાધના જીવનની ઘણી બધી ગુત્થીઓ સૂલજાઈ જાય. સેંકડો સાધકોની, સાધુ-સાધ્વીઓની આલોચના જોવાની હોય છે એમાં એક જ વસ્તુ લાગે કે જીવદ્વેષ એ વધુમાં વધુ તમને હેરાન કરે છે. પેલાએ આમ કર્યું, પેલાએ આમ કર્યું, પેલાએ આમ કર્યું. પણ ‘નમો સિદ્ધાણં’ તમારી પાસે આવી જાય તો? તમે બીજા બધાને વેશ પરમાત્મા રૂપે જુઓ કે વ્યક્તિરૂપે જુવો?
આ બધા વેશ પરમાત્મા અને આ પાછળ બેઠા એ બધા અનુષ્ઠાન પરમાત્મા છો. કેવા સરસ લાગો છો આમ. ધોતી અને ખેસમાં. કેટલા Fine લાગો છો. તમે અનુષ્ઠાન પરમાત્મા છો. તો અહંકારને કાઢવા માટે નમસ્કાર.
પેલા પ્રોફેસર તિબેટમાં ગુરુ પાસે ગયા છે. એક જ લગન કે એક ગ્રંથ સદ્દગુરુ પાસે ભણવો છે.
ઉપધાન સમ્યક જ્ઞાનનું પર્વ છે. જે-જે લોકોને અભ્યાસ કરવો હોય એમની નવકારવાળી ઓછી કરી આપીશું. એક કલાકની ચાર અથવા પાંચ. તમારી speed પ્રમાણે. એક કલાક તમે ભણો એટલે ચાર નવકારવાળી તમારી ગણાઈ જાય છે. તો જેણે-જેણે આ રીતે અભ્યાસ કરવો હોય એને આ રીતે છૂટ આપીએ છીએ. જેથી કરીને અહીંયા આટલી નિવૃત્તિમાં તમે છો તો તમે ભણી લો. Classes’ શરૂ થઈ ગયા છે. મહાત્માઓના. સાધ્વીજીઓના પણ ચાલુ થઈ ગયા હશે.
શાહપુર ઉપધાનમાં મુંબઈની બહેનો બધી આવેલી અને એ બધા ભાઈઓ આવેલા. અમારા મહાત્માઓના પાંચ-પાંચ-છ-છ પાઠો ચાલે. સાધ્વીજીઓના તો દસ-પંદર પાઠો ચાલતા હતા. એક પાઠમાં વીસ જણા, એકમાં પચીસ, એકમા પચાસ, પછી એક પછી એક પાઠો ચાલ્યા જ કરે. તો આ રીતે તમે કંઈક મેળવીને જાવ અહીંથી.
પ્રોફેસર ગુરુ પાસે આવ્યા. ગુરુએ નાનકડો ગ્રંથ લીધો. કારણ એ ગ્રંથને અસ્તિત્વના સ્તર પર ઉતારવાનો છે. હું ઘણીવાર કહું છું એક સાધના, એક ગ્રંથ ગુરુ પાસેથી લો. એને ઘૂંટો. એવો ઘુટો કે એ અસ્તિત્વના સ્તર પર પહોંચી જાય.
હમણાંની એક ઘટના કહું. એક ગુરુદેવ વાચના આપતા હતા. ક્યારેક સમાધિશતક ઉપર, ક્યારેક અધ્યાત્મ બિંદુ ઉપર, ક્યારેક અધ્યાત્મ ઉપનિષદ ઉપર. એકવાર વાચનામાં ગુરુદેવે શિષ્યોને પ્રશ્ન કર્યો કે ‘આ બધા જ ગ્રંથો એક સરખા છે તમને એમ લાગે કે નવું ભણ્યા, નવું ભણ્યા પણ ઊંચી કક્ષાના જે પણ ગ્રંથો છે એ ગ્રંથોમાં એક જ વાત છે ‘પર’ના રસથી મુક્ત બનો અને ‘સ્વ’ના રસના ઊંડાણમાં જાવ. (તમે અધ્યાત્મ બિંદુ વાંચો, અધ્યાત્મ ઉપનિષદ વાંચો, અધ્યાત્મ સાર વાંચો. કોઈપણ ગ્રંથ વાંચો એ દરેક ગ્રંથમાં વાત એક જ આવશે.) તો ગુરુદેવે મજાનો સવાલ કર્યો કે જો બધા જ ગ્રંથોમાં એક જ સરખી વાત આવે છે તો હું ભિન્ન-ભિન્ન ગ્રંથો ઉપર શા માટે બોલું છું? એક જ ગ્રંથના ઊંડાણમાં તમને લઈ જવ. શિષ્યોને પણ લાગ્યું વાત તો બિલકુલ સાચી છે. હું ઘણીવાર હસતા-હસતા કહું કે આ ભિન્ન-ભિન્ન ગ્રંથો છે ને એ તમારી સાથેની અમારી એક cheating છે. તમને લાગે નવું ભણ્યા, નવું ભણ્યા, નવું ભણ્યા પણ અમે લોકો એકની એકવાત repeat કરતા હોય કારણ કે અમારે એક જ વાત તમારા મનના ઊંડાણમાં મૂકવી છે કે ‘પર’ના રસથી છૂટો અને ‘સ્વ’માં ઉતરી જાવ. એક guarantee તમને આપુ તમને પણ ‘સ્વ’નો રસ તમે માણ્યો (enjoy કર્યો) પછી ‘પર’મા જવું અઘરું પડશે. ‘પર’મા જઈ શકાશે નહીં. મારે તો યુક્તિ કરવી પડી ‘સ્વ’ના રસમાં જ રહેવું છે, અંદર જ રહેવું છે પણ post એવી છે કે બહાર સેંકડો, હજારો લોકો જોડે મારે કામ પડે છે. લોકો મારી પાસે આવે છે. સાધનાકીય સવાલો હોય છે મારે ઉત્તરો આપવાના પણ હોય છે પણ મેં એક યુક્તિ શોધી કાઢી છે. ઉપરનો થોડો portion મારા અસ્તિત્વનો બહારનું કામ કર્યા કરે બીજો ભાગ જે છે એ અંદર હોય એટલે અત્યારે પણ હું ‘સ્વ’ના આનંદમાં છું. ગમે તે ક્રિયા કરતો હોવ પણ ‘સ્વ’ની અંદર રહેવાનુ અકબંધ ચાલ્યા કરે છે. તમારે માટે પણ આ થઈ શકે. ભગવાને આ ચાદર એના માટે જ આપી છે. આજ ચાદર હોય ત્યાં ‘પર’નો રસ હોય જ નહીં. જે ક્ષણે રજોહરણ લીધું એ જ ક્ષણે ‘પર’નો રસ છૂટી ગયો. પણ તકલીફ એ થાય છે કે ‘સ્વ’નો રસ મળે નહીં પછી તમે શું કરો? એટલે અનંતા જન્મોની અંદર you had no option. તમારી પાસે કોઈ વિકલ્પ ન હતો અને વિકલ્પ ન હતો માટે તમે ‘પર’મા રહેતા. આ જન્મમાં પ્રભુએ તમને વિકલ્પ આપ્યો છે. ‘સ્વ’ના આનંદનો. એ ‘સ્વ’નો આનંદ માણો.
વિદેશની અંદર યુરોપ અને અમેરિકામાં આપડા ભારતીય યોગીઓ ગયેલા છે અને હવે તો ત્યાં પણ યોગીઓ થઈ ગયા છે. અમેરિકન અને યુરોપિયન લોકો પણ યોગી બની ગયા છે. ત્યાં એક-એક યોગનો, ધ્યાનનું સત્ર હોય અને પાંચ-પાંચ હજાર ડોલર, દસ-દસ હજાર ડોલરની ફી હોય છે અને છતાં લોકો line લગાવીને registration માટે ઉભેલા હોય છે અને એ લોકો શારીરિક સ્વાસ્થ્ય માટે અને માનસિક શાંતી માટે યોગમાં જાય છે. આપડો ઉદ્દેશ આખો અલગ છે. આત્માની નિર્મળતા માટે આપડે યોગમાં અને ધ્યાનમાં જઈએ છીએ. By product તરીકે mental Fees મળી જ જવાની છે. શારીરિક સ્વાસ્થ્ય મળી જ જવાનું છે. ઉપધાન તપ પહેલા કેટલાય લોકો એવા હતા. ‘વા’ના કારણે શરીર આખું ગંઠાઈ ગયેલું છે પગ તો વળે જ નહીં, પલોઠી વાળીને બેસાય જ નહીં. ખુરશી ઉપર જ બેસવું પડે અને એ લોકોએ હિંમત કરી પહેલા દિવસે દસ ખમાસમણ દીધા બરાબર, બીજા દિવસે પંદર-વીસ અને અઠવાડિયામાં સો ખમાસમણ દેતા થઈ ગયા. ‘વા’ ભાગી ગયો. ક્રિયા જો બરોબર કરશો ને તો પ્રભુની આજ્ઞાનું પાલન તો થશે એની સાથે-સાથે શારીરિક સ્વાસ્થ્ય પણ તમને મળી જશે. (Actually છે ને ખમાસમણ એ શું છે? અર્ધશીર્ષાસન છે. શીર્ષાસનમાં શું થાય. માથું નીચે શરીર ઉપર એના કારણે શું થાય કે blood circulation છે જે છે એ મસ્તીષ્કને વધારે મળે. આમ આપડે છીએ તો pumping કરવું પડે. હૃદય pumping કરે અને અહીંયા જાય લોહી. પણ તમે શીર્ષાસન કરો તો સીધું લોહી મસ્તીષ્કને મળી જાય અને અડધો કલાક શીર્ષાસન થયેલું હોય તો પણ એનું મસ્તીષ્ક છે એ powerful બની જાય. ખમાસમણ શું છે? અર્ધશીર્ષાસન છે. સાચું ખમાસમણ તમે દો તો ભૂમિને તમારે સ્પર્શ કરાવવો પડે મસ્તીષ્કને. આમ સીધું આમ. પંચાંગ પ્રણિપાત આપડે ત્યાં છે. બે હાથ, બે પગ અને મસ્તક આ પાંચેય અંગો જમીનને અડવા જોઈએ. હિન્દુ પરંપરામાં અષ્ટાંગ પ્રણિપાત છે એ લોકો સીધા સૂઈ જાય એટલે આઠે-આઠ અંગો જે છે એને ભૂમિનો સ્પર્શ કરાવે.
હું શ્રીરંગમાં હતો. આપણા ભક્તો બહુ ઓછા. હિન્દુ ભક્તો અપાર. આખો પંડાર હિન્દુ ભક્તોથી ભરાયેલો હોય. Morning walk માટે હું જવું bus stand સુધીનો road હતો પછી કાચા રસ્તે હું ઉતરી જાવ અને થોડું ફરીને પાછો આવું. બે-ચાર લોકો મારી જોડે હોય કાચા રસ્તે હું ચાલતો હોવ અને કોઈ હિન્દુ ભક્ત સામેથી આવે કોઈ મહેમાન હોય ને તો એને તો નવાઈ જ લાગે. હું ધૂળમાં ચાલી રહ્યો છું પેલો માણસ સ્નાન કરીને નવા કપડાં પહેરીને આવ્યો છે જ્યાં મને જુએ છે અષ્ટાંગ પ્રણિપાત. ધૂળમાં આખો લાંબો થઈ જાય. હાથ આમ હોય એના અને આખો સૂઈ જાય. નવા કપડાં પહેરીને આવેલો છે, ન્હાઈને આવેલો છે. ધૂળમાં સૂઈ જાય. આપડી ક્રિયા જે છે એ અદ્દભુત છે.
કાયોત્સર્ગ તમે સાચો કરો ઉભા-ઉભા તો કાયોત્સર્ગ દ્વારા પણ તમને ઘણા બધા લાભો મળે. તો એ પણ તમને સમજાવીશ કઈ રીતે કરવું?
પ્રોફેસરની પાસે એક જ વાત છે. કોઈ મનમાં અપેક્ષા નથી. ગુરુ જે રીતે ભણાવે એ રીતે ભણવું છે. ગુરુ પાસે ગયા પછી ગુરુનું જ્ઞાન તમારે લેવું છે પણ ગુરુની શરતે. તમારી શરતે કે ગુરુની શરતે?
એકવાર એક શહેરમાં હું ગયેલો. ત્યાં મેં આજ વાત કરેલી. મેં કહ્યું પ્રવચનમાં તમે લોકો જ્ઞાન મેળવી રહ્યા છો પણ એ જ્ઞાન ગુરુની શરતે, ગુરુની અનુકૂળતાએ લેવાનું કે તમારી શરતે ગુરુ આપે તો રાજી. એક ભાઈ કહે સાહેબ ગુરુની શરતે. ગુરુની અનુકૂળતા એ જ લેવાનું હોય ને! તો મેં કહ્યું આવતીકાલે રવિવાર છે. રોજ એક કલાક પ્રવચન આપું છું કાલે દોઢ કલાક આપીશ પણ સમય નક્કી કહેતો નથી. સવારના આઠ થી સાંજના પાંચ સુધીમાં ગમે ત્યારે દોઢ કલાક પ્રવચન હું આપીશ. મેં કહ્યું કેટલા શ્રોતાઓ મને મળે? વાંધો નહીં તમારી શરતે, તમારી અનુકૂળતાએ જ્ઞાન આપજો પણ કમસેકમ એ સમયમાં there should be totality. એ સમય જે છે તે સંપૂર્ણતયા ગુરુને આપજો. શરીરનો ખ્યાલ ન હોય બોલો બરોબર પલોઠી વાળીને બેઠેલા કેટલા? ટટ્ટાર બેઠેલા કેટલા? જેની આંખો સ્થિર હોય કે બંધ હોય એવા કેટલા? એવા શ્રોતાઓ જોયા છે કલાક-કલાક મારી વાંચના ચાલે, મંગલાચરણ થાય ત્યારથી એની આંખો બંધ હોય. વિરાસને કે સુખાસને એ બેઠેલો હોય. આંખો બંધ માત્ર એ સદ્દગુરુને પીતો હોય. આંખમાંથી આંસુ, બંધ આંખમાંથી આંસુ ક્યારેક નીકળી જાય. બાકી સંપૂર્ણતયા એ સદ્દગુરુને પીતો હોય. તો કમસેકમ આટલું કરજો. ભલે તમારી શરતે જ્ઞાન આપીશું અમે. But there should be totality. એ સમયે જે છે એને સંપૂર્ણ તયા સદ્દગુરુને આપજો.
પ્રોફેસર બિલકુલ બિનશરતી શરણાગતિ સ્વીકારીને ગુરુ પાસે ગયા છે ત્યારે જ ગુરુ એમને Result આપી શકે છે. દરેક ગુરુ result આપવા તૈયાર જ હોય છે પણ લેનાર કેટલા? શક્તિપાત કરવા માટે અમે તૈયાર. શક્તિપાત કરતા એક second લાગે પણ શક્તિપાત ઝીલનારા કેટલા? તમને શક્તિપાત ઝીલવા માટે તૈયાર કરવામાં વર્ષો નહીં જન્મો લાગી જાય એટલે જ સદ્દગુરુ duel action કરે છે. પહેલા તમને તૈયાર કરે અને તમે તૈયાર થયા પછી શક્તિપાત કરે. આ પ્રભુના પ્યારા શબ્દો શક્તિપાત છે જ્યારે પ્રવચનકાર બિલકુલ ગેરહાજર હોય છે. પ્રભુની જ માત્ર ઉપસ્થિતિ હોય છે અને પ્રભુના શબ્દો સરતા હોય છે ત્યારે શક્તિપાતની ક્ષણો હોય છે. થોડા શબ્દો પણ ભીતર ઉતરી જાય તો તમારું આખું જીવન બદલાઈ જાય.
