વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
પરમ સ્પર્શની યાત્રા
Subject : તિહાં વસે છે મુજ સાહિબો!
ઉપયોગ એટલો ભીતર પહોંચી જાય કે દેહની યાદ પણ ન આવે – એ ભીતરી મહાવિદેહ. નિર્મળ ચૈતન્ય એ વિજય. અને નિરુપાધિ (નિરપેક્ષ) ભક્તિ એ પુંડરિકીણી નગરી. આવી સજ્જતા પ્રગટે, તો સ્વયં સાહિબ ત્યાં આવીને બિરાજે. અને પ્રભુ આવી જાય, પછી સહજસમાધિ!
સમાધિના બે અર્થ: એક, ચિત્તની સમાહિત દશા – તે સમાધિ. અને બીજું, ચિત્તની પેલે પારની અવસ્થા, સ્વરૂપમાં સ્થિતિ – તે સમાધિ. સમાધિ એ અનાયાસ / સહજ ઘટના છે. માત્ર being. ત્યાં કોઈ doing કામ આવતું નથી. ત્યાં તો अयमेव हि ते बंध: समाधिमनुतिष्ठसि.
આવી સમાધિનો અનુભવ કરવો એ જ પ્રભુની નિશ્ચય આજ્ઞાનું પાલન. પ્રભુની નિશ્ચય આજ્ઞા: તું તારા સ્વરૂપમાં સ્થિર થા. વ્યવહાર આજ્ઞાઓનું પાલન જો એ લક્ષ્ય સાથે થાય કે આ પાલન દ્વારા નિશ્ચય આજ્ઞાના પાલનમાં જવું છે – તો જ આપણે નિશ્ચય આજ્ઞાને સમર્પિત કહેવાઈએ.
Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)