વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
પરમ સ્પર્શની યાત્રા
Subject : સાધના-દીક્ષા-દાતા સદ્ગુરુ
- તમે પણ જૂના જોગી છો! પ્રભુનાં પ્યારાં પ્યારાં શબ્દો સાંભળવા તમને ગમે છે – એ જ બતાવે છે કે તમારી સાધનાના મૂળિયાં જન્મોને ભેદીને ઊંડા ગયેલા છે!
- કોઈ પણ સાધકને શું સાધના આપવી અને કેવી રીતે આપવી – એ સદ્ગુરુનો વિષય છે; સાધકે તો માત્ર સમર્પિત થઈને બેસી જવાનું હોય છે.
- સદ્ગુરુ તમારી જન્માંતરીય ધારાને જોઈને આ જન્મમાં પણ તમને તે જ ધારામાં વહેવડાવશે.
Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)