તપ પદ
અરિહંત પદની આરાધનામાં અરિહંત તત્ત્વની, સિદ્ધ પદની આરાધનામાં સિદ્ધ તત્ત્વની અને એ જ રીતે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પદની અનુભૂતિ કરી. સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન એ બે પદના દિવસોમાં આત્માનુભૂતિ શરૂ થઈ અને એની પ્રગાઢતા ચારિત્ર પદમાં આવી.
સમ્યગ્જ્ઞાન એટલે જ્ઞાતાભાવ. સમ્યગ્દર્શન પદની અનુભૂતિમાં દ્રષ્ટાભાવ. માત્ર જોવાનું છે, માત્ર જાણવાનું છે. એમાં નિર્લેપતા છે, પણ ઓછી છે. ચારિત્ર પદની આરાધનામાં ઉદાસીન દશા અને નિર્લેપતા પ્રગાઢ બને છે. અને તપ તે એહી જ આતમા, વર્તે નિજ ગુણ ભોગે. નિજ ગુણનો ભોગ એ તપ. શરીરને સૂકવવું એ તપ નથી; આનંદમાં રહેવું, મસ્તીમાં રહેવું એ જ તપ છે.
અભ્યંતર તપમાં છેલ્લી ત્રિપદી સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ. સ્વાધ્યાય એ સાધન, ધ્યાન અને કાયોત્સર્ગ એ સાધ્ય. સ્વાધ્યાય દ્વારા માત્ર ખ્યાલ આવે કે મારો આત્મા આનંદઘન છે, જ્ઞાનથી ભરપૂર છે વગેરે. પણ એ આનંદની અનુભૂતિ તમે ધ્યાનમાં જાઓ, કાયોત્સર્ગમાં જાઓ ત્યારે જ થાય.
