નિર્વિકલ્પદશા અને નિર્વિચારદશા
ચિત્તસ્થૈર્યના બે પ્રકાર: નિર્વિકલ્પદશા અને નિર્વિચારદશા. વિકલ્પ અને વિચારમાં ફર્ક એટલો જ છે કે રાગ-દ્વેષ-અહંકારથી યુક્ત જે વિચાર છે, એને આપણે વિકલ્પ કહીએ છીએ અને જેને રાગ-દ્વેષ જોડે બહુ સંબંધ નથી, એ માત્ર છૂટ્ટો-છવાયો વિચાર. ઝાડને જોઈને એના પાંદડા હાલી રહ્યા છે એવો વિચાર આવે, એ માત્ર વિચાર છે. પણ કોઈ વ્યક્તિને જોઈને તમારા મનમાં તિરસ્કારનો વિચાર આવે, એ વિકલ્પ.
વિભાવ અને વિકલ્પોની સાંઠ-ગાંઠ છે. તમે વિભાવ પર જો નિયંત્રણ ન લાવી શકો, તો વિકલ્પો પર નિયંત્રણ લાવજો. તમે નિર્વિકલ્પ બનો એટલે વિભાવ આવશે જ નહિ – એવું હું નથી કહેતો. વિભાવ થોડી સેકંડો માટે આવી પણ શકે; તમારી જાગૃતિ થોડી ઓછી છે, તો. પણ જેવી તમારી જાગૃતિ પ્રબળ બનશે કે તમે વિકલ્પોને લઇ લેશો અને વિભાવ પણ જતો રહેશે.
નિર્વિકલ્પદશા એ આપણી સાધનાનું foundation છે. શુભ મનોગુપ્તિ એ નિર્વિકલ્પદશા અને શુદ્ધ મનોગુપ્તિ એ નિર્વિચારદશા છે. વ્યવહાર અહિંસાના પાલન માટે પણ નિર્વિકલ્પદશા તો જોઈશે જ. અને નિશ્ચય અહિંસાનું પાલન નિર્વિકલ્પદશાથી શરૂ થશે અને તમને નિર્વિચારદશા સુધી લઇ જશે.
મહોપાધ્યાય માનવિજય મહારાજ સાહેબે સુમતિનાથ ભગવાનના સ્તવનમાં પિંડસ્થ ધ્યાનની વાત કરી. પ્રભુરૂપ દર્શનથી પિંડસ્થ ધ્યાન દ્વારા સ્વાનુભૂતિ કઈ રીતે મળે, એના માટે એમણે સાત ચરણો બતાવ્યાં. પહેલું હતું, પ્રભુ રૂપદર્શન. બીજું હતું, ચિત્તસ્થૈર્ય.
ચિત્તસ્થૈર્યના બે પ્રકાર પડશે: નિર્વિકલ્પદશા અને નિર્વિચારદશા. આપણી પરિભાષામાં કહીએ તો શુભ મનોગુપ્તિ અને શુદ્ધ મનોગુપ્તિ. શુભ મનોગુપ્તિમાં વિકલ્પો નહિ રહે. વિકલ્પો અને વિચારમાં ફર્ક એટલો જ છે – કે રાગ-દ્વેષ-અહંકારથી યુક્ત જે વિચાર એને આપણે વિકલ્પ કહીએ છીએ. છુટ્ટો છવાયો આવેલો વિચાર જેણે રાગ-દ્વેષ જોડે બહુ સંબંધ નથી, એને આપણે વિચાર કહીએ છીએ. ઝાડને હું જોઈ રહ્યો હોઉં, એના પત્તા હાલી રહ્યા છે હું જોતો હોઉં, પત્તા હાલે છે એવો વિચાર પણ આવે, પણ એ વિચાર છે. પણ કોઈ વ્યક્તિને જોતા તમારાં મનમાં તિરસ્કાર કે રાગ છલકાયો એ વિકલ્પ થયો. તો શુભ મનોગુપ્તિ જે છે ને એ વિકલ્પોની પેલે પાર જવા માટે છે.
તમને ખ્યાલ હશે પહેલા મહાવ્રતની પાંચ ભાવનામાં સૌથી પહેલી મનોગુપ્તિ છે. યોગશાસ્ત્રમાં એ ભાવનાઓ બતાવી.
मनोगुप्त्येषणादानेर्याभि: समितिभि: सदा।
द्रष्टान्नपानग्रहणेनाSहिंसां भावयेत्सुधी: ॥
તો સૌથી પહેલી ભાવના મનોગુપ્તિ આપી છે. વ્યવહાર અહિંસા માટે પણ આ મનોગુપ્તિ જરૂરી છે. તમારું પ્રત્યાખ્યાન છે કે કોઇ પણ જીવની હું વિરાધના નહિ કરું. સુક્ષ્મ હોય, બાદર હોય, સ્થાવર હોય, ત્રસ હોય. તો કોઈને પણ તમારે પીડા આપવી નથી. તો મનોગુપ્તિ જોઇશે જ. કારણ, એક સાધર્મિક છે એક મનુષ્ય છે. તમે ગુસ્સાથી એને કંઇક કહેશો. ક્રોધ આવ્યો. વિકલ્પ આવ્યો. વિભાવ આવ્યો. મનોગુપ્તિ ગઈ. વિકલ્પની ખાસિયત શું? કે વિભાવને લઈને આવે. અને વિચાર જે છે એની જોડે વિભાવ સંકળાયેલો નથી.
એટલે વ્યવહાર અહિંસા પાળવી હોય તો પણ મનોગુપ્તિ તો જોઈએ જ, શુભ મનોગુપ્તિ. કે એક પણ વ્યક્તિને મારાથી પીડા પહોંચવી ન જોઈએ. પીડા આપી તમે કોઈને.,રફલી તમે કોઈને બોલ્યા, મનોગુપ્તિ શુભ તમારી તૂટી ગઈ. એક સહેજ વિભાવ આવ્યો, વિકલ્પ આવ્યો, શુભ મનોગુપ્તિ તૂટી ગઈ.
તો વ્યવહાર અહિંસાના પાલન માટે પણ શુભ મનોગુપ્તિ તો જોઇશે જ. નિશ્ચય અહિંસાના પાલનની બાબતમાં એવું છે કે નિશ્ચય અહિંસાનું પાલન નિર્વિકલ્પદશાથી શરૂ થશે પણ એ તમને નિર્વિચારદશા સુધી લઇ જશે. એનો પણ પ્રારંભ નિર્વિકલદશાથી જ થવાનો છે.
એટલે સવાસો ગાથાના સ્તવનમાં મહોપાધ્યાયજીએ કહ્યું; નિશ્ચય અહિંસાની વ્યાખ્યા આપતાં – ‘એકતા જ્ઞાન નિશ્ચય દયા, સુગુરુ તેહને ભાખે; જેહ અવિકલ્પ ઉપયોગમાં, નિજ પ્રાણને રાખે’. તો નિશ્ચય અહિંસામાં શું છે? તમારી પોતાની હિંસા થવી ન જોઈએ. વ્યવહાર અહિંસામાં આપણે બીજા કોઈ જીવને પીડા ન પહોંચાડીએ. નિશ્ચય અહિંસા એ છે કે તમે તમારા કોઈ પણ ગુણનો ઘાત ન કરો.
એટલે એમણે જ કહ્યું કે ‘આતમગુણ હિંસનથી હિંસા’. નિશ્ચય હિંસા શું? આત્મગુણોની હિંસા એ હિંસા. રાગમાં ગયા એટલે તમે હિંસક થઈ ગયા. પહેલું મહાવ્રત નિશ્ચયથી ગયું. દ્વેષમાં ગયા તો પહેલું મહાવ્રત નિશ્ચયથી ગયું.
તો બહુ મજાની વ્યાખ્યા આપી: ‘એકતા જ્ઞાન નિશ્ચય દયા.’ નિશ્ચય અહિંસા એટલે શું? એકત્વજ્ઞાન એટલે કે એકત્વ અનુભૂતિ. હું માત્ર આત્મા છું. આવી એક જ માત્ર આત્મતત્વની અનુભૂતિ આ નિશ્ચય અહિંસા.
હવે પૂછે છે કે નિશ્ચય અહિંસામાં જવું હોય તો શું કરવાનું? કોણ એ નિશ્ચય અહિંસામાં જઈ શકે? તો કહે; ‘જેહ અવિકલ્પ ઉપયોગમાં, નિજ પ્રાણને રાખે’. તમારે બિલકુલ વિકલ્પ વગરના બની જવું છે. વિકલ્પો ગયા તો વિભાવ આવશે, જશે. આવશે, જશે. નહિ આવે એવું નથી કહેતો. વિભાવ સેકન્ડ માટે આવી પણ શકે. બે સેકન્ડ આવી શકે. તમારી જાગૃતિ થોડી ઓછી છે તો. પણ ત્રીજી મિનિટે તમારી જાગૃતિ પ્રબળ બનશે. અને તમે વિકલ્પને લઇ લેશો, વિભાવ જતો રહેશે.
એક વાત બરોબર યાદ રાખો. વિભાવ અને વિકલ્પોની સાંઠ-ગાંઠ છે. તમે વિભાવના છેડે કામ ન કરી શકો તો વિકલ્પના જોડે કામ કરજો. વિકલ્પો પર તો નિયંત્રણ લાવી શકો ને? એટલે જ નિર્વિકલ્પદશાનો અભ્યાસ એ આપણી સાધનામાં foundation છે. અને એ foundation આવે એટલે તમે સ્વાનુભૂતિ તરફ જઈ શકો.
મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં પણ આ જ વાત કરી. એમણે કહ્યું;
‘अथ योगानुशासनं योगश्चित्तवृत्तिनिरोध:’
એમણે નિર્વિકલ્પતા નહિ નિર્વિચારતા લઇ લીધી. योगश्चित्तवृत्तिनिरोध: – અને એ થાય ત્યારે શું થાય? બહુ જ સરસ સૂત્ર આવે છે – ‘तदा द्रष्टुः स्वरूपेऽवस्थानम्’ ત્યારે દ્રષ્ટા સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઇ જાય છે. શું મજા આવે અહીંયા! તમને લોકોને ઈર્ષ્યા નથી થતી? હજુ ઈર્ષ્યા થાય છે તો કોઈના પુણ્યપ્રભાવની થાય છે. સાચું કહેજો? આ બહુ મોટા પ્રભાવક. ગાડીઓની લાઈનો ની લાઈન લાગતી હોય. નજર હજી ત્યાં છે? કે સ્વાનુભૂતિ સંપન્ન કોઈને જુવો ત્યાં ઈર્ષ્યા થાય? કે કેવી મજામાં બેઠા હશે આમ? સ્વની જ અનુભૂતિ ચાલતી હોય આમ! જલસો જ જલસો હોય! એવા મહાપુરુષોની ઈર્ષ્યા નથી આવતી હજી! ઈર્ષ્યા ક્યારે આવે ખબર છે? ઈર્ષ્યાનું તત્વજ્ઞાન શું છે? કે તમને જે વસ્તુ ગમે છે. તમારે જે વસ્તુ જોઈએ છે. અને એ વસ્તુ તમને નથી મળતી. તો જેને મળ્યું છે એની ઈર્ષ્યા આવે. એનો મતલબ એ થયો કે આ હજુ ગમ્યું નથી. ઈર્ષ્યા નથી આવી એનું કારણ આ જ થયું કે હજુ આ ગમ્યું નથી. અનંતા જન્મોમાં પરભાવથી તમે ઘણીવાર થાકેલા છો. થાકો જ. પરપદાર્થોથી થાકો. પરવ્યક્તિઓથી થાકો.
આજે વિદેશમાં બહુ મોટો શ્રીમંત હોય. તો divorce લેવા માટે ૨૫-૫૦ કરોડ ડોલર એને પત્નીને આપવા પડે છે! જેને મેળવવા મહેનત કરી હતી, એનથી છૂટવા માટે! એટલે પરથી માણસ કંટાળે જ છે. પછી શું કરે છે? એક પરમાંથી બીજા પરમાં, બીજામાંથી ત્રીજા પરમાં. એટલે થોડી રાહત રહે છે. પણ આ તમારા મનનું તમારી સાથેનું મોટું ચીટીંગ છે. તમારા મનની તમારા સાથેની છેતરપીંડી છે. હા, આ તો સારું લાગે છે. ગુજરાતી માણસ હોય ને, એનું menu શું હોય? સવારે ખાખરા-ચા હોય, બપોરે રોટલી-શાક હોય, સાંજે ભાખરી-શાક હોય. ઘઉંનો આટો જ કે બીજું કાંઈ? સવારે રોટલી આપે તો? સવારે રોટલી?! બપોરે ખાખરો આપે તો? મગજમાં ફીટ થઇ ગયું. કે સવારે ખાખરો જ ખવાય, રોટલી બપોરે જ ખવાય, ભાખરી સાંજે જ હોય. આ શું થયું? પરની બદલાહટ કરી. વાત એકની એક જ છે.
તો પરથી તમે પણ થાકો જ છો. એક પરમાં માણસ ક્યારેય પણ વધુ લાંબો સમય ટકી શકતો જ નથી. કારણ, એની ચિત્તવૃત્તિ ચંચળ છે. એટલે મન તરત કહે છે બદલાહટ કરો. એક જગ્યાએ તમને ૧૨ વરસ રહેવાની કદાચ આજ્ઞા આવી જાય, તમે રહી પણ જાઓ. પણ તમને એમ થાય કે ક્યારે આજ્ઞા પૂરી થાય અને ક્યારે બહાર નીકળું.
કુલચંદ્રસૂરી મહારાજ સાહેબ સુરતમાં જ છે. અને એમની ઉંમરને કારણે ગચ્છાધિપતિ એ કહેલું છે કે તમારે સુરતમાં રહેવું. પણ એ પાલીતાણા પધારેલાં. ત્યારે એમના એક શિષ્યે મારા એક શિષ્યને કહેલું, હાશ.. હવે આમ સુરતથી છૂટ્યા! મનનું આ જ કામ છે. મુંબઈવાળા લોકો કાશ્મીર ગયેલા. નળસરોવરમાં નૌકા ભાડે લીધી. અઠવાડિયું રોકાવવું હતું. નૌકામાં જ રહેવાનું. બહુ મોટી luxurious નૌકા હોય. ભાડું પણ બહુ મોંઘુ હોય. એ નાવિક જોડે ભાઈબંધી થઈ ગઈ. તો નાવિકે પૂછ્યું કે સાહેબ તમે ક્યાં રહો છો? તો કહે મુંબઈ. સાહેબ એક કામ કરો ને મને મુંબઈ લઇ જાઓ ને મારે મુંબઈ જોવું છે. ત્યાં મોટી-મોટી કહે છે બિલ્ડીંગો હોય. મોટા-મોટા રોડો હોય. કાર આમ દોડતી હોય ને, આમ હોય ને. મારે બધું જોવું છે કહે છે. પેલો કહે; સાલું અમે ત્યાંથી થાકીને અહી આવ્યાં. સાહેબ મને મુંબઈ લઇ જાઓ. આ બરફમાં રહીને તો થાકી ગયો છું! એટલે સ્વાનુભૂતિ સંપન્ન કોઈ મહાપુરુષને જુઓ ત્યારે તમને ઈર્ષ્યા થતી નથી હતી?
બહુ મજાની વાત કરું. કલાપૂર્ણસૂરી દાદા મુંબઈ નહિ પધાર્યા. બારોબાર નીકળી ગયેલાં. પણ એમની એક ઝલક લેવા માટે આખું મુંબઈ રોડ ઉપર આવી ગયેલું. દોઢેક લાખ લોકો સાહેબના રૂટ ઉપર ગોઠવાઈ ગયેલા. પેલો પોલીસ કમિશનર વિચારમાં પડી ગયો કે આ છે શું? કોણ આવે છે? તો કહે; અમારા એકદમ બહુ મોટા સંત આવી રહ્યા છે. એક મહાત્માએ મને વાત કરી હતી કે શું સાહેબનું પુણ્ય? ખાલી એમનો દીદાર જોવા માટે દોઢ લાખ માણસો બધા કામકાજ છોડીને રોડ ઉપર તડકામાં ઉભા રહે કલાકો સુધી! અને એ મહાત્મા કહે; અમારે ૫૦૦૦ શિબિરમાં ભેગા કરવા હોય તો પાણી ઉતરી જાય! તો મેં એમને કહેલું કે સાહેબનું પુણ્ય જબરદસ્ત હતું. પણ આપણને પુણ્ય ગમે ત્યાં સુધી આપણે મેં કીધું ઉણા ઉતરેલા છીએ. સાહેબનું પુણ્ય એ તો બહારની વસ્તુ હતી. સાહેબને પ્રભુ મળેલાં એની ઈર્ષ્યા આવવી જોઈએ.
એક ભક્તે મને એકવાર કહેલું; કલાપૂર્ણસૂરી દાદાના કાળધર્મ પછી. કે સાહેબ દાદા જતા રહ્યા. એમનું મિશન અડધું રહી ગયું. મેં કીધું દાદાનું મિશન તો પૂરું થઈ ગયું હતું ક્યારનુંય. એમને પ્રભુ જોઈતા હતા. અને પ્રભુ મળ્યા એટલે મિશન પુરું થઈ ગયું. પછી પ્રભુનું મિશન ચાલતું હતું. પ્રભુ કહેતા હતા કે જો, જે મને મળે છે એ અંદરથી કેવો આનંદમય હોય છે અને બહારથી એનો કેવો પુણ્યપ્રભાવ હોય છે! આ પ્રભુએ પોતાના મિલનના એક સેમ્પલ તરીકે કલાપૂર્ણસૂરી દાદાને મોકલેલા. કે જુઓ, મને મળવા આવો, મારામાં ભળી જાઓ, જુઓ, કલાપૂર્ણસૂરીને જોઈ લો તમે.
તો ‘એકતા જ્ઞાન નિશ્ચય દયા, સુગુરુ તેહને ભાખે; જેહ અવિકલ્પ ઉપયોગમાં, નિજ પ્રાણને રાખે’.
અવિકલ્પ ઉપયોગ – કોઈ વિકલ્પમાં જવું નથી! કારણ કે વિકલ્પ વિભાવને કારણે જ થવાનો છે. નહિતર વિચાર થશે. અને વિચારનું આયુષ્ય લાંબુ નથી એટલુ યાદ રાખજો. વિકલ્પોનું આયુષ્ય બહુ મોટું છે. તમને એક વ્યક્તિ પર જો દ્વેષ થઈ ગયો ને તો એ દ્વેષનો વિકલ્પ કેટલા વર્ષો સુધી ચાલશે? કે કેટલા જન્મો સુધી ચાલશે, તમે નહિ કલ્પી શકો! એટલે ઘણીવાર હું કહું છું. દ્વેષના બે પ્રકારો છે – વ્યક્તિ આધારિત દ્વેષ અને કાર્યાધારિત દ્વેષ.
સાધુને દ્વેષ જોઈએ જ નહિ ને? તમારે તો સંજ્વલન કષાય છે ને? અને કર્મગ્રંથમાં ભણેલા ને – ‘जल-रेणु-पुढवी-पव्व्य’ સંજ્વલન કષાય કેવો? પાણીમાં રેખા દોરીએ એવો. હજી આમ લીટી દોરી હોય, લીટી છેડે આવે એ પહેલા તો લીટી ભૂંસાઈ ગઈ. છતાં ધારો કે કાર્યાધારિત દ્વેષ ન થવો જોઈએ છતાં થઈ ગયો. તમે પ્રેમથી સમજાવો ભાઈ આ કાર્ય આમ થાય, આમ ના થાય. આને કામ કરતા આવડતું જ નથી. આના કામમાં ભલીવાર જ નહોય. પણ છતાં એ વ્યક્તિ આધારિત ન થાય ને ત્યાં સુધી હજુ તમારા નિયંત્રણમાં રહેશે. એ પછી કામ સારું કરતા શીખી જશે. તમે એના ઉપર પ્રેમ વરસાવસો. અથવા તમે એને સમજાવશો કે ભઈલા આમ કરવું જોઈએ. પણ આ વ્યક્તિ? આ વ્યક્તિ જ ખરાબ. એ તો મારી પાછળ મારી નિંદા કરે. મારા અવગુણો ગાય છે. મારી પાછળ આમ કરે છે. એક વ્યક્તિ આધારિત દ્વેષ થઈ ગયો ને તો કેટલા જન્મો સુધી એ દ્વેષની પરંપરા ચાલશે, તમે પણ કલ્પી નહિ શકો.
એટલે આજે આપણી વાત એ છે કે ચિત્તસ્થૈર્યના બે પ્રકાર – નિર્વિકલ્પદશા અને નિર્વિચારદશા. શુભ મનોગુપ્તિ એ નિર્વિકલ્પદશા છે અને શુદ્ધ મનોગુપ્તિ એ નિર્વિચાર મનોદશા છે.
ઝેન પંથમાં એક ગુરુએ શિષ્યને પ્રશ્ન કર્યો. શિષ્યને કહ્યું; એક કોયડો તને આપું છું. જવાબ તારે લાવવાનો. એક હાથે તાળી વગાડવાની. એક હાથે તાળી વગાડવાની. આ તને લેસન આપું છું. તું ઉત્તર મળે તો મારી પાસે આવજે. પેલાએ ઘણો વિચાર કર્યો. એક હાથે તાળી શી રીતે વાગે? બહુ વિચાર કર્યા, બહુ વિચાર કર્યા, બહુ વિચાર કર્યા. બિલકુલ ભેજાનું દહીં કરી નાંખ્યું. પણ એક હાથે તાળી કેમ વાગે? અને સાધક પણ ઝેન પંથનો અનુયાયી હતો. એટલે નિર્વિકલ્પદશા, નિર્વિચારદશા, એનો અનુભવ તો હતો જ એને. તો એને થયું કે વિચારો બહુ જ કર્યા. કોયડો સુલઝતો નથી. ચાલો નિર્વિચારદશામાં જાઉં કોયડો સુલઝે છે? જોઈ લઉં.
આપણે ત્યાં ચિદાનંદજી મહારાજે એક સરસ વાત લખી છે; ‘નય ઓર ભંગ નિક્ષેપ વિચારક, પૂરવ ધર થાકે ગુણ હેલી; વિકલ્પ કરત તાગ નહિ પાયો, નિર્વિકલ્પ તે હોત ભયે રે’ આપણે તો કયા વિકલ્પની વાત કરીએ છીએ? જે વિભાવમાં લઇ જાય એની. આ તો ખરેખર વિચારની વાત છે અહીંયા. નય-ભંગ-નિક્ષેપ, એનાથી પદાર્થોની વિચારણા કરવી. તો ‘નય ઓર ભંગ નિક્ષેપ વિચારક, પૂરવ ધર થાકે ગુણ હેલી’ – ગુણસમૃદ્ધ પૂર્વધર પણ થાકી જાય છે. સાલું, મારે પહોંચવાનું છે આત્મતત્વમાં અને આ નય – ભંગ ને લઈને ક્યાં બેઠો છું?
તમને ખબર છે આ નિક્ષેપાની ઊંડી વાતો, છઠ્ઠા કર્મગ્રંથના ભાંગા. આ બધું શેના માટે છે? તમને ખ્યાલ છે? તમે સાધુ હોવ તો તરત સમજી જાઓ કે મારે તો આત્માનુભુતિ તરફ જવું છે તો એમાં આ કંઇ કામમાં આવે એમ નથી. તમારી બુદ્ધિને ગોઠીમડું ખવડાવવાનું. અને બુદ્ધિ પરથી તમારી આસ્થા તૂટી જાય તો જ તમે સ્વમાં જશો. એટલે બુદ્ધિ પરની આસ્થા તૂટે એટલાં માટે આ બધું છે.
આપણે ત્યાં તો સ્તવનોની પણ બે પરંપરા રહી. મહોપાધ્યાય યશોવિજય, કાંતિવિજય, ઉદયરત્નજી બધા સીધી ભક્તિધારાના મહાપુરુષો. સીધા જ તમને ભક્તિધારામાં લઇ જાય. દેવચંદ્રજી મહારાજ અને આનંદઘનજીને વાંચો તો? ટફ પડે છે. ટફ કેમ પડે છે? કાર્ય-કારણ ભાવની એવી ઊંડી સ્તવના લઈને આવે છે. પણ એ શા માટે કરે છે? તો સામાન્ય જે ભક્ત છે, એના માટે યશોવિજય મહારાજ, કાંતિ વિજયજી, મોહનવિજય મહારાજ બધા પર્યાપ્ત છે. પણ તથાકથિત બુદ્ધિવાદી માણસ છે ને એના માટે દેવચંદ્રજી જ કામના. તથાકથિત બુદ્ધિવાદી હો, સાચો બુદ્ધિવાદી નહિ! So called. માને કે મારામાં બહુ બુદ્ધિ છે. આવી જા. મેદાનમાં આવ ખબર પડે! આનો અર્થ કર હવે! તો ‘નય ઓર ભંગ નિક્ષેપ વિચારક, પૂરવ ધર થાકે ગુણ હેલી; વિકલ્પ કરત તાગ નહિ પાયો’ આમાંથી કંઈ તાગ મળે એવું નથી કાંઈ. મારે આત્માનુભૂતિ કરવી છે. ‘નિર્વિકલ્પ તે હોત ભયે રે’ નિર્વિકલ્પ બની જા. એટલે સ્વાનુભૂતિ તરફ જેણે પણ જવું છે, એને નિર્વિચાર અને નિર્વિકલ્પ બનવું જ જોઈએ છે.
તો પેલો ભિક્ષુ નિર્વિચારનો અભ્યાસ હતો એની પાસે. આપણી પાસે અભ્યાસ જતો રહ્યો. મોટી વાત આ થઈ. સ્વાધ્યાયનો અભ્યાસ છે. મનોગુપ્તિનો અભ્યાસ કેમ નથી? જે અષ્ટપ્રવચન માતા આપણને ગળથુંથીમાંથી મળી છે. એનો અભ્યાસ આપણને ન હોય તો કેમ ચાલે? ઉપયોગ પરમાં જાય. તમે વિકલ્પ કરો, વિભાવમાં જાઓ, મનોયોગ એ રીતે પ્રવર્ત થયો. પણ મનોયોગ પ્રવર્ત ક્યારે થયો? ઉપયોગ એમાં ભળ્યો ત્યારે. તો તમે તમારા ઉપયોગને આવા કચરામાં લઇ ગયા! નકામા વિચારો કરો છો ત્યારે પણ તમે તમારા ઉપયોગને એ વિચારોના કચરામાં લઇ ગયા! ઉપયોગને તો અનુભૂતિ તરફ વાળવો છે આપણે. ‘उपयोगो लक्षणम्’ ઉપયોગ એ આપણું મૂળભૂત સ્વરૂપ છે. આપણે સ્વમાં હોઈએ. સ્વમાં જાગૃત હોઈએ. સ્વમાં સ્થિત હોઈએ. યોગી. તો આવા ઉપયોગને દુષિત મનોયોગમાં લઇ જવાનો તમને અધિકાર ખરો, પહેલા કહો? કે એક પણ નકામો વિચાર તમે કરો, વિકલ્પ નથી કહેતો, વિચાર! તો પણ તમે પ્રભુના અપરાધી છો.
એ ભિક્ષુ નિર્વિચારમાં ગયો. શાંતિ થઈ ગઈ એકદમ… એકદમ શાંતિ.. અને અનાહદ નાદ વાગે તોયે વાંધો નથી. પછી એક પરમ શાંતિ હતી. અને જવાબ મળી ગયો. હા, તાળી ક્યારેય બે હાથે વાગે જ નહિ. એ તો ગડબડ જ હોય. બે હાથ ભેગા થાય એટલે ગડબડ જ હોય. તો એકલા હોય તો સુખ હોય. ગુરુ પાસે ગયો. શાંત ચિત્ત લઈને. ગુરુના ચરણોમાં બેઠો. હવે ગુરુ પૂછતાં નથી એને કે શું જવાબ છે? ગુરુ એના મોઢા પરથી જવાબ પામી જાય છે. કે આ શાંત બની ગયો છે, એક હાથે તાળી એને વગાડી લીધી છે. ગુરુ કહે; તું પાસ છે જા.
મને તો છે ને સુફીસંતોની વાત વાંચો. હિંદુ યોગીઓની વાત વાંચો. યોગના ઘણા બધા magazines હું વાંચતો હોઉં છું. પુસ્તકો પણ ઢગલાબંધ વાંચું છું. અને એ વખતે એમના અનુભવોને હું જોઉં ને ત્યારે એકબાજુ આનંદ થાય કે આ કાળમાં પણ આવા અનુભવોવાળા છે. પણ બીજી બાજુ વેદનાની ટીસ ઉપડે કે લોકોત્તર શાસન જેમને મળ્યું છે એમને આ અનુભૂતિ કેમ નથી થતી?
એક બૌદ્ધભિક્ષુને આ અનુભવ થાય, એક સુફીસંતને આ અનુભવ થાય, એક હિંદુ યોગીને જે અનુભવ થાય. એ તમને ન થાય, એ કઈ રીતે બની શકે? ગુરુ પરંપરા તો આપણી પાસે એવી જ છે. પહોંચેલા સદ્ગુરુ દરેક કાળમાં હતા, અને છે. આપણું શિષ્યત્વ જે છે એ પરિપક્વ થતું નથી.
શિષ્યની વ્યાખ્યા શું? જે વિભાવશૂન્ય બનવા રાજી હોય એ શિષ્ય. અને જે તમને વિભાવ શૂન્ય બનાવે એ ગુરુ. બરોબર? હવે શિષ્યત્વ છે આપણી પાસે બોલો? વિભાવશુન્ય તમને બનાવનાર ગુરુઓ ઘણા મળશે. પણ વિભાવશૂન્ય બનવા માટે રાજી હોય એવા શિષ્યો કેટલાં મળે? એટલે હું માનું છું અને અમારા જેવા આચાર્યો અમે મળીએ છીએ ત્યારે હું પણ આ વેદના વ્યક્ત કરું છું કે પાયેથી જે વાત આપણે આપવાની હતી, આપી ન શક્યા. અમારી પણ ભૂલ છે જ!
દીક્ષાના પહેલા વર્ષથી એને લક્ષ્ય પકડાવાનું હતું કે પરમાં નથી જવાનું, સ્વમાં જ જવાનું છે. પછી એ કામળીકાળનો ખ્યાલ રાખે એટલો જ પરભાવમાં ન જવાનો ખ્યાલ રાખશે. એટલે આ સૂઝ જે આપવાની હતી. આ vision આપવાનું હતું. તે આપી ન શક્યા. આ એક જે પરંપરા લુપ્ત થઈને. આપણને બહુ મોટો ફટકો પડ્યો છે.
હીરસુરીદાદા સુધી એવું લાગે એક જ પરંપરા હતી આ સ્વાનુભૂતિની. સ્વાનુભૂતિ સંપન્ન ગુરુ હોય અને શિષ્યને એ રીતે બનાવી નાખે. કોણ જાણે? કાળબળ આપણે સમજીએ કે આ કાળમાં આ બધું disconnect થઇ ગયું. પણ disconnect થયું એટલે કંઇ નિરાશ થવાની વાત નથી. આપણે connect કરી શકીએ છીએ. અને એના માટે મારી દ્રષ્ટિએ આપણે સારામાં સારા યુગમાં છીએ. Best age માં છીએ. આજે વિશ્વમાં હજારો નહિ પણ લાખો યોગીઓ યોગસાધના કરી રહ્યા છે અને એના vibrations આપણને મળી રહ્યા છે.
જ્ઞાન અને ધ્યાનના મુકામે છેલ્લાં 300 વરસની અંદર જે વિસ્તાર આપણે ન જોયો હોય, કે જે ઊંડાણ આપણે ન જોયું હોય, એ આપણા યુગમાં છે. 300 વરસમાં વચ્ચે વ્યક્તિગત ઊંચાઈઓ ઉભી થઈ. ઉપાધ્યાય યશોવિજયજી, પદ્મવિજયજી, દેવચન્દ્રજી મહારાજ. એ વ્યક્તિગત ઊંચાઈઓ ઉભી થઈ. પણ જે સમષ્ટીગત ઊંચાઈ જે છે આ આપણા યુગમાં આવી શકે એમ છે. એક બાજુ સંઘની V.V.I.P treatment. આટલી બધી આપણી સંખ્યા વધે છે. છતાં સંઘ ઉમળકાથી તમારું સ્વાગત કરે છે. તમને બધી સેવાઓ પૂરી પાડે છે. હવે માત્ર તમે ધૂણી ધખાવીને બેસી જાઓ. આ તપોવન શેના માટે છે? ધૂણી ધખાવીને બેસવા માટે. બેસી જાઓ. અંદર પહોંચી જાઓ. અંદર પહોંચો નહિ ત્યાં સુધી બહાર જવાનું નહિ તપોવનની.
તો ચિત્તસ્થૈર્યના બે પ્રકાર: નિર્વિકલ્પદશા વિશે થોડું વિચાર્યું. નિર્વિચારદશા માટે કાલે આપણે જોઈશું.મહોપાધ્યાય માનવિજય મહારાજ સાહેબે સુમતિનાથ ભગવાનના સ્તવનમાં પિંડસ્થ ધ્યાનની વાત કરી. પ્રભુરૂપ દર્શનથી પિંડસ્થ ધ્યાન દ્વારા સ્વાનુભૂતિ કઈ રીતે મળે, એના માટે એમણે સાત ચરણો બતાવ્યાં. પહેલું હતું, પ્રભુ રૂપદર્શન. બીજું હતું, ચિત્તસ્થૈર્ય.

તો ચિત્તસ્થૈર્યના બે પ્રકાર: નિર્વિકલ્પદશા વિશે થોડું વિચાર્યું. નિર્વિચારદશા માટે કાલે આપણે જોઈશું.