ચારિત્રાચાર
સમિતિનું કાર્ય એ છે કે સમ્યક્ પ્રવૃત્તિ તરફ તમને લઇ જવા. તમે બોલો છો એ નિર્દોષ, નિરવદ્ય હોય, મુહપત્તિ વગેરેના ઉપયોગ સાથે બોલાય – આ ભાષાસમિતિ. ગુપ્તિમાં ગોપવવાની વાત છે. શુભ વચનગુપ્તિમાં શબ્દોને ગોપવવા છે; જેટલા ઓછા બોલાય એટલા ઓછા શબ્દો બોલવા છે.
શુદ્ધ વચનગુપ્તિમાં શબ્દ છે જ નહિ; શબ્દોનું મૌન છે. અને પછી એ શબ્દોના મૌનમાંથી વિચારોનું મૌન આવી જાય. એટલે આપણી આખી પરંપરા આ થઇ કે પહેલા સમ્યક્ પ્રયત્નપૂર્વકની ભાષા. પછી એમાં પણ તમે ઓછું ઓછું ઓછું કરતા જાઓ અને છેલ્લે શબ્દોનું મૌન અને એમાંથી વિચારોનું મૌન.
સત્ય બોલવા માટે પણ ત્રણ શરતો રાખી છે. _હિત_ – તમે જે બોલો છો, એનાથી સામાનું કલ્યાણ થાય એવું છે? આ પહેલી શરત. બીજી શરત – _મિત_. સત્ય પણ માપસરના શબ્દો વાપરીને જ બોલવાનું છે. અને તમારા માટે આ સત્ય બોલવું _પથ્યકર_ હોય, એ ત્રીજી શરત.
નવસારી તપોવન વાચના – 23 [20.4.2020]
સ્થૂલ ચારિત્રાચારમાં પાંચ સમિતિ અને ત્રણ શુભ ગુપ્તિ. સુક્ષ્મ ચારિત્રાચારમાં ત્રણ શુદ્ધરૂપ ગુપ્તિ.
આજે એક સરસ ક્રમ જોઈએ. ભાષાસમિતિ, શુભ વચનગુપ્તિ, અને શુદ્ધ વચનગુપ્તિ. ત્રણ સ્તર છે. ભાષાસમિતિ અને શુભ વચનગુપ્તિ બે અલગ છે. સમિતિનું કાર્ય એટલું જ છે; કે સમ્યક્ પ્રવૃત્તિ તરફ તમને લઇ જવા. તમે બોલો છો એ નિર્દોષ, નિરવદ્ય હોવું જોઈએ. મુહપત્તિ વિગેરેના ઉપયોગ સાથે બોલાવવું જોઈએ. આ ભાષાસમિતિનો વિષય છે. શુભ વચનગુપ્તિમાં શું થશે…? કે શબ્દો જેટલા ઓછા બોલાય એટલા ઓછા બોલવાના. હવે અહીંયા ગુપ્તિની વાત આવી. ગોપવવાની. શબ્દોને ગોપવવા છે. શબ્દોને એકદમ ઓછામાં ઓછા વાપરવા છે. અને શુદ્ધ વચનગુપ્તિ આવે, એટલે શબ્દ છે જ નહિ. અને એ પછી શબ્દોના મૌનમાંથી તમે વિચારોના મૌનમાં જતાં રહો. એટલે સમ્યક્ પ્રયત્નપૂર્વકની ભાષા. એમાં પણ તમે ઓછું ઓછું ઓછું કરતાં જાવ, છેલ્લે શબ્દોનું મૌન, અને એમાંથી વિચારોનું મૌન. આ આખી આપણી પરંપરા છે.
બે ગુરુઓ મળેલા વિહારમાં. બહુ જ મોટા અને નામાંકિત ગુરુઓ. કહો કે એ યુગના પ્રસિદ્ધ ગુરુઓ. એક આ બાજુથી વિહાર કરતાં હોય. પેલા બીજી બાજુથી આવે. એક જ જગ્યાએ બંનેનો પડાવ હતો. મોટો ઉપાશ્રય. બધા સાથે ઉતર્યા. બંને ગુરુના શિષ્યોને થયું; આજ તો જલસો પડી ગયો! આટલા મોટા બે ગુરુઓ છે. કેટલી બધી તત્વચર્ચા થશે. આપણને તો આજે માખણ જ માખણ મળી જવાનું. પણ બંને ગુરુઓ બાજુ-બાજુમાં બેઠેલા. સ્મિતથી કુશળક્ષેમ પૂછી લીધું. પછી આ ગુરુ પોતાના ધ્યાનમાં. પેલા ગુરુ પોતાના ધ્યાનમાં. બીજી સવારે વિહાર ચાલુ થયો. પેલા ગુરુ આમ, પેલા ગુરુ આમ. બંને ગુરુના શિષ્યોએ ફરિયાદ કરી, કે અમને તો હતું કે તમે આટલા મોટા બે દિગ્ગજ ગુરુઓ ભેગા થયા છો, કેટલી તત્વજ્ઞાનની ચર્ચા કરશો. બંને ગુરુઓનો જવાબ એક જ હતો; કે શબ્દો દ્વારા જે ન મળે ને, એ અમે લોકોએ મેળવી લીધું છે. એટલે અમારા માટે હવે શબ્દો નકામી ઉપાધિ છે. એમની પણ એક અનુભૂતિની કક્ષા હતી. મારી પણ અનુભૂતિની કક્ષા હતી. અને એટલે શબ્દોની કોઈ જરૂરિયાત હતી નહિ.
એકવાર હું સુરતથી ઉત્તર ગુજરાત બાજુ વિહાર કરવાનો હતો. તો સુરતમાં મારી વાચનાઓ ચાલતી. એક સાધકને ખ્યાલ આવ્યો; કે સાહેબનો વિહાર ઉત્તર ગુજરાત તરફ છે. હવે સુરતથી નીકળો તો વાયા ભરૂચ જ જવાય. એ સાધક મારી પાસે આવ્યો. મને કહે સાહેબ! ભરૂચમાં જ હાઇવેથી બહુ નજીકમાં નર્મદાને કાંઠે બહુ મોટા ગુરુનો આશ્રમ છે. હું બે-પાંચ વાર એમની પાસે જઈ આવ્યો છું. મારે ગાઢ પરિચય એમની જોડે છે. આત્મ-તત્વ ઉપર એટલું ઊંડાણથી – ખુલીને એ બોલે છે કે આપણને ખરેખર આનંદ થાય. જો આપની જો ઈચ્છા હોય તો હું એ પ્રોગ્રામ ગોઠવી આપું. ત્યારે મેં એટલું જ કહેલું; કે હવે શબ્દોની કોઈ જરૂરિયાત નથી! મેં અનુભૂતિ કરી લીધી છે. મેં કેરી ખાઈ લીધી. હવે કોઈ કહે કેરી આવી અને કેરી આવી તો ભાષણ સાંભળવા મારે થોડું જવાનું હોય?!
એટલે શબ્દોનો દુનિયામાંથી મૌનની દુનિયામાં આપણે જવાનું જ છે. ઉત્તરાધ્યયન સુત્રનું એક ગાથાસૂત્ર તમને કહું; કે સદ્ગુરુ શક્તિપાત કેવો કરે છે? એક જ ગાથા સૂત્ર છે. એના ચાર ચરણો. એક-એક ચરણમાં એક-એક શક્તિપાત છે.
“मा य चंडालियं कासी बहुयं मा य आलवे
कालेण य अहिज्जित्ता तओ झाएज्ज एगओ”
પહેલો શક્તિપાત – ‘मा य चंडालियं कासी’ કોઈ શિષ્ય છે, ક્રોધના આવેગમાં આવે, રફ્લી બોલી કાઢે છે. તો પહેલો શક્તિપાત કર્યો – ‘मा य चंडालियं कासी’ ક્રોધમાં આવીને જેમ-તેમ તારે બોલવાનું નથી.
પછી બીજો શક્તિપાત. એ (પહેલો) શક્તિપાત ઝીલાઈ ગયો.
બીજો શક્તિપાત – ‘बहुयं मा य आलवे’ – તારે ઘણું બોલવાનું નથી હો! એમાં પણ એ આવી ગયો.
ત્રીજો શક્તિપાત – ‘कालेण य अहिज्जित्ता’ સ્વાધ્યાય માટે વિકાલ પિરિયડ છે એને છોડીને તું બરોબર સ્વાધ્યાય કરજે. અને એ સ્વાધ્યાયમાં લાગી ગયો, તો ચોથો શક્તિપાત – ‘तओ झाएज्ज एगओ’ એકાંતમાં જઈ અને હવે ધ્યાન કર. આ ગુરુની તાકાત.!
ક્રોધના આવેગમાં જેમતેમ બોલનાર શિષ્યને ક્યાંથી ઉઠાવીને ક્યાં મૂકી દીધો! ધ્યાનની ધારામાં મૂકી દીધો! પણ શિષ્ય પાસે Receptivity હતી. મૂળ વસ્તુ આ જ છે. Receptivity ના હોય તો ચાલતું નથી. ગુરુનો તો શક્તિપાત હતો જ. પણ શિષ્ય પાસે receptivity હતી, અને એના કારણે એ ઝીલી શક્યો.
મેં હમણાં એક વાચનામાં નવ દીક્ષિતોને પૂછેલું; કે અનિવાર્ય રૂપે તમારે બોલવું પડે, ૨૪ કલાકમાં, એવો સમય કેટલો? તો કોઈએ કહ્યું; ૫ મિનિટ. કોઈ કહે ૧૦ મિનિટ. ગાથા ગોખવાની છૂટ છે. ભગવાન આગળ સ્તવન બોલવાની છૂટ છે. વાતચીત ઉપર પ્રતિબંધ છે. તો મેં કહ્યું; તમે કેટલું મૌન કરી શકો? તો ઘણા ૨૪ કલાક વાળા નીકળ્યા. અમારા બાલમુનિઓ – નાના-નાના ૨૪ કલાકનું મૌન. કેટલાકે પોણા ચોવીસ કલાકનું મૌન એટલા માટે રાખ્યું; કે ક્યારેક અમે કોઈક વાત કહીએ ઇશારાથી અને સામા મહાત્માને ન સમજાય, અને એમને અણગમો જેવું થતું હોય, તો અમે બોલી નાખશું. પણ એ પણ આખા દિવસમાં ૧૦ મિનિટથી વધારે કંઈ થવાનું છે નહિ. એટલે શુભ વચનગુપ્તિમાં પહેલા આવી જઈએ. પછી શુદ્ધમાં આવી જઈએ.
એક મજાના ગુરુ હતાં. જ્ઞાની અને ધ્યાનમાં પણ લીન. શબ્દો છૂટી ગયેલા. એકવાર એ ગુરુના વંદન માટે એક ભક્ત બહારથી આવેલો. સાંજના ટાઈમે આવેલો. ગુરુને વંદન કર્યું. પછી એને ખ્યાલ આવ્યો, કે ગુરુ મહારાજ એમના પટ્ટ શિષ્યને લઈને રોજ સવારે morning walk માટે જાય છે. દોઢથી બે કલાક morning walk કરે છે. પેલા ભક્તને થયું; આટલા મોટા ગુરુ અને જોડે જ્ઞાની પટ્ટ શિષ્ય. હવે આ બે જણા હશે, કેટલી મજાની ગોષ્ઠી થતી હશે. તો હું પણ morning walkમાં જોડાઈ જાઉં તો કેવું..!
પટ્ટશિષ્યને એણે પૂછ્યું, કે સવારના morning walk માં હું આવી શકું તમારી જોડે? આપણા જેવો શિષ્ય હોય ને તો-તો કહી દે કે આવી જજે ને, કહે, તારા પગે તારે ચાલવાનું છે. પણ એ શિષ્ય કહે છે ગુરુને પૂછી લઉં. ગુરુ મહારાજને પૂછ્યું, ગુરુએ કહ્યું; વાંધો નથી. પણ એને કહી દેવાનું, બિલકુલ બોલવાનું નથી, સંપૂર્ણ મૌનમાં ચાલવાનું છે. પટ્ટશિષ્યએ એને કહી દીધું. હવે આશ્રમની પાછળ મોટું જંગલ. એ જંગલમાં પગદંડી. એના ઉપર જ ચાલવાનું હતું. એટલા સરસ દ્રશ્યો દેખવા મળે, પેલા શહેરી માણસને, એ તો નાચી ઉઠ્યો. એમાં એક જગ્યાએ તો પહાડ પરથી ઝરણું નીચે આવે. મોર ત્યાં નાચતો હતો. વૃક્ષો પણ એટલા સરસ. એટલો ખુશ થઇ ગયો એ. એ કહે વાહ! કેટલો panoramic view છે! કેટલું સરસ દ્રશ્ય છે! કેટલું સરસ દ્રશ્ય છે – ચાર શબ્દો.
Morning walk પુરી થઇ. બીજા દિવસે પણ એને રોકાવાનું થઇ ગયું. તો એને થયું કે કાલે સવારે પણ morning walk માં હું જોડાઈ જાઉં. ફરી પટ્ટશિષ્યને પૂછ્યું, કે કાલ સવારની morning walk માં હું આવી શકું? શું કહે બોલો? આવી જા ને યાર હવે! શિષ્ય કહે છે; ના, મારે ગુરુને પૂછવું પડે. ગુરુને પૂછ્યું; ગુરુ કહે; એ બક્બકિયાને ના પાડી દે તું. બે કલાકમાં ચાર શબ્દો બોલ્યો.! કારણ – ગુરુની પાસે ફૂટપટ્ટી હતી. તમારી પાસે કારણ છે. અને તમે બોલો તો ઠીક છે. કેવું સરસ દ્રશ્ય છે! – અમે બધા જોઈએ જ છે! આપણે જે અત્યારે લોકો ભેગા થાય, ભેગા તો થાય આપણા ઘરવાળા ભેગા એ થાય. કોરોનાની વાત નીકળે. ગરમી કેવી છે એની વાત નીકળે. બાકી આપણે સાદો ટાઈમ હોય બે જણા ભેગા થાય, કા તો ઠંડી બહુ છે, કા તો ગરમી બહુ છે. તો એ તો પેલાને ય ખબર છે પણ! પેલાને ખબર નથી?
આપણે ત્યાં તો સત્યને પણ એમનેમ બોલવાની ના પાડી છે. સત્ય પણ તમે ક્યારે બોલી શકો? ત્રણ શરતો રાખી છે; ‘હિત-મિત પથ્યમ્ સત્યં’ પહેલી શરત – તમે જે બોલો છો, એનાથી સામાનું કલ્યાણ થાય એવું છે? તો પહેલી શરત પુરી થઇ. બીજી શરત – મિત, માપસરનું બોલવાનું. એક શબ્દથી ચાલે, તો બે શબ્દ નહિ બોલવાના. બે થી ચાલે તો ત્રણ નહિ બોલવાના. હવે ત્રીજી શરત છે, પથ્યમ્ – સામાને માટે હિતકારક છે બરોબર. તમારા માટે પણ એ બોલવું હિતકારક છે કે નહિ એ જોઈ લો. ઘણીવાર એવું બને, તમે સરસ વાત કરતાં હોવ પ્રભુની, તો બની શકે કે સામેનારનું કલ્યાણ જ થાય, એને મજા આવે. પણ, તમને અહંકાર થતો હોય તો? પ્રવચન તમે આપો, એ હિતકર ખરું. પણ પથ્યકર ખરું? તમને અહંકાર ન આવે તો પથ્યકર. એટલે ‘હિત-મિત પથ્યમ્ સત્યં’ આવું સત્ય બોલી શકાય.
આપણે ત્યાં ભાષામાં એક દુહો છે; “અંધાને અંધો કહેતાં, કડવા લાગે વેણ; ધીરે ધીરે પૂછીએ, શાથી ખોયા નેણ” એ આંધળા- તમે કહો તો! ભાઈ કેમ છો? શું થયેલું? આંખો કઈ રીતે જતી રહી? એને સારું લાગશે.
આપણે ત્યાં એક લોકકથા છે. રાજા હતો ફરવા નીકળેલો. મંત્રી જોડે, સેનાપતિ જોડે અને ૫૦ એક સૈનિકો પણ જોડે. ચાર-પાંચ કિલોમીટર ગયા પછી પહાડી રસ્તો શરૂ થાય છે. રાજાનો જે ઘોડો હતો એકદમ તેજી-તોખાર. એટલી ઝડપથી ચાલતો હતો, કે બધાના ઘોડા પાછળ રહી ગયા. એમાં પહાડી રસ્તો શરૂ થયો. હવે બે રસ્તા ફંટાયા. પેલા લોકો ધૂળમાં પગલાં પડ્યા ઘોડાના, ત્યાં સુધી તો ચાલી આવ્યાં. હવે બે બાજુ રસ્તો જાય છે. અને પહાડી રસ્તો છે. કાંકરાવાળો. પથ્થરવાળો. ઘોડાના પગલાં કે પગલાં ઉપસવાના છે નહિ.
તો હવે શું કરવું? રાજા કઈ બાજુ ગયા હશે? પછી એક બાજુ જોયું તો ગ્રીનરી બહુ સારી હતી. તો કહે કે જમણી બાજુ જ ગયા લાગે છે. એટલે જમણી બાજુ જવાનું ચાલુ રાખ્યું. જમણી બાજુ થોડા ગયા આગળ, સેનાપતિ આગળ હતો, એક મંદિર આવ્યું. મંદિરની બહાર એક ભિક્ષુક બેઠેલો. સુરદાસ. અંધ હતો. સેનાપતિએ પૂછ્યું; એ અંધ! કોઈ અહીંથી ગયું હમણાં? રાજાજી ગયા? પેલો કહે; ના સેનાપતિજી કોઈ ગયું નથી. તમે જ પહેલા છો. સેનાપતિને ખ્યાલ આવી ગયો, કે રાજા અહીંથી ગયા નથી. મંત્રી આવ્યો. મંત્રીએ પૂછ્યું, સુરદાસ! રાજાજી ગયા અહીંથી? કોઈ ગયું અહીંથી? તમને ખ્યાલ આવ્યો? ઘોડાના દાબડાનો અવાજ આવ્યો હોય? ના સાહેબ કોઈ ગયું નથી. આ સેનાપતિજી. પછી બીજા તમે.
હવે એ લોકો આગળ જાય છે કે આ રસ્તે તો ગયા નથી. પાછા ફરીને આમ જઈએ. હવે રાજા જે છે, આગળ ને આગળ ગયો. પેલો રસ્તો ગોળ ચક્કર લેતો હતો. અને એ પાછો મંદિર પાસે આવીને ઉભો રહ્યો રાજા. રાજાને પણ ચિંતા થઇ કે મારા મંત્રીઓ, સેનાપતિઓ બધા ગયા ક્યાં? એટલે એણે પૂછ્યું; સુરદાસજી! અહીંથી કોઈ ગયેલું? તો કહે; હાજી. સેનાપતિજી ગયા. મંત્રીજી પણ ગયા. અને હવે આપ પધાર્યા છો. આ લોકો આમ ગયા છે. આપ થોડે દૂર જશો ને આપને મળી જશે. રાજાએ ઘોડો મારી મુક્યો. બધા મળી પણ ગયા.
ફરી પાછા મંદિર પાસે આવ્યાં. મંદિરમાં દર્શન કરી અને બહાર નાસ્તો-બાસ્તો કરી લઈએ. પણ ત્રણેય જણાને એક સવાલ થયો કે પેલો ભિક્ષુક અંધ હતો. કંઈ કોઈના ડ્રેસ જોઈ શકવાનો હતો નહિ. તો એને ખબર શી રીતે પડી કે આ સેનાપતિ, આ મંત્રી, આ રાજા. ત્રણેયને ચટપટી થઇ કે વાત તો બરોબર છે હો. એ વખતે ઉતાવળમાં હતા, પૂછ્યું નહિ. પણ વાત બરોબર છે. એટલે ત્રણેય જણા આવ્યાં, સૈનિકો આવ્યાં. સૈનિકોએ જાજમ પાથરી જમવા માટેની. ભિક્ષુકને પણ બોલાવ્યો. તમે પણ આવો જમવા માટે. પછી પૂછ્યું કે ભાઈ! તમારી આંખોનો વિષય તો છે નહિ, તો કહે કે ના બિલકુલ નથી. તો કહે, તમને ખ્યાલ શી રીતે આવ્યો? ત્યારે કહે છે; ભાષા ઉપરથી ખ્યાલ આવ્યો. સેનાપતિએ કહ્યું, એ અંધ! અહીંથી કોઈ ગયું? ભાષા બરછટી હતી. પણ સેનાપતિ હતા એ થોડી બરછટ ભાષા હોય એમની. હું સમજી ગયો સેનાપતિ છે. મંત્રી આવ્યા, થોડી શિષ્ટ ભાષા હતી, સુરદાસ! અહીંથી કોઈ ગયું? પેલો કહે; ના મંત્રીજી, કોઈ ગયું નથી, સેનાપતિજી ગયા છે. પછી રાજાજી આવ્યા. “સુરદાસજી ! કોઈ ગયું અહીંથી?” માત્ર ભાષા ઉપરથી મેં ત્રણેયને આ રીતે જોઈ લીધા છે.
તો પ્રભુએ આપણને કેટલી મજાની સાધના આપી. મૌનથી જો પતતું હોય તો, શબ્દોમાં જવાનું જ નથી. અને હકીકતમાં, મૌન તમે કર્યું છે. અથવા મૌનનો આનંદ તમે માણ્યો છે, એ ક્યારે કહી શકાય, બોલવાનો કંટાળો આવે તો. અમારે લોકોએ બોલવું પડે છે, ફરજના ભાગ રૂપે. લખવું પણ પડે છે. પણ ઈચ્છા ન હોય.
મારા એક ખાસ ડોક્ટર છે. સી.કે વોરા. એ પણ સાધક છે. એ કહે, બહુ સારું છે. અમારું સદ્ભાગ્ય છે કે તમે હિમાલયમાં નથી ગયા. તમારી ધારાને જોતા તમે લોકોની વચ્ચે રહી ન શકો. ત્યારે મેં કહ્યું; કે હવે ભીડ ને એકાંત વચ્ચે કોઈ ફરક નથી રહ્યો. બે ય સરખું જ છે હવે. તો મૌનથી કામ ચાલે છે. શબ્દો શા માટે વાપરવા? ક્યારેક ઈશારાથી કામ પતતું હોય તો ઈશારો લઇ લો.
બે ગુરુઓ. દિગ્ગજ ગુરુઓ. વિહારમાં ભેગા થયા. હિંદુ ગુરુઓ હતા. કુશળક્ષેમ પૂછ્યું. અને એક ગુરુએ ફૂંક મારી. બીજા ગુરુએ પગ ઉંચો કર્યો સહેજ. બેયની વાત પુરી થઇ ગઈ. એક આમ ગયા. એક આમ ગયા. શિષ્યો જોડે હતાં. તકલીફ તો શિષ્યોને જ હોય ને! પેલા ગુરુના શિષ્યો કહે, જોયું, આપણા ગુરુ કેટલા જોરદાર! પેલા ગુરુને કીધું, એક ફૂંક મારીશ તો ઉડાડી દઈશ.! બીજા ગુરુના શિષ્યો કહે; પેલાએ તો ફૂંક મારી, આપણા ગુરુએ પગ ઉંચો કર્યો, એક પાટું મારે ને તો ક્યાંય…! થોડા વખત પછી બેય ગુરુને આ સમાચાર મળ્યાં કે શિષ્યો વચ્ચે આ રીતે વાતચીત ચાલે છે. બેય ગુરુઓ પેટ પકડીને હસ્યાં. શિષ્યની વ્યાખ્યા શું છે? “આગમ પાઠ” – જે અનુશાસિત હોય તે શિષ્ય. આપણી આખી પરંપરા આ રહી.
અને બીજી પરંપરા આપણી એ રહી – કે સાધના માટેનું workshop ચાલતું હતું. એક-એક આચાર્ય ભગવંતની જોડે એક ગુરુકુલ – મોબાઈલ ગુરુકુલ હતું. અને એ ગુરુકુલમાં workshopની જેમ કામ ચાલતું હતું. Workshop માં શું હોય છે, થીયરીકલ કરતાં પ્રેક્ટીકલ ઉપર વધારે ભાર આપે. તો એ ગુરુઓ શું કામ કરતાં તમને સમજાવું. આપણા જ ગુરુઓ. એક સાધકની ધારા જોઈ. એને મહિના કે બે મહિના માટેનો એક કોર્સ આપ્યો. ભણવાનું તો બરોબર. પણ માત્ર ભણવાથી કંઈ ‘ઇતિ સિદ્ધં’ થઇ જતું નથી. સ્વાધ્યાય તો એક અંગ છે. એને સ્વાનુભૂતિ તરફ કેમ લઇ જવો, એ પણ ગુરુ શીખવાડે છે અને એટલે ગુરુ વર્કશોપના રૂપમાં કામ કરે. એક મહિના પછી તું ફરી પાછો આવ. હું તને જોઈ લઉં. તારી સાધના ક્યાં પહોંચી? એ આવે, એને જોઈ લે; ફરી આગળની સાધના એને આપે.
હું ઘણીવાર કહું છું, કે મને પોતાને પણ માત્ર શબ્દો આપવાનો રસ હવે નથી. Workshop ની જેમ મારે કામ કરવું છે. ૧૦૦-૨૦૦-૫૦૦ જણા છે. એવી રીતે કામ કરવું છે કે અહીંથી સાધના લઈને જાય, ભલે શ્રાવક છે, ઘરે જઈને ઘૂંટે. ચાર મહીને ફરી પાછા આવે. કેટલી સાધના ઘૂંટાઈ, કહે. આગળના લેશન્સ પાછા આપું. અને આગળ એ ચાલે. એટલે હવે સાધના શિબિરોમાં advanced શિબિરો શરૂ થાય છે. Advanced શિબિરો એટલા માટે જ છે. કે તમે બે શિબિર ભરેલી છે કે ત્રણ શિબિર ભરેલી છે. હવે બેસો! વાચના બહુ ઓછી થઇ જાય પછી એમાં. એક-એકને personal મળવાનું છે. તમે ક્યાં પહોંચ્યા? તમે ક્યાં પહોંચ્યા? તમે ક્યાં પહોંચ્યા? તો આ રીતે આપણે ત્યાં કામ ચાલતું હતું અને એના કારણે જ result મળતું હતું.
પ્રેમસૂરિ દાદા પાસે છેલ્લું workshop હતું. એમણે workshop ના રૂપમાં કામ કર્યું. ૫૦-૬૦ શિષ્યોને જોડે જ રાખે. કારણ કે મોબાઈલ ગુરુકુલ હતું. એ શિષ્યોને છુટા પડાય જ નહિ. જ્યાં સુધી પરિપક્વ એ ન થાય ત્યાં સુધી સાથે જ રાખવાના હોય. તો જે અનુશાસિત થવા માટે તૈયાર હોય શિષ્યો, અને બીજી વાત છે – જે શીખવા માટે તૈયાર છે – તે શિષ્ય અને જે શીખવાડે છે – તે ગુરુ. પણ શીખવાનું શું છે? તમે, તમે નથી. – આટલું જ શીખવાનું છે. “you are not you.” “તમે, તમે નથી.” તમે જેને ‘હું’ માનો છો, એ આભાસી ‘હું’ છે. વાસ્તવિક ‘હું’ છે તમારી પાસે, પણ ઢંકાઈ ગયેલું છે. તો બધા જ ગ્રંથો તમે વાંચો. એક જ વાત છે. સ્વાનુભૂતિ તરફ તું જા. પરમાંથી પાછો હટ.
તો આ શીખવા માટે તૈયાર હોય એ શિષ્ય. સમજી ગયા? પણ હવે પ્રવચન આપો. લોકો મને પ્રશંસે, મારો અહંકાર વધે. ગુરુ શું કરશે બોલો? ગુરુની પાસે ટાંકણીઓનો ભંડાર હોય છે. તમે અહંકારનો ફુગ્ગો ફુલાવીને આવો ને, એક ટાંકણી ઘોંચી દેવાની.
તો પેલા બે ગુરુઓ હસ્યા. એ કહે તમારે અમને પૂછવું તો હતું! પેલા ગુરુએ ફૂંક મારી. એટલે કે આ શ્વાસ ગયો – બહાર નીકળ્યો, પણ હું લઇ શકીશ કે નહિ લઇ શકું, મને ખાતરી નથી. મારું જીવન આટલું ક્ષણભંગુર છે, અને એમ માનીને હું સાધના કરું છું. તો બીજા ગુરુએ પગ ઉંચો કર્યો. કે હું એક-એક ડગલું સાવધાની પૂર્વક ભરું છું.
ઉત્તરાધ્યયન સૂત્રમાં સાધકની વ્યાખ્યા આપી :
“चरे पयाइं परिसंकमाणो, जंकिंचि पासं इह मन्नमाणो ।”
“चरे पयाइं परिसंकमाणो, जंकिंचि पासं इह मन्नमाणो” સાધક કઈ રીતે ચાલે, લોકોની વચ્ચે? મને ક્યાંયથી સહેજ પણ રાગનો સ્પર્શ ન થઇ જાય, મને ક્યાંયથી અહંકારનો સ્પર્શ ન થઇ જાય – આ રીતે એક-એક ડગલું એ સાવધાની પૂર્વક ભરે છે.
‘परिसंकमाणो’ – એને શંકા છે, કે મારી જાગૃતિ થોડી ઓછી પડી – આ બાજુ અહંકાર મને ઘેરી લેશે. આ બાજુ રાગ, આ બાજુ દ્વેષ. એટલે પૂર્ણ જાગૃતિ સાથે એક-એક ડગલું મારે ભરવાનું છે.નવસારી તપોવન વાચના – 23 [20.4.2020]

‘परिसंकमाणो’ – એને શંકા છે, કે મારી જાગૃતિ થોડી ઓછી પડી – આ બાજુ અહંકાર મને ઘેરી લેશે. આ બાજુ રાગ, આ બાજુ દ્વેષ. એટલે પૂર્ણ જાગૃતિ સાથે એક-એક ડગલું મારે ભરવાનું છે.